દોસ્તાર - 8 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 8

જેવી તમારી ઈચ્છા,તને તો અભિનય કરતા આવડે છે એટલે મારી મજાક સુજે છે.
અલ્યા આવું નથી, તારો નંબર આવે તો હું ઊભો થઈ ને અભિનય ગીત કરીશ,પછી કઈ કેહવુ છે.
ના... બસ હું ખુશ.
બંને જણા કોલેજ માં પ્રવેશ કરે છે.અને પોતપોતાના ક્લાસરૂમમાં બેસી જાય છે.થોડીવાર પછી પ્રાથના માટે બેલ વાગે છે.બધા વિદ્યાર્થીઓ પ્રાથના હોલ માં બેસી જાય છે અને પ્રાથના ની શરૂઆત થાય છે, જેવી ધૂન અને ભજન પુરા થાય છે અને ભાવિકા બેન જાણી જોઈને ભવેશનો 17 નંબર બોલે છે.
ભાવેશ ને ધ્રુજારી આવી જાય છે આમ તો કોઈ વ્યક્તિ ને તાબે ના થનારો ભાવેશ આટલો ગભરુ પણ હતો.
હવે ની પ્રાથના સભા જોવાલાયક હતી,કેમકે ભાવેશ ગભરાયો હતો એટલે નહિ પણ...
ભાવેશ ને ધ્રુજારી સાથે ગુસ્સો પણ બહુ આવ્યો હતો.
(બિતાં બીતાં ઊભો થયો.)
મને અભિનય ગીત આવડતું નથી અને જાણી જોઈને ભૂમિ બેન અભિનય ગીત કરવાનું કહેછે મહેશભાઈ સાહેબ...
એવું નથી મિત્ર અભિનય કરવું એ પીટીસી ના અભ્યાસક્રમ માં આવે છે એટલે તમારે ફરજિયાત ના આવડતું હોય તો શીખવું પડશે.
પેલા સાહેબ તમે બેનને કહો કે અમને અભિનય ગીત શીખવાડે... એમને પૂછો કે કોઈ દિવસ અભિનય ગીત કર્યું છે વિદ્યાર્થીઓ આગળ.
"ત્યાંજ ભૂમિકા બેન ની આંખો માંથી ગંગા જમુના નીકળી પડે છે. તેમને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી સાચી વાત નું ખોટું લાગી ગયું."
ભૂમિકા બેન આ વાત મનમાં રાખીને બેઠાં હોય છે,તેઓ એ નક્કી કર્યું હતું કે જ્યારે તક આવશે ત્યારે તેનો લાભ હું લઇશ. એક શિક્ષક તરીકે વિધ્યાથીઓ પ્રત્યે આવો આનંદર રાખવો કેટલી હદે યોગ્ય છે....

ભાવેશ ને પણ ભૂમિબેન સામે બોલી ને થોડો પસ્તાવો થવા લાગ્યો હતો પણ હવે તેનો કોઈ મતલબ હતો નહીં,તે અંદરો અંદર બેન ની માફી માગવાની ઘણી ઈચ્છા હતી પણ તે પૂરી કરી શક્યો નહીં.

દરરોજ ભાવેશ અને વિશાલ કોલેજ જતાં હતા અને પ્રાથનામાં પેલી નંબર વાળી સિસ્ટમ હમેશના માટે બંધ થઈ ગઈ.
ભાવલા તું તો અમારા જેવા વિધ્યાથીઓ નો તારણ હાર બની ગયો હવે અમારે કાયમ માટે શાંતિ થઈ ગઈ.

પણ વિશાલિયા બલીનો બકરો તો હું બન્યો.

કોણે કહ્યું હતું ડોડ ડહાપણ કરવાનું,હું તો તારે માટે અભિનય કરવા માટે ક્યાં ના પડી હતી,પણ અમુક જગ્યાએ તો તારો ઘોડો તોણેય ઊભો રહેતો નથી.

ના લ્યા એવું નથી પણ એ વખતે મારૂ મગજ કામ નોતું કરતું અને હું આવેશ માં આવી જ્ઞાઓ હતો.

તને ખબર છે આ આવેશનું પરિણામ શું આવશે?

ના ભાઈ... ગભરાઈ ગયેલા અવાજ માં ભાવેશ બોલ્યો હવે શું થશે.

હવે જે થશે તેના માટે તું તૈયાર રહજે.

હા બોલને ભાઈ ખોટો અમસ્તો બીવડાવે છે.

બિવડાવતો નથી ભાઈ એન્યુયલ પાઠ માં તારે ભૂમિબેન આવશે અને 50 માર્કસ માથી ઓછા માર્કસ મુકશે એવું મારૂ અનુમાન છે.

ઑ...હો... આપડે માર્કસ થી બીતા નથી.

તો તે વખતે જોઈ લે જે...

બીજું તો કઈ ના થાય ને..

કઈ ના થાય તું ચિંતા ના કર હું તારી સાથે જ છું.

બસ હવે બીજી વાત કરને ભાઈ.

"જેમ તેમ કરીને એ કોલેજ ની દિવસ તો પૂરો થાય છે અને પછી બંને હોસ્ટેલ તરફ રવાના થઈ રહ્યા હોય છે ત્યાં ભાવેશ ને એક વિચાર આવે છે."
આપડે વિશાલ હોસ્ટેલ અને કોલેજ થી બહુ જ કંટાળી ગાય છીએ...
અલ્યા ભાઈ એમાં કોઈ ચિંતા કરવી નહિ,મને એક વાક્ય યાદ આવ્યું તું કે તો હું કહું.
બોલ ને ભાઈ એમાં કંઈ પરમિશન થોડી માગવા ની હોય..
મારી માં કહતી હતી કે કોઈનું દુઃખ કે સુખ ઝાઝા દિવસ નથી ટકતું.
તો એમને આપણે પણ થોડા દિવસો માં સુખ મળશે..
વધુ આવતા અંકે...