જંતર મંતર - 10 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 10

પ્રકરણ :- 10

જેમ્સ ને અનુભવ થયો કે એ જુલિયટ ની હા સાંભળવા માટે થોડુક વધારે પડતું બોલી ગયો હતો. જુલિયટ એ જેમ્સ ને શ્વાસ લેવાનું કહ્યું એટલે જેમ્સ ના ચહેરા ઉપર થોડી મુસ્કાન આવી ગઈ કેમકે એ થોડો પાગલ જેવો વર્તાવ કરી ચૂક્યો હતો. જુલિયટ આ રીતે જેમ્સ ને પોતાની ઉપર હસતો જોઈ એ પણ હસી પડે છે. બંને હસતાં હસતાં એક બીજાના હાથ માં તાળી આપી દે છે. જેમ્સ અને જુલિયટ એક બીજાની આંખો માં જોઈ રહ્યા હોય છે ને ક્યારે એક બીજાની આંખો માં ખોવાઈ જાય છે કે એમને ખબર પણ નથી પડતી. જુલિયટ અને જેમ્સ બસ એક બીજાની આંખો માં ખોવાયેલા હતા. જેમ્સ ના મનમાં જુલિયટ ને લઈને અલગ અલગ વિચારો આવી રહ્યા હતા.

“ જેમ્સ પહેલા તો સોરી ! મે તને જવાબ આપવામાં આટલો સમય લગાવી દીધો. પણ શું કરું યાર તુજ કે ! હું શોર જ નોહતી મારી લાગણીઓ માટે! પણ હવે મે નિર્ણય કરી લીધો છે જેમ્સ ! “ જુલિયટ

જેમ્સ ના દિલ ની ધડકન થોડી થોડી વધી રહી હતી. જેમ્સ માટે જુલિયટ નો જવાબ એટલો જરૂરી હતો કે એ જવાબ ને સાંભળવા માટે 300 કિલોમીટર દૂર જામનગર થી મહેસાણા આવી ગયો હતો. જેમ્સ પોતાની જુલિયટ ને મળવા માટે દુનિયા ના ગમે તે છેડે પણ જઈ શકે એમ હતો. જેમ્સ હવે આતુર થઈ ચૂક્યો હતો. જુલિયટ નો જવાબ શું હશે ! તે વિચારો જેમ્સ ના મનમાં આમતેમ ફરતા હતા. જુલિયટ પણ જેમ્સ સામે સહજતાથી જોઈ જ રહી હોય છે. આજે જુલિયટ ની નજર જેમ્સ ના દિલ ઉપર વાર કરી રહી હોય છે. જુલિયટ જેમ્સ નો હાથ પોતાના હાથ માં લઇ જેમ્સ ની આંખો માં જોવે છે.


“ જેમ્સ મને સમજાતુ નથી કે શરૂઆત ક્યાંથી કરું ? પણ એટલું કહી શકું કે જે દિવસ એ તું પહેલી વાર મળ્યો મને મારી માયાવી દુનિયા ના સ્ટેજ ઉપર તે દિવસ થી મને મારી જિંદગી માં થોડો રસ પડવા લાગ્યો હતો. તારા આવ્યા પહેલા જેમ્સ મારી દુનિયા એક કોરા કાગળ જેવી હતી! જેમાં તારા આવવાથી રંગ ભરાઈ ગયા હોય તેવું મને લાગ્યું. જેમ્સ મારી માટે તારો વિચાર એજ તો મારી આ વિરાન પડેલી જિંદગી માટે નો જીવનભર નો સાથ બની ચૂક્યો છે. જેમ્સ તારી સાથે રહેવું , સમય વિતાવવો મને ગમે છે. તું હોય છે એટલે મારી આસપાસ ની દુનિયા મને રંગીન લાગે છે પણ જ્યારે તું મારી પાસે નથી હોતો ત્યારે મને કોઈપણ ગમતું નથી. જેમ્સ દિવસ ના દરેક સમયે હું ખાલી તારા જ વિચારો કર્યા કરું છું. જેમ્સ મે વિચારવા માટે બહુ સમય લઈ લીધો ! કેમકે હું તારા પ્રેમ ને સમજવા માગતી હતી જેનાથી મને સમજાય કે પ્રેમ હોય છે શું? જેમ્સ મારી માટે પ્રેમ કરવાનો આ પહેલો અનુભવ છે એટલે હું પ્રેમ ને હજુ બરાબર સમજી પણ નથી શકતી. જેમ્સ મે બધી જ વસ્તુ ઓ વિચારી લીધી છે. મે તારા થી દૂર પણ રહીને જોઈ લીધું કે મને તારા વગર કેવું લાગે છે! પણ જેમ્સ સાચું કહું ને તો હું તારી વગર એક પણ પળ કાઢી શકું એ મારી માટે શક્ય જ નથી. તારી વગર હું શ્વાસ પણ નથી લઈ શકતી જેમ્સ ! મે હવે વિચારી લીધું છે અને મારો જવાબ છે….. “ જુલિયટ

જુલિયટ આટલું કહીને અચાનક જ ચૂપ થઈ ગઈ. જેમ્સ જુલિયટ નો જવાબ સાંભળવા માટે અધીરો બની ચૂક્યો હતો. “ જુલિયટ તારો જવાબ શું છે ?” જેમ્સ આટલું કહીને આશા ભરી નીગાહો થી જુલિયટ સામે જોઈ રહ્યો હતો. જેમ્સ ના દિલ ની ધડકન પણ ધીરે ધીરે વધી રહી હતી. જેમ્સ ના કાન જુલિયટ નો જવાબ સાંભળવા માટે આતુર થઈ ચૂક્યા હતા. જુલિયટ જવાબ આપી દેશે ત્યારે આ જેમ્સ ની શું હાલત થશે ?

“ જેમ્સ મારો જવાબ છે હા……. જેમ્સ મારા દિલ માં પણ તારી માટે ફિલિંગ છે. જેમ્સ હું પણ તને પ્રેમ કરું છું. જેમ્સ તારી સાથે જિંદગી વિતાવવા માગું છું. જેમ્સ હવે પેલી રીંગ તું મને પહેરાવી શકે છે. મને તારો પ્રેમ સ્વીકાર છે. આઇ લવ યુ જેમ્સ….” આટલું કહીને જેમ્સ ને હગ કરી લે છે જુલિયટ.

જુલિયટ નો જવાબ સાંભળી જેમ્સ ના હોશ ઊડી જાય છે. જેમ્સ ગાંડા ની માફક આમ તેમ ભાગે છે. ત્યાં પાર્ક માં ઊભેલા દરેક લોકો પાસે જઈને " જુલિયટ ને મારો પ્રેમ સ્વીકારી લીધો… જુલિયટ હવે મારી ગર્લફ્રેન્ડ છે…. મશહૂર જાદુગરની જુલિયટ અને મારા લગ્ન બઉ જલ્દી થશે… “ આ રીતે જેમ્સ ને પોતાની માટે પાગલ જોઈ જુલિયટ ના ચહેરા ઉપર અનહદ ખુશી હતી… પછી જેમ્સ જુલિયટ પાસે જઈને તેને રીંગ પહેરાવી દે છે.) જેમ્સ ના ચહેરા ઉપર પણ એ સમય ની યાદ આવતાં જ ખુશી આવી જાય છે. પછી જેમ્સ માસૂમ જુલિયટ ના કપાળ ઉપર ચુંબન કરે છે.

જુલિયટ જેમ્સ ના ખભા ઉપર પોતાનું માથું રાખીને શાંતિ થી સૂઈ રહી હોય છે. એ જ વખતે જુલિયટ ના સપના માં પેલો કાળો ધુમાડો ફરી એકવાર આવી જાય છે. જે જુલિયટ ની રાતો ની ઊંઘ પણ ઉડાવી જાય છે. જુલિયટ ની સામે એ કાળો ધુમાડો આમ તેમ ફરી રહ્યો હતો. અચાનક જોરથી જુલિયટ તરફ આવતો તો એનાથી દૂર પણ થઈ જતો. આ ધુમાડો જુલિયટ ના આજુબાજુ એ રીતે ફરતો હતો કે જુલિયટ ને ખુબ જ ડર લાગી રહ્યો હતો. થોડા સમય પછી આ ધુમાડો એટલો બધો મોટો થઈ ગયો કે તેમાં જુલિયટ સમાઇ જ ગઈ! જુલિયટ ઘોર અંધકાર માં ઊભેલી હતી. જુલિયટ ની આંખો સામે બસ અંધકાર જ છવાયેલો હતો જેને જોઈને જુલિયટ ને ખુબ જ ડર લાગી રહ્યો હતો. અંધકાર ની વચ્ચે જુલિયટ સામે એક કાળો છાયો ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. જુલિયટ ડરતા ડરતા તેની સામે જોઈ રહી હતી. આ છાયો જુલિયટ ના એકદમ નજીક આવી ગયો ને જુલિયટ એ જોરથી ચીખ પાડી ને પછી તે જાગી ગઈ. જુલિયટ ની ચીખ સાંભળી ને જેમ્સ પણ ડરી ગયો. જુલિયટ ખૂબ ડરેલી હતી એટલે જેમ્સ ને તેને સાચવવી વધારે જરૂરી હતી. જુલિયટ ની ચિંતા માં જેમ્સ નું ધ્યાન કાર ચલાવવા માં ના રહ્યું અને ગાડી જઈને સીધી જ એક ઝાડ સાથે ટકરાઇ ગઈ !”

જેની એ જોરથી ચીખ પાડી “ જુલિયટ…. જુલિયટ… ને ઉભી થઇ ગઈ. જેની ની ચીખ સાંભળી ને હેરી અને ફેરી પણ ભાગતાં પોતાની દીકરી જેની ના રૂમ માં આવી ગયા. આજે જેની એ પહેલી વાર ચીખ સાથે જુલિયટ નું નામ લીધું હતું; એટલે તે બંને સમજી ગયા હતા કે નક્કી આજે જુલિયટ સાથે કંઇક વિચિત્ર થયું છે એટલે જ આજે જેની જુલિયટ…. જુલિયટ…. ના નામ સાથે ઉઠી ગઈ! હેરી અને ફેરી ના મનમાં આજે ઘણા બધા સવાલો ભરાયેલા હતા. પણ પેલા એમની માટે પોતાનું દીકરી જેની ને સંભાળવી જરૂરી હતી. જેની ને હેરી અને ફેરી જુલિયટ ના સપના માંથી બહાર લાવવાની કોશિશ કરી રહ્યા હોય છે.

જેની થોડી જ વાર માં શાંત થઈ ગઈ. જેવી જ જેની શાંત થઈ ગઈ ! ને એના પછી હેરી અને ફેરી દ્વારા જેની ના માંથા ઉપર હાથ ફેરવતા ફેરવતા જેની ને જુલિયટ ના સ્વપ્ન વિશે પૂછવામાં આવે છે. ત્યારે જુલિયટ ડરતા અવાજે શરૂ કરે છે. “ મા પાપા આજે જુલિયટ એ જેમ્સ ના પ્રેમ નો સ્વીકાર કરી લીધો. જુલિયટ નો શો પણ આજે હિટ રહ્યો. જ્યારે જુલિયટ જેમ્સ ના ખભા ઉપર સૂઈ રહી હોય છે ત્યારે….. જુલિયટ ના સપના માં પેલો કાળો ધુમાડો ફરી એકવાર આવી જાય છે. જે જુલિયટ ની રાતો ની ઊંઘ પણ ઉડાવી જાય છે. જુલિયટ ની સામે એ કાળો ધુમાડો આમ તેમ ફરી રહ્યો હતો. અચાનક જોરથી જુલિયટ તરફ આવતો તો એનાથી દૂર પણ થઈ જતો. આ ધુમાડો જુલિયટ ના આજુબાજુ એ રીતે ફરતો હતો કે જુલિયટ ને ખુબ જ ડર લાગતો હતો. થોડા સમય પછી આ ધુમાડો એટલો બધો મોટો થઈ ગયો કે તેમાં જુલિયટ સમાઇ જ ગઈ! જુલિયટ ઘોર અંધકાર માં ઊભેલી હતી. જુલિયટ ની આંખો સામે બસ અંધકાર જ છવાયેલો હતો જેને જોઈને જુલિયટ ને ખુબ જ ડર લાગી રહ્યો હતો. અંધકાર ની વચ્ચે જુલિયટ સામે એક કાળો છાયો ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. જુલિયટ ડરતા ડરતા તેની સામે જોઈ રહી હતી. આ છાયો જુલિયટ ના એકદમ નજીક આવી ગયો ને જુલિયટ એ જોરથી ચીખ પાડી ને જાગી ગઈ. જુલિયટ ની ચીખ સાંભળી ને જેમ્સ પણ ડરી ગયો. જુલિયટ ખૂબ ડરેલી હતી એટલે જેમ્સ ને તેને સાચવવી વધારે જરૂરી હતી. જુલિયટ ની ચિંતા માં જેમ્સ નું ધ્યાન કાર ચલાવવા માં ના રહ્યું અને ગાડી જઈને સીધી જ એક ઝાડ સાથે ટકરાઇ ગઈ !”

જેની ની વાત સાંભળી ને હેરી અને ફેરી ના ચહેરા ઉપર ઉદાસી છવાઈ જાય છે. કેમકે જુલિયટ સાથે જે થઈ રહ્યું હતું એ જેની ના માતા પિતા ના વિચારો થી પરે હતું. હેરી અને ફેરી ના મનમાં પોતાની જેના માટે પણ ડર ઊભો થઈ ગયો હતો. કેમકે જે જેની ના સપના માં જુલિયટ સાથે થતું એ જ હકીકત માં જેની સાથે પણ થતું. જુલિયટ ની જિંદગી જીવી રહેલી જેની સાથે આગળ શું થશે એ તો ભગવાન જ જાણે!


ક્રમશ…………









આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudha