જંતર મંતર - 26 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 26

પ્રકરણ :- 26


શીલ ને પોતાના અસલી રૂપ માં જોઇને જેમ્સની આત્મા ચોંકી જાય છે. હૈવાન બનેલો જેમ્સ પોતાના અસલી રૂપ માં કઈ રીતે આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન હતો. શીલ થોડી વાર પછી ગુફા છોડી ને જતો રહે છે. જેમ્સની આત્મા ના મનમાં અનેક પ્રશ્ન હતા જેના જવાબ શોધવા માટે જેમ્સની આત્મા આ ગુફામાં રોકાઈ જાય છે. જેમ્સ ની આત્મા આ ગુફામાં ફરવા લાગી અને તેને શોધખોળ કરતાં જાણવા મળ્યું કે આ ગુફાની અંદર પ્રાણીઓના હાડપિંજર જ ચારે તરફ પડેલા હતા. જેમ્સ આ જોઇને એટલું તો અનુમાન લગાવવામાં સફળ થયો કે શીલ અહી પ્રાણીઓના શરીર સાથે કંઇક કરે છે, પણ શું ? થોડા સમય સતત વિચાર્યા પછી જેમ્સની આત્મા ને ખબર પડી જાય છે કે જેમ્સ લોહી અને માંસ ખાઈને જીવિત રહે છે. થોડા સમય પછી જેમ્સની આત્મા ને વિચાર આવે છે કે..

“ શીલ પ્રાણીઓના લોહી અને માંસ ખાય છે એનો મતલબ એ તો નથી કે શીલ પ્રાણીઓના લોહી અને માંસ ખાધા પછી જ હૈવાન માંથી ફરીવાર માણસ બની જાય છે. જો એવું છે તો મારે સતત શીલ નો પીછો કરવો પડશે અને ખબર લગાવી પડશે કે શીલ કેટલા દિવસે હૈવાન બને છે. જ્યારે પણ શીલ હૈવાન બનવાની તૈયારી માં હશે ત્યારે તે આ ગુફામાં આવશે. હું એનો પીછો કરીને ખબર લગાવી શકું છું કે તે હૈવાન કેટલા દિવસે બને છે. જો મને એકવાર ખબર પડી ગઈ તો હું જુલિયટ ના શરીર માં જઈ કંઇક એવું કરીશ કે જેનાથી શીલ ની સચ્ચાઈ જુલિયટ સામે આવી જાય. હા હું એવું જ કરીશ. “ જેમ્સ

જેમ્સની આત્મા હવે શીલ ની સચ્ચાઈ જાણી ચૂકી હતી. હવે તે પોતાના પ્રેમ જુલી અને તેની નિશાની ને હાની નહિ પોહચવા દે ના કોઈને પહોંચાડવા દેશે. જેમ્સની આત્મા ફટાફટ શીલ ના ઘર તરફ જઈને તેના ઘરમાં છૂપાઈ જાય છે. જેમ્સ હવે શીલ ને જુલિયટ આગળ બે નકાબ કરવા માગતો હતો. હવે તે શીલ નો પીછો કરીને શીલ ને બેનકાબ કરી ને પણ રહેશે. શીલ થોડા સમય પછી પોતાના રૂમમાં આવે છે. રૂમમાં આવ્યા પછી પોતાના કપડા શરીરથી દૂર કરી દે છે. શીલ હવે જેમ્સની આત્માની આગળ નગ્ન સ્વરૂપે હતો. શીલ પોતાની સાથે આવતી વખતે કબ્રસ્તાન માંથી રાખ લઈને આવ્યો હતો જેને તે પોતાના આખા શરીર ઉપર લગાવી દે છે. શીલ ને પોતાના શરીર ઉપર રાખ લગાવતાં જોઇને જેમ્સની આત્મા ભ્રમિત થઈને નીચે પડી જાય છે.

જેમ્સની આત્મા નીચે જરૂર પડી હતી પણ તે શીલ દ્વારા થતી તમામ વસ્તુ ને બરાબર જોઈ શકતી હતી. શીલ કાળી વિદ્યામાં એટલો વ્યસ્ત થઈ ચૂક્યો હતો કે તેને ભાન હતું જ નહિ કે જેમ્સની આત્મા તેને આ બધું કરતાં જોઈ રહી હતી. શીલ પોતાના કાળા જાદુ નો સામાન લઈ આવે છે. જેમ્સની આત્મા આ બધું જોઈને અસમંજસ માં મુકાઇ જાય છે કે શીલ આખરે કરી શું રહ્યો હતો. શીલ પોતાના કાળા જાદુની પોટલી ખોલે છે અને તેમાંથી જરૂરી સામાન બહાર નીકાળે છે. જેમ્સની આત્મા નિરાંતે આ બધું જોઈ રહી હોય છે.

શીલ પોતાની પોટલી માંથી એક કાળા રંગની અજીબ પોટલી નીકળે છે! જેમાં બધી જ કાળા રંગની વસ્તુઓ ભરેલી હતી. શીલ પાસેની આ પોટલી જેમ્સ ને થોડી ઓળખીતી લગતી હતી. થોડા સમય પછી જેમ્સની આત્મા ને યાદ આવે છે કે આ તો એજ પોટલી છે જે મલાયા માં શીલ ના સામાન સાથે હતી. જેમ્સની આત્મા ને પસ્તાવો પણ ઘણો થાય છે કે મે એ સમયે આ પોટલી ને જોઇને દૂર કરી હોત તો તે દિવસે જેમ્સ ને પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત! પણ હવે જે થઈ ગયું એને જેમ્સની આત્મા બદલી શકે એમ નથી પણ હવે જેમ્સની આત્મા પાસે જુલી ને બચાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો હતો જ નહિ. જેમ્સ હવે શીલ ને ખુબ ધ્યાનપૂર્વક જોવામાં લાગી ગયો હતો.

શીલ પોતાની પેલી કાળા રંગની અજીબ પોટલી ખોલે છે અને એમાં ઘણી બધી અલગ અલગ કાળા રંગની વસ્તુઓ હતી. કાળા તલ , ચોખા , રઈ , મરી , તજ , હરડે , દ્રાક્ષ , અળધ , સોપારી , કંકણ ,રેતી , મીર્ચ અને બીજી ઘણી બધી વસ્તુઓ કે જેનો કલર કાળો છે. આ બધી જ વસ્તુઓ બહાર કાઢી ને શીલ તેની ફરતે એક મોટો ગોળ ઘેરો બનાવે છે. ગોળ ઘેરાની અંદર પણ ૧૧ ઘેરા બનાવે છે. દરેક ઘેરા ની અંદર અલગ અલગ આ કાળા રંગની ૧૧ વસ્તુઓ તે ઘેરાઓમાં ભરી દે છે.

શીલ પોતાની કાળી વિદ્યા શરૂ કરે તેની પહેલા તે પોતાના આખા રૂમ માં કાળા તલ નો ઘેરો બનાવે છે. ઘેરો બનાવતી વખતે જ શીલ ની નજર જેમ્સની આત્મા ઉપર પડે છે. તરત જ શીલ પોતાની જાત ને હૈવાન રૂપમાં લાવી દે છે. શીલ ને ફરી વાર હૈવાન બનેલો જોઇને જેમ્સની આત્મા ખૂબજ ડરી જાય છે.

“ જેમ્સ તને શું લાગે છે આ બધું હું એમજ કરી રહ્યો છું ? જુલી એ તને નીચે ફેંક્યો એ પણ મારા કાળા જાદુ ને જ આભારી છે. જેમ્સ તારી જુલી સાથે જે પણ થઈ રહ્યું છે એ પણ મે જ કર્યું છે. જેમ્સ હવે આગળ જે પણ થશે તારી સાથે એ પણ મારા કાળા જાદુને આભારી જ છે. હાહાહાહા (એક દમ ભયંકર અવાજમાં હશે છે.)” શીલ


“ શીલ યાર તું આ બધું કેમ કરી રહ્યો છે ? શીલ જુલી અને મે તારું બગાડ્યું છે શું ? શીલ યાર અમને બક્ષી દે પ્લીઝ. “ જેમ્સની આત્મા

“ હાહાહાહા ( ભયાનક હાસ્ય કર્યા પછી ) કરવા માટે કંઇ બગાડવાની જરૂર જ નથી. હું છું એક હૈવાન જે જુલી ની શક્તિ નો ઉપયોગ કરી બધું ખરાબ કરી દેશે. હું કોઈને નહિ છોડુ. જે મારું ગુલામ થઈને રહેશે એ જ અહી બચશે. “ શીલ

શીલ ની વાતો આજે રાવણ ની વાતો થી કમ નોહતી લાગતી. શીલ નો અભિમાન પણ સાતમે આસમાન હતો. જેમ્સ શીલ ને ઘણી બધી રિકવેસ્ટ કરે છે પણ શીલ કંઇ જ માનવા તૈયાર હતો નહિ. શીલ હવે આગળ શું કરવાનો હતો એ કોઈને ખબર હતી જ નઈ! શીલ અજય અમર બનવાની લાલસા માં જુલી અને જેમ્સ ને અંધારામાં રાખ્યા હતા. શીલ એક માણસ નઈ પણ હૈવાન હતો જે દુનિયા ઉપર વિજય પામવા માગતો હતો. શીલ હવે પોતાની કાળી વિદ્યા ને આગળ વધારે છે. જેમ જેમ શીલ પોતાની કાળી વિદ્યા કરી રહ્યો હતો તેમ તેમ તે હૈવાન ના રૂપમાંથી શીલ ના રૂપમાં આવી રહ્યો હતો.

શીલ ની પાસે રહેલી શક્તિઓ જોઇને જેમ્સની આત્મા ડરના સકંજા માં આવી ગઈ હતી. જેમ્સ પોતાના મનોમન વિચારી લે છે કે કંઈપણ કરીને જુલી ને શીલ દ્વારા ફેલાવેલી ઝાળ માંથી બહાર કાઢવી પડશે. શીલ પોતાની કાળી વિદ્યા પૂરી કરે છે અને હૈવાન માંથી શીલ ના રૂપમાં આવી જાય છે. પણ આ કાળી વિદ્યા માંથી શીલ ને એક પાનેતર પણ મળી જાય છે. બસ શીલ આ પાનેતર લઇને સીધો જ જુલી પાસે જાય છે. જેમ્સની આત્મા આ બધું જોઈને વિચલિત થઈ ચૂકી હતી. તે હર હાલમાં જુલી ને બચાવવા માગતી હતી. જલ્દી થી જલ્દી જેમ્સની આત્મા જુલી પાસે પોહચવાનો પ્રયાસ કરે છે. શીલ પણ પેલું પાનેતર લઈને જુલી પાસે પોહચી ગયો હતો. જુલી શીલ ને જોઇને થોડુક સ્મિત કરે છે. જુલી ને સ્મિત કરતા જોઈ શીલ પણ થોડો રિલેક્સ થઈ જાય છે.

“ જુલી આજે હું તને મારી મા ની આખરી નિશાની તને આપવા માગું છું. મારી મા ચાહતી હતી કે મારી થનારી પત્ની તેની આખરી નિશાની પહેરીને મારી સાથે લગ્ન કરે. જુલી મારી મા ની આ આખરી ઇચ્છા તુ પૂરી કરીશ ને ?” શીલ

જુલી શીલ ની ભાવનાઓ જોઇને શીલ ને ના નથી કહી શકતી. “ શીલ આ મારી સાસુ ની છેલ્લી ઈચ્છા છે તો હું આ પાનેતર જરૂર પહેરી ને તારી સાથે લગ્ન કરીશ.” જુલી

શીલ નું કામ તો થોડું ભાવુક થઈને આસાની થી થઈ ગયું હતું એટલે શીલ આગળ કંઈપણ બોલ્યો નહિ. જેમ્સની આત્મા પણ આવીને શીલ ના ભાવુક નાટકને જોઈ ચૂકી હતી. જેમ્સ ની આત્મા કંઇ કરી શકે એમ પણ હતી નહિ. જેમ્સ ની આત્મા ગમે તે કરીને જુલી ને શીલ થી બચાવવા માગતી હતી પણ કંઈ રીતે! જ્યારે જેમ્સની આત્મા પાસે કોઈ શક્તિ હતી જ નહિ. જેમ્સની આત્મા જુલી ને બચાવવા ના પ્રયાસમાં લાગી જાય છે.

જુલી શીલ નું આપેલું પાનેતર પહેરીને તૈયાર થઈ જાય છે. જુલી પોતાનું પાનેતર માથે ઓઢી રહી હોય છે કે પાછળ થી કોઈ તેનો પલ્લું ખેંચી રહ્યું હોય એવું જુલી ને મહેસૂસ થાય છે. જુલી પાછળ ફરીને જુવે છે પણ કોઈ હોતું નથી. જુલી જેમ્સ માટે દુલ્હન બનવા માગતી હતી પણ જુલી નું સ્વપ્ન અધૂરું જ રહી ચૂક્યું હતું. જુલી જેમ્સ ના સ્વપ્ન માં ખોવાઈ જાય છે. ( જેમ્સ જુલી માટે લાલ રંગની ચૂંદડી લઈને આવ્યો હતો.)

“ જુલી જે દિવસે પણ આપડા લગ્ન થશે એ દિવસે તું આ ચૂંદડી ઓઢજે મારી માટે! હું તને મારી દુલ્હન ના રૂપ માં જોવા માટે ખૂબ આતુર છું. “ જેમ્સ

“ જેમ્સ જ્યારે પણ આપડા લગ્ન થશે ત્યારે હું તારા નામની ચૂંદડી ઓઢી તારી જાન ની રાહ જોઈશ.” જુલી

શીલ અને જુલી એકબીજા ને પોતાના માથા અડાવે છે અને એક બીજાના હાથ પકડીને આંખો બંધ કરી દે છે.) જેમ્સ…… મને માફ કરી દેજે. મે મારા હાથે જ તારો જીવ લઈ લીધો! મને જીવવાનો કોઈ અધિકાર નથી પણ હું આપડી નિશાની માટે જીવી રહી છું. જેમ્સ મને માફ કરી દેજે હું તારી દુલ્હન ના બની શકી. પણ જેમ્સ હું લગ્ન તો પહેલા તારી સાથે જ કરીશ અને દુલ્હન પણ હું પહેલા જેમ્સ તારી માટે જ બનીશ.” જુલી

જુલી પછી અલમારી પાસે જાય છે અને તેમાંથી જેમ્સ એ આપેલી ચૂંદડી બહાર નીકળે છે. પછી તે જેમ્સ એ આપેલી ચૂંદડી પહેરીને તૈયાર થઈ જાય છે. જેમ્સ ની આત્મા જુલી ને પોતાની દુલ્હન ના રૂપ માં તૈયાર થયેલી જોઇને ખૂબ જ આનંદિત થઈ જાય છે.

ક્રમશ…….




આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary