પ્રકરણ ૩.૨ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
પિયુષ મહેતા
કિંજલ મહેતા
આ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે. જે વાર્તા માં મોહન સ્કૂલ ની પરીક્ષા માં નાપાસ થાય છે અને ફિલ્મો માં કામ કરવા લખનૌ છોડીને બોમ્બે રવાના થઈ જાય છે. બોમ્બે ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તેને ફિલ્મો માં કામ નથી મળતું. તે હારીને લખનૌ પાછો જતો જ હોઈ છે ત્યારે એનું પિયુષ મહેતા ની ગાડી થી અકસ્માત થઈ જાય છે. હવે આગળ…
પ્રકરણ: ૩.૨ The Struggle
“આંધળો છે કે શું?” પિયુષ મહેતા ના ડ્રાઇવરે પૂછ્યું.
“ના, હું તો નથી. પણ મને લાગે છે તું આંધળો છે.” મોહને કહ્યું.
“નાનકડા શૈતાન!” ડ્રાઈવર ગુસ્સે થઈને મોહન ને લાફો મારવા આગળ વધ્યો, પરંતુ શ્રીમાન મહેતા એ એને રોકી લીધો અને મોહન ને કહ્યું, “તને ક્યાંય જવાની ઉતાવળ છે?”
“હા, મારે મારા શહેર માં જવાનું છે એટલે ટ્રેન પકડવાની છે.”
“પણ મને તારા પગ તો જોવા દે! હે ભગવાન! આ તો લોહી નીકળે છે.”
“કંઈ વાંધો નહીં, સર!”
“ચાલ, હું તને હોસ્પિટલ લઈ જાવ. ત્યાં તારા દર્દ ને મટાડી દેશે.”
“મારા દર્દ ને કોઈ મટાડી નહીં શકે. હું ખુદ ને સંભાળી લઈશ, સર.”
“હું તારી એક નથી સાંભળવાનો, કોઈપણ પ્રકાર ની દલીલ વગર ચાલ મારી ભેગો હોસ્પિટલ.”
ત્યારબાદ શ્રીમાન મહેતા તેને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં તેના પગ માં પાટો બાંધવામાં આવ્યો અને અમુક દવા દેવામાં આવી. મોહન છાનોમાનો રડી રહ્યો હતો. શ્રીમાન મહેતાએ પૂછ્યું, “શું થયું?”
“હું મારી ટ્રેન ચુકી ગયો. હવે મારી પાસે એકેય પૈસા પણ નથી. હું કેમ કરીને ઘરે જાવ?”
“શાંત થા! હું તને પૈસા આપીશ, અને મારો ડ્રાઈવર તને સ્ટેશને મૂકી જશે.”
“હું કોઈ અજાણી વ્યક્તિ પાસે થી પૈસા ના લઈ શકું.”
“બરાબર છે. તો હું તને મારી ઓળખાણ આપી દવ. હું પિયુષ મહેતા છું. સોનાનો વ્યાપારી. હું અમદાવાદ નો છું.”
“આપ થી મળીને આનંદ થયો સર, પણ હું તમારી પાસે થી પૈસા ના લઈ શકું.”
“કેમ?”
“આ મારા આત્મસમ્માન ને વિરુદ્ધ છે. હું કોઈ પણ વ્યક્તિ થી કોઈ કામ કર્યા વિના પૈસા ના લઈ શકું.”
“તો તારે શું જોઈએ છે? તને કોઈ ગાડી ચલાવતા આવડે છે?”
મહેતા જી ના ડ્રાઇવરે આશ્ચર્યજનક રીતે એમને જોયું.
“ના.” મોહને કહ્યું.
મોહન ના જવાબ થી મહેતા જી નો ડ્રાઈવર શાંત થઈ ગયો.
“ઠીક છે. તો કોઈ ઘર નું કામ કરી શકે છે?”
“હા એ હું કરી શકું છું.”
“પણ સર, આપણે આને ઓળખતા પણ નથી.” ડ્રાઇવરે પોતાની ચિંતા વ્યક્ત કરી.
“મારુ નામ મોહન રાજવંશી છે. હું લખનૌ શહેર નો છું.”
“ઓહ! રાજવંશી! તો તું જરૂર શાહી પરિવાર થી સંબંધિત હશે!”
“ના સર, મારા પૂર્વજો એ શાહી પરિવાર ના લોકો ની પેઢી દર પેઢી સેવા કરી હતી. તે લોકો એ અમને સન્માનિત કરવા પોતાની એક અટક અમને લોકો ને આપી હતી. હવે એ શહેર માં કોઈ રાજા નથી રહ્યા ત્યાર થી અમે અમારી રોજિંદી જરૂરિયાતો માટે પણ ફાંફા મારી રહ્યા છીએ.”
“અને શું છે તમારી રોજિંદી જરૂરિયાત?”
“પૈસા.”
ડ્રાઈવર અને મહેતા જી બંને એકબીજા ને જોઈ રહ્યા. તે લોકો ને મોહન ની પરિસ્થિતિ નો જરાય અંદાજો ના હતો, પરંતુ શ્રીમાન મહેતા એ એને એક તક આપી અને ભરોસો કરીને મોહન ને પોતાની ઘરે લઈ ગયા. એમનો બંગલો પોશ વિસ્તાર માં સ્થાપિત હતો.
એમનો બંગલો સ્વિમિંગ પુલ, બગીચો, તેમજ બીજી બધી સગવડો થી સુસજ્જ હતો. મોહન ને એ બંગલો જોઈને પોતાની આંખો પર વિશ્વાસ ના આવ્યો અને શ્રીમાન મહેતા ને કહ્યું, “આ સાચે બંગલો છે? કેમ કે મેં અત્યાર સુધી અહીંયા ફક્ત ઝૂંપડપટ્ટી જ જોઈ હતી.”
“મારો બંગલો અહીં ના બીજા અમીર વ્યક્તિત્વ ની સાપેક્ષ માં કંઈ જ નથી, પણ હું તારી વાત થી પણ સહમત છું. તારા માટે આ ઘર અજાયબી થી ઓછી નથી, પણ મારા માટે તો આ ફક્ત ઘર જ છે.” શ્રીમાન મહેતા એ મોહન ને ઘર માં શું કામ કરવું એ વિશે સમજાવ્યું. તેમણે મોહન પાસે થી ખાતરી પણ કરાવી કે એ એનો વિશ્વાસ નહીં તોડે. મોહને પણ મહેતા જી ને ખાતરી આપી અને ત્યાં કામ કરવા લાગ્યો.
શ્રીમાન મહેતા નો ખૂબ જ નાનો પરિવાર હતો. તે પોતાની માતા અને દીકરી સાથે રહેતા હતા. તેમની પત્ની એક ખૂબ જ સુંદર દીકરીને જન્મ આપીને અવસાન પામી હતી. એ દીકરી કિંજલ મહેતા, અત્યારે લંડન માં ભણી રહી હતી. મોહને એકવાર મહેતા જી ને એના એક્ટર બનવાના સપના વિશે કહ્યું હતું. શ્રીમાન મહેતા શહેર ના ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિત્વ હતા, અને તેમની ઓળખાણ બૉલીવુડ સુધી હતી. પરંતુ તે અને મોહન લાગવગ માં ભરોસો નહોતા કરતા.
મોહને મહેતા જી આગળ થી ફક્ત બૉલીવુડ ની માહિતી એકત્ર કરી હતી. મોહન કોઈ પણ તક ને ગુમાવવા નહોતો ઇચ્છતો. તેણે નવી ભાષાઓ જેમ કે, અંગ્રેજી, હિંદી, મરાઠી,વગેરે શીખવાનું પણ ચાલુ કરી દીધું. એક દિવસ મહેતા જી ની દીકરી લંડન થી પાછી ફરી. તે પુરા 3 વર્ષ પછી ઘરે આવી હતી. આ દરમિયાન મોહન ને મહેતા જી ને ત્યાં કામ કરતા 1 વર્ષ થઈ ગયા હતા. હવે તેને 15 વર્ષ ની ઉંમરે કાર પણ ચલાવતા આવડતી હતી, પણ તે ઉંમર માં એ ચલાવી શકે એમ નહતો.
મહેતા જી એ મોહન ને એમની દીકરી ને એરપોર્ટ પર થી લેવા ડ્રાઈવર સાથે મોકલ્યો. મોહન ત્યાં ગયો અને ફ્લાઈટ એક કલાક મોડી હોવાને લીધે તેણે રાહ જોઈ. આ દરમિયાન તે એરપોર્ટ આસપાસ ફર્યો કેમ કે તે પહેલી વાર એરપોર્ટ પર આવ્યો હતો.
“બાપ રે! આ પ્લેન ને તો જુઓ! તે કેટલા મોટા છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે પ્લેન આટલા મોટા હોતા હશે.” એક પ્લેન ને લૅન્ડ થતા જોઈ મોહને કહ્યું.
“બંધ કર તારી બકવાસ. હું તારી બકવાસ સાંભળવા નથી આવ્યો.” ડ્રાઈવરે ચીડાઈને કહ્યું.
મોહને ડ્રાઈવર ની અવગણના કરી અને ખુલ્લા મોઢે પ્લેન ને જોઈ રહ્યો. તે પ્લેન અને કિંજલ હવે લૅન્ડ થઈ ચૂકી હતી. તે લોકો એ કિંજલ ને પિક-અપ કરીને ઘર સુધી લઈ આવ્યા. આખા રસ્તે કિંજલ એક શબ્દ પણ ના બોલી. મોહન આગળ ના શીશા વડે ફક્ત તેની આંખો ને જોઈ રહ્યો. તેની આંખો ઘણું બધું કહેવા માંગતી હોઈ એવી હતી, પણ તેના મુખ પર મૌન હતું. તે ફક્ત 15 વર્ષ ની હતી અને ખૂબ જ સુંદર હતી.
કિંજલ તેના ઘરે પહોંચીને એની દાદી ને મળી, અને તેની તબિયત વિશે પૂછપરછ કરી. તેણી એ એના પિતા વિશે પણ પૂછ્યું. તે કોઈ પણ થી વધુ વાત કરતી ના હતી, તે હંમેશા ગ્રામોફોન માં બસ સંગીત સાંભળતી રહેતી હતી. તેણી પાસે સંગીત નું ખૂબ જ સારું કલેક્શન હતું, અને તે બૉલીવુડ ના હિંદી ગીતો કરતા અંગ્રેજી ગીતો સાંભળવાનું વધારે પસંદ કરતી હતી. તે સવારે વહેલી ઉઠી જતી, કસરત કરતી, ત્યાર બાદ શાવર લેતી, સંગીત સાંભળતી, સવાર નો નાસ્તો કરતી, સંગીત સાંભળતી, બપોર નું ભોજન કરતી, તેની દાદી સાથે વાતો કરતી, સંગીત સાંભળતી, રાત નું ભોજન કરતી અને સુઈ જતી. આ એનો રોજ નો નિત્યક્રમ હતો.
બીજી બાજુ મોહન રોજ સવારે 5 વાગે ઉઠી જતો હતો, એના રૂમ ની સાફસફાઈ કરતો, તેમજ બીજા રૂમ ની પણ સાફસફાઈ કરતો. સવાર ના નાસ્તા માટે સામગ્રી ભેગી કરતો, ખુદ ના તેમજ બીજા ના કપડાં ધોઈને સૂકવવા મુકતો, ગાડી ધોતો, બગીચા માં છોડ ને પાણી આપતો, બજાર માં જઈને જરૂરી શાકભાજી, ફળફળાદી તેમજ ઘર ની જરૂરી ચીજવસ્તુઓ લેતો, બપોર ના ભોજન ની તૈયારી કરતો, કિંજલ ના દાદી ના પગ અને માથા ની તેલ માલિશ કરતો, ઘર ના બીજા કામકાજ પતાવતો, ખાસ કરીને મહેતા જી દરેક જરૂરિયાતો નું ખાસ ધ્યાન રાખતો. આ બધા ની વચ્ચે જ્યારે પણ એને સમય મળતો, તે અરીસા ની સામે એક્ટિંગ કરતો, છાપું વાંચતો કે જેથી બૉલીવુડ માં કામ કરવાની તક ઝડપી શકે, એના પરિવાર ને પત્ર લખતો. તેનો મુખ્ય ધ્યેય એક્ટર બનવાનું હતું અને તે માટે એ ખૂબ જ પરિશ્રમ કરતો હતો, પણ નસીબ એના પક્ષ માં ના હતો.
એકવાર કિંજલ મોહન ને અરીસા સામે એક્ટિંગ કરતા જોઈ ગઈ હતી અને પછી એના પિતા ને એ વિશે જણાવ્યું હતું, અને એ માટે કંઈક કરવા પણ કહ્યું હતું. ઘણા પરિશ્રમ બાદ આખરે એને ઓડિશન નો એક મોકો મળ્યો. તેણે ઓડિશન આપ્યું અને એ ઓડિશન માં તેણે પોતાનો શ્રેષ્ઠ અભિનય કરીને બતાવ્યું.
વધુ આવતા અંક માં. આવતા અંક માં, શું મોહન એ ઓડિશન ને લીધે બૉલીવુડ માં પ્રવેશ કરી શકશે, કિંજલે મોહન ને કેમ મદદ કરી, બીજો પત્ર જે એના ભાઈ નો હતો એમાં શું હતું? એ બધું જાણવા માટે આવતા અંક ની રાહ જુઓ.
આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:
Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anilpatel.myid@gmail.com