નવો દોર , નવી હવા અને ..... નવી નેતાગીરી ! Bipinbhai Bhojani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવો દોર , નવી હવા અને ..... નવી નેતાગીરી !

( એક કાલ્પનિક લઘુ વાર્તા )
દારૂબંધી વરસોથી અમલમાં હતી અને વરસોથી દારૂ ખુણે –ખાંચરેથી મળી રહેતો હતો ! આનો કોઇ ઉપાય સુઝતો ન હતો . નેતાગીરી બદલાઈ ગઇ હતી . આધુનિક એડજ્યુકેટેડ નેતાગીરી આવી હતી ! આવતાવેત જ પરિસ્થિતિનું આકલન કરી નવી નેતાગીરીએ આનો કાયમી શો ઉપાય કરવો ? આ માટેના ઠોશ પગલાં વિચારી લીધા હતા , બધુ ખાનગી રાહે કામ પાર પાડવાનું હતું . રાજયમાં ક્રાંતિકારી ઉપાયો આ માટે જરૂરી હતા તેવુ આધુનિક નેતાગીરીએ તારણ કાઢ્યું હતું ! આ માટે સાયકોલોજિકલ ઉપાય કરવાનું નવી નેતાગીરીનું મુખ્ય વલણ હતું !
જુનિયર/સિનિયર નેતાઓ ,અધિકારીગણ તથા લાગતા-વળગતા દરેક લોકો-કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી હતી કે- આ દૂષણ આપણે આપણાં રાજ્યમાથી કાયમી ધોરણે નાબૂદ કરવાનું છે અને આ માટેની તમામ જવાબદારીઓ તમારા શિરે છે જેને દરેકે જવાબદારીથી પુર્ણ કરવાની રહેશે . આમ છતાં જો કોઇ પોતાની ફરજોનું પાલન નહીં કરે તો અધિકારીગણ તેમજ કર્મચારીને ફરજ માથી તાત્કાલિક સસ્પેન્ડ કરી નાંખવામાં આવશે ! આ સિવાય કોઇ નેતાઓનો ફોલ્ટ જણાશે તો તેવા નેતાઓને પણ તાત્કાલિક અસરથી પાણીચું પકડાવી દેવામાં આવશે અને આ પછી આ નેતા પણ ખુરશી વગરનો થઇ જશે , સમજી લેજો , નવી નેતાગીરી આકરે પાણીએ હતી !
આ દૂષણને નાબૂદ કરવા માટેના સાયકોલોજિકલ ઉપાય તરીકે નવા પોલીસ તથા નવા પોલીસ અધિકારીઓનાં ભરતી પ્રક્રિયા માટેના ઇન્ટરવ્યુ અન્ય રાજયમાં કે જ્યાં દારૂ છૂટથી , પાણીની જેમ મળતો હતો ત્યાં રાખવામા આવી હતી ! આ માટેની કામગીરીમાં અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ જુનિયર-સિનિયર પોલીસ તેમજ બધાની ઉપર દેખ-રેખ રાખવા અમુક-તમુક સિનિયર-જુનિયર મિનિસ્ટરોને નિમવામાં આવ્યા હતા ! નિયત સમયે ,નિયત તારીખે ,નિયત સ્થળે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલુ કરી દેવાય હતી , ઇન્ટરવ્યૂ પૂરો થયા બાદ દરેક ઉમેદવારો તથા સિનયર/ જુનિયર અધિકારી , કર્મચારીગણ તેમજ સુપરવિઝન માટે પધારેલા સિનિયર/જુનિયર નેતાગણ માટે જમવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવેલ હતી . ભવ્ય જમણવારની સાથે છાંટો પાણીની અલગ –અલગ નામી બ્રાન્ડની બોટલો રાખવામા આવી હતી . દરેકને પોતાની વિવેક બુદ્ધિ વાપરીને આ વસ્તુને ન્યાય આપવાની છૂટ હતી ! આમાં ઉમેદવારો સિવાયના દરેક નાના-મોટા નિરીક્ષકોને પણ પહેલેથી જ સ્પષ્ટ સૂચના હતી કે- આ એકઝામ ફક્ત ઉમેદવારો પૂરતી જ નથી પરંતુ નિરીક્ષકો ની પણ આમાં સાયકોલોજિકલ એકઝામ લેવાય શકે છે ! જમણવાર ની સી.સી.ટી.વી કેમેરા દ્વારા પળ-પળ ની નોધ લેવામાં આવતી હતી ! જમણવાર પૂરો થતાં દરેકનું પોતાના વતન રાજયમાં પ્રસ્થાન કરાયું હતું , બીજે દિવસે જ નવી નેતાગીરી રિઝલ્ટ આપી દેવાના મૂડમાં હતી ! બીજે દિવસે સવાર-સવારમાં નવી કડક નેતાગીરી પોતાના સ્વમુખે સિલેકટેડ ઉમેદવારોની ઘોષણા કરવાની હતી , દરેકે પોતાનું સ્થાન લઈ લીધું હતું . આવતાવેત જ નવી નેતાગીરીએ ઉમેદવારોના નામ બોલવાના ચાલુ કરી દીધા હતા . આ નામ પ્રમાણે 50 % ઉમેદવારો રીજેક્ટ થયા હતા , 50 % ને અપોઈંટમેન્ટ લેટર મળી જવાનો હતો . રાજયમાં આ દરેક માથી 50% ને લઈ શકાય એવી સ્થિતિ ન હતી છતાં પણ આમાંથી 50%ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા !
બીજી બાજુ મહાઆશ્ચર્યની બાબત એ હતી કે વર્તમાનના જે અધિકારીઓ તથા જુનિયર/સીનયર કર્મચારીગણ આ પ્રક્રિયામાં સુપરવાઇઝર તરીકે ગયા હતા તેમાથી 90%ને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા હતા ! તેમજ સિનયર/જુનિયર નેતાગણમાથી પણ 90% ને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું ! આ બધાની જગ્યાએ આ જે નવા 50% ઉમેદવારો હતા તેઓને સીલેક્ટ કરવામાં આવ્યા હતા , નેતાઓની પણ આ જ રીતે નવી ભરતી કરવામાં આવી હતી , ટૂંકમાં જગ્યા ન હોવાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હતો ! જૂના સસ્પેન્ડ અને નવાની ભરતી ! આનું મુખ્ય કારણ બાદમાં પ્રગટ થયું હતું ,જે મુજબ પેલો જમણવાર હતો જેમાં આ દરેક નેતાગણ , સિનિયર/ જુનિયર કર્મચારી તથા અધિકારીગણ તથા અમુક ઉમેદવાર લોકોએ ભરપેટ છાંટોપાણીની મોજ માણી હતી તે હતું ! આ દરેક સસ્પેંડેડ લોકો સંપૂર્ણપણે આ સાયકોલોજિકલ ટેસ્ટમાં ફેલ થયા હતા !
આ સાથે નવી નેતાગીરીની દારૂબંધી માટેની સાયકોલોજિકલ ભરતીપ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી . રાજયમાં હવે સંપૂર્ણ દારૂબંધીનો અમલ થઈ શકે તેવા દરેક નવા સંજોગો તથા નવો દોર અને નવી હવાના દ્વાર આ નવી એડજ્યુકેટેડ નેતાગીરીને હિસાબે સંપૂર્ણપણે ખુલી ગયા હતા !!!
લિ. બિપિન આઇ ભોજાણી ( લઘુ વાર્તા અને હાસ્ય કટાક્ષ કથા ના લેખક )
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)