લવ રિવેન્જ - 29 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 29

લવ રિવેન્જ

પ્રકરણ-29



“અંકલ....! સમૃદ્ધિ એકઝોટીકા લઈલોને....!” અંકિતાએ ઓટોની પાછલી સીટમાં બેસતાં ઓટો ડ્રાઇવરને કહ્યું.

અંકિતાનાં બેઠાં પછી લાવણ્યા પણ ઓટોમાં તેણી જોડે બેસી ગઈ. લગભગ બે કલ્લાકે બરોડાં પહોંચ્યાં પછી બંનેએ સ્ટેશનની બહારથીજ ઓટો કરી લીધી હતી.

“પંદર મિનિટનોજ રસ્તો છે...!” અંકિતાએ પોતાનાં ફોનમાં “સમૃદ્ધિ એકઝોટીકા” નું લોકેશન મેપમાં બતાવતાં કહ્યું.

“હમ્મ....!” લાવણ્યાએ હુંકારો ભર્યો અને આગળ જોવાં લાગી

ઓટોવાળાએ સ્ટેશનની બહાર ઓટો ચાલવીને મુખ્ય રસ્તા પર લીધી.

“શું વિચારે છે....!?” અંકિતાએ વિચારોમાં ખોવાયેલી લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“હમ્મ....! બસ...! કઈંનઈ....!” લાવણ્યાએ પરાણે સ્મિત કરીને વાત ટાળતાં કહ્યું.

લાવણ્યા ફરીવાર ઈમોશનલ થઈ જાય એ બીકે અંકિતાએ કઈંપણ કહેવાનું ટાળ્યું અને આગળની બાજુ જોવાં લાગી.

----

“મેડમ.....! સમૃદ્ધિ એકઝોટીકા આવી ગ્યું....!” ઓટોવાળાંએ સોસાયટીનાં ગેટ આગળ ઓટો ધીમી કરતાં પૂછ્યું “ક્યાં ઘર નંબર પાસે લઉં....!?”

“અમ્મ....!” લાવણ્યા અને અંકિતાએ મૂંઝાઈને અંકિતા એકબીજાં સામે જોયું.

“રઘુ અંકલને ઘરનો નંબર તો પૂછવાનું ભૂલી ગ્યાં....!” અંકિતાએ ધિમાં સ્વરમાં લાવણ્યાને પૂછ્યું.

“અમ્મ....! સોસાયટીનાં સિક્યોરિટી ગાર્ડને પૂછું....!?” લાવણ્યાએ તરતજ કહ્યું “એનેતો ખબરજ હશેને....!?”

“સ્માર્ટ હાં......!” અંકિતાએ આંખો મોટી કરી સ્મિત કરતાં કહ્યું.

“એક મિનિટ હાં અંકલ....!” ઓટોવાળાંને કહીને લાવણ્યા અને અંકિતા બંને નીચે ઉતર્યા અને ખાખી રાજસ્થાની પત્થરમાંથી બનેલાં સ્મૃદ્ધિવિલાનાં ભવ્ય અને વિશાળ કોતરણીવાળાં ગેટની આગળ એક કાંચની બારીવાળી કેબિનમાં બેઠેલાં સિક્યોરિટી કેબિન તરફ જવાં લાગ્યાં.

“એક્સક્યુઝમી અંકલ....!” કેબિનની કાચની બારીમાંથી બીજી તરફ બેઠેલાં સિક્યોરિટી ગાર્ડને લાવણ્યાએ પૂછ્યું “સિદ્ધાર્થ રાજપૂતનાં ઘરનો નંબર કયો છે....!?”

અંદર બે સિક્યોરિટી ગાર્ડ બેઠેલાં હતાં.

“કરણસિંઘ સાહેબનાં Sonનું ઘરને...!?” સિક્યોરિટી ગાર્ડે સામે પૂછ્યું “તમે પણ મેરેજમાં આયાં છો..!?”

સિક્યોરિટી ગાર્ડનો પ્રશ્ન સાંભળીને લાવણ્યા સુન્ન થઈ ગઈ અને કઈંપણ બોલ્યાં વગર અંકિતા સામે જોઈ રહી.

“હાં...હાં....! અ...અંકલ...મેરેજ માટે....!” હવે અંકિતાએ પહેલાં લાવણ્યા સામે અને પછી સિક્યોરિટી ગાર્ડ સામે જોઈને પૂછ્યું “કયો નંબર છે એનાં ઘરનો....!?”

“ અડ્તાલીસ નંબર....! સૌથી છેલ્લો બંગલો....!” સિક્યોરિટી ગાર્ડ બોલ્યો “ગાર્ડનની સામેવાળો....! પણ તમારે ચોથાં નંબરનાં ગેટ તરફથી જવું પડશે....! પાછળની બાજુએથી...!”

“કેમ...!?” અંકિતાએ પૂછ્યું.

“અહિયાંનાં રસ્તે વચ્ચે મંડપ બાંધેલો છે....! એટ્લે આ બાજુનો ગેટ બંધ છે...! સોસાયટીમાં આજે બે-ત્રણ મેરેજ છે....!” ગાર્ડ બોલ્યો “એટ્લે કરણસાહેબનાં ઘર બાજુ જવાં માટે તમારે ફરીને ચોથાં નંબરનાં ગેટનાં રસ્તે જવું પડશે....! આ બાજુ...!” ગાર્ડે બેઠાં-બેઠાંજ ઉત્તર દિશા તરફ હાથ કર્યો “ચોથાં નંબરનો ગેટ એ બાજુથી હશે...!”

લાવણ્યા અને અંકિતાએ પોતાની પાછળ જે બાજુ ગાર્ડે તેનો હાથ કર્યો એ બાજુ જોયું.

“ઓકે....! થેંક્યું....!” એટલું કહીને અંકિતાં અને લાવણ્યા ઓટો તરફ જવાં લાગ્યાં.

“પણ મેડમ....!” જઈ રહેલાં અંકિતા અને લાવણ્યાને ટોકતાં ગાર્ડ બોલ્યો “કદાચ તમે લેટ થઈ ગ્યાં...! મેરેજતો લગભગ પતી પણ ગ્યાં હશે....!”

“તમને કેવીરીતે ખબર.....!?” લાવણ્યાએ સહેજ ચિડાઈને પૂછ્યું.

“અરે મેડમ....! અમને પણ સાંજે જમવાનું આમંત્રણ હતું....!” ગાર્ડ બોલ્યો “અને અમે હમણાં દોઢેક કલ્લાક પે’લ્લાંજ જમીને આયાં ત્યારે ફેરાં પણ પતી ગ્યાં’તા.....! એ પછીતો ખાલી મંગળસૂત્ર અને સિંદૂર....!”

“બસ...બસ....કોઈ વાંધો નઈ હોં....!” અંકિતા વચ્ચે બોલી પડી અને તેણીએ લાવણ્યા સામે જોયું. લાવણ્યા ધ્રુજી રહી હતી અને તેણીની આંખ ભીંજાઈ ગઈ હતી.

“ચાલ.....!” અંકિતા લાવણ્યાનો હાથ પકડીને ઓટો તરફ ચાલવાં લાગી.

“લાવણ્યા....!” લાવણ્યા ઓટોની પાછલી સીટમાં બેસવાંજ જતી હતી ત્યાંજ અંકિતા તેણીને ટોકતાં બોલી “ઘ....ઘરે પ...પાછાં જવું છે....!? સવા અગિયાર થયાં છે...! મેરેજ તો પતી પણ ગ્યાં હશે....!”

લાવણ્યા ધ્રૂજતાં હોંઠે અંકિતાની સામે જોઈ રહી.

“એનાં ઘરે જવાનો કોઈ અર્થ નથી લાવણ્યા...!”અંકિતા લાવણ્યાનાં ગાલે પ્રેમથી હાથ મૂકીને બોલી “હવે બધું પતી ગયું હશે....!”

“ખ....ખાલી એને જ.....જોઈને પાછાંવળી જઈશું....! હોને....!?” લાવણ્યા માંડ પોતાનું રડવાનું રોકતાં બોલી અને ઓટોમાં બેસી ગઈ.

અંકિતા થોડીવાર ઊભી રહી પછી તે પણ છેવટે લાવણ્યાની જોડે બેઠી.

“અંકલ....! ઓલી બાજુ લાઈલો....! ચોથાં નંબરનાં ગેટ બાજુ....! અડ્તાલીસ નંબરનો બંગલો...!” અંકિતાએ કહ્યું અને ઓટોવાળાંએ ડોકી ધૂણાવીને ઓટો વળાઈ લીધી.

----

“હમ્મ...! બધાં ઘરતો જો.....!” અંકિતા ઓટોમાંથી સોસાયટીનાં ભવ્ય મકાનો જોતાં-જોતાં બોલી “મોટાં....! આગળનાં ભાગે થાંભલાં તો જો...! કેટલાં મોટાં છે.....! પ્લોટિંગ સ્કીમ લાગે છે....! બધાંએ પોત-પોતાની પસંદગીની ડિઝાઇનવાળાં બંગલો બનાવ્યાં છે.....!” ” અંકિતા બહાર જોઈને બોલેજ જતી હતી અને લાવણ્યા કોઈપણ જાતનાં રસ વિના શૂન્યમનસ્ક તાકી રહી હતી “હજાર-પંદરસો ચોરસવારનો બંગલો તો હશેજ....!”

ઓટો હવે ગાર્ડનની જોડેથી પસાર થઈ રહી હતી. તેઓ સોસાયટીનાં પાછળનાં ભાગેથી એન્ટર થયાં હોવાથી દરેક બંગલોની બેક સાઈડ પહેલાં આવતી હતી.

“આ મંડપવાળું ઘરછે ત્યાં ઊભી રાખુંને મેડમ...!?” એક મોટાં લાઇટોથી સાજાવેલાં બંગલોની પાછળની બાજુએથી આગળ તરફ જતાં ઓટોવાળાંએ ઓટોની સ્પીડ ધીમી કરતાં કહ્યું.

અંકિતાએ સહેજ નીચાં વળીને જોયું. લાવણ્યા પણ નીચીવળીને જોવાં લાગી.

અંકિતાએ કહ્યું હતું એમજ લાલ રાજસ્થાની પત્થરમાંથી બનેલાં એક ભવ્ય મોટાં મહેલ જેવી બાંધણી અને વિશાળ ચોગાન ધરાવતાં બંગલોની આગળ એવોજ સુંદર મંડપ બાંધેલો હતો. બંગલોની આજુબાજુ મકાનનાં જેવાંજ લાલ પત્થરમાંથી બનેલી ફ્રી-હેન્ડની ડિઝાઈનની કોતરણીવાળી લગભગ સાડાં ચાર ફૂટ ઊંચી બાઉંડરી વૉલ હતી. આખું ઘર સુંદર કલરફૂલ લાઇટોની સિરિઝો વડે સજાવેલું હતું. સિદ્ધાર્થનાં ઘરની એક્ઝેક્ટ સામેજ સોસાયટીનો મોટો કોમન પ્લોટ હતો. જેમાં અત્યારે લાઉડ મ્યુઝિક ઉપર ગરબાં ચાલી રહ્યાં હતાં. ઘરની ડાબી બાજું ગાર્ડન હતો.

“અહીંયાજ ઊભી રાખો...!” અંકિતાએ તરતજ ઓટો રોકવાં માટે જણાવ્યું.

ઓટોવાળાંએ હવે ઓટો ઘરથી સહેજ છેટે ગાર્ડનની બાઉંડરી વૉલ પાસે ઊભી રાખી.

“એક મિનિટ હોં અંકલ....!” એટલું કહીને અંકિતા ફરીવાર ઓટોમાંથી નીચે ઉતરી અને જોડે લાવણ્યા પણ નીચે ઉતરી.

બંને હવે ચાલીને રસ્તો પાર કરી મકાનની બાઉંડરી વૉલની સહેજ નજીક આવીને ઊભાં રહ્યાં. છેક બંગલોનાં ગેટ સુધી મોંઘી ગાડીઓ લાઇનમાં પાર્ક કરેલી હતી. તૈયાર થયેલાં અનેક મહેમાનો બંગલો તરફ આવતાં-જતાં હતાં. કેટલાંક તૈયાર થયેલાં લોકો સિદ્ધાર્થનાં ઘરની સામેનાં કોમન પ્લૉટમાં ચાલતાં ગરબાંમાં પણ જઈ રહ્યાં હતાં. લાવણ્યા અને અંકિતા બધાંને આવતાં-જતાં જોઈ રહ્યાં. લાવણ્યાનાં હ્રદયનાં ધબકારાં હવે ધીરે-ધીરે વધી રહ્યાં હતાં.

“બઉ બધાં મહેમાન છે.....!” અંકિતા હવે બાઉંડરી વૉલની બીજીબાજું જોવાં પોતાનાં પંજા ઉપર ઊંચી થઈ “કઈં દેખાતું નથી....!”

લાવણ્યા પણ હવે બાઉંડરી વૉલને હાથ ટેકવીને ઊંચી થઈ અને આમ-તેમ જોવાં લાગી.

“આપડે અંદર જઈએ ચાલ.....!” એટલું કહીને લાવણ્યા બાઉંડરીવૉલની સમાંતર ચાલવાં લાગી.

“અરે શું અંદર જઈએ....!” અંકિતાએ અકળાઈને લાવણ્યાનો હાથ પકડીને ખેંચી લીધો “તું પાગલ થઈ ગઈ છે...! અહિયાં કોઈ ઓળખતું પણ નથી આપડને...!”

“પણ....પણ આપડેતો સિદ્ધાર્થનેજ મલવું છેને...!? એમાં બીજાં બધાને શું લેવાંદેવાં..!” લાવણ્યા બાળકની જેમ મોઢું બનાવીને દલીલ કરતાં બોલી.

“લાવણ્યા....! ત્યાં નેહા હશે....!” અંકિતા ચિંતાતુર સ્વરમાં બોલી “તને ખબરતો છેને...! કે એતો કશુંપણ જોયાં વગર બધાંની વચ્ચે જેમફાવે એમ બોલવાં મંડી પડે છે....!”

લાવણ્યા વિચારે ચઢી ગઈ.

“અને લાવણ્યા....! સિદ્ધાર્થનાં મ....મામાં સુરેશસિંઘ પણ હશે....!” સિદ્ધાર્થનાં મામાં વિષે બોલતાં-બોલતાં અંકિતાનો સ્વર ધ્રુજી ઉઠ્યો.

“ત....તું સાચું કે’છે....!” લાવણ્યા છેવટે વિચારતાં-વિચારતાં બોલી “ન....નેહા કઈંપણ બોલી નાંખે છે...જોયાં વગર....! ત્યાં સિડ પણ હશે...! અને...અને...! મારાં લીધે....! નેહા સ...સિડને ટોર્ચર કરશે....! ન...નઈ....નઈ....! અંદર નઈ જવું...! અંદર નઈ જવું...!”

“એક કામ કરીએ....!” અંકિતા ધિમાં સ્વરમાં બોલી “સિડને ફોન લગાડી જો....! વાત થાયતો.....તો...! એનેજ બહાર બોલાવી લઈએ...!”

“હાં....! કરી જોવું....!” લાવણ્યા બોલી અને પોતાનાં ફોનમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં લાગી.

“તમે જે નંબરનો સંપર્ક કરવાં માંગો છો, એ નંબર સ્વિચ ઑફ છે...!”

“હજીપણ સ્વિચ ઑફ આવેછે...!” કાનેથી ફોન હટાવતાં લાવણ્યા બોલી.

“અ...એક્સક્યુઝમી....!” સિદ્ધાર્થનાં ઘર તરફથી આવી રહેલી એક આઘેડ વયની મહિલાને આંતરીને લાવણ્યાએ પૂછ્યું “મ...મ...મેરેજ પતી ગ્યાં....!”

“હાં...! ક્યારનાં.....!” એ મહિલાએ કહ્યું.

“સ...સિદ્ધાર્થ ક્યાંછે....!?” લાવણ્યાએ પરાણે પોતાની જાતને ભાંગી પડતાં રોકી.

“અરે મેરેજ પછી થાકેલું માણસ ક્યાં હોય...!? બેડરૂમમાં...!” તે મહિલા બોલી અને પછી ચાલતી થઈ.

લાવણ્યા હવે સુન્ન થઈ ગઈ.

“મેરેજ પછી થાકેલું માણસ ક્યાં હોય...!? બેડરૂમમાં...! બેડરૂમમાં...!” લાવણ્યાનાં મનમાં એ શબ્દોનાં પડઘાં પડવાં લાગ્યાં. તેણીનું મગજ જાણે બહેર મારી ગયું.

“લાવણ્યા....! જો હવે....! મ...મારી વાત માન....!” અંકિતા હવે આજીજીભર્યા સ્વરમાં બોલી “ચાલ હવે પાછાં ઘરે....! પ્લીઝ......!”

કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા ભીંજાયેલી આંખે શૂન્યમનસ્ક તાકી રહી.

અંકિતા છેવટે લાવણ્યાનો હાથ પકડીને પાછી ઓટો તરફ ચાલવાં લાગી. સુનમૂન બની ગયેલી લાવણ્યા તેણી પાછળ દોરવાઈ.

ઓટો પાસે પાછાં આવીને બંને ઓટોમાં બેઠાં. પહેલાં અંકિતા પછી લાવણ્યા બેઠી. ઓટોમાં બેઠેલી લાવણ્યા ભીંજાયેલી આંખે સિદ્ધાર્થના ઘર તરફ જોઈ રહી. રાતના અંધારામાં સુંદર લાઇટિંગથી સજાવેલું તેનું ભવ્ય ઘર લાવણ્યાને કોઈ મહેલ જેવું લાગ્યું અને એ મહેલમાં પોતાની કોઈજ જગ્યા નથી એવાં વિચારોથી તેણીનું મન ભરાઈ ગયું. તેની આંખમાંથી આંસુ સરકીને નીચે પડ્યાં.

“ચાલો અંકલ....! પાછી સ્ટેશન લઈલો.....!” ઓટોમાં બેસીને અંકિતાએ ઓટોવાળાને કહ્યું.

ઓટોવાળાંએ હવે ઓટો પાછીવાળીને પાછી એજ રસ્તે જવાં ચલાવાં માંડી. સોસાયટીમાં વારેઘડીએ આવતાં સ્પીડબ્રેકરને લીધે ઓટોવાળાંએ ઓટોની સ્પીડ ધીમી રાખી હતી.

સિદ્ધાર્થના ઘર તરફથી નજર હટાવવાંનાં અનેક પ્રયત્નો છતાંપણ સિદ્ધાર્થ એકવાર દેખાઈ જાય એ આશાએ લાવણ્યા તેનાં ઘર તરફ જોઈજ રહી.

ઓટો હવે સિદ્ધાર્થનાં ઘરની એક સાઇડે અને ગાર્ડનની જોડેથી પસાર થઈ રહી હતી.

“સિડ....! સિડ......! સિદ્ધાર્થ....!” અચાનકજ લાવણ્યા મોટેથી બોલી અને તરતજ ચાલતી ઓટોમાંથી નીચે ઉતરી ગઈ.

“હે ભગવાન....! લાવણ્યા....!” અંકિતા હતપ્રભ થઈ ગઈ.

ઓટોવાળાંએ પણ ચોંકીને ઓટોને બ્રેક મારી દીધી.

“લાવણ્યા....! તું ગાંડી થઈ...!”

“અંકિતા.....! જો...જો ત્યાં.....!” લાવણ્યાએ રડમસ આંખે હાથ કરીને બતાવ્યું “સિદ્ધાર્થ છે....! સિડ....!”

“અરે પણ લાવણ્યા....! તું...!”

“અરે બહેન....!” ઓટોવાળાએ ઓટોમાંથી ડોકી બહાર કાઢીને કહ્યું “આ રીતે ચાલું ઓટોમાં કૂદી પડવાનાં સ્ટંટ થોડાં કરાય....!?આતો સારું હતું કે સ્પીડબ્રેકરને લીધે ઓટોની સ્પીડ ધીમી હતી....!”

“તો શું યાર….!” અંકિતાએ લાવણ્યા સામે અકળાઈને જોયું “તને કઈં ભાન પડે છે....!”

“અંકિતા....! સિડ....!” લાવણ્યા જાણે કશું સાંભળ્યુજ નાં હોય એમ ફરીવાર સિદ્ધાર્થનાં ઘર બાજુ હાથ કર્યો.

અંકિતાએ છેવટે એ તરફ જોયું. તે સિદ્ધાર્થનાં ઘરની બેક સાઈડ હતી જેનો વ્યું ગાર્ડન તરફ હતો. અને તેનાં ઘરનાં ઉપરનાં માળનાં એક રૂમની બાલ્કનીમાં સિદ્ધાર્થ ઉભેલો હતો. તેણે મરૂન કલરની શેરવાની અને સહેજ રાતાં કલરનો સાફો પહેર્યો હતો જેમાં તે તૈયાર થયેલાં રાજકુમાર જેવો કે કોઈ દુલ્હા જેવો લાગી રહ્યો હતો. જોકે તેનું ધ્યાન ગાર્ડન તરફ નહોતું અને તે પોતાનો ફોન મંતરી રહ્યો હતો.

“સિદ્ધાર્થ.....! સિડ.....!” લાવણ્યા તેને બોલાવવાં મોટેથી બૂમ પાડી.

જોકે તેઓ ગાર્ડનનાં ગેટ પાસે જ્યાં ઊભાં હતાં ત્યાંથી સિદ્ધાર્થનું ઘર સહેજ છેટું હતું. તેમજ સોસાયટી કોમનપ્લૉટમાં ચાલી રહેલાં ગરબાંનાં લાઉડ મ્યુઝિકને લીધે લાવણ્યાનો અવાજ સિદ્ધાર્થ સુધી પહોંચી નાં શક્યો.

“સિડ......!” લાવણ્યાએ વધુ એકવાર બૂમ પાડી. છતાંપણ સિદ્ધાર્થને નાં સંભળાયું.

“સ...!” લાવણ્યા ફરીવાર બૂમ પાડવાં જતી હતી ત્યાંજ બાલ્કનીમાં સિદ્ધાર્થની જોડે અચાનક આવી ગયેલી નેહાને જોઈ તેનો સ્વર રૂંધાઈ ગયો.

અંકિતા પણ ચોંકીને નેહાને જોઈ રહી. નેહાએ પણ સરસ મજાની ઘાટાં લાલ રંગની ચણિયાચોલી પહેરી હતી. માથે ઓઢેલી ઓઢણી અને અને નાક, ગળામાં પહેરેલી ભવ્ય ગોલ્ડ જ્વેલરીમાં તે સ્વયંવર કરવાં જઈ રહેલી કોઈ રાજકુમારી જેવી કે પછી લગ્નમાં તૈયાર થયેલી કોઈ દુલ્હન જેવી લાગતી હતી.

“કેટલી મસ્ત લાગેછે …..!” અંકિતાથી બોલાઈ જવાયું.

લાવણ્યાએ ભીંજાયેલી આંખે અંકિતા સામે જોયું.

“સ....સોરી....!” અંકિતાએ ઢીલું મોઢું કરીને તેણી સામે જોયું.

લાવણ્યાની આંખમાંથી હવે આંસુ સરવાં લાગ્યાં. તેણીએ ફરીવાર એક નજર બાલ્કનીમાં ઉભેલાં સિદ્ધાર્થ તરફ નાંખી. નેહા હજીપણ તેની જોડે ઊભી-ઊભી કઈંક કહી રહી હતી. લાવણ્યા અને અંકિતા બંનેને જોઈ રહ્યાં.

“હવે જઈએ....! મેરેજ થઈ ગ્યાં હવે.....! હમ્મ....!” અંકિતાએ લાવણ્યાને ધિમાં સ્વરમાં કહ્યું.

“અરે....! નેહા....! ઝઘડતી હોય એવું લાગે છે....!” લાવણ્યાએ કહ્યું. નેહા સિદ્ધાર્થ જોડે કઈંક માથાકૂટ કરી રહી હોય એવું દૂરથી તેણીને લાગ્યું.

“ફર્સ્ટ નાઇટેજ ઝઘડો...!?” અંકિતાની જબાન ફરી લપસી અને તેણીએ લાવણ્યા સામે જોયું.

લાવણ્યા ભીની આંખે અને ધ્રૂજતાં હોંઠે તેણી સામે જોઈ રહી હતી.

“સોરી....! આઈ મીન....! ફર્સ્ટ નાઇટે ઝઘડવાનું થોડી હોય....!? આઈ મીન...! અ....! ફર્સ્ટ નાઇટેજ ઝઘડો થઈ ગ્યો....! તો....તો....આખી જિંદગી કેમની કાઢશે સિદ્ધાર્થ.....! આ ટોર્ચર મશીન જોડે....!”

અંકિતાએ એટલું કહીને ફરીવાર બાલ્કની બાજું જોયું. લાવણ્યાએ પણ જોયું. સિદ્ધાર્થ હવે એકલો ઊભો હતો અને પોતાનું માથું પકડીને દબાવી રહ્યો હતો. તેનું ધ્યાન હજીપણ બીજી બાજુંજ હતું. કેટલીક વધુ ક્ષણો પોતાનું માથું પકડીને ત્યાંજ ઊભાં રહ્યાં બાદ સિદ્ધાર્થ છેવટે તેનાં બેડરૂમમાં ગયો. બેડરૂમની ખુલ્લી વિન્ડોમાંથી લાવણ્યા અને અંકિતાએ સિદ્ધાર્થને બેડરૂમનાં અટેચ બાથરૂમ તરફ જતાં જોયો. ગાર્ડન તરફની બાથરૂમની વિન્ડોમાં થોડીવાર પાછી લાઇટ ચાલું થઈ.

કઈંક વિચારીને લાવણ્યાએ સિદ્ધાર્થનાં ઘરનાં તરફ પગ ઉપાડયાં.

“અરે.....!?” અંકિતાએ તરતજ લાવણ્યાનો હાથ પકડીને ખેંચી “ક્યાં જાય છે....!?”

“એને મારી જરૂર છે અંકિતા....!” લાવણ્યા દયામણું મોઢું કરીને બોલી “એ કેટલો સ્ટ્રેસમાં હતો....!”

“પણ લાવણ્યા....! તું શું કરવાં માંગે છે....!?”

“એની બાલ્કની નીચેથી બૂમ પાડીશ...!” લાવણ્યાએ બાલ્કની સામે જોયું “બાલ્કની નીચેથી તો એને સંભળાશે....! અને જો....! ત્યાં....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ઘર તરફ હાથ કર્યો “પાછળની બાઉંડરી વૉલનાં ભાગે નાનો ગેટ પણ છે....! અંદર જવાં માટે.....! હું ત્યાંથી જતી રઈશ....!”

“પણ લાવણ્યા.....! કોઈ તને જોઈ.....!”

“અંકિતા....!” લાવણ્યા તેણીને ટોકતાં બોલી “મેં એને પ્રોમિસ કરીતી.....! કે એને જ્યારે મારી જરૂર પડશે....! હું....હું...! એની જોડેજ હોઈશ....!”

“લાવણ્યા ....! તું સમજતી કેમ નથી....!” અંકિતા આજીજીભર્યા સ્વરમાં બોલી “હવે એનાં મેરેજ થઈ ગ્યાં.....!”

“એને મારી જરૂર છે....! અંકિતા.....!” લાવણ્યાએ તેનો હાથ છોડાવ્યો અને ભીંજાયેલી આંખે અંકિતા સામે જોઈને બોલતી-બોલતી ઊંધા પગલે ચાલવાં લાગી.

“લાવણ્યા....! પ્લીઝ.....! લીસન......!” અંકિતા બે ડગલાં આગળ ચાલીને પાછી અટકી.

“મેં એને પ્રોમિસ કરીતી......! મેં એને પ્રોમિસ કરીતી.....!” બોલતાં-બોલતાં લાવણ્યા હવે પાછી સિદ્ધાર્થના ઘર તરફ ફરી અને ઉતાવળાં પગલે એ તરફ ચાલવાં લાગી.

“ના જઈશ પ્લીઝ......!” ધિમાં સ્વરમાં બોલી વધુ બે ડગલાં આગળ ચાલી અંકિતા રડી પડી અને અટકી ગઈ “લાવણ્યા......! પ્લીઝ....!”

“મેડમ....!” ઓટોવાળાંએ હવે ફરી તેની ડોકી બહાર કાઢી પૂછ્યું “હજી કેટલું વેઇટ કરવું પડશે....!?”

“અ....અંકલ....! તમે .....અ....જાવ....! કેટલું ભાડું થયું....!?” અંકિતાએ પરાણે પોતાની ફીલિંગ્સ કંટ્રોલ કરી અને પોતાની આંખો લૂંછી અને પાછાંફરીને પૂછ્યું.

“દોઢસો રૂપિયા.....!”

“હાં …..! એક મિનિટ હો.....!” ઓટોની પાછલી સીટમાં પડેલું પોતાનું અને લાવણ્યાનું હેન્ડબેગ લઈ અંકિતા પોતાનાં હેન્ડબેગમાંથી પર્સ કાઢી પૈસાં આપવાં લાગી.

----

“સિડ....! સિડ.....!” સિદ્ધાર્થનાં ઘરનાં કમ્પાઉન્ડની બાઉંડરી વૉલમાં બેકસાઇડમાં બનેલાં નાનાં ઝાંપામાંથી પ્રવેશી લાવણ્યા હવે સિદ્ધાર્થનાં બેડરૂમની બાલ્કની નીચે ઊભી રહી અને સહેજ ઊંચા સ્વરમાં બૂમ પાડીને બોલી “સિદ્ધાર્થ...!”

કેટલીક વાર એમજ ઊભાં રહી લાવણ્યાએ રાહ જોઈ. આમ છતાં બાલ્કનીમાં કોઈ આવ્યું નહીં.

“આટલાં બધાં અવાજમાં નઈ સંભળાય....!” લાવણ્યાએ પાછું જોઈને એક નજર ઘરની સામેમાં કોમન પ્લૉટ તરફ નાંખી જ્યાં ચાલી રહેલાં ગરબાંનાં લાઉડ મ્યુઝિકનો સાઉન્ડ ત્યાં સંભળાઈ રહ્યો હતો.

લાવણ્યા હવે ઘરની દીવાલને સમાંતર ચાલતી-ચાલતી ખૂણે આવી અને દીવાલની આડાંશમાં રહી ડોકી કરીને ઘરનાં મુખ્ય કમ્પાઉન્ડમાં બાંધેલાં લગ્ન મંડપને જોવાં લાગી. રજવાડી સ્ટાઈલમાં બાંધેલાં મંડપમાં ભવ્ય રીતે સજાવેલી ચોળીની આજુબાજુ મહેમાનોને બેસવાં માટે લાલ ગાદીવાળી ચેયર્સ ગોઠવેલી હતી. પ્રસંગ પતી ગયાં પછી મોટાંભાગની ચેયર્સ ખાલી હતી.

“હજીપણ બધાં બેઠાં છે....!” ચોળીની બાજુમાં કેટલાંક જેંટ્સને ચેયરમાં સર્કલ બનાવીને બેઠેલાં જોઈ લાવણ્યા બબડી.

“ટ....ટ્રસ્ટી સાહેબ.....! બાપરે...!“ એક ચેયરમાં સિદ્ધાર્થનાં મામાં સુરેશસિંઘને બેઠલાં જોઈને લાવણ્યાનાં માથે પરસેવો વળવાં લાગ્યો.

તેમણે આછા કેસરી કલરનો સાફો અને કત્થઈ કલરની સફારી પહેરી હતી. પાતળી પણ સહેજ લાંબી મુંછો અને ગોલ્ડન ફ્રેમવાળાં બેતાળાં ચશ્માંમાં તેઓ રુઆબદાર ક્ષત્રિય લાગી રહ્યાં હતાં. તેમની જોડેજ સિદ્ધાર્થનાં પપ્પા તેમજ અન્ય ચાર-પાંચ પુરુષ મહેમાનો બેઠેલાં હતાં જેમને લાવણ્યા ઓળખતી નહોતી.

“હવે શું કરું.....!?” સિદ્ધાર્થનાં મામાંને જોઈને લાવણ્યા પાછી દીવાલની આડાશમાં લાપાઈ ગઈ. તેણીનાં હ્રદયનાં ધબકારાં વધી ગયાં. બેચેન થઈને તે તેનાં ડ્રેસનો પિન્ક દુપટ્ટો હાથમાં રમાડવાં લાગી.

લાવણ્યાએ ડ્રેસના ખીસ્સાંમાંથી તેનો ફોન કાઢી ફરીવાર સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“તમે જે નંબરનો સંપર્ક....!”

“સ્વિચ ઑફજ બોલે છે....!” લાવણ્યાએ તેનો ફોન પાછો તેનાં ડ્રેસનાં પોકેટમાં મૂક્યો.

થોડીવાર ત્યાં દીવાલની આડાશમાંજ ઊભાં રહીને લાવણ્યા પાછી બાલ્કનીની નીચે આવીને ઊભી રહી.

“સ...સિડ.......! સિડ.....!” ઢીલી થઈ ગયેલી લાવણ્યા ઊંચું જોઈને પરાણ બોલી શકી. તેણીની આંખ ભીંજાઈ ગઈ.

વિહવળ થઈ ગયેલી લાવણ્યા ભીંજાયેલી આંખે હવે કમ્પાઉન્ડમાં આમ-તેમ ડાફોળીયાં મારવાં લાગી. થોડીવાર આમતેમ જોયાં પછી લાવણ્યાને કમ્પાઉન્ડની બાઉંડરી વૉલ જોડે લગ્ન મંડપના ડેકોરેશનનો કેટલોક વધારાંનો સામાન પડેલો દેખાયો. વધારાંનું મંડપનું કપડું, કેટલીક ચેયર્સ, મંડપ બાંધવાં માટેનાં લોખંડના કેટલાંક poles, હેલોજન લાઇટ્સ, વગેરે સામાન પડેલો હતો. બધાં સામાનની પાછળ એક લોખંડની ઘોડાં સીડી આડી પડેલી હતી.

કઈંક વિચારીને લાવણ્યા તરતજ ઉતાવળાં પગલે બાઉંડરી વૉલ જોડે પડેલાં એ સામાન પાસે દોડી આવી. આડી પડેલી ઘોડાં સીડી આગળ પડેલો બીજો સામાન લાવણ્યાએ ઝડપથી ખસેડી દીધો અને સીડીનો આગળનો ભાગ પકડીને ખેંચવાં લાગી. મંડપનાં ઊંચાં poles બાંધવાં માટે વપરાતી એ સીડી ખાસ્સી લાંબી અને વજનદાર હતી.

સીડીને પરાણે જેમ-તેમ ઊંચકીને લાવણ્યા લગભગ ઢસડીને બાલ્કનીની પેરાપેટની સહેજ છેટે નીચે લાવી જેથી બાલ્કનીમાં ચઢી શકાય. મહામહેનતે સીડી ઊભી કરીને લાવણ્યાએ સીડી વચ્ચેથી ખોલી અને પેરાપેટની નજીક રહે એ રીતે સેટ કરી. સીડી સહેજ હલાવીને લાવણ્યાએ ચેક કર્યું અને કાળજીપૂર્વક ધીરે-ધીરે સીડી ચઢવાં લાગી.

“હે ભગવાન.....! લાવણ્યા....!?” લાવણ્યાને સીડી ચઢતાં જોઈને ગાર્ડનનાં ગેટ પાસે ઊભેલી અંકિતા આઘાત પામી ગઈ અને પોતાનું મોઢું દબાવી દીધું. તેણીની આંખ ભીંજાઈ ગઈ “આ છ....છોકરી....!”

અંકિતા ભીંજાયેલી આંખે લાવણ્યાને સીડી ચઢતાં જોઈ રહી. કઈંક વિચાર આવતાંજ અંકિતાએ તેનો ફોન કાઢી કેમેરો ઓન કરી વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. જોકે વિડીયો રેકોર્ડ કરતી વખતે પણ તેણીની આંખ ભીંજાયેલીજ હતી.

લોખંડની સીડી ચઢી રહેલી લાવણ્યા હવે છેક છેલ્લાં પગથિયે પહોંચી ગઈ.

“ઓહો....! હજી થોડું ઊંચું છે.....!” લાવણ્યા બબડી.

તેણીનો હાથ હજી બાલ્કનીની પેરાંપેટનાં નીચેનાં ભાગે પહોંચી રહ્યો હતો. સીડીના છેલ્લાં સ્ટેપ ઉપર એક હાથ ટેકવીને બીજાં હાથ વડે લાવણ્યાએ જાળીદાર ડિઝાઈનવાળી પેરાપેટમાં વચ્ચે જગ્યા જોઈ મજબૂતીની પકડ જમાવી. બીજાં હાથ વડે પેરાપેટની જગ્યામાં એજરીતે પકડીને છેવટે લાવણ્યા હવે સીડીનાં સૌથી છેલ્લાં પગથિયે ઊભી થઈ ગઈ. હાલી રહેલી સીડીને બેલેન્સ કરવાં લાવણ્યા સહેજ અટકી. તેનાં હાથ હવે પેરપેટની ઉપરનાં ભાગે પહોંચી ગયાં. ત્યાં પકડીને લાવણ્યા ઠેકડો મારી પહેલાં પેરપેટ ઉપર અને પછી પેરપેટ ઓળંગીને સીધી બાલ્કનીમાં આવી ગઈ.

“હાશ પહોંચી ગઈ...!” અંકિતાએ તેની છાતી ઉપર હાથ મૂકી હાશકારો અનુભવ્યો અને રેકોર્ડિંગ બંધ કર્યું.

“સ....સિડ....!” બાલ્કનીનાં દરવાજાની આડશમાં રહીને લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી અને સિદ્ધાર્થનાં બેડરૂમમાં ઝાખ્યું અને આમ-તેમ જોવાં લાગી.

બેડની એકબાજુ સહેજ છેટે દીવાલ પાસે મુકેલાં ડ્રેસિંગ ટેબલનાં કાંચમાં જોઈને સિદ્ધાર્થ માથે પહેરેલો તેનો સાફો સરખો કરી રહ્યો હતો. કોમનપ્લૉટમાં ચાલી રહેલાં ગરબાંનાં લાઉડ મ્યુઝિકને લીધે લાવણ્યાનો ધીમો સ્વર તેને સંભળાયો નહોતો.

સિદ્ધાર્થને જોઈને લાવણ્યાની આંખ ફરીવાર ભીંજાઈ ગઈ. તેણીએ નજર ડાબી બાજુ ફેરવી બેડરૂમનાં બંધ દરવાજા તરફ જોયું.

“સ....સિડ......! સિદ્ધાર્થ.....!” ભીંજાયેલી આંખે લાવણ્યા સિદ્ધાર્થ સાંભળી શકે એટ્લે ઊંચા સ્વરમાં બોલી અને તરતજ બાલ્કનીનાં દરવાજાની આડશમાંથી બહાર આવી ગઈ.

સિદ્ધાર્થે પાછાં ફરીને અવાજની દિશામાં જોયું. તે ચોંકી ગયો અને ફાટી આંખે બાલ્કનીમાં દરવાજાની વચ્ચે ઊભેલી લાવણ્યાને જોઈ રહ્યો.

“સ....સિડ......!” લાવણ્યા ભાંગી પડી અને રડતાં-રડતાં તેની બાંહો ફેલાવી પરાણે બોલી “બેબી.....!”

“હે ભગવાન.....!” સિદ્ધાર્થ હજીપણ એજરીતે ચોંકેલો હતો.

“લાવણ્યા.....!?”તે હવે બાલ્કનીમાં ઊભેલી લાવણ્યા તરફ ઉતાવળાં પગલે દોડ્યો.

“સિડ......! સિડ....!” લાવણ્યા હજીતો એક ડગલું આગળજ વધી હતી ત્યાંજ સિદ્ધાર્થ તેણી સુધી પહોંચી ગયો અને લાવણ્યા કઈં સમજે એ પહેલાંજ તેને વળગી પડ્યો.

“લાવણ્યા....તું....! તું.....! સાચે.....!” સિદ્ધાર્થે કચકચાવીને લાવણ્યાને જકડી ઊંચકી લીધી.

“આ મોમેન્ટ તો કેપ્ચર કરવીજ પડશે....!” ગાર્ડન પાસે ઊભેલી અંકિતાએ ફરીવાર ભીંજાયેલી આંખે તેનો મોબાઈલ કાઢ્યો.

“તું....તું..! ખરેખર....! લાવણ્યા મને તો...મને તો....! વિશ્વાસ નથી થતો....!” સિદ્ધાર્થે લાવણ્યાનું મોઢું તેનાં બંને હાથમાં પકડી લીધું અને ભીની આંખે બોલ્યો.

“સ....સિડ....જ...જાન....! હું....હું....!”

“લાવણ્યા....! લાવણ્યા...! પણ....તું...! તું...! મારાં બેડરૂમમાં કેવી રીતે આવી....!?” સિદ્ધાર્થ હજીપણ આઘાતમાં હોય એજરીતે બોલ્યો.

“બાલ્કનીમાંથી....! ન....ન....નીચે મંડપ બાંધવાની સીડી પડીતી...! એનાથી...!” લાવણ્યા જાણે તદ્દન સ્વાભાવિક સ્વરમાં બોલી ગઈ.

“what….!?”સિદ્ધાર્થ ચોંકી પડ્યો અને બાલ્કનીની નીચે જોવાં લાગ્યો.

“શું લાવણ્યા તું પણ....!? આવો રિસ્ક લેવાય....!?” નીચે ઊભી કરેલી સીડી તરફ જોઈ સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યા સામે જોઈને કહ્યું “તને કઈંક થઈ ગ્યું હોતતો...!? તું....તું...... પડી ગઈ હોતોતો....!?”

“એ બધી વાત છ...છોડને ....! તું....તું...ઠીક છેને....!?” લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ મૂકીને બોલી.

“ઓહ લવ....!” સિદ્ધાર્થ ભીની આંખે લાવણ્યા સામે જોઈ રહ્યો. લાવણ્યા પણ હવે રડી પડી.

“મ્મ....મેં.....! ત….તને .....! તને...! પ્રોમિસ કરી’તીને....!”” ડૂસકાં ભરી રહેલી લાવણ્યા માંડ-માંડ બોલી રહી હતી “ત...તને મ્મ....મારી જરૂર પડે તો....તો....! હું.....! હું....! આઈશ....!”

“બ.....બહુ મિસ કરી ત...તને....!” સિદ્ધાર્થ ફરીવાર લાવણ્યાને જોરથી વળગી પડ્યો અને તેણીના ખભે માથું મૂકી ભાંગી પડ્યો “સ...સાચેજ તારી જરૂર હતી....!”

“પ... પણ....! તું....તું.....! રોવે છે શું કામ....!?” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી પકડી લીધો “હું...હું...છુંતો ખરી....! અહિયાં...! ત...તારી જોડેજ છું...! આમ....આમ જોતો...ખરો....! એય...!”

સિદ્ધાર્થ પોતાનો ચેહરો આમતેમ ફેરવી લાવણ્યાથી નજર ચૂરાવાં લાગ્યો.

“સિડ....! બેબી....! ક....કેમ આમ કરે છે...!? મારી સામેતો જો...!”

“ન....નઈ....! મને બસ......તને... આમજ વ.....વળગી રહેવું છે....!” સિદ્ધાર્થ ફરીવાર લાવણ્યાનાં ખભે માથું ઢાળી વળગી પડ્યો. તેણે ફરીવાર લાવણ્યાને સહેજ ઊંચકી લીધી.

“ઓહ......! બેબી....!” રડતાં-રડતાં લાવણ્યા સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવી રહી.

થોડીવાર સુધી બંને કઈંપણ બોલ્યાં વગર એમજ એકબીજાંને વળગી રહ્યાં.

“સિડ.....!” લાવણ્યાએ સિદ્ધાર્થને આલિંગનમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો.

“અમ્મ.....! હજુ આમજ રે’વું છે મારે....!” સિદ્ધાર્થ તોપણ લાવણ્યાને વળગીજ રહ્યો.

ધીરે-ધીરે તેણે લાવણ્યાની ફરતે પોતાનું આલિંગન વધુ સખત કર્યું.

“સ...સિડ....!” લાવણ્યાએ સિદ્ધાર્થને વળગી રહીને તેની સામે જોઈને પૂછ્યું “મ....મ....મેરેજ થઈ ગ્યાં....!?”

“હાં....! અ....! જસ્ટ હમણાંજ બધું પત્યું...!” સિદ્ધાર્થ થાક્યો હોય એમ માથું ધૂણાવીને બોલ્યો.

લાવણ્યાનાં પેટમાં ફાળ પડી. તેણીની આંખમાંથી આંસુની ધાર વહીને નીચે પડી. તેનું આખું શરીર ધ્રૂજવા લાગ્યું.

“મેં ત....તને ના પાડી’તીને......!” ધ્રૂજતાં-ધ્રૂજતાં લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો “મેં....! ક...કીધું’તુંને .......! ત...તને છેતરીને બોલાવશે.....!”

“આમાં છેતરવાંની વાત ક્યાં આઈ….!?” સિદ્ધાર્થ તદ્દન સ્વાભાવિક સ્વરમાં બોલ્યો “મને ખબરજ હતી.....!”

લાવણ્યા હવે હતપ્રભ થઈ ગઈ અને સિદ્ધાર્થ સામે ચોંકીને જોઈ રહી. તેને અંકિતાએ કહેલી એજ વાત યાદ આવી ગઈ.

“ત....તને ખ....ખબર હતી....!? તો...તો...મ....મને કીધું કેમ નઈ.....!?” લાવણ્યા હવે પરાણે બોલી રહી હતી.

“પણ....! મારી કાકાની છોકરીનાં મેરેજ વિષે હું તને શું લેવાં કઉ....!?” સિદ્ધાર્થ મૂંઝાઈને બોલ્યો.

“what….!? કાકાની છોકરી...!? એટ્લે...!?” હવે લાવણ્યા મૂંઝાઈ.

“એટ્લે મારી સિસ્ટર....!” સિદ્ધાર્થ સાવ નાનાં બાળકની જેમ બોલ્યો.

“અરે એમ નઈ કે’તી....!” રડું-રડું થઈ ગયેલી લાવણ્યા સહેજ ચિડાઈ અને પછી પ્રેમથી પુછ્વાં લાગી “ત...તારાં મેરેજ.....! તારાં મેરેજ થ....થઈ ગ્યાં....!? બોલ....!?”

“મારાં મેરેજ શું લેવાં....!?” સિદ્ધાર્થ વધુ મૂંઝાયો “મેં તને બધું કીધું’તું તો ખરાં....!”

“તો....તો.....તારાં ઘરે મંડપ....!?” લાવણ્યા પાછળ હાથ બતાવતી હોય એમ બોલી.

“તો અમે અંકલને બધાં જોઇન્ટ ફેમિલીમાં રઈએછે....! સિસ્ટરનાં મેરેજ હોયતો મંડપ અમારાં ઘરેજ હોયને....!”

“તો નઈ થ્યા.....! તારાં મેરેજ નઈ થ્યાને.....!?” લાવણ્યા ખુશ થઈને તેનાં ગાલ લૂંછવાં લાગી.

“તને મારાં ઉપર ટ્રસ્ટ નઈ....!?” સિદ્ધાર્થ ઢીલું મોઢું કરીને બોલ્યો “કે એવું કઈં હોત તો હું તને કીધાં વગર આવતો રે’ત....!”

“એવ....એવું નઈ સિડ...! બેબી.....! મારી વાતતો સાંભળ....!” લાવણ્યા હવે છોભીલી પડી હોય એમ સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલી “ફ...ફોન ઉપર....! તારાં મ્મ....મમ્મીએ ફેરાંનું કીધુંતો....તો....! હું ડરી ગઈતી.....!”

સિદ્ધાર્થ નારાજ હોય એમ તેણે તેનાં બેડરૂમ તરફ મોઢું ફેરવી લીધું.

“હું....હું...સાચે કવ છું સિડ....! હું બવ ડરી ગઈતી....! પછી....પછી....! અહિયાં આઈને પણ....! તને બાલ્કનીમાં આવો તૈયાર થયેલો જોયો....! નેહાને પણ જોઈ....! સ....સ....સરસ લાગતી’તી એ....! તો....તો....!” લાવણ્યા ફરી રડી પડી.

“મારી સામેતો જો....! પ્લીઝ....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકીને તેનું મોઢું પોતાની બાજું ફેરવ્યું. સિદ્ધાર્થની આંખો ભીંજાયેલી હતી.

“હું....હું....સાચે બવ ડ...ડરી ગઈતી....! જાન....!” લાવણ્યાએ ભીની આંખે કહ્યું “ત...તારો ફ....ફોન પણ ન’તો લાગતો....! તે...તે.... પ્રોમિસ કરી’તી....કે....તુ...તું...મને ફોન પણ કરીશ અને મ્મ....મારાં ફોન અને મેસેજનો જ...જવાબ પણ આપીશ.....! તો...તોપણ...!”

“હું શું કરું લવ....!?” સિદ્ધાર્થ ભીની આંખે પરેશાન સ્વરમાં બોલ્યો અને બાલ્કનીની પાળી ઉપર બેસી ગયો. લાવણ્યા તરફ જોઈ સિદ્ધાર્થ એવાંજ ઢીલાં મોઢે બોલ્યો-

“ હું...હું....! ફસાઈ ગ્યો તો....! પે’લ્લાં નોરતે ગરબાં રેકોર્ડ કર્યા’તાને....! તો મોબાઇલની બેટરી ડેડ થઈ ગઈતી....! પછી બરોડાં પાછાં આવતી વખતે મોબાઇલ રસ્તામાં ક્યાં પડી ગ્યો ખબરજ ના પડી....!” સહેજ અટકીને સિદ્ધાર્થ આગળ બોલ્યો “ સવારે વે’લ્લાં પાંચ વાગ્યે હું ઘેર પો’ચ્યો.....! આઈને તરતજ ડ્રૉઇંગરૂમનાં સોફામાં સૂઈ ગ્યો….! બીજા દિવસે સવારે મોબાઇલ બહુ ગોત્યો...! પણ મળ્યો નઈ....! મને એમ કે મેરેજમાં બધાં ભાણાં-ભાણિ આયાંછે તો એમાંથી કોઇકે ગેમ-બેમ રમવાં લીધો હશે....! અને એ દિવસે સવારે વે’લ્લાં જમીનનાં દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરવાં રજિસ્ટ્રાર ઓફિસમાં ટોકન લેવાં જવાનું હતું....! એટ્લે પછી મોબાઇલ ગોતવાંનું પડતું મૂકી ત્યાં ભાગ્યો....! આખો દિવસની દોડધામ પછી છેક રાત્રે કામ પાત્યું....! ફરી રાત્રે મોબાઇલ ગોત્યો...! બધાંને પૂછ્યું તો કોઈને ખબર નો’તી.....!

“પછી ફાઇનલી ખબર પડી કે મોબાઇલ પડી ગ્યો….! રાત્રે લેટ થઈ ગ્યું’તું.....! તો મને નવો મોબાઇલ લેવાં જવાનો ટાઈમ નાં મળ્યો.....! પછીનાં દિવસે એટ્લે ગઈ કાલે મંડપ મૂરત, ગ્રહશાંતિ વગેરે હતું, જમીનનું કામય થોડું બાકી હતું...! એટ્લે પપ્પાંએ મોબાઇલ લેવામાં વગેરેમાં ટાઈમ વેસ્ટ કરવાની નાં પાડી...! મમ્મીનો ફોન યુઝ કરી લેવાં કીધું.....! જમીનનું કામ પતાવ્યું પછી બપોરે ખબર પડી કે મારી સિસ્ટરનાં મેરેજનાં સોનાનાં દાગીના જે સોની બનાવીને લાવાંના હતાં એમનાં વાઈફની ડેથ થઈ ગઈ....! એક બાજું ઘરમાં પ્રસંગ .....! એટ્લે સૂતક નાં લાગે એટ્લે તાત્કાલિક સોનાનાં બધાં દાગીનાં બીજેથી બનાવાં દોડધામ કરવી પડી.....! દાગીનાં લેવા માટે અમે લોકો બપોરે અમદાવાદ આયાં.....! માણેકચોક......! પાછાં આવતાં રાત્રે ઘણું લેટ થઈ ગયું.....! અને આજે સવારે મામેરું હતું.....! તોય હું બપોરે મામેરું અને જમણવાર પત્યાં પછી જેમ-તેમ કરીને નવો ફોન અને નવું સિમ લઈ આવ્યો, આખો દિવસ રાહ જોઈ ....! નવું સિમ એક્ટિવ થાય એની....! છેક હમણાં તને ફોન નો’તો કર્યો.... ત્યારે જ સિમ ચાલુ થયું’તું ....! પણ મારી ભાણાંને મારાં નવાં ફોનમાં PUBG રમવાની મજા પડી ગઈ... એણે બધી બેટરી ઉતારીને ફોન પાછો આપ્યો....! તો પણ તને જેમતેમ કરીને ફોન કર્યો પણ મારી સિસ્ટરનાં ફેરાંનો ટાઈમ થઈ ગ્યો’તો....! એટ્લે મમ્મી બોલાવાં આઈ..! બેટરી ડેડ થઈ ગઈ એટ્લે મારો ફોન પણ બંધ થઈ ગ્યો....! મેરેજ પત્યાં એ પછી હજી હું જસ્ટ આવીને ફોન ચર્જિંગમાં મૂકતો’તો ત્યાંજ નેહા આઈ....! અને એની બબાલ અલગથી....! શું કરતો હું....? લાવણ્યા.....! હું ....! હું...! કંટાળી ગ્યો’તો....! તરસી ગ્યો’તો તારો અવાજ સાંભળવા, તારી જોડે વાત કરવાં....!”

“ઓહ બેબી....!” લાવણ્યા રડી પડી અને બાલ્કનીની પાળી ઉપર બેઠેલાં સિદ્ધાર્થનું માથું વ્હાલથી પકડીને તેણીની છાતીમાં દબાવી દીધું અને તેની પીઠ ઉપર હાથ ફેરવવાં લાગી “શાંત થઈજા.....! શાંત થઈજા.....!”

“હું તરસી ગ્યો’તો.....! તને વળગી પડવાં....!”

“ક....કોઈ વાંધો નઈ...! તું...તું સ્ટ્રેસનાં લઇશ હમ્મ....!”

“સ...સોરી લવ.....! સોરી.....!” સિદ્ધાર્થે હવે ધીરે-ધીરે લાવણ્યાની ફરતે તેની પકડ વધુ કસી.

તેનાં ઊંડા શ્વાસ હવે લાવણ્યાનાં ઉરજો ઉપર અથડાવાં લાગ્યાં. લાવણ્યા પણ બધુ ભૂલીને તેનાં એ આલિંગનને માણી રહી. કેટલીક ક્ષણો એમજ વીતી.

“ટ્રીન......ટ્રીન......ટ્રીન...!” લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

સિદ્ધાર્થને આલિંગનમાંથી મુક્ત કરી લાવણ્યાએ તરતજ તેનાં ડ્રેસનાં પોકેટમાંથી તેનો ફોન કાઢ્યો.

“અંકિતાનો ફોન છે....!” કહેતાંજ લાવણ્યાએ કૉલ રિસીવ કરી સ્પીકર ઓન કર્યું.

“હમ્મ.....! પોપકોર્ન-બોપકોર્ન મોકલાવો હવે....! બાલ્કનીમાં મસ્ત રોમેન્ટીક મૂવી ચાલે છે....!” લાવણ્યાએ ફોન ઉપાડતાંજ અંકિતા મજાકીયાં સ્વરમાં બોલી.

“અંકલી શું તું પણ....!” લાવણ્યાથી પરાણે હસાઈ ગયું.

“અંકિતા પણ આઈ છે...!?” સિદ્ધાર્થે હવે બાલ્કનીની પાળી ઉપરથી ઊભાં થઈ નવાઈ પામીને પૂછ્યું.

“હાં....! આ બાજુ જો ગાર્ડનનાં ગેટ પાસે....!” અંકિતા બોલી અને સિદ્ધાર્થ એ બાજુ ડાફોળીયાં મારતો હોય એમ જોવાં લાગ્યો.

“ઓહો....!” ગાર્ડનનાં ગેટ આગળ અંકિતાને જોઈ સિદ્ધાર્થ આંખો મોટી કરીને બોલ્યો.

“ઓહો વાળાં...! મને બીક લાગે છે હવે....!” અંકિતા ફરી મજાકીયાં સ્વરમાં બોલી “જલ્દી પતાવો....! મોડું પણ થાય છે....!”

“તમે લોકો બરોડાં આવ્યાં કેવીરીતે....!?” સિદ્ધાર્થે પહેલાં ફોનનાં સ્પીકર બાજુ પછી લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“હેલિકોપ્ટર લઈને....! બગીચાંમાંજ પાર્ક કર્યુંછે...!” અંકિતા વ્યંગ કરતાં બોલી “શું સિડ તું પણ....!? ટ્રેનમાં આયાં યાર અમે...!”

“જબરાં એડવેન્ચર કરો છો તમે લોકો યાર....!” સિદ્ધાર્થ હવે હળવાં સ્વરમાં બોલ્યો.

“સિદ્ધાર્થ...! પ્લીઝ યાર હવે જલ્દી કરશો.....!” અંકિતા બોલી.

“હાં....! હાં...! સારું...! અમે બસ આઈએજ છે....!” એટલું કહીને સિદ્ધાર્થે લાવણ્યાનાં ફોનની સ્ક્રીન ટચ કરીને ફોન કટ કર્યો.

“ચાલ....! લવ....! જલ્દી....!” એટલું કહીને સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડ્યો અને બાલ્કનીમાંથી અંદર પોતાનાં બેડરૂમ તરફ જવાં લાગ્યો.

“આમ ક...ક્યાં જ...જાય છે....!?” લાવણ્યા તેણીનો હાથ ખેંચતાં ઊભી રહી.

“અરે કેમ....! નીચે જવાં અહીંથીજ જવું પડશેને....!?”

“પ...પણ....! ન....નીચે બ...બધાં બેઠાં છે....!” લાવણ્યા ધ્રુજી ગઈ “ટ...ટ્રસ્ટી સાહેબ છે...! ન...નેહા પણ હશેને....! નઈ...નઈ....! ત્યાંથી નઈ.....! હું....હું....બાલ્કનીમાંથી આઈ જઉં છું....!”

લાવણ્યા તેનો હાથ છોડાવી બાલ્કની તરફ જવાં લાગી.

“અરે તું પાગલ થઈ ગઈ છે....!” સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડીને ફરીવાર ખેંચી “તું પડી ગઈતો.....!? નાં...નાં...તું મારી જોડેજ આઈશ બસ...!”

“પ...પણ....સિડ....!”

“ડોન્ટ વરી લવ....!” સિદ્ધાર્થ લાવણ્યાનાં ગાલે હાથ મૂકીને કઠોર સ્વરમાં બોલ્યો “આ વખતે તારી ઈન્સલ્ટ નઈ થવાં દઉં....! આઈ પ્રોમિસ....!”

“આ વખતે તારી ઈન્સલ્ટ નઈ થવાં દઉં....! નઈ થવાં દઉં....!” લાવણ્યાનાં મનમાં સિદ્ધાર્થે કહેલું એ વાક્ય ગુંજી રહ્યું “આઈ પ્રોમિસ....! આઈ પ્રોમિસ....!”

“પ...પણ સિડ....! પ...પછી બધાં ત...તને બોલશે....! ન નેહા ...! એ...તને બધાંની વચ્ચે ટ...ટોર્ચર કરશે....! નઈ...નઈ....! નઈ આવું મારે...!” લાવણ્યા દયામણા સ્વરમાં બોલી અને માથું ધુણાવવાં લાગી.

“તને કાયમ મારીજ ચિંતા હોય છે નઈ....!?” સિદ્ધાર્થ ભાવુક સ્વરમાં બોલ્યો.

“પ્લીઝ....સિડ....! પ્લીઝ...! ખોટો પ્રસંગ ખરાબ થશે....! રે’વાદેને....!”

“અરે હાં....! યાદ આયું....!” અચાનક કઈંક યાદ આવતાં સિદ્ધાર્થ તેનાં વૉર્ડરોબ તરફ ઉતાવળાં પગલે ગયો.

“શું થયું....!?” લાવણ્યા નવાઈ પામીને એક-બે ડગલાં આગળ વધી પછી બેડ પાસેજ ઊભી રહી ગઈ.

સિદ્ધાર્થ હવે તેનાં વૉર્ડરોબનો દરવાજો ખોલી અંદર કઈંક શોધવાં લાગ્યો.

“તારી આંખો બંધ કરને લવ.....!” સિદ્ધાર્થે એકનજર પાછાં ફરી લાવણ્યા તરફ જોઈને કહ્યું “તારાં માટે સરપ્રાઈઝ છે....!”

લાવણ્યાએ હળવું સ્મિત કર્યું અને આંખો બંધ કરી દીધી. વૉર્ડરોબમાંથી કઈંક લઈને સિદ્ધાર્થ હવે લાવણ્યા પાસે આવ્યો.

“હમ્મ....! હવે આંખો ખોલ.....!”

લાવણ્યાએ હવે આંખો ખોલી.

“અરે....! મ્મ...મારાં માટે.....!” લાવણ્યા આંખો મોટી કરીને બોલી.

સિદ્ધાર્થ તેણી સામે એક લંબચોરસ બોક્સ ગિફ્ટ પેક કરેલું લઈને ઊભો હતો.

“શું છે આમાં....!?” બેડ ઉપર બોક્સ મૂકી તેનું પેકિંગ ખોલતાં-ખોલતાં લાવણ્યાએ પૂછ્યું.

“તુંજ જોઈલે....!”

લાવણ્યાએ ઝડપથી બોક્સનું રેપર ખોલી નાંખ્યું. બોક્સ ખોલીને લાવણ્યાએ અંદર જોયું.

“wow……!” લાવણ્યાની આંખ ભિજાઈ ગઈ.

અંદર એક સરસ મઝાની ચણિયાચોલી હતી.

“કેટલી પ્રિટી છે ….!” લાવણ્યા ભીની આંખે બોક્સમાં રહેલી ચણિયાચોલી ઉપર હળવેથી હાથ ફેરવીને બોલી.

“તને ગમી....!?” સિદ્ધાર્થે પૂછ્યું “મેરેજની ખરીદી માટે બધાં લેડિઝ જોડે ગ્યોતો એ વખતે મેં તારાં માટે લઈ લીધી’તી...!”

“બવ મસ્ત છે....!” લાવણ્યા ઊભી થઈને સિદ્ધાર્થને વળગી પડી. તે ફરીવાર ધિમાં ડૂસકે રડવાં લાગી. સિદ્ધાર્થે ફરીવાર તેણીને આલિંગનમાં જકડી લીધી.

કેટલીક ક્ષણો સુધી બંને એમજ વળગી રહ્યાં.

“તું....! જલ્દી...! બાથરૂમમાં જઈને ચણિયાચોલી પે’રીલે....!” સિદ્ધાર્થે બેડ ઉપર પડેલાં બોક્સમાંથી ચણિયાચોલી લઈને લાવણ્યાનાં હાથમાં મૂકતાં કહ્યું.

“પણ....! પણ....! બાથરૂમમાંતો ચણિયો પલળી જશે....!” લાવણ્યા દલીલ કરતાં બોલી.

“હાં....! અ....!”

“એક કામ કરું....! હું અહિયાંજ બદલી લઉંતો...!?” લાવણ્યા આંખો નચાવીને બોલી “તારી સામે....!? હમ્મ..હમ્મ...!”

“તને અત્યારે મજાક સૂઝે છે નઈ....!?”

“અરે સાચે કવ છું.....!” લાવણ્યાએ તેનાં હાથ સિદ્ધાર્થ ફરતે વીંટાળીને તેનાં હોંઠ દબાવીને કહ્યું “મને કોઈ પ્રોબ્લેમ નથી....! તું જોવેતો....!”

“તું....! અ....!” સિદ્ધાર્થ સ્પીચલેસ થઈ ગયો અને શરમાઈને આડું જોવાં લાગ્યો.

“ઓયે હોયે....! કેવું બ્લશ કરે છે તું તો....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં ગાલ ખેંચવાં માંડયાં.

“અરે....! બસ....!” સિદ્ધાર્થે તેનાં ગાલ છોડાવ્યાં અને બાલ્કની તરફ જવાં લાગ્યો “તું જલ્દી અહિયાં કપડાં બદલ....! હું બાલ્કનીનો દરવાજો બંધ કરીને બાલ્કનીમાં ઊભો રહું છું...!હમ્મ...!”

“ઉફ્ફ....! તું સાવ ડોબો છે...!” લાવણ્યાએ તેનું મોઢું મચકોડયું.

સિદ્ધાર્થ સ્મિત કરતો માથું ધૂણાવતો- ધૂણાવતો બાલ્કનીમાં જતો રહ્યો. બાલ્કનીમાં જઈને તેણે દરવાજો બહારથી બંધ કરી દીધો.

લાવણ્યા તેને દરવાજો બંધ કરતાં જોઈ રહી અને સ્મિત કરી રહી. કેટલીક ક્ષણો હાથમાં પકડેલી ચણિયાચોલી જોઈ રહ્યાં બાદ તે હવે કપડાં બદલવાં લાગી.

“કેટલી સરસ છે....!” ચણિયાચોલી પહેર્યાબાદ વૉર્ડરોબની જોડે મુકેલાં ડ્રેસિંગટેબલનાં મિરર ગોળ-ગોળ ફરીને પોતાને જોતાં લાવણ્યા બબડી.

બ્લેક કલરનો સ્લીવલેસ બ્લાઉઝ, બ્લેક કલરનોજ ભરતકામ કરેલો ચણિયો, ફાલસા કલરમાં નેવીબ્લ્યુ કલરનાં લેહરિયાંની ડિઝાઇનવાળી ઓઢણી. બહુ મોડર્ન પણ નહીં અને બહુ ઓલ્ડ ફેશન પણ નહીં એવી ચણિયાચોલીમાં પોતાને લાવણ્યા જોઈ રહી.

“થોડો ડેસી લૂક આવે છે....! પણ જોરદાર લાગે છે...!” લાવણ્યા બબડી.

છેવટે મિરર સામેથી ખસીને લાવણ્યા બાલ્કનીનાં બંધ દરવાજા જોડે ગઈ.

"ઠક...ઠક.....!”

“હું તૈયાર થઈ ગઈ....!” દરવાજે ટકોરાં મારી લાવણ્યા બોલી.

“ઓહ માય.....!” દરવાજો ખોલતાંજ સિદ્ધાર્થ લાવણ્યાને જોઈને બોલ્યો.

“કેવી લાગું....!?” સિદ્ધાર્થનાં ચેહરાં ઉપર સ્માઇલ જોઈને લાવણ્યા ખુશ થઈ ગઈ અને સહેજ પાછાં ખસી ગોળ-ગોળ ફરીને ચણિયાચોલી બતાવવાં લાગી.

“એકદમ તારાં નામ જેવી....!” સિદ્ધાર્થ એવીજ સ્માઇલ કરતાં બોલ્યો “લાવણ્યમય....! સુંદર....!”

“અને થોડી દેસી પણ....! નઈ....!?” લાવણ્યા બોલી અને સિદ્ધાર્થનાં ગળાં ફરતે તેનાં હાથ વીંટાળી દીધાં.

“અમ્મ...! દેસીથી યાદ આયું....!” એટલું બોલીને સિદ્ધાર્થ ડ્રેસિંગ ટેબલનાં ડ્રૉઅરમાં પાછો કઈંક ખોળવાં લાગ્યો.

“શું શોધે છે...!?” લાવણ્યાએ પૂછ્યું.

“એકજ મિનિટ હોં.....!”

“હાં....! મલી ગઈ...!” સિદ્ધાર્થ બોલ્યો અને પાછો લાવણ્યા બાજુ ફર્યો.

“બ્લેક પેન...!?” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હાથમાં બ્લેક પેન જોઈ નવાઈપામી પૂછ્યું.

“તે દેસી કીધુંને....! તો હવેજો....!” સિદ્ધાર્થ બોલ્યો અને પેનનું ઢાંકણું ખોલી લાવણ્યાની દાઢી પકડીને પેન વડે કઈંક દોરવાં લાગ્યો.

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર તેની આંખોમાં આવી ગયેલાં એ મુગ્ધતાંનાં ભાવોને જોઈ રહી.

“હાં....! બસ...! હવેજો....!” સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં ખભેથી પકડીને મિરર તરફ ફેરવી “પ્યોર દેસી ગર્લ....! નઈ....!?”

લાવણ્યા સ્મિત કરીને પોતાને મિરરમાં જોઈ રહી. સિદ્ધાર્થે બ્લેકપેન વડે તેણીની દાઢીનાં ભાગે ત્રણ ટપકાં બનાવી દીધાં હતાં. જેનાં લીધે લાવણ્યાનો લૂક “ગામડાંની ગોરી” જેવો લાગતો હતો.

“જાણે ગામડાંમાં પનઘટ ઉપર માથે બેડું લઈને પાણી ભરવાં જતી કોઈ “ગોરી” હોયને એવી લાગેછે.....!” સિદ્ધાર્થ એવીજ સ્માઇલ કરતાં-કરતાં બોલ્યો.

“આ રીતે બેડું લઈનેને....!?” લાવણ્યાએ હવે માથે બેડું મૂક્યાંની એક્શન કરીને મિરર પાસેથી ચાલતી-ચાલતી બેડ બાજુ ગઈ “આજરીતે ચાલે બેડાંવાળી ગોરી નઈ....!?”

સિદ્ધાર્થે ફરીવાર સ્માઇલ કરી.

“ચાલ જલ્દી .....!” લાવણ્યાની જોડેથી હવે તે બેડરૂમનાં દરવાજા તરફ જવાં લાગ્યો.

“સિડ.....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડીને પોતાની તરફ એક ઝટકાંથી ખેંચ્યો.

“અરે....! શું થયું...!?”

કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી અને તેણીનાં બંને હાથ સિદ્ધાર્થનાં હાથમાં ભેરવી દીધાં.

“શું થયું લવ.....!?” સિદ્ધાર્થે લાવણ્યા સામે જોઈ રહેતાં પૂછ્યું.

“બસ અત્યારનો આ ટાઈમ મન ભરીને જીવી લેવોછે.....!” સાફો પહેરેલાં સિદ્ધાર્થ સામે લાવણ્યા એજરીતે જોઈ રહીને મનમાં બબડી.

“લવ......! શું વાત છે...! બોલને....!?” સિદ્ધાર્થે ફરી પૂછ્યું.

“આ મારી લાઈફની સૌથી બેસ્ટ ગિફ્ટ છે.....!” લાવણ્યા ધિમાં માદક સ્વરમાં બોલી.

“તારી ગિફ્ટ કરતાં તો બવ સસ્તી છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“સિડ.....! મનેતો તારી ફીલિંગ્સથી મતલબ છે....!” લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલી “ગિફ્ટ સસ્તી હોય કે મોંઘી....! એનાથી શું ફર્ક પડે....!?”

“લવ....! અ....!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ લાવણ્યાનો ફોન ફરીવાર રણકી ઉઠ્યો.

“અંકિતા.....!” લાવણ્યાનો ફોન સિદ્ધાર્થ જોડે હતો. તેણે ફોનની સ્ક્રીનમાં જોઈને કહ્યું “ચાલ....! ચાલ....! જલદી.....! લેટ થઈ ગ્યું....!”

સિદ્ધાર્થ હવે લાવણ્યાનો હાથ પકડીને ઝડપથી બેડરૂમનાં દરવાજા તરફ ચાલવાં લાગ્યો. બેડરૂમનો દરવાજો ખોલીને સિદ્ધાર્થ લાવણ્યાને લઈ નીચે ઉતારવાંની સીડીનાં પ્લેટફૉર્મ ઉપર ઊભો રહ્યો. સીડીઓ સીધી ડ્રૉઇંગરૂમમાં ઊતરતી હતી.

લાવણ્યા ઊભી-ઊભી સિદ્ધાર્થનાં ઘરનાં વિશાળ અને ભવ્ય ડ્રૉઇંગરૂમને જોઈ રહી. ડ્રૉઇંગરૂમની છતમાં વચ્ચે વિશાળ કાંચનું ઝૂમ્મર લગાડેલું હતું. ડ્રૉઇંગરૂમમાં નીચે વચ્ચે મરૂનકલરનાં મોંઘાં સોફાં ગોઠવલાં હતાં. સોફાંની વચ્ચે કાંચનું કોફીટેબલ હતું. આખાય ડ્રૉઇંગરૂમમાં લાલ કલરની ગોલ્ડન એમ્બ્રોઈડરીની ફ્રી-હેન્ડ ડિઝાઈનવાળી કાર્પેટ બિછાવેલી હતી. આખોય ડ્રૉઇંગરૂમ કોઈ મહેલનાં હૉલની જેમ ભવ્ય રાચરચીલાંથી સજાવેલો હતો.

ડ્રૉઇંગરૂમ આખો ખાલીજ હતો. મેરેજમાં આવેલું કોઈ મહેમાન નહોતું દેખાતું.

“એક કામ કર...!” સિદ્ધાર્થે હવે લાવણ્યા તરફ પાછાં ફરી તેણીનાં ખભે રહેલી ઓઢણી પકડી લાવણ્યાનાં માથે ઢાંકી દીધી.

“આ પકડ....!” ઓઢણીનો એક છેડો તેણે લાવણ્યાનાં હાથમાં પકડાવ્યો “આ દાંતમાં ભરાવ....!”

લાવણ્યા ભાવુક નજરે સિદ્ધાર્થને જોઈ રહી.

બીજો છેડો સિદ્ધાર્થે લાવણ્યાને તેણીનાં દાંતમાં ભરાવાં કહ્યો.

“તું તો મને આજે પૂરેપુરી દેસી ગોરી બનાવીનેજ રઈશ નઈ....!” લાવણ્યાએ સ્મિત કર્યું અને બીજો છેડો તેનાં દાંતમાં ભરાવ્યો.



“હવે મને લગભગ કોઈ નઈ ઓળખે....!” દાંતમાં ઓઢણીનો છેડો દબાવી રાખીને લાવણ્યા બોલી.

સિદ્ધાર્થ હસ્યો અને ફરી લાવણ્યાનો હાથ પકડીને ઝડપથી સીડીઓ ઉતારવાં લાગ્યો. સીડીઓ ઉતરી ડ્રૉઇંગરૂમમાંથી તેઓ સીધાં બહાર આવી ગયાં. જાણે કોઈ મહેલમાં હોયછે એજરીતે મુખ્ય દરવાજાની પૉર્ચથી લઈને છેક લોખંડનાં મેઈન ગેટ સુધી લાલ કલરની જાજમ બિછાવેલી હતી. જાજમ ઉપર ઉતાવળાં પગલે સિદ્ધાર્થ હવે લાવણ્યાનો હાથ પકડીને ઉતાવળાં પગલે ચાલવાં લાગ્યો.

લાવણ્યા તેની પાછળ દોરવાતી હોય એમ જમણી બાજુ જ્યાં મંડપમાં ચોળી બાંધેલી હતી એ તરફ જોતાં-જોતાં ચાલતી રહી. ચોળીની જોડે થોડીવાર પહેલાં જે “પુરુષમંડળી” બેઠી હતી, તેમાં હવે સિદ્ધાર્થનાં મામા અને તેનાં પપ્પા નહોતાં દેખાતાં.

“હાશ.....!” લાવણ્યાએ મનમાં હાશકારો અનુભવ્યો.

તેણીની નજર હવે ભવ્યરીતે સજાવેલી ચોળી ઉપર પડી. ચાલતાં-ચાલતાં તેણે હવે સિદ્ધાર્થ સામે જોયું. તે સામેની બાજુ જોઈ ઝડપથી ચાલી રહ્યો હતો.

“ફેરાં ફરી લઈશું....!?” લાવણ્યાએ ફરીવાર ચોળી તરફ નજર નાંખીને મનમાં વિચાર્યું પછી જાતેજ પોતાનાં વિચાર ઉપર હસી પડી “શું પાગલ તું પણ....!”

“ખટ......!” સિદ્ધાર્થે એક વ્હાઇટ કલરની બીએમડબલ્યુ કારનો દરવાજો ખોલ્યો.

“ચાલ બેસીજા....!” સિદ્ધાર્થ બોલ્યો અને કારનાં બોનેટ તરફથી કારની ડ્રાઇવિંગ સીટ તરફ જવાં લાગ્યો.

લાવણ્યા કોઈપણ આનાકાની વગર અંદર ડ્રાઇવિંગ સીટની જોડેની સીટ ઉપર બેઠી. દાંતમાં ભરાવેલી ઓઢણીનો છેડો લાવણ્યાએ હવે કાઢી નાંખ્યો. જોકે ઓઢણી તેણે માથેજ ઓઢી રાખી.

“એક બીજું સરપ્રાઈઝ છે તારાં માટે....!” ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી દરવાજો બંધ કરતાં સિદ્ધાર્થ બોલ્યો.

“શું.....!?” લાવણ્યા ઉત્સાહમાં આવીને બોલી “જલ્દી કે’ને...!”

“કઈશ નઈ....! બતાઈશ.....!” સેલ મારી સિદ્ધાર્થે હવે કાર ગિયરમાં નાંખી અને કાર ડ્રાઇવ કરીને સોસાયટીનાં રોડ ઉપર જવાં દીધી.

લાવણ્યા સ્મિત કરતી-કરતી સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેનાં ઘરનાં ખૂણા પાસેથી કાર વાળીને સિદ્ધાર્થે ગાર્ડનનાં ગેટ તરફ જ્યાં અંકિતા ઊભી હતી ત્યાં લીધી. સિદ્ધાર્થે કાર અંકિતાની આગળ ઊભી રાખી. બંને કારમાંથી નીચે ઉતર્યા.

“ઓહો તુંતો પૂરેપૂરો દુલ્હેરાજા બની ગયો છે...!” અંકિતાએ વ્યંગ કરતાં કહ્યું.

“અરે એવું કઈં નથી....!” એટલું કહીને સિદ્ધાર્થે તેનાં માથે પહેરેલો સાફો કાઢી નાંખી કારની પાછલી સીટનાં કાંચમાંથી અંદર ઘાં કર્યો.

“અરે લાવણ્યા....! તું તો....!?” અંકિતા આંખો મોટી કરીને આશ્ચર્યપૂર્વક કારનાં બોનેટ આગળથી તેણી તરફ આવી રહેલી લાવણ્યા સામે જોઈ રહી.



“સરસ લાગુંછુંને....!? એકદમ ગામડાંની ગોરી જેવી....!?” લાવણ્યા ઉત્સાહમાં આવી જઈને બોલી.

“હાં પણ ચણિયાચોલી.....!?” અંકિતા હજીપણ નવાઈપૂર્વક લાવણ્યાને ઉપરથી લઈને નીચે સુધી જોઈ રહી હતી.

“સિડ લાયો મારાં માટે....!” નાનાં બાળકની જેમ ખુશ થતી હોય એમ લાવણ્યા ગોળ-ગોળ ફરીને ચણિયાચોલી બતાવાં લાગી.

“હાં....! છેતો બવજ મસ્ત હોં....!” અંકિતાએ સ્મિત કરીને કહ્યું પછી તે સિદ્ધાર્થ સામે જોઈને બોલી “અને તું....! ડોબાં તારો ફોન કેમ નઈ લાગતો....!?”

“એ....! અંકિતા....! શું બોલે છે તું પણ....!” લાવણ્યા તરતજ સિદ્ધાર્થ આગળ આવી ગઈ અને અંકિતાને વઢતી હોય એમ બોલી.

“તો શું કરું....!? આટલાં દિવસથી એકેય ફોન નઈ....! શું માંડ્યુ છે તે આ બધું....!?” અંકિતાએ પાછું સિદ્ધાર્થ સામે જોઈને ઊંચા સ્વરમાં બોલી.

“એનો કોઈ વાંક નથી....! તું એને કઈં ના બોલને....!” બેયની વચ્ચે ઊભેલી લાવણ્યા સિદ્ધાર્થનો બચાવ કરતાં બોલી “તને નઈ ખબર...! એ કેટલો બધો સ્ટ્રેસમાં હતો....!”

“અરે શેનો સ્ટ્રેસમાં હતો...!?” અંકિતા હજીપોન અકળાયેલી હતી “ભાઈતો મસ્ત લગન કરીને સુહાગરાત મનાવાં જઈ રહ્યાં’તાં.....!”

“અંકલી...! તું શું કઈંપણ બોલી નાંખે છે યાર....!” લાવણ્યા હવે સહેજ અકળાઈ “તું વાતતો સાંભળ...!”

“એ...એ..ક કામ કરો...!” સિદ્ધાર્થ હવે વચ્ચે બોલ્યો “તમે બેય કારમાં બેસો જલ્દી...! અંકિતા....! લાવણ્યા તને બધી વાત કેછે...! તું કારમાં બેસ જલ્દી....! ચાલ...!”

પગ પછાડતી અંકિતા કારની પાછલી સીટનો દરવાજો ખોલી અંદર બેઠી. લાવણ્યા બોનેટ આગળથી ચાલીને આગળની સીટમાં આવીને બેઠી.

“હવે બોલ....!” લાવણ્યાએ દરવાજો બંધ કરતાંજ અંકિતાએ એવાજ અકળાયેલાં સ્વરમાં પૂછ્યું “આપડાં અનંતકુમાર અંબાણી ક્યાં બીઝી હતાં....!? કે એક ફોન પણ ના થયો....!”

“તું ટોન્ટ મારવાનું બંધ કરીશ પેલ્લાં.....!” લાવણ્યા પાછું જોઈને અંકિતા સાથે વાત કરી રહી.

સિદ્ધાર્થે કાર સ્ટાર્ટ કરીને સોસાયટીનાં પાછલાં ગેટ તરફ હંકારી મૂકી.

-----

“તો હવે સમજાયું...! તને...!?” કારની પાછલી સીટ ઉપર બેઠેલી અંકિતાને લાવણ્યાએ સિદ્ધાર્થે કહેલી આખી વાત કહી સંભળાવ્યા પછી પૂછ્યું “સિડ કેવો ફસાઈ ગ્યો’તો....!?”

“હમ્મ....! પણ તે કોઈ બીજાંનાં ફોન ઉપરથી લાવણ્યાને ફોન કેમ નાં કર્યો...!?” અંકિતાએ ડ્રાઇવ કરી રહેલાં સિદ્ધાર્થે પૂછ્યું.





“નંબર કોની જોડે લઉં....!?” સિદ્ધાર્થ કારમાં ઉપર લાગેલાં સેન્ટર મિરરમાં અંકિતા સામે જોઈને બોલ્યો “નેહા જોડે...!?”

“નેહાથી યાદ આયું....! એ મેડમ તને બાલ્કનીમાં ઊભી-ઊભી શું ધમકાવતી’તી....!?” અંકિતાએ હજીપણ એવાંજ ટોન્ટવાળાં સ્વરમાં પૂછ્યું.

“અરે એનું એવુંજ છે....! છોડને....!” સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો અને આગળ જોઈને કાર ચલાવાં લાગ્યો.

“અને....! તારાં મેરેજ પણ નઈ થ્યા રાઇટ....!?” અંકિતાએ આંખો ઝીણી કરીને પૂછ્યું.

“નાં તો કીધું યાર....!” સિદ્ધાર્થ એજરીતે બોલ્યો.

“એટ્લે તું હજીપણ કુંવારોજ છે....! નઈ...!?” અંકિતા હવે સિદ્ધાર્થને ચિડાવાં લાગી.

“અરે કેમ ગાંડા કાઢે છે.......!” સિદ્ધાર્થે ચિડાઈને મિરરમાં અંકિતા સામે જોયું “મેરેજનાં થ્યા હોય...! તો કુંવારોજ હોવને...!?”

“અરે એટ્લે તું હજી વર્જીનજ છેને એમ ....! નેહાએ કઈં કરીતો નઈ લીધુંને તારી જોડે...!?” અંકિતા લાવણ્યા સામે જોઈને આંખ મીંચકારી અને પાછું સિદ્ધાર્થ સામે જોયું.

“બે આ છોકરી તો જો....!? સેજેય શરમ નથી....!”

“અંકિતા .....! તને શરમ નઈ આવતી આવું પૂછતાં....!?” લાવણ્યાએ અકળાઈને અંકિતાને કહ્યું.

“હાં....હાં.....હાં...!” અંકિતા સીટમાં બેઠી-બેઠી હસવાં લાગી “અરે યાર....! હું તારી જોડે આટલી મોડી રાત્રે છેક અહિયાં આવી....! તો થોડી મઝા મને પણ લેવાંદેને....!”

સિદ્ધાર્થ હવે પરાણે હસી પડ્યો અને માથું ધૂણાવી રહ્યો.

“આપડે આઈ ગ્યાં....!” કાર ધીમી કરી સિદ્ધાર્થે એક મોટાં ગેટમાંથી અંદર જવાં દીધી.

“ક્યાં આયાં આપડે...!?” લાવણ્યાએ આગળ જોઈને પૂછ્યું.

“બસ....! મેં કીધું’તુંને ....! એક બીજું સરપ્રાઈઝ....!” સિદ્ધાર્થે આંખ નચાવી અને કારને સરખી પાર્ક કરવાં લાગ્યો.

----

“આ “યુનાઈટેડ વે”નાં ગરબાં છે......!” સિદ્ધાર્થ તેની જોડે ઊભેલાં લાવણ્યા અને અંકિતા સામે જોઈને બોલ્યો “બરોડાંનાં સૌથી ફેમસ ગરબાં......!”

સિદ્ધાર્થ બંને છોકરીઓને લઈને બરોડાંનાં સૌથી ફેમસ યુનાઈટેડ વેનાં ગરબાં બતાવાં લઈને આવ્યો હતો. એક મોટાં પાર્ટીપ્લોટનાં વિશાળ ગોળાકાર મેદાનમાં વચ્ચોવચ્ચ સ્ટેજ બનાવી ત્યાં અંબે માતાની મુર્તિ મુકાઈ હતી. માતાજીની મુર્તિની આજુબાજુ ફેમસ ગુજરાતી કલાકારોનું બનેલું બેન્ડ ગરબાંનાં ગીતોની રમઝટ રેલાવી રહ્યું હતું.





મોટાં ગોળ મેદાનની આજુબાજુ વાંસની વાડ બનાવાઈ હતી. અંદર મોટાં મેદાનમાં હજારો ખેલૈયાઓ ગરબાં રમી રહ્યાં હતાં. વાંસની વાડ જોડે ઊભાં-ઊભાં સિદ્ધાર્થ બંને છોકરીઓને ગરબાં vishe એ માહિતી આપી રહ્યો હતો. બંને છોકરીઓએ કશું ખાધું નથી એ વાતની જાણ થતાં સિદ્ધાર્થે પાર્ટીપ્લૉટનાં ફૂડ સ્ટૉલમાંથી ગરમાં-ગરમ ખીચાંનાં બે બાઉલ લઈ આપ્યાં હતાં. ખીચું ખાતાં-ખાતાં બંને છોકરીઓ સિદ્ધાર્થની વાત સાંભળી રહી હતી.

“આ ગરબાંની ખાસિયત એ છે કે બધાં એકજ ગોળ સર્કલમાં ગરબાં ગાયછે....!” સિદ્ધાર્થ બંને સામે જોઈને સંભળાય એરીતે ઊંચાં સ્વરમાં બોલીને સમજાવાં લાગ્યો “એક સૌથી મોટું સર્કલ....! પછી એની અંદર બીજું નાનું સર્કલ....! પછી એનાંથી અંદર ત્રીજું નાનું સર્કલ....! એમ સ્ટેજ સુધી એક પછી એક સર્કલો......! કોઈ અલગ અલગ સર્કલ નઈ બનવાનું....! બધાંએ કોઈપણ એક સર્કલમાં ગાવાનું....! આખાં બરોડાંમાં જ્યાં પણ ગરબાં હોય ત્યાં બધે આજ રીતે ગરબાં ગવાય છે....!”

સિદ્ધાર્થ બોલે જતો હતો. લાવણ્યા અને અંકિતા આંખો મોટી કરીને ઊંચાં થઈ-થઈને અંદર મેદાનમાં ચાલી રહેલાં ગરબાં જોઈ રહ્યાં હતાં. રંગબેરંગી ચણિયાચોલીમાં અનેક યુવાન-યુવતીઓ સર્કલમાં ગરબાં ગાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થે કહ્યું એજ પ્રમાણે તેઓ વાંસની વાડ પાસે જ્યાં ઊભાં હતાં ત્યાંજ સૌથી પહેલાં અને સૌથી મોટાં એકજ સર્કલમાં બધાં ગરબાં ગાઈ રહ્યાં હતાં. સ્ટેજ તરફ અંદર જતાં ક્રમશ: ગરબાં સર્કલ નાનાં થતાં જતાં હતાં. બધાંજ સર્કલ્સ સ્ટેજની ફરતે થઈને વિશાળ મેદાનનું આખું એક રાઉન્ડ પૂરો ફરતાં.

“સૌથી મોટાં સર્કલને એક રાઉન્ડ પૂરો કરતાં વીસેક મિનિટ થાય....!” સિદ્ધાર્થ ફરીવાર ઊંચાં સ્વરમાં બંનેને સંભળાય એ રીતે બોલ્યો.

“કેટલાં મસ્ત ગરબાંછે યાર....!” અંકિતા નાનાં બાળકની જેમ કુદકાં ભરતી-ભરતી બોલી.

“તો ચાલો....! અંદર....!” સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડ્યો અને બોલ્યો અને વાડની આજુબાજુ ગરબાં જોવાં ઊભેલી ભીડ વચ્ચે જગ્યા કરતો ચાલવાં લાગ્યો.

“પણ...તને ક્યાં ગરબાં આવડે છે...!?” લાવણ્યાએ હાથ પકડીને આગળ ચાલી રહેલાં સિદ્ધાર્થને નવાઈપૂર્વક પૂછ્યું.

“સિસ્ટરનાં મેરેજમાં કોરિયોગ્રાફર બોલાયો’તો....!” એક નજર પાછળ નાંખી સિદ્ધાર્થ સ્મિત કરતાં-કરતાં બોલ્યો “તો એની જોડે થોડાં બેઝિક સ્ટેપ શીખી લીધાં....! તારાં માટે....!”

“ઓહો....! લાવણ્યા માટે એમ....!?” પાછળ આવી રહેલી અંકિતા સિદ્ધાર્થની ઉડાવતાં બોલી.

વાડને અડીને દર થોડાં અંતરે મુકેલાં એક ડસ્ટબીનમાં લાવણ્યા અને અંકિતા ખીચાંનો ખાલી બાઉલ નાંખી દીધો. મેદાનમાં અંદર જવાં માટે વાંસની વાડમાં બનેલાં એક નાનાં ગેટ પાસેથી સિદ્ધાર્થ તેમને બેયને લઈને અંદર દાખલ થયો.

“પણ આપડે તો કોઈને ઓળખતાં નથી...!? આપડે ત્રણજ ગાઈશું...!?” લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું. ગરબાંનાં લાઉડ મ્યુઝિકમાં એકબીજાંનો અવાજ સંભળાય એટ્લે બધાં ઊંચાં સ્વરમાં વાત કરી રહ્યાં હતાં.

“અરે આટલાં મોટાં સર્કલમાં બધાં એકબીજાંને ઓળખતાં હોય એવું જરૂરી નથી....!” સિદ્ધાર્થ બોલ્યો “જગ્યા જોઈને બધાંની વચ્ચે ગાવાં લાગી જવાનું....!”

“હાં....! પણ સિડ....! તું અમારાં બેયની વચ્ચે રે’જે.....!” અંકિતા હવે ફરીવાર સિદ્ધાર્થની ઉડાવતી હોય એમ મજાકીયાં સ્વરમાં બોલી.

“કેમ બેયની વચ્ચે....!?” લાવણ્યાએ નવાઈપામીને પૂછ્યું.



સિદ્ધાર્થ પણ એજરીતે અંકિતા સામે જોઈ રહ્યો.

“હાસ્તો વળી....! લાવણ્યા....! આ ભીડતો જો...!” અંકિતાએ ગરબાંની ભીડ સામે જોઈને કહ્યું “આપડાં ગ્રૂપનાં “માલ”ને કોઈ બીજી છોકરી છેડી જાય....! એવું થોડી જાય....!”

“હાં....હાં....હાં.....!” લાવણ્યા ખડખડાટ હસી પડી. સિદ્ધાર્થથી પણ પરાણે હસાઈ ગયું.

“તો હું હવે “માલ” છું એમ....!?” સિદ્ધાર્થે પરાણે પોતાનું હસવું દબાવીને પૂછ્યું.

“તો શું વળી....! તને શું લાગે છે..!? તમે છોકરાઓજ આવીરીતે છોકરીઓની વાતો કરોછો...! અમે પણ કરીએજ છે...!” અંકિતા એજરીતે ઉડાવતાં બોલી.

“તો ....! હવે એ પણ કઈજદે....! હું તને “માલ” કેમ લાગ્યો....!?” સિદ્ધાર્થે હવે તેની આઈબ્રો નચાવીને પૂછ્યું.

“મનેતો તારાં બમ....!”

“એ અંકલી બસ હવે હો....!” લાવણ્યાએ તરતજ હસતાં-હસતાં અંકિતાને ઝાટકી “કઈંપણ બોલી નાંખે છે...! આ છોકરીતો....!”

લાવણ્યાએ હસવું દબાવીને સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થ પણ મલકાઈ રહ્યો હતો.

“હવે જઈએ...!?” સિદ્ધાર્થ સ્મિત કરતાં-કરતાં બોલ્યો.

સૌથી પહેલાં મોટાં ગરબાં સર્કલમાં જગ્યા જોઈને ત્રણેય જણાં ગરબાં ગાવાં લાગ્યાં. સિદ્ધાર્થ બેયની વચ્ચે રહ્યો.

“કહો પુનમનાં ....ચાંદને....! આજ ઊગે આથમણી ઓર.....!

આજે અમે રમશું પ્રિતમની સાથે.....! હાથોમાં હાથ નાંખીને....!

કહો પુનમનાં ....ચાંદને....! આજ ઊગે આથમણી ઓર.....!”

ત્રણેય જણાંએ લગભગ એકાદ કલ્લાક જેટલું ગરબાં ગાયાં. લાવણ્યા માટેતો જાણે આજે તેની લાઈફનો સૌથી “હેપ્પી ડે” હતો. તેનું આંખું શરીર ઉત્સાહ અને ઊર્જાથી ભરાઈ ગયું. સિદ્ધાર્થને મળવાં આટલાં મોડાં બરોડાં આવવું, સિદ્ધાર્થને તેનાં ઘરની બાલ્કનીમાં મળવું, તેનું એ ઉષ્માભર્યું આલિંગન, સિદ્ધાર્થે આપેલી ચણિયાચોલીની ગિફ્ટ, પોતાનાંજ ઘરમાં જે રીતે સિદ્ધાર્થ તેણીને હાથ પકડીને લઈને આવ્યો, બરોડાંનાં ગરબાં, આ બધું લાવણ્યા માટે અનએકસ્પેકટેડ સરપ્રાઈઝ જેવુ હતું.

-----

“સિડ....! જલ્દી હોં....! બે વાગ્યા છે....! અઢી વાગ્યાની ટ્રેન છે....!” અંકિતા બોલી.

ત્રણેય હવે પાર્ટીપ્લોટનાં પાર્કિંગમાં સિદ્ધાર્થની કાર પાસે આવીને ઊભાં રહ્યાં.

“હાં...હાં...! આપડે અંકિતાને સ્ટેશન ઉતારી આવીએ....!” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ મજબૂતીથી પકડીને બોલી.



“ઉતારી આવીએ એટ્લે...!?” અંકિતાએ આશ્ચર્યથી આંખો મોટી કરીને પૂછ્યું “તું કે’વાં શું માંગે છે....!?”

લાવણ્યા નાનાં બાળકની માફક ધ્રૂજતાં-ધ્રૂજતાં સિદ્ધાર્થનાં બાવડાંની પાછળ લપાઈ ગઈ.

“એક મિનિટ...!” સિદ્ધાર્થે અંકિતા સામે હાથ કર્યો અને પછી લાવણ્યા સામે જોયું “લવ....! શું થયું...!? કેમ આવું કે’છે....!?”

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર એજરીતે ડરતાં-ડરતાં સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેણીની આંખ હવે ભીંજાઈ ગઈ. તેણે સિદ્ધાર્થનાં હાથને વધુ મજબૂતીથી પકડી લીધો.

“લાવણ્યા....!?” અંકિતાએ પ્રશ્નસૂચક નજરે જોઈને સહેજ સખત સ્વરમાં કહ્યું.

“મ્મ.....! હું....! હું....! સ...સિડ જોડેજ રઈશ...!” લાવણ્યા ગભરાતાં- ગભરાતાં બોલી.

“વ્હોટ રબીશ લાવણ્યા....!” અંકિતા હવે ચિડાઈ “મારે સુભદ્રાઆંન્ટીને શું જવાબ આપવાંનો....!?”

“હું.....મ....મમ્મી જોડે વાત કરી લઇશ....!” લાવણ્યા હજીપણ ફફડી રહી હતી.

“સિદ્ધાર્થ....!” અંકિતાએ હવે સિદ્ધાર્થ સામે જોયું “આને કઈંક સમજાવને.....!”

“લાવણ્યા...!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલે પ્રેમથી હાથ મૂકીને કહ્યું.

“મ...મને રે’વાંદેને....! પ્લીઝ....! ત...તારી જોડે રે’વાંદેને.....!” લાવણ્યા વચ્ચે બોલી પડી અને છેવટે ભાંગી પડી સિદ્ધાર્થને વળગી પડી.

“મારે નઈ જવું....! મ...મારે નઈ જવું....!” લાવણ્યા ડૂસકાં-ડૂસકાં ભરતી-ભરતી રડવાં લાગી.

અંકિતાની આંખ હવે ભીંજાઈ ગઈ. તેનો બધો ગુસ્સો ઓગળી ગયો.

માંડ-માંડ લાવણ્યાને સમજાવી સિદ્ધાર્થે છેવટે અમદાવાદ જવાં મનાવી.

----

“અરે....! સિડ....! સ્ટેશન તો પાછળ છૂટી ગ્યું.....!?” કાર બરોડાં રેલવે સ્ટેશનનાં આગળનાં રોડ પરથી પસાર થતાં કારની પાછલી સીટ ઉપર બેઠેલી અંકિતાએ કહ્યું.

લાવણ્યા પણ નવાઈપામીને કાર ડ્રાઇવ કરી રહેલાં સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“સ્ટેશન નઈ.....!” સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું અને એક નજર ઉપરનાં મિરરમાં નાંખી અંકિતા સામે જોઈને બોલ્યો “હું અમદાવાદ આવું છું....! તમને મૂકવાં....!”

“વ્હોટ.....!?” લાવણ્યા અને અંકિતા લગભગ સાથેજ બોલ્યાં.



“પણ..પણ....સિડ....! આટલું દૂર...!? તું...તું ...પાછો ક્યારે આવીશ...!?” લાવણ્યા હતપ્રભ થઈ ગઈ “નઈ...નઈ...! તું ..તું અમને સ્ટેશનજ ઉતારીદે...!”

“હાં સિડ....!” અંકિતા પણ બોલી “અમે ટ્રેનમાં આયાં’તા...તો પાછાં ટ્રેનમાં જતાં પણ રઇશું...!”

સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વગર એક હળવું સ્મિત કર્યું અને મિરરમાં અંકિતા સામે જોયું. અંકિતા સમજી ગઈ કે સિદ્ધાર્થનો ડીસીઝન ફાઇનલ હતો. એ હવે તેમને બેયને અમદાવાદ ઉતાર્યા વગર નઈ માને.

“સિડ...! સવારે તારી સિસ્ટરની વિદાઈ પણ છેને....!?” લાવણ્યા હજીપણ સિદ્ધાર્થને મનાઈ રહી હતી.

“હમ્મ...! આઠેક વાગે....!” સિદ્ધાર્થ બોલ્યો “ત્યાંસુધીમાં હું પાછો આવી જઈશ..!”

“પણ..પણ...! સિડ...!”

“લાવણ્યા....!” અંકિતા સ્મિત કરતાં-કરતાં વચ્ચે બોલી. લાવણ્યાએ પાછાં ફરીને તેણી સામે જોયું.

“કોઈ ફાયદો નઈ થાય....!” અંકિતાએ એજરીતે સ્મિત કરીને મિરરમાં જોઈ રહેલાં સિદ્ધાર્થ સામે જોઇને કહ્યું.

સિદ્ધાર્થે ફરીવાર હળવું સ્મિત કર્યું અને કાર હાઇવે તરફ હંકારી દીધી.

----

“હાય હાય છોકરીઓ કેટલું મોડું કર્યું તમે બેયે....!” ઘરનાં ઓટલે ચાલતાં-ચાલતાં આવી રહેલાં સુભદ્રાબેન બોલ્યાં.

વહેલી સવારે લગભગ સાડાં ચારે સિદ્ધાર્થ તેની કારમાં લાવણ્યા અને અંકિતાને લઈને અમદાવાદ આવી પહોંચ્યો હતો. સિદ્ધાર્થે કાર લાવણ્યાનાં ઘર આગળજ ઊભી રાખી હતી. કારનો અવાજ સાંભળી સુભદ્રાબેન ઉતાવળાં પગલે તેમની તરફ આવી રહ્યાં હતાં.

“સિડ...! આન્ટીને કઈં નાં કે’તો....! હોં...!?એમને કશું ખબર નથી...!” કારની પાછલી સીટમાંથી ઉતારવાં દરવાજો ખોલીને અંકિતા બોલી.

“તમારાં બરોડાં એડવેન્ચર વિષેને...!?” સિદ્ધાર્થે પહેલાં અંકિતા સામે પછી લાવણ્યા સામે જોઈને ગમ્મત કરતાં કહ્યું “સારું નઈ કવ....!”

“અંદરતો આવ...!” લાવણ્યા બાળક જેવું મોઢું બનાવીને બોલી.

“આવુંજ છું....! આન્ટીને મળ્યાં વગર થોડો જઈશ...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને દરવાજો ખોલી નીચે ઉતારવાં લાગ્યો.

લાવણ્યા પણ પોતાની સાઇડનો દરવાજો ખોલીને નીચે ઉતરી.

“આટલું બધું મોડું કરાય...!?”ગેટ પાસે આવી ગયેલાં સુભદ્રાબેન ચિંતાતુર ચેહરે બેયને ધમકાવતાં હોય એમ બોલ્યાં.



“સોરી આન્ટી....!” ઓટલે તેમની જોડે આવીને ઊભાં રહેતાં અંકિતા કાન પકડીને બોલી “આજે ગરબાંમાં એટલી મજા આવી ગઈ કે ટાઈમની ખબરજ ના પડી....! પછી બધાં નાસ્તો કરવાં માણેક ચોક ગયાં...! એટ્લે વધારે મોડું થયું...!”

“અરે સિદ્ધાર્થ....!” ઓટલાંના પગથિયાં ચઢીને આવી રહેલાં સિદ્ધાર્થને જોઈને સુભદ્રાબેન આશ્ચર્યપૂર્વક બોલ્યાં “તું બરોડાંથી ક્યારે આવ્યો...!?”

સિદ્ધાર્થ અને લાવણ્યા બેય હવે જોડે આવીને ઊભાં રહ્યાં. અંકિતા અને લાવણ્યાએ એકબીજાંનાં મોઢાં તાકયાં. પહેલાં નોરતે સિદ્ધાર્થ બરોડાં જતો રહ્યો હતો એ વાત લાવણ્યાએ સુભદ્રાબેનને અગાઉ કહી હતી.

“થોડું કામ હતું...! એટ્લે પાછું આવવું પડ્યું....!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને લાવણ્યા સામે જોયું.

“અચ્છા....! ચાલ અંદર આવ....!” સુભદ્રાબેન બોલ્યાં “કેટલાં દિવસે તને જોયો...!”

“અરે નાં...આન્ટી...! મારે પાછું નીકળવું છે... મોડું થાય છે...!”

“હાં ....! મમ્મી...! એને જવાંદે....!” લાવણ્યા બોલી અને પછી સિદ્ધાર્થ સામે ભીની આંખે જોયું “એ પાછો આવે પછી શાંતિથી બેસસે....!”

“હાં....! ચોક્કસ...!” સિદ્ધાર્થે પાછું સુભદ્રાબેન સામે જોયું.

“આન્ટી...! મારું માથું સખત દુખે છે...! મને તમારાં હાથની મસાલા ચ્હા પીવડાવોને..!” અંકિતા સ્મિત કરીને બોલી.

“હાં ચાલ...!” સુભદ્રાબેન તેનો ઈશારો સમજી ગયાં અને લાવણ્યા અને સિદ્ધાર્થને વાત કરવાં મળે એટ્લે પાછાં ફરીને ઘર તરફ જવાં લાગ્યાં.

“પાછો ક્યારે આવીશ...!?”તેમનાં જતાંજ લાવણ્યા સિદ્ધાર્થને વળગી પડતાં બોલી.

“અ....! લવ...! કદાચ છેલ્લાં નોરતે....!” લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને સિદ્ધાર્થ ખચકાટ સાથે બોલ્યો.

“એટલું બધું...!? હજી આજેતો ચોથું નોરતુંજ હતું....!?”

“ચોથું પૂરું...! પાંચમું શરું થઈ ગયું...!” સિદ્ધાર્થ સહેજ મજાકીયાં સ્વરમાં બોલ્યો.

“સિડ....! મજાક નાં કરને...!” લાવણ્યા સહેજ આકળાઈ “તો પણ ચાર દિવસ બાકી...!”

“આજે સિસ્ટરની વિદાઈ પતશે....! એ પછી અમારાંમાં ટ્રેડિશન હોય કે નવાં મેરેજનાં માતાજીને નૈવેધ કરવાં પડે...! ત્યાર પછી અમારે અમારી બેનને પાછી તેડી લાવવાની હોય અને થોડાં દિવસ પછી કે પછી સારું મુરત જોઈને આણું કરી મોકલવાની હોય....!” સિદ્ધાર્થ સમજાવવાં લાગ્યો “કાલે અમે લોકો એને તેડવાં જઈશું....! એટ્લે કાલે પણ મારે રોકાવાનું ....! અને હજી મેરેજ પછી જે થોડું ઘણું કામ બાકી એ પતાઈશ...! અને આઠમું નોરતું ...! અમારાં ક્ષત્રિયોનો વર્ષનો સૌથી મોટો તહેવાર.... ! આમારાં કુળદેવીને નૈવેધ કરવાનો...! એટ્લે એ દિવસે પણ નઈ....!”

“ સારું....! સારું...!” સિદ્ધાર્થનો પરેશાન ચેહરો જોઈને લાવણ્યા તેને ફરીવાર વળગી પડી અને બોલી “તું..તું...સ્ટ્રેસમાં ના આવી જઈશ...! તું બધું કામ પતાવીને શાંતિથી આવજે....! હમ્મ...!”

“સોરી....! લવ...! મારું પ્રોમિસ નાં નિભાવી શક્યો...! નવરાત્રિમાં જોડે રહેવાનું...!”

“કોઈ વાંધો નઈ...! કોઈવાર સિચ્યુંએશન આપડાં કંટ્રોલમાં નાં હોયતો ....! તો...! નાં પણ નિભાઈ શકાય....!” લાવણ્યા સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવતાં બોલી “હવે તું શાંતિથી ડ્રાઇવ કાઈને બરોડાં જા...! હમ્મ...!“

“તે પણ આજે ખરેખર મને બવ સરપ્રાઈઝ આપી દીધું...!” કાર તરફ જતાં-જતાં સિદ્ધાર્થ બોલ્યો “મને તો હજીપણ બધું સપના જેવુ લાવે છે...!”

લાવણ્યા તેની સામે જોઈને હળવું હસી.

થોડીવધુ વાર વાત કરીને સિદ્ધાર્થ છેવટે કારમાં બેઠો. સેલ મારીને તેણે કારી ઘુમાવી ગેટ તરફ કરી. લાવણ્યા સામે જોઈ હળવું સ્મિત કરીને છેવટે તે બરોડાં જવાં નીકળી ગયો.

“તે પણ આજે ખરેખર મને બવ સરપ્રાઈઝ આપી દીધું...!” સિદ્ધાર્થનાં જતાં રહ્યાં પછી પણ ઓટલાંનાં પગથિયે ઊભેલી લાવણ્યા સિદ્ધાર્થની વાત યાદ કરી રહી “મને તો હજીપણ બધું સપના જેવુ લાવે છે...!”

“શું કરું સિડ....!” સિદ્ધાર્થની કારને ગેટ પાસે પહોંચેલી જોતાં-જોતાં લાવણ્યા બબડી “તારો પ્રેમ વરસાદ જેવો છે....! એક-બે દિવસ વરસે....! પછી કેટલાંય દિવસો રાહ જોવડાવે...! હવે ફરીવાર મારે રાહ જોવાની....!”

******