દોસ્તાર - 7 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 7

આ બધું કામ પતાવીને તે પોતાની પથારી માં સુઈ જાય છે.
(ખુશનુમા સવાર પડે છે.ભાવેશ અને વિશાલ પથારી માંથી ઊઠી ને બાથરૂમ તરફ જાય છે.)
વિશાલ આ ગંદકી કોણે કરી છે?
ભાઈ આ ઓમિટ તારાથી થઈ ગઈ છે કારણકે તું વધારે પડતો દારૂ ઠિચ્યો હતો.
અલ્યા ના હોય એવું
હું ના હોય.... પીવામાં તો માપ રાખતો નથી.
હવે જે થઈ ગયું તે થઈ ગયું... ગયું ગુજરી આપડે ભૂલી જઈ એ.
ટન... ટણ... ચા પીવાનો બેલ પડે છે અને બધા વિદ્યાર્થીઓ ચા પીવા જાય છે.ચા પીતા પીતા પાર્ટી વાળા દરેક વિદ્યાર્થીઓ એકબીજા ના મોઢા ની સામે જોઈ રહે છે.
વિશાલિયા કાલે રાત્રે હું મજા આવી.
ભાઈ થોડી વાર શાંતિ તો રાખ આપડે રૂમ માં જઈ ને વાતો કરીશું
કેમ તારી ફાટે છે વિશાલ.
ભાઈ મારી સાથે દરેક વિદ્યાર્થી ઓ ની નેતર ના સોટા વડે વિશ્વજીત ભાઈ....
સારું તું કે તો હું બંધ કરું મારી વાત.
વિશાલ મનમાં ને મનમાં વિચારતો હતો કે સાલા ને રાતની ચડેલી દારૂ હજી સુધી ઉતરી હોય તેવું લાગતું નથી મારે તેને ઝડપથી ચા નાસ્તો કરવી ને રૂમ માં લઇ જવો પડશે નહિતર બધા વચ્ચે ભવાડો કાઢશે...
(ચા અને ભાખરી ખાઈ ને ભાવેશ અને વિશાલ પોતાની રૂમ તરફ પ્રયાણ કરે છે.)
જીના સિર્ફ તેરે લિયે....જીના સિર્ફ તેરે લિયે મોબાઈલ ની રીંગ વાગે છે.
આમ તો હોસ્ટેલ માં મોબાઇલ એલાઉદ નથી પણ પોતાના માબાપ સાથે વાતો કરવા માટે દરેક વિદ્યાર્થીઓ મોબાઈલ રાખતા હતા.
હેલ્લો કોણ...
હિરેન.
કોણ હિરેન?
અલ્યા તું વિશાલિયો બોલે ને..
હા,બોલને તારે શું કામ છે.
કામ તો ગણું બધું છે ભાઈ.
એર જે હોય તે વિગતવાર વાત કર ને ભાઈ
તો સાભળી લે આજે તારા અને ભાવેશ ના પિતાજી હોસ્ટેલ માં આવવા ના છે.
એમાં શું મોટી વાત છે.
વાત તો એમ છે કે તમે facebook પર જે પોસ્ટો મૂકી છે તેના ઉપર એક વાર નજર મારી લ્યો...
પછી વિશાલ ને ભાન થાય છે અને ફોન મૂકી લેપટોપ ખોલી ને fecebook ઉપર ની તમામ પાર્ટી ની પોસ્ટો ડિલીટ કરી દે છે.
ફટાફટ મોબાઈલ ની સ્વીચ ઓ દબાવી ને હિરેન ને ફોન કર્યો...
હેલો હિરેન.
બોલ વિશાલ શું કામ પડ્યું ભાઈ આટલો ઝડપી કેમ મને યાદ કર્યો.
અલ્યા સાચે મારા અને ભાવેશ ના પિતા હોસ્ટેલ માં અવવના છે?
ના...ના... નથી આવવાના પણ ગાડું આવી પોસ્ટો facebook ઉપર મુકાય ખરી...
હા હવે મુક ને ફોન... રજા હરી ચંદ્ર થયા વગર.
(એટલી વાર માં ભાવેશ આવેછે.)
કોનો ફોન હતો વિશાલ?
તારા બાપ નો...
શું કીધું મારા બાપે.
તારા બાપ નો નતો ફોન પણ આપણો દોસ્તાર હિરેન ને ફોન કર્યો હતો.
કેમ અમસ્તું તને હિરેન યાદ આવી ગયો ભાઈ.
ના લયા પણ મારાથી કાલે રાત્રે એક ભૂલ થઈ ગઈ હતી.
કંઈ ભૂલ.
હું દારૂ ના નશા માં પડેલ દરેક ફોટા facebook ઉપર અપલોડ કરી દીધા હતા.
ભાઈ તારે મગજ બગજ છે કે નહિ,આમ તો મોટી મોટી વાતો કરે છે અને આવી નાની નાની ભૂલો કરી બેસે છે.
બસ... શિખમાલિયા રજા શિખામણ આપવા નું બંધ કર અને કોલેજ જવાની તૈયારી શરૂ કર...
(ભાવેશ અને વિશાલ કોલેજ જવાની તૈયારી શરૂ કરે છે.)
ભાવેશ ના મગજ માં એક ટેન્શન હોય છે કે સાલું ભૂમિકા બેન તેને ચોક્કસ થી અભિનય ગીત કરાવશે તે વાત તેને સતત યાદ આવ્યા કરતી હતી.
રસ્તા માં ચાલતા ચાલતા...
શું વિચારે છે ભવાલા કેમ કઈ બોલતો નથી રાત ની હજી ઉતારી નથી કે શું?
ના...ના... એવું નથી પણ છોકરીઓ વાળું અભિનય કરવાનું છે તેનું ટેન્શન છે, મને તો એમ થાય છે કે હોસ્ટેલ ની સાથે સાથે કોલેજ પણ બદલી નાખીએ, તારું શું કેહવુ છે.
જેવી તમારી ઈચ્છા બોસ...
વધુ આવતા અંકે...