રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 23 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 23

[કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત]


માર્ટ એના સાથીદારો સાથે સળગતા ટાપુ ઉપર..


________________________________________


જહાજને ટાપુથી એક માઈલના અંતરે ઉભું રાખી દેવામાં આવ્યું. ખલાસીઓએ ફટાફટ જહાજનું લંગર નાખી દીધું. માર્ટ પોતાના દસ સાથીદારો સાથે તૈયાર જ ઉભો હતો. જેવું જહાજ ઉભું રહ્યું કે તરત જ માર્ટ અને એના સાથીદારોએ ત્રણ હોડીને દરિયામાં ઉતારી દીધી. હું જહાજના તૂતક ઉપર ઉભો ઉભો આ નવયુવાનોની પોતાના મિશન પ્રત્યેની ધગસ જોઈને અંદરો અંદર આનંદિત થઈ રહ્યો હતો.


સૌથી પહેલા માર્ટ જહાજના તૂતક ઉપરથી હોડીમાં કૂદી પડ્યો.


"કોર્નબટ , મિલ્ટન ચાલો આવી જાઓ જલ્દી..' માર્ટ હોડીમાં ઉભો રહીને બોલ્યો.


"આપણા હથિયારો..!! લઈ જવા છે કે નહીં ?? કોર્નબટ માર્ટ સામે જોઈને હસતા હસતા બોલ્યો.


"હથિયારો તો લઈ જવા પડશેને નહિતર ત્યાં કોઈ આફત આવી પડી તો.. પછી ક્યાં દોડીશું..' માર્ટ જોરથી હસતા બોલ્યો.


"હા.. તો લે આ પકડ..!! આમ કહીને કોર્નબટે રોમન બનાવટની તલવાર અને ભાલાઓ માર્ટ તરફ ફેંકવા માંડ્યા.


બધા હથિયારો હોડીમાં ઉતાર્યા પછી કોર્નબટ અને મિલ્ટન માર્ટ જે હોડીમાં હતો એ હોડીમાં ઉતર્યા. સુલ્બર , સલાહકાર રેમન્ડો , મુખ્ય અધિકારી સેલ્વીર અને વુલ્ટન બીજી હોડીમાં પોતાના હથિયારો લઈને ઉતર્યા. શિકારી હેન્રી , હાર્ડિગ , મુખ્ય નાવિક રેવિલ અને જેકોર્બ ત્રીજી હોડીમાં પોતાના હથિયારો સાથે પોતાનું સ્થાન જમાવ્યું.


"કેપ્ટ્ન હવે અમને જવા માટે સંમતિ આપો..' માર્ટ મારી તરફ જોતાં બોલ્યો.


"હા.. માર્ટ જાઓ અને ટાપુની પરિસ્થિતિઓ ચકાસી આવો.. અમે બધા તમારી પાછા ફરવાની રાહ જોઈશું..' મેં માર્ટ અને એની સાથે રહેલા બીજા સાહસિકો ઉપર નજર ફેરવતા કહ્યું.


મારી વાત સાંભળીને બધાએ મારી સામે જોઈને હળવું સ્મિત આપ્યું. પછી પોત પોતાની હોડીમાં એ બધા ટાપુ તરફ જવા લાગ્યા.


******----****---****----***---*******


સળગતા ટાપુ ઉપર ગયેલા માર્ટ અને એના સાથીદારો સાથે બનેલી ઘટનાઓ..


------------------------<>-------<>------------------


"માર્ટ.. ટાપુના કિનારા તરફ તો જો.. માણસો આમ તેમ ભાગી રહ્યા છે..' ત્રીજી હોડીમાં ઉભેલા જેકોર્બે કિનારા તરફ માણસો ભાગદોડ જોઈને માર્ટને બુમ પાડી.


"બધા હથિયારો સાથે સાવધાન થઈ જાઓ..' માર્ટે બધાને આદેશ કર્યો.


બધાએ પોત પોતાના હથિયારો સંભાળી લીધા. કિનારો હવે થોડોક જ દૂર રહ્યો હતો. વિકરાળ બનેલી અગ્નિએ આખા ટાપુને પોતાના ભરડામાં લઈ લીધો હતો. પવનના જોર સાથે ટાપુ પર ફાટેલી આગ ધીમે ધીમેં પોતાની વિકરાળ રૂપનું દર્શન કરાવી રહી હતી.


"કિનારા પાસે પહોંચતા જ ત્રણેય હોડીમાં એક એક જણ રહેશે બાકીના બધા મારી સાથે ટાપુ ઉપર આવશે..' માર્ટે બધા સામે જોઈને કહ્યું.


"અમારી હોડીમાં વુલ્ટન રહેશે.. બાકીના અમે ત્રણેય ટાપુ ઉપર આવીશું..' બીજી હોડીમાં ઉભેલો રેમન્ડો બોલ્યો.


"જેકોર્બ અમારી હોડીમાં રહેશે..' ત્રીજી હોડીમાં રોમન તલવાર પકડીને ઉભેલો શિકારી હેન્રી માર્ટ તરફ જોઈને બોલ્યો.


"માર્ટ.. આપણી હોડીમાં કોણ રહેશે..? કોર્નબટ માર્ટ તરફ જોતાં બોલ્યો. માર્ટે મિલ્ટન તરફ જોયું.


"આપણી હોડીમાં હું રહીશ..' મિલ્ટન કોર્નબટ અને માર્ટ તરફ જોતાં બોલ્યો.


થોડીકવારમાં ત્રણેય હોડી કિનારા પાસે પહોંચી ગઈ. જેકોર્બ , વુલ્ટન અને મિલ્ટન હોડીમાં રહ્યા બાકીના સાથીદારો પોત પોતાના હથિયારો લઈને માર્ટ સાથે પાણીમાં કૂદી પડ્યા.


આ ટાપુના દરિયા કિનારા પાસેનો પ્રદેશ થોડોક ખડકાળ હતો. અને પાણીથી કિનારો દસેક ફૂટ જેટલો ઊંચો પણ હતો. માર્ટ , કોર્નબટ , હેન્રી , હાર્ડિગ , રેમન્ડો , સુલ્બર , રેવિલ અને સેલ્વીર પાણીમાંથી નીકળીને કિનારા પાસે આવ્યા. કિનારાથી થોડેક દૂર આખા ટાપુ ઉપરનું જંગલ ભડભડાટ બળતું હતું.


ત્યાં તો બધાને જંગલ તરફથી વિચિત્ર ભાષામાં રોકકળ અને વેદનાભરી ચીસોના અવાજો સંભળાવા લાગ્યા.


"માર્ટ આ ટાપુ ઉપર તો માનવવસ્તી છે..' જે તરફથી રડવાના અને ચીસોના અવાજો આવતા હતા એ તરફ કાન માંડીને કોર્નબટ બોલ્યો.


"હા.. આ ચીસો અને રડવાના અવાજો માણસોના જ છે. એટલે સાબિત થઈ ગયું કે અહીંયા માનવ વસાહત પણ છે..' માર્ટ બધા સાથીદારો તરફ જોતાં બોલ્યો.


"માર્ટ એ અવાજો ધીમે ધીમે નજીક આવતા જાય છે..' રેમન્ડો અવાજની દિશામાં કાન માંડતા બોલ્યો.


"હા મને પણ એવું જ લાગી રહ્યું છે..' શિકારી હેન્રી બોલ્યો.


"જંગલી લોકોનો ભરોસો નહીં.. એ લોકો આપણને જોશે તો આપણા ઉપર હુમલો કરશે.. એટલે આપણે ક્યાંક સંતાઈ જઈએ..' સેલ્વીર બધા સામે જોઈને ભયભીત અવાજે બોલ્યો.


"હા.. સેલ્વીરની વાત સાચી છે. જંગલીઓનો કોઈ જ ભરોસો નહીં. એ લોકો ખુબખૂંખાર હોય છે અને પોતાના પ્રદેશમાં કોઈ બીજા માણસોને પ્રવેશેલા જોઈને એ લોકો કંઈ પણ વિચાર્યા વગર સામેવાળાને ખતમ કરવા માટે ઝઝુની બની જાય છે..' રેવિલ સેલ્વીરની વાતને સમર્થન આપતા બોલ્યો.


"તો હવે શું કરીએ હોડીમાં પાછા જઈએ..? કોર્નબટ બધા સામે જોઈને પ્રશ્નાર્થ નજરે બોલ્યો.


"અરે પાછા જવાની કોઈ જરૂર નથી.. જુઓ સામે પેલી ભેખડ દેખાઈ રહી છે ત્યાં ચાલો ત્યાં..' માર્ટ બધા સામે જોઈને ડાબી તરફ આવેલી ભેખડો તરફ હાથ લાંબો કરતા બોલ્યો.


"સારો વિચાર છે ત્યાં સંતાઈને આ જંગલીઓની હિલચાલ સારી રીતે જોઈ શકાશે..' હાર્ડિગ માર્ટની વાત સાથે સંમત થતાં બોલ્યો.


ત્યાં તો જંગલીઓના બૂમબરાડા અને ચીસોથી ટાપુ ઉપરનું જંગલી ગર્જી ઉઠ્યું. રોકકળ , વેદનાભરી ચીસો અને બૂમબરાડાના કારણે વાતાવરણ ગમગીન બની ગયું.


"ચાલો જલ્દી.. જંગલીઓ નજીક આવી ગયા છે..' આમ કહીને માર્ટે ભેખડ તરફ દોટ મૂકી.


"હા.. ભાગો..' બોલીને કોર્નબટ પણ દોડ્યો માર્ટની પાછળ.


થોડીવારમાં બધા ભેખડ પાસે આવી ગયા. અને ભેખડ પાછળ સંતાઈને ત્યાંથી બહારની ગતિવિધિ જોવા લાગ્યા. ત્યાં જંગલ તરફથી મોટુ વનવાસીઓનું ટોળું કિનારા તરફના પ્રદેશમાં પ્રવેશ્યું. એમની ચીસોથી આજુબાજુનું વાતાવરણ ગુંજી ઉઠ્યું.


એ બધાની હાલત બહુજ ખરાબ હતી. અમૂક દાઝેલા , કેટલીક વનવાસી સ્ત્રીઓના માથાના વાળ દાજીને માથા ઉપર જ ચોંટી ગયા હતા. એમાંથી વનવાસી પુરુષોના હાથ પગ અને શરીરના ઘણા ભાગ દાજી ગયા હતા. બાળકોના હાથ પગ પણ દાજી ગયા હતા.


"અરે બિચારા કેટલા ગંભીર રીતે દાજ્યા છે.!! સેલ્વીર જંગલીઓના ટોળાં તરફ જોતાં બોલ્યો.


"હા.. જો એ બધા દરિયા કિનારા તરફ દોડ્યા છે..' કોર્નબટ બોલ્યો.


કોર્નબટ એટલું બોલ્યો ત્યાં તો કિનારા પાસે પહોંચેલા બધા વનવાસી સ્ત્રી પુરુષો એમના બાળકો સાથે કિનારા પાસેના પાણીમાં કૂદી પડ્યા. અને રાત દરમિયાન ઠંડા થઈ ગયેલા પાણીમાં પોતાના દાઝેલા શરીરને ઠંડુ કરવાં લાગ્યા. પાણી


માં પડ્યા પછી એ વનવાસી જંગલીઓની રોકકળ થોડીક ઓછી થઈ.


"માર્ટ..હવે શું કરીએ..? કોર્નબટે ભેખડ સાથે હાથ ટેકવીને જંગલીઓને ધ્યાનપૂર્વક જોઈ રહેલા માર્ટને પૂછ્યું.


"થોડીકવાર ઉભા રહો. એ બધાને પાણીમાં થોડાક નાહવા દો પછી એમના તરફ જઈએ.. નહિતર બિચારા ડરી જશે..' માર્ટ કોર્નબટ અને બીજા સાથીદારો સામે જોતા બોલ્યો.


ત્યાં શિકારી હેન્રી ભેખડ પાછળથી બહાર નીકળ્યો અને સામેની દિશામાં દોડ્યો.


"હેન્રી ક્યાં જાય છે..? માર્ટે દોડી રહેલા હેન્રીને પાછળથી બુમ પાડી.


પણ હેન્રી કંઈ પણ સાંભળ્યા વગર સામેની ભેખડો પાછળ અદ્રશ્ય બની ગયો. હેન્રી આમ કોઈને કંઈ કહ્યા વગર જ દોડી ગયો એટલે બધાને અચરજ થયું કે હેન્રી સામેની ભેખડો પાછળ કેમ ગયો હશે.


ત્યાં તો સામેની ભેખડો પાછળથી હેન્રીની વેદનાભરી ચીસો સંભળાઈ. હેન્રીની આ ચીસથી બધા હેતબાઈ ગયા. બધા દોડ્યા સામેની ભેખડ તરફ.. ભેખડ પાસે પહોંચીને માર્ટે બધાને ઉભા રહેવાનો ઇસારો કર્યો. માર્ટનો ઇસારો જોતાં જ બધા ત્યાં જ થંભી ગયા. પછી માર્ટે કોર્નબટ તરફ જોઈને તેને સાથે આવવાનો ઇસારો કર્યો.


જયારે માર્ટ અને કોર્નબટ ધીમા પગલે એ ભેખડ પાછળ પહોંચ્યા.. પણ ભેખડ પાછળનું દ્રશ્ય જોઈને બન્નેના શરીરમાં ચાલતું લોહી થીજી ગયું કોઈપણ શબ્દ બોલ્યા વિના એમના પગ ત્યાંજ જમીન સાથે જડાઈ ગયા.


ભેખડની પાછળ એક વિશાળ અજગર ભેખડના એક મોટા પથ્થર સાથે ભરડો લઈને પડ્યો હતો એના મોંઢામાં એક જંગલી સુવર અડધો બહાર અને અડધો અંદર લબડી રહ્યો હતો. અજગર જંગલી સુવરને ગળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સુવરનો પાછળનો ભાગ અજગરના મોઢાની અંદર હતો જ્યારે સુવરનું મોઢું અને આગળના બેન પગ બહારની તરફ હતા. સુવર હજુ પણ અજગરના મોંઢામાંથી છૂટવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યો હતો. થોડેક દૂર ઉભેલો શિકારી હેન્રી આ દ્રશ્ય સ્તબ્ધ બનીને જોઈ રહ્યો હતો. એ અજગરથી લગભગ ત્રીસ ફૂટ જેટલા અંતરે દૂર ઉભો હતો.


"હેન્રી જલ્દી આ બાજુ આવી જા..' માર્ટે હેન્રી તરફ જોઈને બુમ પાડી.


"નહી માર્ટ.. આ અજગરે મારો શિકાર ઝુંટવી લીધો છે.. હું મારો શિકાર પાછો મેળવીને જ જંપીશ.' હેન્રી પોતાના હાથમાં રહેલા ભાલાથી અજગરનું નિશાન લેતા ગુસ્સાભર્યા અવાજે બોલ્યો.


"અબે મૂર્ખ તું તારો શિકાર પાછો મેળવવાની લાલચમાં આ અજગરનો શિકાર થઈ જઈશ..' કોર્નબટે હેન્રી સામે જોઈને બુમ પાડી.


"મારા શિકાર ઉપર મારો જ અધિકાર છે.. બીજા કોઈનો નહી સમજ્યો.! પછી એ અજગર હોય કે સિંહ..!! જનૂનભરેલા અવાજે હેન્રી બોલ્યો.


માર્ટ અને કોર્નબટને એક બાજુ હેન્રીની મૂર્ખતા ઉપર હસવું આવતું હતું અને બીજી બાજુ દયા પણ હેન્રી પોતાના શિકારીપણા ઉપર ઉતરી આવ્યો હતો એટલે એ કોઈની વાત જ માનવા તૈયાર નહોંતો.


"એય.. શિકારીના બચ્ચા હવે જો આ અજગર સુવરને ગળી રહેવા આવ્યો છે.. ભાગ જલ્દી નહીંતર હવે તારા હાલ પણસુવર જેવા જ થશે..' માર્ટે ઊંચા સાદે હેન્રી તરફ જોઈને બુમ પાડી.


હેન્રીએ અજગર તરફ જોયું અને માર્ટની ચેતવણી સાંભળી એટલે એના હાડ હદમાં ભય પ્રસરી ગયો. એનું શિકારી ગુમાન ઉતરી ગયું અને એ જલ્દી ભાગ્યો માર્ટ અને કોર્નબટ તરફ.. હેન્રીને પોતાની તરફ આવતો જોઈને માર્ટ અને કોર્નબટ પણ ભેખડ પાછળથી આગળ તરફ ભાગ્યા. હેન્રી પણ ઝડપથી ભાગ્યો. કારણ કે હવે આગળ ના ભાગે તો પાછળ અજગર એમને ગળી જવા માટે તૈયાર હતો.


"ચાલો.. ભાગો બધા અહીંયાથી.. આ ભેખડની પાછળ મોટો અજગર છે..' માર્ટ ભેખડ આગળ પોતાના બીજા સાથીદારો ઉભા હતા ત્યાં આવીને બોલ્યો.


"હેન્રી ક્યાં છે..?? સુલ્બર ચિંતિત અવાજે માર્ટ તરફ જોઈને બોલ્યો.


"આ.. આવ્યો ચાલો જલ્દી..!! હેન્રી બધા પાસે આવીને હાંફતા અવાજે બોલ્યો.


"ચાલો જલ્દી આ શિકારીના બચ્ચાને તો જરાય ભાન નથી.. એના કારણે બીજાનો પણ જાન જોખમમાં મુકાઈ જાત..' કોર્નબટ હેન્રી તરફ જોઈને ખંધુ હસતા બોલ્યો.


"હવે બધી ઝંઝટ છોડો અને જલ્દી ચાલો અહીંયાથી પાછળ તમારો કાકો અજગર છે.. આવી ગયો તો ચટણી કરી જશે.' માર્ટ ઝડપથી આગળ ચાલતા બોલ્યો.


"હા ચાલો હવે બીજી વાતો પછી કરી લઈશું..' કોર્નબટ માર્ટની લગોલગ પહોંચતા બોલ્યો.


"માર્ટ હવે શું કરવું છે..? પેલા જંગલીઓ પાસે જવું છે કે પછી આ ભેખડો પાછળસંતાઈ રહેવું છે ? સેલ્વીર ચાલતા ચાલતા બોલ્યો.


"ના હવે સંતાઈ રહેવામાં કોઈ સાર નથી.. અને એ જંગલી પણ વીસ ત્રીસ જ છે. એમની હાલત પણ બહુજ ખરાબ છે એટલે હવે એમની પાસે જવામાં વાંધો નહી આવે..' માર્ટ બધા સાથીદારો તરફ જોતાં બોલ્યો.


"હા.. તો ચાલો જઈએ..' કોર્નબટ બોલ્યો.


"પણ એ લોકોને સાવ નિર્બળ ના સમજતા.. બધા પોત પોતાના હથિયારો સાથે સાવધ રહેજો..' માર્ટ બધા સામે જોઈને ચેતવણી આપતા બોલ્યો.


પેલા જંગલીઓનું જૂથ દરિયાના પાણીમાં પોતાનું દાઝેલું શરીર ઠંડુ કરીને કિનારા પાસે નિરાશ મોઢે બેઠા હતા.


"માર્ટ મને તો આ જંગલીઓ આ ટાપુના છેક અંદરના પ્રદેશના લાગે છે..' હેન્રી ચાલતા ચાલતા બોલ્યો.


"તને કેવીરીતે ખબર પડી કે આ જંગલીઓ છેક અંદરના પ્રદેશના છે.?? માર્ટની બાજુમાં ચાલી રહેલા રેમન્ડોએ હેન્રી તરફ જોઈને સવાલ કર્યો.


"અરે.. મૂર્ખ જો.. એ દૂરથી ભાગતા દોડતા આવ્યા છે એટલે દાઝી ગયા છે.. ફક્ત એમની હાલત જોઈને જ ખબર પડી જાય કે એ ક્યાંથી આવ્યા હશે..' હેન્રી રેમન્ડોની મજાક ઉડાવતા બોલ્યો.


"જો કે હેન્રી રેમન્ડો ફક્ત મૂર્ખ જ છે પણ..' બાજુમાં ચાલી રહેલો માર્ટ હેન્રી તરફ જોતાં બોલ્યો.


"પણ.. શું માર્ટ ?? હેન્રીએ જિજ્ઞાસાવશ પ્રશ્ન કર્યો.


"પણ તું તો મહામૂર્ખ છે.. તને એટલી પણ ખબર નથી પડતી કે સામે મહાકાય અજગર શિકારને ગળી રહ્યો હતો અને તું એની સામે તારો શિકાર પાછો મેળવવા ઉભો હતો.. આ તો સારું થયું હું અને કોર્નબટ સમયસર ત્યાં આવી પહોંચ્યા નહીંતર તને તો અજગર એના પેટમાં સિધાવી ગયો હોત..!! માર્ટ મોટેથી હસી પડતા બોલ્યો.


માર્ટની ટીખળ સાંભળીને બધા જોર જોરથી હસી પડ્યા. રેમન્ડો અને કોર્નબટ તો હેન્રી સામે વિચિત્ર ચેનચાળા કરીને હસી પડ્યા. બીજાને મજાકનું નિશાન બનાવવા જતાં હેન્રી ખુદ મજાકનું નિશાન બની ગયો એનો ચહેરો ખાસિયાણો પડી ગયો.


"પણ હેન્રી તને આ સુવર દેખાયો કેવીરીતે ?? કોર્નબટે પોતાનું હસવું રોકીને હેન્રી તરફ જોઈને પ્રશ્ન કર્યો.


"જયારે તમે બધા આ જંગલીઓને જોઈ રહ્યા હતા ત્યારે મારું ધ્યાન સામેની ભેખડ તરફ ગયું ત્યાં આ સુવર પોતાની ધૂનમાં મસ્ત બનીને ફરી રહ્યો હતો.. મને આપણા જહાજ ઉપર તાજા શિકારનું ભોજન ઘણા સમયથી મળ્યું નહોતું. એટલે મારી શિકારીવૃત્તિ એકદમ જાગી ઉઠી. મારાથી રહેવાયું નહી એટલે મેં કંઈ પણ વિચાર્યા વગરસુવર તરફ દોટ લગાવી. મને આવતો જોઈને એ સુવર ઝડપથી ભેખડો પાછળ સરકી ગયો. જયારે હું ભેખડોની પાછળ પહોંચ્યો ત્યારે એક વિશાળ અજગર આ સુવરના પાછળના બન્ને પગને પોતાના જડબામાં ગળી રહ્યો હતો. અજગરે બાકીના શરીર વડે સુવરના શરીરનો ભરડો લઈ લીધો હતો સુવર બિચારો છૂટવા માટે તરફડીયા મારતો હતો પણ અજગરના ભરડામાંથી બચવું એ કંઈ નાનીસુની વાત નથી.. પછી તો તું અને માર્ટ આવી જ ગયા હતા એટલે પછીની વાતની તો તમને બંનેને ખબર જ છે..' શિકારી હેન્રી પોતાની વાત પુરી કરતા બોલ્યો.


"પણ તું તો જબરો મૂર્ખ છે હો.. તારો શિકાર અજગરના મોંઢામાં જતો રહ્યો છતાં તું તારા મુઠ્ઠીભર જજુન ખાતર અજગર સામે ઉભો રહ્યો..' સુલ્બર હસી પડતા બોલ્યો.


સુલ્બરની વાત સાંભળીને હેન્રી ફરીથી ખાસિયાણો પડી ગયો.


હવે બધા પેલા વનવાસી જંગલીઓ જ્યાં દરિયાકિનારે બેઠા હતા ત્યાં પહોંચવા આવ્યા હતા. એટલે બધાએ અંદરો અંદર થતી પોતાની વાતચીત બંધ કરી અને હથિયારો સાથે એ જંગલીઓ તરફ આગળ વધ્યા. જંગલીઓ તો બિચારા આવા અજીબ માણસોને પોતાના તરફ આવતા જોઈને હેતબાઈ ગયા. ભયભીત ચહેરે એ સામે આવી રહેલા માણસોને તાકી રહ્યા. કારણ કે ટાપુ ઉપરના એમના આશ્રયસ્થાનોને આ વિકરાળ અગ્નિ ભરખી ગયો હતો અને દરિયા કિનારે આવ્યા ત્યાં આ નવા માણસો.. એકદમ ભયભીત બનેલા વનવાસીઓ ઉભા થઈને એકબીજાનો હાથ પકડીને ઉભા રહ્યા.

ત્યાં તો સમગ્ર ટાપુની ધરતી જોરદાર કંપન સાથે ધ્રુજી ઉઠી. સામેની દિશામાંથી આવેલા પથ્થરના નાના નાના ટુકડાઓ નીચે વેરાઈ ગયા. સુલ્બરના શરીર ઉપર કંઈક ગરમ લાય જેવું પ્રવાહી પડ્યું. સુલ્બર વેદનાભરી ચીસ પાડી ઉઠ્યો. માર્ટ અને એના સાથીદારો આ ઘટનાથી એકદમ સ્તબ્ધ બની ગયા. વનવાસી જંગલીઓમાં ફરીથી રોકકળ મચી ગઈ એમની વેદનાભરી ચીસો ટાપુની સામેની તરફથી થતાં કડાકાઓ અને ભડકાઓમાં ભળીને લુપ્ત બનતી ગઈ. માર્ટ એમનાથી બે માઈલ દૂર આવેલા પહાડનો વિનાશ ફાટી આંખે જોઈ રહ્યો.

(ક્રમશ)