લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 43 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 43

બીજે દિવસે સ્નેહા ઓફીસ પહોંચી ગઈ તેનો ઘણો સમય થઈ ગયો હતો પણ નિરાલી હજું ઓફિસ નહોતી આવી. સ્નેહાએ તેને ફોન કરવાની ઘણી કોશિશ કરી પણ તે એકપણ કોલ ઉઠાવી નહોતી રહી. તેનું મન વધુ આકુળ વ્યાકુળ થઈ રહયું હતું. તેને સમજાતું ના હતું કે શું થઈ રહયું છે. થોડીવાર એમ જ ઈતજાર કર્યો પછી તેને નિરાલીના ઘરે ફોન કર્યો.

નિરાલી ઘરે જ છે એ જાણીને તેના મનને શાંતિ થઈ. કેટલા દિવસની આ બધી માથાકૂટ પછી તેને તેની જિંદગી આઝાદ કરી તે તેના પપ્પાના ઘરે આવી ગઈ હતી. સ્નેહા ઓફિસમાંથી હાફ ડે લઇ ને સીધી જ નિરાલીના ઘરે ગઈ. સ્નેહાને જોતા જ તેની આખો આસુંથી છલકાઈ ગઈ. સ્નેહાએ તેને ગળે લગાવી દીધીને સાંત્વના આપી.

"બધું જ પુરું થઈ ગયું. મારી જિંદગી, મારો પ્રેમ એકપળમાં બધું વિખેરાઈ ગયું. હું હવે શું કરીશ..???કયાં જાઈ કોને મળી. ઓફિસમાં પણ લોકો મારી વાતો કરશે. હું કોને જવાબ આપી. શું મારા પ્રેમમાં તે સચ્ચાઈ નહીં હોય જે તારા પ્રેમમાં છે..?" સ્નેહાની બાહોમા નિરાલી પોતાના મનને હળવું કરવાની કોશિશ કરી રહી હતી.

"જે થાય તે સારા માટે જ થાય છે. તું તેમા તારી જાતને શું કામ દોષ આપે છે. શાયદ તેના જ નસીબ ખરાબ હશે કે તે તને ના સમજી શકયો. નિરું તારે તે બધું ભુલી આગળ વધવું જ પડશે. હું જાણું છું જેના પર સૌથી વધું વિશ્વાસ હોય તે જ માણસ એવું કરે તો બધું જ ખતમ થઈ જાય છે. પણ એવું નથી જિદગી હજું લાબી છે. આજે સમય ખરાબ છે તો કાલે સારો પણ આવશે. બસ તું હિમ્મત નહીં હારતી. જયા સુધી તું તારી હિમ્મત બની ઊભી રહીશ ત્યાં સુધી તને કોઈ કંઈ નહીં કહી જાય ને રહી વાત લોકોની તો શું કામ તેના વિશે વિચાર છે. જીંદગી આપણી છે તેને આપણે કંઈ રીતે જીવવી તે આપણા પર છે. "

"મને લોકોની વાતની ચિંતા નથી પણ મને એ વાતનું દુઃખ છે કે નિતેશે એકવાર પણ મને રોકવાની કોશિશ ના કરી. શું તેને કયારે મને પ્રેમ કર્યો જ નહીં હોય....!"નિરાલીની લાગણી પ્રેમની ભિનાસ બની તુટી રહી હતી.

"એવું નથી હોતું. સમય માણસને બદલી દેઈ છે. આપણે બસ તે સમયની સાથે શું થાય છે તે જોવાનું છે. " સ્નેહા સમજાવી તો રહી હતી પણ તે જાણતી હતી કે જેની સાથે વિતી હોય તે જ આ દુઃખને મહેસુસ કરી શકે બીજું કોઈ નહીં.

કયાં સુધી સ્નેહા નિરાલી પાસે બેસી રહી તેના મનને હળવું કરવાની કોશિશ કરી રહી હતી. નિરાલી આ એક જ દિવસમાં બદલાઈ ગઈ હતી. તે પહેલાં જેવી નહોતી રહી જે હંમેશા બધી જ વાતો ને મજાક બનાવી ઉડાવી દેતી. કાલની છેલ્લી રાત પછી હવે તે નિતેશને કયારે પણ મળી નહીં શકે. કેમકે, તેની સાથે જે સંબધ હતો તે તુટી ગયો હતો. આ બધું જ આટલી જલદીમા થઈ ગયું કે તે કંઈ સમજી ના શકી. જો કે આ ફેસલો પણ તેનો જ હતો.

આખો દિવસ સ્નેહા નિરાલી સાથે રહી ને પછી રાતે મોડી તે ઘરે ગઈ. નિરાલીની આવી હાલતથી તેનું મન પણ ભારી થઈ ગયું હતું. શુંભમનો કોલ આવ્યો પણ તેમની સાથે આજે તે વધારે વાતો ના કરી શકી. અચાનક જ આ આવતા વળાંકથી ખરેખર જિંદગી બદલાઈ જાય છે. પળમાં જ બધું વિખેરાઈ જાય છે ને પળમાં જ જિંદગી ખુદને બદલી જતી રહે છે.

આ જિંદગીની કેવી રમત છે. જયાં પ્રેમ નામનો શબ્દ જ ચાર દિવસની ચાંદની બની વિખેરાઈ જાય છે. શું પ્રેમ આટલો ખોખલો હશે કે તે એક વ્યકિતની પહેચાન નહીં કરાવી શકતો હોય. જેના માટે બધું જ કુરબાન હોય તેને તેની કદર થવા નથી દેતો.

અહીં વાત ખાલી નિરાલીની નથી. અહીં એવી કેટલા પ્રેમ સાથે જોડાયેલ હકિકત છે કે સાથે ચાલવા બંધાઈ તો છે પણ સાથે ચાલી શકતો નથી. કંઈક પોતાની જિદ, તો કંઈક કોઈનો ઇગો કે પછી કોઈ બીજાની સંગત આ પ્રેમને ખતમ કરી જાય છે. અહીં ખાલી તેનો પ્રેમ સાથે ચાલી શકે છે જેને કુરબાની નામનો શબ્દો ખબર હોય. વિશ્વાસ, લાગણી આ બધું તો પળમાં કયારે ખતમ થઈ જાય છે કોઈ નથી જાણતું. જો કંઈ જાણે છે તો દિલની એક હકિકત જે ક્યારે તુટતી નથી બસ જોડાઈ રહે છે.

શુંભમ સાથે થોડી વાતો પછી સ્નેહા પથારીમાં સુતી. આજે નિંદર કયા આવવાની હતી તેમને. પળ પળ નિરાલીની સાથે જે થયું તે બધું જ સામે આવી થંભી જતું હતું. વિચારો બસ અવિચલ વહી રહયા હતા. 'શું જિંદગીની આ હકિકત હશે..??જે સંબધો જોડે છે પછી તોડે છે. હૈ પ્રભુ આ કેવી રાહ છે જયાં સંબધોને સાથે જિંદગીભર ચાલવા દેવું જ નથી ત્યાં સંબધ શું કામ જોડે છે....?' આખના આસું બની વિચારો તકિયાને ભીજવી રહયા હતા. શાયદ આટલી તકલીફ તેને આટલા વર્ષમાં કયારે પણ અનુભવી નહોતી.

રાત આખી રડવામા જ પુરી થઈ તેમની. સવારના સમયે તે ઊભી થઈ ઘરનું કામ પતાવી ઓફીસ જવા નિકળી. ઓફિસમાં સુનકાર હતો. નિરાલી સિવાય તેની સાથે અહીં વાતો કરવા વાળું કોન હતું. તેમને નિરાલીને ફોન લગાવ્યો.

"નિરું, આવી શકાય એમ હોય તો પ્લીઝ ઓફીસ આવી જા તારું મન હળવું થશે."

"સોરી સ્નેહા હું હવે કયારે પણ ઓફીસ નહીં આવું."

"એવું થોડું હોય. તું લોકોથી ભાગતી આખિર કયાં સુધી રહી ને આમ શું ઘરે બેસી રહી તો બધું ઠીક થઈ જશે એવું તને લાગે છે. "

"મને તે તો નથી ખબર. પણ હું આજે જ મુંબઈ જાવ છું. આ શહેર છોડી હંમેશા માટે. શાયદ ફરી કયારે આવું મને નથી ખબર. "

"વોટ..!! તું આટલી જલદી બધા નિર્ણય શું કામ કરે છે..?? "

""સ્નેહા આ આટલી જલદી નથી. હું મારી જિંદગીમા આગળ વધાવા માગું છું. જો હું અહીં આમ જ બેસી રહી તો શાયદ હું તેની યાદથી દુર નહીં રહી શકું. મારે તેની યાદને ભુલવા એક નવી સફર પર નિકળવું પડશે. મારા સપના મારા પોતાના ખાતર મારે એક નવા રસ્તાને પસંદ કરવો જ પડશે." આટલી જલદી લીધેલ નિરાલીના ફેસલાને સ્નેહાની સમજની બહાર હતા.

"નિરું હું તને રોકતી નથી. પણ તું જે હાલતમાં છે તે હાલતમાં મને નથી લાગતું કે તારે જવું જોઈએ. થોડાક દિવસ પછી જજે."

"આ્ઈ એમ ફાઈન સ્નેહા. તું જ કહે છે ને સમય એક જેવો નથી. તો મારી જિંદગીનો ખરાબ સમય કાલે રાતના આસું બની પુરો થઈ ગયો. હવે મારે એક સારા સમય તરફ ચાલવું છે. તું જાણે છે મને કયારે કોઈ વસ્તુંથી ફરક નથી પડયો તો આજે શું કામ પડે. ને રહી વાત મારી હાલતની તો આ બધા જ ઘાવ તે સપનાની સાથે ભુલાઈ જશે. બસ તું ચિંતા નહીં કરતી. ને હા તારા લગ્નમાં મને ભુલી નહીં જાતી. બાઈ. મારે જવાનો સમય થઈ ગયો છે. " નિરાલી આટલી જલદી બધું ભુલી શકશે તે સ્નેહાને વિશ્વાસ નહોતો આવી રહયો પણ તે જાણતી હતી તેને તે કયારે કોઈ વાત વધું સિરિયલ લેતી જ નથી.

નિરાલીએ આટલું કહી ફોન કર્યો ને સ્નેહાની આખોમાં આસું વરસી ગયા. 'ખબર નહીં તે કેવી માટીની બની છે. આટલું બધું થઈ ગયું છતા પણ તેને જાણે કંઈ ફરક જ ના પડયો. તે કેટલી મક્કમ છે. એકપળ પહેલાં તેની જિંદગી વિખેરાઈ ગઈ ને બીજી જ પળે તે નવી જિંદગીની શરૂઆત કરવા નિકળી ગઈ. ખરેખર નિરું તારા જેવું બનવું બહું મુશકેલ છે.' સ્નેહાના વિચારો ચાલતા જ હતા ત્યાં જ શુંભમનો ફોન આવ્યો ને તેને આખના આસું સાફ કરી ફોન ઉપાડયો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
એકબાજું નિરાલીની જિદગીની વાત છે ને એકબાજું સ્નેહાની જિંદગીની શું ખરેખર નિરાલી માટે એક નવી જિંદગીની રાહ આટલી ઈજી હશે..?? તો સ્નેહાની જિંદગીમા આવું કંઈ બન્યું હોય તૌ તે શું કરે..?? શું તે નિરાલીની જેમ નવી જિંદગી શરૂ કરી શકે કે તેની પાછળ તે હારી ને થાકી જાય..?? સ્નેહાનો આ લાગણી ભર્યો સ્વભાવ શું તેની મુશકેલ પરિસ્થિતિનો સામનો કરવા તત્પર બની શકે....??સ્નેહાની જિંદગીની કાહાની હજું ચાલે છે ત્યારે શું થશે તેની આવનારી જિંદગીમા તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "

રેટ કરો અને રિવ્યુ આપો

Urmila Patel

Urmila Patel 2 વર્ષ પહેલા

BHABHOR JAY

BHABHOR JAY 2 વર્ષ પહેલા

Vaishali

Vaishali 2 વર્ષ પહેલા

Jayshree

Jayshree 2 વર્ષ પહેલા

nihi honey

nihi honey 2 વર્ષ પહેલા