સૌંદર્યા- એક રહસ્ય (ભાગ-૯) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌંદર્યા- એક રહસ્ય (ભાગ-૯)

"સૌંદર્યા -એકરહસ્ય "( ભાગ-૯). આગાઉ આપણે જોયું કે સ્વરૂપ બદલાવાના કારણે સૌંદર્યા ને આઘાત લાગે છે અને અવસાદ ( depression) થાય છે.. માં ચંદ્ર કલા માં એને હેતથી સમજાવીને સાંત્વના આપે છે.સૌદર્યા બધી દીદીઓ સાથે હળીમળી જાય છે. સાંજે સત્સંગ સભામાં સૌંદર્યા માતાજી નું ગીત ગાતાં રડી પડે છે. ....... હવે આગળ...... માં સૌંદર્યા ને સાથે કક્ષ માં લઇ જાય છે.. એને માથાપર હેત કરી સમજાવે છે. માં બોલ્યા:- સૌંદર્યા, મારા બચ્ચા,મારી બેટી..હવે તું રડ નહીં.તારી તબિયત બગડશે.. હું તારી માં છું તારી બધી જવાબદારી મારી છે..જો આ સ્વરૂપે તારે આખું જીવન પસાર કરવાનું છે.. હિંમત રાખ.તારૂ મન તો મજબૂત છે.ને રડતી આંખો લુછી નાખ....હજુ તો મારે તારા નાના લલ્લા ને રમાડવાનો છે... પછી એને પ્રેમ અને સ્નેહ કરીશ..એના ગાલ પર વ્હાલ કરીશ..ને એ સુસુ કરશે તો હું સાફ કરીશ.". આ સાંભળી ને સૌંદર્યા હસી.રડતી બંધ થઈ બોલી:- પણ માં મારા લગ્ન ક્યાં થયા છે.?". સૌદર્યા શરમાઇ ગઇ.. "એટલે હવે તારે લગ્ન કરવાની ઈચ્છા પણ થઈ એમને..સરસ...હવે જા હાથ પગ,મોં ધોઈ ને ફ્રેશ થઈ ને આવી.સત્સંગ પુરો થવા આવ્યો.. તારી શીખવાડેલી ધૂન શ્રી કૃષ્ણ ની ગૌરી ગવડાવે છે.". સૌંદર્યા ફ્રેશ થઈ ને માં સાથે સત્સંગ સભા માં આવે છે.. સત્સંગ સભા પુરી થઈ હતી..બધા પ્રસાદ લઇને માં ના આશીર્વાદ લે છે...... થોડી વારમાં કલ્યાણી અને લક્ષ્મી ઘરે જવા માટે માં ની રજા લે છે. માં બોલ્યા:- કલ્યાણી,કાલે તું વહેલી સવારે સાત વાગે આવી જજે. સૌંદર્યા ને માં ત્રિપુરા સુંદરી માતા ના દર્શન કરવા લઈ જવાની છે.સાથે ગૌરી પણ છે.ને હા..તારા વર ને કહેજે અગિયાર વાગે આવી જાય.". "સારું માં...મારે પણ માતાજી ના દર્શન કરવા જવાનું જ હતું.. હું સવારે વહેલી આવીને સૌંદર્યા ને શણગારી ને દર્શન કરવા લઈ જઈશ... સારૂં માં .. તમને તમારા વંદન.". બીજા દિવસે સવારે સાત વાગે કલ્યાણી આશ્રમ માં બે થેલા લાવી. કલ્યાણી " માં "પાસે આવે છે બોલી:- " માં,જુઓ હું સૌંદર્યા માટે કપડાં લાવી છું..હજુ ત્રણ દિવસ એને પહેરેલા કપડા પહેરવાના છે. સ્રી ને પહેરવા માટે વધુ કપડાં જોઈએ....... આ કપડાં એને આવી જશે.. મારી દેરાણી એના જેટલીજ લાંબી અને પતલી છે..હા.. મારી દેરાણી નું થોડું સારું શરીર છે..ફીટીગ કરી આપીશ. જુઓ આ બે ઘાઘરા,ચોલી ને ચુનરી છે.. એમાં તો એક નવો જ છે...સાથે એક સુરતી સાડી નો સેટ,બે ગાઉન, ચારેક દુપટ્ટા અને બે પંજાબી ડ્રેસ છે.. મારી દેરાણી કહેતી હતી કે માં એ આપણા કુટુંબ માટે બહુ કર્યું છે.આપણે પણ નાની દીદી માટે.પણ... એને સ્કુલ માં થી સમય મલશે ત્યારે સૌંદર્યા ને મલવા આવશે.. હું સૌંદર્યા ને સરસ રીતે શણગાર કરાવી આપીશ...આ બીજો નાનો થેલો લક્ષ્મી એ મોકલાવ્યો છે.. એમાં મેટલ ના આભુષણો છે..એક હાર છે..એક મોતીની માળા, બંગડીઓ, પાટલા, હાથ નું કડું,નાક પર પહેરવા માટે આર્ટિફિશિયલ ક્લીપવાળી નથ છે. જેનાથી નાકને તકલીફ નથી થતી અને ચહેરો પણ સુંદર દેખાય છે. છલ્લો, વિંછીયા , વીંટી ઓ છે. એની પાસે પડી હતી..એ ખાલી સમય માં સૌંદર્ય સુશોભન નું કામ કરે છે.સાથે હું આ ચાર ગજરા પણ લાવી છું.". "સારું.. સારું.. હવે સૌંદર્યા ને તૈયાર કરીને દર્શન કરવા જાવ.". થોડી વારમાં કલ્યાણી સૌંદર્યા ને તૈયાર કરે છે.. સૌંદર્યા ને નવો ઘાઘરો,ચોલી અને ચુનરી પહેરાવે છે..માથે અંબોડા માં ગજરો તેમજ આભુષણો પહેરાવે છે.... માં ની આજ્ઞા લીધી ને એમને વંદન કરીને જવા જાય છે.. માં બોલ્યા," વેળાસર પાછા આવી જજો..ને હા, પાછા ફરતી વખતે સરસ્વતી ઘાટ પર ત્રણે સ્નાન કરીને આવજો.. સાથે બદલવા માટેના કપડા પણ લેતા જજો. સૌંદર્યા તું માતાજી ના દર્શન કરવા જતા માથે ચુનરી બરાબર ઓઢજે.પછી માં ના આશીર્વાદ લેજે.. પાછા આવીને તારે વસ્ર દાન કરવાનું છે એટલે વેળાસર આવી જજો.". એક વાહન કરીને ગૌરી, કલ્યાણી અને સૌંદર્યા ત્રિપુરા સુંદરી માતા (તેવર )ના દર્શન કરવા માટે જાય છે..દસ મિનિટ માં મંદિરે પહોંચે છે. સવારે સવા આઠ વાગે પહોંચે છે.. સવારે ભીડભાડ ઓછી હોય છે. માતાજી માટે ચુનરી, કંકુ અને પ્રસાદ લઈ ને મંદિર ના ગર્ભગૃહ માં પ્રવેશે છે. અહીં આવતા સૌંદર્યા ને એની પુરાની યાદ આવી.એ સૌરભ તરીકે પાયલ અને મિત્રો સાથે આવ્યો હતો. સુંદર શણગાર સજી,
ચાલી સખીઓ સંગે,
માં ના દરબાર આવી,
સ્મૃતિઓ એ , યાદ આવી,
પાયલ સંગ એ અહીં આવી,
માં ના આશિષ પામી,
મા એ કંકુના છાંટણા કર્યા,
શ્રી ફળ એણે રમતા કર્યા,
માનતા એણે કેવી કરી?
થશે હવે કેવી રીતે પુરી!
સ્ત્રીના રૂપમાં,
મલશે મને કેવો પતિ?
ઈશ્વર નું ધ્યાન ધરી,
મહાદેવ ને યાદ કરી,
વંદન માં ને કર્યા.
માં એ હવે
ચમત્કાર કર્યા .. સૌંદર્યાને સાથે કલ્યાણી અને ગૌરી દર્શન કરવા મંદિર ના ગર્ભગૃહ માં પ્રવેશે છે.સૌદર્યા એ માથે ચુનરી પહેરી છે. માં ત્રિપુરા સુંદરી માતા ના દર્શન કરતાં એ ભાવવિભોર થાય છે.. સૌંદર્યા એક ભક્તિ ગીત ગાય છે. તારી કૃપા અપાર છે ,તારી કૃપા અનંત છે , માં ' તારા વગર જીવવું કઠીન છે, દયા ના સાગર છો ,દયા ના સીંધુ છો , 'માં'તારા વગર જીવવું કઠીન છે, સત્ય તો એ જ, ઈશ્વર સ્વયં છે , " માં "તારા વગર જીવવું કઠીન છે, હવે રહેવાતું નથી, વિરહ જીરવાતો નથી,. "માં"તારા વગર જીવવું કઠીન છે, ગમે તે સ્વરૂપે ,કલયુગ માં આવો, " માં " તારા વગર જીવવું કઠીન છે.

સૌંદર્યા ઈશ્વર ભક્તિ માં ભાવવિભોર બની જાય છે..... ....અને... ............................ એ વખતે એને કોઈ નાના બાળક નો રડવાનો અવાજ સંભળાય છે..એ જુએ છે તો એ નાનું સુંદર બાળક સૌંદર્યા ના ઘાઘરા ને પકડી રાખ્યો હોય છે.. આ જોઈને સૌંદર્યા ને એ બાળક પ્રત્યે પ્રેમ ભાવ આવે છે.. એ બાળક ને તેડવા થોડી નીચે નમે છે..બરાબર એ વખતે સૌંદર્યા ના માથા ની ચુનરી નીચે સરકે છે... માં ત્રિપુરા સુંદરી માતા ફરીથી ચમત્કાર કરે છે.. હવામાં કંકુ ની લહેર ઉડતી આવે છે.અને સૌંદર્યા ની પાંથી માં એ કંકુ કરે છે.. સૌંદર્યા ચુનરી બરાબર કરી પાછી માથે ઓઢીને એ બાળક તરફ જુએ છે.. એ બાળક હવે એને દેખાતું નથી..સૌદર્યા આશ્ચર્ય ભાવે "માં"સામે જુએ છે.... પુજારી સૌંદર્યા ના માથા પર પડેલું કંકુ જુએ છે.. ને સૌંદર્યા ને પાસે બોલાવી ને કહે છે," હે પુત્રી તું ભાગ્યશાળી છો..આ અઠવાડિયામાં આ બીજી વાર બન્યું છે.કાલે રાત્રે સપનામાં "માં" ત્રિપુરા સુંદરી માતા એ દર્શન આપ્યાં હતાં.એમના દર્શન કરી હું ધન્ય થયો.. માં એ મને સપનામાં કહ્યું કે સવારે મારો એક ભક્ત આવશે.એને તારે ઓળખવાનો છે..એ ભક્ત દર્શન કરશે ત્યારે હું એના માથા પર કંકુ છાંટણા કરીશ..એ મારા ભક્ત ને ઓળખી લેજે.સવારે મારી નથ બદલે ત્યારે એ નથ એ ભક્ત ને પ્રસાદી રૂપે આપવાની છે..સાથે લાલ પુષ્પ અને મારી ચુંદડી પણ....હે બેટી હું ધન્ય થયો છું તારા જેવા ભક્ત ના કારણે મને માતાજી ના દર્શન થયા..લે બેટી , માતાજી ની નથ પ્રસાદી રૂપે,તેમજ લાલ ચુંદડી અને લાલ પુષ્પ.. સારો દિવસ જોઈ ને માતાજી ની પ્રસાદી ની નથ પહેરજે. માં તારૂં ભલું કરશે.તારી ઈચ્છા ઓ પૂર્ણ કરશે.....બોલો. માં ત્રિપુરા સુંદરી માતા કી જય....સાચે દરબાર કી જય .... " આ ઘટના કલ્યાણી અને ગૌરી જુએ છે.એમને લાગે છે કે આ સૌંદર્યા કોઈ સાધારણ યુવતી નથી. માતાજી ના આશીર્વાદ છે.આ વાત ' માં ' ને કહેવી પડશે. માતાજી ના દર્શન કરીને ત્રણેય સરસ્વતી ઘાટ, નર્મદા નદી ના કિનારે સ્નાન કરવા જાય છે..... અહીં આવતા જ સૌંદર્યા ની ચાલ બદલાય છે.જાણે ઈશ્વરે એને હવે સ્રી સ્વરૂપ જીવન જીવવા સમજાવ્યું ના હોય..!!આ જોઈ ને...ગૌરી ને લાગે છે કે એને હવે સ્રી સ્વરૂપ કોઠે પડશે... સૌંદર્યાના આ સ્ત્રી સ્વરૂપ જોઈ પવન પણ મંદ મંદ ગતિએ આવે છે.. જાણે એ સંગીત મય ગાતો ના હોય!. એ...એ....એ...એ... .........
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે,..એ ..યૌવન,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે..એ.. યૌવન,
પહેર્યા છે ઘાઘરો,ને ઘેરદાર ઘાઘરો,(૨)
ચાલતા ચાલતા , લહેરાતો જાય,
પહેરી છે ચોલી ને ,માથે પહેરી ચુનરી,(૨)
મદમસ્ત જોબનિયું , છલકતું જાય,
રૂમઝૂમ રૂમઝૂમ....
ખન ખન બોલે ,પગ ના ઝાંઝર,(૨)
પાયલ ના ઝંકાર કરતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે.એ..યૌવન..
આંખ માં લાગ્યું ,કાળું કાળું કાજલ, (૨)
આંખો એની મટકાવતી થાય,
કમલનયની ને એ મૃગનયની, (૨)
મીન પિયાસી લાગતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ.....
માથે અંબોડો ને ગજરો શોભતો,(૨)
ઉડે ચુનરી ને ,જોબન ઢાંકતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે..એ..યૌવન
એ જોબન ને સખીઓ નીરખતી,(૨)
આનંદ થી સાથે ચાલતી જાય,
આશીષ આપે છે, નર્મદા ના નીર,(૨)
જોબન ને આવકાર આપતા જાય,
રૂમઝૂમ રૂમઝૂમ....
ઉછળતા ને હિલોળા લે એ નીર,(૨)
સૌંદર્યાના તન ને સ્પર્શી જાય,
એ જળ માં ભીંજાઈ સૌંદર્યા, (૨)
અપ્સરા જેવી લાગતી જાય,
રૂમઝૂમ રૂમઝૂમ....
ધક ધક ધડકે એનું પણ દિલ, (૨)
સ્ત્રી ના લક્ષણો આવતા જાય,
માથું લુછી ને વસ્ત્રો એ બદલતી,(૨)
લાલ ચોલી પર ચુનરી ઉડતી જાય,
મદમસ્ત જોબનિયું છલકતું જાય,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે.. એ..યૌવન..
રૂમઝૂમ રૂમઝૂમ ચાલે..એ..યોવન.. **ક્રમશઃ......(ભાગ-૧૦ માં) આવતા ભાગ માં...સૌંદર્યા ના હાથે વસ્ર દાન, સ્રી સ્વરૂપ શણગાર.... વિધિવત્ નામ સંસ્કાર...Dr. સુનિતા દીદી નું આગમન... સૌંદર્યા ને જબલપુર પોતાના ઘરે લાવે છે...અને ..અને... સૌંદર્યા ના જીવન માં નવો નિખાર.......વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા "સૌદર્યા-એક રહસ્ય"( મિત્રો ,આવનારા તહેવારો ની શુભેચ્છાઓ...આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏). @કૌશિક દવે તા.૨૦/૦૮/૨૦૨૦