લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 42 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 42

વિચારોએ એક દિશા વધું પકડી લીધી હતી. બારી પરથી આવતા ઠંડા પવનની લહેરોની સાથે જ વિચારો વધું ગતિએ ભાગી રહયા હતા. 'શું કોઈના પરનો વિશ્વાસ છેલ્લે આ પરિણામ લઇ ને આવે છે....!!!!શું શુંભમને પણ કંઈક આવી કોઈ લત તો નહીં હોય ને..!!ના તે એવો નથી. તો જીજું પણ એવા કયાં હતા....!!આટલા સમયથી હું તેને ઓળખું છું તેના વિચારો, તેની વાતો પરથી તો કયારે પણ એવું કંઈ ના લાગ્યું. ને આમ અચાનક જ તેને શું થયું કે તે ડ્રગ્સનો બિઝનેસ..!!!!શું ખબર તે પહેલાંથી જ કરતા હોય પણ નિરુંને તે વાતની જાણ ના હોય.' ચાલતી બસની સાથે સ્નેહાના વિચારો બસ એમ જ વહી રહયા હતા.

નિરાલીને સમજાવી તેને ઘરે મોકલી તે બસમાં બેસી ગઈ. પણ તેના જ વિશ્વાસની દિશા બદલાઈ રહી હતી. કોઈ શું કામ કોઈના વિશ્વાસ ને તોડી દેતું હશે...! તેને કંઈ સમજાય નહોતું રહયું કે તે નિરાલીની મદદ કંઈ રીતે કરે. નિરાલી આજે જ વકિલ પાસે જ્ઈ ડિવોઝ પેપર તૈયાર કરવાની હતી. પણ સ્નેહાના કહેવા પર તે એક દિવસ માટે રુકી ગઈ. મન વિચલિત થઈ રહયું હતું. તે નિતેશને સારી રીતે જાણે છે પણ તેની સાથે આ વિષય પર વાત કરવી..!!મન કંઈ જ સમજી નહોતું રહયું.

કેટલા વિચારો પછી સ્નેહાએ નિતેશને ફોન કરવાનું વિચાર કરી તેમને નિતેશને ફોન કર્યો. "જીજું પ્લીઝ બે મિનિટ મારી સાથે વાત કરી શકશો...??"

"જો સ્નેહા આ મારી અને નિરાલીની વાત છે. તું તેમા ના પડ તો વધારે સારું."

"તમે બધું જ સમજો છતાં પણ એવું શું કામ થવા દો છો. નિરું તમારાથી હંમેશા માટે દુર થવાનું વિચારે છે. શું તમે તેના વગર રહી શકશો...??"

"મે તેને કંઈ નથી કિધું. જો તેને જ મારાથી અલગ થવુંં છે તો હું તેને જબરદસ્તી બાંધી ના શકું. ને રહી વાત તેના વગર રહેવાની તો કોઈ બીજું મળી જશે મને." નિતેશના આટલા જ શબ્દો સ્નેહાના આખના આસું બની ગયા.

તે સામે આર્ગ્યુમેન્ટ ના કરી શકી કંઈ પણ. તેને કંઈ સમજાવી પણ ના શકી. તેને ફોન કટ કરી દીધો. પ્રેમ. શું પ્રેમ ખાલી જરૂરત પુરી કરવા માટે જ હોય છે...??જરુર પુરી પ્રેમ પુરો. સાચું કહેતી હતી નિરું કે છોકરાઓ ખાલી જિસ્મના ભુખ્યા હોય છે. કંઈક શુંભમ પણ...!!આ વિચાર સાથે જ ફરી તેનો અવાજ ચુપ થઈ ગયો. તે ખરેખર સમજી નહોતી શકતી કે શું થઈ રહયું છે.

નિરાલીની ખુશી પળમા જ વિખેરાઈ જવાની હતી ને તેની ફેન્ડ ખાતર તે કંઇ જ ના કરી શકે તે બાબતનો તેને અફસોસ હતો. વિચારો હજું એમ જ હતા ને તે ઘરે પહોંચી. ઘરે પહોંચતા સુધીમાં આઠ જેવું થઈ ગયું હતું. તેમની મમ્મીએ જમવાનું તૈયાર કરી રાખ્યું હતું. પણ, તેનું મન નહોતું આજે જમવાનું. તે ઘરે આવી એમ ચુપ બેસી ગઈ. તેને ચુપ જોઈ તેની મમ્મીએ તરત જ પુછ્યું.

"સ્નેહા, શું થયું....?"

"મમ્મી, નિરું છુટાછેટા કરી રહી છે તેમના પતિ સાથે." જે કંઈ હતું તે બધું જ તેના મમ્મીને સ્નેહાએ વાત કરી દીધી.

"મા-બાપ વગરના સંબધો જોડે તેનું પરિણામ છેલ્લે આવું જ હોય છે. એમ જ સો ઘરે પુછી સંબધો નથી થતા. પરિવાર વાળા કોઈ એમ જ પોતાની દિકરીને ખાડામાં નથી નાખી દેતા. આજુબાજુની સોસાયટી, ઘરના લોકો, છોકરો બધું જોઈએ ને સંબધ થાય છે. બે શબ્દો સારા શું બોલી દીધા તે મને ગમવા લાગ્યો ને તેની સાથે સાત ફેરા ફરી લીધા. તેમા પણ કેટલા નિમયો હોય છે પણ આજ કાલના છોકરા-છોકરીને કયાં કંઈ જોવું છે. જયારે મન થયું સંબધ જોડો ને જયારે મન થયું તેની સાથે છુટા છેટા કરી દીધા. હવે શું તે બીજાને ગોતશે પછી બીજાને પણ..." તેના મમ્મીના અધુરા વાકય સાથે જ સ્નેહાના આખના આસું વરસી ગયા. તે કંઈ બોલી ના શકી કેમકે શાયદ આ બધું તેની જિંદગી સાથે પણ જોડાયેલ છે.

"છુટાછેડા કરી દીધા કે હજું બાકી છે...?? " ફરી એકવાર તેના મમ્મીએ પુછ્યું

"બાકી છે કાલે થશે..."

"તારી ફેન્ડ છે તેને સમજાવ પતિ ગમે તેવો હોય જિંદગી તેની સાથે જ જિવવાની હોય છે. આપણા ભાગ્યમા હોય તે જ થાય."

"મમ્મી તમે કયારે નહીં બદલો. શું આ બધું તમારી છોકરી સાથે થયું હોત ત્યારે પણ શું તમે તે જ કહત જે આજે નિરું વિશે કહયું...?"

સ્નેહાના મમ્મી સ્નેહાના શબ્દો સાથે ચુપ થઈ ગયા ને સ્નેહા પણ કંઈ ના બોલીને ચુપ રહી બસ બેસી રહી. નવ વાગ્યે તેમના પપ્પા અને ભાઈ આવી ગયા એટલે બધા સાથે જમવા બેઠા ને સ્નેહા થોડું જમી ઊભી થઈ ગઈ. તે તેના પપ્પા સામે વાત નહોતી લાવવા માગતી એટલે તે એકદમ જ નોર્બલ બિહેયવ કરી બેઠી રહી. કામ પુરુ થતા જ શુંભમનો ફોન આવ્યો. મન તો નહોતું તેની સાથે વાત કરવાનું. પણ વાત ના કરે તો શુંભમને ટેશન થાય એટલે તેને કોલ ઉઠાવ્યો ને વાત કરવા લાગી.

"કંઈ થયું છે તને...?? હું સવારથી તારી સાથે વાત કરવાની કોશિશ કરું છું. તું વાત તો કરે છે પણ તારું મન કંઈક બીજે જ હોય તેવું લાગે છે. "

"એવું કંઈ નથી."

"સ્નેહા એટલો હું તને હવે જાણું છું કે તારા અવાજ પરથી તારી ખામોશીને ઓળખી શકું. શું થયું છે તને..? "

"મને કંઈ નથી થયું નિરુંની ચિંતા થાય છે. શું પ્રેમ ખાલી આટલા જ વિશ્વાસ સાથે ટકેલો હોય છે..?? કેટલા સપના, કેટલા અરમાનો બધું પળમાં ખતમ થઈ જાય ત્યારે શું કરવાનું...?? શું કોઈને અનહદ પ્રેમ કરવાની આ સજા હોય છે...??શું તેની સાથે આજે આ બધું થયું તો તેનો પ્રેમ ખોખલો કે પછી તેને પોતાની રીતે આઝાદ જિંદગી જીવવાનો વિચાર કર્યો એટલે લોકો તેની વાતો કરે...?"

"એકસ્યુલી શું થયું છે તેની સાથે...??" જે કંઈ હતું તે બધું સ્નેહાએ શુંભમને કહી દીધું. થોડીવાર એમ જ ચુપ રહયા પછી શુંભમે કહયું

"નિરાલીએ જે વિચારે છે તે પ્રરફેકટ છે સ્નેહા. તું તેને ના રોકતી. કેમકે દરેક સંબધની એક કડી હોય છે જો તેનો પતિ જ બદલવા નથી માગતો તો પછી તેને તેના હાલ પર મુકી દેવો જોઈએ."

"પણ શુંભમ તેની સાથે નિરુંની જિંદગી જોડાયેલ છે. "

"હા પણ કયારેક પોતાના સારા ભવિષ્ય માટે આ બધું વિચારવું જરુરી છે. જો તે ખરેખર નિરાલીને પ્રેમ કરતો હશે તો તે તેને રોકવાની કોશિશ કરશે નહીંતર પછી એમ જ સમજવાનું કે આ પ્રેમ નહોતો એક ખાલી જરૂરત હતી જે પુરી થઈ."

"તો શું બધા સંબધ ખાલી જરૂરત પુરતી જ હોય છે..?? " સ્નેહાના સવાલ પર શુંભમનો અવાજ બંધ થઈ ગયો. તે કંઈ જવાબ ના આપી શકયો. તેના વિચારો પણ સ્નેહાના વિચારો સાથે જોડાઈ ગયા ને બંને બાજું ખામોશી પથરાઈ ગઈ.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
નિરાલીની જિંદગી આ અજીબ પળ શું સ્નેહાની જિંદગી પણ કંઈ ખલેલ બનશે..?? શું ખરેખર આ સંબધ તુટી જશે કે એક બીજાના પ્રેમની જિદ થશે..?? શું થશે નિરાલીની જિંદગીમા..?? શું સ્નેહા આ સંબધને તુટતા બચાવી શકશે...??શું નિરાલીના સંબધને કારણે તેના વિચારો પણ પ્રેમને કમજોર કરી દેશે..?? શું થશે સ્નેહાની આ સફર જિંદગીમા તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ

રેટ કરો અને રિવ્યુ આપો

Vaishali

Vaishali 2 વર્ષ પહેલા

Kinial

Kinial 2 વર્ષ પહેલા

અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi
Swati

Swati 2 વર્ષ પહેલા

Keval

Keval 2 વર્ષ પહેલા