સૌંદર્યા -એક રહસ્ય ( ભાગ -૨) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સૌંદર્યા -એક રહસ્ય ( ભાગ -૨)

" સૌંદર્યા-એક રહસ્ય" ( ભાગ-૨ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો એક ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે. સામાન્ય પ્રવાહ માં ચાલતી આ વાર્તા અનેક વળાંકો લે છે..... ચારે મિત્રો વેકેશન માં ટાઈગર અભ્યારણ,મધ્યપ્રદેશ ની ટુર પર જવાનું નક્કી કરે છે.... હવે આગળ...... મધ્યપ્રદેશ ની ટુર પર જવાનું નક્કી થાય છે એના બે દિવસ પછી સૌરભ પર વિજય નો ફોન આવે છે... " હેલ્લો,સૌરભ આજે આપણે સાંજે લો ગાર્ડન પાસે આ ટુર માટે મલીશુ.. પ્રોગ્રામ થોડો ચેન્જ થયો છે.. હું પાયલ અને મુકુંદ ને ફોન કરીને કહી દઉ છું..." " ઓકે..પણ પ્રોગ્રામ કેમ બદલાયો? કેન્સલ તો નહીં થાય ને? "સૌરભે વિજય ને પુછ્યુ. " ના.ના..પ્રોગ્રામ તો છે જ..પણ સ્થળ બદલાયું છે.. વધુ આપણે મલીશુ ત્યારે... એટલે કહું." "ઓકે..તો સાંજે .. " સાંજે સાત વાગ્યે ચારે મિત્રો લો ગાર્ડન પાસે મલ્યા.વેકેશન ટુર પર ચર્ચા કરવા માટે... "હેલ્લો, ફ્રેન્ડ..ચાલો આપણે હોટલમાં બેસી ને વાતો કરીએ.. સાથે થોડો નાસ્તો અને ઠંડુ પીણું લઈએ. પછી હું તમને ટુર ની માહિતી આપું." વિજય સ્મિત કરતા બોલ્યો. ચારે મિત્રો હોટલમાં ગયા . મનપસંદ નાસ્તો અને ઠંડુ પીણું મંગાવ્યું....... "પણ..આપણો પ્રોગ્રામ કેમ બદલાયો? કેન્સલ તો નહીં થાય ને?" સૌરભ બોલ્યો.. પાયલ અને મુકુંદ આતુરતા થી વાત સાંભળતા હતા . પાયલ બોલી," જો વિજય તારા થી ના થતું હોય તો મારા ફાધર ને કહી ને બીજી જગ્યા ની ટુર ગોઠવું .બધા ખર્ચા પણ હું જ કાઢીશ!" ... "અરે.. શું બોલે છે પાયલ..આ તારો ફ્રેન્ડ વિજય છે પછી ચિંતા કેમ કરો છો? આતો મારા અંકલ નો મધ્ય પ્રદેશ થી ફોન હતો કે આ સમયે રીવા અને સાગર આવી શકશો નહીં. પણ.." વિજય જાણી જોઈને બોલતાં બોલતાં રોકાઇ ગયો.. આ સાંભળી ને મુકુંદ,પાયલ અને સૌરભ બોલ્યા.."પણ.. શું? ટાઈગર અભ્યારણ બંધ છે.?આહ્ સફેદ વાઘ પહેલી વખત જોવા મલતા. " "ના મિત્રો એવું નથી..પણ રીવા ના મહારાજા ને ત્યાં કોઈ પ્રોગ્રામ છે..અંકલ નું ફોર્મ હાઉસ પણ એમણે થોડા સમય માટે લીધું છે..એ વખતે રીવા માં મજા આવશે નહીં એવું અંકલે કહ્યું.. પછી કહ્યું કે એમણે બીજી જગ્યા ની વ્યવસ્થા કરી છે. કાન્હા ટાઈગર અભ્યારણ.. જબલપુર પાસે આવેલું છે ત્રણ દિવસ અને બે નાઈટ કાન્હા માં રહેવાનું છે.સાથે સાથે એમણે અમદાવાદ થી જબલપુર ની ફ્લાઈટ માં બુકિંગ કરાવ્યું છે.. એટલે આપણે જે એક હજાર કિલોમીટર ની કાર ની મુસાફરી કરવાની હતી..એ બંધ રહી..". બટક બોલી પાયલ બોલી," ઓહો..તારા અંકલ પણ ચતુર કહેવાય.. બુકિંગ પણ કરાવી લીધું?. રીવા ના મહારાજા ના પણ કોન્ટ્રાક્ટર છે?". " પાયલ તું આવું ના બોલ..એક તો વિજય આપણા માટે ટુર ગોઠવે છે..જો સરકારી ઠેકેદાર હોય તો એ પ્રમાણે રહેવું પડે...બોલ.વિજય..આ તો પાયલ ને વચ્ચે બોલવાની ટેવ છે." સૌરભ બોલ્યો..... વિજય બોલ્યો," સૌરભ તું બહુ સમજુ છે.જુઓ આપણી દસ દિવસ ની ટુર તો છે જ..સવારે આપણે અમદાવાદ થી ફ્લાઈટ માં જબલપુર જવાનું છે.. બપોરે પહોંચીશું..એ દિવસે જબલપુર આરામ કરવાનો છે.નજીક માં થોડું ફરવા જઈશું.અંકલે એક એસી વાળી કાર આપણા માટે બુક કરાવી છે.જબલપુર માં એમનો મોટો બંગલો છે આઉટર માં.. છે....બધી સગવડો છે.નોકર ચાકર પણ છે.બીજે દિવસે કાન્હા નેશનલ પાર્ક.. ત્યાં ત્રણ દિવસ અને બે નાઈટ.નુ બુકિંગ કરાવ્યું છે..બધી સગવડો છે.જબલપુર પહોંચી ને આપણ ને આ પછી ની માહિતી મલશે.. .પણ દસ દિવસ તો છે જ..પરત આવતા આપણે ઈંદોર થી અમદાવાદ ની ફ્લાઈટ પકડવાની છે...કોઈ ને કંઈ ડાઉટ?". " મને છે..પાયલ બોલી.. "વચ્ચે વચ્ચે ના બોલ પાયલ .આ ટેવ તારી ખરાબ છે..અમે બધા તૈયાર છીએ..કેમ મુકુંદ બરાબર ને." સૌરભ બોલ્યો... નાસ્તો કરી ને ચારે મિત્રો છુટા પડ્યા. વિજય પોતાની બાઇક પર મુકુંદ ને બેસાડી ગયો.. સૌરભ બોલ્યો," પાયલ બહુ મોડું થયું છે.મમ્મી ચિંતા કરશે. હું રિક્ષા કરી ને ઘરે જાવ છું." આ સાંભળી ને પાયલ બોલી," એમ કંઈ જવાય! આ. .. લો ગાર્ડન છે..ચાલ આપણે થોડી વાર બગીચામાં બેસીને વાત કરીએ.. એવું હોય તો હું તને મુકી જઈશ.ને મમ્મી...સોરી..માસી ને હું કહીશ કે મારા લીધે મોડું થયું.." પાયલે સૌરભ નો હાથ પકડ્યો ને બગીચામાં લઈ ગઈ. થોડી વારમાં પાયલ બોલી," તું મને ચાહે છે કે નહીં? એ કહે.. હું તને પસંદ કરું છું.તારો સાથ મને પસંદ છે.." "જો પાયલ હું સામાન્ય માણસ..તારા નખરા ને ખર્ચા ઉઠાવી શકું નહીં... તું ફ્રેન્ડ તરીકે પસંદ છે.. " "વાહ.વાહ..તને તો મારી કદર જ નથી..હા..મને કહે તને તો દિપીકા પસંદ છે ને? " " કોણ દિપીકા? " "એ પેલી તારા જેવી આંખો વાળી..એવી આંખો બહુ ઓછી વ્યક્તિ ઓ ને હોય છે એવું તું કહેતો હતો.....". "પણ કોણ.. હું તો જાણતો પણ નથી..". "કેમ તેં એક દિવસ કહ્યું હતું ને કે તને દિપીકા પસંદ છે...". "ઓહ્. તું વાત ક્યાં લઇ જાય છે..આ તો તેં પુછ્યું કે કઈ હિરોઈન પસંદ છે.. એટલે કહ્યું." આ સાંભળી ને પાયલ સૌરભ ની નજીક આવી અને એને હગ કરી ને બોલી..' I love u Saurabh.' "અરે..અરે..આ શું કરે છે? જાહેર સ્થળ છે.." " સારું સારું..હવે ટુર પર થી આવ્યા પછી ની વાત... ચાલ હવે ઘરે જઈએ..... થોડી વારમાં પાયલ અને સૌરભ લો ગાર્ડન માં થી બહાર આવ્યા.. ત્યારે એક અલગારી બાવો સૌરભ પાસે આવ્યો બોલ્યો..સવાર થી ખાધું નથી.. કંઈ ક આપો..... સૌરભ ને દયા આવી અને ખિસ્સામાં થી પચાસ ની નોટ કાઢી ને એ અલગારી બાવા ને આપી..મારે મોડું થાય છે તમને આ રૂપિયા આપું છું જમી લેજો... અલગારી બાવા એ એ રૂપિયા લઈ ને બોલ્યો.. ભગવાન તારૂં ભલું કરે..પણ બેટા તારા મુખ પર થી લાગે છે કે આવનાર એક મહિનો તારા માટે પરિવર્તન નો રહેશે..જે તું છે એ તું નથી.અને જે તું નથી એ તું છે. આ સાંભળી ને પાયલ બોલી.," આ તો સાવ ગાંડો જ લાગે છે ચાલ સૌરભ આપણે નિકળીએ." પાયલ ઘરે ગયા પછી થોડી રઘવાઇ થઇ ગઈ... રાત્રે એ વિચારવા માંડી..એને થયું કે એક તો સૌરભ મારા પ્રેમ નો એકરાર કર્યો નથી અને પેલો અલગારી બાવો આવું બોલ્યો.લાગે છે કે આ ટુર કેન્સલ કરાવું..પણ બધા ને ખોટું લાગશે.. બીજા દિવસે સવારે પાયલે સૌરભ ને ફોન કર્યો "હેલ્લો..સૌરભ તું મને ગુરૂકુળ બસ સ્ટેન્ડ પાસે સવારે ૧૧ વાગે મલ.ખાસ કામ છે." સવારે ૧૧ વાગે સૌરભ ગુરૂકુળ બસ સ્ટેન્ડ પાસે આવ્યો. ત્યાં જ પાયલ એક્ટિવા લઇને આવી. " ચાલ સૌરભ બેસી જા." "ચાલ,પાયલ હું એક્ટિવા ચલાવી લઉ". "ચાલ ને હવે બેસી જા કાયમ તો તું ચલાવે છે.આજે હું તને લઇ જઈશ." સૌરભ પાયલ ની એક્ટિવા પર બેસી ગયો.પાયલ એક્ટિવા લઇને થોડા કે દુર આવેલ એક સોસાયટીમાં લઈ ગઇ. અને એક બંગલા પાસે ઉભી રાખી.એ જ વખતે એ બંગલા માં થી એક યુવતી બહાર આવી.સૌરભે એ બંગલા પર એક બોર્ડ જોયું." રીટા - પામીસ્ટ & ટેરો રીડર" એ બહાર આવેલી યુવતી પાયલ ને જોઈ ને બોલી," આવ પાયલ... હું તારી જ રાહ જોતી હતી. આવ..". પાયલ અને સૌરભ રીટા સાથે બંગલા માં આવેલ રીટા ની ઓફીસ માં ગયા. "બોલ પાયલ..લવ પ્રોબ્લેમ છે? આ કોણ છે? લવર કે બોય ફ્રેન્ડ ". રીટા બોલી. સૌરભ બોલ્યો," અમે ફક્ત મિત્ર જ છીએ.આ તો પાયલે કહ્યું ખાસ કામ છે એટલે એની સાથે આવ્યો." પાયલ બોલી," આ મારો ફ્રેન્ડ છે સૌરભ. હું ખાસ કામે આવી છું. મારું ભવિષ્ય તું જો અને બતાવ .મારે આની સાથે....." "સારૂં સારૂં.. હું સમજી ગઇ લાવ તારો હાથ પાયલ." રીટા બોલી.. થોડી વાર પાયલ ની હસ્તરેખા નું નિરીક્ષણ કર્યા પછી રીટા બોલી," પાયલ તું તો નસીબદાર છે જ..તારો થનાર પતિ તને ખુબ પ્રેમ કરશે.જાહોજલાલી માં રાખશે.હા..એ થોડો વાચાળ.. હમમ..વાતોડિયો તો હશે જ. અને તારે એક સંતાન છે.એ પણ ડોટર.. હશે.... હું માનું છું કે તારા લગ્ન બે મહિના માં જ થવાના યોગ છે." આ સાંભળી ને પાયલ આનંદ માં આવી ગઇ. બોલી," પણ. આતો સાવ મુંગો છે.બહુ ઓછું બોલે છે.". રીટા બોલી ," મેં ક્યાં કહ્યું કે આની સાથે થશે હજુ તો એના હાથ ની રેખાઓ જોવાની બાકી છે." પછી રીટા એ સૌરભ સામે જોયું અને બોલી," મનમોહક.. handsome છે.." આ સાંભળી ને પાયલ બોલી," એ.રીટા..જો જે હો... બોલી ને રીટા ને આંખ મારી ને હસતી બોલી," એ મારો બેસ્ટ બોયફ્રેન્ડ છે.તારે એનું ભવિષ્ય જોવાનું છે". "ઓકે..પાયલ..સૌરભ તારો જમણો હાથ.. " સૌરભે એનો જમણો હાથ રીટા તરફ કર્યો.રીટા એ વેધક રીતે સૌરભ ની આંખો સામે જોયું.બોલી," આ સૌરભ ની આંખો માં કંઈ ક રહસ્યો રહેલા હોય એવું લાગે છે..એની આંખો કંઈ ક બોલે છે. હિરોઈન દિપીકા જેવી આંખો નો કલર છે." પાયલ બોલી," હમમ. એટલે એને દિપીકા બહુ ગમે છે...પણ હું કહું ને સૌરભ તને તો કાળી ભમ્મર જેવી આંખો વાળી જ હિરોઈન મલશે..મારા જેવી જ.." પાયલે સ્મિત કર્યું. રીટા એ સૌરભ નો હાથ જોયો. બોલી," આના હાથના પંજા કેટલા મોટા છે..આંગળી ઓ કોમળ....આવો હાથ તો કોઈ જેન્ટસ નો જોયો નથી.. સૌરભ ..એટલે ખુશ્બુ.. સુગંધ.. સૌરભ નામ વાળા પરોપકારી.. ઉર્જા થી ભરપુર... તેજસ્વી ,અકલમંદ હોય છે.એને દોસ્ત , દોસ્તી વધારે પસંદ હોય છે." પાયલ બોલી," હા.હા..સૌરભ એવો જ છે પણ તું વધુ તો બોલ.. મને જાણવાની તાલાવેલી થાય છે." "ઓકે..પાયલ..પણ આ સૌરભ તો કંઈ પુછતો જ નથી.. હમમ... આવનારા દિવસોમાં સૌરભ ના જીવન અનેક પરિવર્તનો દેખાય છે. કદાચ થોડા દિવસો માં જ.. કોઈ અજૂગતો બનાવ બને. પણ હમણાં એક વર્ષ સુધી લગ્નના યોગ નથી..હા..એને પ્રથમ સંતાન પુત્ર હશે.." "એટલે.. શું સૌરભ ના મારી સાથે..? " "પાયલ તું વચ્ચે ના બોલ. "રીટા બોલી.." હસ્ત રેખા interesting છે...જીવન માં વારંવાર પરિવર્તન...બે કે ત્રણ લગ્ન ના યોગ છે.. એટલે દ્વિભાર્યા યોગ કહેવાય કે નહીં એ ખબર પડતી નથી...પણ એની સંતાન રેખા એમ કહે છે કે કદાચ ચાર..હોઈ શકે." "બસ .બસ.. રીટા વધુ ના જો..મારો તો જીવ કપાય છે..સૌરભ શું મને.. નહીં મલે.!" આટલું બોલી ને પાયલ રડી પડી. રીટા પાયલ માટે પાણી લેવા ગઈ. સૌરભે એને શાંત રાખવા પ્રયાસ કર્યો બોલ્યો," આ તો ભવિષ્ય બનશે એવું કહે છે પણ થાય જ એવું નથી.. ફક્ત અનુમાનો કહેવાય એમ કોઈ નું ભવિષ્ય બનતું હોય? શાંત રહે. હું તો માનતો જ નથી હાથે કરીને દુઃખી ના થા." આ સાંભળી ને પાયલ ને થોડી ટાઢક થઈ.. સૌરભ પાસે આવી ને ભેટી ને રડતા અવાજે બોલી," I love you Saurabh"પછી સૌરભ ના ગાલે એક ચુંબન કર્યું. સૌરભ પણ એને શાંત રાખવા બોલ્યો.. "હું પણ તને પસંદ કરું છું.". એટલામાં રીટા પાણી લઈ ને આવી.. બોલી ,"લે પાયલ પાણી પી.. આતો તેં કહ્યું એટલે.. ફ્યુચર જોવાનો પ્રયત્ન કર્યો.. જો જ્યોતિષ કે મારું કહેવું બધું સાચું પડતું હોય તો બધા ભગવાન પાસે ના જાય..આ તો માર્ગદર્શન મલે એટલે..". એક અઠવાડિયા પછી ચારે મિત્રો જબલપુર, ટાઇગર અભ્યારણ ની ટુર પર જવા ફ્લાઈટ માં નિકળ્યા.. ( ક્રમશઃ... વધુ ભાગ -૩ માં). * ** મિત્રો આ મારી બીજી ધારાવાહિક વાર્તા છે.. જો આપને પસંદ હોય તો યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે.. **** આગળ ના ભાગમાં શું થશે? પાયલ અને સૌરભ ના જીવન માં? આ જબલપુર ટુર કોને ફળદાયી રહેશે? ચાલો ભાગ -૩ માં કાન્હા અભ્યારણ્ય, જબલપુર ના જોવા લાયક સ્થળો ની મજા આ ચાર મિત્રો કેવીરીતે માણે છે? જબલપુર વિશે આગળ ના ભાગમાં...... @ કૌશિક દવે