સમયની કોઈ સ્થિરતા નથી તે કયારે બદલાઈ જાય છે કોઇ નથી જાણતું. નિરાલીના ગયા પછી સ્નેહાને ઓફિસમાં એકલું એકલું લાગવા લાગ્યું. આમ તો ઘણી છોકરીઓ હતી પણ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવાથી સ્નેહાને તેમની સાથે લંચ કરવાનો મેળ ના આવતો. ના તે લોકો સાથે બેસી કયારે વાતો કરવાનો સમય મળતો.
બે ત્રણ દિવસ થઈ ગયાં નિરાલીને ઓફિસ છોડે. આ બે ત્રણ દિવસ જાણે કેટલા લાબા હોય તેવું લાગતું. ઓફિસમાં પહોંચતાની સાથે જ જે વાતોનો સિલસિલો શરૂ થતો તે હવે નહોતો. સવારે ઓફિસ આવી તે બસ એકલી ફોન લઇ ને બેસી જતી. કયારે શુંભમ ફ્રી હોય તો વાતો થતી નહીંતર પછી ફોનમાં જ તે સવારનો ફ્રી સમય પુરો કરતી.
બે દિવસ તે ત્યાં લંચ કરવા ગઈ પછી તેને એકલા મજા ના આવી એટલે હવે તે અહીં કેબિનમાં જ લંચ કરી લેતી. આ એકલતા સ્નેહાને થોડી અજીબ લાગતી. જયારથી તેમને ઓફિસ જોઈન્ટ કરી ત્યારથી તે કયારે એકલી નહોતી રહી. એટલે આજે તેમને નિરાલી વગર વધું એકલું લાગી રહયું હતું.
સમય બસ ભાગતો હતો. નિરાલી એક અઠવાડિયામાં મુંબઈ જ્ઈ સેટલ થઈ ગઈ હતી ને સ્નેહા પોતાના કામમા મન લગાવી આગળ વધવાની કોશિશ કરી રહી હતી. આખો દિવસ ઓફિસમાં વ્યસ્ત તે બની રહેતી ને રાતે શુંભમ સાથે વાતોમાં તેમનો સમય પુરો થઈ જતો. ઘીરે ઘીરે બધું જ બદલાઈ રહયું હતું. પંદર દિવસ એમ જ પસાર થઈ ગયા.
રીત રિવાજ મુજબ સ્નેહાને હજું કુમકુમ પગલા માટે અમદાવાદ જવાનું બાકી હતું. આજ કાલ કરતા દિવસો ઐમ જ વિતી રહયા હતા ને એક દિવસ રવિવારે પરિવારના લોકો સાથે સ્નેહા સવારે વહેલી જ અમદાવાદ જવા નિકળી. કેટલા દિવસ પછી આજે ફરી શુંભમ અને સ્નેહાની મુલાકાત થવાની હતી.
સ્નેહા જેટલી ઉત્કૃષ્ટ હતી શુંભમને મળવા તેટલો જ શુંભમ પણ હતો. આજે ફરી એકદિવસ બંનેને સાથે રહેવાનો સમય મળવાનો હતો. સવારે નવ વાગ્યે સ્નેહા તેના પરિવાર સાથે અમદાવાદ શુંભમના ઘરે પહોંચી. મહેમાન આવવાની તૈયારીમાં ઘરને સારી રીતે સજાવેલ હતું.
કાલપુર સ્વામિનારાયણ મંદિરથી થોડે દુર જ શુંભમનું ઘર હતું. બહારથી જેટલું સુંદર હતું તેટલું જ અંદરથી પણ સુંદર જ હતું. સ્નેહાના ઘર કરતા થોડું વધારે મોટું હતું. સ્નેહાએ દરવાજા પર તેમના પગને થંભાવ્યા. તેમની સાસું મતલબ શુંભમની મમ્મી કંકુની થાળ લઇને આવ્યા ને સ્નેહાએ તે કંકુની થાળમા તેના પગ મુકી તે કંકુ પગલી કરતી રૂમમાં પ્રવેસી.
રૂમમાં પ્રવેશતા જ તેની નજર સીધી શુંભમને મળી. બે દિલ એક જ નજરે એકબીજાને જોઈ રહયા. લાગણી ગળે મળવા આતુર બની રહી હતી પણ બધાની સામે એ શકય ના હતું. અહીં બધું જ અલગ હતું. તે રૂમમાં પ્રવેશી કે તરત જ શુંભમે તેમનો હાથ પકડી લીધો. જયારે તેમના ઘરે આ બધું અજીબ હતું. પુરા પરિવારની સામે આમ શુંભમે હાથ પકડયો તે વાત શાયદ તેમના પરિવારને ના ગમી હોય. પણ શુંભમના ઘરે આ બધું જ કોમન હતું.
કંકુ પગલાની રસમ પુરી થઈ ને બધા રૂમમાં જ્ઇ બેઠા. શુંભમના કાકા-કાકી એ બધા પણ હતા ને સાથે સ્નેહાની ઘરેથી આવેલ તેમનો આખો પરિવાર. બધા જ હોલમાં એમ જ એકસાથે બેસી વાતો કરી રહયા હતા. ત્યાં જ શુંભમ આવ્યો ને બધાની વચ્ચે જ તેમને સ્નેહાને બોલાવી. સ્નેહા થોડીવાર એમ જ શુંભમ સામે જોઈ રહી. બધાની નજર તે બંને ઉપર સ્થિર હતી. સ્નેહા ત્યાથી ઊભી ના થઈ એટલે શુંભમે તેમનો હાથ પકડયો ને તે તેને તેની રૂમમાં લઇ ગયો.
"શુંભમ શું છે આ બધું...?? એકપળ વિચાર તો કરો કે મારી અને તમારી ફેમિલી બંને બહાર બેસેલ છે ને તમે આમ મને હાથ પકડી અંદર લઇ આવ્યા. તે બધા શું વિચારતા હશે." સ્નેહાએ ગુસ્સો કરતા કહયું
"અરે એમા વિચારવાનો સવાલ જ કયાં છે. તું મારી થનારી પત્ની છે ને અત્યારે આપણે કાયદેસરના એક બંધનમા બંધાઈ ગયા છીએ તો પછી હું તારો હાથ પકડી તને અંદર લાવું કે તને ગોદમા ઉઠાવી શું ફેર પડે. "
"ફેર પડે કેમકે અમારી છોકરીઓની એક મર્યાદા હોય છે. "
"એ બધી જ મર્યાદા હું જયારે તારા ઘરે આવું ત્યારે નિભાવી. અત્યારે આ મારું ઘર છે. જયા મર્યાદા નામનો કોઈ શબ્દો નથી. અહીં અમે બધા જ આઝાદ છીએ પોતાની મનમાની કરવા. તો પછી તને કયું બંધન રોકી શકે."
"તમારા પ્રેમનું." શુંભમની વાતો સાથે સ્નેહાનો ગુસ્સો પળમાં જ ભુલાઈ ગયો હતો.
"એ બધું છોડ અહીં બેસ તારા માટે એક સ્પરાઈઝ છે. "
"શું.....??"
"કંઈ દેવા તો સ્પરાઈઝ કંઈ રીતે કહેવાય." શુંભમે સ્નેહાની આખો પર પટી બાંધી દીધી ને તેને એક બીજી રૂમમાં લઇ ગયો. જે રૂમ તેમની પોતાની હતી.
સ્નેહાની આંખ પરથી પટી ઉતારી. બે પળ બસ સ્નેહા તે નજારા ને જોઈ રહી. આખી રૂમમાં અંધારું હતું ને બેડ પર એક ખુબસુરત મોમબતી જેવો પ્રકાશ રેલાઈ રહયો હતો. સ્નેહા તે બેડની નજીક ગઈ. તેના હાથના સ્પર્શથી તે પ્રકાશ બુજાઈ ગયો ને તેની અંદરથી એક સુંદર દિલ આકરનું બોકસ નિકળ્યું. સ્નેહાએ તે બોકસને હાથમા લીધું. જે બોકસ ખોલતા જ સ્નેહાનો ચહેરો ખુશીથી જુમી ઉઠયો.
"થેન્કયું સો મચ શુંભમ પણ તમને કંઈ રીતે ખબર પડી કે મને અત્યારે લેપટોપની જરુર છે. "
"તારી જરૂરત મને ના ખબર હોય તો કોને ખબર હોય. આ્ઈ લવ યું."
"આ્ઈ લવ યું ટું શુંભમ.. " સ્નેહાએ તેમને તરત જ ગળે લગાવી દીધો. બે દિલની ધડકન એક બીજાની બાહોમા જ થંભી ગઈ.
શબ્દો રુકી ગયા ને અહેસાસ દિલની અવાજ બની વધારે જોરથી ધબકવા લાગ્યો. સ્નેહા જેટલો શુંભમને સમજતી હતી તેનાથી વધારે તે રોમાન્ટિક હતો. આજ સુધી જે શુંભમે ખાલી સ્નેહાની વાતની રાહ જોઈ બેસી રહેતો તે શુંભમને આમ રોમાન્ટિક મોડમા જોઈ સ્નેહાને ખુશી મહેસુસ થતી હતી. આજે પહેલીવાર તેને એ અહેસાસ થઈ રહયો હતો કે કોઈ છે જે તેને કંઈ કહેવા પહેલાં જ સમજી જાય છે.
આ પ્રેમની પણ એક અજીબ લાગણી છે. જે શબ્દો કરતા વધારે અહેસાસની ભાષા સમજે છે. શુંભમને મળ્યા પછી આજે સ્નેહાને નિરાલી સાથે જે કંઈ બન્યું તે બધા વિચારો વિચરાઈ ગયા. બધાની લાઈફ એક જેવી નથી તે તેને સમજાય રહયું હતું.
"ખરેખર મને વિશ્વાસ નથી આવતો કે તમે મારા કંઈ કહેવા પહેલાં જ મારી વાતને સમજી ગયા. શું ખરેખર તમે મને આટલો પ્રેમ કરો છો..?? " સ્નેહાએ શુંભમ સાથે બેડ પર બેસતા કહયું.
"વિશ્વાસ ના આવતો હોય તો રહેવા દે કેમકે મને મારા પ્રેમ સાબિતી આપતા નથી આવડતું."
"મારે તમારા પ્રેમની સાબિતી નથી જોતી. મારે તો બસ તમે જોઈએ જેવા છો તેવા."
એકબીજાની બાહોમા બેસી શુંભમ અને સ્નેહા એમ જ વાતો કરે જતા હતા. દિલ ધબકતું હતું. પ્રેમનો અહેસાસ ખીલી રહયો હતો ને સ્નેહાએ વાતો વાતોમાં જ શુંભમના હોઠ પર તેમના હોઠ મુકી દીધા. એક અજીબ આકર્ષણ રેલાઈ ગયું ને બંને ફરી એકબીજામા ખોવાઈ ગયા.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમનો આ અજીબ પ્રેમ શું સ્નેહા અને શુંભમની જિંદગીની આમ જ ખુશી બની સાથે રહી શકશે...?? એક અતુટ પ્રેમ હજારો પરીક્ષાઓ પાર કરાવે છે ત્યારે શું આ બંનેના પ્રેમને પણ હજું કોઈ પરીક્ષા પાર આપવી પડશે..???કયારે થશે તેમના લગ્નને આગળની લાઈફ કેવી હશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ."