દોસ્તાર - 31 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 31

ભાવેશ અને વિશાલ એ હૂત માં ને હુત્ માં બે છોટા હાથી વસાવી દીધા અને કેમિકલ લાવવા માટે પેસા ખૂટી પડ્યા ત્યારે તેમણે લોન કરી,આ લોન ના મહિને 25000 હજાર ના હપ્તા આવતા હતા એ ભરવા માં પણ મુશ્કેલી પડી રહી હતી.છેલ્લે આ ફેક્ટરી વેચવા માટે કાઢી તો કોઈ લેવાલ હતું નહિ બધો બોજો ભાવેશ ભાઈ અને વિશાલ ભાઈ ઉપર આવી પડ્યો હતો.આ 12000 હજારે શરૂ કરેલી ફેક્ટરી 16 લાખે પોહચી ગઈ હતી.પણ અત્યારે કોઈ તેનો લેવાલ ન હતો ભાવેશ અને વિશાલ અંદરો અંદર પીડાઇ રહ્યા હતા. તેમનાં માથે એક મોટું ટેન્શન આવી ગયું હતુ,શી કરવી કે શું ના કરવું આના માટે એક અસમંજસ ઊભી થઈ હતી.
ભાવેશ અને વિશાલને હનુમાન દાદા હાજર હજૂર હતા એટલે એક ભાઈ પૂછતો આવ્યો કે મારે સાબુની ફેક્ટરી કરવી છે ત્યારે આ બીડું ભાવેશ એ જડપી લીધુ.
કાકા અમારે આ ફેક્ટરી અમારે વેચવાની છે જો તમારી લેવાની ઈચ્છા હોય તો... આવું ભાવેશ બોલ્યો.
કાકા ને તો ફેક્ટરી લેવીજ હતી એટલે તેમણે બહુ હોશિયારી વાપરી કહ્યું કે અમે તમને બે દિવસ માં જવાબ આપીશું.
કંઈ વાંધો નહીં કાકા,જેવી તમારી ઈચ્છા...
ભાવેશ અને વિશાલ ને તો ખબર પડી ગઇ હતી કે આ કાકો 100 ટકા આપણી ફેક્ટરી ખરીદશે તેવી તેમની આશા બંધાઈ ગઈ હતી.
બે દિવસ થયા પણ ફેક્ટરી ખરીદવા ના કોઈ સમાચાર ના આવ્યા એટલે ઉતાવળિયા ભાવેશે કાકા ને ફોન કરી દિધોને પૂછી લીધું કે તમે ક્યારે આવવા ના છો....
સામેથી જવાબ આવ્યો આજે સાંજે અમે તમારી ફેક્ટરી ની મુલાકાત લઈ એ છીએ.
સાંજ ની વાટ જોઈ રહેલા ભાવેશ અને વિશાલ આગા પાછા થઈ રહ્યા હતા.એટલીજ વાર માં મારુતિ 800 તેમની ફેક્ટરી ઉપર આવી પોહચી...
આવો કાકા આવો કાકા.
ચા બા કંઈ પીશો.
ના..ભાઈ કંઈ નહિ પણ આપણે આપણા મેન મુદ્દા ની વાત કરીએ.
જે હોય તે બોલો કાકા.
અમારે તમારી ફેક્ટરી ખરીદવી છે.
તો અમારે તમને ફેક્ટરી વેચવી છે.
બોલો ભાવ.
તમે ક્યો.
ભાઈ તમારી ફેક્ટરી છે એટલે તમે બોલો ને પછી અમને પલાવશે તો અમે ખરીદી કરવા માટે ડીલ કરી કરીશું.
સાત લાખ છોટા હાથી સાથે...
તમારું શું કેહવુ છે કાકા.
અમારું નઈ કે તમારું નઈ સડા છ લાખ રૂપિયા રાખો ભાઈ...
સારું ફાઈનલ કર્યું ભાઈ.
તમારું શું કેહવુ છે.
હા તમને આપી... પેમેન્ટ ની શું સિસ્ટમ છે.
ચેક દ્વારા તમને પેમેન્ટ આપીશું આજે અમે ચેક આપીશું બે...
હા તો ભલે.
ત્રણ લાખ પચ્ચીસ હજાર ના બે ચેક આપ્યા...
ભાવેશ અને વિશાલ ની ખુશી નો કોઈ પાર ન હતો તેમણે એક ટેન્શન તો દૂર થયું.
કોઇને પૂછ્યા વગર આ નિર્ણય તેમનાં માટે ફાયદાકારક હતો.
હંમેશની માટે લેવાયેલ ઝટપટ નિર્ણય મહદ અંશે ફાયદાકારક હતો.કારણ કે એક મોટા નુકશાન માંથી તેઓ બચી ગયા હતા.
ભાવેશ આ ડીલ બરોબર છે ને.
તું કર્યું તે ફાઈનલ.
આ ધંધામાં બિસ્તરા પોટલાં વાળી ને ઘરે આવી ગયા.
ભાવેશ આપણ ને સૌથી મોટી નિષ્ફળતા કે સફળતા આજે મળી હોય એવું મને લાગે છે.
ના...ના.. ભાઈ એવું નથી.
વિશાલ આજે મારું મગજ બેન્ડ મારી ગયું છે.
શું કામ માં તારું મગજ બેન્ડ મારી ગયું એ કે મને.
અલ્યા કોઈ ધંધો અથવા નોકરી કરીએ તો આપણ ને હંમેશ ને માટે નિષ્ફળતા જ મળી છે.
એમાં કોઈ ગભરાવા ની જરુર નથી તારો દોસ્તાર હર હમેશ ને માટે તારી સાથે છે.
થોડા દિવસો માટે ઘરે બેસી જાય છે.
કંટાળી ને નવા બિઝનસ માટે વિચારે છે અને મનોમન નક્કી કરે છે કે આપણે કોઈ મૂડી વગર નો ધંધો કરીએ.
હા ભાવેશ તારી વાત સાચી છે.
વધુ આવતા અંકે...