" સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૦). અગાઉ આપણે જોયું કે માં ની આજ્ઞાથી ગૌરી અને કલ્યાણી પોતાની સાથે સૌંદર્યા ને 'માં ત્રિપુરા સુંદરી'ના દર્શન કરવા જાય છે. ત્યાં માતાજીનો ચમત્કાર થાય છે.પુજારી માતાજીની પ્રસાદીની નથ આપી આશીષ આપે છે.. પછી ત્રણેય સરસ્વતી ઘાટ પર નર્મદા નદી માં સ્નાન કરે છે........ હવે આગળ....... ત્રણેય જણા આશ્રમમાં આવે છે.. ' માં ' એમને રોકે છે બોલ્યા:- તમે ત્રણેય હાથ પગ ધોઈને આવો.આ પારેવા માટેના ધાન છે એ બહાર ચબુતરા પર પારેવા ને ખવડાવો.... જલ્દી કરજો.... વસ્ત્ર દાન કરવાનો સમય થવા આવ્યો છે..ને સૌંદર્યા તારે તો રોજ પારેવા ને દાણા ખવડાવવાના છે..તેમજ શિવ આરાધના અને ગાયત્રી મંત્ર નો જાપ....ભુલાય નહિ...તારા ભલા માટે.. ચાલો..". થોડીવાર માં ત્રણેય ચબુતરા પર પારેવા ને દાણા ખવડાવે છે.. એ દરમિયાન વસ્ત્ર દાન ની તૈયારી થાય છે.. જરૂરિયાતવાળા લોકો મને સૌંદર્યાના હાથે વસ્ત્ર દાન કરવામાં આવે છે..બધા 'માં' ના આશીર્વાદ લે છે... એટલામાં કલ્યાણી નો વર એનો થેલો લઈને આવી જાય છે. સૌંદર્યા " માં " ને પગે લાગે છે..ને આશીર્વાદ લે છે.. કલ્યાણી અને ગૌરી ત્રિપુરા સુંદરી માતાજીના મંદિર માં બનેલી ઘટના " માં " ચંદ્ર કલા માં ને કહે છે...પ્રસાદીની નથ ,ફુલ, ચુંદડી આપે છે.... " માં " ને આ જાણીને નવાઈ થતી નથી.... જાણે આવી કોઈ ઘટના ની રાહ જોતા ના હોય!. 'માં' કહે છે," ગૌરી આ ફુલ મંદિર માં મુકજે.આ ચુંદડી ને નથ ઠેકાણે મુકજે..... નામકરણ વખતે આ પહેરાવવાની છે. મંદિર માં બનેલી ઘટના હવે કોઈ ને કહેવી નહીં.હવે સૌંદર્યા ને લાવ .એના કર્ણ વેધ નો સમય થયો છે..". થોડીવારમાં સૌંદર્યા આવે છે.કલ્યાણી અને એનો વર સૌંદર્યા ના નાક અને કાન છેદન માટે તૈયાર થાય છે... કલ્યાણીનો વર :- ' માં ' આના કર્ણ વેધ કલ્યાણી કરશે..હા..એને નાક માટે નહીં ફાવે..આની સ્કીન બહુ નાજુક લાગે છે..". કલ્યાણી સૌંદર્યાના કર્ણ વેધ કરે છે..પ્રથમ ડાબા કાને... પછી જમણા કાન તરફ નજર કરે છે.. ને બોલે છે,:-" માં ,સૌંદર્યા ના જમણા કાન માં નાનો છેદ છે ..પણ પુરાઇ જતો હોય એમ લાગે છે...કેમ એની માં એ એકજ કાન?" 'માં' બોલ્યા:- " હા, મને ખબર છે.