બધા વિદ્યાર્થીઓ એ શાંતિ થી ભોજન કરી ને પોત પોત ની રૂમ માં ગયા એટલી વાર માં એક બૂમ પડી કે બધા વિદ્યર્થીઓ એ બગીચા માં બેગા થવા નું છે.
આ બૂમ પાડનાર બીજું કોઈ નહિ પણ વિશ્વજીત ભાઇ નો ભાગીદાર અશ્વિન હતો.
આમ અશ્વિન વિદ્યાર્થીઓ પર રોફ જમાવવા જાય પણ કઈ ઉપજે નહિ.
બધા વિદ્યાર્થીઓ મેેદાન માં ભેગા થાય છે એટલી વાર માં વિશ્વજીત ભાઇ આવે છે અને કહે છે કે બધા મારી વાત શાંતિથી સાંભળો હું વધારે કંઈ કહેતો નથી.
આપણે મૂળ વાત ચાલુ કરીએ થોડી ઘણા હોસ્ટેલના નિયમો વિશે તમને જણાવી દઉં.આમ તો આ હોસ્ટેલના મુખ્ય મુખ્ય નિયમો શાંતિથી સાંભળજો અને તેનું પાલન કરું જો.... "નિયમોના ભંગ બદલ લાલિયા છોટા થી તમને ધોઇ નાખીશ."
નિયમ 1 આ હોસ્ટેલ ફક્ત શાકાહારી માટે જ છે તેમાં માંસાહારની વાત તો દૂર ઈંડા પણ એલાઉડ નથી સમજી ગયા ને....
નિયમ નંબર 2 રાત્રે 12 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો રહેશે.
નિયમ નમ્બર 3 સ્કૂલ-કોલેજમાં નિયમિત જવાનું રહેશે.
નિયર નંબર 4 હોસ્ટેલમાંથી ઘરે ૨૦ દિવસે જવા મળશે અને કોઈ તહેવાર હોય તો વીસ દિવસ પછી પણ જવા મળશે.
નિયમ નંબર 5 તમે રાત્રે બાર વાગ્યા સુધી વાંચો એના પછી અશ્વિનભાઈ તમને પૂછશે કે તમે શું વાચ્યું તેના અભ્યાસ લક્ષી પ્રશ્નો પૂછશે પછી તમને સૂવા મળશે.
નિયમ નમ્બર 6 જો તમે રાત્રે બાર વાગ્યા પહેલા સૂઈ ગયા તો તમારી પથારીમાં એક ડોલ ભરીને પાણી ઢોળી દેવામાં આવશે.
ભાવેશ અને વિશાલ અંદર અંદર વાતો કરી રહ્યા છે આપણે હોસ્ટેલની જગ્યાએ જેલ મા તો નથી આવી ગયા ને.......
ના વિશાલ આપણે જ્યાં છીએ ત્યાં સહી સલામત છીએ આ નિયમો આપણા માટે નહિ પણ મેડી સેડી જેવા વિદ્યાર્થીઓ માટે છે.
ઓય ભાવેશ અંદરો અંદર શું વાત કરો છો થોડોક જોરથી બોલો તો અમને પણ ખબર પડે કે તમે શું બોલી રહ્યા છો તુમાખી ભર્યા અવાજથી વિશ્વજીત ભાઇ બોલે છે.
ભાવેશ અને વિશાલ ચૂપચાપ બેસી ને વિશ્વજીત ભાઇ ની વાત શાંતિથી સાંભળે છે.
વિશ્વજીત ભાઇ એમ નું ભાષણ ફરીથી ચાલુ કરે છે અને કહે છે કે બીજા નિયમો ઘણા છે જો તમે ગુનો કરશો તો તમને નવા નિયમ જાણવા મળશે. ચાલો આપણી વાતને વિરામ આપીએ છીએ અને દરેક પોતપોતાના રૂમમાં જઈને અભ્યાસ કરવા બેસે.
"દરેક વિદ્યાર્થીઓ રૂમમાં જાય છે."
ભાવેશ અને વિશાલ રૂમમાં જતાં કહે છે કે આ બોસ શું બકબક કરતા હતા. એટલી વારમાં અલ્પેશ કહે છે કે બોસ કહે છે એ કરી બતાવે છે એટલે તેમનાથી ચેતતા રહેજો ભાઈ.......
ભાવેશ મનોમન નક્કી કરી લે છે કે બોસને પણ મારો પરચો એક વખત બતાવી દઉં. આમ ને આમ વાતો કરતા કરતા બપોરના બે વાગી જાય છે અને બપોરે બધા આરામ કરે છે
ચાર વાગે બધા જાગીને વાંચવા બેસી જાય છે પણ ભાવેશ ઉઠતો નથી એટલી વારમાં અશ્વિનભાઈ આવીને તેને ઉઠાડવા પ્રયત્ન કરે છે પણ ભાવેશ ભરપૂર ઊંઘ માં હોય છે, ઊંઘમાં ને ઊંઘમાં ભાવેશ ના બોલવાનું બોલી નાખે છે અશ્વિનભાઈ દોટ મૂકીને વિશ્વજીત ભાઇ પાસે જાય છે અને કહે છે કે એક વિદ્યાર્થી ઊઠતો નથી.
થોડીવાર પછી ઉઠશે કોઈ ચિંતા કરવી નહીં.
પણ........ પણ ........એમ નહીં તેના માં થોડી પણ સભ્યતા નથી જ્યાં ત્યાં બોલે છે.
વિશ્વજીત ભાઇ કહે છે કે ચાલને હું પણ થોડા સુવિચાર તેના મુખેથી સાંભળી લઉં તે ઝડપથી ભાવેશ ની રૂમ તરફ જાય છે પણ ભાવેશ રૂમમાં હાજર હોતો નથી તે ફ્રેશ થવા માટે બાથરૂમ માં ગયો હતો જ્યારે તે આવે છે ત્યારે વિશ્વજીત ભાઇ ઓફિસમાં પહોંચી ગયા હોય છે.
વધુ આવતા અંકે...