જંતર મંતર - 8 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 8



જેની ને આજે જીમી એ પ્રપોઝ કરી હતી એટલે આજે જેની ની ઊંઘ ઉડેલી હતી. જેની બસ જીમી ના વિચારો માં જ ખોવાયેલી હતી. “જીમી ને હા કહું કે ના ? મને તો કોઈપણ સમજાતુ નથી. સાયદ મારા પ્રશ્ન નો જવાબ જુલિયટ પાસે હશે. પણ જુલિયટ ત્યારે જ મારા સપના માં આવશે જ્યારે જેની મેડમ તમે સૂઈ જશો. “ જેની ના મનમાં આજ વિચારો ફર્યા કરે છે. જેની સુવા ની કોશિશ કરે છે અને થોડી જ વાર માં જેની ને ઊંઘ પણ આવી જાય છે…..

“ જુલિયટ પોતાના જાદુઈ ખેલ માં એક પછી એક કર્તવ બતાવી રહી હોય છે. જુલિયટ ની સામે તેનો પ્રેમી જેમ્સ પણ બેઠો હોય છે. જુલિયટ ની આંખો સામે હવે પેલો કાળો ધુમાડો પણ નથી હોતો; એટલે જુલિયટ પોતાનું ધ્યાન એકાગ્ર કરીને પોતાના જાદુ વડે તેના પ્રેક્ષકો નું મન જીતી રહી હતી.

જુલિયટ નો શો હવે લગભગ પૂરો થવા જ આવ્યો હતો. જુલિયટ નો છેલ્લો ખેલ હતો. દરરોજ ની જેમ પાણી ભરેલી પેટી માં જવા માટેનો! એજ સમયે જુલિયટ ને પાણી ભરેલી પેટી જોઇને તેને ગઈ કાલ નો ફ્લોપ શો યાદ આવી જાય છે ને જુલિયટ નું મન થોડુક ડરવા લાગે છે. જુલિયટ ના મનમાં ગભરાટ ઉભી થઇ હતી. જેના લીધે જુલિયટ નો શ્વાસ ફૂલવા લાગ્યો હતો. જુલિયટ નો શ્વાસ ફૂલતો જોઇને જેમ્સ ભાગી ને જુલિયટ તરફ આવે છે. જુલિયટ ના મોઢા માં સ્પ્રે કરે છે. પછી થોડા સમય માટે જુલિયટ ને પંખા સામે બેસાડી દેવામાં આવે છે. જુલિયટ ધીરે ધીરે શ્વાસ લેવાની કોશિશ કરી રહી હતી. થોડા સમય પછી જુલિયટ સરખી રીતે શ્વાસ લઈ શકતી હતી. જુલિયટ ઠીક થતાં જ તરત જ ઉભી થઈને પોતાનો શો આગળ ધપાવવાનું શરૂ કરી દીધું.

જુલિયટ ની સામે એજ પાણી ભરેલી પેટી હતી! જેમાં જુલિયટ નો જીવ મુશ્કેલીમાં મુકાયો હતો. જુલિયટ ની અંદર એટલી હિંમત તો હતી જ નઈ કે એ ફરીવાર આ પેટી માં જવાનું સાહસ કરી શકે! જુલિયટ હવે વિચારે છે કે પોતાના પ્રેક્ષકો માંથી કોઈક ને સ્ટેજ ઉપર બોલવા માગે છે! પણ કાલે જે જુલિયટ સાથે થયું તે અન્ય કોઈ સાથે ન થાય તેનું જુલિયટ ને ધ્યાન રાખવું પડશે. જુલિયટ હિંમત કરી લે છે થોડી. પછી તે પ્રેક્ષકો સામે તે પોતાના જમણા હાથ ને ઊંચો કરી કંઇક મંત્ર ચાર કરે છે. જેથી ત્યાં રહેલી બધી જ કાળી અદશ્ય શક્તિ ઓ તેના જાદુ ને હાની ન પોહચાડી શકે. થોડા સમય પછી…..


“ હું હવે એક એવું જાદુ કરવા જઈ રહી છું , જેમાં દશ મિનિટ માટે તમારા માંથી કોઈક એક ને આ પેટી માં બંધ કરી દેવામાં આવશે ! અને દશ મિનિટ પછી પણ તમે સહી સલામત હશો. તો તમારી અંદર થી કોણ આવશે મારો સાથ આપવા ? “


જુલિયટ આટલું કહી ને તો આશા ભરી આંખો લઈને તેના પ્રેક્ષકો સામે જોઈ રહી હતી. જુલિયટ ને થોડો વિશ્વાસ હતો કે હાલ જ તેના પ્રેક્ષકો માંથી પહેલાંની જેમ કોઈ આવશે! પણ આજે કોઈ જ સ્ટેજ ઉપર આવવા માટે તૈયાર નથી હોતું. જુલિયટ ના ચહેરા ઉપર માયુષી છવાઈ જાય છે.

એક માણસ જુલિયટ ના શો માં પાછળ બેસી પૂતળા સાથે કંઇક કરી રહ્યો હતો. શું આ માણસ જેમ્સ નોહતો ? પણ જેમ્સ તો જુલિયટ સાથે સ્ટેજ ઉપર બેઠો હતો. એનો મતલબ કે જેમ્સ એ માણસ હતો જ નઈ! કે જે જુલિયટ ઉપર કાળી વિદ્યા નો પ્રયોગ કરી રહ્યો હતો. જેમ્સ તો જુલિયટ ને અનહદ પ્રેમ કરતો હતો. તે જુલિયટ સાથે ક્યારેય પણ એવું કરવાનું વિચારી શકે એમ નોહતો. જેમ્સ પણ જુલિયટ નો પીછો કરી રહ્યો હતો પેલા માણસ ની જેમ જ! એટલે જેમ્સ પણ શક ના ઘેરા માં આવી ચૂક્યો હતો. પણ ખરેખર માં જુલિયટ નું દુશ્મન કોઈ બીજું જ હતું જે જુલિયટ ના પ્રેક્ષકો ને ચડાવી રહ્યો હતો.

“ જુલિયટ કાલે જે થયું એના પછી તું એવી ઈચ્છા કઈ રીતે રાખી શકે તારા પ્રેક્ષકો પાસે ? હવે કોઈને તારા જાદુઈ ખેલ ઉપર વિશ્વાસ નથી રહ્યો. તારા ફ્લોપ જાદુ વિશે અહી બેઠેલા દરેક લોકો જાણે છે કે તારો જાદુ તારી જેમ જ ફ્લોપ છે. “ પેલો માણસ


જુલિયટ પેલા માણસ ની વાત સાંભળી ને થોડી અપસેટ થઈ જાય છે. જુલિયટ ને ગઈ કાલે તેની સાથે જે જે પણ થયું એ યાદ આવે છે. જુલિયટ ની આંખો માં આંસુ આવી જાય છે. કેમકે આજે હિટ રહેલો શો પણ ફ્લોપ જાય એવા માહોલ ઊભા થઇ ચૂક્યા હતા. જુલિયટ ને ઉદાસ જોઈ જેમ્સ ઊભો થઈને જુલિયટ તરફ આવે છે. જુલિયટ ની આંખો માંથી આંસુ લૂછી એ જુલિયટ ને પોતાના ગળે લગાવી દે છે.

“ જુલિયટ તું ચિંતા શું કરવા કરે છે યાર ? તારી આ પાણી ભરેલી પેટી માં તારો જેમ્સ જશે. હું તારા આ જાદુ ને કામયાબ બનાવીશ. “ જેમ્સ

જુલિયટ જેમ્સ તરફ નજર કરી ને “ જેમ્સ પણ હું તારી જાન ખતરામાં કઈ રીતે મૂકી શકું ? “ જુલિયટ

“ પાગલ હવે આપડી પાસે કોઈ રસ્તો નથી. અને હા મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. તું મને કોઈપણ નઈ થવા દે. ચાલ હવે તારો મૂડ ફ્રેશ કરી લે! સામે તારા પ્રેક્ષકો બેઠા છે એમની સામે તું રડતાં બિલકુલ પણ સારી નથી લાગી રહી. “ જેમ્સ


જેમ્સ અને જુલિયટ નો પ્રેમ બેજોડ હતો. કહેવાય છે ને કે એક દિલ દો જાન! એવો જ પ્રેમ હતો જેમ્સ અને જુલિયટ નો. જુલિયટ પોતાના આંસુ લૂછી એના જાદુ ની શરૂઆત કરવામાં લાગી જાય છે. જુલિયટ ના મનમાં હવે ડર વધી ગયો હતો. કેમકે તેને આ જાદુ પોતાની જાન એવા જેમ્સ ઉપર કરવાનો હતો. જુલિયટ નું દિલ આ માટે તેને રજા પણ આપતું ન હતું. જુલિયટ પોતાની જ સાથે કશ્મકશ માં ઘેરાયેલ હતી. જુલિયટ ને ખુબ જ ડર લાગી રહ્યો હતો ! જુલિયટ નો ચહેરો જોઈને જ તરત જ જેમ્સ સમજી જાય છે કે જુલિયટ ના માં હજુ પણ ડર સવાર થઈને બેઠો છે. જેમ્સ હવે જુલિયટ પાસે જાય છે…

“ જુલિયટ હજુ સુધી તારા મનમાં ડર છે કે મને કઈ થઈ જશે તો ?” જેમ્સ

“ હા જેમ્સ કાલે જે થયું એના પછી મારી હિંમત નથી થતી આ જાદુ કરવાની. મારા મનમાં એવા એવા વિચાર આવે છે કે જે મારી આત્મા ને પણ કંપાવી મૂકે છે. જેમ્સ મારી આત્મા નથી માનતી તારી ઉપર આ જાદુ કરવા માટે. મને ખૂબ જ ડર લાગી રહ્યો છે જેમ્સ! હું આ જાદુ તારી ઉપર નઈ કરી શકું ! મારાથી આ નઈ થાય જેમ્સ , હું પાછા પગ કરી લઈ છું. ભલે મારો શો ફ્લોપ થાય પણ હું તારા જીવ ને જોખમ માં નઈ જ મૂકી શકું! “ જુલિયટ

“ જુલિયટ તને એ સમય યાદ છે, જ્યારે આપડે પહેલી વખત એક બીજાને મળ્યા હતા.” જેમ્સ

“ હા યાદ છે પણ આપડી પહેલી મુલાકાત ને શું લેવા દેવા છે મારા જાદુ સાથે ?” જુલિયટ

“ છે જુલિયટ ! તે એ વખતે આ જાદુ કરવા માટે મને સ્ટેજ ઉપર બોલાવ્યો હતો અને તે આ જાદુ મારી સાથે કર્યું હતું. એ વખતે તારું જાદુ સફળ પણ થયું હતું. તો બીજી વખત પણ તું મારી ઉપર એ જ જાદુ કરી લે.” જેમ્સ

“ જેમ્સ એ સમય અલગ હતો! ને આજનો સમય પણ અલગ છે. આ જાદુ હું 1242 વાર સફળ રીતે કરી ચુકી છું પણ 1243 મી વાર હું અસફળ રહી હતી. હું નથી ચાહતી કે મારો 1244 મો શો પણ કાલની જેમ ફ્લોપ થાય અને હું તને હંમેશા માટે ખોઈ બેસું. જિંદગી ભર માટે હું રડવા નથી માગતી તમારા ગમ માં ! હું તમારી સાથે મારી જિંદગી ખુશી ખુશી વિતાવવા માગું છું.” જુલિયટ

“ જુલિયટ મને કઈ નઈ થાય યાર! તને વિશ્વાસ છે ને આપડા પ્રેમ ઉપર ? હા તો એ પ્રેમ જ મારી રક્ષા કરશે. તું ચિંતા કર્યા વગર જાદુ શરૂ કર! હું તારા ફ્લોપ શો નું કારણ બનવા નથી માગતો. મારી ઉપર વિશ્વાસ કર; બધું ઠીક જ થશે.” જેમ્સ

પોતાના જેમ્સ ની વાત ઉપર વિશ્વાસ કરવાનું જુલિયટ ને મન થાય છે. જુલિયટ ની અંદર થોડી હિંમત આવી જાય છે કેમકે આ દુનિયામાં જુલિયટ ને એના માતાપિતા પછી કોઈ ઉપર ભરોસો હોય તો એ જેમ્સ હતો. જુલિયટ હવે પોતાના જીવ થી વહાલા જેમ્સ ને પાણી ભરેલી પેટી માં મોકલવા માટે ની તૈયારી ઓ માં લાગી જાય છે. જુલિયટ નો હાથ પકડીને જેમ્સ પાણી ભરેલી પેટી તરફ જાય છે.

“ જુલિયટ બધું સારું જ થશે! ઓલ ધ બેસ્ટ જુલિયટ. “

ક્રમશ……..


સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary