વિશાલ અને ભાવેશ નવા ધંધાની શોધ કરી રહ્યા હતા એટલીવાર માં એક નવો વિચાર ભાવેશ ને આવ્યો.
વિશાલ આપણે RTO એજન્ટ નું કામ કરીએ તો કેવું..
પેસા નો ખર્ચો ના હોય તો મને કે.
ના એમાં એક રૂપિયો પણ ખર્ચ કરવા નો નથી.
તો ફાઈનલ આપણે એજન્ટ નું કામ ચાલુ કરીએ.
બીજા દિવસે સવારે વિશાલ અને ભાવેશ આરટીઓ કચેરીમાં જાય છે અને ત્યાં એજન્ટો ને ભાવ પૂછે છે.તેમને કમાવા માં રસ જાગે છે.
અલ્યા એક કેસના પાંચસો રૂપિયા મળે તો એમાં હું ખોટું છે.
ના લયા આ તો મસ્ત ધંધો છે મારી તો ઈચ્છા છે તારું શું કહેવું છે.
તું કે એ ફાઈનલ...
બંને જણા આરટીઓ ના ધંધા મા ઘણું બધું નામ અને પેસા કમાય છે. ભાવેશ અને વિશાલ આ ધંધા માંથી એક વિસનગર અને હિંમતનગર બે એસી વાળી ઑફિસો બનાવે છે.અને પોતાના ઘરે પણ એસી વસાવે છે.
આ ધાંધથી તેઓ દિવસ માં બે ત્રણ હજાર આરામ થી કમાઈ લેતા હતા.
સમય અને સંજોગ ને આધારે કુદરત ને તેઓ ની સફળતા ના ગમી આ આરટીઓ નું કામ ઓનલાઇન થઈ ગયું એટલે આમનો ધંધો ઠપ થઈ ગયો.
આ બંને માણસો નવા નવા ધંધા કરતા ગયા અને કયાંક સફળ તો કયાંક નિષ્ફળતા ના સ્વાદ ચાખ્યા પણ આ બંને નવા નવા ધંધા કરવા નું છોડ્યું નહિ...
હવે તેમનાં મન માં એક ખૂબ સરસ બે નંબર નો ધંધો કરવા નો વિચાર આવ્યો.
આ બે નંબર નો ધંધો કરવા માટે બે નંબર ની સિટી માં જવું પડે...આ સિટી એટલે મુંબઈ.
ભાવેશ અને વિશાલ મુંબઈ જવાનું નક્કી કરે છે થોડા દિવસો માં બંને મુંબઈ જવા માટે નીકળે છે.
મુંબઈ માં દાઉદના મનીષ માર્કેટ માંથી મોબાઈલ ખરીદી લાવવાનું વિચારે છે.
સેમ્પલ માટે પાંચ મોબાઈલ લાવે છે અને આ મોબાઈલની માર્કેટ ભાવ પચ્ચીસ હજાર હોય છે અને મુંબઈ થી ફક્ત પચીસો રૂપિયા માં લાવે છે.
ગુજરાત માં આ મોબાઈલ તેઓ ફક્ત પાંચ હજાર માં વેચીને ડબલ નફો કરે છે.
આ ધંધો પણ લાંબો સમય સુધી ટકતો નથી.
ભાવેશ અને વિશાલ ને લોકો કહે છે કે તમે કસ્ટમ નો માલ લાવો છો અને જો પકડાઈ જશો તો કાયમી માટે જેલ જશો.
આ ડર થી ભાવેશ અને વિશાલે કાયમ માટે આ ધંધો છોડી દીધી હતો પણ આમાં એક સિક્રેટ વાત કરવાની બાકી છે પાંચ છ વખત મુંબઈ જઈ આવ્યા આ ધંધા માટે પણ જયારે તેઓ છેલ્લી વખત મુંબઈ દાદર ઉભા હતા ત્યાંજ બોમ્બ બ્લાસ્ટ થયો હતો આ એક સત્ય હકીકત છે છે ભાવેશ અને વિશાલ સીવાય બીજું અન્ય કોઈ જાણતું નથી.આ વાત ફક્ત આ નોવેલ વાંચવા વાળને જ જાણવા મળશે...
સમય જતાં આ બને પોતાની જાત થી કંટાળી ગયા હતા.
વિશાલ હવે શું કરશું.
કોય નહિ ભાઈ,ગમેતે કંઇક કરીશું થોડા ભૂખે મરશું.
હા તો બોલ હવે તારી પાસે કોઈ આઈડિયા હોય તો મને કે...
હવે મારી પાસે કોઈ આઈડિયા નથી પણ પેસા કમાવવા માટે નોકરી કરવી આ એકજ રસ્તો છે.
તારું શું કહેવું છે.
મારું પણ માનવું છે કે આપણે ક્યાંક નાની મોટી નોકરી કરી લઈ ને જિંદગી પસાર કરીએ.
આ બંને મિત્રો નોકરી ની શોધ માં આમ તેમ ભટકે છે.
આમના નસીબ એટલા બધા સારા હોય છે કે એક નોકરી છોડે અને બીજી તૈયાર હોય છે.
આ બંને પેહલા નવાબારત ની ખાતર ની કંપની માં નોકરી કરે છે અને સારું એવી કમાય છે પણ થોડા સમય માં શ્રી રામ ખાતર માં સારા એવા પગાર થી નોકરી મળે છે.આમ એક વર્ષ 14 નોકરીઓ બદલી હોય છે.
વધુ આવતા અંકે....