જંતર મંતર - 28 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 28

પ્રકરણ :- 28

શીલ જુલી ના ગાળામાં મંગલસૂત્ર અને માંગ માં સિંદૂર જોઇને બોખલાઇ જાય છે. શીલ ને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હોય છે એટલે તે હવે કંઇક એવું કરવા માગે છે કે જેના લીધે જુલી ને પોતાના કર્યા ની સજા મળે. શીલ ઘણું બધું વિચારે છે અને પછી જુલી ના થનારા બાળક ઉપર વાર કરી દે છે. હવે જુલી શીલ સાથે લગ્ન પૂરા કર્યા બાદ જ તેનું ગર્ભ ગુમાવી દેશે. જેના માટે જુલી ખુદને જવાબદાર માનશે અને શીલ આસાની થી જુલી ની શક્તિ ઓ લઈ શકશે. શીલ માણસ તો હતો જ નહિ કે તે માનવ થઈને આ બધું કરી શકે! પણ શીલ એક હૈવાન હતો જેની માટે આ કૃત્ય એક દમ આસન હતું. શીલ જુલી ને તેના સમાજના રિતીરિવાજ મુજબ દૂધથી સ્નાન કરાવી દે છે. ફરી એકવાર શીલ જુલી ને દુલ્હન બનાવી દે છે.

થોડા સમય પછી જુલી ને હોશ આવે છે ત્યારે તે પોતાના રૂમમાં હોય છે. જુલી ના લગ્ન શીલ સાથે તેની બેહોશ અવસ્થા માં જ પૂરા થઈ ચૂક્યા હતા. જુલી કશુજ જાણતી ન હતી કે તેની સાથે શું થયું! થોડા સમય પછી જુલી ના પેટમાં અસહ્ય દુખાવો ઉપડે છે અને તેનું ગર્ભ ગુમાવી બેસે છે. જુલી ને જરાય પણ સમજાતુ ન હતું કે તેની સાથે આખરે થઈ શું રહ્યું છે? થોડા સમય પછી દાય ને બોલાવવા માં આવે છે ત્યારે જુલી ને ખબર પડે છે કે તે પોતાનું ગર્ભ ગુમાવી ચૂકી છે. જુલી હવે પૂરી રીતે તૂટી ચૂકી હતી કેમકે તે જેમ્સ ને પણ ના સાચવી શકી કે ના પોતાના આવનાર ગોલું ને સાચવી શકી. જુલી આ વાત ને સહન કરી શકી નહિ અને તેનું દિમાગ ફરી ગયું. જુલી હવે પાગલ થઈ ચૂકી હતી. જુલી હવે ગમે તે નાનું બાળક જોવે ત્યારે તે બાળકની માતા બની જતી હતી.

લગ્ન પછી પણ થોડા દિવસ સુધી જુલી ને પોતાના માયકામાં જ રાખવામાં આવે છે. શીલ પણ પોતાના મકસદ માં કામયાબ હજુ સુધી થઈ ચૂક્યો ન હતો. એક દિવસે શીલ જુલી ને લેવા માટે આવે છે અને જુલી ના માતા પિતા તેમનો માથાનો બોજ શીલ સાથે તેની સાસરામાં મોકલી દે છે. હવે જુલી ઉર્ફ જુલિયટ નો નર્ક સફર તેના સાસરા માં શરૂ થવાની તૈયારી માં હતો. જુલી ને સાસરી માં લઇ જઇને જેમ્સ પહેલાં તો જુલી ને ખુબ સારું રાખતો હતો. થોડા દિવસ પછી જુલી શીલ ઉપર વિશ્વાસ કરવા લાગી ગઈ. ત્યારે શીલ એ પોતાનો ખેલ રમવાનો શરૂ કરી દીધો. એક દિવસ શીલ જુલી પાસે આવ્યો;

“ જુલી જે થયું તેને હું કે તું બદલી શકીએ એમ નથી. પણ જુલી હું તને હર હાલ માં ખુશ રાખવા માગું છું. મારે તારી પાસેથી કોઈ આશા નથી પણ જુલી આમ તું કેટલા દિવસ જીવીશ. જુલી હવે જે થઈ ગયું એને ભૂલી જા અને મારી સાથે એક નવી જિંદગીની રંગીન શરૂઆત કર. જુલી હું તને બધી જ ખુશીયો આપવાની કોશિશ કરીશ. જુલી એક વખત મારો વિશ્વાસ કરીને જોઈ લે. “ શીલ

જુલી નું મગજ ઠેકાણે ન હોવા છતાં એ શીલ ની વાત સમજી શકતી હતી. જુલી પોતાની જિંદગીમાં જન્મ થી લઈને અત્યાર સુધી ઘણું બધું ગુમાવી ચૂકી હતી. જુલી ની જિંદગીમાં હવે કંઈ એવું બચ્યું જ ન હતું કે જેના સહારે જુલી પોતાની આગળની જિંદગી હસતાં હસતાં વિતાવી શકે. જુલી નું દિલ શીલ ઉપર વિશ્વાસ કરવા માગતું હતું પણ જુલી નું મન ક્યારેય પણ શીલ નો વિશ્વાસ કરવા તૈયાર ન હતું. શીલ ઘણા બધા પ્રયાસ કરીને જુલી ને મનાવવાની કોશિશ કરે છે. હૈવાન શીલ નો આગળનો દાવ હતો કે જુલી સાથે સંબંધ બનાવીને તેની બધી શક્તિઓ ને હાસિલ કરવી. શીલ માટે આ આસન પણ હતું કેમકે જુલી ની માનસિક હાલત પણ ઠીક હતી જ નહિ.

“ જુલી તું મારી વાત સાંભળ અને મને સમજવાની કોશિશ કર. જુલી હું તને પત્ની તરીકે નું સુખ આપવા માગું છું. જુલી ફરીવાર પણ તું એક ગોલું ની મા બની શકે છે. એકવાર જુલી મારો વિશ્વાસ કર હું તને દુનિયાની બધીજ ખુશીયો આપવા માટે તૈયાર છું. જુલી એકવાર મારો વિશ્વાસ કર પ્લીઝ.” શીલ

જુલી શીલ ની વાત સાંભળી શકતી હતી પણ તેને બરાબર યાદ હતું કે જેમ્સ ને તે પ્રોમિસ કરી બેઠી હતી કે જેમ્સ સિવાય બીજો કોઈપણ પુરુષ તેની જિંદગીમાં આવશે નહિ. જુલી જેમ્સ ને ખૂબજ પ્રેમ કરતી હતી જે તેને પોતાના મગજની અસ્થિરતા માં પણ યાદ હતું. જુલી એ શીલ ની વાત માનવા થી ઇનકાર કરી દીધો, પણ શીલ એ જરાક પણ તેની ઉપર ગુસ્સો કર્યો નહિ. કેમકે શીલ જાણતો હતો કે જુલી નું મન અસ્થિર થઈ ચૂક્યું છે અને શીલ માટે તેની સાથે સંબંધ બનાવવો પણ સરળ હતો. જુલી પોતાના ખોળા માં ઢીંગલી લઈને બેઠી હતી જેને તે પોતાની ગોલું માની રહી હતી.

“ શીલ હવે તમે કામ ઉપર જાઓ. હું ગોલું ને સુવડાવી દઉં.” જુલી

“ ઓકે પણ હું કામથી પાછો આવું એની પહેલા તું આને સુવડાવી દેજે.” શીલ

“ મેરી ગોલું અબ સો જાયેગી. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. બેટા સૂઈ જાને હવે! “ જુલી

જુલી નું મન અસ્થિર હતું તો પણ તે એક ઢીંગલી ને પોતાની ગોલું સમજીને એટલો બધો પ્રેમ આપતી હતી કે વાત છોડો. ખરેખર માં મા ગમે તે હાલતમાં હોય પણ પોતાના સંતાન ને પ્રેમ તો જરૂર આપે છે. હવે સાંજ થવા આવી હોય છે ને શીલ ઘરે પાછો આવી જાય છે. શીલ ઘરે આવીને જુએ છે ત્યારે પણ જુલી ના પેલા ખેલ ચાલુ જ હોય છે.

“ મેરી ગોલું અબ સો જાયેગી. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. બેટા સૂઈ જા ને! “ જુલી

“ જુલી હું તને કહીને ગયો હતો કે તું આને સુવડાવી ને તૈયાર રહેજે! તો હજુ સુધી તે આને સુવડાવી કેમ નથી? “ શીલ

“ પણ આજે ગોલું સૂતી જ નથી શીલ હું શું કરું? મેરી ગોલું અબ સો જાયેગી. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. બેટા સૂઈ જા ને! “ જુલી

શીલ હવે જુલી ના રોજ ના પાગલપન થી થાકી ગયો હતો. શીલ ને થોડા દિવસ થી કોઈ એનો પીછો કરી રહ્યું હોય તેવો અહેસાસ પણ થતો હતો. આજે તો તે શીલ નો પીછો કરતા કરતા શીલ ના ઘર સુધી પોહચી ગયો હોય એવું શીલ ને લાગતું હતું. શીલ એક હૈવાન હતો અને તેની આત્મા દુષ્ટ હતી. શીલ જુલી ને હર હાલમાં આજે જુલી ને પામવા માગતો હતો! પણ જુલી નું પાગલપન પણ ઓછું થવાનું નામ ન લેતુ હતું.

“શીલ તમે ચિંતા ન કરો. ગોલું હાલ સૂઈ જશે. મેરી ગોલું અબ સો જાયેગી. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું , ઓ મેરી આંખો કા તારા હૈ તું. ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું, ઓ મેરી આંખો કા તારા હૈ તું. બેટા સૂઈ જા ને! “ જુલી


શીલ હવે જુલી થી કંટાળી ચૂક્યો હતો. શીલ પહેલાથી જ પરેશાન હતો કેમકે કોઈ તેને પકડવાની કોશિશ કરી રહ્યું હતું. શીલ ને ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો ને શીલ એ પોતાનો બેલ્ટ કાઢી ને આજે જુલી ને એટલી મારી કે તે અઘમરી થઈ ગઈ. જુલી ખૂબ જ વિનંતી કરતી હતી પણ શીલ એ તેની એકપણ ના સાંભળી. શીલ એ જુલી ને એટલી મારી કે જુલી ના પ્રાણ પણ નીકળી ગયા. જુલી એ પોતાનો જીવ ગુમાવી દીધો. પછી તો પેલો માણસ અંદર આવી ગયો ને પછી શીલ અને જુલી ના જીસ્મ ઉપર અભિમંત્રિત ભભૂત નાખી દીધી. શીલ અને જુલી બંને ની આત્મા તેના વશ માં થઈ ગઈ. શીલ અને જુલી ની આત્મા ને એક કાચ ના શિશામાં બંધ કરી દેવામાં આવી. હૈવાન શીલ અને જુલી ની આત્મા ને પકડનાર બીજું કોઈ નહિ પણ જીયા ના ગુરુ કાળનાથ ના ગુરુ ઉમાનાથ હતા જે આત્મા ઓ પકડવા માં ખુબ જ મશહૂર હતા. જુલી અને શીલ ની આત્મા 100 વર્ષ સુધી કેદ રહી અને પછી તેને જેની ના શરીરમાં છોડવા માં આવી. )” જેની

જુલી ની દાસ્તાન સાંભળી ને ત્યાં ઉભેલા દરેક લોકોની આંખો આંસુ થી છલકાઈ ઉઠી હતી. તાંત્રિક ભૈરવનાથ પણ હવે જુલી ની આત્મા ની મદદ કરવા માગતો હતો. ભૈરવનાથ જુલી ની આત્મા ને મોક્સ અપાવીને શીલ ની આત્મા ને દંડ આપવા માગતો હતો પણ એની પહેલા ભૈરવનાથ ને જેની ના શરીરમાંથી આ આત્માઓ ને બહાર કરવી પડશે. ભૈરવનાથ બઉ મોટો તાંત્રિક હતો એટલે તે એટલું તો સમજી જ ચૂક્યો હતો કે જેની ની ના શરીરમાં એક નહિ પણ ચાર ચાર આત્માઓ નો વાસ હતો. ભૈરવનાથ મોટો તાંત્રિક હતો પણ એની માટે આ અઘરું કામ હતું. ભૈરવનાથ જુલી ને મુક્તિ અપાવવા માગતો હતો પણ એની પહેલા ભૈરવનાથ ને જુલી ના શરીર માંથી પેલી બે આત્મા નીકળવાની હતી. જો તે એમાં કામયાબ થાય તો જ જેની ના શરીરમાંથી જુલી ની આત્માને બહાર નીકળી શકે. પણ એની પહેલા તે જેની ના શરીર માંથી શીલ ની આત્મા ને અલગ કરવા માગતો હતો. પણ ભૈરવનાથ માટે એટલું આસન ન હતું કે હૈવાન શીલ ની આત્મા ને જેની ના શરીરમાંથી આઝાદ કરી તેને દંડ આપવો! શીલ ની આત્મા ને જેની ના શરીરમાંથી જેની ને કોઈ હાની પહોંચાડ્યા વગર જ શીલ ની આત્મા ને વશ કરી બહાર નીકળવાની હતી! જે કામ ભૈરવનાથ માટે ખૂબ જ અઘરું હતું.



આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary