lagni bhino prem no ahesas - 41 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 41

સાંજના પાંચ વાગ્યે ઓફિસેથી બહાર નિકળી ઉધના ચાર રસ્તા પર આવેલ નાસ્તા સેન્ટરમાં નિરાલી અને સ્નેહા નાસ્તાની સાથે વાતો કરી રહી હતી. નિરાલી આટલા દિવસથી જે ચાલી રહયું છે તે બધી જ વાત સ્નેહાને વિગતવાર જણાવાની કોશિશ કરી રહી હતી. તેના ખામોશ ચહેરો કોઈ ઊંડા ધાવ વાગ્યો હોય તેવું બતાવી રહયો હતો.

"હું ને નિતેશ તે રાતે મુવી જોઈ ઘરે આવી રહયા હતા ત્યારે રસ્તામાં જ અમને તેની એક જુની ફેન્ડ મળી. અમે તેની સાથે બેસી થોડીવાર વાતો કરી પછી હું ને નિતેશ ત્યાથી ઊભા થવા જ્ઈ રહયા હતા ત્યાં જ તેમને નિતેશના હાથમાં કંઈ આપ્યું ને નિતેશે ફટાફટ તે પેકેટ ખિસ્સામાં મુકી દીધું. મે પુછ્યું શું છે તો નિતેશે કંઈ નહીં ઓફિસના કામની વસ્તું છે કહી વાતને બદલી દીધી. તે પહેલાં મે નિતેશને કયારે કંઈ છુપાવતા નહોતો જોયો એટલે મને ત્યારે જ થોડી ગડબડ લાગી. પણ મે તે વિશે વધારે કંઈ ના પુછયું ને અમે ઘરે આવ્યા."

"રાત ઘણી થઈ ગઈ હતી ને અમે આવતા જ સીધા રૂમમાં સુવા ગયાં. કપડાં બદલી નિતેશ સીધો જ બેડ પર જ્ઈ સુઈ ગયો. પણ મને નિંદર ના આવી. મારું મન કંઈક ગલત થઈ રહયું છે તેનું સંકેત આપી રહયું હતું. હું તેના પર શક તો ના કરી શકું છતાં પણ મને તે જોવાનું મન થઈ આવ્યું. જયાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તેના ખિસ્સામાંથી નિતેશ કયારે પણ કંઈ નથી કાઠતો ને તે દિવસે મે તેનો ખિસ્સો જોયો તો તેમા તે પેકેટ ના હતું. " નિરાલીની વાત હજું શરૂ જ હતી ત્યાં જ સ્નેહાના ફોન પર શુંભમનો ફોન આવ્યો.

"તું વાત કરી લે હું નાસ્તો મંગાવી લવ." નિરાલી ઊભી થઈ નાસ્તો લેવા ગઈ ને સ્નેહાએ શુંભમનો ફોન ઉપાડયો

"આપણે રાતે વાત કરીશું અત્યારે નિરું સાથે છું." આટલું જ કહી સ્નેહાએ ફોન કટ કર્યો ને તે નિરાલીની વાત વિશે વિચારવા લાગી. ત્યાં જ નિરાલી નાસ્તો લઇ આવી ગઈ.

"આટલી જલદી તારી વાત થઈ પણ ગઈ..?" નિરાલીએ ટેબલ પર બેસતા પુછ્યું.

"નિરું તને ખરેખર એવું લાગે છે કે જીજું તારાથી કંઈ છુપાવતા હોય તેવું...??" નિરાલીની વાતનો જવાબ ના દેતા સ્નેહાએ તેની ઉલજ્જન પુછી લીધી

"છુપાવાની વાત તો દુર મને તો એ પણ નહોતી ખબર કે નિતેશ કેટલા વર્ષથી ડ્રગ્સ નો ઘંધો કરે છે. "

"વોટ ડ્રગ્સ ....??" સ્નેહાને જાણે જટકો જ લાગ્યો હોય તેમ તે શોક બની ગઈ.

"હા. તે દિવસે જ મને તેના પર શક થયો એટલે મે જાણવાની કોશિશ કરી. તે દિવસ પછી રોજ મને કંઈક નવું જાણવા મળતું. હું નિતેશ સાથે આ વિશે ચર્ચા ના કરી શકી. કારણ મને તેના પર આંધળો વિશ્વાસ હતો તે તું જાણે છે. "

"હા. બટ તને ખબર કંઈ રીતે પડી આ વાતની...?"

"એક દિવસ તેની ફેન્ડનો નિતેશ પર ફોન આવ્યો ને ત્યારે એકઝેટ નિતેશ ફોન ભુલી બહાર જતા રહયા હતા ને મે ફોન ઉપાડયો. તેની ફેન્ડને ખબર નહોતી કે હું તેની સામે છું. તેને નિતેશ સમજી તેની આ ડિલ વિશે બધી જ વાત કરી દીધી. હું તેમને કંઈ પુછી ના શકી. પણ, મારા હાથમાંથી ફોન પડી ગયો. સ્નેહા તું વિશ્વાસ નહીં કરી શકે હું ત્યારે કંઈ હાલતમાં ઊભી હતી. " આટલું જ કહેતા નિરાલીની આખો આસુંથી છલકાઈ ગઈ.

"તને કોઈ ગલતફેમી થઈ હશે તારે એકવાર જીજું સાથે વાત કરી લેવી જોઈએ. "

"કેવી ગલતફેમી જયારે નિતેશે ખુદ કબુલ કરી. તને શું લાગે કે હું એમ જ કોઈ પર વિશ્વાસ કરી લવ એમ. નહીં સ્નેહા એકપળ માટે ત્યારે હું ભલે તુટી ગઈ હતી. પણ મે મારા વિશ્વાસને તુટવા નહોતો દીધો."

"તો પછી શું થયું...?? "

"બે ત્રણ દિવસ તો હું કંઈ જ ના બોલી ને તે દિવસે મે તેની ફેન્ડનો આવેલો કોલ પણ ડિલિટ કરી દીધો ને તેની સાથે શું વાત થઈ તે વિશે કંઈ ચર્ચા ના કરી. આ ડિલ ખાલી ત્રણ દિવસ પુરતી જ હતી ને હું ઈચ્છતી હતી કે આ ડિલ કેન્સલ થાય. ને મારા વિચારો મુંજબ જ બધું થયું. ડિલ કેન્સલ થઈ એટલે નિતેશનો ગુસ્સો મારા પર આવ્યો ને હું એ જ ઇચ્છતી હતી. તેને ગુસ્સામાં બધું જ કબુલ કરી દીધું. તે દિવસે એ ખુદ ડ્રગ્સ લઇ ને આવ્યો હતો. જો કે આજ પહેલાં તેમને એવું કયારે નહોતું કર્યું. પણ, તે દિવસે પહેલીવાર ડ્રગ્સ લીધો ને મારી હાથ ઉપાડયો." નિરાલીની વાત સાંભળી સ્નેહાની આખમાં પણ આસું આવી ગયા.

"આ્ઈ એમ સોરી નિરું મને નહોતી ખબર કે તું આટલી બધી પરેશાન છો. "

"નો સ્નેહા શાયદ મારી જિંદગીની આ જ કહાની હશે. હું તેને કયારે છોડવા નહોતી માગતી પણ હવે હું તેમની સાથે વધારે સમય નહીં રહી શકું. "

"તે તને પ્રેમ કરે છે. જો તું તેને એમ જ આવી હાલતમાં છોડી જતી રહીશ તો તે શાયદ વધારે બગડી જશે. પ્લીઝ એકવાર તું જીજું ને સમજાવ ને તેને આ બધા કામથી દુર કર. તે તારી વાત સમજી જશે. "

"સ્નેહા હું એક મહિનાથી તેને સમજાવી રહી છું. હું તેના વર્તનથી નારાજ નથી. પણ તે હદથી વધારે બગડતો જાય છે જે હવે મારા હાથમાં નથી. જો તેને સુધરવું જ નથી તો પછી હું તેની જિંદગીમા વધારે દખલગીરી નથી કરવા માગતી. પ્લીઝ તું મને રોકવાની કોશિશ નહીં કરતી. મે આ ફેસલો બહું વિચારીને લીધો છે. "

"આ વાત તારા ઘરે ખબર છે..?? "

"હા. કાલે મે બધાને ઘરે ભેગા કરી આ વાત કરી દીધી છે. બધાએ આ વાતનું સમર્થન કર્યું છે. "

"ને જીજું..!!તે પણ તારી વાત સાથે સહમત છે..?? "

"તેને જ તો મને કિધું હતું કે તારે મારી સાથે રહેવું હોય તો રહે. હું આ ઘંધો કયારે બંધ નહીં કરું. તો પછી મારે જ વિચારવાનું રહયું કે મારે શું કરવું. શાયદ મારા માટે મુશકેલ હશે આ બધું પણ જો આજે હું કોઈ ફેસલો નહીં લવ તો આખી જિંદગી મારે એક એવા વ્યક્તિ સાથે જીવવું પડશે જેનું ભવિષ્ય છેલ્લે જેલ હોય." નિરાલીના આંખના આસું થંભી ગયા હતા પણ તેનું હદય લાગણીવગરનું શુન્ય બનતું જ્ઈ રહયું હતું.

સમય વાતોમાં ઘણો પુરો થઈ ગયો હતો ને સ્નેહાને ઘરે જવાનો સમય પણ થઈ ગયો હતો. નિરાલીનું ઘર તો નજીકમાં જ હતું પણ સ્નેહાનું ઘરનો રસ્તો થોડો દુર હતો. તે નિરાલીને આ હાલતમાં મુકી જવા નહોતી માગતી એટલે તેમને ઘરે ફોન કરી દીધો કે તે નિરાલીની સાથે છે તેને આવતા થોડું મોડું થઈ જશે.

"શાયદ મે ત્યારે મમ્મી-પપ્પાની વાત માની લીધી હોત તો આજે આ હાલત ના હોત." નિરાલીના શબ્દોમા અફસોસ હતો. તેને શાયદ તેના લવ મેરેજ સાથે આજે નફરત થઈ રહી હતી.

વિશ્વાસ, પ્રેમ બધું જ એકબાજું રહી ગયું ને જિંદગી એક નવી જ રમત રમવા માટે આવી ગઈ જે કયારે નિરાલીએ સપને પણ વિચાર્યું ના હતું. તેની ખામોશી તેની તકલીફને સ્નેહા સમજી શકતી હતી. કેટલા સપના, કેટલા અરમાનો બધું પળમાં વિખેરાઈ ગયું ને એક અતુટ વિશ્વાસ કંઈ વિચાર્યા પહેલા જ પુરો થઈ રહયો છે.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
જિંદગીની આ રમત પણ અજીબ છે કયારે શું થાય છે કોઈ નથી વિચારી શકતું. નિરાલીની સાથે અચાનક જ આટલું બધું બની ગયું જેની જાણ સ્નેહાને જયારે આજે ખબર પડી ત્યારે શું તેનો વિશ્વાસ પણ ડગમગવા લાગશે..?? શું કોઈને પ્રેમ કરી તેના પર વિશ્વાસ કરવો ગલત છે..?? જો તે ગલત નથી તો તો કોઈ તેનો વિશ્વાસ શું કામ તોડે છે..?? શું પ્રેમ આટલો ખોખલો અને ખામોશ છે કે કોઈ એક વ્યકિત તેને તોડી દેઈ ને બીજો તુટી જાય...?? નિરાલીની જિંદગીની આ ખરાબ પળ સ્નેહાની જિંદગીમા શું અસર કરશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED