દોસ્તાર - 24 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 24


(ફટાફટ તૈયાર થઈ ને ભાવેશે વિશાલ ને ફોન કરી દીધો.)
જય હનુમાન દાદા વિશાલ કંઈ કામ હતું કે શું તારો ફોન આવ્યો તો.
(આમ ભાવેશ અને વિશાલ હનુમાન દાદા ના ભગત હતા એટલે બંને એકબીજા ને ફોન કરે ત્યારે અચૂક પણે હનુમાન દાદા નું નામ લેતા હતા.)
કોય નતુ કામ ભાઈ જે કામ હતું તે હવે પૂરું થઈ ગયું.
ભાઈ વાતો ફેરવ્યા વગર જે હોય તે કે ને
તો સાંભળ મારી વાત ધ્યાન થી..
અલ્યા બોલે તો સાંભળું ને હેડ હવે ચાલુ કર તારું બક બક...
આ તો મને એક આઈડિયા આવ્યો હતો એ તને કહું છું.
કે ને એમાં કેટલી વાર... શેના વિશે છે એ પેલા મને કે.
મારા મગજ માં બીજો કોઈ વિચાર આવે.
હા એતો હું સમજી ગયો કે તને ધંધા વિશે વિચાર આવ્યો હશે.પણ કયો ધંધો છે એ તો તું કે.
ભાઈ આ બધું તારે વિગત વાર સાંભળવું હોય તો તું હાલ સાઈ નાથ હોટલે આવ હુંપં ત્યાં આવી જાઉં છું.
અલ્યા ફોનમાં કંઈ દીધું હોય તો.
બધી વાત ફોન મા નથાય.
એમ જ તો મારે સાઈ નાથ હોટલે આવવું જ પડશે.
દોસ્તાર આવે તો ત્યાં ચા નાસ્તો કરી ને આપણા ધંધા ની વાત કરીશું.
હા તો પંદર એક મિનિટ માં ત્યાં આવ્યો ભાઈ સમજી લે...(આટલી વાત કરી ને ભાવેશ ફોન કટ કરે છે.)
બંને જણા સાઈ નાથ હોટલ પાસે ભેગા થાય છે, હોટેલની એટલી બધી સુંદરતા હોય છે કે કારણ કે તેની આગળ લીલા છમ વૃક્ષો અને તેના ઉપર બેઠેલા પક્ષીઓ ના કલરવ થી ભાલ ભલા નું મન મોહી લે તેવી અદભૂત જગ્યા છે એટલા માટે ભાવેશ અને વિશાલ કોઈ પણ મિટિંગ માટે હર હંમેશાં આ સુંદર અને રમણીય સ્થળ પસંદ કરતા હતા.
"એક બોકડા ઉપર બંને જણા બેસે છે"
બોલ વિશાલ ચા બા પીશું કે નઈ.
અલ્યા એમાં હું પૂછવાનું ફરજિયાત આપણે ચા પીશુ તોજ મારું મગજ કામ કરશે,જેમ બાઈક માં પેટ્રોલ નાખી એ છીએ તેમ મારા અને તારા શરીર માં આ અમૃત રસ નાખીએ તોજ કંઇક અવનવા વિચાર આવે,ભલે લોકો ચા ને ઝેર કહેતા હોય પણ આપણ માટે તો એક અમૃત છે અમૃત....
બસ ભાષણ આપવાનું બંધ કર મહારાજ,તારે તો શ્રેષ્ઠ વક્તા બનવા ની જરૂર હતી.
કાકા બે કટિંગ....
"કાકો ચા લઈ ને આવે છે અને બને જણા ચા ની ચુસ્કી લઈ રહ્યા હોય છે અને ધંધાની અવનવી વાતો કરતા હોય છે."
ભાવેશ મને એક જોરદાર આઈડિયા આવ્યો છે એ હું તને કહું.
વિશાલ આ તારો ઘટિયા આઈડિયા સાભળવા માટે તો હું અહીંયા આવ્યો છું.
હા તો સાંભળ.
અલ્યા બોલે તો હું સાંભળું ને ભાઈ...
(બંને જણા ચા ની ચુસ્કી લેતા લેતા એક બીજા ની મજાક કરી રહ્યા હતા.)
જો એક ધંધા નો મને વિચાર આવ્યો છે અને આ બિઝનેસ સાબુ પાવડર નો છે.
શું... સાબુ પાવડર નો...
હા સાબુ પાવડર મારા ભાઈ એમાં આપણે ગણા રૂપિયા બનાવી લેશું.
પણ કંઈ રીતે.
રીત બિત છોડ મારી પાસે એક કોંતેક નંબર છે તેમને મળીને આ બિઝનેસ ને ટોચ ઉપર લઈ જઈશું.
હા હું તારી વાત મા સહમત છું આગળ બોલ...
આ ધંધા મા હું એનાલીશિસ કર્યું તો સાબુ માં માટી અને પાવડર માં મીઠું વપરાય છે અને આ બે રો મટીરીયલ મફત ના ભાવે મળે છે.
એતો મને ખબર છે.પણ લાવીશું કયાંથી...
જો તારો વિચાર હોય તો આપણે રો મટીરીયલ વાળા ને મળી આવીએ.
હા મારો વિચાર કેમ ના હોય,તારો વિચાર એ જ મારો વિચાર.આ બધી તારી વાત તો સાચી પણ ખર્ચો કેટલો આવશે ભાઈ...
વધુ આવતા અંકે...