જંતર મંતર - 7 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 7



જેની ને આજે શાંતિ થી ચા નાસ્તો કરતી જોઇને હેરી અને ફેરી મનમાં મલકાઈ રહ્યા હોય છે. જેની ના મલકાતા ચહેરા પાછળ ઘણા પ્રશ્નો છુપાયેલા હોય છે! જેની ચા નાસ્તો પૂરો કરી ને કૉલેજ જવા માટે નીકળી જાય છે. હેરી પણ આજે ફરીવાર નોકરી જાય છે. ફેરી પણ ઘર ના કામો માં વ્યસ્ત થઈ જાય છે. જેની કૉલેજ સમયસર પોહચી પોતાના બધા લૅક્ચર એટેન્ડ કર્યા પછી કેમ્પસ માં ઉભી હોય છે. તેજ વખતે જીમી પોતાનું બાઇક લઇને જેની પાસે આવીને ઊભો રહી જાય છે. જીયા પાછળ થી ધીરે ધીરે ચાલીને જેની અને જીમી તરફ આવી રહી હોય છે. જેની અને જીમી ને એકબીજા સાથે જોઇને જીયા ખૂબ જ બળવા લાગે છે.

“ હાય જેની! હું ઘણા દિવસ થી તને એક વાત પૂછવા માગી રહ્યો છું પણ પૂછી નથી શકતો. “ જીમી પોતાના બાલ માં હાથ ફેરવતા બોલે છે.

“ હાય જીમી ! બોલ તારે શું કહેવું છે ? “ જેની

“ જેની અહી નહિ ! ક્યાંક બીજે જઈને વાત કરીએ.” જીમી

“ એવું તો તારે શું કહેવું છે ? અહી જ કહી દેને યાર. “ જેની

“ નહિ યાર ! તું ચાલ મારી સાથે સ્વીટ કેફે માં! ત્યાં જઈને વાત કરીએ. “ જીમી

“ ઓકે ચાલ ! “ જેની


જેની ની હા થી જીમી ના ચહેરા ઉપર થોડી ખુશી આવી જાય છે. જેની જીમી ના બાઇક ઉપર બેસી જાય છે. જીમી બાઇક સ્ટાર્ટ કરે છે. પાછળ થી જીયા “ જેની…. જેની….” કરતી હોય છે પણ જીમી ના બુલેટ નો અવાજ એટલો વધારે હોય છે કે જીયા નો અવાજ જેની સુધી નથી પહોંચતી. જીમી બાઇક ને રેસ આપીને ભગાવે છે. જીયા નો અવાજ ન સાંભળતા જેની ત્યાંથી જીમી સાથે નીકળી જાય છે; ને ફરી એકવાર જેની જીયા ની નજર માં ખોટી પુરવાર થાય છે. જીયા હવે કોઈપણ સંજોગ માં હાર નઈ જ માને.

જીયા નું કાગડા જેવું કાળું મગજ ફરી એકવાર જેની ઉપર કાળી વિદ્યા શરૂ કરવા માટે ઉત્સાહિત કરી રહ્યું હતું; કેમકે જીયા જીમી ને વર્ષો થી લાઈક કરતી હતી. પણ અત્યાર સુધી એકપણ વખત જીમી એ જીયા ને સરખી રીતે જોઈ નોહતી. જીયા ની ઉપર જીમી નામનું ભૂત વર્ષો થી સવાર થઈને બેઠું હતું. જીયા પોતાના પ્રેમ જીમી ને મેળવવા માટે ગમે તે કરી શકે એમ હતી. જીયા કોઈનો જીવ પણ લેતા ના ખચકાય ! જો એ કોઈ જીદ ઉપર આવી જાય તો એને હસિલ કરી ને જ જપે! જીયા ની જીદ બની ચૂક્યો હતો જીમી અને તે હવે તેને હર હાલ માં પામી ને જ રહેશે.

જીમી પોતાના બાઇક ઉપર જેની ને લઈને સ્વીટ કેફે ઉપર પોહચી ગયો હતો. જીમી એ પોતાનું બાઇક પાર્કિંગ માં પાર્ક કરી દીધું ને પછી જેની સાથે કેફે ની અંદર ગયો. જેની અંદર જતા જ ખૂબ ખુશ થઈ ગઈ કેમકે આ કેફે હતું જ એટલું સાફ અને સુંદર. જીમી પછી જેની ની આંખો પોતાના હાથ વડે દબાવી દે છે.

“ જેની તારી માટે એક સપ્રાઈઝ છે ! હું ના કહું ત્યાં સુધી કોઇપણ ના બોલતી ઓકે.” જીમી

જીમી જેની ની આંખો ઉપર પોતાના બંને હાથ દબાવી ને એ ટેબલ તરફ લઈ જાય છે. જ્યાં તેને જેની માટે સપ્રાઈઝ પ્લાન કરી હતી. ધીરે થી જેની ની આંખ ઉપરથી પોતાના હાથ હટાવે છે. જેની ની નજર આગળ દુનિયા નો સૌથી રમણીય નજારો હતો! જેને જેની જોતી જ રહી ગઈ. આખું ટેબલ ઉપર બસ ગુલાબ જ ગુલાબ ને નીચે પગ માં બ્લ્યુ અને વ્હાઈટ રંગ ના બલૂન. ટેબલ ઉપર એક સરસ મજાની રેડ વેલ્વેટ કેક. જેને જોતા જ જેની ના મોં માં પાણી આવી ગયું. આજથી પહેલા જેની માટે એના માતાપિતા હેરી ફેરી સિવાય કોઈએ સપ્રાઇઝ પ્લાન કર્યા જ નોતા. આટલું બધું જોઈને જેની ની આંખો માં આંસુ આવી જાય છે. પછી હાથ માં ફૂલ લઈને જીમી પોતાના ઘૂંટણ પર બેસી જાય છે.

“ જેની હું તને ઘણા દિવસ થી એક વાત કહેવા માગી રહ્યો છું , પણ ક્યારેય મારી હિંમત થઈ જ નહિ. પણ આજે હું તને કહી ને જ જંપીશ મારા દિલ ની વાત.” જીમી

જેની થોડી શરમાય છે. થોડી બેચેન પણ થઈ જાય છે. કેમકે આ જેની માટે પહેલી વખત હોય છે.

“ જેની જે દિવસે આપડે પહેલી વખત મળ્યા હતા એ દિવસ તો તને યાદ જ હશે ! એ દિવસ એટલે 23 જૂન જ્યારે મે તને પહેલી વખત જોઈ હતી. બસ એજ પળે મારું દિલ બોલી ઊઠયું હતું કે આ એજ છે જે મારા માટે બની છે. જેના માટે મારું દિલ ધડકવાનું છે ! જેની માટે મારા દિલ માં અઢળક પ્રેમ હશે ! એ જેની તુજ છે. જેની હું તમે આજે આ રીંગ લઈને પ્રપોઝ કરી રહ્યો છું. હું જે તારી માટે ફિલ કરું છું ! એવું જ ફિલ તું પણ મારી માટે કરતી હોય તો મારા પ્રેમ ને તું સ્વીકારી લે. હું તને પ્રોમિસ કરું છું કે બસ જિંદગી ભર અને આવતા જનમ માં પણ હું હંમેશા માટે તારો જ બનીને રહીશ.” જીમી

જેની માટે આ બધું નવું હતું ! તે થોડી ખચકાઈ ને “ જીમી મને આપડી હર એક મુલાકાત બધું જ યાદ છે. મને તારી સાથે સમય વિતાવવો પણ ગમે છે. પણ આ પ્રેમ છે કે નઈ એ જાણવા માટે મારે થોડો સમય જોઈએ છે. “ જેની

“ જેની તારે જેટલો સમય જોઈએ તું લઈ શકે છે. તારું માટે હું આખી જિંદગી રાહ જોઈ શકું છું પણ એટલો સમય ના લગાવતી જવાબ આપવામાં પ્લીઝ. “ જીમી

જીમી ની વાત થી જેની ના ચહેરા ઉપર થોડી ખુશી આવી જાય છે. જીમી જેની ને તેના ઘર સુધી મૂકી આવે છે. જેની અને જીમી એક બીજાને બાય કહી દે છે. જેની પોતાના ઘરની અંદર જાય છે ને જીમી બાઇક લઈને જતો રહે છે. જેની જેવી જ પોતાના ઘરે પોહચી છે કે એને જાણવા મળે છે કે જીયા તેના ઘરે આવીને બેઠી છે. જીયા તેની રાહ જોઈ રહી હતી એટલે જેની જલ્દી થી તેના રૂમ માં પોહચી જાય છે.

“ અરે જીયા તું ! કઈ અર્જન્ટ હતું ? “ જેની

“ હા જેની મેડમ ! બઉ જ અર્જન્ટ હતું. એટલે તો હું તમારી પાસે આવી છું.” જીયા

“ હા જીયા બોલ. “ જેની

“ તું પહેલા એમ કે તું જીમી સાથે ક્યાં જઈને આવી ? “ જીયા

“ હું જીમી સાથે સ્વીટ કેફે માં ગઈ હતી. ત્યાં જીમી એ મને પ્રપોઝ કર્યો. “ જેની

“ શું તને જીમી એ પ્રપોઝ કરી ! પણ કઈ રીતે ! મારો મતલબ છે શું કહ્યું એને ?”

“ પહેલા તો એ હાથ માં રીંગ લઈને પોતાના ઘૂંટણ ઉપર બેઠો. અને મને પછી કીધું કે; જેની જે દિવસે આપડે પહેલી વખત મળ્યા હતા એ દિવસ તો તને યાદ જ હશે ! એ દિવસ એટલે 23 જૂન જ્યારે મે તને પહેલી વખત જોઈ હતી. બસ એજ પળે મારું દિલ બોલી ઊઠયું હતું કે આ એજ છે જે મારા માટે બની છે. જેના માટે મારું દિલ ધડકવાનું છે ! જેની માટે મારા દિલ માં અઢળક પ્રેમ હશે ! એ જેની તુજ છે. જેની હું તમે આજે આ રીંગ લઈને પ્રપોઝ કરી રહ્યો છું. હું જે તારી માટે ફિલ કરું છું ! એવું જ ફિલ તું પણ મારી માટે કરતી હોય તો મારા પ્રેમ ને તું સ્વીકારી લે. હું તને પ્રોમિસ કરું છું કે બસ જિંદગી ભર અને આવતા જનમ હું હંમેશા માટે તારો જ બનીને રહીશ.” જેની

“ તો તે હા કહી દીધી જીમી ને?” જીયા

“ ના યાર હજુ સુધી મે જવાબ આપ્યો નથી. મને હજુ ખબર નથી કે મને જીમી થી પ્રેમ છે કે નઈ! એટલે મેં એની પાસે વિચારવા માટે સમય માગ્યો છે. અને જીમી એ મને વિચારવા માટે સમય પણ આપ્યો છે. જીમી ને હું લાઈક તો કરું છું પણ એ પ્રેમ છે કે નઈ એ હું વિચારવા માગું છું. " જેની

“ સારું તને જે ઠીક લાગે એમ કર ! ચાલ હવે મારે થોડું કામ છે તો હું જાઉં. “ જીયા

જીયા જેની ને બાય કહીને જાય છે. જીયા ને ખુબ જ ગુસ્સો આવતો હોય છે કે તેનો પ્રેમ જીમી છે અને તે જેની ને પ્રેમ કરે છે. એટલે જીયા ગુસ્સા માં આવી ને બજાર માંથી કાળા જાદુ માટેનો સામાન ખરીદી લે છે. હવે જીયા જેની ની સાથે શું કરશે એ ભગવાન જ જાણે….



ક્રમશ....




સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary