લવ રિવેન્જ - 28 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 28

લવ રિવેન્જ

પ્રકરણ-28



“બીપ...બીપ....બીપ....!”

“હેલ્લો....! સિડ...! સિડ.....!” સિદ્ધાર્થ તરફથી ફોન કપાઈ જતાં લાવણ્યા રઘવાઈ થઈને બોલી રહી અને પાછો સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં લાગી.

“લાવણ્યા....! અ.....!”

“અંકિતા....અંકિતા....! તે .......તે સાંભળ્યુને....! સાંભળ્યુને ……!” ફોન કાને માંડી લાવણ્યા અંકિતા સામે જોઈને રઘવાયાં સ્વરમાં બોલી.

“The number you have dialled, is currently switched off…..!”

“switch off બોલે છે....!” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી “અંકિતા....! તે...તે સંભાળ્યુંને.....! ફ....ફેરાં.....એને ફેરાં માટે લઈ ગ્યાં...!”

“ક...કોઈ મિસઅંડરસ્ટેન્ડિંગ હશે લાવણ્યા....!” અંકિતા માંડ પોતાનાં મનને માનવતી હોય એમ બોલી “એવું નઈ હોય.....!”

“મેં....મેં....! એને ના પાડી’તી....! મેં....ક....કીધું’તું કે...કે.....ત...તને છ....છ....છેતરીને બોલાવશે.....! અ....અને પછી જોરજોરાઈથી મ.... મેરેજ કરાવી દેશે....!”

“શ....શાંત થઈજા લાવણ્યા....!”

“પ...પણ....અંકિતા ફ....ફેરાં …..! એને ફેરાં માટે લઈ ગ્યાં....!”

“હાં...! હાં....મેં સંભાળ્યું....! તું શાંત થઈજા લાવણ્યા....!”

“મેં ન...ના પાડીતી.....! ના પાડીતી....!” લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી અને તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો “આવું....આવું... થોડી કરાય એની જોડે....!”

“લાવણ્યા....! શાંત થઈજા....! પ્લીઝ...!” અંકિતાએ હવે લાવણ્યાનો ચેહરો તેનાં બંને હાથમાં પકડી લીધો “આમજો મારી સામે.....!”

“એને....એને...મારી જરૂર હશે...! એ...એ...મૂંઝાતો હશે....!” લાવણ્યાએ તેનાં ચેહરા ઉપરથી અંકિતાના હાથ દૂર કર્યા “ચ...ચાલ જલદી....!”

એટલું કહીને લાવણ્યાએ અંકિતાનો હાથ પકડી ચાલવાં માંડ્યુ.

“ક...ક્યાં...!?” અંકિતાએ નવાઈ પામી લાવણ્યાનો હાથ ખેંચીને ઊભી રાખી.

“બરોડાં.....!” લાવણ્યા જાણે તદ્દન સ્વાભાવિક સ્વરમાં બોલી “એ એકલો-એકલો મૂંઝાતો હશે....! એને મારી જરૂર હશે....! ચાલ જલ્દી...!”

“અરે લાવણ્યા લીસન....!” લાવણ્યા ફરીવાર ચાલવાં માંડતા અંકિતાએ તેણીને હાથ ખેંચીને ઊભી રાખી.

“મ્મ....મોડું થ...થઈ જશે....! ચાલને....!”

“લાવણ્યા...! અ...! ઊભીરે....!” અંકિતા હવે લાવણ્યાનો હાથ છોડવીને ઊભી રહી ગઈ અને ભીંજાયેલી આંખે લાવણ્યા સામે જોઈ રહી.

લાવણ્યાએ પાછાંફરીને તેણી સામે જોયું.

“શું થયું....!?” પાછાં અંકિતાની નજીક આવીને લાવણ્યા નાનાં બાળક જેવાં સ્વરમાં બોલી “મોડું થઈ જશે ચાલને....!”

“લાવણ્યા....! ઓલરેડી મોડું થઈજ ગ્યું છે.....!” અંકિતા લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલી. લાવણ્યા પણ આંખ ભીની કરીને અંકિતા સામે જોઈ રહી.

કોણ જાણે કેમ પણ લાવણ્યાને હવે જાણે એક-એક ક્ષણે સિદ્ધાર્થનો સાથ છૂટતો હોય અને તે પોતાનાંથી દૂર જઈ રહ્યો હોય એવો એહસાસ થવાં લાગ્યો. સિદ્ધાર્થનાં મળવાંની તમામ આશાઓ પણ હવે ધૂંધળી થતી હોય એવું તેણીને લાગવાં લાગ્યું.

“જો ખરેખર આજે એનાં મેરેજ છે....! તો....!” અંકિતા એજરીતે લાવણ્યા સામે જોઈ રહીને બોલી “તો આપડે બરોડાં પહોંચીએ....એ પહેલાંજ ફેરાં પણ પતી ગ્યાં હશે.....! અને એનાં મેરેજ પણ....! લાવણ્યા....! મેરેજ પણ પતી ગ્યાં હશે...!”

“મ્મ....મારે એને જ...જોવો છે.....!” લાવણ્યા પરાણે તૂટતાં સ્વરમાં બોલી “બસ એકવાર...! એ ઠીક છેકે નઈ....! ખુશ છેકે નઈ...! બસ....! હું મારી નજરે જોઈ લઉં....! એકવાર....! અંકિતા....બ....બસ છ....છેલ્લીવાર....!”

“લાવણ્યા....!” અંકિતાએ ફરીવાર લાવણ્યાનાં ગાલે હાથ મૂક્યો “તું....તું....! એને તારી નજર સામે બીજાં કોઈનો થતાં જોઈ શકીશ....! બોલ....!? એને નેહાનો થતાં જોઈ શકીશ....!? હમ્મ બોલ....!?”

લાવણ્યાની આંખમાંથી આંસુની ધાર સરીને નીચે પડવા લાગી અને મૌન થઈને શૂન્યમનસ્ક અંકિતા સામે તાકી રહી.

“તું એને તારી નજર સામે બીજાં કોઈનો થતાં જોઈ શકીશ......શકીશ....!” લાવણ્યાનાં મનમાં અંકિતાનાં એ શબ્દોનાં પડઘાં પડવાં લાગ્યાં “નેહાનો થતાં જોઈ શકીશ……..!”

“મ...મારે કેવું તો જોઈએ પણ....! પણ.....!” અંકિતા કચવાતાં જીવે બોલી “કદાચ આપડે પહોંચીશું એ પહેલાંતો એમની ફર્સ્ટ નાઈટ પણ શરૂ થઈ ગઈ હશે....!”

“આવું ના બોલને અંકિતા …..!” લાવણ્યાએ તેનું મોઢું પોતાનાં બંને હાથમાં દબાવી દીધું અને છેવટે રડી પડી “નઈ જોઈ શકું.....! હું ...હું....એને નઈ....! બીજાં કોઈનો ....બ....બીજાનો થતાં નઈ જોઈ શકું......!”

અંકિતા દયામણી નજરે લાવણ્યાને મોઢું દબાવીને રડતાં જોઈ રહી.

“ન....ન...નઈ જોઈ શકું....!” લાવણ્યા હવે ડૂસકાં ભરીને રડવાં લાગી.

અંકિતાએ લાવણ્યાને બાથમાં ભરી લીધી. લાવણ્યાએ પણ અંકિતાને બાથમાં ભરી લીધી અને ડૂસકાં ભરવાં લાગી. તેણીની આંખોમાંથી વહેતાં આંસુઓને રોકવાનો પ્રયત્ન તેણે પડતો મૂકી દીધો અને છૂટથી રડી પડી.

તેણીની નજર સામે હવે સિદ્ધાર્થ સાથે વિતાવેલી દરેક સુંદર ક્ષણોનાં દ્રશ્યો તરવરવાં લાગ્યાં. સિદ્ધાર્થ સાથેની મોઢેરાં સૂર્ય મંદિર જવું, રસ્તાંમાં ભારે વરસાદમાં તેનાં બાઇક પાછળ બેઠાં-બેઠાં પલળવું, રિવરફ્રન્ટ ઉપર વેતાવેલી એ દરેક ક્ષણો, કોલેજની કેન્ટીનમાં જોડે બેઠેલાં સિદ્ધાર્થને સ્માઇલ કરતો જોતાં રેહવું, પાર્કિંગમાં સિદ્ધાર્થની વેટ કરવી અને જ્યારે તે આવે ત્યારે એને જોરથી વળગી પડવું, પોતાની પીઠ ઉપર અથડાતાં સિદ્ધાર્થનાં એ ગરમ શ્વાસ, તેનું એ મજબૂત આલિંગન, સિદ્ધાર્થ સાથે નવરાત્રિનાં પહેલાં નોરતાંનું સેલિબ્રેશન એવી દરેક મધુર ક્ષણોનાં દ્રશ્યો લાવણ્યાની નજર સામે કોઈ ફિલ્મની પટ્ટીની જેમ દેખાવાં લાગ્યાં.

લૉ-વેઈસ્ટ ચણિયાચોલીની ડિમાન્ડ કરતી વખતેનો સિદ્ધાર્થનો એ ઈનોસન્ટ ચેહરો યાદ આવી જતાં લાવણ્યાની આંખમાંથી આંસુઓનું ઘોડાપૂર વહેવાં લાગ્યું.

“let him go લાવણ્યા....!” લાવણ્યાની પીઠ પસવારતી-પસવારતી અંકિતા બોલી “let him go….!”

કેટલીય વાર સુધી લાવણ્યા રડતી રહી. લાગણીઓનું એ વાવાઝોડું ધીરે-ધીરે શમવાં લાગતાં લાવણ્યાની આંખોમાં આવેલું આંસુઓનું એ ઘોડાપૂર પણ ઓસરવાં માંડ્યુ.

છેવટે લાવણ્યા શાંત થઈ અને તેણીએ રડવાનું બંધ કર્યું. છતાંપણ તેણીની આંખોમાંથી ક્યારેક-ક્યારેક આંસુ સરકીને બહાર આવી જતાં અને થોડી-થોડીવારે ડૂસકાં આવી જતાં. અંકિતાની આંખોમાં હજીપણ પાણી હતું અને તે લાવણ્યા સામે એજરીતે જોઈ રહી હતી.

“ચાલ....! હું તને ઘરે મૂકી જાવ....!” અંકિતા તેની આંખો લૂંછતાં બોલી “હવે મારું પણ મૂડ મરી ગયું ગરબાં ગાવાંનું....!”

એટલું કહીને અંકિતાએ લાવણ્યાનો હાથ પકડ્યો અને બે ડગલાં ચાલી પછી અટકી ગઈ. લાવણ્યા હજીપણ અંકિતા સામે જોયાં વિનાં તાકી રહી હતી. તેની નજર સામે હવે સિદ્ધાર્થનો મૂંઝાયેલો ચેહરો તરવરી રહ્યો હતો.

“બસ.....તને આમ વળગું છું....! તો મારો બધો સ્ટ્રેસ દૂર થઈ જાય છે....!” પાર્કિંગ શેડમાં જ્યારે સિદ્ધાર્થે તેણીને કચકચાવીને આલિંગનમાં જકડી લીધી હતી ત્યારે કહેલું લાવણ્યાને હવે યાદ આવી ગયું અને એ દ્રશ્ય પણ લાવણ્યાની આંખો સામે દેખાવાં લાગ્યું.

જાણે સિદ્ધાર્થ તેણીને એજરીતે આલિંગનમાં જકડી રહ્યો હોય એમ માની તેનાં એ સ્પર્શને ફીલ કરવાં લાવણ્યાએ તેની આંખો મીંચી લીધી. આંખો મીંચતાંજ તેને ફરીવાર સિદ્ધાર્થનો એ મુરઝાયેલો દયામણો ચેહરો દેખાવાં લાગ્યો. જાણે એ મૂંઝાઇ ગયો હોય અને પોતાનો સ્ટ્રેસ દૂર કરવાં લાવણ્યાને શોધી રહ્યો હોય.

“લાવણ્યા.....! ચાલ.....!” અંકિતાએ ફરીવાર કહ્યું અને લાવણ્યાનો હાથ પકડીને ખેંચ્યો.

“એને મારી જરૂર હશે.....!” લાવણ્યાએ અંકિતાનો હાથ ખેંચીને રોકતાં કહ્યું.

“લાવણ્યા....! અ….!”

“એને મારી જરૂર છે અંકિતા....!” લાવણ્યા ભીની આંખે તેનો સ્વર દૃઢ કરતાં બોલી “એને મારી જરૂર છે….! મારે જવું છે....! એની જોડે....! અત્યારેજ.....! મારે અત્યારેજ બરોડાં જવું છે....!”

“લાવણ્યા.....! શું ગાંડા કાઢે છે...!?” અંકિતા સહેજ ચિડાઈ “કીધુંતો ખરાં આપડે બરોડાં પહોંચશું એ પે’લ્લાંજ બધું પતી ગ્યું હશે....!”

“મારે ખાલી એને જોવો છે...! એ ખુશ છે કે નઈ...! એ ઠીક છેકે નઈ...! બસ...!” લાવણ્યાની આંખ વધુ ભીંજાઈ “પ...પછી આપડે પ...પાછાં આવી જઈશું.....બ....બસ....!”

“ લાવણ્યા ......! તું સમજતી કેમ નથી....!” અંકિતા કંટાળી હોય એમ માથું ધૂણાવીને બોલી.

“તું....તું....મારી બેસ્ટ ફ્રેન્ડ છેને અંકિતા.....! તે મને આજસુધી સપોર્ટ કર્યો છેને બોલ....!?”

“લાવણ્યા...પણ...!”

“તો ...તો...પછી મારી હેલ્પ કરને પ્લીઝ....!” લાવણ્યા દયામણું મોઢું કરીને અંકિતા સામે જોઈ રહી “છ....છેલ્લીવાર....! પ્લીઝ....!”

“પણ લાવણ્યા સવા આઠ થયાં છે....!” અંકિતા દલીલ કરતાં બોલી “આપડને પહોંચતાં-પહોંચતાં લગભગ અગિયાર-બાર વાગી જશે....! બરોડાંમાં એકાદ કલ્લાક રોકાવાનું....! અને રિટર્ન આવામાં બીજાં બે કલ્લાક....! રફ્લી રાતનાં ત્રણ વાગી જશે....! હું મારાં ઘરે શું કઇશ....!? ખબર છેને....!? મારાં પપ્પાંએ માંડ-માંડ ગરબાંની પરમીશન આપી છે....!?”

“હું વાત કરી લઉં છું....! કે મારી તબિયત નઈ સારી...! એટ્લે અંકિતા મારી જોડે મારાં ઘરે રાત રોકાય છે....!” લાવણ્યા તરતજ બોલી.

“હાય હાય .....! તું તો ધડ દઈને જુઠ્ઠું બોલી નાંખે છે.....!” અંકિતા ચોંકીને બોલી “નાં....નાં....! મારાં પપ્પા મને આટલી છૂટ આપે છે તો....! મારે મિસયુઝ નઈ કરવો....!” અંકિતા માથું ધૂણાવીને બોલી “અને તું પણ....! સુભદ્રા આન્ટીનાં આટલાં સપોર્ટનો આવો મિસયુઝ નાં કર....!”

“અંકિતા પ્લીઝ.....!” લાવણ્યાએ અંકિતાનાં બંને હાથ પકડી લીધાં રડતાં-રડતાં વિનંતી કરવાં લાગી “લ....લાસ્ટ ટાઈમ....! પ્લીઝ....!”

“પણ….!”

“અંકિતા....! એને મારી જરૂર છે....!” લાવણ્યા ફરીવાર એજરીતે બોલી “હું મરી જઈશ એને જોયાં વગર....!”

“હાય હાય છોકરી....!” અંકિતાએ તરતજ લાવણ્યાને ગળે વળગાળી દીધી “આવું બોલાય....!?”

“હું મરી જઈશ...!” લાવણ્યા ફરીવાર ડૂસકાં લઈને રડી પડી.

“શાંત થઈજા....! શાંત થઈજા....!” અંકિતા લાવણ્યાની પીઠ પસવારી રહી “આવું નાં બોલ...! આપડે જઈએ છે બસ...! હું....હું....આવું છું તારી જોડે...! હમ્મ....શાંત થઈજા....!”

થોડીવાર પછી લાવણ્યા માંડ શાંત થઈ.

“ચાલ....! પ્રેમને અને બીજાં બધાંને કઈ દઈએ....!” અંકિતાએ પાર્ટીપ્લૉટનાં ગેટ તરફ પગ ઊપાડતાં કહ્યું.

“નાં...નાં...!” લાવણ્યાએ અંકિતાનો હાથ પકડીને ખેંચી “પ...પછી બધાં માથાકૂટ કરશે...! અને...અને મને જવાં પણ નઈદે...! બવ ટાઈમ વેસ્ટ થશે અંકિતા...!”

“પણ લાવણ્યા....! કહેવું તો....!”

“પ્લીઝ તું મારી વાત સમજને અંકિતા...! મારે જલ્દી બરોડાં જવું છે....! પ્લીઝ....!” લાવણ્યા ફરીવાર રડમસ મોઢું કરીને બોલી “પછી મોડું થ.....થઈ જશે....!”

લાવણ્યાનો ચેહરો જોઈને અંકિતા પીગળી ગઈ. થાકીને અંકિતાએ છેવટે “હાં” પાડી.

“પણ.....! બરોડાંમાં સિદ્ધાર્થનાં ઘરનું એડ્રેસ ….!?” અંકિતાએ હવે મુદ્દાની વાત કરી “તને ખબર છે....!?”

“નાં.....!” લાવણ્યા ફરીવાર આઘાતપામી હોય એમ તાકી રહી “નઈ ખબર....! નઈ ખબર....!”

“તો પછી કેવીરીતે જઈશું....!?”

“કોઈ વાંધો નઈ....! આપડે શોધી લઈશું..!” લાવણ્યા જાણે તદ્દન સ્વાભાવિક સ્વરમાં બોલી અને અંકિતાનો હાથ પકડી ચાલવાં લાગી.

“અરે લાવણ્યા....! શું તું પણ....!?” અંકિતા અકળાઈ અને હાથ ખેંચી ઊભી રહી “આખાં બરોડાંમાં એને ક્યાં શોધશું....!?”

“તો...તો....! શું કરશું હવે....!?”

“કઈંક વિચારવાંદે.....!”

“અરે હાં...! રઘુ અંકલ....!” લાવણ્યા તરતજ યાદ કરીને બોલી.

“યુ મીન સિદ્ધાર્થે જે કાર આપડને નવરાત્રિમાં પિકઅપ અને ડ્રોપ કરવાં માટે આપી છે એનાં ડ્રાઇવરને....!?” અંકિતાએ પૂછ્યું.

“હાં...હાં...એજ...!” લાવણ્યા બોલી અને તેનાં ફોનમાંથી એમનો નંબર કાઢવાં લાગી “યાદ છે....!? સિદ્ધાર્થ કેતોતો....! કે એ (રઘુ અંકલ) સિદ્ધાર્થનાં ફેમિલી મેમ્બર જેવાંજ છે...!” નંબર કાઢી લાવણ્યાએ એમનો નંબર ડાયલ કર્યો “એ વર્ષોથી એમનાં ત્યાંજ કાર ડ્રાઇવ કરવાનું કામ કરે છે...!”

“હાં ….!”

રિંગ વાગી રહી. લાવણ્યાએ ફોન કાને માંડી રાખ્યો.

“હાં...હેલ્લો....! રઘુ અંકલ...!” તેમણે ફોન ઊપાડતાંજ લાવણ્યા અધિર્યાં સ્વરમાં બોલી “તમે હજી પાર્ટીપ્લૉટનાં પાર્કિંગમાંજ છોને....!?”

“નાં બેટાં...! હું તો અહિયાં બા’ર નાસ્તો કરવાં આયોતો...!” રઘુ અંકલ બોલ્યાં.

“અચ્છા.... તો....! તો...! અ.... જલ્દી આવજોને પાછાં....! અમારે કામ છે....!” લાવણ્યા બોલી “અર્જન્ટ છે.....!”

“હાં સારું...! આવું....!”

“અમે મેઈન ગેટની બા’રજ ઊભાં છીએ....!” લાવણ્યા બોલી “હું અને અંકિતા બે...!”

“હાં....હાં....આયો....! પાંચેક મિનિટમાં....!”

“સારું....!” લાવણ્યાએ કહ્યું અને ફોન કટ કર્યો.

“હું મારી હેન્ડબેગ લેતી આવું છું...!” અંકિતા બોલી અને પાછી પાર્ટીપ્લૉટ તરફ જવાં લાગી.

“અંકિતા.....!” લાવણ્યાએ પાછાં ફરીને કહ્યું “કોઈને કે’તી નઈ પ્લીઝ....! તને મારાં સમ....!”

“હાં સારું....! નઈ કવ.....!” અંકિતાએ કહ્યું અને પાછી ફરીને જતી રહી.

લાવણ્યા ત્યાંજ ઊભી રહીને વાટ જોઈ રહી.

-----

“રઘુ અંકલ આવી ગ્યાં....!?” પોતાની હેન્ડબેગ લઈને પાછી પાર્ટી પ્લૉટનાં ગેટ પાસે આવીને લાવણ્યા જોડે ઊભાં રહેતાં અંકિતાએ પૂછ્યું.

“નાં...! આવતાંજ હશે....!” લાવણ્યાએ કહ્યું અને પછી પૂછ્યું “શું કીધું તે બધાંને...!?”

“એજ કે લાવણ્યાને હું ઘરે મૂકવાં જાવ છું....! અને પછી એની જોડે રોકાઈ જઈશ....!” અંકિતા બોલી.

“હમ્મ....! બધાં માની ગ્યાંને...!?”

“હાં....! હવે હું મારાં પપ્પાંને કઈ દવ....!?” અંકિતાએ કહ્યું અને તેનાં ફોનને અનલોક કર્યો.

“નાં....! રે’વાંદે.....!” લાવણ્યાએ અંકિતા ફોન ઉપર હાથ ધરીને કહ્યું.

“કેમ....!?”

“એમનો ફોન આવે એટ્લે એવું કે’જે કે લાવણ્યાની તબિયત અચાનક બગડી છે એટ્લે હું એની જોડે એનાં ઘરે રોકાઈ છું...! અચાનક કઈશ એટ્લે એ સમજી શકશે કે તું કેમ ફોન નાં કરી શકી...! અને એમ પણ....! અગાઉ મારી તબિયત બગડી’તી ત્યારે તું રોકાઈજ હતીને હોસ્પિટલમાં....!?”

“હમ્મ....! અને રઘુ અંકલ જોડેથી સિદ્ધાર્થનાં ઘરનું એડ્રેસ કેવીરીતે લેવાનું...!?” અંકિતાએ મોઢું બનાવતાં પૂછ્યું “એ ટ્રસ્ટી સાહેબનાં ડ્રાઇવર છે...! યાદ છેને....!?”

“એ બધું હું જોઈ લઇશ...!” લાવણ્યા રોડ સામે તાકી રહીને બોલી “તું ખાલી “હાં” માં “હાં” મિલાવજે....!”

અંકિતા લાવણ્યા સામે બે ઘડી જોઈ રહી પછી બોલી “આટલાં સ્ટ્રેસમાં પણ તારું મગજ જબરું દોડે છે...!”

લાવણ્યાએ હળવું સ્મિત કર્યું.

કારનો હોર્ન વાગતાં લાવણ્યા અને અંકિતાએ હોર્નની દિશામાં જોયું. વ્હાઇટ કલરની BMW કારને ડ્રાઇવ કરતાં રઘુનાથભાઈએ કાર લાવણ્યા અને અંકિતા આગળ ઊભી રાખી.

“અંકલ....!” લાવણ્યા કારની પાછલી સીટમાં બેસતાં બોલી “મણિનગર રેલવે સ્ટેશન લઈલોને....! મારી કઝીન સિસ્ટર અવાની છે....! એને લેવાં જવું છે...!”

“સારું બેટાં....!” ઉમ્મરમાં લગભગ પચાસેક વર્ષથી વધુ વયનાં અને સ્વભાવે સાલસ એવાં રઘુનાથભાઈએ ટૂંકો જવાબ આપ્યો અને આગળ જોઈને કાર ચલાવી દીધી.

“અંકલ....!” થોડીવાર પછી લાવણ્યાએ પૂછ્યું “તમારે બરોડાં લગનમાં ન’તું જવાનું...!?”

“અરે જઈને આવ્યો બેટાં....!” એક નજર ઉપરનાં કાંચમાં નાંખી પાછું ડ્રાઇવ કરતાં-કરતાં રઘુનાથભાઈ સસ્મિત બોલ્યાં “આજે સવારે મામેરાંમાં સુરેશ સાહેબ જોડે ગયો’તો અને જમણવારમાં જમીને પણ આયાં....!”

“અ....અચ્છા....!” લાવણ્યાની આંખ ભીંજાઇ અને તેણીએ અંકિતાનાં પગ ઉપર મૂકેલી તેની હથેળી દબાવી દીધી.

“અંકલ આજેજ મામેરું અને આજેજ મેરેજ...!?” અંકિતાએ પહેલાં લાવણ્યા સામે અને પછી આગળ રઘુનાથભાઈ સામે જોઈને પૂછ્યું.

“હાં...! બેટાં....! થોડાં ઉતાવળે મેરેજ લેવાયાંને એટ્લે...!”

લાવણ્યાની આંખ વધુ ભીંજાઇ ગઈ અને તેણીએ અંકિતા સામે ફફડીને જોયું. અંકિતાની આંખ પણ ભીંજાઇ ગઈ.

“જો....! મેં કીધું’તુંને...!” ભીની આંખે લાવણ્યા અંકિતાને બોલ્યાં વગર જાણે કહી રહી “થઈ ગ્યાંને મેરેજ....!”

અંકિતા હજીપણ ભીંજાયેલી આંખે લાવણ્યા સામે જોઈ રહી.

“અંકલ...! બરોડાંમાં સિદ્ધાર્થનું ઘર ક્યાં છે....!?” રડું-રડું થઈ ગયેલી લાવણ્યા કદાચ ભૂલી ગઈ હશે એમ માની અંકિતાએ પૂછી લીધું.

“સ્ટેશનથી બવ દૂર નથી....!” રઘુનાથભાઈ ફરીવાર કાંચમાં એક નજર નાંખીને જોતાં બોલ્યાં “સમૃદ્ધિ એકઝોટીકા કરીને બવ મોટાં બંગલો પ્લૉટની સોસાયટી છે....!”

“સમૃદ્ધિ એકઝોટીકામાંતો મારાં આન્ટી રે’છે...!” અંકિતા બ્લફ કરતી હોય એમ બોલી.

“એમ....!? ત્યાનું ફેમસ લેન્ડમાર્ક છે...! કોઈને પણ પુછો બતાવે...!” રઘુનાથભાઈ બોલ્યાં “તમારે જવાનું છે મેરેજમાં....!?”

એ પ્રશ્ન સાંભળીને લાવણ્યાનું જાણે હ્રદય ચિરાઈ ગયું.

“નાં અંકલ...! આતો એમજ ….! યાદ આવ્યું એટ્લે પૂછ્યું....!” અંકિતા વાત વાળતાં બોલી “ત્યાં મેરેજ હતાં’ને તમને અહિયાં જોયાં તો અમને એમ કે તમે અમારાં લીધે તો નાં ગ્યાંને....!?”

“નાં...નાં....! સવારે જઈને આયો હોં...!”

“હમ્મ....!” અંકિતાએ હામી ભરી અને લાવણ્યાની સામે પ્રેમથી જોઈ રહી. ઉદાસ થઈ ગયેલી લાવણ્યા વિચારોમાં ખોવાઈ ગઈ હતી.

“ તમારે જવાનું છે મેરેજમાં....!?” રઘુનાથભાઈએ પૂછેલો પ્રશ્ન લાવણ્યાનાં મનમાં ઘૂમરાઈ રહ્યો હતો “તને મારી આંખો સામેજ બીજી કોઈનો થતો કેમનો જોવું સિડ....! કેમનો....!?”

અંકિતા લાવણ્યા સામે જોઈ રહી.

“ડોન્ટ વરી....! બધુ સારું થઈ જશે...! હમ્મ....!” થોડીવાર સુધી જોઈ રહ્યાં બાદ અંકિતા લાવણ્યાની હથેળી ઉપર હાથ મૂકીને બોલી.

લાવણ્યાએ પરાણે સ્મિત કર્યું અને ગાડીનાં કાંચમાંથી બહાર દેખાઈ રહેલાં દ્રશ્યને શૂન્યમનસ્ક થઈને તાકી રહી.

-----

“અંકલ તમારે જવું હોય તો જાવ....!” લાવણ્યાએ નીચાં નમીને ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલાં રઘુનાથભાઈને કહ્યું “અમારે થોડીવાર લાગશે...!”

તેઓ મણિનગર સ્ટેશન આવી પહોંચ્યાં હતાં અને કારમાંથી ઉતરીને ઊભાં હતાં.

“તો પછી તમે પાછાં પાર્ટી પ્લોટ કેમનાં આવશો...!?” રઘુનાથભાઈએ પૂછ્યું.

“નાં....નાં....અમારે તો મારી કઝીન સિસ્ટરને લઈને મારાં ઘરે જવાનું છે....!” લાવણ્યા બોલી.

“તો હું તમને ઘરે ઉતારી જઈશને....!” રઘુનાથભાઈ બોલ્યાં.

“અરે અંકલ અમારે મોડું થશે....!” લાવણ્યા દલીલ કરતાં બોલી “અને હજીતો સાડાં આઠજ થયાં છે.....! અમે ઓટોમાં જતાં રઇશું....!”

“અચ્છા.....! ઠીક છે....! ચાલો આવજો...!” રઘુનાથભાઈ બોલ્યાં. પ્રતીભાવમાં લાવણ્યાએ પણ “આવજો કહી દીધું. તેઓ કારને ડ્રાઇવ કરીને મણિનગર સ્ટેશનની બહાર લઈ જવાં લાગ્યાં.

“લાવણ્યા....! નવને પાંચની ટ્રેન છે....!” અંકિતાએ તેનાં ફોનમાં ગૂગલ ઓપન કરી ટ્રેનનું ટાઈમ ટેબલ જોતાં કહ્યું “સાડાં આઠ થઈ ગયાં છે....! જલદી કર…! ટિકિટ લઈ લઈએ...!”

બંને ઉતાવળાં પગલે રેલવે સ્ટેશનનાં પગથિયાં ચઢવાં લાગ્યાં.

“આપડે આજ કપડાંમાં જઈશું....!?”અંકિતાએ લાવણ્યા સામે જોઈને કહ્યું.

બંને હવે સ્ટેશનનાં મુખ્ય એન્ટ્રન્સમાં મુકેલાં મેટલ ડિટેક્ટરમાંથી પસાર થઈ અંદર આવ્યાં અને ટિકિટ વિન્ડો તરફ ચાલવાં લાગ્યાં.

“અમ્મ....! આપડે ચણિયાચોલી બદલી એ વખતે જે પે’ર્યાં’તા....!” લાવણ્યા બોલી “એ કપડાં નઈ ચાલે....!?”

“સવારનાં જીન્સ-ટીશર્ટ....!?”

“હાં....! પણ મેં તો ડ્રેસ પે’ર્યોતોને...!?” લાવણ્યાએ યાદ અપાવતાં કહ્યું.

“પણ તું એ કપડાં લાવી છે...!?” અંકિતાએ પૂછ્યું.

“હાસ્તો...! પાર્લર ઉપર તૈયાર થઈને મેંતો મારી હેન્ડબેગમાંજ મૂકી દીધાં’તાં....!” લાવણ્યાએ પોતાનાં ખભે લટકાવેલી તેની હેન્ડબેગનો પટ્ટો ખેંચતાં કહ્યું “તારાં કપડાં ક્યાં છે...!?”

“એક્ટિવાંની ડેકીમાં....!” અંકિતા બોલી.

“તો હવે....!?”

“કઈં નઈ...! ચાલશે....!” અંકિતા ખભાં ઉછળીને બોલી “તારે બદલવાં હોય તો બદલ...! નઈતો ચણિયાચોલી ચાલશેજને....!?”

“હમ્મ....!” લાવણ્યા વિચારમાં પડી ગઈ.

“અંકલ બરોડા લોકલની બે આપોને....!” અંકિતા ટિકિટ વિન્ડોનાં કાંચમાંથી જોઈને બીજી સાઇડે બેઠેલાં ટિકિટ ક્લાર્કને કહ્યું.

“એકસો દસ આપો...!” ટિકિટ કલાર્કે કોમ્પુટરનાં કીબોર્ડમાં ફટાફટ કી દબાવતાં કહ્યું.

અંકિતાએ તેની હેન્ડબેગમાંથી તેનું નાનું પર્સ કાઢ્યું અને તેમાંથી પૈસાં કાઢીને આપવાં લાગી. જોડે ઊભેલી લાવણ્યા હજીપણ વિચારે ચઢેલી હતી.

“ચાલ....!” ટિકિટ હાથમાં લઈને હેન્ડબેગની નાની ચેઇનમાં મૂકતાં અંકિતા બોલી.

બંને હવે પ્લેટફોર્મ તરફ જવાં લાગ્યાં. સ્ટેશન ઉપર ભીડ ઓછી હતી. સામેથી આવી રહેલાં આઘેડ વયનાં બે પુરુષોનો જોઈને અંકિતાએ લાવણ્યાનું બાવડું પકડીને પોતાની નજીક ખેંચી. વિચારોમાં ખોવાયેલી તે ઊંધું ઘાલીને ચાલી રહી હતી.

“લાવણ્યા....!” અંકિતાએ પાછાંફરીને ઓલાં બે આઘેડવયનાં પુરુષોને તરફ જોયું. તેઓ પણ જતાં-જતાં પાછુંવળીને જોઈ રહ્યાં હતાં.

“એક કામ કર......!” અંકિતાએ સહેજ ધિમાં પડી લાવણ્યા સામે કહ્યું “તું લેડિઝ ટોઇલેટમાં જઈને કપડાં ચેન્જ કરીજલે.....!”

“કેમ નઈ સારી લાગતી હું.....!?”

“અરે એજ તો કવ છું...!” અંકિતા બોલી “તારી લૉ વેઈસ્ટ ચણિયાચોલીમાં તારી આખી કમર દેખાય છે...! કોઈકે છેડતી-બેડતી કરી નાંખીતો લોચાં પડશે...!”

“અને તું...!?”

“આરે મારે ક્યાં લૉ વેઈસ્ટ છે.....!?” અંકિતાએ પોતાની તરફ મોઢું કરીને કહ્યું “મારીતો મોટાં ભાગની કમર ઢંકાયેલી છે...!”

“મેં તો સિદ્ધાર્થને ગમે એટ્લે લીધી’તી....!” લાવણ્યા તાકી રહેતાં ગળગળાં સ્વરમાં બોલી “પણ એતો આવતોજ નઈ...!” તેણીની આંખ ભીંજાઇ ગઈ અને તે જોઈને અંકિતાની આંખ ભીંજાઇ ગઈ.

“પ.... પે’લ્લાં વીસ દિવસ જોડે રે’વાનું કીધું....! પછી નવરાત્રિ....! તોય ખાલી એકજ દિવસ જોડે રહ્યો....! અને પછી જતો રહ્યો...! આવું કરાય....!?”

“લાવણ્યા...!” અંકિતાએ લાવણ્યાનાં ગાલે પ્રેમથી હાથ મૂક્યો.

બંને થોડીવાર મૌન થઈ ગયાં.

“જા...! જલ્દી ....! ટાઈમ થાય એ પહેલાં કપડાં બદલીલે...!”

છેવટે લાવણ્યા તેની હેન્ડબેગનો પટ્ટો ખભે સરખો કરતી-કરતી લેડિઝ વોશરૂમ તરફ ચાલવાં લાગી.

----

“મનેતો હજીય લાગે છે કે આપડે ભૂલ કરી રહ્યાં છે…..!” અંકિતા તેની સામેની સીટમાં બેઠેલી લાવણ્યા સામે જોઈને બોલી “બરોડાં જઈને....!”

બંને હવે બરોડાં જતી ટ્રેનમાં સામ-સામેની સીટમાં બેઠાં હતાં. આજુબાજુની બર્થમાં કોઈ નહોતું.

“મારે બસ એ જાણવું છે કે એ ઠીકછેને....!” ટ્રેનની વિન્ડોમાંથી બહાર જોતાં-જોતાં લાવણ્યા બોલી.

“હું તને કેટલીવાર સમજાઈ ચૂકીછું લાવણ્યા...!” અંકિતા તણાવગ્રસ્ત સ્વરમાં બોલી “કે એ નાનો છોકરો નથી....! એ એની મરજીથીજ મેરેજ કરી રહ્યો છે....!”

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર એજરીતે બારીમાંથી બહાર તાકી રહી.

“કદાચ એને પે’લ્લેથીજ ખબર હતી લાવણ્યા.....!” મૌન થઈને જોઈ રહેલી લાવણ્યાને અંકિતાએ કહ્યું “કે એ દિવસે તમારી છેલ્લી મુલાકાત હતી....!”

બારીમાંથી બહાર જોઈ રહેલી લાવણ્યાની આંખ છેવટે ભીંજાઈ ગઈ. થોડીવાર બંને વચ્ચે મૌન પથરાઈ ગયું.

“સમય વીતી જશે પણ તારી લાગણીઓનો ભેજ એજ રેહશે....! લાખ નવાં સબંધો બંધાય પણ....તારી જગ્યા એજ રેહશે.....!”થોડીવાર પછી બારીમાંથી બહાર જોતાં-જોતાં લાવણ્યા બોલી.

“સરસ લાઇન્સ છે....!” અંકિતા હળવું સ્મિત કરીને બોલી.

“સિદ્ધાર્થે જતાં-જતાં કહ્યું’તું.....!” લાવણ્યાએ ફરી દર્દભર્યું સ્મિત કર્યું અને અંકિતા સામે જોયું “ તારી જગ્યા એજ રેહશે....!” લાવણ્યાએ દુખી સ્વરમાં એ વાક્ય ફરીવાર રિપીટ કર્યું “મારી જગ્યા....! એટ્લે ફક્ત એક પ્રેમિકા તરીકે.....!”

અંકિતા દયામણી નજરે લાવણ્યા સામે જોઈ રહી. લાવણ્યા નજર ફેરવી બારીની બહાર જોવાં લાગી.

“બ....બીજું શું કહ્યું’તું એણે.....!” લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાં માટે અંકિતાએ પરાણે પૂછ્યું.

“બસ.....! પછી “goodbye”….!”

“એણે તને “goodbye” કીધું’તું....! એમ...!? “bye” નઈ.....!?”

“કેમ...!? “bye” કે “goodbye” શું ફેર પડે છે...!?” લાવણ્યાએ પાછું અંકિતા સામે જોયું.

“ફેર પડે છે લાવણ્યા....!” અંકિતા સાવ ઠંડા સ્વરમાં બોલી “મેં તને કીધું’તુંને....! એને ખબર હતી....! કે એનાં મેરેજ નવરાત્રીમાંજ થવાંનાં છે....! એને ખબર હતી....! કે એ તમારી છેલ્લી મુલાકાત હતી...!”

“મને સમજાતું નથી તું શું કે’છે....!?” લાવણ્યાએ મૂંઝાઇને પૂછ્યું.

“આપડે “bye” ત્યારે કહીયે છે જ્યારે ફરીવાર મળવાનું હોય...!” અંકિતા બોલી “અને “goodbye” ત્યારે.... જ્યારે ફરીવાર મળવાની કોઈ આશા ના હોય...!”

લાવણ્યાની આંખ ફરીવાર ભીંજાઈ. તેનાં હોંઠ ધ્રુજી ઊઠ્યાં.

“એવું ના હોય....! એવું ના હોય...!” લાવણ્યા ભાવુક થઈને બોલી “એ મને ચિટ નાં કરે....! જો એને ખબર હોત....! તો ....તો એ મને કઈજ દેત....!”

ભીંજાયેલી આંખે અંકિતા લાવણ્યા સામે જોઈ રહી. લાવણ્યા ઉપર જે વીતી રહ્યું છે એનો અહેસાસ થતા જ તેણીએ વધું કઈં કહેવાનું ટાળ્યું.

“આઈ હોપ....! કે તું સાચી હોવ.....!” પોતાની આંખના ખૂણા લૂંછતી અંકિતા છેવટે બારીમાંથી બહાર તાકતાં બોલી.

બંને વચ્ચે ફરીવાર મૌન પથરાઈ ગયું.

“એની “નાં” નો ડર અને “હાં” નાં ઇંતજારમાં.....! મેં આખો જનમ એની સાથે જીવી લીધો....!” થોડીવાર પછી લાવણ્યા દર્દભર્યા સ્વરમાં અંકિતા સામે જોઈને બોલી.

અંકિતાનું આંખ હવે ફરીવાર ભીંજાઈ ગઈ. લાવણ્યાએ બહુ ઓછાં શબ્દોમાં સિદ્ધાર્થ પ્રત્યે તેનો પ્રેમ વ્યક્ત કરી દીધો. તેને સિદ્ધાર્થ પહેલાંની નફ્ફટ અને લવ જેવી ફીલિંગને મજાક ગણનારી લાવણ્યા યાદ આવી ગઈ. તેણીની આંખ સામે “ The લાવણ્યાની” એ છબી તરવરી ઉઠી જ્યારે તે કોઈની ફીલિંગ્સ પરવા નહીં કરનારી એક નિષ્ઠુર છોકરી હતી.

અંકિતા ફરીવાર લાવણ્યા સામે જોયું. સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાયેલી તે બારીમાંથી બહાર તાકી રહી હતી. અંકિતાએ નજર ફેરવીને સામે બેઠેલી લાવણ્યાને માથેથી લઈને પગ સુધી જોઈ. યેલ્લો કલરનો ટ્રેડિશનલ પંજાબી ડ્રેસ પહેરેલી લાવણ્યાને અંકિતા પ્રેમિકાં સ્વરૂપે જોતી રહી.

“સિદ્ધાર્થની પ્રેમિકાં.....!” લાવણ્યા સામે જોઈ રહી અંકિતા ધિમાં સ્વરમાં બબડી.

“હમ્મ.......શું....!?” લાવણ્યએ અંકિતાને પૂછ્યું.

અંકિતાએ લાવણ્યા સામે જોઈ રહી ફક્ત નકારમાં માથું ધૂણાવી દીધું અને નજર ફેરવી બારીની બહાર જોવાં લાગી.

“એની “નાં” નો ડર અને “હાં” નાં ઇંતજારમાં.....! મેં આખો જનમ એની સાથે જીવી લીધો....!” અંકિતાનાં મનમાં એ વાક્ય જાણે ગુંજવાં લાગ્યું અને ઉદાસ થઈ ગયેલાં અંકિતાનાં ચેહરા ઉપર પરાણે સ્મિત આવી ગયું. તે ફરીવાર લાવણ્યા સામે વ્હાલથી જોઈ રહી.

“ઘર્રર.....!” અવાજ કરતી અને ઊંચી ધ્વનિનો હોર્ન વગાડતી ટ્રેન પાટાં ઉપર ઝડપથી દોડી રહી હતી અને લાવણ્યાનાં મનમાં વિચારોની ઝડપ પણ વધતી જતી હતી.

******

નોંધ: તમામ હક્કો લેખકને આધીન.

-J I G N E S H