Soundarya - 1 books and stories free download online pdf in Gujarati

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ -૧)

" સૌંદર્યા "- એક રહસ્ય ( ભાગ-૧ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો એક ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે.. શરૂઆત માં સામાન્ય પ્રવાહ માં ચાલતી આ વાર્તા અનેક વળાંકો લે છે..... . વાર્તા.." સૌંદર્યા "- એક રહસ્ય. નાયિકા પ્રધાન આ વાર્તા એ એક નાયક ની પણ વાર્તા છે..જે વિધિ ની વિચિત્રતા નો ભોગ બને છે. *** આજે બી.કોમ.ના છેલ્લા વર્ષ નું છેલ્લું પેપર હતું..આવતી કાલ થી વેકેશન પડવાનું હતું. સૌરભ ખુશ થતો પરિક્ષા નું છેલ્લું પેપર આપી ને કોલેજ ના કંપાઉન્ડ માં જ ઊભો રહ્યો હતો.સૌરભ એના મિત્રો ની રાહ જોતો હતો... એટલામાં એની એક મિત્ર પાયલ ને આવતી જોઈ. પાયલે સૌરભ ને જોયો. ઝડપી ઝડપી સૌરભ પાસે આવી. "હાય, સૌરભ.. કેવી પરિક્ષા ગઈ?. આજ નું પેપર થોડું અઘરું હતું ને?".. સૌરભે પાયલ સામે જોયું બોલ્યો," બસ પેપરો સારા ગયા છે ફસ્ટ ક્લાસ તો આવી જ જશે... તારા પેપર કેવા ગયા? ". પાયલ ધીમું હસી બોલી," તું બોલે છે ત્યારે બહુ મીઠડો લાગે છે.એમ થાય છે કે ....ખેર..." " ખેર!.. એટલે શું તું મને અહીં ચીમટો ભરવા માંગે છે?." " અરે..તુ તો સાવ બુધ્ધુ છો. આ કોલેજ ના ત્રણ વર્ષ સાથે રહ્યાં તોય તું એવો ને એવો! તને કોઈ ફિલીંગ થતી નથી?." "ફિલીંગ? શેની? આપણે તો ફ્રેન્ડ છીએ." " ફ્રેન્ડ!.. હા..આપણે ફ્રેન્ડ...અને ફ્રેન્ડ શીપ ને આગળ વધારી શકતો નથી! સાવ છોકરી જેવો જ છે..એના કરતા તો હું છોકરો હોત..અને તું છોકરી હોત તો તને ભગાડી ને લઈ જાત..." "હવે. બહુ ના બોલ.તુ..સામાન્ય કુટુંબ નો નવયુવાન પ્રેમ કરવા વિશે વિચારી શકતો જ નથી.....અને... ક્યાં તું રાજા ભોજ અને હું ગંગુ તેલી.!. ફ્રેન્ડ શીપ જ સારી..મારે તો કેરિયર બનાવવા ની છે.અમે સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર ના છીએ." "એમ..એટલે..તુ મારા પ્રત્યે આવો ભેદ રાખે છે.!... પ્રેમ ના જાણે જાત પાત..પ્રેમ ના જાણે.ધન દૌલત...આમાં પૈસા ની વાત ક્યાં આવી? તને બીજી કહેવત ખબર છે..લંકા ની લાડી ને ઘોઘા નો વર...જવા દે..તુ તો મારી ફિલીંગ સમજતો જ નથી...સમય આવવા દે..તને ખબર પાડી દ ઈશ...હસતા હસતા પાયલ બોલી .. સાથે સાથે એ પણ કહ્યું," પેપર તો ઠીક ..છે..પાસ..થ ઇ જવાશે..પણ હજુ વિજય અને મુકુંદ ક્યાં? " સૌરભ બોલ્યો," મારે તો પેપર વહેલું લખાઈ ગયું હતું..હજુ એ લોકો આવ્યા નથી. થોડી રાહ જોઈએ." કોલેજ ના પહેલા વર્ષ થી છેલ્લા વર્ષ સુધી ચાર મિત્રો ની ફ્રેન્ડ શીપ કોલેજ માં પ્રખ્યાત હતી.. સૌરભ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર નો.છ ફુટ ઉંચો હેન્ડસમ નવયુવાન. વિજય એક અમીર પરિવાર નો. મજાક કરવાની આદત. પાયલ પણ ધનવાન કુટુંબ ની.એક બિંદાસ છોકરી... મુકુંદ પણ સામાન્ય પરિવાર નો.સીધો સાદો.. પણ આ ચાર ની મિત્રતા માં ક્યારેય ધન નું અભિમાન વચ્ચે આવતું નહોતું.. થોડી વારમાં વિજય અને મુકુંદ ને આવતા જોયા... પાયલ બોલી," હાય વિજય કેવું પેપર ગયું? અને હા..ચાલુ પરિક્ષા એ તને શું થયું હતું.?.. પછી તો તું ક્લાસ માં તો દેખાયો નહીં.!. પરિક્ષા ક્યાં આપી? હા.. મુકુંદ તારૂં પેપર તો સારું જ ગયું હશે?" મુકુંદ બોલ્યો," પરિક્ષા તો સારી જ ગઈ . .. કદાચ માંડ માંડ ફસ્ટ ક્લાસ આવશે." " ઓકે, પણ વિજય તું કેમ બોલતો નથી? " સૌરભ બોલ્યો. વિજયે વિજય સ્મિત કર્યું અને બોલ્યો," બસ એક ચાલ રમી ગયો..આજ નું પેપર મેનેજમેન્ટ નું હતું એ તો ખબર જ છે..પણ મેં બહુ વાંચ્યું નહોતું..એટલે પેપર ની શરૂઆત માં જ ઉલ્ટી થાય છે..એમ બતાવી ને તબિયત બગડી છે.એમ કહી ને પ્રિન્સિપાલ ની કેબિનમાં પરિક્ષા આપી..બસ પછી તો પેપર સારું જ જાય ને." પાયલ બોલી," એટલે તે ચોરી કરી! કોલેજ ના પ્રિન્સીપાલ તારા પપ્પા ને ઓળખે છે એનો લાભ લીધો!" વિજય બોલ્યો," પપ્પા એ આ કોલેજ માં મોટું ડોનેશન આપ્યું છે.. એટલે એમની પણ ફરજ આવે કે નહીં?" સૌરભ બોલ્યો," આ તો ચોરી કહેવાય.. બીજા વિદ્યાર્થીઓ ને અન્યાય કહેવાય.મારો મિત્ર આવો છે?" "બસ્ બસ. હવે બોલો જ નહીં..સત્ય કહ્યું એટલે! જો ના કહ્યું હોત તો? " વિજય બોલ્યો. અને તને તો હું ઓવર ટેક તો કરવાનો નથી.. પછી તને શેની ચિંતા.. હવે તો આ દુનિયામાં બધું હાલ્યા કરે.. ટેન્શન લેવું જ નહીં.". ઓકે..પણ આ સારૂં કહેવાય નહીં. સૌરભ બોલ્યો...... " જુઓ મિત્રો" વિજયે સ્મિત કર્યું બોલ્યો," આજે આપણી ફાઈનલ પરીક્ષા પુરી થઈ છે..તો હવે તમે આગળ શું કરશો? મુકુંદ તું બોલ." મુકુંદ બોલ્યો," જુઓ મિત્રો, હું સાવ સામાન્ય સ્થિતિ નો છું.એટલે હવે મારે તો નોકરી જ કરવાની છે.આ રિઝલ્ટ આવે એટલે જોબ ની તલાશ કરીશ." "ઓહોહો.. એમાં ક્યાં તારે જોબ ની તલાશ કરવાની!. હું મારા ફાધર ને કહી ને તને સારી જોબ અપાવી દઈશ." વિજય બોલ્યો. "એ મુકુંદ તું ચિંતા ના કર. "પાયલ બોલી. "મારા ફાધર ની ઘણી કંપનીઓ માં ઓળખાણ છે.. રિઝલ્ટ આવે એટલે તારો બાયો ડેટા મને આપજે..આ વિજય તો એના ફાધર થી ગભરાય છે." પાયલ હસતી હસતી બોલી..વિજય..આ તો મજાક.." "ઓકે..પાયલ તું કર મજાક..મારો પણ વારો આવશે તો. તું રડી પડીશ. હવે પાયલ બોલ તારે શું કરવાનું છે?.. આગળ અભ્યાસ કરવાનો છે કે બાપ ની પેઢી માં જ....."વિજય મજાક ના મુડ માં હતો. આ સાંભળી ને પાયલ પણ મજાક ના મુડ માં બોલી," આપણે તો..બહુ થયું..હવે સ્ટડી કરવી નથી..BPL. બાપ ના પૈસે લીલા લહેર..કરવી.એકાદ વર્ષ થોડું હરી લઉ..ફરી લઉ.. દુનિયા જોઈ લેવી છે.." આટલું બોલી ને પાયલે સૌરભ સામે જોયું..હસતા હસતા બોલી," બસ.પછી.એક સારો છોકરો..સૌરભ જેવો..મલે એટલે... લગ્ન કરી લેવા છે." સૌરભ હસ્યો..," અત્યારે તો એ શક્ય જ નથી.મારે તો મારી કેરિયર બનાવવી છે.. મધ્યમ વર્ગ નો છું..આ ઉંમરે લગ્ન કરી મા-બાપ પર બોજ બનવું નથી.આ રિઝલ્ટ આવે એટલે એક સારી જોબ મેળવવી છે.".. " ઓહ્ એમ કહે ને..મારા ફાધર ની કંપની માં જોબ અપાવી દઈશ." વિજય બોલ્યો.. પછી..પાયલ સામે જોઈ ને બોલ્યો..જો સૌરભ તો તૈયાર નથી.. હમણાં...પણ જો તારી હા હોય તો હું તૈયાર છું..તારી.. સાથે...મારા ફાધર અને તારા પપ્પા.. આમેય ફ્રેન્ડ તો છે જ..તો સંબંધી થશે.". " બહુ..ના બોલ... વિજય... મારી ફસ્ટ ચોઈસ તો..આહ્્્સૌરભ જ છે... જો સૌરભ મારા પપ્પા ને કહી ને સારી કંપનીમાં તારી જોબ કરાવી દઉ.. અથવા મારા પપ્પા ની કંપની માં પાર્ટનર...મારા પપ્પા જમાઈ ને પાર્ટનર તો બનાવશે જ. બરાબર ને સૌરભ."પાયલ બોલી. સૌરભ બોલ્યો," એટલે હું કોઈ ની ભલામણ થી....ના રે ના... હું તો સ્વબળે જોબ મેળવીશ.આવડત રહેશે એ પ્રમાણે..કોઈ ના આશ્રિત રહેવા માંગતો નથી..એક વાર સારી જોબ મલે એટલે પપ્પા ને નોકરી માં થી રાજીનામું અપાવીશ.આરામ કરશે.. " બસ.બસબહુ વર્ષ નોકરી કરી........"આત્મનિર્ભય...સૌરભ.....હવે ભવિષ્ય ની વાત.. પછી..પણ ખાસ વાત કરવાની તો રહી ગઈ છે." વિજય બોલ્યો... આ સાંભળી ને બાકીના ત્રણેય મિત્રો બોલ્યા," કઈ વાત?. જુઓ મિત્રો..આજ થી દસ દિવસ પછી આપણે એક વેકેશન ટુર પર જવાનું છે..હ.હ..ના..કોઈ એ કહેવાની નથી.કોઈ બહાના નહીં જો સાચા ફ્રેન્ડ હોય તો આ વેકેશનમાં ટુર પર આવવું જ પડશે." "પણ. ક્યાં? કેવીરીતે.. જવાનું છે? અને ખર્ચો કેટલો થશે? " સૌરભ અને મુકુંદ બોલ્યા. " જુઓ ફ્રેન્ડ..મારે આ ટુર માટે કોઈ ખર્ચ લેવાનો નથી... આપણે મધ્યપ્રદેશ ની ટુર પર...સાગર,રીવા..અને બીજા સારા સ્થળે.. ટાઈગર અભ્યારણ..ની મુલાકાત...અને આ બધો ખર્ચો મારા એક અંકલ કાઢવાના છે..એમનો ફોન હતો કે કેટલાય વર્ષોથી થી આવ્યો નથી તો તારા ફ્રેન્ડ સાથે આવજે...મારા અંકલ મધ્યપ્રદેશ માં મોટા સરકારી ઠેકેદાર છે. તો મિત્રો તૈયાર છો.. આપણે એક મોટી કાર માં જવાનું છે.એસી વાળી છે.. સાથે એક ડ્રાઈવર પણ રાખવાનો છે..તો મિત્રો તમે તૈયાર...જો તમે નહીં આવો તો આવો ચાન્સ મને મલશે નહીં..અને આપણી ફ્રેન્ડ શીપ માં દરાર પડશે.. બોલો.". સૌરભે મુકુંદ અને પાયલ સામે જોયું..અને સાથે બોલ્યા ,"અમે..તારી સાથે વેકેશન ટુર પર જવા તૈયાર છીએ." આમ વેકેશન ટુર પર જવા બધા મિત્રો તૈયાર થયા..વિજય અને મુકુંદ એક બાઈક માં ગયા.. સૌરભ પાસે કોઈ વાહન હતું નહીં.. એટલે પાયલ બોલી..," ચાલ..સૌરભ.. મારી એક્ટિવા પર બેસી જા . હું તારા ઘરે મુકી આવું." ના.ના..હુ સીટી બસ માં જતો રહીશ. તું જા." બસ.હવે.આવી ફ્રેન્ડ શીપ!.. ટુર પર આવે એટલે તને ખબર પાડી દઉ.તને તો પ્રેમ કરતા આવડતું નથી.મારે જ પહેલ કરવી પડશે...જો તને શરમ આવતી હોય તો તું એક્ટીવા ચલાવ. " "સારૂં સારૂં.. હું એક્ટિવા ચલાવીશ.". (ક્રમશઃ) *** ચાર મિત્રો વેકેશન ટુર પર જવાના છે..અને આ ટુર પર એક વિચિત્ર બનાવ બને છે...આ બનાવ થી શું પરિવર્તન આવશે સૌરભ અને પાયલ ના જીવન માં.?.. જાણવા માટે... " સૌદર્યા"-એક રહસ્ય.. ભાગ-૨ માં...અને આ ' સૌંદર્યા ' કોણ છે? .* મિત્રો.. મારી આ ધારાવાહિક વાર્તા આપને ગમી? તો યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે......@ કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED