Love Revenge - 7 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - ૭

લવ રીવેન્જ

પ્રકરણ-7

“તારી આખી વાતમાં તે એ ના કીધું કે નેહા સિદ્ધાર્થ જોડે લગ્ન કરવાની ના કેમ પાડે છે....!?” વિશાલ લાવણ્યાને પુછવાં લાગ્યો. લાવણ્યાએ વિશાલને નેહા અને સિદ્ધાર્થ સાથે કારમાં થયેલી વાતચિત કહી સંભળાવી હતી. વાત કરતાં-કરતાં લાવણ્યાની અનેક વખત આંખોમાં અનેક વખત પાણી આવી ગયું હતું.

“નેહાએ એ વાત ટાળી દીધી હતી....!” લાવણ્યા બોલી “મેં બહુ પ્રયત્ન કર્યો....! પણ તેણે સફાઈપૂર્વક વાત ટાળી દીધી હતી....!”

“હમ્મ...!” વિશાલ વિચારવાં લાગ્યો. તેણે ખીસ્સાંમાંથી લાઇટર અને એક સિગારેટ કાઢી. રોડ તરફ જોઈને તેણે સિગારેટ સળગાવી.

“તું હમ્મ કરીને શું ચૂપ થઈ ગયો છે...!?” વિશાલે હજીતો સિગારેટના એક-બે કષ ખેંચ્યાં’તા અને લાવણ્યા આકળાઇને બોલી “કઇંક બોલ હવે શું કરવું...!?”

“અરે યાર એજ વિચારું છું....!” વિશાલ બોલ્યો “તું સિગારેટ તો પીવા દે...!”

બંને થોડીવાર ચૂપ રહ્યાં. લાવણ્યાએ કંટાળીને રોડ ઉપર જઈ રહેલા વાહનો તરફ જોવાં લાગ્યું.

“એ તારાં માટે એટલો important કેમ છે....!?” વિશાલે ધીરેથી લાવણ્યાને પૂછ્યું.

“તું મારાં મોઢે શું સાંભળવા માંગે છે...!?” લાવણ્યા ચિડાઈ “એજને કે હું હવે સિદ્ધાર્થને લવ કરવાં લાગી છું ....!?” વિશાલ ચૂપ રહ્યો. લાવણ્યાએ આગળ કહ્યું “તો હાં.....! બસ....! I Love him…! ખુશ...!?”

“કોઇક મહાન માણસે બહુ સાચું કહ્યું છે...!” વિશાલ રમુજ કરતાં બોલ્યો “કે સ્ત્રીઓને કોઈ ના સમજી ના શકે....!”

“કોણ મહાન માણસ છે આ...!?” લાવણ્યા ફરી ચિડાઈ.

“ખબર નહીં....!?” વિશાલ બોલ્યો. તેનો જવાબ સાંભળી પહેલાં લાવણ્યા હળવું હસી પછી તે પણ હસ્યો.

“તું થોડાં દિવસ કોલેજ ના જતી...!” થોડીવાર પછી વિશાલ બોલ્યો.

“કેમ...!?” લાવણ્યાને નવાઈ લાગી.

“બસ....! નેહાને તારી રાહ જોવાંદે ...!” વિશાલ બોલ્યો.

“પણ નેહા મારી રાહ શેના માટે જોશે...!?” લાવણ્યાને હજીપણ ના સમજાયું કે વિશાલ શું કહી રહ્યો છે.

“એ તને એની અને સિદ્ધાર્થની લવ સ્ટોરી જ્યાં સુધી પૂરેપૂરી નહીં સંભળાવે ત્યાં સુધી એને ચેન નહીં પડે...!” વિશાલે તર્ક કર્યો “તું ભૂલી ગઈ...!? એણે વાત અધૂરી છોડી છે...!”

“તું ભૂલે છે....” લાવણ્યા બોલી “એણે જાણી જોઈને વાત અધૂરી છોડી છે....!”

“ના....!” વિશાલે ભારપૂર્વક કહ્યું “જે રીતે તે એની સાથે થયેલી વાતચિત મને કીધી છે....! મને લાગે છે કે તેણે જાણીજોઈને વાતચિત અધૂરી નથી મૂકી...!પણ કદાચ એનું ઘર આવી જવાને લીધે એની વાત અધૂરી રહી ગઈ છે....!”

“તું સ્યોર છે....!?” લાવણ્યા મૂંઝાઇને બોલી “પછી એવું ના થાય કે હું થોડાં દિવસની રજા પછી જ્યારે હું કોલેજ જાઉં ત્યારે નેહા આવીને મને એનાં સિદ્ધાર્થ જોડે લગ્નની કંકોત્રી આપે...!”

“જો લગ્ન થવાનાંજ હશે....! તો આપણે ગમેતે કરશું....! કઈં નહીં થાય....!” વિશાલ બોલ્યો અને લાવણ્યાને ફરીવાર જાણે તમામ આશાઓ ધૂંધળી થઈ ગઈ હોય એવું લાગવાં લાગ્યું. તેનું મોઢું ફરી ઉતરી ગયું.

“આપણે હવે સૌથી પહેલાં એ જાણવું પડશે....!” લાવણ્યાનો ઉતરેલો ચેહરો જોઈને વિશાલ બોલ્યો “કે નેહા લગ્ન કરવાની ના કેમ પાડે છે...!? એ પછીજ આપણે કઇંક આગળ પ્લાન કરીશું....!”

“હમ્મ...!” લાવણ્યાએ હામી ભરી. તેની આંખોમાં હજી પાણી હતું.

“પણ યાદ રાખજે...!” વિશાલે ચેતવણીના સૂરમાં કહ્યું “તું કોલેજ જાઉં એ વખતે તારાં કપડાંમાં કે વર્તનમાં કોઈ ફેર ના પડવો જોઈએ...! એજ સ્ટાઈલ...! એજ વર્તન...!ok….!?”

“હમ્મ...!” લાવણ્યા બોલી.

“હવે તું ‘હમ્મ....હમ્મ’ કેમ બોલે છે....!?” વિશાલ જાણીજોઈને લાવણ્યાને છંછેડી રહ્યો હતો.

“તો શું કહું....!?” લાવણ્યા રડમસ ચહરે બોલી “મારાથી એરીતે હરવું-ફરવું જાણે મને કોઈ રસજ નથી....! એ બહુ અઘરું છે...!”

“એટ્લેજ કહું છું.....!” વિશાલ બોલ્યો “થોડાં દિવસ ના આવીશ કોલેજ...!”

“હાં સારું...!” લાવણ્યા બાઇક ઉપરથી ઉતરી “ચલ ..! હું જાઉં....!bye”

“bye….!” વિશાલ તેની બાઇક ઉપર બેઠો. લાવણ્યા મેઇન રોડ ઉપર ચાલતી-ચાલતી આવી અને એક ઓટોવાળાંને હાથ કર્યો. ઓટો ઊભી રહેતાં લાવણ્યા પાછલી સીટ ઉપર બેઠી.

“જોધપુર....!” “લાવણ્યાએ ઓટોવાળાંને કહ્યું. ઓટોવાળાએ ચલાવા માડયું. લાવણ્યાનું મન ફરી વિચારે ચડ્યું. ત્રણ-ચાર દિવસ કોલેજ નહોતું જવાનું. એટ્લે ઘરે જઈને કોઈક બહાનુંતો બનાવવું પડશે.

વરસાદ નહોતો પડતો. આમછતાં પણ અમદાવાદના ટ્રાફિકમાં કોઈ ફરક નહોતો પડ્યો. વાહનોથી ચારરસ્તાએ આવતાં દરેક સિગ્નલ ભરેલાં હતાં. જેમ રસ્તાઓ વાહનોથી ભરેલાં હતાં એમ લાવણ્યાનું મન પણ અનેક વિચારોથી ભરેલું હતું.

લગભગ ત્રીસ-ચાલીસ મિનિટ પછી ઓટોવાળાંએ જોધપુર લાવણ્યાના ઘરની સામે ઓટો ઊભી રાખી. લાવણ્યાએ ઓટોવાળાને ભાડું ચૂકવાયું અને ઓટોમાંથી ઉતરી પોતાનાં ઘરનો લોખંડનો ઝાંપો ખોલીને અંદર ગઈ. ઓટલાં ઉપર ચાલીને લાવણ્યા ઘરનાં મુખ્ય દરવાજે આવીને ઊભી રહી. તેણે બેલનું બટન દબાવ્યું.

“તું આવી ગઈ...!?” થોડીવાર પછી લાવણ્યાના મમ્મીએ બારણું ખોલ્યું. ટીપીકલ ગુજરાતી ગૃહિણી જેવાં લાગતાં તેનાં મમ્મી હસમુખો સ્વભાવ ધરાવતાં હતાં.

“હાં....!” એટલું કહીને લાવણ્યા સીધી અંદર ચાલી ગઈ અને બીજે માળ તેનાં બેડરૂમ તરફ જવા લાગી.

“શું થયું....?” તેનાં મમ્મી સુભદ્રાબેન બોલ્યાં.

“તબિયત નથી સારી...!” લાવણ્યા સીડીમાં અટકીને બોલી.

“તો આવાં વરસાદમાં શીદને બહાર ગઈતી…! મે ના નહોતી પાડી...!?” સુભદ્રાબેન બોલ્યાં.

“હવે નઈ જાઉં બસ....!” લાવણ્યા જાણે થકી હોય એમ બોલી “મને લાગે છે કે થોડાં દિવસ મારે કોલેજમાં રજા રાખવી પડશે...!

“હમ્મ....! તને ઉકાળો બનાવી આપું....!?” સુભદ્રાબેન બોલ્યાં.

“હાં બનાવી આપી....!” એટલું કહીને લાવણ્યા ઉપર જતી રહી. બેડરૂમમાં આવીને લાવણ્યાએ બેડ ઉપર લંબાવ્યું. આંખો બંધ કરીને સિદ્ધાર્થ અને નેહા અંગેના વિચારોને રોકવાનો વ્યર્થ પ્રયત્ન પણ કરી જોયો. છેવટે તેણે તે પ્રયત્ન પણ પડતો મૂક્યો.

▪▪▪▪▪▪

અઠવાડીયા પછી .....

રેડ બાંધણીવાળાં પંજાબી ડ્રેસમાં લાવણ્યા આજે અઠવાડીયા પછી કોલેજ આવી હતી. ગેટથી ચાલતી-ચાલતી લાવણ્યા કેન્ટીન તરફ જઈ રહી હતી.

“લાવણ્યા...!” પ્રેમે પાછળથી તેને બૂમમારી. લાવણ્યાએ તે તરફ જોયું “કેમ આજે બહુ દિવસે આવી...!?” તેની નજીક આવતાં પ્રેમ બોલ્યો.

“તબિયત ઠીક નહોતી....!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો પછી પૂછ્યું “તું દર વખતે હું જ્યારે કોલેજ આવુંછું તું પાછળથી મને બોલાવે છે...! તું રાહજ જોઈને બેઠો હોય છે કે શું..!?”

“ના....! અ …! એવું કઈ નથી...!” પ્રેમ થોથવાઈ ગયો. કેમકે લાવણ્યાએ તુક્કો સમજીને મારેલું તીર નિશાને વાગ્યું હતું. પ્રેમ હમેશાં લાવણ્યાની રાહ જોઈને ગેટની સામે ઉભેલા મેગીવાળા જોડે ઝાડનીચે બેઠો રહેતો.

લાવણ્યા સમજી ગઈ. તે હળવું હસી પાછી કેન્ટીન તરફ ચાલવા લાગી.

“તને ખબર પડી ગઈ એમને...!” પ્રેમ તેની જોડે ચાલવા લાગ્યો. લાવણ્યા ફરીવાર હસી.

“ પ્રેમ....! ડિયર...!” લાવણ્યાએ ધીરેથી એને સમજાવવાના સૂરમાં કહ્યું “સોરી...!”

“સોરી...!?” પ્રેમને નવાઈ લાગી. તેનાં જીવનમાં પહેલીવાર તેણે “લાવણ્યા”ના મોઢેથી સોરી શબ્દ સાંભળ્યો હતો.

“હું કાયમ તારી ઇન્સલ્ટ કરતી હતીને....!?” લાવણ્યાએ અટકીને તેની તરફ જોયું અને હળવેથી તેનાં ગાલે ચુંબન કર્યું.

“મને હવે ખરેખર ડાઉટ થાય છે....! કે તું લાવણ્યા નથી....!” પ્રેમે લાવણ્યાને છેડતાં કહ્યું. “ઓહ shut up પ્રેમ...!” લાવણ્યાએ ચીડવાનો ઢોંગ કરતી હોય એમ બોલી અને ચાલવા લાગી.

“પણ....! પ્રેમ...!” લાવણ્યા બોલી “હું તને સાચું કહું છું....! હું તને ફક્ત એક સારો મિત્ર માનું છું ...! બીજું કઈ નઈ....!”

“હું જાણું છું….!” પ્રેમ બોલ્યો “અને મને તું મિત્ર તરીકે પણ ચાલશે.....!”

બંને જોડે કેન્ટીન તરફ ચાલવા લાગ્યા.

“આજે શું વાત છે ...!? લાલ ચટ્ટાક હોંઠ...! લાલ પંજાબી ડ્રેસ....!? એકદમ પંજાબી કૂડી બની ગઈ...!?” પ્રેમ બોલ્યો.

“હાં ....હાં...હાં...!” લાવણ્યા હસી “રોજ કઇંક નવું કરવું પડે....!”

“હમ્મ...!” પ્રેમે હકારમાં માથું ધૂણાવ્યું “અરે આ સિદ્ધાર્થ....! કેમ પાછો જાય છે..!?”

પ્રેમે કેન્ટીન તરફથી બહાર જઈ રહેલાં સિદ્ધાર્થને આવતો જોઈને કહ્યું. લાવણ્યાએ પણ સિદ્ધાર્થને જોયો.

“એનું મોઢું કેમ ઉતરેલું છે...!?” લાવણ્યાએ હળવેથી પ્રેમને કહ્યું. પ્રેમે ખભાં ઉલાળ્યા.

“સિદ્ધાર્થ....!?” લાવણ્યાએ સિદ્ધાર્થને આંતરીને કહ્યું “શું થયું તને...!?”

“hi લવ...!” સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં પેટનેમથી બોલાવી. લાવણ્યાના ગાલ લાલ થઈ ગયાં. પ્રેમને નવાઈ લાગી. તે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“બસ ઘર તરફ જતો હતો...!” સિદ્ધાર્થ વિલા મોઢે બોલ્યો.

“શું થયું મને કહીશ….!?” લાવણ્યા જાણે તેની ખાસ મિત્ર હોય તેમ હકથી બોલી.

“નેહાએ ફાઇનલી ના પાડી દીધી....!” સિદ્ધાર્થે ધડાકો કર્યો.

“what….!?” લાવણ્યા ચમકી ગઈ.

“શું શેની ના પાડી દીધી...!?” પ્રેમને કઈં ના સમજાતાં તે વચ્ચે બોલ્યો.

“પ્રેમ...! ડિયર...!” લાવણ્યાએ તેને કહ્યું “તું કેન્ટીનમાં જા અને મારી વેઇટ કાર હું આવું છું...!”

“ok…!” પ્રેમ સમજી ગયો કે લાવણ્યાને સિદ્ધાર્થ જોડે કઈં વાત કરવી હશે એટ્લે ત્યાંથી તે કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.

“Sid…!” લાવણ્યાએ હવે તેની તરફ જોયું “હવે મને કે’ શું થયું...!?”

“અરે યાર...શું કહું!” સિદ્ધાર્થે નિશ્વાસ નાંખ્યો “અમારું ઓલમોસ્ટ ફિક્સ હતું...! ઘરમાં બધાં હવે લગન લેવાની વાત કરતાં હતાં’ને આ છોકરીએ ઘસીને ના જ પાડી દીધી....!”

“પણ કેમ....!?” લાવણ્યા મનોમન ખુશ થઈ હતી. સિદ્ધાર્થ આજે તેની જોડે તેનાં હ્રદયની વાત છૂટની કરી રહ્યો હતો “એવું તો શું થઈ ગયું...!”

“તું એને કેમ નથી પૂછતી...!?” સિદ્ધાર્થ આકળાઈને બોલ્યો.

“Sid…! તું ચાલ મારી સાથે...!”લાવણ્યાએ તેનો હાથ પકડીને ખેંચવાં લાગી અને કેન્ટીન તરફ જવા લાગી.

“ક્યાં....!લઈ જાય છે?” સિદ્ધાર્થ તેની પાછળ દોરવાતાં બોલ્યો.

“હું એ પાગલ છોકરી જોડે વાત કરું છું....!” લાવણ્યા બોલી.

“ના....!” સિદ્ધાર્થ બોલ્યો અને હાથ છોડાવીને ઊભો રહ્યો “તું એની જોડે વાત કરે એમાં મારી કોઈ જરૂર નથી....”

“પણ Sid….!” લાવણ્યા દલીલ કરવાં ગઈ પણ સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો.

“હું શંભુ ઉપર છું...! તારે પતે એટ્લે ત્યાં આવી જજે....!” એટલું કહીને સિદ્ધાર્થ ચાલતો થયો. બ્લેક પોલો ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં પાછળથી તેનું કસાયેલું શરીર એકદમ હોટ લાગી રહ્યું હતું. લાવણ્યાને જે જોઈતું’તું એ મળી ગયું હોવા છતાં કોણજાણે કેમ તેને સિદ્ધાર્થ માથે દુખ થયું હતું. પાર્કિંગ તરફ જઈ રહેલાં સિદ્ધાર્થને થોડીવાર જોઈ રહી લાવણ્યા છેવટે કેન્ટીન તરફ ચાલી.

રોજની જેમ આજેપણ કેન્ટીન લગભગ ફૂલજ હતી. લાવણ્યાએ નજર ફેરવીને નેહાને શોધવાનો પ્રયત્ન કર્યો. તેને પ્રેમ દેખાયો અને તેની સામે બેઠેલી નેહા અને આજુબાજુ બેઠેલાં ગ્રૂપનાં બીજાં ફ્રેંડ્સ પણ બેઠાં હતાં. લાવણ્યા ઉતાવળા પગલે તેમની તરફ ચાલવા લાગી.

“તે સિદ્ધાર્થને નાં કેમ પાડી....!?” ટેબલ પાસે પહોંચીને લાવણ્યા નેહા જોડે ચેયરમાં બેસતાંજ કહ્યું.

“તને સિદ્ધાર્થે કહ્યું...!?” નેહાએ હળવો આશ્ચર્યથી પૂછ્યું.

“હાં...!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો “તું કે’ મને...! કેમ ના પાડી...!?”

“તમે લોકો શું વાત કરો છો…!?” ત્રિશાએ પૂછ્યું “અમને તો કો....!?”

“સિદ્ધાર્થ અને નેહાનાં લગન લેવાવાના છે....!” લાવણ્યાએ ત્રિશા તરફ જોઈને કહ્યું “અને આ છોકરી લગન કરવાની ધરાર નાં પાડે છે....!”

“હેં....! એ છોકરી આવું કરાય...!?” પ્રેમ ચોંકીને બોલી પડ્યો.

“તો હું લગન કરી લઉ?” ત્રિશા ટીખળ કરતાં બોલી “ક્યાં છે સિડ...! લાવ હુંજ પૂછી લઉં એને...!?”

“સ્ટોપ ઈટ...!” લાવણ્યા થોડાં કડક સ્વરમાં બોલી “હવે કોઈ વચ્ચે નાં બોલતાં” લાવણ્યાએ બધા તરફ ચેતવણી આપતી હોય તેમ હાથ કરીને કહ્યું અને પાછી નેહા તરફ ફરી “તું બોલ હવે ...! કેમ નાં પાડે છે તું...!?”

“Because I Love Someone else…!” નેહાએ શાંતિથી કીધું. અને તેણે કરેલાં ધડાકાંથી લાવણ્યા સહિત સૌ કોઈ ચોંકી ગયાં.

▪▪▪▪▪▪

આગળ વાંચો પ્રકરણ-8 માં

નેહા જેને પ્રેમ કરે છે એ વ્યક્તિ કોણ છે?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED