સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ -૧૪) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ -૧૪)

" સૌંદર્યા- એક રહસ્ય "( ભાગ-૧૪)

આપણે ભાગ૧૩ માં જોયું કે ડો.સુભાષના લગ્નમાં ડો.મમતાની કઝીન સુગંધા અને સૌંદર્યા સાથે પરફોર્મન્સ કરે છે.બંને ખાસ સખીઓ થાય છે.બંનેના પરફોમન્સ સફળ થાય છે.પરંતુ કોઈ અજાણી વ્યક્તિ સૌંદર્યા પાછળ રહસ્ય મય રીતે પડે છે.સુગંધા સૌંદર્યા નું દુઃખ દર્દ જાણવા કોશિશ કરે છે....હવે આગળ...

બીજા દિવસે ડો.સુભાષ આને ડો.મમતાનું લગ્ન એક હોલમાં ધામધૂમથી બપોરના સમયે થાય છે.સૌદર્યા અને સુગંધા સાથે સાથે એન્જોય કરે છે.

સંધ્યાકાળે કન્યા વિદાય અને જાનની વિદાય થવાની હોય છે.

સુગંધા સૌંદર્યાને જોઈ ને અશ્રુભીની આંખે કહે છે:- " સખી ,હવે આપણે ક્યારે મલીશુ એ નક્કી નથી..પણ ત્રણ દિવસ માં અંગત સખી બની છું .આપણે સુખ દુઃખની વાતો વોટ્સએપ પર તથા કોલ કરીને કરીશું."

સૌંદર્યા પણ સુગંધાનો પ્રેમભાવ જોઈને એને ભેટી પડે છે.

સુગંધા:- ,"સૌંદર્યા, એવું ના થાય કે તું હવે વધુ અભ્યાસ કરે.આમેય તેં કહ્યું હતું કે તું બી.કોમ.પાસ છે.તો ચાલ ને તને ઈંદોર માં જ MBA કે Mcom માં એડમીશન અપાવું દઉ. તું મારા ઘરે રહેજે જો ના ફાવે તો ગુજરાતી હોસ્ટેલ કે બીજી હોસ્ટેલ તો છે જ."

સૌંદર્યા:- " ના, પણ હમણાં મારે તો લાઈફ એન્જોય કરવી છે. હમણાં ભણવું નથી.. પાછું ' માં ' ને પણ પુછવાનું છે..તેમજ મારે મારા મા-બાપને મલવા પણ જવાનું છે.પછી વિચારીશ"

ઓકે,પણ જો તું લગ્ન કરે તો તારી સખીને ભુલતી નહીં.એક વાત તને કહેવાની ભુલી ગઈ છું."

"કઈ વાત સખી?"

"જો તારા ડાબા હાથમાં હથેળી માં તલ છે એ ભાગ્યશાળી ને હોય છે.ને તું આ તારૂં ટેટુ લોકો બહુ જુએ નહીં એવું કરજે. ક્યાંક આ ટેટુ જોઈને જ કોઈ તને..."

ઓકે. હું બહાર નીકળીશ ત્યારે એ બાબત નું ધ્યાન રાખીશ.." સૌંદર્યા ગળગળી થઈ ને સુગંધાને ભેટી પડી.

એટલામાં ડો.સુનિતા આવ્યા.સૌદર્યા ને કહે છે:-" સૌંદર્યા , મારે મારા ભાઈ અને મમતા ભાભી સાથે ભોપાલ જવાનું છે. જો તારે અમારી સાથે આવવું હોય તો ચાલ. જાનના માણસો લકઝરી બસ સાથે જબલપુર રવાના થાય છે.મારી નણંદ આને નણદોઈ પણ જબલપુર જાય છે."

" દીદી, હું હવે જબલપુર જ જવા માગું છું." માં " મારી ચિંતા કરતા હશે. દીદી તમે મને અહીં લાવ્યા તે બદલ અને સુગંધા જેવી સખી મલી તે બદલ હું આપની આભારી છું.દીદી તમને મારા પ્રણામ." એમ બોલીને સૌંદર્યા ડો.સુનિતાને પગે લાગે છે.

સૌંદર્યા જાન સાથે લકઝરી બસમાં જબલપુર જવા રવાના થાય છે.વહેલી સવારે એને " માં " ના આશ્રમે ઉતારીને લકઝરી બસ જબલપુર રવાના થાય છે.

હવે સૌંદર્યા આશ્રમમાં પોતાનું કામકાજ અન્ય દીદીઓ સાથે કરે છે. ' માં 'ની બધી સુચનાઓ અને સલાહો નું પાલન કરે છે.

સૌંદર્યા સોશિઅલ મિડિયા માં પાયલ અને વિજય વિશે જાણવા માંગે છે..એટલે એ સર્ચ કરીને જુવે છે.

પાયલ અને વિજય હનીમૂન માટે સિમલા અને નૈનિતાલ ગયા હોય છે.તેમજ મિત્ર મુકુંદ વધુ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હોય છે..

સૌંદર્યા વિચારે છે કે હવે અમદાવાદ જઈશ તો કોઈ મિત્ર મલશે નહીં.વિજર અને પાયલ મને ઓળખશે નહીં..પણ પપ્પા મમ્મી માટે તો જવું જ પડશે.

સૌદર્યા જબલપુર જાય છે અને સ્કુટર નું લાયસન્સ કઢાવી લે છે.એને સૌંદર્યાના નામનું લાયસન્સ મલી જાય છે.

આ બાજુ ડો.સુનિતાની ભાણી પાયલના SSC ના ટ્યુશન શરૂ થઈ ગયા હોય છે..પ્રથમ ટેસ્ટ પરિક્ષા થોડા દિવસ માં શરૂ થવાની હોય છે.સૌદર્યા પાયલને ફોન કરે છે.

સૌંદર્યા:- "ફ્રેન્ડ, હું સૌંદર્યા. તારો અભ્યાસ કેવો ચાલે છે?. ધ્યાન થી ભણજે. First class આવવો જોઈએ.તારી યાદ પણ બહુ આવે છે."

પાયલ:- "Thanks, friend. મહેનત કરું છું.આ ટ્યુશન માંથી સમય મલતો નથી.સોરી, ફ્રેન્ડ.મારી ફાઈનલ પતે એટલે આપણે કોઈ લાંબી ટુર ગોઠવીશુ."

"ફ્રેન્ડ, અત્યારે તું ભણવામાં ધ્યાન રાખજે.તારે તારી મામી ની જેમ ડોક્ટર બનવાનું છે.ઓકે ત્યારે બાય."સૌંદર્યા બોલી.
સૌદર્યા ભાવુક થાય છે.ગુરુ પૂર્ણિમા પછી અમદાવાદ . પછી તો પાયલને મલાશે કે નહીં એ નક્કી નથી.

ધીરે ધીરે સમય પસાર થાય છે.અને ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે છે.

ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ " માં " ના આશ્રમમાં સવારથી થવાનો હોય છે.એ માટે કલ્યાણી, ગૌરી,રાધા અને લતા સાથે સૌંદર્યા પણ તૈયારીમાં લાગી જાય છે.
ભજન , કીર્તન અને ગુરુ વંદનાનો કાર્યક્રમ હોય છે.

જબલપુર થી ડો.સુનિતા એમની નણંદ અને દિકરા આયુષ ને લઈને આવવાના હોય છે.

સૌંદર્યા ને આજે બેવડી ખુશી હોય છે.
" માં " ની ગુરુ પૂજા તેમજ પોતાના ઘરે જવાની પરવાનગી " માં " આપવાના હોય છે.

સૌંદર્યા એ " માં " ની વંદના નું ગીત બનાવ્યું હોય છે.

સવારથી કાર્યક્રમ શરૂ થાય છે.
કલ્યાણી,ગોરી તેમજ અન્ય દીદીઓ 'માં'ની વંદના અને પૂજા કરે છે.

સૌંદર્યાનો વારો આવતા એ ગળગળી થાય છે.
આંખોમાં થી ગંગાજમના વહે છે.ગૌરી શાંત રાખે છે.
અને ગૌરી ભજન ગાય છે.

हे हरिहर मैं हार के आई, अब क्या हार चढ़ाऊँ ।।
तू है अपरमपार दयालु, सारा जगत संभाले ।।
जैसी भी हूँ, मैं हूँ तेरी, अपनी शरण लगाले ।।
छोड के तेरा द्वार दाता, और कहीं नहीं जाऊँ ।।
હરિ ઓમ્ શરણના આ ભજનમાં સૌ ભાવવિભોર થાય છે.

સૌંદર્યા પહેલા "માં"ને વંદન કરે છે.
પછી " માં " ની પૂજા કરીને એક ભજન ગાય છે.

रचा है सृष्टि को जिस प्रभु ने,(२)
वहीं ये सृष्टि चला रहें हैं,(२)

है सत्य नियम यही धरा का,(२)
इक आ रहे है,इक जा रहे है,
रचा है सृष्टि को जिस प्रभु ने...

આશ્રમમાં બધાને ખબર પડી ગઈ હોય છે કે હવે સૌંદર્યા આશ્રમમાં થી વિદાય લેવાની હોય છે.
બધાની આંખોમાંથી આંસુ આવી જાય છે..
સૌંદર્યા પણ અશ્રુભીની આંખે ગીત ગાય છે.

અંતે સૌંદર્યા એ પોતે બનાવેલું ગીત ગાય છે.

" પ્રથમ વંદન ગુરુ ' માં 'તમને,
શત શત હું નમન કરું,

આ અનાથ સૌંદર્યા ના,
નાથ બની તમે જતન કર્યું,

ઈશ્વરે આપેલા આ સ્વરૂપને,
નામ' સૌંદર્યા ' તમે આપ્યું,

હું હતી અવસાદ ,ને આઘાત માં,
એ સૌંદર્યાને નવજીવન આપ્યું,

મુજ અનાથને દિકરી બનાવી,
હેત, પ્રેમ અને સ્નેહ આપ્યું,

ના કોઈ ભેદભાવ તમારો,
સઘળામાં તમે ઈશ જોયું,

સઘળી દીદીઓ પાસેથી,
જીવન જીવતા શીખવાડ્યું,

વસ્ત્ર પરિધાન ,'ના' મને આવડતું,
આપે એ મને શીખવાડ્યું,

હેત થી તમે કેશ બાંધતા,
શણગાર કરતાં શીખવાડ્યું,

આપે આપેલા સંસ્કારો થી,
સ્રી જીવન મને સમજાયું,

આ આખરી ગીત તમને,
હું નમન કરી અર્પણ કરું,

વિદાય ની આખરી વેળા એ,
દિકરીએ તમને યાદ કર્યું,

આંખમાં થી આવેલા આંસુઓને,
કેમ કરી હું રોકી શકું?,

આખરી વેળા એ ' માં' ,
સૌંદર્યા સદા તમને યાદ કરશે,

'ઈશ્વર' ના દીઠા મેં જગમાં,
એ ઈશ્વર હું તમને માનું,

પ્રથમ વંદન ગુરુ ' માં ' તમને,
શત શત હું નમન કરું,
શત શત હું નમન કરું...... ""

ગીત ગાતાં ગાતાં સૌંદર્યા ખૂબ રડે છે.
ગૌરી અને રાધા શાંત રાખવાનો પ્રયત્ન કરે છે...પણ...પણ...

આખરે " માં " સૌંદર્યા પાસે આવે છે.
એને હ્રદયે લગાવે છે.
માથા પર હાથ ફેરવીને સ્નેહથી સમજાવે છે.

" માં " બોલે છે:- "સૌંદર્યા,બેટી, અમે તારી સાથે જ છીએ.તારા સુખદુઃખમાં સાથે છીએ.જો તારે અહીં જ રોકાઈ જવું હોય તો રોકાઈ જા.જો હમણાં જ ડો.સુનિતા આવતા જ હશે.તારા માટે અમદાવાદ ની ટીકીટ બુક કરાવીને જ આવવાના છે.. બોલ..રીઝર્વેશન કેન્સલ કરાવી લઈએ!.જો તારે તારા ઘરે ના જવું હોય તો.."
એમ બોલતાં " માં " હસી પડ્યા.

થોડીવારમાં ડો.સુનિતા એમના દિકરા આયુષ સાથે આશ્રમ માં આવી ગયા.

સુનિતા દીદી ' માં ' ની પૂજા કરે છે.
માં ને વંદન કરીને આશીષ લે છે.
બોલે છે:- ' માં' સૌંદર્યાના અમદાવાદની ટ્રેનનું રિઝર્વેશન થઈ ગયું છે.આજથી ચોથા દિવસે ટ્રેન ઉપડે છે.સૌદર્યા ને બે દિવસ પહેલા જબલપુર મોકલજો.મારે એનું થોડું કામ પણ છે. હું એને રેલવે સ્ટેશન મુકી આવીશ."

મા' :-" સારૂં તને જે યોગ્ય લાગે એ..પણ જાય એ પહેલાં મેડિકલ ચેકઅપ કરજે.એને મેડીકલ ને લગતી દવાઓ તેમજ માહિતી આપજે."

આમ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી પુરી થતાં ડો.સુનિતા જબલપુર જવા રવાના થાય છે.

બીજા દિવસે " માં " સવારે સૌંદર્યાને બોલાવે છે. સૌંદર્યા માં ને પગે લાગે છે.

માં:- "બેટી, જો થવાનું હતું એ થઈ ગયું છે.અફસોસ કરતી નહીં.કદાચ આ જ તારા જીવનમાં નવું પરિવર્તન લાવશે. મારી પાસે તારી વિંટી છે.એ તને જતી વખતે આપીશ. તું યાદ કરીને લેતી જજે. અને હા.. ત્યાં જાય તો એટલું યાદ રાખજે કે તું એક યુવાન સૌરભ તરીકે નહીં પણ ' માં ' ની દીકરી તરીકે તારા માં બાપ પાસે જાય છે.તારા માં બાપ ની ઈજ્જત સાચવજે. તું ' સૌંદર્યા ' તરીકે રહેજે. તને મારા આશીર્વાદ છે.. તારા માટે આ આશ્રમના દ્વાર કાયમ માટે ખુલ્લાં છે."

સૌંદર્યા ' માં ' ની વાત સાંભળીને રડી પડે છે.' માં ' એને શાંત રાખે છે.
" માં " હું તમારી બધી વાતો યાદ રાખીશ.તમારા આપેલા સંસ્કારો પ્રમાણે જીવીશ. જીવનમાં જો તકલીફ આવશે તો હસતા હસતા સહન કરીશ.મારા માં બાપ ને ભારરૂપ નહીં બધું તેમજ એમની ઈજ્જત સાચવીશ."

માં:-" મારે તને એક બીજી વાત કહેવી છે.જો એટલું જાણજે કે તારૂં આ રૂપ ઈશ્વરે કોઈ વિશિષ્ટ કાર્ય માટે આપ્યું છે.જે હું હમણાં કહી શકું એમ નથી..પણ..પણ.."

"હાં બોલો.. માં..મારું કાર્ય ક્યું છે? અને પણ.. શું?"

" બેટી, તારૂં લગ્ન એ નિશ્ચિત છે. પણ એ માટે તારે દર દેશી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં જ ગુજરાત માં આવેલા " માં અંબાજી"ના ગબ્બર પર દર્શન કરવા જવું પડશે. તેમજ એ દિવસે તારે લાલ રંગની સાડી પણ પહેરીને " માં અંબાજી" ની પૂજા કરવાની છે..તે પણ ચાલતા ગબ્બર પર જવાનું તેમજ જાતે ગબ્બર પર થી ચાલતા ઉતરવાનું છે."

" માં, તમારી આજ્ઞા મને મંજૂર છે.તમારા કહ્યા મુજબ કરીશ.પણ 'માં' જો મારા લગ્ન થાય તો તમે મને આશિર્વાદ આપવા આવજો."

"જો દીકરી,મારા આશીર્વાદ તો તારી સાથે જ છે.ઈશ્વર તારી હંમેશા સુરક્ષા કરશે. જો તું નિયમ મુજબ જીવીશ અને નિયમિત દર મહિને 'માં અંબાજી' ના દર્શન કરીશ તો એક વર્ષ પુરું થતાં જ તને તારા જીવનસાથી સાથે પરિચય થશે..અને એ જ વખતે મારા આશીર્વાદ તને મલી જશે...હા,બીજી વાત..તારા બાળક ના જન્મ પછી એક વર્ષ માં તારા શ્રાપનો સમય પુરો થશે. એ વખતે તારે મારી પાસે આવવું પડશે."

" ઓકે માં , તમે છો,તો અમે છીએ. બાળ તમારા તમને વંદન કરીએ.અમારી ભૂલોને તમે માફ કરજો.આપની સુચનાઓ મુજબ જીવન વ્યતીત કરીશ."

હવે સૌંદર્યાને અમદાવાદ જવાનો દિવસ નજીક આવ્યો.

બીજા દિવસે સવારે અગીયાર વાગ્યાની ટ્રેન હોય છે.

ડો.સુનિતાની ગાડી સૌંદર્યાને લેવા આવે છે.

અશ્રુભીની આંખે સૌંદર્યા એની બધી દીદીઓને મલે છે.
જતાં જતાં ઈશ્વર ને પ્રાર્થના કરે છે.ચબૂતરામાં પક્ષીઓને દાણા નાખે છે.

આખરે " માં " ને વંદન કરે છે..
સૌંદર્યાની આંખોમાં થી ગંગાજમના વહે છે.
" માં" સૌંદર્યાને ગલે લગાવે છે.
શાંત રાખે છે.અને સૌંદર્યા ને વિદાય કરે છે.
' માં ' સૌંદર્યાને એની વિંટી આપી દે છે.

અડધા કલાકમાં સૌંદર્યા ડો.સુનિતાના ઘરે પહોંચી જાય છે. ડો.સુનિતા એના માટે નવી વાનગીઓ બનાવી હોય છે.એ પ્રેમથી ખવડાવે છે.
સૌંદર્યા માટે થોડા કપડાં ,બંગડી, બુટ્ટી, જેવી વસ્તુઓ લાવી હોય છે.સાથે સાથે થોડો નમકીન નાસ્તો અને મીઠાઈ સૌંદર્યા ને લઈ જવા આપે છે.

એ દિવસે સૌંદર્યા આયુષ સાથે ખૂબ રમે છે.

રાત્રે ડો.સુનિતા સૌંદર્યાને કેટલીક હેલ્થ ટિપ્સ આપે છે.થોડી દવાઓ મેડિસન આપે છે..
એને હેલ્થ જાળવવા કહે છે.ડો.સુનિતાને સૌંદર્યાના હેલ્થ થી સંતોષ થાય છે.સ્રી વિષયક જરૂરી સૂચનાઓ આપે છે.
ડો.સુનિતા સૌંદર્યાને રૂપિયા આપવા જાય છે.પણ સૌંદર્યા કહે છે કે 'માં' એ ખર્ચા પાણી માટે આપ્યા છે.. છતાં આગ્રહ થી ડો.સુનિતા સૌંદર્યા ને બે હજાર રૂપિયા આપે છે.

બીજા દિવસે ટ્રેનના સમય પહેલા ડો.સુનિતા રેલવે સ્ટેશન પર મુકવા જાય છે.બંને દીદીઓ સ્નેહથી ભેટે છે.
આંખો માં ઝળહળીયા આવી જાય છે.

ટ્રેન ઉપડવાની તૈયારી હોય છે. સૌદર્યા ડો.સુનિતા ને પગે લાગી ને ટ્રેન માં બેસે છે.

જબલપુર થી ઉપડેલી ટ્રેન બીજા દિવસે સવારે આઠ વાગ્યે પહોંચવા ની હોય છે..પણ બે કલાક ટ્રેન મોડી પડી હોય છે.

લગભગ સવારે અગીયાર વાગ્યા ની આસપાસ સૌંદર્યા પોતાના પપ્પા મમ્મીના ઘરે રિક્ષામાં પહોંચે છે.

સૌંદર્યા એ પંજાબી ડ્રેસ પહેરેલો હોય છે.
એણે નવા ગોગલ્સ પહેરેલાં હોય છે.
સાથે સામાનમાં એક સુટકેસ,એક નાની બેગ અને પાકીટ હોય છે.

ઘર આંગણે એક નવી એક્ટિવા ઉભી હોય છે.
સૌંદર્યા વિચારે છે કે પપ્પા મમ્મી એ મકાન કોઈ ને ભાડે તો નથી આપ્યું ને? અને વતનમાં જતા તો નથી રહ્યા ને?

આમ વિચારતી સૌંદર્યા પહેલા પોતાના ઘરમાં પ્રવેશવા જતી હોય છે..
પછી ખ્યાલ આવે છે કે..અરે.. હું સૌરભ નથી. પણ સૌંદર્યા છું... મમ્મી પણ મને ઓળખી શકશે નહીં.

એટલે સૌંદર્યા પોતાના ઘરની ડોર બેલ વગાડે છે.

વિધી ની કેવી વિચિત્રતા..કે હવે સૌંદર્યાને પોતાના જ ઘરમાં જવા માટે........

ડોર બેલનો અવાજ સાંભળીને સૌરભની મમ્મી નો અવાજ આવે છે.. એ..આવું છું...

તરત જ એક બીજો અવાજ સૌંદર્યા ને સંભળાય છે...

' માસી..તમે બેસો. હું જોઉં છું કોણ આવ્યું છે?"
એ અવાજ પાયલ નો હોય છે.

ઓહ્. એમ વાત છે..પાયલે નવી એક્ટિવા લીધી લાગે છે.મારા ઘરે મારી મમ્મી ને મલવા આવી લાગે છે.

એટલામાં બારણે પાયલ દેખાઈ.

બ્લેક જીન્સ પર યલો કલર ની જર્સી પહેરી છે.
માથાના વાળ ટુંકા અને છુટા રાખ્યા હોય છે.

સૌદર્યા પાયલને જોતી રહે છે..
બહુ મસ્ત દેખાય છે.

આ બાજુ પાયલ પણ કોઇ પંજાબી ડ્રેસમાં ખૂબસૂરત એક યુવતી ને જુએ છે.

એના મોઢામાં થી નીકળી જાય છે...વાહ... ખૂબસૂરત.

એટલામાં સૌરભની મમ્મીનો અવાજ આવે છે...
'કોણ આવ્યું છે પાયલ?'

'અરે...માસી લાગે છે તમારા ઘરે કોઈ ખૂબસૂરત કન્યા મહેમાન બનીને આવી છે.'

( ક્રમશઃ ભાગ- ૧૫ માં...સૌંદર્યાને પાયલ ઓળખશે કે નહીં? એનો અભિગમ સૌંદર્યા સાથે કેવો રહેશે ?....સૌરભની મમ્મીને સૌંદર્યા પોતાની સાચી ઓળખ પુરાવાઓ સાથે આપશે પછી..... પછી..સૌદર્યા સાથે એના પપ્પા મમ્મી અમદાવાદ માં સાથે રહી શકશે? ... તકલીફો તો ઘણી પડવાની...જીવન હવે આકરું થવાનું... કેવીરીતે સૌંદર્યા પોતાનું જીવન જીવશે?.. જાણવા માટે વાંચો... ધારાવાહિક વાર્તા "સૌંદર્યા-એક રહસ્ય" **આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને આવનારા તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏).