Love Revenge - 6 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - ૬

લવ રીવેન્જ

પ્રકરણ-6

“મેરેજ ફિક્સ થઈ ગયાં...?” લાવણ્યા માંડ બોલી “ક્યારે...?” સિદ્ધાર્થ અને નેહાએ લાવણ્યાને ઘરે ડ્રોપ કરી દીધાં પછી લાવણ્યા તેનાં બેડ ઉપર પડી-પડી નેહા અને સિદ્ધાર્થ સાથે કારમાં થયેલી તેમની વાતચીત યાદ કરી રહી હતી. જ્યારે નેહાએ કહ્યું કે તેનાં અને સિદ્ધાર્થના મેરેજ ફિક્સ થઈ ગયાં છે ત્યારે લાવણ્યાની આંખોમાં ઝળહળીયાં આવી ગયાં હતાં. અત્યારે પણ જ્યારે તે નેહાએ કહેલી વાત યાદ કરી રહી હતી ત્યારે તેની આંખોના ખૂણા ભીંજાઇ ગયાં હતાં. લાવણ્યા ફરીવાર નેહાએ સાથે થયેલી એ વાતચિત યાદ કરવાં લાગી.....

“બે વર્ષ પહેલાં...!” નેહા બોલી. “અમે બંને ક્ષત્રિય છીએને ....! તો અમારાંમાં મોટેભાગે વહેલાં લગ્ન નક્કી થઈ જતાં હોય છે....એમાય મારી અને સિદ્ધાર્થની ઉંમરના છોકરાં- છોકરી તો બહુ ઓછાં કુંવારા ફરતાં હોય છે...!”

“અચ્છા...!” લાવણ્યાએ કહ્યું.

“હા...!” નેહા બોલી “અમારાં મમ્મી પપ્પાએ મળીને અમારું નક્કી કરી દીધું હતું....! મારાં પપ્પાને તો સિદ્ધાર્થ પહેલેથી પસંદ હતો....! સિદ્ધાર્થે પણ મને કયારની ગમાડી દીધી છે....!”

“તો પ્રોબ્લેમ શું છે...!?” લાવણ્યા પરાણે બોલી.

“પ્રોબ્લેમ એ છે...!” હવે સિદ્ધાર્થ લાવણ્યા તરફ સહેજ ત્રાંસુ જોઈને બોલ્યો “કે મેડમને હું નથી ગમતો...!”

“What rubbish…!?” લાવણ્યાથી બોલાઈ ગયું પછી તે ફરી પોતાની ભાવનાઓ કાબૂ કરતાં બોલી “I mean…! અ...અ... તું સારો છોકરો છે...! handsome છે...! hot પણ...!” લાવણ્યાએ હવે નેહા સામે જોયું “તારે બીજું જોઈએ છે શું...!?”

“લાવણ્યા.....!” નેહા હળવું હસી “ફક્ત દેખાવ કે પૈસા મહત્વનાં નથી .....!”

“હા.....પણ તારે બીજું શું જોઈએ છે....!?” લાવણ્યા ભારપૂર્વક પુછવાં લાગી “એ બીજી કોઈ છોકરીની સામે નજર ઊંચી કરીને જોતો પણ નથી.....!”

“અરે બાપરે.....!” સિદ્ધાર્થ કારની બહાર સામેની તરફ જોઈને બોલ્યો “આટલું બધુ પાણી...!?”

લાવણ્યા અને નેહા બંનેએ આગળ જોયું. કાર પાંજરાપોળ ચાર રસ્તાંએ પહોંચી હતી.

“એની માં ને....! ટ્રાફિક તો જો.....!” આગળ વાહનોનો લાંબી કતાર જોતાં સિદ્ધાર્થ સહેજ ડોકી નીચી કરીને બોલ્યો.

“બાપ રે...!” નેહા બોલી “હવે ....!? લાવણ્યાને ઘરે કેવીરીતે ઉતારીશું.....!?”

“એક કામ કરું.....! એસ જી હાઇવે ફેરવીને લઈ લઉં....!?” સિદ્ધર્થે કહ્યું.

“હા …! લઈલે...!” લાવણ્યા બોલી.

સિદ્ધાર્થે કાર રિવર્સ ગિયરમાં નાંખી અને પાછળની બાજુ જોઈને ચલાવી લીધી. કાર પાછી વાળ્યાં પછી સિદ્ધાર્થે યુનિવર્સિટી રોડ તરફ પાછી હંકારી.

“હા....! તો, આપણે કયાઁ હતાં...!?” લાવણ્યા.

“પાંજરાપોળ....!” સિદ્ધાર્થે એક ઊડતી નજર પાછળ નાંખી ટીખળ કરી.

“વેરી ફની.....” લાવણ્યાએ ચાળાં પાડ્યાં “મેં નેહાને પૂછ્યું ...! નેહા તું શા માટે સિદ્ધાર્થ જોડે મેરેજ કરવાની ના પાડે છે....!?”

“તમે બંને હવે આ વાત પડતી મુકશો....!?” સિદ્ધાર્થ જાણે ચિડાયો હોય એમ નાટક કરતાં બોલ્યો.

“કેમ...!? તને શું તકલીફ છે....!?” લાવણ્યાએ છણકો કર્યો.

“મારો ઇગો હર્ટ થાય છે.....!” સિદ્ધાર્થ ફરી કાલાં સ્વરમાં બોલ્યો.

“એમાં શું ઇગો હર્ટ થાય છે....!?” લાવણ્યાએ પૂછ્યું.

“અરે કેમ....!?” સિદ્ધર્થે કારને ડાબી બાજુ વાળવાં ટર્ન લીધો પછી બોલ્યો “હું નેહાને મનાઈ ના શક્યો એ તો ઇગો હર્ટ થાય જ ને....!?”

“હાં....હાં....હાં....!” લાવણ્યા અને નેહા બન્ને સાથેજ હસી પડ્યાં.

“તમે છોકરાઓ સુંદર છોકરીઓ પટાવવાને હમેશાં તમારાં ઇગો ઉપર કેમ લઈ લો છો....!?” લાવણ્યાએ પૂછ્યું “શું તમે અમને કોઈ ટ્રોફી સમજો છો...! જેને તમારે કોઈ રમતમાં જીતવાની હોય.....!”

સિદ્ધાર્થ કારમાં ઉપર લાગેલાં નાનાં કાંચમાંથી હસમુખા ચેહરે લાવણ્યાને ઘડીક જોઈ રહ્યો પછી ફરી તેનું ધ્યાન કાર ડ્રાઇવ કરવામાં લગાવ્યું.

“મને નહોતી ખબર તું આવી ઇન્ટેલીજેંટ વાતો પણ કરી જાણે છે....!” સિદ્ધાર્થે કટાક્ષ કર્યો.

“તું હજી મારાં વિષે કશું નથી જાણતો....!” લાવણ્યા થોડું ગંભીર થઈને બોલી.

થોડીવાર કોઈ કઈં બોલ્યું નહીં.

સિદ્ધાર્થની કાર હવે એસ જી હાઇવે પર દોડી રહી હતી. જોકે ભારે વરસાદ અને ટ્રાફિક હોવાને લીધે સિદ્ધાર્થે કારની ઝડપ મર્યાદિત રાખી હતી. શહેરનાં અંદરનાં રસ્તાઓ કરતાં એસજી હાઇવે ઉપર ટ્રાફિક ઓછો હતો.

“મસ્ત ગરમાં ગરમ ચ્હા પીશું...!?”સિદ્ધાર્થ બંનેને ઉદ્દેશીને બોલ્યો.

“ના.....! મને ઘરે ઉતારી દો...!” લાવણ્યા ઈચ્છા હોવાં છતાં તેણે નાં પાડી “એવું હોય તો મારાં ઘરે ચાલો...! હું તમને બંનેને ચ્હા પીવડાવું....!”

“નાં યાર .....!” નેહા બોલી “સિદ્ધાર્થ ….! તું મને પણ ઘરેજ ઉતારી દે….!”

“ફાઇન.....!” સિદ્ધાર્થે હાર માની લીધી હોય એમ હતાશામાં એક શ્વાસ છોડયો.

ત્યારપછી મોટેભાગે કોઈ વાતચિત નાં થઈ. લાવણ્યાને જાણવાની ઉત્કંઠા હોવાં છતાંતેણે પૂછવાનું ટાળ્યું. તેને યાદ હતું, વિશાલ નાં કહ્યાં પ્રમાણે “બહુ ભાવ નહોતો આપવાનો....”

“ટ્રિંગ ટ્રિંગ.....! ટ્રિંગ ટ્રિંગ....!” બેડ ઉપર તેની બાજુમાંજ પડેલો લાવણ્યાનાં મોબાઇલમાં રિંગ વાગી અને તેનાં વિચારો ભંગ થયાં. નેહા અને સિદ્ધાર્થ સાથે કારમાં થયેલી તે વાતચીતમાં પરોવયેલું તેનું મન પરાણે જાણે તંદ્રામાંથી બહાર આવ્યું હોય એમ લાવણ્યા સ્વસ્થ થઈ. બેડ ઉપર પડ્યાં રહીને લાવણ્યાએ તેનો મોબાઇલ ઉઠાવ્યો.

લાવણ્યાએ મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર જોયો. ફોન વિશાલનો હતો.

“બોલ...!” લાવણ્યાએ ફોન ઉપાડીને સીધું પૂછ્યું.

“ક્યાં છે....!?” વિશાલે પૂછ્યું.

“ઘરે.....! અને તું....!?” લાવણ્યા બોલી.

“ઘરે....!” વિશાલે જવાબ આપ્યો “તું ઘરે કેવીરીતે પહોંચી...!?”

“નેહા અને સિદ્ધાર્થ જોડે ….!” લાવણ્યાએ ટૂંકમાં જવાબ આપ્યો પછી કહ્યું “તેઓ મને ડ્રોપ કરી ગયા....”

“ઓહ તેરી...! તો તો કારમાં વાતચિત થઈ હશે....! નઈ...!?” વિશાલે પૂછ્યું.

“ખેતલાપા આય....!” લાવણ્યા કહ્યું અને બેડ ઉપરથી ઊભી થઈ.

“અત્યારે...! આવાં વરસાદમાં....!?” વિશાલ ચોંકી ગયો.

“હાં….! મારુ ઘર તો નજીક જ છે....!” લાવણ્યા શાંતિથી બોલી અને ડ્રેસિંગ ટેબલ ઉપર વાળ બાંધવાં માટે પડેલી તેની હેર ક્લિપ ઉઠાવી તેનાં વાળ બાંધવાં લાગી.

“ઓ મેડમ...!” વિશાલ તાડૂકયો “મારુ ઘર છેક મણિનગરમાં છે..! મારે કલ્લાક થઈ જશે...!”

“એ હું કઈં ના જાણું....!” લાવણ્યા જાણે કોઈ પરવા ના હોય તેમ બોલી “હું પહોંચું છું...!તું આવ..!”એટલું કહી લાવણ્યાએ ફોન કટ કરી નાંખ્યો. વિશાલ “હેલ્લો હેલ્લો..” બોલતો રહ્યો.

▪▪▪▪▪▪

“તારો લોજિક સાચો હતો...!” લાવણ્યા વિશાલને કહી રહી હતી.

લગભગ દોઢેક કલ્લાક પછી બંને ખેતલપા ટી-સ્ટોલ મળ્યાં હતાં. વરસાદ અટકી જતાં ચ્હા અને દાળવડાં તેમજ આની ગરમ નાસ્તો ખાવાના શોખીન ગુજરાતીઓની ભીડ ટી-સ્ટોલ ઉપર થઈ ગઈ હતી. વિશાલ અને લાવણ્યા બને ટી-સ્ટોલની સામે થોડાંદૂર રસ્તાંની પેવમેન્ટ ઉપર બાઇક સ્ટેન્ડ કરીને બેઠાં હતાં.

“તેઓ કદાચ પહેલેથીજ એકબીજાને ઓળખે છે....!” થોડીવાર પછી લાવણ્યા ફરીવાર હતાશ સ્વરમાં બોલી. વિશાલ ચૂપ રહ્યો. લાવણ્યા કઇંક વિચારી રહી.

“તને કોઈ વાત યાદ આવી...!?” વિશાલે લાવણ્યાના ચહેરાના હાવભાવ જોતાં કહ્યું.

“હા....! લગભગ....!” લાવણ્યાએ તેની સામે જોયું “થોડાં દિવસો પહેલાં સિદ્ધાર્થ નેહાને PVRમાં કોઈ હિન્દી મૂવી જોવાં જવાનું પૂછતો હતો...! તો નેહા એવું બોલી હતી કે ‘તને કયારથી હિન્દી મૂવી જોવાનો શોખ લાગ્યો...?’ ....”

“અરે યાર તું આ વાત મને અત્યારે કે’છે...!” વિશાલે માથે હાથ દીધો “મતલબ સાફ છે...યાર....’ક્યારથી’...! શબ્દ સાંભળીનેજ તારે સમજી જવું હતું કે તેઓ એકબીજાને પહેલેથી ઓળખે છે....!”

“મારુ ધ્યાન PVR શબ્દ ઉપર હતું...!” લાવણ્યા બોલી.

“કેમ બંને PVR જાત તો તને શું....!” વિશાલ બોલ્યો “તારે તો ફક્ત એની જોડે બદલોજ લેવો છે ને....!?” લાવણ્યા આડું જોઈ રહી.

“એક મિનિટ....!” વિશાલે લાવણ્યાનો ચેહરો પકડી તેની તરફ ફેરવ્યો “my god…! તું તો એને પ્રેમ કરવા લાગી....!”

“Stop it યાર...!” લાવણ્યાએ વિશાલનો હાથ ઝાટકીને તેનો ચેહરો ફરી ફેરવી લીધો. તેની આંખોમાં આવી ગયેલાં ઝળહળીયા આવી ગયાં.

“હાં....હાં....હાં...!” વિશાલ જાણે લાવણ્યા ઉપર હસતો હોય એમ મોટેથી હસી પડ્યો.

“એમાં રાવણની જેમ હસે છે શું....! ગધેડાં....!” લાવણ્યા ચિડાઈ ગઈ.

“તું ખરેખર એને પ્રેમ કરવાં લાગી....!?” વિશાલ પોતાનું હસવું માંડ દબાવી રાખતાં બોલ્યો.

લાવણ્યા કઈં પણ બોલ્યાં વગર હાઇવે ઉપર જઈ રહેલાં સાધનો તરફ શૂન્યમનસ્ક તાકી રહી. તેની આંખોમાં હજી પાણી હતું.

“મારે એ જોઈએ....!” લાવણ્યાએ વિશાલ તરફ જોઈને દ્રઢ સ્વરમાં કહ્યું.

“મને આખી વાત કહે તો....! તમારે કારમાં શું વાત થઈ...!” વિશાલ બોલ્યો.

એક ઊંડો શ્વાસ ભરી લાવણ્યાએ કારમાં નેહા અને સિદ્ધાર્થ સાથે થયેલી તેની વાતચિત વિશાલને કહેવાં માંડી.

▪▪▪▪▪▪

આગળ વાંચો પ્રકરણ-7 માં

નેહાએ સિદ્ધાર્થ સાથે લગ્ન કરવાની શા માટે ના પાડે છે....!?

Follow me on: twitter@jignesh_19

Facebook: https://www.facebook.com/ranvir.thakor.9

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED