DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 30 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 30

ગૌતમે જ્યારે સદ ગતિ અને દુર્ગતિ નો સિધ્ધાંત સમજાવ્યો હતો ત્યારે જ રોમને નક્કી કરી લીધું હતું કે આ ફીમેલ ને સદગતિ અપાવવી જોઈએ .પરંતુ કેવી રીતે તે રોમન નહોતો જાણતો. પરંતુ રોમન તો એ પણ નહોતો જાણતો કે તેની દુર્ગતિ ડીકલેર થઈ ચૂકી છે તેને સદ્ગતિ મળવી સંભવ જ નથી .એટલે રોમન ની આ સમસ્યા કયા માર્ગ પર અને કેવી રીતે વળાંક લેશે તે હવે આગળ જ જોવાનું રહ્યું .
રોમન ની પ્રેક્ટીકલ સેન્સ મુજબ ડેથ આફ્ટર ડેથ એટલે કે કોઈ પ્રાણી નું મૃત્યુ થાય અને તેનો પ્રેતાત્મા બને અને તે પ્રેતાત્માં નુ પણ મૃત્યુ થાય અર્થાત તેને ગતિ મળે અને તેનું બીજો જન્મ થાય .રોમન આને ડેથ આફટર ડેથ સમજતો હતો પરંતુ રિયલ ડેથ આફ્ટર ડેથ કંઈક અલગ જ હતું.
જેણે પ્રેત દર્શન કરીને ઉધમ મચાવી દીધો છે કે પછી હવામાં હવાતિયા મારવા માંડ્યો અને તાંત્રિકો અને મદારીઓ ની પાછળ દોડવા લાગ્યો તે માનવી ખરેખર જ મુર્ખ છે. આ સંસારમાં બહુ જ ઓછા એવા ભાગ્યશાળી લોકો હોય છે જેમને પ્રેત દર્શન થતાં હોય છે. કારણ કે સત્ય તો એ જ છે કે પ્રેત લોકો પણ સંભાવનાઓ અને સંભાવનાઓને જાણી શકતા હોય છે અને તે પણ તેમની અમાપ શક્તિઓ વડે .તો જ્યારે કોઈ પ્રેત સામે ચાલીને કોઈ માનવીને દેખાય છે ત્યારે તે માનવી એ ઉધમ મચાવવા ની જગ્યાએ શાંતી અને પોતાની સ્થિર બુદ્ધિથી જ કામ લેવું જોઈએ. જાણે-અજાણે પણ આ પ્રેત લોકો માનવી પાસે બહુ મોટું સત્કર્મ કરાવી જતા હોય છે .લસ્સિ ની વાત જુદી હતી. લસ્સિ એક માતા છે અને માતા તેની સંતાનો ના હિત માટે દેખીતી ગમે તેવી મુર્ખતા ઓ કરે તો પણ તે બધું જ ક્ષમ્ય છે .પરંતુ એક બુદ્ધિમાન પુરુષે તો શાંત અને સ્થિર જ રહેવું જોઈએ .
અને જો લસ્સિ વિશે સમજવા જઈએ તો એ તેના માત્રુત્વ પૂરતી જ લીગલ ફુલીશ હતી પરંતુ જો એની અંદરથી એનું માતૃત્વ રીમુવ કરી નાખીએ તો લસ્સિ રોમન કરતાં પણ વધારે ધીર અને ગંભીર હતી .જોકે માતૃત્વ પ્રાપ્ત કરી ચૂકેલી દુનિયાની મોટાભાગની સ્ત્રીઓ લીગલ ફુલીશ બની જ જતી હોય છે. જે તેમનો અધિકાર પણ કહેવાય જ .જો શાંત અને સ્થિર બુદ્ધિ વિચારીએ તો આ સંસારમાં માત્ર એક જ તત્વ એવું છે કે જેને legal ફુલીશ બનવાનો અધિકાર છે .અને એ તત્વનું નામ છે માતૃતત્વ. માતૃતત્વ થી અતિરિક્ત બીજા બધા જ માત્ર ફુલીશ કહેવાય છે .જ્યારે માતૃ તત્વ જ લીગલ ફુલીશ કહેવાય છે.
એડી અને જેની ની સ્કૂલ બસ નો હોર્ન વાગે છે અને લસ્સિ તેના ઘર નો ડોર ઓપન કરે છે .અને એડી અને જેની લસ્સિ ને sweet kiss આપીને બાય કહે છે .રોમન તેના ગાર્ડનમાં બેઠો બેઠો તેના ટેબલ પર પડેલા ચાના ખાલી કપ સામુ જોઇ રહ્યો છે અને ઘરની અંદરથી લસ્સિ રોમન ને બૂમ મારે છે . રોમન તેનું છાપુ ફોલ્ડ કરી ને ટેબલ પર મૂકે છે અને કહે છે યા આઈ એમ કમિંગ.

થોડીવાર પછી ‌ રોમન ની volkswagen વાન સ્ટાર્ટ થાય છે અનેે લસ્સ્સિ ‌ ગેટ બંધ કરી ને કારમાં બેસે છે.
એઝ ડે બીફોર યસ્ટરડે રોમન અને લસ્સિ ગૌતમ ની સેન્ચ્યુરી ઉપર પહોંચે છે.અને ગૌતમ રોમન નો જ સહાનુભૂતિ પૂર્વક વિચાર કરતોોો કરતો પોતાની ચેરમાં બેઠો હોય છે .ધમાકા સાથે રોમન ગૌતમની ચેમ્બરનો door open કરે છે અને ગૌતમ ઝબકી જાય છે .
રોમન કહે છેે ગુડ મોર્નિંગ મીસ્ટર સીસા .
ગૌતમ થોડોક વ્યવસ્થિત થાય છેેેેેે અને રોમન ની સામું જોઈને કહે છે ઓહો મિસ્ટર રોમન હું તમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો.