દોસ્તાર - 6 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 6

Jay Hanuman dada
ભાવેશ હવે શું કરીશું.?
કંઈ નહિ તું ચિંતા ના કર આપણે રમીલાબેન ના પીજીમાં જતા રહીશું.
મને તો સાલું ટેન્શન આવી ગયું કે હવે શું કરશું.
તું ગભરાયા વગર મારી સાથે ચાલ બધું સાફ સુથરું થઈ જશે. ભાઈ ભાવેશ તું કે છે એટલા ડગલા હું ભરું છું પણ તું મને ક્યાંક ખાડા માં ના નાખી દેતો.
મારા ઉપર તને વિશ્વાસ નથી કે શું?
ભાઈ તારા વિશ્વાસે તો મારો શ્વાસ ચાલે છે.
તો ચિંતા કર્યા વગર હું કહું એટલું કર બાકી આપડા બે નું નસીબ...
આજ સુધી તો ક્યારેય નસીબે સાથ નથી આપ્યો હવે મને નશીબ ઉપર શંકા થવા લાગે છે.
કેમ આવું બોલે છે દોસ્ત તું તો મને ડી મોટિવ કરે છે."સંસાર નો એક નિયમ છે કે કર્યો વગર કંઈ મળતું નથી અને કરેલું કોઈ દી ફોગટ જતુ નથી" એટલે આપણે ગીતા ના નિયમ પ્રમાણે હર હંમેશ કાર્ય કરતા રહેવાનું
એ બોસ તું કયારે ગીતા ના અભ્યાસ કરી આવ્યો.
ના...ના... હું કોઈ ગીતા બિતા નો અભ્યાસ નથી કર્યો પણ આતો લોકાભ્યાસથી મને જાણવા મળ્યું છે.
આ વાળી લોકા અભ્યાસ શું છે મને પણ સમજાવે તો થોડી ખબર પડે..
અલ્યા ભાઈ આ લોકા અભ્યાસ એટલે બીજું કશું નહિ લોકો ના મુખે થી સભળેલી સાચી ખોટી વાતો .
એવું છે એમને.
હા હું ક્યાંય કંઈ વાચવા નો શોખીન છું એતો તને ખબર જ છે. બરોબર પણ ક્યારે રમીલાબેનના પીજી માં જઈશું.
અલ્યા ભાઈ આવતા અઠવાડિયે ફરજિયાત આપણે ત્યાં જતાજ રહીશું.
એવું તો આ ચાર પાંચ દિવસ થોડા હોસ્ટેલ ના મિત્રો સાથે મજા કરીએ.
હું કયાં ના પાડું છું.
આ જે રાત્રે હોસ્ટેલમાં પાર્ટી નું આયોજન કરીએ તો કેવું રહશે.
ભલે જેવી તારી ઈચ્છા એમાંય હોસ્ટેલમાં રાત્રે જમવાનું ખીચડી અને ભાખરી છે તો આજે રાતે મજા કરીએ.
ફાઈનલ રાત્રે 100 ટકા પાર્ટી નું આયોજન કરવામાં આવશે એવું ભાવેશે કહી દીધું.
રાત્રીના 12 વાગ્યે,
અંબિકા હોટલ,
ટીબી રોડ ના સામે સુંદરપુર,
ભાવેશ અને તેના મિત્રો નું અંબિકા હોટલ ગયા.
"અંબિકા હોટલ વાળા બ્લેક માં ઇંગ્લિશ દારૂ વેચાણ કરતા હતા."
આ દારૂ ભરેલી બોટલો ભાવેશ અને તેના દોસ્તારો હોસ્ટેલ માં લાવ્યા હતા.
ભાવેશના મિત્રો એક બે પેગ લગાવી ને પોતપોતાની રૂમ માં સુઈ ગયા અને ભાવેશ રોયલ સ્ટેગ વિસકી ના પાંચ પેકેટ લગાવીને તેના રૂમની બાલ્કનીમાં ચાંદ ના અજવાળામાં પડ્યો રહે હાથમાં રહેલી વિસ્કી ની ખાલી બોટલ ઊંઘી પકડીને તે કાચ માંથી આકાશમાં ના ગોળ ચાંદ રસગુલ્લા જેવો બની જતો હતો. બોટલમાંથી જોઈ ને તે નશામાં મુસ્કુરાયો તે ચાંદ ને કશુક બોલવા માગતો હતો પણ નશામાં ધૂત થઈ ગયેલું દિમાગ શબ્દો ગોઠવી શકતું ન હતું...
છેવટે 2:00 વાગે શબ્દો જીભ પર આવે છે...
આંખો પુરી ખુલી અને જોરથી મોટી રાડ નાખી રાડ નાખતા નાખતા...
બાથરૂમ માં ઉલ્ટી કરીને પડેલો ભાવેશનો રૂમ પાર્ટનર વિશાલ... તે અવાજ સાંભળીને રસ્તામાં સૂતેલા કૂતરા પર કોઈ પથ્થર ફેકે અને કૂતરું જાગે એવી અદામાં ઝબકીને જાગી ગયો, બાથરૂમ ના અંધારામાં ચારે બાજુ તેને જોયું અને પછી ભાવેશ સાદ કરીને કહ્યું....
"અવાજ બંધ કર."
વિશાલ ગુસ્સામાં બોલ્યો અને દીવાલ પકડી ઉભો થઈને બાથરૂમ બહાર આવ્યો.
તેના શરીર પર મોટા અક્ષરે લક્ષ લખેલું અડધી ઉતરેલી જ ચડી હતી. તે પોતાના બેડ પાસે ગયો, લેપટોપ લીધું બહાર બાલ્કનીમાં જઈને તેની બાજુમાં પડેલા ભાવેશ પાસે ધીમેથી કાન માં કહ્યું પાસવર્ડ શું છે, લેપટોપ નો...
લખ jhd@277 છે.
પછી વિશાલ લેપટોપ માં હોસ્ટેલ નું વાઇફાઇ સિગ્નલ કનેક્ટ કરી ને facebook login કરે છે.અને અર્ધ બેભાન અવસ્થા માં પાર્ટી કરી હતી તેના photos અને વિડિયો અપલોડ કરી દે છે.