દોસ્તાર - 1 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 1

ફ્ટફટ....... ફટફટ........... શકરા નો અવાજ આવે છે અને શકરા માં વિશાલ બેઠો છે અને તેની સાથે તેનો જીગરજાન દોસ્ત ભાવેશ સાથે ખભે થી ખભો મિલાવી ને મુસાફરી નો આનંદ માણી રહ્યા છે. એટલા માં શકરા વાળો ભાઈ બોલ્યો ઑય છોકરાઓ સુંદરપુરા નું પાટિયું આવી ગયું.ત્યારે તો આ બે મિત્રો ને ખબર પડી કે આપણે આ સ્ટેશને ઉતારવા નું છે.
ઝડપ થી થેલા લઈ ને શકરા વાાળા ને ભાડું આપીને
પૂછે છેકે ગુરુકૃપા હોસ્ટેલ ક્યાં આવી,તરતજ પાછો વળતો જવાબ આવે છે કે સામે થી ડાબી બાજુ આરોગ્ય હોસ્પિટલ ની પાછળ ની બાજુ એ આ સાંભળી ને બને મિત્રો હોસ્ટેલ તરફ જવા માટે રવાના થયા
થોડા સમય બાદ તે હોસ્ટેલ માં પોહચી ગયા અને જોયું તો મુખ માંથી અરર....... આપણે ક્યાં આવી ગયા છીએ. સામે જોયું તો મોટી ગટર લાઈન હોસ્ટેલ આગળ થી નીકળતી હતી અને દુર્ગંધ નો તો કંઈ પાર નહિ નાક ફાટી જાય એવી......
ઓય છોકરાઓ ક્યાં ચાલ્યા કોનું કામ છે ? રેક્તરે તુમાખી ભર્યા અવાજ માં પૂછ્યું.
ભાવલો બોલ્યો ભાઈ અમે નાથી બા પીટીસી કોલેજ માં અભ્યાસ કરવા માટે આવ્યા છીએ અને અમારા બાપુજીએ ગુરુકૃપા હોસ્ટેલ ના વિસ્વજીતભાઈ સાથે ફોન ઉપર વાત કરી છે કે મારો બાબો ભાવેશ અને તેનો મિત્ર વિશાલ નથીબા કોલેજ માં પીટીસી કરવ આવે છે તો તારી હોસ્ટેલ માં રાખજે એટલે અમે તો સીધા ગુરુકૃપા હોસ્ટેલ માં આવી ગયા.
મિત્રો મોસ્ટ વેલકમ હું જ તમારા બાપુજી નો મિત્ર વિશ્વજીત છું આવો તમારી રૂમ અને કબાટ નંબર આપુ.
આ સાંભળી ને વિશાલ મન માં ને મન માં બબડવા લાગ્યો કે કોઈક તો તારા બાપુજી ને ઓળખે છે.
૩ નંબર ની રૂમ માં તમારે અલ્પેશ અને નરેશ સાથે બન્ને મિત્રો એ રહેવા નું છે ઓકે......... અને બીજું એ કહું છું કે એક કલાક પછી જમવા નો ટાઈમ થશે તો અલ્પેશ ની સાથે જમવા આવી જજો.કપડાં ધોવા ની ચિંતા કરતા નહીં,કપડાં ધોવા વાળો ધોબી આવીને કપડાં લઈ જશે.અને બીજા આપણી હોસ્ટેલ ના નિયમ જમ્યા પછી જણાવીશ એટલી ઘડી ફ્રેશ થઈ જાઓ.
(અલ્પેશ અને નરેશ રેક્તર ગયા પછી જોર જોર થી હસવા લાગ્યા)
અલ્પેશ બોલ્યો ઓય જય વીરુ ફેશ થઈ ને અમારી સાથે જમવા માટે તૈયાર થઈ જાઓ દરરોજ તમને કોઈ બોલાવશે નહિ.
વિશાલ તો બીકણ ગાય જેવો માણસ અને હાથ પગ ધોતા ધોતા બોલ્યો ભાવલા આપણે કયા કરમ ના ફળ ભોગવી એ છીએ.
આમેય કોઈ ચિંતા કરવાની નઈ ઘરે બાપ બોલતો હતો અને અહી રેકટર, ભાવેશ બડ બડ કરતો હતો.
વિશાલ્યા બાપ ને લાફો મારી શકાય ? અરે તું શું બોલે છે એ તને ભાન બાન છે કે નહિ.
તો રેકતર ને એક જોર થી તમાચો ઠોકી દઈશ બરોબર ને વિશાલ,
પછી તારો બાપ આપણ ને આ હોસ્ટેલ માં રહેવા દેશે........
અલ્પેશ જોર થી બુમ પડે છે કે શું કરો છો લ્યા જય વીરુ ચાલો જમવા.
નરેશ અલ્પેશ ને કહે છે કે જ્ય વીરુ ને મમ્મી પપ્પા યાદ આવ્યા લાગે છે.
એટલી વાર માં તેમની બાજુ માં ચાલતો ભાવેશ બોલે છે કે મમ્મી પપ્પા નહિ દાદા દાદી યાદ આવ્યાં હતાં.અને હવે અમારી તમે મજાક ઉડાવવી છે તો તમારી સાત પેઢીઓ યાદ લેવડાવી દઈશ બરોબર ને.........મેડી શેડી
(પાછું તમને થતું હશે કે આ નવું કોણ આવ્યું આ કોઈ નવું નથી આવ્યું અલ્પેશ નું નામ મેડી અને નરેશ નું નામ શેડિ
ભાવેશ પાડેલ નામ હતા)
બધા હોસ્ટેલ ના ભોજનાલય માં હરોળ બંધ બેસી ને શાંતિ થી જમે છે.
વધુ આવતા અંકે...........
મારી વાર્તા વિશે આપણા અભિપ્રાય મને મુક્ત મને જણાવી શકો છો મારો વોટ્સ એપ નંબર -9724456625 છે
આપનો અમૂલ્ય અભિપ્રાય મારા માટે કીમતી છે.