દોસ્તાર - 30 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 30


મહેશ ભાઈ કાલે આપણે અમદાવાદ જવાનું ફાઈનલ કર્યું છે અને ગોડાઉન પણ રાખી લીધું છે તમારે અમદાવાદ આવવું પડશે હો.
કાલે કેટલા વાગે જવાનું છે ભાવેશ.
આવતી કાલે સવારે 8 વાગે જવાનો અમારો વિચાર છે તમારું શું કહેવું છે.
તમે કહો તે ફાઈનલ.
તો સવારે નીકળી એ.
સવાર પડે છે અને ગામ માંથી ડાલું લઈ ને તે પાવડર બનાવવા નો સમાન લેવા માટે અમદાવાદ તરફ રવાના થાય છે. વચ્ચે વિજાપુર થી મહેશ ભાઈ ને પણ સાથે લેતા જાય છે.
અમદાવાદ ભરત ભાઇ ના ત્યાં પોહચી ને બધી વિગતવાર વાતો કરે છે.(ભાવેશ તેના બધા ભાગીદાર ની ઓળખ કરાવે છે.)
આ અમારા સાહેબ મહેશભાઈ છે અને અમે ત્રણ જણા ભાગીદારી માં ધંધો કરવા માગીએ છીએ.
તો ખૂબ સરસ આવું ભરત ભાઈ બોલ્યા.(ભરત ભાઈ વખાણ કરવા માં ખૂબ માહીર હતા.)
આપડે પાવડર બનાવવા માટે જે કેમિકલ જોઈએ તે અમને આપી દો.
બોલો કેટલા બજેટ સુધી નો માલ સામાન જોવે છે.
10000 હજાર આજુ બાજુ કરી આપો ને...
એ... તુષાર આ વિજાપુર વાળાઓ માટે ચા પાણી ની વ્યવસ્થા કરી લે ને.
થોડીવાર માં ચા આવી જાય છે.
ચા પીધા પછી ભરત ભાઇ બોલે છે તમારું રેડી છે.
એટલામાં ભાવેશ બોલ્યો અમને પાવડર બનાવવા ની રીત બીત તો લખી આપજો.
હા કેમ નહિ.
ભરત ભાઈ એ વિગતવાર દરેક માહિતી જીણવટ પૂર્વક લખી આપી.
ભાવેશ ભાઈ તમે જાઓ તમારો માલ રેડી છે અને તમને તુષાર ભરી આપશે ગોડાઉન ઉપર થી...
ત્રણે જણા ગોડાઉન ઉપર જાય છે અને માલ સામાન પોતાના ડાલા માં ભરી દે છે,પછી ઘરે આવવા માટે રવાના થાય છે.
ભાવેશ અને વિશાલને પાવડર બનાવવા ની ખૂબ તાલાવેલી હોય છે.
(મનોમન નક્કી કરી લે છે કે આપણે ઘરે જઈ ને પાવડર બનાવી દેશું શું કેહવુ છે ભાવેશ,અલ્યા ભાઈ ઘરે તો પોહચવા દે આવું વિશાલ બોલે છે.)
12000 હજાર નો માલસામાન લઈ ને તેઓ સરદારપુરા ગોડાઉન ને પોહચી જાય છે.માલસામાન ઉતરતા ઉતરતા લોથ પોથ થઈ જાય છે રાતના 10:30 વાગી ગયા હોય છે.તેમણે જબરદસ્ત ભૂખ લાગી હોય છે એટલે સરદારપુરા ખોડીયાર હોટેલ માં ભાખરી શાક ખાય છે. જમીને પોતાના ઘરે જઈને સૂઈ જાય છે.
બીજા દિવસે સવારે નાઈ ધોઈ પાલી ને પોતાની ફેક્ટરી તરફ જવા નીકળે છે.
ફેક્ટરી ઉપર ત્રણેય ભાગીદાર ભેગા થાય છે અને ભરત ભાઇ એ આપેલ પાવડર બનાવવા ની ફોર્મ્યુલા ખોલે છે પછી પાવડર બનાવવા ની શરૂઆત કરે છે.પાવડર તો બની ગયો જે રીતે ભારત ભાઈ એ કહ્યું હતું એ ફોર્મ્યુલા થી....વેચવા માટે પેકિંગ પણ કરી દીધા...
આમ ધંધાને આખરી ઓપ આપી દિધો.
"ગુજરાતી માં એક કહેવત છે કે આરભે શુરા અંતે અધૂરા"
આ ધંધા નું નામ પણ પવનપુત્ર કેમિકલ રાખેલું અને તેમની બ્રાન્ડ નેમ એકસેપ્ત.... એટલે તો વાત પતી...
દિવસ નો ચાર પાંચ હજાર નો બિઝનેસ કરતા હતા ખાલી પાવડર માંથી પણ કુદરતે તેમને કુબુદ્ધિ સુજાડી અને તે સાબુ નો વિચાર પોતાના માં માં લાવ્યા અને આ પાવડર માં ધંધા ને મોડ છ એક મહિના પૂરા થયા ત્યાં સાબુ ના મશીન નો ઇડર ભાવેશ અને વિશાલ મહેશ ભાઈ ને પૂછ્યા વગર આપી ને આવી ગયા.
સાબુ ના મશીન આવી ગયા અને તેનું કેમિકલ આવી ગયું પણ સાબુ બનવા માટે તૈયાર ન હતા એક લાખ રૂપિયા નું કેમિકલ બગડ્યું પણ સાબુ ના બન્યા એટલે ના જ બન્યા...
જેમ તેમ કરીને સાબુ બન્યા તોપણ માર્કેટ કરતા તેમની પડતર કોસ્ટ ઉંચી રહી હતી.
પોતાને તો એવું લાગતું હતું કે આપણે ધંધા ના માહીર બની ગયા છીએ... પણ તેમને કોઈ ખબર નથી પડતી કે આપડી હવે પડતી ચાલુ થઈ છે.
વધુ આવતા અંકે...