જાણે-અજાણે (69) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (69)


હજું તો નિયતિના પ્રશ્નો પુછાય જ રહ્યા હતાં ત્યાં તો અમીનાં પિતાએ પણ પોતાનો ગુસ્સો ઉતારવાનું શરું કરી દીધું. દરેક વ્યકિત અત્યારે અમીની વિરૂદ્ધમાં બોલવાં લાગ્યા હતાં. આ જોઈ અમી પોતાને એકલી અનુભવવાં લાગી. હા તેને ખબર હતી કે જે પગલું તે ઉઠાવવાની છે તેનો અસર કેવો થશે પણ છતાં અત્યારે જ્યારે અમીની વિરુદ્ધ પોતાનાં જ વ્યકિત બોલવાં લાગ્યા એટલે તેની હિંમત ડગમગવાં લાગી. તેનાં અવાજમાં કંપન લઈ તેણે બોલવાનું શરૂ કર્યું.
" દીદી.. મને માફ કરી દો. મને ખબર છે પપ્પા કે મેં તમને ઘણું દુઃખ આપ્યું છે . પણ એ કરવું મારે જરૂરી હતું. અને.." " જરૂરી હતું?.. શું કામ?.. તને નહતું ભાન પડતું કે તું જે વ્યકિત જોડે લગ્નમંડપમાં બેઠી છું એ તારી બહેનનો પતિ બનવાનો હતો!.." નિયતિનો ગુસ્સો વધવા લાગ્યો હતો. " હા દીદી.. ખબર હતી. .પણ..." " પણ શું?... અને પહેલાં એ કહે કે વંદિતા ક્યાં છે?... શું તે આ બધું જાણે છે?.." શેરસિંહજી થી પણ રહેવાયું નહી અને અમીની પરાણે બોલાતી વાતમાં કુદી પડ્યા. અમીએ થોડું થોભી ફરીથી બોલવાનું શરું કર્યું " પપ્પા મને બોલવાં તો દો. હું બધું સમજાવવાં માંગું છું. " " હવે સમજાવવાથી શું ફાયદો!" નિયતિએ નીચું માથું કરી અદબ વાળી ઉભી પોતાની જાતને જ કહ્યું. ધીમેથી બોલાયેલી નિયતિની વાત અમીએ સાંભળી લીધી. પણ વધારે કશું ચોખવટ તેણે આ વાતમાં ના કરી અને પોતાનું બોલવાનું શરૂ કર્યું. આ જોઈ ધિરજનું મન ગભરાય રહ્યું હતું કે અમી આજે બધું જ જણાવી દેશે. અને તે મનમાં ને મનમાં આ બધી વાતથી છૂટવાનો રસ્તો વિચારવા લાગ્યો. બીજી તરફ અમીએ બોલવાનું શરૂ કર્યું

" પહેલીવાત તો મને માફ કરી દો. હું આ રીતે તમારાં કોઈનું મન નહતું દુખાડવાં માંગતી. હું હાથ જોડીને એ માટે માફી માંગું છું. મને ખબર છે કે તમને બધાને મારી સામેં ઘણાં પ્રશ્નો છે. કદાચ એ દરેક પ્રશ્નોનાં જવાબ નથી મારી પાસે. બસ હું એટલું કહી શકું છું કે મને વેધ સાથે લગ્ન કરવું હતું. તેને હું ઘણાં લાંબાં સમયથી પસંદ કરતી હતી કદાચ ત્યારથી જ જ્યારથી અમેં મિત્ર બન્યા હતાં. પણ હું કશું વેધને કહું અથવાં તો નિયતિ દીદી તમને કહું એ પહેલાં જ બધું જલદી જલદીમાં વંદિતા સાથે નક્કી થઈ ગયું. મેં મારાં મનને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ એ શક્ય ના બન્યું. મારી જિંદગી જાણે વેધની આસપાસ જ ફરતી હતી. હું જે કરું એ કામમાં તેની યાદો, જ્યાં જઉં એ જગ્યામાં તેની વાતો અને દરેક નાની મોટી વસ્તુઓમાં તેની હાજરી જાણે જરૂરી બની ગઈ હતી. હવે તેને પોતાનાં જીવનથી દૂર કરવો શક્ય નહતો. પણ મને મારાં મનની વાતને જાણવામાં ઘણી વાર લાગી ગઈ અને પછી આ લગ્ન પણ એટલું જલદી થઈ ગયું કે મને સમય જ ના મળ્યો કે હું વંદિતાને સમજાવી શકું. અને મારામાં એટલી હિંમત પણ નહતી કે હું મારાં મનને સમજાવી શકું. અને મને ઉતાવળમાં જે રસ્તો જળ્યો એ જ મેં અપનાવી લીધો." અને અમી ચુપ થઈ ગઈ. નીચું માથું રાખી, નીચી અને આંસુઓથી ભરાયેલી આંખોથી બોલાયેલી દરેક વાતથી બાકી સાંભળતા બધાં લોકો અચંબામાં પડી ગયાં. દરેકની સાથે સાથે ધિરજ ને પણ નહતું સમજાતું કે આ અમી શું બોલી ગઈ . " આજે તેની પાસે અવસર હતો પોતાની વાત સાબિત કરવાનો!.. તો શા માટે તે પલટી ગઈ અને કોઈ સામેં મારું નામ ના લીધું?.. મને કેમ બચાવ્યો અને આ બધું શું બોલી ગઈ?!.. કશું સમજાતું નથી અમીનાં મનમાં શું ચાલે છે?!.. " અમીની વાતે ધિરજને વિચારવા પર મજબૂર કરી દીધો. જે છોકરીનો વિશ્વાસ તેણે નહતો કર્યો તેણે વગર કોઈ કારણે તેની મદદ કરી દીધી.

" અને વંદિતા ક્યાં છે?" નિયતિએ પુછ્યું. અમીએ પહેલાં કોઈ જવાબ ના આપ્યો . પણ બીજી વખત પુછવાં પર તેણે કહ્યું " વંદિતાના તૈયાર થયા પહેલાં હું તેનાં રૂમમાં ગઈ હતી. હું તેની સાથે વાત કરવાં માંગતી હતી. તે પોતાનામાં વ્યસ્ત હતી તેનું તો ધ્યાન પણ નહતું મારી તરફ. એટલે મારે તેને બેહોંશ કરવું પડ્યું. મેં તેનાં ખાવામાં બસ ઉંઘની ગોળી ભેળવી દીધી હતી. અને તેનો અસર બાર કલાક જેટલો થવાનો હતો. એટલે હજું તે કદાચ ઉંઘમાં જ હશે. રૂમમાં. " " પણ કોઈએ તેને જોઈ કેમ નહીં?.. હું જાતે જ રૂમમાં બે વખત જઈને આવી હતી મેં પણ તેને ના જોઈ!.." નિયતિએ ફરીથી પુછ્યું. અમીએ જવાબ આપતાં કહ્યું " હા દીદી.. કેમકે મેં તેને છુપાવીને એવી જગ્યા સૂવડાવી હતી કે તે કોઈની નજરમાં ના આવે. અને.." " અને શું?... હજું કશું બોલવાનું બાકી છે?!... તું ક્યારથી આટલું શૈતાની મગજની થઈ ગઈ?.. મારી અમી તો એકદમ સીધી સાદી અને સરળ છોકરી હતી. તેને તો કોઈને નુકસાન પહોંચાડવાનો વિચાર પણ નહતો આવતો અને આજે તેં જ પોતાની બધી હદ્દ પાર કરી દીધી!.. પોતાની જ બહેન સાથે આવું કેવી રીતે કરી શકે?... વર્ષો પહેલાની ભૂલથી પણ તેં કશું ના શીખ્યું?.. ફરીથી તેં એ જ રસ્તો અપનાવ્યો?!.. કેમ અમી? "

" સોરી દીદી પણ મને વેધ જોઈતો હતો બસ એટલે જ!." અમીએ બધી જવાબદારી પોતાનાં માથે લઈ લીધી અને ધિરજને બધી વાતમાંથી ચોખ્ખો બહાર કરી દીધો. પણ આ દરેક વાતમાં અમીએ બધાની નફરત વ્હોરી લીધી. નિયતિ અને તેનાં પિતા શેરસિંહજીએ અમીને ઘણી વાતો સંભળાવી . આ દરેક વાતની અસર શબ્દ અને જયંતિભાઈ નાં કોમળ મગજ પર પણ પડી. તે બંને અમીને આટલું સહન કરતાં નહતાં જોઈ શકતાં. આજથી પહેલાં અમીને કોઈ દિવસ આટલું રડતાં , કકરતાં અને હાથ જોડતાં નહતી જોઈ. આઘાત લાગી રહ્યો હતો એ કોમળ મનને જેમણે માત્ર અમીને હસતાં , રમતાં અને બધાને ખુશ કરતાં જોયાં હતાં. શબ્દ અને જયંતિભાઈને અમી જરાક પણ ખોટી નહતી લાગી રહી. પણ નિયતિ અને શેરસિંહનો ગુસ્સો ચરમસિમાએ પહોંચી ગયો હતો અને તેમણે છેવટે અમીને પોતાનાં ઘર અને નજરો સામેંથી કાઢી મુકી. વેધને પણ કહી દીધું કે હવે અમી તેની પત્ની છે તેને જોવાનું તેણે શું કરવું પણ અત્યારે તો તેને પોતાની સાથે લઈ જ જવી પડશે. પોતાને બધી વાતમાથી બચાવવાં બદલ ધિરજ અમીને પોતાની સાથે લઈ જવાં તૈયાર થઈ ગયો. અમી પણ તેની સાથે ચાલી નિકળી.

અમીનાં મનમાં શું ચાલી રહ્યું હતું એ હજું ધિરજ સમજી નહતો શક્યો. ચુપચાપ બેઠેલી કદાચ પોતાની ચુપ્પીમાં હિંમત બાંધી રાખેલી અમીને જોઈ ધિરજે વાત કરવાની કોશિશ કરી. પણ અમી ચુપચાપ બસ એકીટશે ગાડીમાથી બહાર જોતી રહી. અમીને ના ધિરજની વાતોથી ફર્ક પડતો હતો કે ના કોઈનાં કશાં શબ્દોથી. તેને મન જાણે બધું વ્યર્થ હતું. થોડેદૂર આવવાં પર અમીએ પોતાનો પહેલો શબ્દ ઉચ્ચાર્યો " ગાડી રોકાવ. " ધિરજને એ વાતની ખુશી થઈ કે અમીનો અવાજ તો સાંભળવા મળ્યો. પણ બીજી જ ક્ષણે તેનું મન પણ દુખી થઈ ગયું કે અમીએ ગાડી રસ્તાવચ્ચે જ રોકાવી દીધી. " પણ કેમ.?" ધિરજે ધીમેથી પુછ્યું. " બસ ગાડી રોકાવ. એટલે રોકાવ." અમીએ ગુસ્સામાં કહ્યું. એટલે ધિરજે ગાડી રોકાવી દીધી. અમી ગાડીની બહાર ઉતરી ગઈ અને આગળ ચાલવાં લાગી. ધિરજ તેને જોઈ તેની પાછળ સાદ પાડતો ચાલવાં લાગ્યો. તેને રોકવાની કોશિશ કરવાં લાગ્યો. પણ અમીનાં પગલાં રોકાવાનાં નામ જ નહતાં લઈ રહ્યાં. આ વાતથી અકળાય ને ધિરજે અમીનો હાથ ખેંચી તેને એક જગ્યા ઉભી કરી દીધી. " બોલ હવે!.. શું થયું છે?.. આમ અધવચ્ચે કેમ ઉતરી ગઈ?.. હજું ઘર આવ્યું નથી. તેની વાર છે. " અમીએ પોતાનો હાથ છટકારી પોતાને છોડાવતાં કહ્યું " તો?... જા તારાં ઘેર!.. મેં ક્યાં રોક્યો છે!.. અને હા.. ફરીથી હાથ પકડવાની કે મારો પતિ બનવાની કોશિશ ના કરતો!.. હું તારી પત્ની નથી. કે ના ક્યારેય થઈશ. અને જ્યારે તારી પત્ની જ નથી તો કેમ આવું તારી જોડે!.. મારે જે કરવું હતું તે કરી દીધું. હવે મને મારાં હાલ પર છોડી દે. અને મહેરબાની કરી ફરીથી તારો ચહેરો મારી સામેં ના લાવતો. મને તારાથી કોઈ મતલબ નથી. " ધિરજ આ સાંભળી ગુસ્સે ભરાવવાં લાગ્યો " કોઈ મતલબ નથી?.... શું બોલી તું?!...આ લગ્નનો તારાં માટે કોઈ મતલબ નથી?.. તો પછી કેમ તેં મારી મદદ કરી? કેમ તેં મારી પોલ ના ખોલી એ પણ ત્યારે જ્યારે તારી પાસે અવસર હતો!.. " " બસ મને તને કશું સમજાવવું અગત્યનું નથી લાગતું." અમીએ વગર કોઈ ભાવ સાથે બસ બોલી દીધું. " અગત્યનુ નથી લાગતું?.. હું કોઈ વસ્તુ નથી અમી કે તારી મરજી મુજબનો વ્યવહાર કરીશ મારી સાથે!" ધિરજે અમીને ગુસ્સામાં સંભળાવી દીધું. અમીએ જવાબ આપતાં કહ્યું " પોતાને એટલું મહત્વ ના આપીશ તું એને લાયક નથી. મેં જે કર્યું એ મારી ફેમિલી માટે કર્યું. મારે તેમનાં ભરોસાને ઠેસ નહતી પહોંચાડવી. મારે માત્ર તારાથી તેમને દૂર કરવાં હતાં અને એટલું નક્કી કરવું હતું કે ફરીથી કોઈ તને મળવાની કે વાત કરવાની કોશિશ ના કરે. એટલે મેં તારી સાથે લગ્ન કર્યું. હું વંદિતાને સારી રીતે ઓળખું છું અને હવે મને ખાતરી છે કે કોઈ તારી સાથે વાત તો દૂર તારો ચહેરો પણ નહી જોવે. અને મારું કામ થઈ ગયું છે એટલે મારે તારી જોડે હવે રહેવાની જરૂર નથી. તુ તારા રસ્તે ને હું મારાં. "
થોડીઘણી લાગણી જે ધિરજને અમી માટે બંધાવા લાગી હતી તે એક ઝટકે તુટવાં લાગી. અને અમીને ઘણી નીચી મહેસૂસ કરવાં લાગ્યો. " તું વંદિતા માટે કેટલી નીચે પડી ગઈ. તું જો પોતાની જાતને અમી!..... તેં વંદિતાને તો તૂટવાથી બચાવી લીધી પણ હવે જાતે જ બધાનાં નફરતને વળગી લીધી. શું કરે છે તુ!.. તારી આખી જિંદગી તારી સામેં પડી છે અને તને આ બધું રમત લાગે છે!?... " " તારે મારાં જીવનની ચિંતા કરવાની જરૂર નથી. હું મારાં માટે પુરતી છું. " અમીને ધિરજની કોઈ વાતનો અસર નહતો પડી રહ્યો. ધિરજની સહનશક્તિ જવાબ આપી રહી હતી અને તે અમીને ત્યા જ મુકી ચાલ્યો ગયો અને જતાં જતાં કહેવાં લાગ્યો " હું તો તારો સાથ આપવાં માંગતો હતો અમી,.. મને લાગ્યું હતું કે ભલે સંબંધ અજાણ્યી જીદ્દમાં જોડાયો છે પણ તારી સાથે હું દૂર સુધી ચાલી શકું છું. પણ તને તો કોઈની જરૂર નથી તો હું તને હેંરાન નહી કરું. પણ યાદ રાખજે એક દિવસ તને મારી જરૂર પડશે જ. "

અમી અને ધિરજ એક થયાં છતાં જૂદાં પડી ગયાં અને પોત પોતાનાં રસ્તે ચાલી નિકળ્યા. સમી સાંજનો સમય અને ડૂબતાં સૂર્ય સાથે અમીની ડૂબતી ઉંમીદો. ના કોઈ રહેવાનું ઘર કે ના કોઈનાં સાથની આશ. બસ રહી ગઈ તો અમી અને તેની વાત. જે કદાચ કોઈને સાંભળવી નહતી. પોતાનાં આત્મસન્માન અને નિયમોનાં કારણે અમીએ ધિરજનો સાથ તો નકારી દીધો હતો પણ તે ક્યાં જશે અને શું કરશે તે તેને સમજાય નહતું રહ્યું. લગ્નનાં પોષાકમાં તે બસ સૂમસાન રસ્તા પર ચાલી રહી . તેની પાસે ના માથું ઢાંકવાની જગ્યા હતી કે ના પેટ ભરવાનાં પૈસા . જેમતેમ તેને રસ્તા પર જ એક ખાલી અને સુરક્ષિત જગ્યા મળી ગઈ જ્યાં તે રાત પસાર કરી શકે. આખી રાત બસ એકલવાયી બની તે પરાણે રાત પસાર કરવાં લાગી.

કોઈનાં આવવાની અને તેની મદદ કરવાની આશ તો તે પહેલાં જ ગુમાવી ચુકી હતી. છતાં મનનાં કોઈ ખુણે પોતાનાં પરિવારથી દૂર થવાનું દુઃખ તેને સતાવી રહ્યું હતું. અને કાળી અંધકાર અને મચ્છર ભરેલી રાત તેને ધીમે ધીમે પોતામાં સમાવી રહી હતી. બીજી તરફ નિયતિનાં ઘરનો માહોલ કાંઈ ખાસ ઠીક નહતો જણાય રહ્યો. રડવાનાં અવાજ અને દુઃખ, માતમનાં બસ સંભારણા બચ્યા. વંદિતાને હોંશ આવી ચુક્યો હતો અને તેની નફરત પણ અમી માટે વધી ચુકી હતી. પણ અમી માટે દુઃખ વ્યક્ત કરતાં શબ્દ , જયંતિભાઈ અને કોઈક ખૂણે દાદીમાંને અમીનાં જવાથી જરાક પણ સારું નહતું લાગી રહ્યું. બીજી તરફ ધિરજનું આખા દિવસમાં કશું નુકસાન નહતું થયું અને જાણે પુરી વાત તેનાં પક્ષમાં જ રહી હતી છતાં તેનું મન ખુશ નહતું. જાણે અજાણે દુઃખ અને પીડાનો અનુભવ ધિરજને પણ સતાવી રહ્યો હતો. અમીની એક - એક વાત તેનાં મગજમાં વારંવાર ચાલી રહી હતી. હજું સુધી અમીનાં મનને જાણે તે સમજી જ નહતો શક્યો. કહેવાં માટે તો અમીએ તેનો સાથ નકારી દીધો હતો અને પોતાનો પતિ કહેવાં પર પણ રોક લગાવી દીધી હતી છતાં એક અજાણ્યો અહેસાસ તેને અમી તરફ ખેંચી રહ્યો હતો. તેનું મન જાણે- અજાણે અમીની મદદ કરવાં માંગતું હતું , તેને તેનાં પરિવારથી અને આખી દૂનિયાથી બચાવવા માંગતું હતું, ધિરજ અમીની સંભાળ રાખવા જાણે તરસી રહ્યો હતો. અમીનાં કડવાં શબ્દો સાંભળવા છતાં ધિરજને ચિંતા થઈ રહી હતી તો માત્ર અમીની.

છતાં દરેક વ્યકિત પોતપોતાની જગ્યા પરિસ્થિતિથી મજબૂર હતાં અને રાત પસાર થઈ ગઈ. આંસુ, દુઃખ, પીડાં અને મજબૂરી ભરેલી રાત જાણે પ્રકૃતિને પણ અસર કરી રહી. કોઈક અણધાર્યા વળાંક તરફ આંગળી ચીંધી રહી.
જોતજોતામાં બે દિવસ પસાર થઈ ચુક્યા હતાં. પણ આ બે દિવસમાં કશું પહેલાની માફક સામાન્ય નહતું થઈ રહ્યું. આંખોની ભિનાશ અને મનની આશ હજું પણ તાજી હતી. પણ સૌથી વધારે અસર અમીને થયો. તેની પાસે ના રહેવાં કે ના ખાવા માટે કશું હતું. બે દિવસથી ભુખી તરસી ભટકી રહેલી અમીનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું. અર્ધબેભાન અવસ્થા તો પહેલેથી જ આવી ચુકી હતી. પણ હવે તો એટલી હાલત બગડવાં લાગી કે અમીને પોતાની મોત પણ આંખો સામે દેખાવા લાગી. અને અચાનક તે બેભાન થઈ પડી ગઈ . આસપાસ લોકોની ભીડ જમાં થવાં લાગી. પણ લગ્નનાં કપડાં, વિખરાયેલા વાળ, ધૂળ-માટીથી લપેટાયેલાં હાથપગ અને ચહેરાં પર અશક્તિની ફીકાશ જોઈ કોઈ તેને હાથ લગાડવાં પણ તૈયાર નહતું. પણ એટલી અઢળક ભીડમાં અમી તરફ હાથ લંબાયો તો ખરો. તે વ્યકિત એ અમીને ઉચકી ચાલવાં માંડ્યો. અમી અને તે વ્યકિત બંનેને ગાંડાં સમજી લોકોએ તેમને રોક્યા નહી. પોતાનાં ઘરમાં જગ્યા આપી અમીની સારવાર કરતો એ વ્યકિત જાણીતો અનુભવાય રહ્યો હતો. તેની સારવાર અને અન્ન જળનાં કારણે અમીને જોતજોતામાં હોંશ આવી ગયો. અને આંખો ખુલતાં જ તે આશ્ચર્યથી ઝપાટાભેર ઉભી થઈ ગઈ. અને માત્ર એક શબ્દ સાથે તેને સંબોધ્યો " ત..તમેં?...."

કોણ હતું એ વ્યકિત એ માત્ર અમીની નજરોને જ ખબર ....



ક્રમશઃ