દોસ્તાર - 10 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 10

આ બંને મહારથીઓ કોઇને કહ્યા વગર રમીલાબેન ના પીજી માં એડમીશન લઇ લે છે.
આ બાજુ હોસ્ટેલ માં આ બે ની પુર જોશમાં શોધ ખોળ ચાલે છે.
પછી વાયા વાયા વિશ્વજીત ભાઈ ને ખબર પડે છે કે તેઓ રમીલાબેન ના પીજી માં રહેવા ગયા છે.આ ખબર મળતા ની સાથેજ વિશ્વજીત ભાઈ ભાવેશ ના પિતાજી ને ફોન કરે છે.
હેલો... હેલો...
અવાજ નથી આવતો કોણ બોલો છો ભાઈ... હેલો... હેલો...કરી ને ફોન કટ થઈ જાય છે.
પાછો ફરીથી વિશ્વજીત ભાઈ ફોન કરે છે.
હેલો હું વિશ્વજીત ભાઈ બોલું છું.
હા બોલો ને ભાઈ કેમ મજામાં ને વિશ્વજીત.
શું કઈ કામ પડ્યું હતું કે...
ના... ના... આતો તમારા ચિરંજીવી ઓ હોસ્ટેલ માંથી કહાયા વગર ચાલી નીકળ્યા છે.
એતો વિશ્વજીત મને પણ આ વખતે ઘરે અવાયા ત્યારે વાત તો કરી હતી કે પપ્પા અમને હોસ્ટેલ માં નથી ફાવતું,પણ હું એવત કંઈ કંઈ ધરી નોતી... અને એમને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે તમ તમારે જાતે રહેવા માટે સગવડ કરી લેજો હું હવે તમને કોઈ હોસ્ટેલ શોધી આપીશ નહીં..
આ તો મારા બેટા ઉસ્તાદ નીકળ્યા જાતે રમીલાબેન નું પીજી શોધી નાખ્યું.ત્યાં એક અઠવાડિયું રહશે એટલે ખબર પડી જશે કે વિશ્વજીત ભાઇ ની હોસ્ટેલ સારી કે રમીલાબેન નું પીજી....
કંઈ વાંધો નહિ વિશ્વજીત ભાઇ તમારી હોસ્ટેલ ની ફિસ જે હસે તે હું બે ચાર દિવસમાં પોહચાડી દઈશ...
ના...ના... એવું નથી તમારી અનુકૂળતાએ આવી ને ફીસ ભરી જજો... ભાઈ તમે આવું બોલો તો મારી અને તમારી મિત્રતા લાજે.
એમતો હવળા ફેરે આવીશ તો તેમની ફીસ હું લેતો આવીશ.
અલ્યા ભાઈ ક્યાં માગી છે ફીસ તું ક્યારનોય ફીસ ફીસ કરે છે.(મનમાં તો ફીસ લેવાની વિશ્વજીત ભાઇ ગણી ઈચ્છા હતી એટલે તો ફોન કર્યો છે.બાકી મિત્રતા ના તો અમસ્તાં નાટક કરે છે.)
છેલ્લે છેલ્લે એટલું તો કહી દે છે કે જયારે આવો ત્યારે ફીસ પેલા વિશાલ ની પણ ફીસ લેતા આવજો...
(આટલું કહીને ફોને મૂકી દે છે.)
બંને જણા રમીલાબેન ના પીજી માં પોહચી જાય છે.
આવો ... આવો બેટા હૂતો તમારી જ રાહ જોતી હતી અને તમે આવી ગયા.
(ભાવેશ મનમાં વિચારે છે કે શેતાન નું નામ લીયા ઓર શેતાન હાજર હુઆ)
બેટા તમારા માટે ચા બનાવું તમે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાઓ.
એટલીજ વાર માં બને હાથ પગ ધોઈ ને ફ્રેશ થઈ જાય છે પછી અંદરો અંદર વાતો કરવા લાગે છે.
રમીલાબેન ના મગજ માં કંઇક ચાલે છે હો ભાવેશ પણ આપણે તેમનો સ્વભાવ અજીબો ગરીબ લાગે છે.
તું શું કામ ચિંતા કરે છે વિશાલ,જે હશે તે એક અઠવાડિયા માં ખબર પડી જશે...
ભાવેશ અને વિશાલ ચા નાસ્તો કરી પલંગ માં બેસે છે.
કોલેજ જવાનું ભાઈ ઓ...
ના માસી આજે અમે કોલેજ જવાના નથી.( ભાવેશ અને વિશાલ રમીલાબેન ને માસી કહીને બોલાવતા હતા.)
બેટા કોલેજ મા રજાઓ ના પડાય,આપડે વિશ્વજીત ની હોસ્ટેલ માં રહેતા છોકરાઓ કરતા વધારે માર્કસ લાવવાના છે સમજી ગયા.

વિશાલ મનમાં મુસ્કુરાઈ રહ્યો છે.અને ભાવેશ નો પગ દબાવે છે.(પગ એટલા માટે દબાવે છે કે ઉતાવળ માં પેહલા દિવસે કંઈ વધારે પડતું બોલી ના જાય...)
હા માસી તમારી વાત એકદમ સાચી છે હો... આવું વિશાલ બોલ્યો.
બેટા તમારી આ રૂમ છે અને તેમાં ચોખ્ખી રાખવી તમારી અને મારી ફરજ છે,જરૂર પૂરતું પાણી અને લાઈટ નો ઉપયોગ કરજો હો...
હા માસી અમે અમારો સામાન અને બિસ્તરા વ્યવસ્થિત ગોઠવી દઈએ.
હા તમે તમારો સામાન ગોઠવી દો એટલી વાર માં હું જમવાનું બનાવી દઉં...
કશો વાંધો નહિ માસી એટલી ઘડી અમે અમારું કામ કરી દઈએ.
વધુ આવતા અંકે...