લવ રિવેન્જ - ૮ S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - ૮

લવ રિવેંજ
પ્રકરણ-8

"વોટ નોનસેન્સ...!?" નેહાની જોડે કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા તાડૂકી. જ્યારે નેહાએ કહ્યું કે તે સિદ્ધાર્થ જોડે એટ્લે લગ્ન નથી કરવાં માંગતી કેમકે તે કોઈ અન્ય છોકરાને લવ કરે છે ત્યારે ત્યાં હાજર ગ્રૂપના બધાંજ છોકરાં છોકરીઓ ચોંકી પડ્યાં હતા.
લાવણ્યાને તો વિશ્વાસજ નહોતો થતો.
"તું સિદ્ધાર્થને પડતો મૂકીને બીજા કોને લવ કરે છે...!?" લાવણ્યાએ ઉગ્ર સ્વરમાં પૂછ્યું. બીજાં બધાંને પણ વાતમાં રસ પડતાં તેઓ તેમનાં મોબાઇલ મંતરવાના મૂકીને નેહાની વાત સાંભળી રહ્યા.
"Its not your business લાવણ્યા...!" નેહાએ તદ્દન ભાવવિહીન સ્વરમાં લાવણ્યાને મહત્વ આપ્યાં વિના કહ્યું.
લાવણ્યા છક થઈ ગઈ. બીજાં બધાંપણ એકબીજાના મોઢાં તાકવાં લાગ્યા. તેમને તો વિશ્વાસજ નહોતો આવતો કે નેહા જેવી છોકરી આવો ભાવવિહીન જવાબ આપી શકે.
"અરે પણ શું કમી છે સિદ્ધાર્થમાં...!?" લાવણ્યા અધીરી થઈને પૂછવાં લાગી.
"તને એટલો બધો ગમતો હોય તો તુજ એની જોડે લગ્ન કેમ નથી કરી લેતી..!" નેહાએ ફરીવાર "unexpected" કહી શકાય તેવો જવાબ આપ્યો.
"તું સાચે નેહાજ છે ને...!?" લાવણ્યાને જાણે તેની વાત ઉપર વિશ્વાસ ના હોય એમ બોલી.
"ઓહ પ્લીઝ લાવણ્યા...!" એટલું કહીને નેહા ઊભી થઈ "હું લેકચર ભરવાં જાઉં છું...!" એટલું કહીને નેહા કેન્ટીનથી બહાર નીકળવાં લાગી. પ્રેમ સિવાય બાકીનાં પણ એક પછી એક ઊભાં થવાં લાગ્યાં.
થોડીવાર પછી તેમનું ટેબલ ખાલી થઈ ગયું. હવે પ્રેમ લાવણ્યાની સામે જોતો-જોતો બેઠો રહ્યો.
"હવે તું શું વિચારે છે ..!?" લાવણ્યા તરફ જોઈ રહેલાં પ્રેમે પૂછ્યું.
"પ્રેમ...! ડાર્લીંગ..! આજે તું લેકચરમાં મારાં માટે નોટ્સ બનાવી લઇશ...!" કહેતાં લાવણ્યા ચેયર ઉપરથી ઊભી થઈ અને ટેબલ ઉપર પડેલું તેનું બેગપેક ઉઠાવ્યું "મારે થોડું અર્જેંટ કામ છે...!" એટલું કહીને લાવણ્યાએ તેની નજીક આવીને નીચા વળીને તેનાં ગાલ ઉપર હળવું ચુંબન કર્યું.
"હાં સારું..!" પ્રેમ ખુશ થઈ ગયો. લાવણ્યા ત્યાંથી બહાર જવા ચાલી નીકળી.
કેન્ટીનમાંથી બહાર નીકળીને લાવણ્યાએ તેનાં મોબાઇલમાંથી સિદ્ધાર્થનો ફોન જોડ્યો. થોડીવાર સુધી રિંગ વાગતી રહી.
"હેલ્લો...!?" સિદ્ધાર્થે ફોન ઉઠાવતાંજ કહ્યું "હાં..! બોલ..! શું હતું..!?"
"ક્યાંછે..!?"
"ભૂતનું ઘર આંબલી..!" સિદ્ધાર્થ તદ્દન દેશી સ્વરમાં બોલ્યો "શંભુ ઉપર..!"
લાવણ્યા હસી પડી. સિદ્ધાર્થ એક ઉચ્ચવર્ગનો હોવાછતાં ઘણીવાર આરીતે દેશીસ્વરમાં બોલતો રહેતો.
"ત્યાંજ રે'જે ...!" લાવણ્યા બોલી "હું આવું છું...!"
"હમ્મ..!" કહીને સિદ્ધાર્થે ફોન કટ કર્યો. લાવણ્યા ફોન હાથમાં રમાડતી-રમાડતી કોલેજનાં મુખ્યની બહાર નીકળી. St.Xevier કોલેજનાં સામે આવેલું શંભુ કોફીશોપ H.L.Commerce કોલેજથી બહુ દૂર નહોતું. છતાં વરસાદની સિઝનમાં ચાલવું નાં પડે એટ્લે લાવણ્યાએ એક ઓટોવાળાને હાથ કરીને ઊભો રાખ્યો.
"શંભુ કોફીશોપ..!" એટલું કહીને લાવણ્યા પાછલી સીટ ઉપર બેસી. ઓટોવાળાએ તેની રિક્ષા ચલાવવા માંડી.
ઓટોમાં બેઠેલી લાવણ્યાએ અંદરથી ઉપર આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળો તરફ જોયું. વહેલી સવારે પડેલાં વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાવણ્યાનાં મનમાં હજીપણ નેહાએ કહેલી વાત ઘૂમરાઈ રહી હતી.

******


લગભગ દસેક મિનિટમાં ઓટોવાળાએ રિક્ષા શંભુ કોફીશોપ આગળ ઊભી રાખી. લાવણ્યાએ અંદર બેસીનેજ પૈસાં આપ્યા અને નીચે ઉતરી કોફીશોપમાં અંદર દાખલ થઈ.
વરસાદની રોમેન્ટીક સિઝનમાં આખું કોફીશોપ લગભગ ફુલ ભરેલું હતું. ચોરસ નાના લાકડાંનાં કોફી ટેબલની આજુબાજુ નાનાં બેસવાંનાં સ્ટૂલ હતાં. સ્ટૂલ અને કોફી ટેબલ બંને એક સરખી ડિઝાઇનનાં લાકડાંની પટ્ટીઓનાં બનેલાં હતાં. બધાંજ ટેબલો આજુબાજુ સ્ટૂલપર બેઠેલાં છોકરાં-છોરીઓથી ઘેરાયેલાં હતાં. કેટલાંક કપલતો લાવણ્યાની કોલેજનાં પણ હતાં જેમને લાવણ્યા ઓળખી ગઈ.
લાવણ્યાએ આમતેમ જોઈને સિદ્ધાર્થને ગોત્યો. તે જ્યાં ઊભી હતી તેની ડાબી બાજુ એક ખૂણામાં ટેબલની જોડેનાં સ્ટૂલ ઉપર તે એકલો બેઠો મોબાઇલ મંતરી રહ્યો હતો.
લાવણ્યાએ જોયું તેનું મોઢું હજીપણ ઉતરેલું હતું. થોડીવાર ત્યાં ઊભી રહીને સિદ્ધાર્થને જોયાં બાદ લાવણ્યા તેની તરફ ગઈ અને તેની સામે સ્ટૂલ ઉપર બેઠી. તેણે પોતાનું બેગ ટેબલ નીચે મૂક્યું.
"ઓય...! દેવદાસ...!" લાવણ્યાએ સિદ્ધાર્થને ચીડવ્યો "કઈં મંગાવ્યું કે નહીં..!?"
"તારી રાહ જોતો'તો..!" સિદ્ધાર્થ ટેબલ ઉપર તેનો ફોન મૂકતાં બોલ્યો.
"મારી રાહ...!?wow" લાવણ્યા મનમાં ખુશ થતાં બબડી.
"શું પીશ તું...!?"સિદ્ધાર્થે પૂછ્યું.
"મનતો તારાં હોંઠોની સ્માઇલ પીવાનું છે...!" લાવણ્યા તેની જોડે ઓપનલી ફ્લર્ટ કરવાં લાગી "પણ તારું મોઢું જોઈને લાગતું નથી...! કે મારી એ ઈચ્છા પૂરી થાય..!"
સિદ્ધાર્થ હસી પડ્યો. લાવણ્યા તેનાં ગાલમાં પડતાં ખંજનો મુગ્ધતાપૂર્વક જોઈ રહી. તેને તે સાક્ષાત કામદેવ જેવો લાગ્યો.
"તને તો આદત હશેને ..!" લાવણ્યા તેની આંખોમાં જોતાં બોલી "આવાં ફ્લર્ટી બિહેવિયરની...!મિસ્ટર સુપર હેન્ડસમ"
"સુપર હેન્ડસમ...!? wow?" સિદ્ધાર્થે નવાઈપૂર્વક કહ્યું "આ શબ્દ પહેલીવાર સાંભળ્યો....!"
"તું કોલ્ડ કોફી મંગાવીલે...!"
"હમ્મ..!" સિદ્ધાર્થે ઊભાં થઈને કાઉન્ટર ઉપર જઈને બે કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો અને પાછો ટેબલ ઉપર બેઠો.
"તો હવે...!?" લાવણ્યાએ સૂચકરીતે સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું.
"શું ..!? કોફીહજી વાર લાગશે...!" સિદ્ધાર્થે જાણીજોઇને જવાબ ટાળ્યો.
"સિદ્ધાર્થ...! હું નેહા વિષે પૂછી રહી છું..!" લાવણ્યા ફરી ધીમાં સ્વરમાં પૂછ્યું "તું એને મેરેજ માટે માનવીશ કે નહીં..!?"
"એ બહુ જિદ્દીલી છે...!" સિદ્ધાર્થ નકારમાં માથું ધૂણાવતાં બોલ્યો "જો એકવાર ના પાડી ચૂકી છે તો હવે કોઈ સંજોગોમાં નહીં માને...!"
લાવણ્યા થોડીવાર ચૂપ રહી.
"અને એમ પણ..!" સિદ્ધાર્થ થોડીવાર પછી ફરી બોલ્યો "જો એ કોઈ બીજાંને લવ કરતી હોય તો મારે એની જોડે મેરેજ નથી કરવાં..!"
"તો તું એમજ એને જવાં દઇશ...!?" લાવણ્યાને નવાઈ લાગી. કેમકે જેટલો તે સિદ્ધાર્થને ઓળખાતી હતી તે પ્રમાણે તે બહુ જલ્દી હાર માને એમ નહોતો.
"એમજ એટ્લે યાર..!?" સિદ્ધાર્થ થોડો ચિડાયો "એ કઈં મારી પ્રોપર્ટી થોડી છે...! એને જેની જોડે લગ્ન કરવાં હોય એની જોડે કરે..!"
લાવણ્યાને સિદ્ધાર્થ ઉપર માન ઉપજયું. કેમકે તે નેહાને પોતાની પ્રોપર્ટી નહોતો સમજતો.
"તો તું ઘરે શું કહીશ..!?"લાવણ્યાએ પૂછ્યું.
"કહી દીધું છે...!" સિદ્ધાર્થ બોલ્યો "નેહાએ ઓલરેડી એનાં મમ્મી-પપ્પાને મારા માટે ના પાડી દીધી છે અને એ લોકોએ નેહાનો નિર્ણય મારાં મમ્મી-પપ્પાને કહી દીધો છે..!"
"ઓહ તેરી...!" લાવણ્યાને નવાઈ લાગી "મને નહોતી ખબર વાત આટલી આગળ વધી ગઈ છે કે ઓફિશિયલી બંને બાજુ ના પડી ગઈ હોય..!"
"બધાંએ એને કેટલું સમજાવી..! તોપણ એ એકની બે ના થઈ...!" સિદ્ધાર્થ હવે વધુ આકળાયો.
"એવો તો કયો છોકરો છે જેના માટે એ આટલી અડી પડી છે..!?" લાવણ્યાને હવે ખરેખર નવાઈ લાગી રહી હતી.
"શું ખબર..!" સિદ્ધાર્થ કંટાળીને બોલ્યો "મને હવે કોઈ પંચાત નથી કરવી એ છોકરીની ..! તું ટોપિક ચેન્જ કર...!"
"okey બાબા..!" લાવણ્યા બોલી અને થોડીવાર માટે ચૂપ થઈ. કોફીનો ઓર્ડર તૈયાર થઈ જતાં સિદ્ધાર્થ ફરી ઊભો થઈને બંને માટે કોફી લઈ આવ્યો. લાવણ્યા હવે સ્ટ્રો વડે કોલ્ડ કોફી પીવા લાગી. કોફી પીતાં-પીતાં તે સિદ્ધાર્થ સામે જોઈ રહી. ખબર નહીં કેમ પણ સિદ્ધાર્થ જોડે જે થઈ રહ્યું હતું એનાં લીધે તે ખુશ થવાની જગ્યાએ તે પણ દુખી થઈ રહી હતી. તેને પોતાને એ ફીલિંગ નહોતી સમજાતી.
કઇંક વિચારીને લાવણ્યાએ તેનો ફોન ઉઠાવ્યો અને તેમાંથી નેહાનો નંબર ડાયલ કર્યો અને ઊભી થઈ.
"સિદ્ધાર્થ...!" ઊભા થઈને તે બોલી "હું એક કોલ કરીને આવું હો..!" સિદ્ધાર્થે હકારમાં માથું ધુણાવ્યું. લાવણ્યા કોફીશોપમાંથી બહાર નીકળી.
થોડીવાર રિંગ વાગતી રહી.
"હેલ્લો ...!" સામે છેડેથી નેહા બોલી.
"બહુ વાર કરી તે ફોન ઉપાડવામાં.!" લાવણ્યા બોલી.
'અરે હું લેકચરમાં હતી...!" નેહા બોલી "ક્લાસમાંથી બહાર નીકળવામાં સમય તો લાગેને ..! બોલ હવે શું હતું..!?"
"સિદ્ધાર્થને સૌથી વધુ શું ગમે ...! તારા સિવાય...!?" લાવણ્યાએ પૂછ્યું.
"what..!?" નેહાને નવાઈ લાગી.
"અરે યાર સિદ્ધાર્થને શેનો શોખ છે...! જેમકે ખાવા-પીવાનો, હરવા-ફરવાનો.., વગેરે..!?"
"બધાજ છોકરાઓ ખાવાં-પીવાનાં શોખીન હોય છે...! એમાં પૂછવાનું શું..!?" નેહા બોલી "એ સિવાય સિદ્ધાર્થ ફિટનેસ ફ્રીક છે..! એને કસરતનો બહુ શોખ છે..! અને...!" નેહા થોડું વિચારવાં લાગી "હાં..! અ..! એને ફોટોગ્રાફીનો અને નવી નવી જગ્યાએ ફરવાનો બહુ શોખ છે...!"
"હમ્મ...!" લાવણ્યાએ માથું ધુણાવ્યું.
"પણ આ બધુ તું શું કામ પૂછે છે..!?"
"કેમકે તે મેરેજની ના પડતાં એ દેવદાસ બની બેઠો છે...!" લાવણ્યા બોલી.
"what...!?"નેહા જાણે ચોંકી પડી "એ દારૂ પીવા લાગ્યો..!?"
"અરે ના યાર...!" લાવણ્યા ચિડાઈ "શું તું પણ...! એ ઢીલો થઈ ગ્યો છે..! મારે એનું મૂડ ઠીક કરવું છે એટ્લે પૂછતી'તી..!"
"ઓહ..! અચ્છા..! હું તો એને શરૂઆતથીજ ના પાડતી'તી..!" નેહા બોલી "કે મારે મેરેજ નથી કરવા..! હું ઓલરેડી કોઈના પ્રેમમાં છું..! પણ એ મહાશયની પોતાની ઉપર બહુ ઘમંડ હતો કે મને ગમે તેમ કરીને પટાવી લેશે...!"
"અરે યાર એ બહુ ભોળો છોકરો છે..!" લાવણ્યાએ સિદ્ધાર્થની વકીલાત કરી.
"પ્લીઝ લાવણ્યા..! સ્ટોપ ઈટ..!" નેહાએ કંટાળીને કીધું "તારે જે પૂછવું'તું એ પૂછી લીધું..!? તો હું લેકચરમાં જાઉં..!?"
"કોઇકે બહુ સાચું કહ્યું છે..!" લાવણ્યા માથું ધૂણાવતાં બોલી "લોકો જેવાં દેખાય છે એવાં હોતા નથી..!"
"ટોંટ શું કામ મારે છે..!?" નેહા ચિડાઈ "મારો કોઈ વાંકજ નથી...!"
"હું તને બહુ સીધી અને સારી છોકરી સમજતી'તી..!" લાવણ્યા બોલી.
"અને હું કેવી નીકળી...!?" નેહાએ કટાક્ષમાં કહ્યું.
"જેવી તું અત્યારે છે..! એજ તું રિયલ છે નઈ..!?" લાવણ્યા હવે રુક્ષ સ્વરમાં બોલી.
"લાવણ્યા...! "તું" મને કહી રહી છે..!?" નેહાએ ફરી વેધક કટાક્ષ કર્યો "તું કાંચમાં જોવે છે કે નથી જોતી..!?"
"તું પછતાઈશ..!" લાવણ્યા બોલી "સિદ્ધાર્થ જેવાં છોકરાંને ના પાડીને..!"
"ઓહ પ્લીઝ..!હવે તું બંધકર યાર..!" નેહા કંટાળી.
"છોડ...! કોઈ મતલબ નથી..!" લાવણ્યા બોલી અને ફોન કટ કર્યો. થોડીવાર સુધી નેહા ઉપર અકળાયેલી લાવણ્યા ત્યાંજ ઊભી રહી. પછી પોતાનું મન શાંત કરી કોફી શોપમાં પાછી ગઈ.
"તે બહુ વાર કરી..!?" લાવણ્યા પાછી સિદ્ધાર્થ સામે બેસી રહી હતી ત્યાંજ સિદ્ધાર્થ બોલ્યો.
"હાં..!પપ્પા જોડે વાત ચાલતી હતી..!" લાવણ્યા સ્વાભાવિક રીતે ખોટું બોલી.
"હેય..! ક્યાંક ફરવા જવું છે...!?" લાવણ્યાએ સ્ટ્રોવડે બાકીની કોફી પૂરી કરી અને પૂછવા લાગી.
"મૂડ નથી યાર..!" સિદ્ધાર્થ મોઢું ચઢાવતાં બોલ્યો.
"અરે તારો મૂડ સારો કરવાજ તો કહું છું યાર...!" લાવણ્યા બોલી.
"You know લાવણ્યા...! મને યાદ આવ્યું" સિદ્ધાર્થ ટીખળ કરતાં બોલ્યો "આપણે હજી એટલાં સારાં મિત્રો નથી કે જોડે ફરવા જઈએ..! રાઇટ..!?"
લાવણ્યાને સિદ્ધાર્થની ખટકી. છ્તાં તેણે પોતાનાં મોઢાંના ભાવ છુપાવ્યા. થોડું વિચાર્યા બાદ તેને સિદ્ધાર્થની વાત સાચી પણ લાગી.
"જોડે ફરશું તો સારાં મિત્રો બનશુંને ..!?" લાવણ્યાએ દલીલ કરી.
"હમ્મ...!" સિદ્ધાર્થ બોલ્યો "એમ પણ મારે નેહામાંથી મારું મન ડાઇવર્ટ કરવું છે...! બને એટલું જલ્દી..!?"
"તો પછી આપણે એક ડીલ કરીએ...!" લાવણ્યા બોલી "આજથી તું અને હું એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બનવાનો ટ્રાય કરશું...! સાથે ફરશું...! સાથે જમશું...! વગેરે વગેરે...!"
"હમ્મ..! looks like a good deal...!" સિદ્ધાર્થ બોલ્યો અને તેણે પોતાનો હાથ આગળ ધર્યો. લાવણ્યાએ ખુશ થઈને જોરથી શેકહેન્ડ કર્યું.
"ડીલ...!" સિદ્ધાર્થ બોલ્યો.
"પાક્કી ડીલ...!" લાવણ્યા હસમુખા ચેહરે બોલી.
સિદ્ધાર્થે ઊભાં થઈને કેશ કાઉન્ટર ઉપર કોફીનું બિલ પે કર્યું. લાવણ્યા પણ પોતાની બેગ લઈને ઊભી થઈ.
બંને સાથે કોફી શોપમાંથી બહાર નીકળ્યાં અને સિદ્ધાર્થે પાર્ક કરેલી તેની યમાહા બાઇક જોડે આવ્યાં.
"તો હવે ક્યાં જવું છે...!?' સિદ્ધાર્થે બાઇક ઉપર બેસતાં પૂછ્યું.
"અમ્મ..! રિવર ફ્રંટ જઈએ...!" લાવણ્યાએ બાઇક પાછળ બેસતાં કહ્યું.
"હા...હા...હા...!" સિદ્ધાર્થ હસી પડ્યો "હું એવાં ચીપડાંવેડાં નથી કરતો..!"
"ચીપડાંવેડાં..!?" લાવણ્યા હસી પડી "એટ્લે..!?"
"અરે ચિપ લોકો એવી જગ્યાએ જઈને એકબીજા જોડે ચૂમ્માચાટી કરે છે..! મને એ બધુ નથી ફાવતું..!"
"અરે પણ આપણે કયાઁ એવાં 'ચીપડાંવેડાં' કરવાનાં છે..!?" લાવણ્યા હવામાં અવતરણ ચિન્હની નિશાની બનાવતા બોલી. તે હજીપણ હસી રહી હતી "આપણે તો ખાલી જોડે ફરશું..! વોક કરશું...!"
"સારું..! પણ મારે થોડું કામ છે..! એટ્લે બહુ સમય નહીં મળે..!" સિદ્ધાર્થ બોલ્યો "થોડું ચાલીને હું તને ઘરે ઉતારી જઈશ...!"
"અરે તું મને ઘરે ઉતારવાની ચિંતા નાકર..! હું જતી રહીશ..!" લાવણ્યા બોલી "તું એટલો વધુ સમય મારી જોડે ચાલજે..!"
"ના..! હું ક્ષત્રિય છું..! અમે લોકો એમ કોઈ છોકરીને એકલાં ના છોડી દઈએ..!" સિદ્ધાર્થ ખુમારીથી બોલ્યો અને ગોગલ્સ પેહરીને બાઇકનો સેલ માર્યો. તેણે બાઇક મુખ્ય રસ્તા ઉપર લીધી અને સી.જી. રોડ થઈને રિવરફ્રંટ તરફ મારી મૂકી.
સિદ્ધાર્થ ટ્રાફિક વચ્ચેથી સડસડાટ બાઇક ચલાવી રહ્યો હતો.
પાછળ બેઠેલી લાવણ્યાએ તેનો મોબાઇલ કાઢીને watsappખોલ્યું અને વિશાલને મેસેજ ટાઈપ કરવાં લાગી.
"સાંજે છ વાગ્યે...! ખેતલાપા...!" લાવણ્યાએ મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરી દીધો અને મોબાઇલ લોકકરીને પાછો પોતાની બેગમાં મૂકી દીધો.

યામાહા બાઇકની ઊંચી સીટ ઉપર બેઠેલી લાવણ્યાએ ત્યારબાદ તેનો એક હાથ સિદ્ધાર્થની કસાયેલી બેક ઉપર મૂક્યો અને એક હાથ તેના અતિશય મજબૂત ખભાં ઉપર મૂક્યો. સિદ્ધાર્થ શરીર અતિશય કસાયેલું હોવાને લીધે તેના ગ્રીક ગોડ જેવાં બેકના મસલ્સને લાવણ્યા મન ભરીને ફીલ કરી રહી હતી. તેનાં માટે કોફીશોપથી રિવરફ્રન્ટ સુધીનો સિદ્ધાર્થની બાઇક પાછળ બેસવાનો એ પ્રથમ સફર એક યાદગાર સફર બની રહ્યો.

*****