એના જમણા કાન નો વેધ થયેલો છે... હવે તું બરાબર બંને કાન ના વેધ કરજે.જેથી એ સારી લાગે.". કલ્યાણી એ સૌંદર્યા ના બંને કર્ણ વેધ કર્યા.. પછી એના વરે સૌંદર્યાના નાક નું છેદન કરી ચાંદ ની વાળી લગાડી. બોલ્યો:- હવે એને બે દિવસ પછી નાકે ચુની કે નથ પહેરાવી શકાશે..તેમજ કાન માં પણ ... બાકી તો માં તમને ખબર જ છે..કે થોડા દિવસ ધ્યાન રાખવું પડશે.. હવે હું જબલપુર જવાનો છું તો મારા લાયક કામકાજ હોય તો કહો... હું કલ્યાણી ને લેતો જાવ છું." માં બોલ્યા," તારી મહેનતના રૂપિયા રાધા પાસેથી લેતો જજે.ને કલ્યાણી અને તું જમીને જજો.. શું કામ છે એ કલ્યાણી ને બતાવેલું છે." સવારની થાકી ગયેલી સૌંદર્યા જમી ને પોતાની રૂમમાં સુવા જાય છે............ " માં "...આ શબ્દ...એક બાળક નો અવાજ સૌંદર્યાએ પાછો સાભળ્યો... સૌંદર્યા ને સ્વપ્નમાં બાળકના રડવાનો અને બોલવાનો અવાજ સંભળાયો...... સૌંદર્યા ...ચીસ ..પાડીને જાગી ગયી. તરતજ ગૌરી આવી ને એને શાંત કરી... એટલામાં 'માં' પણ આવી ગયા..બોલ્યા:- સૌંદર્યા તું ફ્રેશ થઇ ને આવ.. હું તારા કેશમાં તેલ નાખી આપું..થાક ના લીધે તને આ થાય છે. તું મન કોઈ કામમાં રાખ..કાલથી તારે હિસાબ નું તેમજ સ્ટોર રૂમ નું કામકાજ કરવાનું છે...". સૌંદર્યા:-" માં , આમ તો મારા મનમાં ઘણા સવાલો આવ્યા છે...પણ હમણાં મારા બે સવાલોના જવાબ આપશો.?". "હા,બોલ,મારી બેટી,મારા બચ્ચા,બોલ. "માં બોલ્યા... સૌંદર્યા :- " માં, છોકરીઓ ના બંને કાન કેમ વીંધવામાં આવે છે.? ઘણા છોકરાઓના પણ બંને કર્ણ ના વેધ કરવામાં આવે છે..કેમ?". " માં "બોલ્યા:- પૂર્વે ત્રિપુરા સુંદરી મંદિર માં આવોજ સવાલ તારી એક મિત્ર એ તને પુછ્યો હતો.ત્યારે તેં કયો જવાબ આપ્યો હતો એ ખબર છે?". "હા, 'માં' ... મને હજુ યાદ છે..એ મારી મિત્ર પાયલ..એણે મને મજાકમાં પુછ્યુ હતું.ને મેં કહ્યું હતું કે છોકરાને કર્ણ શક્તિ.ખીલે..,દિવ્ય અવાજ સંભળાય .....ને છોકરીઓ ને સ્ત્રીના શણગાર માટે.. પછી કહ્યું કે તારી મમ્મી ને વધુ પુછજે.... એટલે જ ..પણ....આ સ્વરૂપના તમે મારી માં છો..તો મને કહો સ્રીના બંને કાન કેમ વીંધવા માં આવે છે?". "તો..સાંભળ... બેટી,... તારા માટે હવે જરૂરી છે....... ........... મન ને કાબુમાં રાખી,
લગાવ એ ખૂબ રાખતી,
નારી ની નથણી,,
સુંદર સંદેશ આપતી,
પોતાની પ્રશંસા સાંભળીને,
ના કરવી એવી ભૂલ?,
હર હાલમાં રહેવું ખુશ,
શીખવે એ કર્ણ ફૂલ,
સોળે શણગાર સજી,
દીસે નાજુક નાર સખી,
ધરતી પર પૂર્ણ થાય,
નારી શણગાર અહીં,,,, " ને માં બીજી વાત.. મને કેમ વારંવાર આભાસ થાય છે કે કોઈ બાળક રડે છે..ને મને 'માં' .... શબ્દ થી બોલાવે છે.?" "જો સૌંદર્યા હું આ વિશે પછી પણ કહી શકત...પણ... હું તને કહું.....તારા પર માતાજીની કૃપા છે..... ભવિષ્યમાં તારા લગ્ન થશે ત્યારે....તને માતાજીની કૃપા થી પુત્ર પ્રાપ્તિ થશે... આનાથી વધુ હું હવે કહી નહીં શકું.....પણ એટલું કહું કે તારા મનમાં હજુ એક વિચાર આવ્યો છે...કે તું સ્રી રૂપે કેમ?. બોલ હું સાચું કહું છું ને?". "હા, 'માં'..... મને થાય છે કે આ સ્ત્રી રૂપે જીવવા પાછળ કોઈ એક કારણ ના હોય.." "હા,..જો, સૌંદર્યા..એક કારણ નથી...પણ ઈશ્વરે તારી પસંદગી કોઈ ખાસ કાર્ય માટે કરી છે... બીજું કારણ ...તો.... તને આ વિશે તારા નામકરણ પછી તું પુછીશ..તો..જ કહીશ.... હમણાં કહેવાય નહીં.. " થોડીવારમાં સૌંદર્યા નું મન શાંત થયું... રોજની જેમ સાંજે સત્સંગ મંડળમાં મન લાગતું રહ્યું......... બીજા દિવસે 'માં' બોલ્યા," હવે છઠ્ઠા દિવસના નામ સંસ્કાર, નામકરણ ની તૈયારી કરો.કલ્યાણી તું સૌંદર્યા ના વસ્ત્ર અને આભુષણો તૈયાર રાખજે...આપણે બીજા કોઈ ને બોલાવવાના નથી... ફક્ત મારી મોટી દીકરી ડો.સુનિતા ને આજે આમંત્રણ આપું કે એ દિવસે સવાર થી આવી જાય. સવારે દસ વાગ્યે આ પ્રસંગ કરવાનો છે..તો બધા તૈયાર રહેજો.". સૌદર્યાના નામ સંસ્કારના આગલા દિવસે ' માં ' એ ડો.સુનિતા ને ફોન કર્યો.:-" હેલ્લો,સુનિતા.. હું માં બોલું છું.". " હા,બોલો.. માં.. " "સુનિતા બેટી કાલે મારી નાની દીકરી સૌંદર્યાના નામ સંસ્કાર છે..તારે સવારે દસ પહેલા આવી જવાનું છે.". " હા," માં ".... ચોક્કસ આવીશ..પણ અહીં હોસ્પિટલમાં હમણાં કામ બહુ રહે છે..લતા આવી હતી.. એણે સૌંદર્યા વિશે કહ્યું.. મને પણ મલવાનુ મન થયું છે..". "ને સુનિતા...મારે તારૂં બીજું પણ કામ છે... સૌંદર્યા વિશે...હા,...તારે અહીં જ જમવાનું છે.". "હા, માં.... હોસ્પિટલમાં કોઈ ઈમરજન્સી કેસ ના આવે તો.. આવીશ... નહીં તો બીજા દિવસે વહેલી સવારે તો ચોક્કસ.. માં.. હમણાં મારે કામ છે..પછી વાત કરૂં.." એમ કહીને ફોન કટ થયો.... " માં " ના આનંદનો પાર ના રહ્યો...ચાલો... હવે ડો.સુનિતા આવે એટલે.....સૌદર્યાને એની સાથે... જબલપુર મોકલીશ...બાપડી સૌંદર્યા માટે મને બહુ ચિંતા થાય છે... રિપોર્ટ કેવો આવશે એના પર હવે સૌંદર્યા નું ભાવિ........ ઈશ્વરની જે ઈચ્છા હશે...એ પ્રમાણે...તો... થશે જ... ભગવાને સૌંદર્યા ની પસંદગી કોઈ ખાસ મકસદ માટે કરી છે...મારે એક વાર તપોભૂમિ જવું પડશે... ગુરુ જી પાસેથી કોઈ માર્ગદર્શન મલશે.. ********. ....સૌંદર્યાના નામ સંસ્કાર ના દિવસે....... કલ્યાણી અને લક્ષ્મી એ આવી ને સૌંદર્યા ને સરસ રીતે વસ્ત્ર પરિધાન કરાવીને શણગાર કર્યા.... ચંદેરી સાડી... નાકમાં "માં ત્રિપુરા સુંદરી" ના પ્રસાદીની નથ પહેરાવી..માથા પર માતાજીની પ્રસાદીની ચુનરી ઓઢાડી...... સૌંદર્યા શણગાર માં ખૂબ સરસ દેખાતી હતી.... મનમોહક સી,કજરારી નૈનો મેં,. સુંદર દિસતી, મનમોહના, સુંદર શણગાર સજી, માતાજીના આશીષ પામી, મનમાં મુસ્કાન કરતી, સુંદર નામ ,ધારણ કરતી સૌંદર્યા,. બરાબર દસ વાગ્યા ને નામકરણ શરૂ કરવામાં આવ્યા. " માં " બોલ્યા:-
आयुर्वेडभिवृद्धिश्च सिद्धिर्व्यवहतेस्तथा ।
नामकर्मफलं त्वेतत् समुद्दिष्टं मनीषिभिः ।।
એટલે નામકરણ સંસ્કાર કરવાથી આયુષ્ય અને તેજ માં વૃધ્ધિ થાય છે.લૌકિક વ્યવહારમાં નામની પ્રસિધ્ધિ થી વ્યક્તિ નું અસ્તિત્વ બને છે.
ત્યારબાદ નક્ષત્ર, તિથિ અને દેવતાઓ ને આહુતિ મંત્ર દ્વારા કરવામાં આવી. "માં " એ સૌંદર્યા ને કાજલ નો ટીકો કરીને આશીષ આપ્યા . સૌંદર્યા ના જમણા કાન પાસે આવીને .. 'આજ થી તારૂં નામ વિધિવત " સૌંદર્યા " રાખું છું.. માં ના દીકરીને આશિર્વાદ છે.' પછી ' માં' એ પોતાના હાથે સૌંદર્યા ને શુકન નું મધ ચટાડ્યુ.આશ્રમ ના પરિસરમાં લાવીને સૂર્ય દર્શન કરાવ્યા.. સૌંદર્યા એ સૂર્ય નારાયણ ને નમસ્કાર કરી ' માં ' ના પગે લાગી..ને માં ને ભેટી પડી. ગૌરી,રાધા, કલ્યાણી,લતા અને લક્ષ્મી એ ગુલાબ, પુષ્પો અને અક્ષત થી સૌંદર્યા ને આશીષ આપી ને નામકરણ નું સ્વાગત કર્યું... એક અવાજે બોલ્યા ...'આજ થી સૌંદર્યા નામ તરીકે ઓળખવામાં આવશે..ને અમારી નાની દીદી ગણાશે.'
સૌંદર્યા એ બધી દીદીઓનો આભાર માન્યો. વંદન કરી આશીષ લીધા....... હવે જમવાનો સમય થયો હતો... પણ ડો.સુનિતા આવ્યા નહોતા.... ' માં 'એ ડો.સુનિતા ને કોલ કર્યો... જવાબ આવ્યો કે....મેડમ ને ઈમરજન્સી કેસ આવ્યો છે... પછી કોલ કરશે........ આમ સૌંદર્યા નો વિધિવત નામ " સૌંદર્યા " રાખવામાં આવ્યું.............. થાકી ગયેલી સૌંદર્યા આરામ કરવા જાય છે.... *****. સંધ્યા સમયે ડો.સુનિતા નો ફોન ' માં ' ઉપર આવ્યો... માં... સોરી...મારે એક ઈમરજન્સી કેસ હતો... પછી મને સમય મલ્યો નહીં.... હું પણ સૌંદર્યા ને મલવા માટે આતુર છું.... કાલે સવારે વહેલા હું આવીશ... ચોક્કસ....ને મારા આયુષ ને પણ લેતી આવીશ....એ પણ નાની નાની કરે છે..આમેય કાલે શનિવાર છે..મારા આસિસ્ટન્ટ ને સોંપીને આવીશ... સૌંદર્યા ને મારા વતી સ્નેહ કરજો...હા..એના માટે એક ગીફ્ટ પણ લાવીશ.. ઓકે.. 'માં'....આ તમારો પૌત્ર તોફાની થયો છે..એને થોડી સલાહ આપજો... તમને મારા વંદન ... માં.... બોલતા બોલતા ડો.સુનિતા ગળગળી થાય છે... ****. બીજા દિવસે સવારે આઠ વાગે ડો.સુનિતા ' માં ' ના આશ્રમમાં આવે છે...' માં' ને નમન કરે છે..સાથે એનો નાનો આયુષ પણ હોય છે..' માં ' ડો.સુનિતા ને સૌંદર્યા સાથે ઓળખાણ કરાવે છે...ડો.સુનિતા સૌંદર્યા ને જોઈ ને આશ્ર્ચર્ય પામે છે..એના મનમાં કંઈક બીજું યાદ આવે છે.. " માં " ડો.સુનિતાને સાથે પોતાના કક્ષમાં આવે છે.અને તપોભૂમિમાં બનેલી ઘટના થી માંડી ને માં ત્રિપુરા સુંદરી મંદિર માં થયેલા ચમત્કાર ની વાત કરે છે.સૌદર્યા ને પોતાની સાથે જબલપુર મેડિકલ ટેસ્ટ માટે લઈ જવા કહે છે. આ બાજુ નટખટ આયુષ સૌંદર્યા સાથે રમતો હોય છે.. એ વખતે 'માં' અને ડો.સુનિતા સૌંદર્યા પાસે આવે છે.. 'માં' બોલ્યા :- સૌંદર્યા બેટા, આ તારી મોટી દીદી છે.. તું તૈયાર થાય અને આ તારી મોટી દીદી સાથે તારે જબલપુર એના ઘરે બે દિવસ માટે જવાનું છે... તારૂં મન પણ લાગશે...ને...હા...મોટી દીદી કહે એ પ્રમાણે કરવાનું છે...તારા સારા ભવિષ્ય માટે..અને ભલા... માટે.. અને આયુષ બેટા..જો આ તારી માસી છે.". આયુષ બોલ્યો:- હા નાની..માસી બહુ સારા છે.. મને તો બહુ ગમે છે... મારી સાથે રમે છે... હેં...દાદી...આ માસી....મારા....મામી....બને..તો... કેવું સારું.!......મારા મામા ના લગન માં મારે મજા કરવી છે.." .....*** ( ક્રમશઃ ભાગ -૧૧ માં)..હવેના ભાગમાં...ડો.સુનિતા દીદી .. સૌંદર્યા ને જબલપુર પોતાના ઘરે લાવે છે...અને ..અને... સૌંદર્યા ના જીવન માં નવો નિખાર....સાથે...એક નવા પાત્ર નું આગમન.... ડો.સુનિતા ના પાત્ર ને જાણવા વાંચો મારી વાર્તા"ખુલ્લા દિલે વાત-ભાઇ બહેન ની ".....ને માતૃૃૃૃૃૃભારતી માંં વાંચો :
વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા "સૌદર્યા-એક રહસ્ય"( મિત્રો ,આવનારા તહેવારો ની શુભેચ્છાઓ...આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏). @કૌશિક દવે