દોસ્તાર - 29 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 29


(ભાવેશ અને વિશાલ સરદારપુરા પોહચી ને...)
આવો ખાપરા ઝવેરી.(આ ભાવેશ ના માસા એ નામ પાડેલ હતા.)
ભાવેશ બોલ્યો લાલ ભાઈ ક્યાં ગયો છે.
તમારા જેમ થોડો નવરો છે,કંઇક કામ કરતો હશે.પણ તમે અમારી ફેકટરી માં કેમ ભૂલા પડ્યા છો.
ખાલી એમ જ...
તમે બે ખાલી આવો એવા માણસ નથી હું તમને સારી રીતે જાણું છું...
એટલીવાર માં લાલ ભાઈ આવે છે.
આવો ભવા.
તું શું કેહાતો હતો એ પેલા વાત કર.
અમારે એક ફેક્ટરી બનાવવા માટે જગ્યા જોઈએ છે.
લે ચાલો મારી સાથે તમને એક જગ્યા બતાવું તમને ગમે તો કહેજો ભાડા બાડા નું હું સેટિંગ કરી આપીશ.
આ જુઓ એક હોલ છે તેની લંબાઈ 60 ફૂટ અને પોહળાઇ 20 ફૂટ છે પણ લાઈટ નું કનેક્શન તમારે લાવવા નું રહેશે.
કંઈ વાંધો નહિ લાઈટ અમે લઈશું,પણ ભાડું કેટલું હશે એ તું મને કે.
ભાડા ની તું ચિંતા ના કરીશ હું તને વાજબી કરી આપીશ જે ભાડું હશે તેનું.
તોય.
તારે હાલ જોઈએ છે.
હા.ફોન તો કરી જો.
( ફોન કરીને લાલ ભાઈ ભાડા વિશે ચર્ચા કરી દે છે.)
જો ભાવેશ પાંચ હજાર ભાડું કે છે પણ એમાં થોડું ઓછું કરવી દઈશું જો તારે જોઈતું હોય તો.
ભાઈ મારે જ જોઈ એ છે.
તું હાલ ફોન કરીને હા પડી દે ભાઈ
ખોટી ઉતાવળ ના કરશો ભાઈ, આ ગોડાઉન અપાવવા ની જવાબદારી મારી છે.તમે સમજો કે આ ગોડાઉન મળી ગયું.
તો પછી અમે ઘરે જઈએ...
હા બિન્દાસ જાઓ કોઈ ચિંતા કરાયા વગર.
જોજે બીજો કોઈ આ ગોડાઉન ભાડે ના લઈ જાય.
અલ્યા કીધું એટલે ફાઈનલ.
આ પાંચ હાજર ભાડું કીધું છે એમાં પણ આપણે 500 રૂપિયા ઓછા કરવી છું.
હા તો લાલ ભાઈ બધું તારા ઉપર છોડીએ છીએ.
બંને જણા ઘરે જાય છે અને બાઈક ઉપર રસ્તા માં વાતો કરતા કરતા કહે છે કે આપણ ને તો વિજાપુર કરતા ખૂબ સસ્તું અને મોટી જગ્યા મળી ગઈ મનમાં ને મનમાં વિચારતા ઘરે પોહ્ચે છે. ઘરે જઈને વિશાલ મહેશ ભાઈ ને ફોન કરે છે.
મહેશ ભાઈ આપણ ને એક સારી એવી જગ્યા મળી ગઈ છે.
ક્યાં મળી લયા વિશાલ જગ્યા.
સરદારપુરા માં એક સારું એવું મોટું ગોડાઉન મળી ગયું છે અને ભાડું પણ એકદમ વાજબી છે.
કેટલું છે.
5 હજાર કે છે પણ તેમાં થોડું ઓછું કરશે એવું મને લાગે છે.
તો કોઇને પૂછ્યા વગર ફાઈનલ કરી દો...
એતો મહેશ ભાઈ હું અને ભાવેશ બંને એ નક્કી કરી લીધું છે કે સરદારપુરા વાળું ગોડાઉન ફાઈનલ રાખવાનું પણ તમને પણ પૂછવું તો પડે ને..
ના..ના.. એમાં શું પૂછવા નું,તમે કર્યું એ ફાઈનલ.
હા એતો બરોબર છે પણ બીજી વાત કરું કે પેલા મનીષભાઈ ને ના પાડી દેજો અને કેજો કે બજાજ વાળાને તેમનું ગોડાઉન ભાડે આપી દે.
અલ્યા આપણે એવું શું કામ કેહવુ છે કે બજાજ વાળા ને આપે, તેને જેને આપવું હોય તેને આપે.
એતો મહેશભાઈ હું મજાક કરી રહ્યો છું.
આટલી વાત કરીને તે પોતાનો ફોન કટ કરે છે.
(બીજા દિવસે સવારે ભાવેશ અને વિશાલ સરદારપુરા જવા માટે નીકળે છે.)
સરદારપુરા લાલ ભાઈ ની ફેક્ટરી ઉપર ભેગા થઈ ને ગોડાઉન ભાડે રાખવાનું વિચારે છે અને ફાઈનલ કરવા માટે ગોડાઉન ના માલિક ને મળે છે.
ગોડાઉન નો માલિક લાલ ભાઈ ની ફેક્ટરી ઉપર આવે છે,ત્યાં બધી દરેક વાત થાય છે અંતે ગોડાઉન 4500 રૂપિયા મહિને ભાડા થી નક્કી કરી લે છે.
ભાવેશ અને વિશાલની ખુશી નો કોઈ પાર ન હતો કારણ કે તેઓ એક બિઝનેસમેન બનવા જઈ રહ્યા હતા.
આ બધું નક્કી કરી ને તેઓ આવતી કાલે અમદાવાદ જવાનું વિચારે છે અને મહેશ ભાઈ ને ફોન કરે છે.
વધુ આવતા અંકે...