લવ રિવેન્જ S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ

લવ રીવેન્જ

પ્રકરણ-૧

નવું વર્ષ શરુ થતાંજ H L Commerce Collageનું કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધાજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. જ્યાં જોવો ત્યાં એકથી એક સુંદર કન્યાઓ અને તેમની આજુબાજુ ફુલોનો રસ ચૂસવા મથતા ભમરા જેવાં છોકરાઓ.

છોકરાં-છોકરીઓના અનેક ગ્રુપોમાં વહેંચાયેલું કેમ્પસ અને તેની કેન્ટીન ફરીવાર એજ જૂની ધમાલ મસ્તીથી ઝૂમી ઉઠી. પ્રથમ વર્ષમાં આવનાર નવાં યુવાન-યુવતીઓ અને કોલેજનાં જૂનાં વિદ્યાર્થીઓથી કેન્ટીન જાણે બગીચો બની ગઈ. ચા-નાસ્તાની રેલમછેલ અને એકબીજાની ખેંચાખેંચ. જાણે કોલેજની યુવાની પાછી આવી.

દરેક ગ્રુપમાં સુંદર અને હોટ છોકરીઓનો વટ પડતો. તેમનો પડ્યો બોલ ઝીલતો. એમાંય તે સુંદર છોકારીની જોડે “સેટિંગ” કરવાનાં ચક્કરમાં કેટલાંય યુવાનોની Monthly pocket money ની balance sheet કાયમ ખોરવાઈ જતી. ભૂલથી પણ જો કોઈ હોટ,સુંદર છોકરી પટાઈ જાય તો તેની “ડીમાંડો” પૂરી કરતાં-કરતાં યુવાન બિચારો “દેવાળિયો” થઇ જતો.

જોકે પૈસાદાર યુવાનોને આવી કોઈ પ્રોબ્લેમ નહોતી નડતી. હરવા-ફરવાં માટે મોંઘી ગાડી કે બાઈક હોય, બ્રાન્ડેડ કપડાં, શુઝ વગેરે હોય કે એવી કોઈપણ જરૂરિયાત માટે પૈસાની કોઈ ખોટ નહિ. આવાં યુવાનો કે યુવતીઓ હમેશાં કોલેજનો ચર્ચાનો વિષય રહેતાં.

લાવણ્યા આવી જ એક હોટ અને સુંદર છોકરી હતી. જેની પાછળ કોલેજનાં લગભગ બધાંજ યુવાનો પાગલ હતાં. જેવું તેનું નામ હતું તેવું તેનું રૂપ હતું. કોઈ મુર્તિકારે ખુબ મહેનત અને ભાવથી કંડારેલી હોય તેવી સુંદર મૂર્તિના જેવું આકર્ષક ઘાટીલું ફિગર, ગોરો વાન, મોડેલ જેવો ચેહરો, કાતિલ માંજરી આંખો, ગોલ્ડન કલરમાં હાઈલાઈટ કરેલાં મધ્યમ લાંબા વાળ અને આવાં અપ્સરા જેવાં એ ફિગર ઉપર શોભે તેવાં મોડર્ન બ્રાન્ડેડ કપડાં.

લાવણ્યા મોટેભાગે ટાઈટ જીન્સ અને એવીજ ટાઈટ ટી-શર્ટ વગેરે પહેરતી. પરંતુ જરૂર પડે અંગ પ્રદર્શન થાય એવાં કપડાં પહેરવાંમાં પણ તે ખચકાતી નહિ. જોકે એવાં કપડાં પહેરતી વખતે ઘણીવાર તેને રખડું રોમિયો જેવાં છોકરાઓની છેડતીનો ભોગ બનવું પડતું. જોકે તેની પાછળ લાળ ટપકાંવતાં આવાં છોકરાંઓને લીધે લાવણ્યાનો ઘમંડ પોસરતો. પોતે સુંદર છે એટલે તેની પાછળ આટલાં બધાં છોકરાંઓ પાગલ છે એવાં ઘમંડમાં તે હમેશાં રાચતી.

કોલેજના ત્રણ વર્ષમાં અનેક બોયફ્રેન્ડ બદલવાનો તેનો રેકોર્ડ થઇ ગયો હતો. એક સમયે એક થી વધુ બોયફ્રેન્ડ “ફેરવવા” માટે તેનાં ગ્રુપનાં મિત્રોએ તેને ઘણી ખરી-ખોટી સંભળાવી હતી. જોકે લાવણ્યા કોઈને ગણકારતી નહિ. ગ્રુપમાં તેનું વર્તન હમેશાં એક બગડેલ રાજકુમારી જેવું જ રહેતું. તેનાં ગ્રુપનાં મિત્રોને તે હમેશાં પોતાનાંથી નીચાં સમજતી. જોકે એવું નહોતું કે લાવણ્યા ગ્રુપમાં સૌથી અમીર ઘરાનાની છોકરી હતી. આર્થિક રીતે તેનાં કરતાં વધુ સદ્ધર અને સુખી હોય તેવાં ગ્રુપમાં ઘણાં છોકરાં-છોકરીઓ હતા. લાવણ્યાના પિતા એક સરકારી બેંકમાં મેનેજર હતાં. તેની આર્થીક સ્થિતિ મધ્યમવર્ગથી થોડી વધુ સારી હતી એટલુજ. પરંતુ રૂપની બાબતમાં કુદરતે તેની ઉપર જાણે મનમુકીને મહેર કરી હતી.

આજ કારણ હતું કે લાવણ્યા હમેશાં ‘જમીનથી વેંત અદ્ધર ચાલતી’. ગમે ત્યારે કોઈનું પણ અપમાન કરવામાં પાછુ નહિ પડવાનું. પોતાનાંથી ઉતરતાં દેખાતાં હોય તેવાં છોકરાં-છોકરીઓને ઉતારી પાડવા, તેમના કપડાં, હેર સ્ટાઇલ વગેરેની મજાક કરવી, તેમને ગામડિયા કહી અંગ્રજીમાં તેમની ખીલ્લી ઉડાડવી કે ગાળો બોલવી, કોઈની ફિલિંગ્સ હર્ટ કરવી વગેરે તોછડું વર્તન કરવામાં તે ક્યારેય શરમાતી નહીં. ઉલટું તે પોતે સુંદર છે એટલું એવું વર્તન કરવું તેનો હક્ક છે, એવું તે માનતી.

ગ્રુપમાં ઘણાં છોકરાં-છોકરીઓ તેનાં વર્તનને પસંદ નહોતા કરતાં અને ઘણીવાર તેઓ લાવણ્યાને સમજાવવાનો પ્રયાસ પણ કરતાં પણ લાવણ્યા ક્યારેય ના સમજતી ઉલટું સમજાવનારનું અપમાન કરી નાંખતી. એટલે જ ગ્રુપના મિત્રોએ તેનાં આવાં વર્તનની અવગણના કરવાનું ચાલુ કરી દીધું હતું. જોકે તેઓની લાવણ્યા સાથેની મિત્રતામાં કોઈ ફર્ક નહોતો પપડ્યો. બસ જરૂરિયાત પુરતી વાત અને મજાક મશ્કરી સુધી તેમનું વર્તન સીમિત બન્યું હતું.

ગ્રુપમાં લાવણ્યાના ઘમંડને પંપાળનારા છોકરાં-છોકરીઓ પણ હતા જેઓ લાવણ્યાને કાયમ “ચણાના ઝાડ ઉપર” ચડાવે રાખતા. જેને લીધે ક્યારેક-ક્યારેક લાવણ્યા તરફી અને લાવણ્યા વિરોધી એમ બંને પ્રકારના મિત્રો વચ્ચે કંકાશ થતો. ગ્રુપ આવીરીતે બે ભાગમાં વહેચાઈ ગયું હતું

જોકે આવી રીતેજ “રૂઠના-મનાના” કરતાં-કરતાં લાવણ્યા અને તેનાં મિત્રો હવે કોલેજનાં ત્રીજા વર્ષમાં આવી ગયા હતા. આજે નવાં વર્ષનો પ્રથમ દિવસ હતો. અને બધાં મિત્રો કેન્ટીનમાં બેઠાં હતાં.

“તો....ફ્રેશેર્સ પાર્ટી આ Saturday રાખશુંને....?” કેન્ટીનમાં બેસીને ચા-નાસ્તો કરતાં-કરતાં લાવણ્યાએ ટોળું વાળીને બેઠેલાં તેના અન્ય મિત્રોને પૂછવા ખાતર પૂછ્યું. ગયા વર્ષની જેમ આ વખતે પણ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર ફ્રેશર્સની વેલકમ પાર્ટી લાવણ્યા જ ઓર્ગેનાઈઝ કરવાની હતી.

લગભગ બધાજ મિત્રોએ રસ વિના હકારમાં માથું ધુણાવ્યું કારણકે તેમને ખબર હતી કે પાર્ટી ક્યારે રાખવાની છે, પાર્ટીમાં શું કરવાનું વગેરે બધુજ લાવણ્યા ઓલરેડી ડીસાઈડ કરી ચુકી છે. તે ફક્ત ફોર્માલીટી માટે બધાને પૂછવાનું નાટક કરે છે.

“નેહા.....!” લાવણ્યાએ તેની સામે બેઠેલી નેહાને પૂછ્યું “તને શું લાગે છે કે આપણે પાર્ટીમાં કઈ થીમ રાખશું? “હેલોવીન થીમ” રાખશું...?બધાએ ભૂત જેવાં કપડાં પહેરીને આવવાનું...?”

“તો પછી હેલોવીન ઉપર શું થીમ રાખશું....ઉતરાયણની...!?” નેહા જે લાવણ્યાને ભારોભાર નફરત કરતી તેણે વીંધાઈ જવાય એવા સ્વરમાં કહ્યું.

“તું મને કોઈ દિવસ સીધો જવાબ નહિ આપું નઈ....!?” લાવણ્યએ ગુસ્સામાં ચિડાઈને કહ્યું.

“હું લેકચર ભરવા જાઉં છું...!” નેહાએ પોતાની કોલેજ બેગ ખભે ભરાવીને ઉભા થતાં-થતાં કહ્યું. તણે લાવણ્યાનો ગુસ્સો ઇગ્નોર કર્યો.

લાવણ્યા નેહા જતી રહી ત્યાં સુધી તેની સામું અંગારા જેવી નજરોથી જોતી રહી.

“Oh...No...!” નેહાના જતાં રેહતા જ થોડીવાર પછી લાવણ્યા પોતાનો મૂડ બદલતાં બબડી.

“શું થયું....!” લાવણ્યાને પટાવવા તેની કાયમ ચાપલુસી કરતો પ્રેમ બોલ્યો.

“નવું વર્ષ શરુ થઇ ગયું અને મારો કોઈ બોયફ્રેન્ડ નથી યાર.....!?” લાવણ્યા ઘમંડમાં પોતાનાં વાળ ઝટકાવતી બોલી.

જેઓ લાવણ્યાને પસંદ નહોતાં કરતાં તેઓએ નકારમાં પોતાનું માથું હલાવ્યું અને મોઢું બગાડ્યું.

“લાગે છે કે પાર્ટી પહેલાં મારે બોયફ્રેન્ડ select કરવા એક કોમ્પિટિશન રાખવી પડશે” લાવણ્યા ફરીવાર અહંકાર ભર્યા અવાજમાં બોલી.

કોઈનો ખાસ પ્રતિભાવ નાં મળતાં લાવણ્યા ત્યાંથી ઉભી થઇ. તેને પહેરેલી ટાઈટ ટીશર્ટમાં તેનાં પુષ્ટ ઉભારો જોઇને પ્રેમ પણ જોડે-જોડે ઉભો થયો.

લાવણ્યા કેન્ટીનમાંથી બહાર નીકળવા લાગી. સાથે-સાથે પ્રેમ અને તેનાં ચાંપલા હોય તેવાં બે-ત્રણ છોકરાં અને છોકરીઓ પણ બાહર નીકળી પડ્યા.

મોડેલની જેમ કેટવોક કરતી કરતી લાવણ્યા તેનાં ચમચાઓ સાથે કોલેજનાં પાર્કિંગ તરફ ચાલી નીકળી.

“લાવણ્યા તને ખબર છે મારું પણ કૃતિકા સાથે બ્રેકઅપ થઇ ગયું ...!?” પાર્કિંગ તરફ જતી વખતે પ્રેમ તેની લગોલગ આવીને મસ્કો મારતા બોલ્યો.

“તું મારી ટાઈપનો નથી પ્રેમ....યુ નો ધેટ...રાઈટ!?” લાવણ્યા જાણે પ્રેમની વાતનો અર્થ પામી ગયી હોય તેમ બોલી “Remember પ્રેમ ....!” લાવણ્યા અટકી અને પ્રેમની સામે આંખો માં આંખો નાંખતાં બોલી “તારાં જેવાં છોકરાઓને હું ફક્ત મારા mobileમાં balance પુરાવા માટે રાખું છું...got it...!?”

પ્રેમ છક થઇ ગયો. જોડે ઉભેલા અન્ય ચમચાઓ પણ. લાવણ્યા વધારે પડતું બોલી ગઈ હતી. જોકે લાવણ્યાને આ વાતનો કોઈ અહેસાસ નહોતો. એ તો ઘમંડમાં રાચતી ચાલવા લાગી. બીજાં બધાં તેને આગળ જતી જોઈ પ્રેમ પાસે અવ્યા અને તેનાં ખભે હાથ મુક્યો.

“ચીલ યાર.....!” રોનકે પ્રેમને પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું “એ આપણી ટાઇપની નથી..!”

“હાં..યાર પ્રેમ....!” જોડે ઉભેલી કામ્યાએ કહ્યું “તું નાહકનો એની પાછળ ટાઈમ વેસ્ટ કરે છે....એમ પણ એ એવું ફૂલ છે જેનાં માલિક ઘણાં છે અને તેને ઘણાં લોકો સુંઘી ચુક્યા છે...”

પ્રેમે કામ્યા તરફ જોયું. તે સમજતો હતો કામ્યા શું કહી રહી હતી. પછી પ્રેમે પાર્કિંગ તરફ જઈ રહેલી લાવણ્યાની પીઠને તાકતા કહ્યું “કોઈકે તો એનો ઘમંડ તોડવો જ પડશે....તે કહ્યુંને “તેને ઘણાં લોકો સુંઘી ચુક્યા છે” આ વાતનો અહેસાસ લાવણ્યાને કોઈકે તો કરાવવો જ પડશે...તેને તેની “હેસિયત” નો અહેસાસ થવો જ જોઈએ”

***

પાર્કિંગમાં પાર્ક કરેલી એક બાઈક ઉપર બેઠી-બેઠી લાવણ્યા તેનો સ્માર્ટ ફોન મંતરી રહી હતી. થોડી-થોડીવારે આજુબાજુ જોતી લાવણ્યા પાર્ટીના વિચારોમાં ઘુસેલી હતી.

થોડીવાર પછી સામેથી હાલ્ફ સ્લીવના બ્લેક શર્ટ અને sky blue જીન્સમાં આવી રહેલા એક યુવાન પર લાવણ્યાની નજર પડી. યુવાન જેમ-જેમ નજીક આવતો ગયો તેમ-તેમ લાવણ્યાની આંખોમાં ચમક વધતી ગઈ.

ગોરો ચિટ્ટો મોડેલછાપ ચેહરો અને કસાયેલું જીમમાં જતાં હોય તેવું body, હાલ્ફ સ્લીવની શર્ટમાં તેના હાથ ઉપર ફાટ-ફાટ થતી ઉપસેલી નસો જોઇને લાવણ્યાના સુંદર હોઠોમાંથી સિસ્કારી નીકળી ગઈ. ગાલ ઉપર પડતાં ખાડા જોઇને લાવણ્યાને જાણે કોઈ દેવદૂત જમીન ઉપર ઉતરી આવ્યો હોય તેવું લાગ્યું. જ્યારે તે યુવાન તેની તરફ આવવા લાગ્યો ત્યારે તેનું હદય જોરશોરથી ધડકી ઉઠ્યું.

“Excuse me.....!?” લાવણ્યા જે બાઈક ઉપર બેઠી હતી તેની પાસે આવતાં જ તેણે લાવણ્યાને કહ્યું “ આ મારી બાઈક છે...! would you mind...?”

અત્યાર સુધી સંમોહિત થઈને તેની સામે જોઈ રહેલી લાવણ્યાએ પોતાની આદત પ્રમાણે તોછડાંઈથી કહ્યું “તો....!?”

એટલામાં પ્રેમ અને બીજા ચમચાઓ ત્યાં આવી ગયા.

“હાય લાવણ્યા..” રોનકે કહ્યું

લાવણ્યાએ માત્ર આંખ નચાવીને હાય કહ્યું. પછી ઓલા યુવાન સામે ઘમંડથી જોયું.

ઓલા યુવાને લાવણ્યાને ફરીવાર વિનમ્રતાથી કહ્યું “મેડમ ....તમે મારી બાઈક ઉપરથી ઉતારશો.....!?”

“નહિ ઉતરું તો...!?” લાવણ્યાએ દમ માર્યો.

“લાવણ્યા .....! યાર ચાલને એમ પણ પાર્ટીની તૈયારીઓ કરવાની છે...” રોનકે ઓલા યુવાનના ચેહરા પર આવી રહેલાં અણગમાને ધ્યાનમાં લેતાં લાવણ્યાને કહ્યું. જોડે ઉભેલી કામ્યાએ પણ એ યુવાનના ચેહરા ઉપરનાં હાવભાવ નોટીસ કર્યા.

“મેં તને વચ્ચે બોલવાનું કહ્યું...?” લાવણ્યાએ રોનકને ઉતારી પાડ્યો.

આ જોઇને જોડે ઉભેલાં પ્રેમે પણ ચુપ રહેવામાં શાણપણ માન્યું અને ચુપ રહ્યો.

લાવણ્યાના વર્તનથી કંટાળ્યો હોય એમ ઓલા યુવાને પોતાનું માથું ખંજવાળ્યું. પાછી પોતાની બાઈકની ચાવી બાઈકમાં ભરાવી લોક ખોલ્યું અને સેલ મારી ડાયરેક્ટ એક્સીલેટર ફેરવી દીધું. તેણે બાઈક ગીયરમાં જ ડબલ સ્ટેન્ડ કરીને મૂકી હતી એટલે એક્સીલેટર મળતાંની સાથે જ બાઈક સ્ટેન્ડ પરથી ઉછળીને ઉતરી ગઈ. લાવણ્યા કઇ સમજે એ પહેલાં તો બાઈક ઉપરથી ઉછળીને નીચે પડી. જોકે ત ત્યાંજ ઉભેલાં રોનક અને પ્રેમે લાવણ્યા નીચે પટકાય એ પહેલાં પકડી લીધી.

ઓલા યુવાને પોતાના મજબુત હાથ વડે બાઈકને તરત કન્ટ્રોલ કરી લીધી. જોકે તેણે એટલુજ એક્સીલેટર આપ્યું હતું કે બાઈક ઉછળીને સ્ટેન્ડ પરથી ઉતરી જાય. ઓલા યુવાનના આવાં વર્તનથી ડઘાઈ ગયેલી લાવણ્યા હજીતો પોતાને સંભાળે એ પહેલાં જ ઓલો યુવાન પોતની બાઈક ઉપર સવાર થઇ ગયો હતો.

ઉભી થઇ રહેલી લાવણ્યા તરફ જોઇને તેણે પોતનાં રેબનના એવિયેટર ચડાવતાં-ચડાવતાં કહ્યું “સોરી....! But I don’t like over attitude people like you….! Especially girls…”

ઓલા યુવાને તેનાં બાઈકનું એક્સીલેટર ઘુમાવીને બાઈક મારી મૂકી. લાવણ્યા, રોનક, પ્રેમ અને કામ્યા અવાચક થઇ ઓલા યુવાનને બાઈક ઉપર જતો જોઈ રહ્યા.

લાવણ્યાનો સુંદર ચેહરો અપમાન અને ગુસ્સાથી તમતમી ઉઠ્યો.

***

ઘરે પહોચ્યાં પાછી પણ લાવણ્યા ગુસ્સામાં થોડું-ઘણું ખાઈને પોતાનાં રૂમમાં ભરાઈ ગઈ. ઓલા યુવાન ઉપર ચડેલો ગુસ્સો દિવસ વીત્યા છતાંપણ નહોતો ઉતાર્યો. પોતાનાં બેડરૂમમાં ભરાઈને તે માત્ર ઓલા યુવાનનાં વર્તન વિશેજ વિચારી રહી હતી. બેડ પર વારે-ઘડીએ પડખાં ફેરવતી લાવણ્યાને જેમ જેમ રાત વીતતી ગઈ તેમ-તેમ તેનો ગુસ્સો ઉતરતો ગયો.

હવે તેની આંખો સામે એ યુવાનનો દેવદૂત જેવો દેખાવ અને તેનો આકર્ષક ચેહરો દેખાવા લાગ્યા. થોડો વધુ સમય વીત્યા પછી લાવણ્યાને ફરી એ યુવાને કરેલાં વર્તનની યાદ આવી ગઈ. અને તેનો ચેહરો ફરી લાલ થઇ ગયો. હવે લાવણ્યા confuse થઇ ગઈ. તેને હવે એ નહોતું સમજાતું ઓલા યુવાનને લીધે તેનો ઘમંડ ઘવાયો હતો કે દિલ.

***

આગળ વાંચો પ્રકરણ-૨માં

ઓલા યુવાનના વર્તાવથી ઘાયલ થયેલી લાવણ્યા તેની સામે બદલો લેવાનું નક્કી કરે છે. અને કોલજમાં તેની પાછળ લટ્ટુ હતો એ બદમાશ છોકરાં વિશાલને સાધે છે. વિશાલ સાથે મળીને તે ઓલાં બાઈકવાળા યુવાન જોડે શું કરશે....વાંચો હવે પછીનાં પ્રકરણમાં .....