રસ્તામાં ચાલતા વાહોનાની ભીડ વચ્ચે શુંભમની ગાડી હાઈસ્પિડમા ભાગી રહી હતી. સુરતથી તેને નિકળે એક કલાક જેવો સમય થઈ ગયો હતો. તેની સાથે તેના બે ફેન્ડ પણ હતા. ધીમું ધીમું મ્યુઝિક વાગી રહયું હતું ને દોસ્તો સાથે મજાક મસ્તી પણ ચાલતી જ હતી.
રાતના અગિયાર વાગી ગયા હતા. સ્નેહાએ ઓલરેડી પહેલાથી જ થોડો સમય થોડો સમય કરી લેટ કરાવી દીધું હતું. પણ તે બદલામાં જે આપ્યું હતું તે આ સમય કરતા વધારે કિમતી હતું. પાછળની સીટ પર બેસી શુંભમ એકલો એકલો એમ જ સ્નેહાની તસ્વીર જોઈ મલકાઈ રહયો હતો. થોડીક્ષણ પહેલાંની યાદ ફરી મનમા તાજી થઈ રહી હતી.
"ફરી આપણી મુલાકાત આમ કયારે થશે..??થોડો સમય હજું સાથે રહેવા મળ્યું હોત તો શુંભમ..! પણ તમને તો જવાની કેટલી જલદી થઈ રહી છે." ડુંમસથી થોડે દુર આવેલ એક હોટલમાં બંને બેઠા હતા ને જમવાની સાથે તેમની વાતો પણ ચાલતી જ હતી.
"તારા પપ્પાને પુછી જો તે મને ઘર જમાઈ રાખશે...??તો હું આજથી જ અહીં રોકાઈ જાવ." શુંભમે મજાક કરતા કહયું
"તમને મારા ઘરે રહેવું ગમશે..?? "
"અરે કેમ ના ગમે..!! તું સાથે હોય તો મને બધી જ જગ્યાએ ચાલે બસ તું સાથે હોવી જોઈએ."
"એટલે તો કહું છું આજનો દિવસ રોકાઈ જાવ એમ."
"તું કયારે આવે છે અમદાવાદ...??ચલની આજે મારી સાથે. આવતા રવિવારે મુકી જવા."
"પાગલ છો તમે..??બટ તમારો આ્ઈડિયા સારો છે. એક કામ કરો તમે મને મુકવા આવો ત્યારે પપ્પાને આ વાત કરજો. જો પપ્પા હા કહે તો એક અઠવાડિયું શું આખો મહિનો તમારી સાથે રહેવા આવી જાવ. "
"પાકું...!!!પછી તારી જોબ...??? "
"તેનું કોઈ ટેશન નથી મને. બસ તમે એકવાર વાત તો કરો.. "
"ના રહેવા દે. ખોટા સમાજના નિયમોને તોડવા કરતા જે છે તે ચાલવા દે. "
"ખબર જ હતી મને તમે ડરપોક છો.." મજાક મસ્તીનો ડોર વચ્ચે બંનેની વાતો એમ જ ચાલતી રહી જ્યાં સુધી જમવાનું પુરું ના થયું.
આ બધી જ વાત શુંભમની યાદ બની તેને હસાવી રહી હતી. આ એક દિવસ કેમ પુરો થયો સ્નેહા સાથે ખબર જ ના રહી. સ્નેહાની પણ ઘરે આ જ હાલત હતી. જે દિવસનો હંમેશા ઈતજાર કર્યો હતો તે પળ આવી ને જતી પણ રહી. મેસેજમા વાતો અત્યારે પણ શરૂ જ હતી બંનેની.
સવારે વહેલા જાગ્યા હતા બધા એટલે થાક ના કારણે બધા જ ઘરે વહેલા સુઈ ગયા. પણ, સ્નેહાને હજું નિંદર નહોતી આવી રહી. શુંભમ તેમના દિલની સાથે સ્નેહાની નિંદર પણ લઇ લીધી હતી. આમેય દિલ પ્રેમમાં પડયા પછી બધું ભુલવા જ લાગે છે આ તો ખાલી નિંદર હતી.
શરીરમાં થાક હતો છતાં પણ વાતો વગર થાકે થઈ રહી હતી. વાતો વાતોમાં સ્નેહાની આંખ કયારે લાગી ગઈ તે ખબર ના પડી ને સવાર વહેલું થયું. કેટલા દિવસ પછી સ્નેહા આજે ઓફિસ જવા માટે નિકળી. તે જાણતી હતી બધા જ પાર્ટી માગશે એટલે તેને રસ્તામાંથી જ મીઠાઈ લઇ લીધી ને તે ઓફિસે પહોંચી.
શુંભમ રાતે ત્રણ વાગ્યે ઘરે પહોચ્યો હતો એટલે હજું તે સુતો જ હતો. દુકાને જવાનો સમય થઈ રહયો હતો પણ કાલ આખા દિવસનો થાક તેને પથારીમાંથી ઊભો થવા નહોતો દેતો. બપોરના બાર વાગ્યે તેની નિંદર ખુલી ને તે તૈયાર થઈ તેમના પપ્પાનું ટીફિન લઇ એક વાગ્યે દુકાને પહોચ્યા.
આખી ઓફિસમાં સ્નેહાએ તેમની સંગાઈની ખુશીની મીઠાઈ વહેંચી. બપોર સુધીનો સમય તો સ્નેહાનો બસ બંધાઈ અને મીઠાઈ સાથે જ પુરો થઈ ગયો. લંચ સમયે તે નિરાલી સાથે બેસી વાતો કરી રહી હતી ત્યાં જ શુંભમનો ફોન આવ્યો. થોડીવાર વાતો કરી ત્યાં તો તેમનો લંચ સમય પણ પુરો થઈ ગયો. જે રોજ લંચ સમય નિરાલી સાથે વાતો કરવામાં મશગુલ રહેતી તે આજે શુંભમની સાથે વાતોમાં ખોવાઈ રહી હતી.
"સ્નેહા, આ બધું નહીં ચાલે. જો તારે લંચ સમયે શુંભમ સાથે વાત કરવી હોય તો કાલથી તું એકલી જ લંચ કરજે. " નિરાલીએ ગુચ્ચે થતા કહયું
"સોરી યાર. પણ તું આટલી બધી સિરિયસ કેમ થાય છે. તેનો ફોન આવ્યો તો શું એમ કહું કે અમારે લંચ સમય ચાલે છે વાતો નહીં થાય એમ..!!" સ્નેહાએ એમ જ કહી દીધું ત્યાં નિરાલીની આંખમાં આસું આવી ગયા.
"હા તો લંચ સમય આપણા બંને વચ્ચેનો છે જો તેમા કોઈ ત્રીજું આવે તો મને ના ભાવે." નિરાલીનો ભાવુક થઈ ગયેલો અવાજ શાયદ હજું સ્નેહાની સમજની બહાર હતો.
"ઓ મતલબ તને હવે ડર લાગે છે..!!!!કંઈક આપણી દોસ્તી ધીમે ધીમે ખતમ ના થઈ જાય." સ્નેહાએ તેના મુડને ઠીક કરવા થોડી મજાક કરી.
"અફકોર્સ તું કરવા જ એવું લાગી છે. એક તો આખો દિવસ તારી સાથે વાત કરવાનો સમય ના મળે ને ઉપરથી તું લંચમા પણ શુંભમ સાથે વાત કરે તો પછી મારે તારી સાથે વાત કરવી હોય તો કયારે કરું. " નિરાલી હવે વધું સિરિયસ બનતી જ્ઈ રહી હતી.
"નિરું આ્ઈ યું ઓકે...?? તું કંઈ ટેશનમા હોય તેવું કેમ લાગે છે..?? "
"આ યાર પણ તને મારી વાતો સાંભળવાનો સમય જ કયાં છે. "
"સોરી...."
"શું સોરી....?? લંચ સમય પુરો થઈ ગયો હવે કોઈ વાતો ના થઈ શકે."
"એક દિવસ વધારે સમય અહીં બેસી રહીશું તો કોઈ ખાઈ નહીં જાઈ. બેસ. જે વાત હોય તે મને બતાવ. "
"કાલે અમારા ઘરે બહું મોટો ઝઘડો થયો." આટલું જ બોલતા નિરાલીની આખોમાં આસું આવી ગયા. હંમેશા હસ્તી અને બીજાને હસાવતી રહેતી નિરાલીના આખના આસું કંઈક મોટી જ વાત બની હોય તેવા સંકેત આપી રહી હતી.
"વોટ.... કોની સાથે...?? " સ્નેહાએ એકદમ જ શોક થતા પુછ્યું.
"નિતેશ સાથે." નિતેશ નિરાલીના પતિનું નામ છે. જેની સાથે તેમના લવ મેરેજ થયેલા છે.
"તમારી વચ્ચે તો કયારે પણ મે કોઈ લડાઈ નથી સાંભળી ને આમ અચાનક જ વળી શું થઈ ગયું...??"
"સ્નેહા મારે તેની સાથે હવે કોઈ સંબધ નથી રાખવો. હું આજે જ કોઈ વકીલને મળી ડિવોઝની વાત કરું છું."
"એક મિનિટ. વાત ડિવોઝ સુધી પહોંચી ગઈ ને તું મને આ વાત અત્યારે જણાવે છે..!!"
"આ વાત અત્યારની નથી. આ વાત છેલ્લા એક મહિનાથી ચાલે છે. મારે તને કહેવું હતું પણ તું ખુદ જ તારા સંબધની વચ્ચે પરેશાન હતી તો મે વિચાર્યું કે હું બધું જ હેડલ કરી લેઈ પણ મારાથી કંઈ ના થયું. " નિરાલીના અવાજમાં ખામોશીની સાથે તકલીફ પણ સાફ દેખાય રહી હતી.
"તો શું થયું..??હું મારી વાત તારી સાથે શેર કરતી હતી ને..!એનિવે તું મને પહેલેથી બધી વાત જણાવ કે શું થયું..?" સ્નેહાએ નિરાલીને શાંત કરતા કહયું.
"અત્યારે નહીં. ઓફિસથી છુટતી વખતે આજે હું તારી સાથે જ આવી. મારે એમેય થોડું જલદી જ નિકળવાનું છે."
"ઓકે. બટ તું ઠીક તો છે ને..??એવું હોય તો આપણે અત્યારે જ છુટી લઇ ને જતા રહીએ. "
"ના. આમ ઓફિસેથી દરવખતે જલદી જવું બરાબર ના કહેવાય ને આમેય તું ચાર દિવસથી ના હતી તો કામ પણ તારે હશે." પોતાના આસુંને લુછી નિરાલીએ તેના મનને સમજાવતા કહયું.
"સોરી યાર. હું મારામા તારી તકલીફને સમજી પણ ના શકી." સ્નેહાએ દિલગીરી થતા જ નિરાલીને તેમને ગળે લગાવી દીધી.
લંચ સમય કરતા વધારે સમય તેનો ખરાબ થઈ ગયો હતો ને બંને કેબિનમાં જ્ઈ કામમાં લાગી ગઈ. સ્નેહાને સમજાતું નહોતું કે આખરે એવી શું વાત થઈ કે નિરાલી ડિવોઝ સુધી પહોંચી ગઈ. કંઈક તો એવી વાત હોય શકે. બાકી આટલી જલદી નિરાલી હારી જાય તેમ ના હતી. તે સ્નેહા સારી રીતે જાણે છે.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમનો સંબધ તો જોડાઈ ગયો પણ તેની સાથે જ નિરાલીની જિંદગીમા સંબધનો અણબનાવ શરૂ થઈ ગયો. શું સ્નેહા તેની હકિકત જાણી શકશે...?? શું નિરાલીનું લગ્ન જીવન બચાવવા સ્નેહા તેમની કોઈ મદદ કરી શકશે..?? એકનું જીવન ખુશીથી ખીલી રહયું છે ત્યારે બીજીનું જીવન તકલીફ બની આસું બનતું જાય છે ત્યારે આ પ્રેમ સંબધની રાહ બંને બહેનપણીઓ ના જીવનમાં શું મોડ લઇ ને આવી રહી છે તે જાણવા વાંચતા રહો"લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "