ગુડ અને બેડ.. અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુડ અને બેડ..

ગુડ અને બેડ..

મમ્મા, સાંતા હવે ક્યારે આવશે ?
બચ્ચા, હવે એક વર્ષ પછી ? તો આખો વર્ષ ગિફ્ટ નહીં મળે મને ?
મળશે ને કેમ નહીં મળે ? અમે આપીશું ગિફ્ટ તને તારી જરૂરિયાત મુજબ, બીજી ગિફ્ટ સાંતા આપશે ક્રિસમસ પર.
મમ્મા, મને વધારે ગિફ્ટ જોઈએ તો હું સાંતાને કેવી રીતે કહું ? મને આ વર્ષે વધારે ગિફ્ટ જોઈએ, હું હવે બિગ થઈ ગયો.
તું ગુડ( Good ) કામ વધારે કરીશ તો વધારે ગિફ્ટ મળશે.
બચ્ચાં, જો આખા વર્ષ દરમ્યાન તે કેટલાં ગુડ કામ કર્યા અને કેટલાં બેડ (Bed ) કામ કર્યા તે લખવાના.
કાલથી રોજ એક ડાયરી બનાવવાની અને તેમાં બે વિભાગ પાડવાના ગુડ- બેડ.
ગુડ કે બેડ કેવી રીતે ખબર પડે મમ્મા ?
તું મારી પાસે બેસજે, મને કામની સૂચિ બતાવાની એક પછી એક, હું તને સમજાવીશ ગુડ કે બેડ. તારે એ પ્રમાણે લખવાનું.
ઓકે મમ્મા !!
આજે તે સવારે ઉઠીને બ્રશ કર્યું, શાવર લીધો, બ્રેકફાસ્ટ કર્યો બરાબર ??
બ્રશ, શાવર ગુડ કામ,
તો બ્રેકફાસ્ટ પણ મેં કર્યોને ?
હા, કર્યો પણ પ્લેટમાં અડધો રાખ્યો ને ?
બેડ કામ કહેવાય.

લોકોને ખાવા માટે અન્ન મળતું નથી. તું બગાડ કરે આપણે એને નાંખી દેવું પડે. જે અન્ન પકવે છે કિસાન, કેટલી મહેનતથી ઉગાડે, આપણે એનું અપમાન કર્યું કહેવાય. અન્ન તો અન્નપૂર્ણા દેવી કહેવાય. નમસ્કાર કરીને તું જમે છે, જમીને ઉઠ્યા પછી પણ તું આભાર માને છે. પણ પ્લેટમાં તું રાખી મૂકે એના કરતાં તું થોડું થોડું લઈને જમ. કાલથી વાત ધ્યાન રાખજે તો ગુડ કામ કહેવાશે.

બચ્ચાંઓને નાનાં હોય ત્યારથી નાની વાતો આખા દિવસ દરમ્યાનની સમજાવવામાં આવે નાનપણથી તો ગુડ અને બેડ ની વહેલી ખબર પડી જાય. અને બેડ કામ કરતાં ખચકાય.
નાની નાની શીખામણો બાળક સ્વીકારી પણ લે છે. અમલમાં જલ્દી મૂકે છે.

વર્ષ દરમ્યાન કોઈ બેડ કામ કર્યું હોય પણ સમજાવટથી અને ગિફ્ટની લાલચમાં ફરક સમજાય છે. ગુડ કામનું લિસ્ટ મોટું થતું જાય છે. માં બાપ ગિફ્ટનો ખડકલો કરે છે ક્રિસમસ પર. બાળક સમજે સાંતા થેલો ભરીને મને ગિફ્ટ આપી ગયા. રમત રમતમાં માં - બાપ બાળકોને મોટી શીખ આપી શકે છે. દરેક બાળક નાનું હોય ત્યારથી સમજ આપવી પણ એટલી જરૂરી છે. શું સારું અને શું ખરાબ ??

વડીલો જેવું વર્તન કરે છે એવું જ બાળકો તેમનું જોઈને શીખે છે. બાળક આઠ વર્ષનું થાય ત્યાં સુધી કહે છે કે જેટલા સંસ્કાર મળે એટલા મોટા થઈને એ દીપાવે છે, માટે બાળક નાનું હોય ત્યારથી એને જીવન જીવવા માટે જે જરૂરી બાબતો હોય તે શિખવાડવું પડે છે. બાળકને શિસ્ત શીખવાડવી બહુ જરૂરી છે જીવનમાં જેટલી શિસ્ત અને નિયમિતતા હશે એટલું જ બાળક આગળ જતા સમય સાથે ચાલતા શીખશે. જે એના જીવનના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે.

તો બેટા તું આ બધી વાતોનું ધ્યાન રાખીશ તો જીવનમાં ક્યારેય પાછો નહી પડું. તારાં સ્વપ્નાં પૂરા કરવા માટે તારે પણ મહેનત કરવી પડે ને !! તો જેટલા ગુડ કાર્યો થશે એટલો તું ફાયદામાં, સાચું ને !!!

મમ્મા હવે તમે કહેશો એમ કરીશ, એટલે ગુડ બુકમાં મારા કાર્યો વધારીશ, હું તમને હંમેશા ખુશ કરીશ તમે મને દિશા બતાવતા રહેજો, મારી સાથે જ રહેજો. તો મને શાંતા વધારે ગિફ્ટ આપશેે, તમે છોો ને મારી સાથે!!

ચાલો દોસ્તો આજથીજ શીખ આપવાનું શરૂ કરીએ ??

"'અમી''