જંતર મંતર - 27 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 27

પ્રકરણ :- 27


જુલિયટ જેમ્સ ને કરેલો વાયદો પૂરો કરવા માટે જેમ્સ ની દુલ્હન તો બની ગઈ હતી પણ એને એ ખબર હતી જ નઈ કે જો તે જેમ્સ સાથે પહેલા લગ્ન કરી લેશે તો જેમ્સ ની આત્માને મુક્તિ મળી જશે. જો એકવાર જેમ્સ ની આત્મા ને મુક્તિ મળી ગઈ તો પછી જુલિયટ ઉર્ફ જુલી ને કોઈ બચાવી શકે એમ હતું જ નહિ. જુલી પોતાના જેમ્સ ને કરેલા વાયદાને નિભાવવા માટે તેની દુલ્હન બની ગઈ હતી પણ જો આ વાત હૈવાન શીલ ને ખબર પડશે તો જુલી સાથે એ શું કરશે એ તો હવે ભગવાન જ જાણે. જુલી જેમ્સ માટે દુલ્હન તો બની ગઈ હતી પણ જેમ્સ સાથે લગ્ન કરવા માટે તે શું કરે એ માટેના વિચારોમાં પડી જાય છે. થોડીવાર પછી જુલી ફરીવાર પોતાની અલમારી તરફ જાય છે અને તેની અંદરથી જેમ્સ નો ફોટો નીકાળે છે. જુલી જેમ્સનો ફોટો પોતાના ગળે લગાવીને ખૂબ રડે છે. જેમ્સ ની આત્મા ત્યાં જ ઊભી હોય છે અને તે પોતાની જુલી ને આ રીતે રડતાં જોઈ શકતી ન હતી. પણ જેમ્સ એક આત્મા બની ચૂક્યો હતો એટલે તે જુલી ના આંસુ પણ લૂછી શકે એમ હતો નહિ.

“ જેમ્સ મને માફ કરી દેજે! પણ તારી નિશાની જે મારા ગર્ભમાં છે તેને હું એક સારું ભવિષ્ય પ્રદાન કરવા માટે હું શીલ સાથે લગ્ન કરી રહી છું. જેમ્સ પણ હું તારી છું અને હમેશાં તારી બનીને જ રહીશ. જેમ્સ હું શીલ સાથે લગ્ન તો કરી રહી છું પણ આવનાર ગોલું ને પિતાનો પ્રેમ અપાવવા માટે! હું શીલ ને ક્યારેય પણ પતિ ના રૂપમાં સ્વીકાર નહિ કરું. જેમ્સ મને માફ કરી દેજે પણ આજે પહેલા હું તારી સાથે લગ્ન કરીને તારી વિધવા બની ને આખી જિંદગી જીવવા માટે તૈયાર છું. શીલ સાથે લગ્ન કરીશ પણ શીલ ના નામનું સિંદૂર અને મંગલસૂત્ર ખાલી દુનિયાને દેખાડવા માટે હશે. તેનાથી મારે કંઈ લેવા દેવા નહિ હોય. શીલ ખાલી આપડી ગોલું નો પિતા જ હશે! મારો પતિ નહિ. જેમ્સ હું આજે તારા ફોટા સાથે લગ્ન કરીને તને મારો પહેલો પતિ બનાવીશ. “ જુલી


જેમ્સની આત્મા જુલી ની વાત સાંભળી રહી હતી. જેમ્સ ને પોતાના પ્રેમ ઉપર ગર્વ થવા લાગ્યો હતો. જેમ્સ ની આત્માને હવે ખબર હતી કે જુલી તેના ફોટો સાથે પહેલા લગ્ન કરવાની છે! એટલે જેમ્સ ની આત્મા જઈને પોતાના ફોટોની અંદર ઘુસી જાય છે. જુલી જેમ્સ નો ફોટો હાથમાં લઈને જેમ્સ સાથે પોતાના લગ્ન પૂરા કરે છે. જુલી જેમ્સ ના નામનું સિંદૂર પોતાની સુની માંગ માં ભરે છે. જુલી જેમ્સ ના નામનું મંગલસૂત્ર પોતાના ગળામાં ધારણ કરી લે છે. જુલી જેમ્સ ના ફોટા સાથે સાત ફેરા લઈને પોતાના લગ્ન જેમ્સ સાથે પૂરા કરે છે. જેવા જ જેમ્સ અને જુલી ના લગ્ન પૂરા થાય છે કે તરત જ જેમ્સની આત્મા ને મુક્તિ મળી જાય છે. જુલી લગ્ન બાદ પોતાના જેમ્સ ના ફોટો ને ગળે લગાવીને બેસી રહે છે. થોડી વારમાં જુલી ની મા તેના રૂમમાં આવે છે. જુલી ને જોઇને તે થોડી ખુશ થાય છે કેમકે જુલી પહેલાંથી જ શીલ ની દુલ્હન બનીને તૈયાર થઈ ચૂકી હતી.

“ જુલી જો તારા બાળપણ માં તારી સાથે અમે લોકો એ ગમે તે કર્યું પણ તે તારા ઉપર લાગેલી કાલિકને જાતે જ મિટાવી છે જેનો અમને ગર્વ છે. બેટા જીવનમાં ક્યારેય પણ અમે તને દીકરી માની જ નથી તો પણ તે હમેશાં અમારી માટે દીકરી હોવાના બધા જ કર્તવ્ય નિભાવ્યા છે. બેટા થઈ શકે તો તારા મા અને બાપ ને માફ કરી દેજે. શીલ ખૂબ સારો માણસ છે તને એ તને ખૂબજ ખુશ રાખશે. જે ખુશી તારા મા અને બાપ તને નથી આપી શક્યા એ ખુશી તારો પતિ શીલ તને આપશે. બેટા થનાર ગોલુંનુ ખૂબ ધ્યાન રાખજે અને અમારા જેવા માતાપિતા તમે બંને ક્યારેય પણ ન બનતા. “ જુલીની મા

“ મા હું આખી જિંદગી પણ આ રીતે જીવી લઉં તમારી માટે. મા પહેલાં જે થયું તે બધું ભૂલી જાઓ. મા આજે બસ એક આખરી વખત મને દીકરી માની ને પોતાના ગળે લગાવી લો. હું આગળનું બધું ભૂલી જઈશ ખાલી એક આખરી વાર મને દીકરી હોવાનો હક આપી દો. “ જુલી

જુલી ની વાત સાંભળીને તેની મા તો અનરાધાર આંસુ એ રડવા લાગી અને પછી પોતાની દીકરી જુલી ને ગળે લગાવી દીધી. હવે પસ્તાવો તો ઘણો થતો હતો પણ શું કરે! જે ના કરવાનું હતું એ તો એ પહેલા જ કરી ચૂક્યા હતા. જુલી ને શાંત કરી તેની મા જુલી નો શણગાર પોતાના હાથે કરવા લાગી જાય છે. જુલી આજે ખૂબ જ રૂપાળી લાગતી હતી જેને જોઈને જુલી ની મા તેને કાન નીચે મેષ નું ટપકું લગાવે છે. જે દીકરી ને આખી જિંદગી મનહુશ માની એ દીકરી ને આજે ભૂરી નજર થી બચાવવા માટે એની મા મિર્ચી અને અંગારા વડે તેની નજર ઉતારે છે. મા અને દીકરી ફરી એકવાર એકબીજાને ગળે લાગે છે.

થોડીવાર માં શીલ ની જાન જુલી ના ઘરઆંગણે આવી જાય છે. જેને જોઈને જુલી ની મા તરત જ નીચે દોડી જાય છે. જુલી ને કોઈ ખુશી નથી પણ તેના પેટમાં ઉછરી રહેલા ગોલું માટે તેને આ લગ્ન કરવા જ રહ્યા. જુલી આવનાર ગોલું માટે હસતાં હસતાં મોત પણ ગળે લગાવી દે તો લગ્ન તો એની માટે ખૂબ નાની વાત હતી. શીલ મંડપ માં બેસી ચૂક્યો હતો અને થોડી વારમાં જુલી ને ત્યાં બોલાવવા માં આવે છે. જુલી ને જોઇને શીલ ના હોશ ઊડી જાય છે. જુલી આજે હુર ની પરી થી કમ નોહતી લાગી રહી. જુલી ની સામે બસ શીલ જોતો જ રહી જાય છે. જુલી ને મંડપમાં લાવી ને શીલ પાસે બેસાડી દેવામાં આવે છે. શીલ અને જુલી એકબીજાને જોઇને થોડું સ્મિત કરે છે. શીલ અને જુલી ના લગ્નની વિધિ આગળ શરૂ થાય છે. શીલ અને જુલી ના ફેરા શરૂ થાય છે અને બંને એકબીજાને પોતાના મનમાં સાત વચન આપે છે.

પહેલું વચન :- “ હું આ લગ્ન તારી શક્તિઓ માટે કરી રહ્યો છું. તને લગ્ન પછી ક્યારેય પણ ખુશ નહિ રહેવા દઉં. “ શીલ

બીજું વચન :- “ હું આ લગ્ન આવનાર ગોલું માટે કરી રહી છું. હું તારી મિત્ર બનીને રહીશ પણ પત્ની હોવાનું કર્તવ્ય હું ક્યારેય પણ નિભાવી નહિ શકું.” જુલી

ત્રીજું વચન :- “ જુલી હું લગ્ન તારી સાથે તારી શક્તિ ઓ માટે કરી રહ્યો છું, પણ તારે મને પોતાનો પતિ માનીને મને બધા સુખ આપવા પડશે.” શીલ

ચોથું વચન :- “ હું તમને પત્ની હોવાનું કોઈ પણ સુખ નહિ આપી શકું શીલ. તમારે મારી ગોલું ના પિતા બનીને જ રહેવું પડશે.” જુલી

પાંચમું વચન :- “ હું તારી સાથે જબરજસ્તી નો પણ સંબંધ નિભાવિશ જો તેની આવશ્યકતા પડશે તો!” શીલ

છઠ્ઠું વચન :- “ શીલ તમે મારી સાથે કોઈ જબરજસ્તી કરશો તો હું મારા પ્રાણ નિછાવર કરતાં પણ નહિ ખચકાવું. “ જુલી

સાતમું વચન :- “ મારી સાથે તું લગ્ન કરીને પણ રોજ મરીશ! તારે હવે રોજ દિવસો રડીને જ નીકળવાના છે. તને હું માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો છું. જુલી હવે તારા દિવસો પુરા તારા પેટમાં રહેલ જેમ્સની નિશાની ને પણ હું મિટાવી દેતાં નહિ ખચકાઉ. “ શીલ

શીલ અને જુલી એકબીજાને ખૂબજ ભયાનક વચન આપી ચૂક્યા હતા. જુલી આ લગ્ન નિભાવવા માટે તૈયાર હતી જ નહિ. બીજી તરફ શીલ જુલી ની જાદુઈ શક્તિ ઓ અને શારીરિક સુખ માટે જુલી સાથે લગ્ન કરી રહ્યો હતો. જુલી ની આવનાર જિંદગી બત્તર બનવાની તૈયારીમાં હતી. જુલી અને શીલ ના લગ્ન પૂરા થવામાં હવે થોડો જ સમય બચ્યો હતો પણ જુલી ના સમાજ ના રિતીરિવાજ મુજબ શીલ અને જુલી ને એકસાથે એકબીજાને દૂધથી સ્નાન કરાવવાનુ હતું. શીલ અને જુલી ને સ્નાનાગાર તરફ લઈ જવામાં આવે છે. જુલી શીલ સાથે લગ્ન ભલે કરી રહી હતી પણ તે શીલ ને પતિ માનતી જ ન હતી. જુલી શીલ સાથે સ્નાન કઈ રીતે કરી શકે એ પણ જુલી માટે એક મોટો પ્રશ્ન હતો. જુલી શીલ સાથે સ્નાનાગાર માં જાય તો છે, પણ તે આ સ્નાન માટે તૈયાર હોતી નથી. શીલ પોતાના કપડાં નીકાળવા લાગી જાય છે અને જુલી ને પણ ઇશારો કરીને કપડાં ઉતારવાનું કહે છે. જુલી થોડી ડરી જાય છે.

“ શીલ આ તું શું કરી રહ્યો છે? “ જુલી

“ જુલી આપડા લગ્ન થઈ રહ્યા છે અને આ તારા સમાજ નો જ એક રિવાજ છે જેને તારે પૂરો કરવો પડશે.” શીલ

“ શીલ પણ હું આ લગ્ન આવનાર ગોલું માટે કરી રહી છું. હું તને પત્ની હોવાનું કોઈ સુખ નહિ આપી શકું. તો આ રિતીરિવાજ કરવાની પણ કોઈ જરૂર નથી. “ જુલી

“ હું આ લગ્ન ને માનું છું. આપડે આ રિવાજ નિભાવવો જ પડશે. તું સીધી રીતે માની જા નહિ તો મને જબરજસ્તી કરતા પણ આવડે છે. “ શીલ


જુલી શીલ ની વાત ને મજાક માં લે છે કેમકે શીલ ને મજાક કરવાની ટેવ હોય છે. જુલી ને એમ જ હતું કે શીલ આ લગ્ન આવનાર ગોલું અને મારો સહારો બનવા માટે કરે છે પણ સચ્ચાઈ એ હતી કે શીલ જુલી ઉપર વિજય મેળવીને આખી દુનિયા ઉપર રાજ કરવા માગતો હતો. ઘણો સમય નીકળી ગયો પણ જુલી એ દૂધથી સ્નાન કરવા માટે કપડાં ઉતાર્યા નહિ. શીલ ને ખૂબજ ગુસ્સો આવતો હતો પણ હજુ લગ્નની વિધિ બાકી હતી એટલે શીલ એ પાછળ ફરી ને જુલી ને બેહોશ કરવા માટે જુલી ઉપર કાળી વિદ્યા કરી દીધી. જુલી થોડી જ વારમાં બેહોશ થઈને નીચે પડવાની તૈયારી માં હતી કે શીલ તેને પકડી લે છે.

શીલ જુલી ને નીચે બેસાડીને ધીરે ધીરે જુલી ના કપડાં ઉતારે છે. શીલ બધી જ રીતે જુલી નો પતિ બનવા માગતો હતો. પછી એના માટે શીલ ને ગમે તે કરવું પડે તો પણ તે ખચકાય એમ હતો નહિ. જુલી ના કપડાં નીકળ્યા પછી તે જુલી એ પહેરેલા દાગીના ને ઉતારવામાં લાગી જાય છે અને તેના હાથ માં જુલી એ પહેરેલું મંગલસૂત્ર આવી જાય છે. શીલ ને મંગલસૂત્ર પણ એક ઘરેણા નો ભાગ લાગે છે એટલે તે લાંબુ વિચારતો નથી. શીલ હવે જુલી એ પહેરેલો માંગ ટિક્કો નીકાળે છે અને એ જ સમયે તેની નજર જુલી ની માંગ માં પૂરેલા સિંદૂર ઉપર પડે છે. શીલ પછી જુલી ના ઘરેણાં ચેક કરે છે ત્યારે તેને સમજાય છે કે પેલું કોઈ ઘરેણું નથી પણ મંગલસૂત્ર છે.

ક્રમશ…….







આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary