soundarya - 13 books and stories free download online pdf in Gujarati

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૩)

" સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૩)
...ભાગ ૧૨ માં જોયું કે ડો.સુનિતાના ભાઈ ડો.સુભાષનું લગ્ન ડો.મમતા સાથે નક્કી થાય છે.સુનિતા લગ્ન માં સૌંદર્યાને સાથે લેતી જાય છે. ત્યાં મમતાની કઝીન સુગંધા એમની કંપની આપે છે.સુગંધા અને સૌદર્યા સખીઓ બને છે.સૌદર્યાની સાથે સુગંધા સંગીતના પરફોર્મન્સમાં સાથ આપવાની હોય છે..પણ પાર્ટી પ્લોટમાં કોઈ અજાણ્યો યુવાન સૌંદર્યા પાસેથી કંઈ ક બોલતો પસાર થાય છે....
હવે આગળ...

થોડીવારમાં સુગંધા સૌંદર્યાથી થોડે દૂર હોય છે ત્યારે પાછો એ યુવાન સૌંદર્યા પાસે આવે છે .
ધીરે થી બોલે છે. ' जनम जनम का साथ है हमारा तुम्हारा '...
' तेरा पीछा ना छोडुगा सोनीये भेज दें चाहे...'
બોલતો એ યુવાન ઝડપી પસાર થઈ જાય છે.

આ સાંભળીને સૌંદર્યાને ચક્કર આવવા લાગે છે..એ ચક્કરના કારણે પડી જાય છે એ વખતે સુગંધા એને પકડી લે છે.અને ....

સુગંધા એને એક ખુરશી પર બેસાડે છે.પાણી લાવીને આપે છે. એટલામાં ડો.સુનિતા આવે છે.સુનિતા :-" શું થયું સૌંદર્યા?"

"બસ થોડા ચક્કર આવ્યા"

"મને લાગે છે તને હજુ weakness છે.લેમન જ્યુસ લાવી આપું. "
સૌદર્યાને લેમન જ્યુસ આપે છે.
સુનિતા:- "સૌંદર્યા,હવે તું પરફોર્મન્સ ના કરતી.હવે પરફોર્મન્સ શરૂ થશે.સુગંધા અમારી સાથે પરફોર્મન્સ કરશે. જો તારે આરામ કરવો હોય તો અહીં રૂમ છે."

સુગંધા:- "દીદી, હું તો સૌંદર્યા સાથે જ રહીશ.જો એની તબિયત સારી નથી.મારે તો એની સાથે જ રહેવાનું છે."

સૌંદર્યા:-" દીદી, તમે તમારૂં પરફોર્મન્સ કરવા જાવ.ઘુમ્મર પરનું છે.. હું સુગંધા સાથે થોડી વાર રૂમ પર આરામ કરૂં છું..પણ પરફોર્મન્સ તો કરીશજ.અમારુ પરફોર્મન્સ છેલ્લે રાખજો.બરાબર ને સુગંધા."

"હા,સખી તું કહે એ બરાબર છે.ચાલ આપણે થોડી વાર આરામ કરીને પરફોર્મન્સ ની તૈયારી કરીએ."

સુગંધા અને સૌંદર્યા એમના પરફોર્મન્સ ની તૈયારી માટે રૂમ માં આવ્યા.

સુગંધા:- "Double personality એટલે શું? ખબર છે સૌંદર્યા?"

" ના "

" ઓકે "
"ચાલ આપણે પરફોર્મન્સ વિશે વાત કરીએ.. આપણું પહેલું પરફોર્મન્સ "દીદી તેરા દેવર " પર છે.જો હવે માધુરી વાળો રોલ હું કરીશ.આમેય તને ઠીક નથી..માધુરીના રોલમાં ડાન્સ છે..મને તો એ ગમે છે.તુ થાકી જઈશ.."

"ના,એ રોલ તો હું જ કરીશ.આ લેમન જ્યુસ પીવાથી એનર્જી આવી છે..હા આના પછીના આપણા બીજા પરફોર્મન્સ માં તું રાધા બનજે અને હું તારો કાનો.. એમાં મારે તો વાંસળી વગાડવાનો જ રોલ કરવાનો ને ડાન્સ તારે..તારી ઈચ્છા પણ પુરી થાય."

"ઓકે..મારા કિશન.તારી વાત માનું છું.પણ એ પહેલાં તારે એનર્જી માટે જ્યુસ પીવું તો પડશે."

આમ પરફોર્મન્સ ના રોલ વિશે સમાધાન થાય છે.

પણ..પણ...સુગંધા થોડી ગુંચવણ માં હોય છે.સૌદર્યા એ ઉંઘ માં રાત્રે કરેલા બડબડાટ વિશે..સૌંદર્યા ને ઊંઘમાં બોલવાની ટેવ હશે!

સૌંદર્યા:- "સુગંધા, જ્યારે ગીતનો અંત થાય ત્યારે મારી પીઠ પર તારે ગુલાબનું એક ફુલ નાખવાનું છે.એજ વખતે ડીમ લાઈટ થશે.જોઉ કે તારું ગુલાબનું ફુલ🌹 મને લાગે છે કે નહીં!"

" ઓહો..આટલી રોમાંટિક બની રહી છે..અરે..એક નહીં બે નહીં અનેક.. ગુલાબ.🌹.." આમ બોલીને સુગંધા હસી પડી.

"હવે સારૂં લાગે છે ને! હવે જલ્દી ડ્રેસ બદલીને જવાનું છે. આપણો વારો જ આવશે."

એટલામાં સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ થયું' હવે પરફોર્મન્સ' દીદી તેરા દેવર દિવાના ' પર છે.અને પરફોર્મન્સ કરનાર છે કન્યા પક્ષ તરફથી કન્યાની કઝીન સુગંધા અને વર પક્ષ તરફથી સૌંદર્યા.'

આ સાંભળીને લોકો ખુશ થયા.અને પરફોર્મન્સ પહેલા જ તાલીઓ પાડીને વધાવી લીધા.

સ્ટેજ પર અંધારું હતું.અને લાઈટો ચાલુ થઈ.. પરફોર્મન્સની શરૂઆત થઈ

ला ला ...
दीदी तेरा देवर दिवाना
दीदी तेरा देवर दिवाना
हाय राम कुड़ियों को डाले दाना
हाय राम कुड़ियों को डाले दाना

(धंधा है ये उसका पुराना) - २
हाय राम कुड़ियों को डाले दाना
हाय राम कुड़ियों को डाले दाना

ल ल्ला ...

આ ગીતના પરફોર્મન્સના અંતે લાઈટ ડીમ થતાં સુગંધા , સૌંદર્યા ની પીઠ પર એક ગુલાબ 🌷નાંખે છે.અને પરદો પડે છે...એજ વખતે સૌંદર્યા ને એક બીજું ગુલાબ નું ફુલ🌹 પીઠ પર આવે છે..

એક મંદ અવાજ...तेरा पीछा ना छोडुगा सोनीये....

સૌંદર્યાએ એ ગુલાબના બંને ફુલ હાથ માં લીધા.. અને સુગંધા સાથે ડ્રેસ બદલવા જાય છે.

પરદો પડતા લોકો તાલીઓથી વધાવી લે છે.
કન્યા પક્ષ વાળા સુગંધા...સુગંધા ..બુમો પાડે છે...
વર પક્ષ વાળા... સૌંદર્યા... સૌંદર્યા..સૌંદર્યા..ના નામની...

ત્રણ ચાર યુવાનોની માતાઓ ડો.સુનિતા પાસે સૌંદર્યા ની માહિતી મેળવવા આવે છે.

ડ્રેસ બદલવાના રૂમમાં..

સૌંદર્યા:- "સુગંધા,એક વાત પુંછું?"

"હા,બોલને સખી"

" આ પરફોર્મન્સના અંતે તે ગુલાબ નું ફુલ 🌹માર્યું હતું? અને કેટલા ગુલાબ?"

" અરે..સખી.. તેં તો કહ્યું હતું ને કે એક ગુલાબ. મેં એક જ ગુલાબ ફેંક્યું હતું..મસ્ત ડાન્સ કર્યો હતો છવાઇ ગઇ તું...હવે તો તારી પાછળ છોકરાઓ ની લાઈન લાગશે."

"હા,પણ મને તો બે ગુલાબ વાગ્યા હતા..એક pink 🌷અને એક Red 🌹. તેં કયા રંગનું ગુલાબ.? સાચું કહેજે.. તેં પણ સરસ પરફોર્મન્સ કર્યો હતો.તારી પાછળ પણ અત્યારથી લાઇન લાગશે."

"અરે..સખી . મેં તો એક જ ગુલાબ..Pink colour 🌷નું . અરર...મારી સૌંદર્યા ને વાગી ગયું.!"

"મજાક ના કર..મારી પાસે બે ગુલાબ છે.એક pink 🌷અને બીજું red 🌹. તો પછી આ કોણે ફેંક્યું?"

"અરે..છોડ ને..હવે... કોઈ...છેલ છબીલો... રાજસ્થાની..કે .દીલ ફેંક હશે..ચિંતા ના કર.હવે આ લેમન જ્યુસ પી લે. નવા પરફોર્મન્સના ડ્રેસ બદલીને તૈયારી કરીએ..આ વખતે તો હું જ તારા પર છવાઈ જવાની..રાધા બનીને...આ મારા કાન્હાના પ્રેમ માં દિવાની...."

બંને ડ્રેસ ચેન્જ કરીને તૈયારી કરે છે.

સ્ટેજ પર થી એનાઉન્સમેન્ટ થાય છે.

આજ નું છેલ્લું પરફોર્મન્સ રજુ કરે છે.ફરીથી એક વાર ની જોડી
સુગંધા અને સૌંદર્યા. ....'વો કિસના હૈ .'..ગીત પર....
રાધા બની છે સુગંધા અને કૃષ્ણ છે સૌંદર્યા...
તો ચાલો રાધા કૃષ્ણના પ્રેમ ની કહાની...



અને સ્ટેજ પર સૌંદર્યા અને સુગંધા પરફોર્મન્સ આપવા આવે છે.
લોકો તાલીઓ થી વધાવે છે.

वो है रंगीला छेल छबेला
वो हे नटखट जमुनाटत
फेरे लगाये मुरली बजाये
गोपियो के संग रास रचाये
मुरली बजाये रास रचैया
श्याम सलोना है

जो है अलबेला मध नैनो वाला
जिसकी दिवानी ब्रिज की हर बाला
वो किसना हे
वो किसना हे
वो किसना हे
वो किसना हे किसना हे...

ગીતનું પરફોર્મન્સ પુરૂં થાય છે.
ડીમ લાઈટ સાથે પરદો પડે છે..
એજ વખતે સૌંદર્યા ને લાગ્યું કે એના ડાબા ગાલ પર કદાચ સુગંધા એ ચુંબન કર્યું છે...
પણ તરત જ એને જમણા ગાલ પર કોઈ પુરુષ નું ....
કોઈ પુરુષના હોંઠો નો સામાન્ય સ્પર્શ...
સૌંદર્યા ના જમણા ગાલ પર..અને..અને..

એક રહસ્ય મય અવાજ સંભળાયો.
"जनम जनम का साथ है हमारा तुम्हारा '

સૌંદર્યાના ગાલ પર થયેલા અચાનક આ બનાવ થી શરમાઈ ને ડ્રેસ ચેન્જ કરવા જાય છે.

આ બાજુ પરફોર્મન્સ જોનારા લોકો તાલીઓ થી વધાવી લે છે...

સૌંદર્યા ડ્રેસ ચેન્જ કરવા રૂમમાં આવે છે.સુગંધા રૂમમાં આવી ગયેલી હોય છે.

સૌંદર્યા:-" અરે સખી, તેં પરફોર્મન્સ ના અંતે શું કર્યું હતું? મારા ગાલ પર.."

"અરે..એ..ઓ મારા કાન્હા,જો તું કાન્હા બની હોય તો મારે પણ સ્નેહ ની એક ....તને વાંધો તો નથી ને.!. એવું હોય તો તું પણ તારી આ રાધા ને..."

આમ બોલીને સુગંધા ની આંખોમાં થી આંસુ આવી ગયા.

સૌંદર્યા પણ આ જોઈને ગળગળી થઈ ગઈ.એણે સુગંધા ને ગલે લગાવીને શાંત કરી.

"તું કેમ રડી સુગંધા?"

"કંઈ નહીં સખી. કાલે દીદીના લગ્ન છે.વિદાઈ પછી આપણે ક્યારે મલીશુ એ ખબર નથી.પણ મને તારી કંપની ગમી."

હવે સુગંધા સ્વસ્થ થઈ હતી.

સૌંદર્યા હજુ એ પ્રોગ્રામ માં કોણે એના ગાલ પર....એ કોણ હશે.? કોઈ છેલ છબીલો?"

આ સંગીતનો પ્રોગ્રામ પુરો થતા બધા પોતપોતાના ઉતારાની રૂમમાં ગયા.

સૌંદર્યા અને સુગંધા એક જ રૂમમાં હતા. સાથે સાથે વાત કરતા એ લોકો પોતપોતાના મોબાઈલમાં જોવા લાગ્યા.

સૌંદર્યા એ ફેસબુક ખોલ્યું.
પાયલે એની ફ્રેન્ડ રીક્વેસ્ટ રીજેક્ટ કરી હતી...
પણ વિજયને મોકલેલી રીક્વેસ્ટ સ્વીકારી હતી.

સૌદર્યાએ સૌશિયલ સાઈડ પર પાયલ અને વિજયના લગ્નના ફોટા, વિડિયો જોયા.
હજુ બે દિવસ પહેલા જ લગ્ન થયા હતા.
સૌદર્યાએ વિજયને અભિનંદન સંદેશ મોકલ્યા.
પાયલને યાદ કરતી સુવાનો પ્રયત્ન કરવા લાગી.

સુગંધા ત્રાંસી નજરે આ જોતી હતી.

અડધી રાતે સુગંધા જાગી.
એણે જોયું સૌંદર્યા કંઈ ક બબડતી હતી....પાયલ...વિજય....સૌરભ.... અને ના સમજાય એવું..

થોડીવારમાં ઉંઘમાં સૌંદર્યા એ પડખું ફેરવ્યું.
એક હાથ સુગંધા પર રાખ્યો.
એની આંખોમાં થી આંસુ પડતા હતા.

સુગંધાએ એના દુપટ્ટાથી ધીરેથી એ આંસુ લુછ્યા.


સુગંધા વિચારવા માંડી.

મારા જીજુને તો એક દીદી ડો.સુનિતા અને સૌંદર્યા એમની દીદી.
મારી મમતા દીદીએ પરિચય તો આપ્યો હતો કે સરસ્વતી ઘાટ વાળા માતા ના પરિણામ સ્વરૂપ આ લગ્ન થયા છે.ને સૌંદર્યા એ માં ની નાની બેટી.. અમદાવાદ ની છે...આ પાયલ..વિજય..સૌરભ...અને સૌંદર્યા... નક્કી કંઈ ક ભેદ છે..મારે તો મારી સખી સૌંદર્યા ને ખુશ અને આનંદમય રાખવા, એનું દુઃખ દુર થાય એ માટે વિચારવાનું છે.. ઈશ્વર ની ઈચ્છા હશે તો હું એના દુઃખ માં સહભાગી બનવાનો પ્રયત્ન કરીશ.

( ક્રમશઃ ..ભાગ -૧૪ માં..સૌંદર્યા ડો.સુભાષના લગ્ન પછી જબલપુર પાછી ફરે છે.. ગુરૂપૂર્ણિમા પછી' માં' ના આશીર્વાદ લીધા પછી.. પોતાના મા-બાપને મલવા જાય છે....અને શું પરિસ્થિતિ થાય છે એ જાણવા વાંચો " સૌંદર્યા-એક રહસ્ય"..
..
🙏🙏આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏).






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED