સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ - ૧૫) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ - ૧૫)

"સૌંદર્યા - એક રહસ્ય " ( ભાગ-૧૫)

સૌંદર્યા- એક રહસ્ય ભાગ -૧૪ માં જોયું કે સૌંદર્યા ગુરુ પૂર્ણિમા પછી " માં " પાસે થી અમદાવાદ જવાની રજા લે છે. સૌંદર્યા અને ' માં ' ભાવુક થાય છે. ડો.સુનિતા સૌંદર્યા ને જરૂરી સલાહ સૂચનો આપી રેલ્વે સ્ટેશન મુકવા જાય છે.સૌદર્યા અમદાવાદ પોતાના ઘરે પહોંચે છે. ત્યાં દરવાજા પર પાયલ ને જુએ છે....હવે આગળ.....

પાયલ પણ પંજાબી ડ્રેસમાં એક ખૂબસૂરત યુવતીને જુએ છે.

એના મોઢામાં થી નીકળી જાય છે...વાહ... ખૂબસૂરત.

એટલામાં સૌરભની મમ્મીનો અવાજ આવે છે...
'કોણ આવ્યું છે પાયલ?'

'અરે...માસી લાગે છે તમારા ઘરે કોઈ ખૂબસૂરત કન્યા મહેમાન બનીને આવી છે.'

સૌરભની મમ્મી દરવાજા પર આવે છે..
" માં " ને જોઈ ને સૌંદર્યા ની આંખોમાં થી આંસુ આવે છે.
" માં " ને પગે લાગી ને ભેટી પડે છે.
આ દ્રશ્ય જોઈ ને પાયલ ને લાગે છે કે કોઈ નજીક નું સગું હશે.પાયલ બોલી:-" તો..માસી હું હવે જાવું છું."

પાયલ ઘરની બહાર જવા જાય છે.

ત્યારે સૌંદર્યા બોલે છે:-" પાયલ થોડી વાર બેસ. મારે તારી સાથે પણ વાત કરવી છે."

આ સાંભળી ને પાયલ ચોંકી જાય છે.બોલી:- ના, મારે મોડું થાય છે..આ તો માસીને મલવા આવી હતી."

એમ બોલીને પાયલ એક્ટિવા ચાલુ કરે છે..

પછી બબડે છે..આ કોણ છે? યાદ આવતું નથી. મારૂં નામ કેવી રીતે જાણે?. કદાચ માસીની સગી હોય ને અગાઉ વાતમાં ને વાતમાં મારૂં નામ કહ્યું હશે....ચાલ...હવે ઘરે પહોંચવું પડશે.

સૌરભની મમ્મી બોલી," બેટી , મને તારી ઓળખાણ ના પડી.કોણ છે તું?"

સૌંદર્યા રડી પડે છે.

આ જોઈ ને સૌરભની મમ્મી સૌંદર્યાને ઘરમાં બેસાડે છે..

બોલે છે:- શાંત રહે દીકરી.કેમ રડે છે? લે આ પાણી પી . હાથ મોં ધોઈ ને તારી વાત કહે.. જ્યારથી મારો સૌરભ ગયો છે હું એકલી પડી ગઈ છું..સૌરભના પપ્પા તો નોકરી જાય છે...રે..મારા કેવા નસીબ છે..એકનો એક દીકરો પણ ગુમ થયો છે."

આ સાંભળીને સૌંદર્યા શાંત થાય છે.ફ્રેશ થાય છે.

સૌંદર્યા:- મમ્મી, વિધાતાની ચાલે મારી આ સ્થિતિ થઈ છે. હું જ તમારો સૌરભ છું...મને બચાવનારી " માં " એ મારૂં નામ" સૌંદર્યા " પાડ્યું છે."

આ સાંભળીને સૌરભની મમ્મી બોલી:-" તું મને પાગલ સમજે છે.મારો સૌરભ તો યુવાન માણસ છે. ને હા, તું ખૂબસૂરત યુવતી છે. મારો સૌરભ યુવતી 'ના' હોય. સાચું કહે તું ક્યાંથી આવી છે. મારા સૌરભ વિશે શું જાણે છે... આ પાયલ પણ સાચું કહેતી નથી.. એણે તો એવું કહ્યું કે ટુર પર સૌરભ ખોવાઈ ગયો છે.. હેં.. તેં મારા સૌરભ ને જોયો છે.?" આકુળવ્યાકુળ થઇ ને સૌરભ ની મમ્મી બોલી.

આ સાંભળી ને સૌંદર્યા એ પોતાનું મન કઠણ કર્યું.

બોલી:-" હા, સૌરભને જોયો છે. મમ્મી,જુઓ મારી વિંટી.. સૌરભ પહેરતો હતો..મને હવે મોટી પડે છે."

"હા, વિંટી તો સૌરભની છે.તને ક્યાં થી મલી? બેટી, તું મુસાફરી થી થાકી હશે. તું જલદી સ્નાન કરીને આવ.તારા માટે સરસ જમવાનું બનાવું. તું મારા સૌરભના સમાચાર લાવી છે. તું કોઈ સારા ઘરની સંસ્કારી લાગે છે."

"હા, માં , હું સ્નાન કરીને તમને બધી વાત કરીશ..પણ માં મારૂં ભાવતું ભોજન બનાવજે. દુધી ચણા નું શાક, પાતળી રોટલી, સરસ મસાલેદાર દાળ,ભાત અને સાથે લિજ્જત નો પાપડ.તેમજ ખાટું અથાણું..છે ને માં!"

આ સાંભળીને સૌરભની મમ્મી બોલી:- અરે આતો મારા સૌરભ ની ફેવરિટ ડીશ છે.." પછી મનમાં બોલે છે... કદાચ આ છોકરી કહે છે એ સાચું હશે તો? સૌરભના પપ્પા આને સ્વિકારશે?

થોડીવારમાં સૌંદર્યા ફ્રેશ થઈ ને આવી.

બોલી:- "માં,મારા જગદીપ મામા એ પ્યાલો આપ્યો હતો એ છે ને? હું નાનો હતો ત્યારે આપ્યો હતો..આજે તો જમતી વખતે એ પ્યાલામાં પાણી પીશ."

"હા,બેટા ,છે..ને.. મેં સાચવીને રાખ્યો છે.બેટી તું તો મારા સૌરભ જેવું બોલે છે.આ જમીને મને સૌરભ વિશે કહે.જો મેં સોજીનો શીરો બનાવ્યો છે સૌરભને બહુ ભાવે."

"અરે.. માં મારી ફેવરીટ ડીશ સાથે શીરો..વાહ.. માં..કેટલાય દિવસથી તારા હાથનું જમ્યો નથી..તારા હાથની દાળ..એ પણ ગુજરાતી...કેટલાય દિવસથી ગુજરાતી દાળ ખાધી નથી."

"બેટી તું કેમ આમ બોલે છે.તુ તો છોકરી છે."

સૌંદર્યા ભાવુક થાય છે.ને માં ને ભેટીને બોલે છે:- માં, હું જ સૌરભ છું.હુ તને બધી વાત કહીશ.મને હવે કકડીને ભૂખ લાગી છે."

સૌરભની મમ્મી સૌંદર્યા ને ભાવથી જમાડે છે..

સૌંદર્યા જમીને હાથ ધુએ છે ત્યારે સૌરભની મમ્મી ની નજર એના ડાબા હાથ પર પડે છે.

" હેં બેટી,આ તારા હાથમાં શેનું છુંદણું છે? લાવ તારો ડાબો હાથ જોવા દે."

સૌંદર્યા ખુશ થાય છે બોલી:- મમ્મી, આ મારું નામ " સૌંદર્યા " આશ્રમ ની ' માં' એ પાડ્યું છે એ નામ નું ટેટુ છે.જો મમ્મી કેટલું સરસ છે."

સૌરભની મમ્મી ટેટુ જુએ છે.તરત એમની નજર હથેળી પર પડે છે.

"ઓહ્. આ તો સૌરભના હાથમાં હતો એવો જ તલ તારા હાથમાં છે."

"માં હોય જ ને.હુ એક શ્રાપના લીધે યુવતી બની ગયો છું.. હું સૌરભ જ છું.જો માં હવે હું સૌરભની નીશાનીઓ કહું"

"હા બોલ બેટી ,તું સૌરભની વાત કરે છે ત્યારે મને આનંદ થાય છે."

"મમ્મી, તમને ખબર છે ને કે આ હાથમાં તલ છે. બીજું સૌરભ ના ડાબા પગ માં એક જગ્યાએ લાખુ છે.એ મને પણ છે."

"હા, મને ખબર છે."

"મમ્મી તમને બતાવું .તમને ખબર છે મને ક્યાં હતું.?..અને મમ્મી તમને ખબર છે મને નાનપણથી એક તલ કાળા કલરનો મારા ડાબા ખભા પાસે છે."

"હા,હા..બેટા ખબર છે..પણ તને કેવી રીતે ખબર પડી?"

"જો મમ્મી હું એ તલ તને બતાવું."

"ના,બેટી હવે મને તારા પર થોડો વિશ્વાસ બેઠો છે.. તું હજુ બીજું કંઈ ક કહે.સૌરભ ની જબલપુર ની મુસાફરી વિશે. આ પાયલે મને સાચું કહ્યું નથી."

આ સાંભળીને સૌંદર્યા પોતે સૌરભ તરીકે જબલપુર ગયો હતો ત્યારથી માંડીને સૌંદર્યા બન્યો અને 'માં ચંદ્ર કલા માં' એ એનું દીકરી તરીકે ધ્યાન રાખ્યું એ બધું કહ્યું.

સૌરભની 'માં' એ સૌંદર્યા સામે પ્રેમ અને સ્નેહ ભાવથી જુએ છે.

લાગે છે કે આ સૌરભ જ છે..મારા સૌરભની આ દશા! સૌરભના પપ્પા આવશે ને જાણશે તો?,"

થોડીવારમાં સૌંદર્યા બોલી:- મમ્મી, તેં એક વખત કહ્યું હતું ને કે જ્યારે મારો જન્મ થવાનો હતો ત્યારે તારી ઈચ્છા પુત્રીની હતી..પણ પપ્પા ની ઈચ્છા પુત્રની હતી..ને મારો સૌરભ તરીકે જન્મ થયો. પપ્પા ખુશ થયા હતા.. તું પણ ખુશ થઈ હતી..પણ અંદર થી ઈચ્છા દીકરીની હતી. સાચું છે ને માં!"

સૌરભની મમ્મી બોલી:-હા,સાવ સાચું.આ વાત તો સૌરભ જ જાણતો હતો. બોલ પછી.."

" ને માં તું પપ્પાથી છાની માની મારા માટે છોકરીઓ ના ઝભલા લાવી હતી.. પપ્પા ના હોય ત્યારે મને પહેરાવીને ખુશ રહેતી.. હેં મમ્મી તારી લીલા કલરની પેટી છે ને.!.. એમાં તેં તારી સાડીની વચ્ચે મારા નાના નાના બે ઝભલા સંતાડી રાખેલા હતા."

"ઓહ્.આ વાત તો સૌરભ જ જાણતો હતો.."
બોલી ને સૌરભની મમ્મી સૌંદર્યા ને ભેટી પડી ને રડી..

"બેટી,આ શું થઈ ગયું?તારા પપ્પા તો તને ઘરમાં રહેવા દેશે પણ નહીં..પણ હું પણ તારી માં છું.."

"મમ્મી તને ખબર છે એ પેટીમાં તેં બીજું શું સંતાડી રાખ્યું હતું.પપ્પા થી છાનું... નાનકડી રાધાનો ડ્રેસ.. મને તેં પહેરાવેલો...તને યાદ છે મમ્મી ,મારા જગદીપ મામા એ ખરેખર તો તારા કાકાના દીકરા છે..પણ તને સગા ભાઈની જેમ રાખતા..મારે સગા મામા તો હતા નહીં. હું પાંચ વર્ષ નો હતો ત્યારે એક વખત જગદીપ મામા એ જન્માષ્ટમી વખતે આપણને એમના ઘરે ઉમરેઠ બોલાવ્યા હતા."

"હા,હા, બેટા હજુ તને યાદ છે."

"હા, માં આજે તો મને જુની વાતો યાદ આવી રહી છે. મામાના બે નાના દીકરા હતા..સાત આઠ વર્ષ ના. મામા એમના માટે કૃષ્ણ અને રાધાનો ડ્રેસ લાવ્યા હતા..પણ એ બંને ભાઈઓ એ કૃષ્ણ બનવાની જીદ કરી હતી."

"હા,હા, બેટા ને મામા વિચાર માં પડી ગયા હતા કે રાધા કોને બનાવવી?"

"હા, માં.. બંને ભાઈઓ કૃષ્ણ બની ગયા..મામા વિચાર માં પડી ગયા હતા ત્યારે મમ્મી તેં જ મામા ને કહ્યું હતું કે રાધા મારો સૌરભ બનશે. ને હું રાધા બની હતી.. બધાને કૃષ્ણ અને રાધા ની જોડી ગમી ગઈ હતી. એ રાધાનો ડ્રેસ પપ્પા થી સંતાડી રાખ્યો હતો."

"હા,બેટા, હવે તો તું સૌરભ જ છે.. ને તારા પપ્પા ને આ વાતની ખબર પડી ત્યારે મને બહુ લડ્યા હતા. એ પછી છોકરીઓના ડ્રેસ તને પહેરાવ્યા નહોતા."

"હા, મમ્મી.. ને ભગવાન શંકરના શ્રાપ થી હું છોકરી બન્યો ને મારે છોકરીઓના કપડા પહેરવા પડ્યા છે.. હેં મમ્મી , પપ્પા સાંજે આવશે તો મને સ્વિકારે? તને તકલીફ તો નહીં પડે ને! જો પપ્પા મને ઘરમાં થી કાઢી મુકશે તો હું પાછી " માં ચંદ્ર કલા માં " પાસે જતી રહીશ. આ શ્રાપ થોડા સમય માટે જ છે એવું એ મારી 'ચંદ્ર કલા માં' કહે છે."

"બેટા, જો તારા પપ્પા તને સ્વિકારે નહીં તો આપણે બંને આ શહેર છોડીને ઈડર જતા રહીશું.મારી કાકાની દીકરી તારી માસી નું ઘર છે..એ ઘરની ચાવી આપણી પાસે જ છે. એ તારી માસી તો અમેરિકા છે.. હું તારા જગદીપ મામા ને પુછીને ઈડર રહેવા જઇશુ. ઘર ચલાવવા હું કામ કરીશ પણ તને હવે તકલીફમાં મુકવા માંગતી નથી."

આ સાંભળી ને સૌંદર્યા ની આંખો ભીની થઈ ગઈ..એ મમ્મી મમ્મી બોલતી મમ્મી ને ભેટીને રડવા લાગી.

સૌરભની મમ્મી એ સૌંદર્યા ને શાંત રાખી.

"મમ્મી તને ખબર છે જ્યારે હું નાનો હતો ત્યારે તેં મારો જમણો કાન વીધાવ્યો હતો.. પણ પપ્પા ને ગમ્યું નહોતું.. તેં પપ્પા ને આ જમણો કાન વીંધવા નું કારણ સમજાવ્યું હતું ને પછી પપ્પા પણ સહમત થયા હતા.. ને મમ્મી આના કારણે મારી શ્રવણશક્તિ સારી છે જેના પરિણામે હું જંગલમાં બચી ગયો હતો... પણ..પણ.. પછી હું યુવતી બની ગયો હતો."

સૌરભની મમ્મી એ સોદર્યાને સ્વિકારે છે.

સાંજે સૌરભની મમ્મી પાયલને ફોન કરીને મલવા માટે કહે છે. સૌરભ વિશે ..કે સૌરભ જીવતો છે.

આ સાંભળીને પાયલ એક કલાકમાં એક્ટિવા લઇને આવી ગઈ

પાયલે બ્લ્યુ કલર નું જીન્સ પેન્ટ અને બ્લેક ટોપ પહેર્યું હતું.

પાયલ :-" માસી ,તમે ફોન કર્યો હતો? સૌરભ વિશે શું માહિતી છે?"

સૌરભ ની મમ્મી:-" પાયલ તેં મારાથી સૌરભની વાત છુપાવી હતી.. મારો સૌરભ જીવતો છે...પણ જો મારો સૌરભ ગુમ થયો છે એ જાણ્યા પછી તે તપાસ કેમ ના કરાવી?.. ફોરેસ્ટ ખાતા માં જાણ કેમ ના કરી.? મને આખી વાત આ મારી સૌંદર્યા એ કરી.તને વિજય સાથે લગ્ન કરવાની ઉતાવળ હતી? મારા સૌરભની પડી નહોતી?.જો આ છોકરીનું નામ સૌંદર્યા છે.એ તને સૌરભ વિશે વાત કરશે."

પાયલ :- " માસી હું અને વિજય ગભરાઈ ગયા હતા.તમને કેવીરીતે કહીએ કે જંગલમાં એક વાઘે સૌરભને મારી નાખ્યો છે.? એટલે એ ગુમ થયો છે એટલું જ કહ્યું.જો તમને ખબર પડતી તો તમે બધો દોષ અમારી ઉપર નાખતા. હું તો સૌરભ ને પ્રેમ કરતી. હજુ પણ મને સૌરભ પ્રત્યે લગાવ છે.. વિજયે તપાસ કરાવી હતી.એના અંકલે જબલપુરના ફોરેસ્ટ ખાતા માં કંમ્પલેન કરી સૌરભનો ફોટો પણ આપ્યો હતો..પણ તપાસ કરતા એનો ફોન પણ ના મલ્યો..પણ એનું ચીરાઈ ગયેલું પાકીટ મલ્યું..પણ રૂપિયા કોઇ એ કાઢીને પાકીટ નાખી દીધું હતું એ ફોરેસ્ટ ખાતા વાળા ને મલ્યું એમાં સૌરભ નું લાયસન્સ હતું એ અંકલે વિજય ને કુરિયર થી મોકલ્યું હતું.. હું એનું લાયસન્સ મારી સાથે લાવી છું...લો.. સૌરભ નું લાયસન્સ. પણ.. આ યુવતી.. શું નામ સૌંદર્યા..હમ..નામ પ્રમાણે દેખાવડી પણ છે..એ સૌરભ ને જાણે છે? સૌરભ ને જીવાતો જોયો? જબલપુર થી આવી છે?"

આ સાંભળી ને સૌરભ ની મમ્મી ગુસ્સે થઈ.

બોલી:- હા, સૌંદર્યા એ મને બધી વાત કરી. સૌરભ જીવતો છે. તું સૌંદર્યા સાથે વાત કર ત્યાં સુધી હું સૌરભ નો ફેવરીટ નાસ્તો બનાવું સાથે આદુ વાળી ચા." સૌરભની મમ્મી ચા નાસ્તો બનાવવા જાય છે.

પાયલ:-" પહેલા તારી ઓળખાણ આપી. તું સૌરભ ને કેવીરીતે ઓળખે? તમે બંને ક્યારે મલ્યા હતા?"

સૌંદર્યા:-" જો પાયલ તું આ જીન્સ પેન્ટ અને બ્લેક ટોપ માં સુંદર દેખાય છે.તારો આ ફેવરીટ છે. મારું નામ સૌંદર્યા છે.સૌરભ જીવતો છે"

" તો પછી એ અહીં કેમ ના આવ્યો? મને વિગતવાર વાત કર."

આ પછી સૌંદર્યા પાયલને કોલેજમાં સાથે હતા ત્યારથી વાત શરૂ કરે છે.. જબલપુર ની ટુર, ત્રિપુર સુંદરી મંદિરમાં સૌરભ સાથે બનેલો બનાવ.છેલ્લે વાઘ પાછળ પડવાથી બચવા ભાગ્યો.ને ત્રણેય મિત્રો જીવ બચાવવા નાસી ગયા.

"પછી શું થયું સૌંદર્યા? તને આ બધી કેવીરીતે ખબર? સૌરભ મલ્યો હતો? એણે તને મોકલી છે? એણે મારો સંપર્ક કેમ ના કર્યો?"

આ સાંભળીને સૌંદર્યા બોલી:- સૌરભ વાઘ થી બચવા ગુફામાં ગયો હતો..એ જીવતો છે.. એનો ફોન પડી ગયો હતો.એણે બીજા સીમ થી તને કોલ કર્યો હતો.અને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. તેં એનો નંબર બ્લોક કર્યો.ને ફ્રેન્ડ રીક્વેસ્ટ રીજેક્ટ કરી."

"એટલે...એટલે...એ સૌરભ હતો!
પણ તને કેવી રીતે આ ખબર?"

સૌંદર્યાના આંખ માંથી અશ્રુ આવ્યા ને બોલી:- " સૌરભ ને મહાદેવનો શ્રાપ પડ્યો. ને એ તારી સમક્ષ છે."

પાયલ ને નવાઈ લાગી..આ છોકરી શું ખોટું બોલે છે..સૌરભ તો છોકરો ..ને આ જમાનામાં તો શ્રાપ જેવું હોય?

"હું નથી માનતી કે તું જ સૌરભ છે."

એટલામાં સૌરભની મમ્મી ચા નાસ્તો લઈને આવી .બોલી:- " હા આ સૌંદર્યા જ સૌરભ છે..મને એણે સૌરભ ની નીશાનીઓ બતાવી બધી સાચી છે. તું માને કે ના માને..ચાલો પહેલા નાસ્તા સાથે ચા લો."

પાયલે ચા નાસ્તો કર્યો.પછી બોલી:-" ચાલ સૌંદર્યા મારી સાથે."

સૌંદર્યા બોલી:-" હા મને ખબર છે . ક્યાં જવાનું કહે છે. આપણે એજ હોટલમાં જવાનું જ્યાં છેલ્લા આપણે ગયા હતા.. લો ગાર્ડન માં પણ જવાનું છે..બોલ તું ત્યાં જવાનું કહે છે ને.. તું કહે કે ના કહે..."

પાયલ :-" સાચી વાત..હવે મને લાગે છે કે સૌરભ સાથે કોઈ અજુગતું બન્યું છે. તું તૈયાર થાય..જો તું મારી પસંદગી નો ડ્રેસ પહેરીશ તો માનીશ કે તું જ સૌરભ છે..જે સૌરભ ને જ ખબર છે."

"ઓકે ત્યારે હું તૈયાર થાવ છું..પણ એક્ટિવા તો હું જ ચલાવીશ."

પાયલને નવાઈ લાગી ...ઓતારી.. આ તો સૌરભ જેવું બોલે છે.

પાયલ બોલી :- " તું તૈયાર થાય..પણ તારૂં લાયસન્સ તો સૌરભ નું છે..એટલે એક્ટિવા હું જ ચલાવીશ."

"ના.. હું જ ચલાવીશ..મારી પાસે મારા નામનું લાયસન્સ છે..ચાલ તૈયાર થાવ છું."

થોડીવારમાં સૌંદર્યા તૈયાર થાય છે.ને પાયલ પાસે આવે છે.
પાયલ સૌંદર્યા ને જુએ છે..અરે..આણે તો મારી પસંદગી ના...સૌરભ જે પહેરતો એવા... બ્લ્યુ કલર નું જીન્સ પેન્ટ અને બ્લેક જર્સી ને જર્સી પર તો સફેદ કલર માં ઓમ્ લખેલું છે.

આ જોઈ ને પાયલ બહુ ખુશ થઈ. એ આવેશમાં આવી.
ઓહ્....
પછી...

સૌંદર્યા પાસે આવીને ભેટી પડી.. પછી સૌંદર્યા ના ગાલ પર ચુંબન કરવા લાગી.

"બસ..બસ..પાયલ બહુ થયું.પાછુ મારે મોં ધોવા જવું પડશે.જો તારી લિપસ્ટિક લાગી છે."

પાયલ:-" માસી , સૌંદર્યાનું રાત્રે જમવાનું ના બનાવતા.અમે બહાર જમીને આવીશું. સૌંદર્યાને મુકીને જઈશ."

એક્ટિવા સૌંદર્યા એ ચલાવી.

થોડીવારમાં પાયલ અને સૌંદર્યા લો ગાર્ડન ગયા.
સૌંદર્યા એ ચાલુ એક્ટિવા એ હોટલ બતાવી જ્યાં તેઓ ભેગા થયા હતા.

સૌદર્યા એ પોતાની સાથે ગુલાબનું ફુલ લીધું હતું.

પછી બંને લો ગાર્ડન માં ગયા.

સોદર્યા:-" પાયલ લે આ ગુલાબ નું ફુલ .તારા વિજય સાથે ના લગ્ન ની શુભેચ્છાઓ સાથે. મને તારી સગાઈ અને લગ્ન ની ખબર પડી હતી.ને તું હનીમૂન માટે નૈનિતાલ અને સિમલા ગયી હતી. મેં સોશ્યલ સાઇટ્સ પર જોયું હતું...મારે તો તમારા વિશે જાણવું છે.વિજય અને તું ખુશ છો ને? ને હા મુકુંદ ક્યાં છે?"

પાયલ:-" સૌંદર્યા,ખરેખર તું કોણ છે એ હજુ મને સમજણ પડતી નથી પણ તારી વાતો પરથી લાગે છે કે તું કદાચ સૌરભ હોઈ શકે.. તું મારો બીજો નંબર લે.તારે કે માસી ને કોઈ કામ હોય તો રીંગ કરજે.હવે હું બ્લોક નહીં કરૂં..પણ તેં સૌરભ વિશે કહ્યું એ માટે મને આનંદ છે.. હું અને વિજય ખુશ છીએ.વિજય હવે બિઝનેસમાં લાગી ગયો છે. મુકુંદ અત્યારે ઓસ્ટ્રેલિયા છે.. MBA કરે છે.વિજયે બધો ખર્ચો ઉપાડી લીધો છે. તું મુકુંદ ને ઓળખે છે?"

"હા,એ આપણો કોમન મિત્ર છે.મને એના પ્રત્યે માન છે. સારૂં થયું એ MBA કરે છે."

"જો સૌંદર્યા , મેં અને વિજયે લગ્ન કરી લીધા. તારા લગ્ન થયા છે?"

"કેમ આમ પુછે છે?"

" જો ના થયા હોય તો મુકુંદના હજુ લગ્ન થયા નથી..ને જો તું મિત્ર ગણતી હોય તો એની સાથે તારૂં ગોઠવી દઉં.આમેય તું ખૂબસૂરત છે. હું મુકુંદ ને કહીશ તો હા ચોક્કસ પાડશે."

સૌંદર્યા અચાનક આવેલી આ ઓફર થી ચોંકી ગઈ.

બોલી:- " ના, મને મુકુંદ પ્રત્યે એવો ભાવ નથી.એ ફક્ત મિત્ર છે. મારી ચંદ્ર કલા માં ને પુછ્યા વગર કોઈ પગલું ભરવાની નથી."

"જો સૌંદર્યા તારા ભલા માટે કહું છું.દુનિયા બહુ સારી નથી.એકલી યુવાન યુવતી માટે..... ને જો મુકુંદ માટે ના પાડે છે તો મારા અંતરંગ માં ચાર પાંચ મિત્રો છે.જે હજું કુંવારા છે અને ખુબ પૈસાદાર છે.તને સુખી રાખશે."

"પાયલ હવે મારા લગ્નની વાત જવા દે. મારી તો હમણાં લગ્ન કરવાની ના છે.. આપણે થોડી જુની વાતો કરીએ."

થોડીવાર બંને એ જુની યાદો તાજી કરી ને પછી હોટલમાં જમવા ગયા. પાયલની પસંદગીનું ફુડ ખાધું.

પાયલ:- "આના રૂપિયા મારા તરફથી છે.. મારા અને વિજયના લગ્નની પાર્ટી સમજી લે."

"પણ મારે વિજયને પણ લગ્ન ની શુભેચ્છાઓ આપવી છે."

"ના, હમણાં ના. જો સૌંદર્યા હું તને સાચી સલાહ આપું છું. તું મુકુંદ સાથે લગ્ન કરી લે.તમારા બંનેના લગ્નનો બધો ખર્ચો વિજય ઉપાડી લેશે.. સાથે તારો અને મુકુંદ સાથેનો ઓસ્ટ્રેલિયાનો ખર્ચો પણ . જો તારે પણ MBA કરવું હોય તો એ પણ.."

"જો પાયલ હવે આ વાત ના કર. હું મુકુંદ સાથે લગ્ન કરવા તૈયાર નથી."

હવે પાયલ નું મોઢું પડી ગયું.

બોલી:- "હવે તને માસીના ઘરે મુકી આવું"

આમ બોલીને પાયલે સૌંદર્યાનો હાથ પોતાના હાથમાં લીધો અને હાથ પર એક ચુંબન કર્યું.

પછી બોલી:-" જો સૌંદર્યા, હું સૌરભ ને પ્રેમ કરૂં છું.પણ લગ્ન વિજય સાથે થયા. તું મારૂં હિત ચાહતી હોય તો.. હવે તું વિજય થી પણ દૂર રહેજે.ફેસબુક પર અનફોલો થા. તને ખબર છે વિજય કેવો છે.એટલે એને તું મલતી નહીં. નહીં તો મારૂં લગ્ન જીવન જોખમમાં મુકાશે..જો તું પોતાને સૌરભ માનતી હોય તો મારૂં કહ્યું માન. સૌરભે ક્યારેક મારૂં અહિત કર્યું નથી..... મહેરબાની કરીને તું અમદાવાદ થી બીજે રહેવા જતી રહે એ જ મારા માટે મારા લગ્ન ની તારી ભેટ ગણીશ."

( ક્રમશઃ ભાગ-૧૬ માં હવે સૌંદર્યા શું કરશે? પાયલની વાત માનીને અમદાવાદ છોડી દેશે? સૌંદર્યા ' ચંદ્ર કલા માં ' ની આજ્ઞા મુજબ અંબાજી ગબ્બર દર મહિને નિયમિત દર્શન કરવા જાય છે...પણ એક વખત સૌંદર્યા ગબ્બરના દર્શન કરીને પાછી આવતી હોય છે ત્યારે એની ટક્કર એક નવયુવાન સાથે થાય છે... પછી શું થાય છે એ જાણવા માટે વાંચો..
ધારાવાહિક વાર્તા "સૌંદર્યા-એક રહસ્ય" *** આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને આવનારા તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏).