કૃષ્ણ દિવાની અમી અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ દિવાની અમી

કૃષ્ણ હસે છે.....

હાથમાં સુદર્શન લઈને ઉભેલો કૃષ્ણ,
વાંસળી પકડીને અંદરથી ક્યાંક હસે છે,

રાધાને વ્હાલી વાંસળી વગાડતા,
હ્ર્દયમાં આહ ભરે છે, અંદરથી હસે છે.

ભેરુ સંગ ખેલતો, યમુનાનાં કાંઠડે,
ગેડીદડો યાદ કરી, અંદરથી હસે છે,

અક્રૃરજી પધાર્યા, મથુરા લઈ ચાલ્યા,
બધાના સ્નેહને યાદ કરીને, અંદરથી હસે છે.

વસુદેવ, દેવકીને મળ્યા, આનંદ પામ્યા,
નંદ, યશોદાને યાદ કરીને, અંદરથી હસે છે.

ગોપીના હાથનાં, માખણ મિસરી,
બત્રીસ પકવાન છે, અંદરથી હસે છે.

નથી ભુલ્યો ગોકુળ, નહિ વૃંદાવન,
કુંજ ગલીઓની મસ્તી, અંદરથી હસે છે.

દ્વારિકનો રાજા, સુવર્ણ નગરી,
કદમ કેરી ડાળીઓને, અંદરથી હસે છે.

હૃદયની પટરાણી તો રાધા જ છે.
દ્વારકાની રૂકમની, અંદરથી હસે છે.

મૂર્તિમાં જ દેખાય છે એકસાથે,
રાધે કૃષ્ણ નો પ્રેમ છે, અંદરથી હસે છે.

કૃષ્ણ એ પાઠ બનાવ્યો ગીતા રૂપે,
જીવનમાં અપનાવશું ? અંદરથી હસે છે.

""અમી""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

શામળીયા નાં રંગમાં.....


હું તો રંગાઈ શામળિયા તારા રંગમાં,
મહેંદી છે લીલી પણ, તને જોઈ થઈ લાલ,
તારા રંગમાં રંગાઈ, ને હું પણ થઈ લાલ.

હું પણ તડપી તડપીને, પામું તારો રંગ,
મહેંદી પણ પીસાઈ પીસાઈને, બદલે એનો રંગ,
હું તો રંગાઈ શામળિયા તારા રંગમાં.

બરસાનાની રાધાના સંગમાં, હું પણ રંગાઈ,
મહેંદી મૂકે હાથમાં ત્યાં, શામળિયા તારા નામની,
હું તો રંગાઈ શામળિયા તારા રંગમાં.

""અમી'"
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

સ્વપ્ન કૃષ્ણનું......


મેં જોયું મળસ્કે એક સ્વપ્ન,

હું છું કાન્હાની બાંસુરી,
કાન્હા નો હોઠ છે મારો તકિયો,
હાથ છે તેના મારી ગાદી,
આંખ છે દાસીઓ,
પલકો છે પંખો,
નથણી છે છત્ર મારુ,
હું છું તેની પટરાણી,
ભોજન કરે ત્યારે મને કમર પર,
સુઈ જાય ત્યારે સેજ પર રાખે,
કાન્હો મને હમેંશા હોઠ પર રાખે,
કાન્હો આનંદ રસમાં ડુંબાડે,
મારુ પેટ પોલું જ રાખું,
એકલી હોઉં તો મૌન બની જાઉં,
કાન્હા સંગ વૃંદાવન પાગલ બનાવું.

હા, હું છું કાન્હાની બાંસુરી....
કાન્હા સંગ રાસ રમવા ચાલી..

સ્વપ્નું મારુ સાચું પડી ગયું,
કાન્હાએ મને ભવસાગર તારી.

""અમી""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

કૃષ્ણ સંગ અમી......

આજે જોયું અદભુત સ્વપ્ન,
મળ્યું મળવાનું નિમંત્રણ કાન્હા નું,
સરનામું મોકલ્યું,આવી જા તું,
હું રાહ જોઉં છું તારી,
હરખ ઘેલી થઈને નીકળી,
મનમાં ઉમંગ,દિલમાં તડપ,
કાંટાડી કેડીઓ વટાવતી ચાલી,
ન થયો અહેસાસ કાંટાનો,
મળી ગયું સરનામું મને,
દેખાય છે મોર આસપાસ,
ઊંચેથી ધોધ વહે છે,
ત્યાં જ છે ફૂલોનો હિંડોળો,
લલાટ પરની કસ્તુરી મહેક થી,
કાન્હા ની થઈ ખાતરી,
દૈદિપયમાન રૂપ એનું જોઈ,
અંતર થયું ઉઝળું,
અશ્રુ ની ધારા વહી રહી,
દિલમાં મુઝને સમાવી,
મુઝ સંગ બેઠો, ફૂલ કેરા હિંડોળે,
વાંસળી મધુર રેલાવી,
વાંસળી ના સુરમાં થઈ હું ગુલતાન,
ફરી ફરી ને મળીશું, વચનબદ્ધ થયો કાન્હો
રાધા એની વાટ જુવે, મુજ સમ દીવાની.

'"અમી'''


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

માધવ નથી મધુવનમાં....

માધવ ક્યાંય નથી મધુવન માં, બાવરી બની ઘૂમે,
મધુવન લાગે જાણે અજાણ્યુ, દરેક ખૂણો કણસે,

શ્યામ સુંદર નું મુખ નિહારવા, ગોપીઓ આજે તરસે,
વાટ નિરખતી રસ્તે દોડતી, અજાણ્યો પથ ના ખૂટશે.

મધુવનની ગલીઓ સુની, મોરલી મનોહર વિના અધૂરી,
અજાણ્યો સાદ પડે તો સાંભરે,સ્વરમાધુર્ય ની સુરાવલી.

મધુવનમાં મોરલો ન ટહુકે, લતાઓ છે આજ કરમાઈ,
અજાણ્યો થયો માધવ આજે,દિલમાં જઈને પધાર્યો.

""અમી""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ઇશ્વર છે આસપાસ....

ઇશ્વર છે આસપાસ,
દેખાતો નથી મુજ નજરથી.

રહે છે મારાં શ્વાસમાં હર ક્ષણ,
મનથી, અનુભવાતું નથી એક પળ.

કરાવે અનુભૂતિની પરાકાષ્ટા,
દિલ છે, બીજાનાં પ્રેમમાં મસ્તાન.

ઇશ્વર વિચારે કે કેવો છે ઇન્સાન ?
આપ્યું તે મન માકડું, મનમાં ન આવે તું.

""અમી'"

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