" સૌંદર્યા " - એક રહસ્ય...(ભાગ-૭) સૌરભ તપસ્વીની ની ગુફા માં જાય છે.. જ્યાં પુરૂષો ના પ્રવેશ માટે પ્રતિબંધ હોય છે... સૌરભ ગુફા માં બેભાન થાય છે.એને ચાદરો માં લપેટી ને તપસ્વીની આશ્રમ માં લાવે છે..બીજે દિવસે સૌરભ ની રૂમમાં તપસ્વીની ની સાથે ગૌરી અને રાધા પ્રવેશ કરે છે.તો ચાદરો માં એક સ્વરૂપવાન યુવતી હોય છે.. હવે આગળ... આ જોઈ ને ગૌરી થી બોલ્યા વગર રહેવાયું નહીં બોલી," માં આ તો ચમત્કાર થયો..આટલી ખૂબસૂરત કન્યા મેં જીંદગીમાં જોઈ નથી.જાણે સ્વર્ગ ની અપ્સરા ના હોય!! સુંદર લાંબા કેશ, મૃગનયની આંખ, સુંદરતા માં અદભૂત.. જાણે સૌદર્યવાન સૌંદર્યા !!!!".................... સરસ્વતી ઘાટ પાસે " માં " ચંદ્ર કલા માં નો આશ્રમ હોય છે.આ" માં "જ તપસ્વીની સાધ્વી હોય છે.જેઓ દિવસ દરમિયાન ઘાટ ની સામે કિનારે આવેલા ભગવાન શિવ દ્વારા રક્ષિત વિસ્તાર માં તપ કરતા હોય છે.. સંધ્યાકાળે તેઓ આશ્રમ માં સત્સંગ માટે પાછા આવતા હોય છે... " માં " ચંદ્ર કલા એ ગૌરી અને રાધા ને પોતાની દિકરી જ માનતા હોય છે..તેઓ આશ્રમ ની આવક ,દાન માં થી આર્થિક રીતે પછાત,ગરીબ વર્ગ ના વિધાર્થીઓ ને સહાયતા કરતા હોય છે..તેમજ સામાજિક કાર્યોમાં પણ સહાયરૂપ થતાં હોય છે. " માં " ચાદરો માં એક સ્વરૂપવાન યુવતી ને જુએ છે.. એટલે આશ્ચર્ય પામે છે.. પછી એમને ભગવાન શિવ દ્વારા રક્ષિત વિસ્તાર યાદ આવે છે.. કદાચ.. ઈશ્વર ની જ આ માયા હશે એવું માને છે... બોલે છે," ગૌરી, આ યુવતી ના શરીર પર થી ચાદર ધીમે થી હટાવી દો..જોઈએ..આ કોણ હશે? તેં તો નામ પણ પાડી દીધું છે.." સૌંદર્યા " તો આપણે એને " સૌંદર્યા " તરીકે જ ઓળખીશું." " હા, માં.. આ સુંદરતા વાળી સૌંદર્યા જ છે..બસ જોઈએ આ સૌંદર્યા કોણ છે? " ગૌરી અને રાધા ચાદર માં લપેટાયેલી યુવતી પાસે જાય છે.. ધીમે થી ચાદર હટાવે છે...તો એક સ્વરૂપવાન કન્યા.. હોય છે.. આ જોઈ ને ગૌરી અને રાધા આ યુવતી નું સ્વરૂપ જોઈ ને આશ્ચર્ય પામે છે.. રાધા બોલે છે," માં ..આ કદાચ સ્વર્ગ ની અપ્સરા આવી ગઈ છે..એ યુવાન ને આ અપ્સરા એ જ ગુમ કર્યો હોય એવું લાગે છે." ગૌરી અને રાધા માનવા જ તૈયાર હોતા નથી કે આ એજ યુવાન છે.. કારણકે અંગ ઉપાંગ કોઈ સ્ત્રી ના જ દેખાય છે......પણ...પણ........... "માં" ધીમે રહીને સૌંદર્યા પાસે આવે છે.. બોલ્યા," ખરેખર આ સ્વરૂપ વાન સૌંદર્યા જ છે.. આવું સ્વરૂપ તો અપ્સરા નું જ હોય! હશે..ત્યારે..ઈશ્વર ઈચ્છા...." પછી જુએ છે તો એ યુવતી બ્લ્યુ જીન્સ અને બ્લેક ટી શર્ટ માં હોય છે..એ જ કપડાં જે એ યુવાને પહેર્યા હતા.... જે બહુ જ ઢીલા કપડાં પડતા હતા.તેમજ આ સૌંદર્યા ની હાઈટ પણ સ્હેજ ઓછી તેમજ શરીર થોડું નબળું દેખાય છે. માં ને થોડી નવાઈ લાગી.. પણ પછી કંઈ ક યાદ આવ્યું...એ સૌંદર્યાની પાસે આવે છે એની જમણા હાથ ની આંગળી જુએ છે.. હા...એ યુવાન ના હાથ માં જે વીંટી હતી..એ જ છે..એના પર "S" લખેલો હોય છે..પણ વીંટી ઢીલી પડતી હતી.. કદાચ આ યુવતી ના હાથ પેલા યુવાન કરતા થોડા નાના ..પણ લાંબા તો છે. અને આંગળીઓ વધુ પતલી..... લાંબી...એટલે આ વીંટી સરકી જતી દેખાય છે... "માં"એ વીંટી લે છે. પોતાની પાસે રાખે છે. પછી......... એ આ યુવતી ના જમણા કાન પાસે આવે છે.....એ યુવાન જો મંદ સ્વર સાંભળી શકતો હતો..તો એના જમણો કાન વીધેલો હશે..............પણ ડાબો કાન તો જોવો તો પડશે જ..... " માં " એ યુવતી ના જમણા કાન ની બુટ જુએ છે..હા..કાન વીધેલો છે.. પછી ડાબો કાન જુએ છે..તો..તો..ડાબો કાન વીધેલો નહોતો.....ઓહ્.....આ પેલો જ યુવાન છે.....હે ઈશ્વર ....તારી લીલા.. કેવી છે...!!! આ ગુજરાતી યુવાન સૌંદર્યા બની ગયો!!!! હવે "માં" ને ચિંતા થાય છે..કે..આ..'પુરૂષ' કે 'સ્ત્રી' કે પછી.. પછી....?????. ........... આ તો હવે મારી જવાબદારી આવી ગઈ!. આની સાથે સાવચેતી થી અને સ્નેહ થી પુછવું પડશે. બટક બોલી રાધા બોલી," અમ્મા ચોક્કસ આ અપ્સરા જ છે .. કોઈ દેવતા કે ઋષિ ના શ્રાપ નો ભોગ બની લાગે છે.આ ધરતી પર આવી ગઈ છે."માં" એ અમારી દીદી બનશે?". ગૌરી અને રાધા ' માં ' સામે જુએ છે....' માં ' બોલ્યા," હા, આ તમારી નાની દીદી છે..આજ થી આ સૌંદર્યા મારી નાની દિકરી....જો રાધા, વસ્ત્ર ભંડાર માં થી આના અનુરૂપ ના વસ્ત્રો લાવ...પણ..હા....ભગવા રંગ ના આવે, એ પહેરાવાય નહીં...જો સફેદ વસ્ત્ર..સાથે ગંગા જળ, કંકુ અને મૈયા નર્મદા નું જળ પણ લાવજે.. એનું પ્રથમ શુધ્ધિ કરણ કરવું પડશે.". ગૌરી બોલી," માં આજે તપોભૂમિ જવાનું છે? તો પછી આની સંભાળ કોણ રાખશે?". ' માં ' બોલ્યા," ધીરજ રાખ..જો હમણાં થોડી વારમાં નવ વાગ્યે કલ્યાણી, લતા,અને લક્ષ્મી આવશે. એમને આશ્રમ નું હમણાં કામકાજ, રસોઈ કરશે.. પછી કલ્યાણી ને કહી ને આ સૌંદર્યા ના માપ નાં બે ત્રણ જોડી કપડાં સીવવાના છે.... ખુટતુ જરૂરી કાપડ જબલપુર થી મંગાવી લઇશુ.....હા..જો જે વસ્ત્ર ભંડાર માં કાપડ અને સાડીઓ પણ હશે.." એટલામાં રાધા સૌંદર્યા માટે બે જોડી કપડાં લઈ ને આવી.. સાથે ગંગા જળ, નર્મદાના જળ અને કંકુ લ ઈ ને આવી..... ' માં ' એ ગંગા જળ હાથ માં લીધું અને તેનો છંટકાવ એ સૌંદર્યા ના મુખ પર કર્યો.... આ જળ પડતા એ સૌંદર્યા અર્ધ આંખો ખોલી ને , જાણે હજુ ઉંઘ આવતી હોય,એમ બોલી," સુવા..દે..ને.. માં.. " આમ બોલતાં આળસ મરડી ને બંને હાથ માથા પર ગયા.....અરે...આ શું? ચોંકી ગઈ...સૌંદર્યા....અરે....આ તો લાંબા વાળ....મારા માથે!. એ સૌંદર્યા ની ઉંઘ ઉડી ગઇ.. આ રાધા અને ગૌરી જોતા અને સાંભળતા હતા.. રાધા , ગૌરી ના કાન પાસે આવી બોલી... જોયું .. હું નહોતી કહેતી..આ અપ્સરા જ છે..એનો અવાજ કેટલો મધુર છે.. જાણે મધુર ઘંટડી..... મને તો આનો અવાજ સાંભળવો ગમે છે..... ' માં' એ આ ગુસપુસ અવાજ સાંભળી ને આંખો થી ચુપ રહેવા જણાવ્યું... એટલામાં ચમકી ને એ સૌંદર્યા બેઠી થઈ ને પોતાના લાંબા કેશ સામે જોયું..એને નવાઈ લાગી.. પછી પોતાના જમણા હાથ ની આંગળી સામે.....ઓહ્... કદાચ...પાકીટ, મોબાઇલ...ની જેમ.... વીંટી પણ...પડી ગઈ હશે!!. મારી માં એ કેટલા સ્નેહ થી મારા માટે બનાવી હતી... " માં " ચંદ્ર કલા માં એ આ જોયું ને બોલ્યા," બેટી, તું અહીં સહીસલામત છે..તારી વીંટી મારી પાસે છે.. કદાચ હવે તારી આંગળીઓ પતલી છે.. વીંટી પડી જાય એમ હતી.. એટલે.... આ સાંભળી ને એ સૌંદર્યા.. ને બધું યાદ આવ્યું.. ને પોતાનું આ રૂપ જોઈ ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી...... ' માં ' સૌંદર્યા ની પાસે આવ્યા..ને માથા પર સ્નેહ થી હાથ ફેરવતા બોલ્યા," બેટી, તું આજ થી મારી બેટી છે. તું ચિંતા ના કર.. તારૂં ભારે હૈયું હળવું કરી ને મને બધી વાત કર. આ સાંભળી ને સૌંદર્યા ફરી થી રડવા લાગી...... રાધા બોલી," લો.. આનું રડવું પણ સાંભળવું સારૂં લાગે છે..ને પછી હસી પડી... વાતાવરણ થોડું હળવું લાગતા સૌંદર્યા " માં " ને ભેટી ને રડમસ અવાજે બોલી... મારૂં આવું રૂપ? હું તો પુરૂષ છું ને..આ કેવી રીતે?" "બેટી પહેલા તારી કહાની કહે .. પછી..આ કેમ થયું એ કહું.. " માં " બોલ્યા....... માંડ શાંત થયેલી સૌંદર્યા એ પોતાની વિતક કથા કહેવા માંડી.... પોતાનું નામ સૌરભ.. બીજા ત્રણ મિત્રો સાથે અમદાવાદ થી જબલપુર આવ્યો હતો.... આમ પુરી કહાની કહી ને.. સૌંદર્યા રડી પડી.....હવે મારૂં અસ્તિત્વ કયું? મારે કેવીરીતે આ સ્વરૂપ માં જીવવાનું? હું તો નર્મદા માં કુદકો મારી ને મરવા જઉ છું....એમ બોલી ને સૌંદર્યા ઉભી થાય છે.. પણ શરીર માં હજુ અશક્તિ જણાય છે... ' માં ', ગૌરી અને રાધા .. સૌંદર્યા ને રોકે છે..... " માં " કહે છે ,"તારી જવાબદારી હવે મારી છે.. જ્યાં સુધી તારી ઈચ્છા હોય ત્યાં સુધી અહીં મારી દિકરી તરીકે રહી શકે છે.." પછી ગૌરી સામે જોઈ ને બોલ્યા," ગૌરી,આજ થી તારી પણ જવાબદારી..તારે કાયમ આ સૌંદર્યા સાથે રહેવાનું..એને બધા આચાર વિચાર..રહેન સહેન જે એક સ્રી માટે જરૂરી છે..એની સમજણ પણ આપવાની છે.. તું એની મોટી દીદી...અને હા....કાલ થી આજ સુધી બનેલા બનાવ..સૌદર્યા વિશે એ કોણ છે?..એ આપણા ત્રણ સિવાય કોઈ ને ખબર પડવી જોઈએ નહીં...." પછી સૌંદર્યા સામે જોઈ ને બોલ્યા," અબ તું દાતુન ઔર ખુલ્લા કર લે... ઓહ... તું તો ગુજરાતી છે... અને પછી સ્નાન કરી ને જ આવજે...હા માથું ધોઈ ને પણ... પછી' માં 'રાધા એ લાવેલા વસ્ત્ર લીધા. ધવલ વસ્ત્ર પર ગંગા જળ છાંટી,
રેવા ના જલ થી પવિત્ર બનાવી,
કંકુના છાંટણા કરીને,
આપ્યા વસ્ત્ર એને પહેરવા,
મુખ એનું સૌ કોઈ જોતું,
આનંદે એ મુખ મલકતું,
' માં ' આશિષ પામી ને,
હરખાય એ સુંદર નારી,
હવે રાધા,ચાલો આ કક્ષ ની બહાર.. હવે ગૌરી ની જવાબદારી આવી છે...સૌંદર્યા સ્નાનાદિ કાર્ય કરી ને બહાર આવે એની રાહ જોવાની છે.....હા,.... ગૌરી .આજે સામે કિનારે તપોભૂમિ માં જવાનું નથી..કાલ થી તમારા બંને ની ફરજો બદલાઈ જાય છે.... આજે હું મારા કક્ષ માં જ ઈશ્વર ની આરાધના કરીશ... સાંજ ના સત્સંગ માટે તારે અને રાધા એ ભજન કિર્તન ની તૈયારી, અભ્યાસ કરવાનો છે..સાથે તારે સૌંદર્યાને પણ શીખવાડવા નું છે..એનો અવાજ સરસ છે...મને લાગે છે માં સરસ્વતી એના માં વસેલા છે.........ચાલો અમે બહાર જ ઈએ.. ગૌરી તું સૌંદર્યા નું ધ્યાન રાખજે..હવે કદાચ કલ્યાણી એની સખી ઓ ને લઈ ને આવતી જ હશે." આમ બોલી ને " માં " રાધા ને લઈ ને સૌંદર્યા ના કક્ષ માં થી બહાર આવે છે... પછી રાધા ને કહે છે," રાધા,જો સૌંદર્યા નું શરીર નબળું લાગે છે...એના માટે હમણાં હલ્દી વાલા દૂધ બનાવી રાખ... ને કલ્યાણી આવે તો કહેજે કે આજે સવારે જમવા સાથે રવા નો હલવો બનાવે..મારી નાની દિકરી આવી છે.. હું હવે મારા કક્ષ માં જઉ છું. હમણાં એકાદ કલાક હું એકાંત માં રહીશ....એમ બોલી ને પોતાના કક્ષ તરફ જતા વિચારે છે... કદાચ...આ પરિસ્થિતિ માં સૌંદર્યા અવસાદ ની પ્રારંભિક તબક્કામાં આવી જશે તો.....! મને લાગે છે એને અશ્વગંધા, શતાવરી વાળું દૂધ બે વખત આપવું પડશે..તેમજ બ્રાહ્મી નું પણ સેવન કરાવવું પડશે..... એટલામાં કલ્યાણી સાથે લતા અને લક્ષ્મી આશ્રમ માં આવે છે... કલ્યાણી થોડી ચિંતિત દેખાય છે અને ઉતાવળી પણ..... " માં " કલ્યાણી ને જોઈ ને બોલ્યા," શું થયું કલ્યાણી? તું કેમ આમ પરેશાન છે? તકલીફો હોય તો કહે..". ગભરાતી કલ્યાણી બોલી," માં.. આજે સવારે મારા એ... જડીબુટ્ટી લેવા સામે કિનારે ગયા હતા... જડીબુટ્ટી લેતા લેતા.... તપોભૂમિ પાસે પહોંચ્યા...તો એમને નવાઈ લાગી." "શું થયું અને શું જોયું કલ્યાણી બોલી?" માં ચંદ્ર કલા માં બોલ્યા..... " માં " એમણે તપોભૂમિ નું સુચના બોર્ડ જોયું તો એમાં ફક્ત "તપોભૂમિ"-' માં ' ચંદ્ર કલા માં... લખેલું હતું...... બીજું લખાણ ગાયબ થઈ ગયું હતું..". *(ક્રમશઃ) *** ભાગ-૮ માં...**તપોભૂમિ માં પ્રવેશેલા સૌરભ નો સૌંદર્યા તરીકે સ્વરૂપ રૂપાંતર...સૌદર્યા યુવતી તરીકે સામાન્ય જીવન જીવી શકશે? એે 'અવસાદ' માં ના જાય એ માટે ' માં ' ના પ્રયત્નો... ગૌરી ની દેખરેખ હેઠળ સૌંદર્યા નું જીવન માં પરિવર્તન..... ભવિષ્યમાં શું સૌંદર્યા ના લગ્ન થશે?.. આવતા ભાગ માં ડોક્ટર સુનિતા નો પ્રવેશ..સૌંદર્યા ના જીવન ને એક નવો ટચ આપશે? જાણવા માટે વાંચો... મારી ધારાવાહિક વાર્તા "સૌદર્યા-એક રહસ્ય"....**( મિત્રો... હમણાં તહેવારો નો સમય છે.. મિત્રો ને તહેવારો ની શુભેચ્છાઓ...આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏)