Taras premni - 58 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૫૮



રજત:- "તો મને આટલી જલ્દી કેમ મોકલી દે છે?
મારે તો ઘરે નથી જવું."

મેહા:- "ઑકે ફાઈન."

રજત મેહાના ચહેરાને જોઈ રહ્યો.

મેહા:- "શું જોય છે રજત?"

"તને જોઉં છું પણ આ તારા વાળ બહુ ડિસ્ટર્બ કરે છે. તારી લહેરાતી લટોને જરા કાબૂમાં રાખ. તારી આ રેશમી લટો મને ઘાયલ કરે છે." એમ કહી રજતે મેહાના વાળ સરખાં કર્યાં.

રજતે મેહાની કમર પકડી નજીક ખેંચી અને મેહાના બાવડાં પર હાથ ફેરવતો રહે છે. રજતની હથેળીનો હૂંફાળો સ્પર્શ થતાં જ મેહાને બેટર ફીલ થાય છે. મેહાથી આપોઆપ રજતના ખભા પર માથું મૂકાઈ જાય છે.

રજત:- "રાત બહું થઈ ગઈ છે અને થોડીવાર અહીં બેસીશ તો તને ઠંડી લાગી જશે. તું સૂઈ જા."

મેહા:- "તું ઘરે જવા નીકળે છે?"

રજત:- "હા..."

મેહા:- "Good night..."

રજત:- "bye..."

મેહા રજતને જતાં જોઈ રહી. રજતે એક નજર મેહા પર કરી અને નીકળી ગયો. મેહા ખાસ્સી વાર સુધી ત્યાં જ બેસી રહી. મેહાને વારંવાર રજતે કહેલાં શબ્દો યાદ આવતાં હતા. વિચારતાં વિચારતાં આજે રજતે મેહાને કહ્યું તે યાદ આવ્યું. જેનાથી મેહા ભીતરથી ખળભળી ગઈ. "આજે મેં રજતને મરી જવાની વાત કરી પણ રજતને કોઈ ફર્ક ન પડ્યો. રજતના મનમાં પહેલાં મારા પ્રત્યે ફીલીગ્સ હતી પણ હવે નથી રહી. એટલે રજતને કોઈ ફરક નહીં પડ્યો હોય. રજત જ્યારે મને પ્રેમ કરતો હતો ત્યારે હું એને bad boy સમજતી હતી... મેં એના પર વિશ્વાસ ન કર્યો...ત્યારે પણ રજત મને ચાહતો હતો...તે સમયે મેં રજતની લાગણીઓને સાચવી લીધી હોત તો અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. પણ રજતના પ્રેમને હું સમજી ન શકી...પ્રેમ તો કાચી દોરી જેવો હોય છે...તે સમયે ન સંભાળી શકો તો એ દોરી તૂટી જાય છે. તે સમયે રજત મને એકતરફી લવ કરતો હતો અને મેં એની લાગણીઓને જજ કરી એટલે રજતની મારા‌ પ્રત્યેની લાગણી મરી ગઈ હશે. એટલે હવે રજતને કંઈ ફરક નહીં પડે.

રજતને ભલે કંઈ ફરક નહીં પડે પણ હું તો રજતને ચાહું છું ને...અને રજત પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે... શું ખબર લગ્ન પછી સાથે રહેવાથી રજતના મનમાં ફરી મારા માટે ફીલીગ્સ જાગે. પણ મેહા તારી સેલ્ફ રિસપેક્ટનુ શું? એક તરફ સેલ્ફ રિસપેક્ટ અને બીજી તરફ પ્રેમ...એકવાર રજત સાથે લગ્ન તો કરી જોઉં...જો રજત બદલો જ લેવાનો હોય અને લગ્ન પછી મને છોડી દેશે તો જીંદગીમાં ક્યારેય પાછળ ફરીને નહીં જોઉં અને રજત પાસે નહીં જાઉં. રજતે મારી ઘણી રાહ જોઈ હશે તો શું હું રજતની આખી જિંદગી રાહ ન જોઈ શકું. મેહા શું તું પણ પાગલ જેવા વિચારો કરે છે...રજતના મનમાં કમસેકમ મારા પ્રત્યે થોડી લાગણી તો હશે. રજત મને સ્પર્શ કરે છે ત્યારે એવું લાગે છે કે રજત મારી આત્માને સ્પર્શ કરે છે. એના સ્પર્શમાં ક્યારેય મને એ મહેસૂસ નથી થયું કે રજતને શરીરની ભૂખ હોય.

મેહા નું દિમાગ કહેતું કે રજતે તો કેટલીય છોકરીઓને ગર્લફ્રેન્ડ બનાવી હતી. છોકરીઓને કેવી રીતના પોતાની જાળમાં ફસાવવી એ તો રજતને બખૂબી આવડે છે. રજતના સ્પર્શમાં જ કંઈ એવું છે જેનાથી છોકરીઓ રજત તરફ ખેંચાઈ આવતી હોય. ઑહ તો રજત જે રીતે સ્પર્શ કરે છે એને કંઈ પ્રેમ ન કહેવાય...એને કલાકારી કહેવાય...

મેહા રૂમમાં ગઈ અને સૂઈ ગઈ.

બીજા દિવસે મેહા ચા નાસ્તો કરતી હતી. નેહા મેહાના ઘરે આવી રહે છે. નેહા કંકોત્રી આપવા આવી હતી. થોડીવાર પછી નેહા જતી રહી.

એક દિવસે મેહાના પરિવાર અને રજતના પરિવારવાળાએ પંડિતજી સાથે ચર્ચા કરી લગ્નની તારીખ નક્કી કરી લીધી.

સવારે રજત મેહાને ફોન કરે છે. મેહા ફોન રીસીવ કરે છે.

રજત:- "મેહા શું તું ઘરે આવી શકીશ?"

મેહા:- "રજત આજે ઘરે નહીં આવું. નેહાના ઘરે સંગીત ફંકશન છે અને મારે મહેંદી મૂકાવવા જવાનું છે."

રજત:- "ઑકે..."

થોડીવાર પછી રજત મેહાના ઘરે આવી પહોંચે છે.

મેહા:- "રજત તું અહીં?"

રજત:- "તું નહીં આવી તો મેં વિચાર્યું કે હું આવી જાઉં."

એટલામાં જ ક્રીના-નિખિલ બંને બાળકોને લઈને પોતાના રૂમની બહાર નીકળે છે.

ક્રીના રજતને જોતાં જ કહે છે "આવી ગયો તું? અમે જઈએ છે."

ક્રીનાએ મેહા તરફ જોઈ કહ્યું "રજત આજે અહીં જ જમશે."

મેહા:- "ઑકે. પણ તમે ક્યાં જાઓ છો?"

ક્રીના:- "હોસ્પિટલ જઈએ છે. યશ અને નેહલ નું જરા ચેક અપ કરાવી આવીએ."

નિખિલ અને ક્રીના નીકળી જાય છે. મમતાબહેન અને પરેશભાઈ પણ કોઈના ફંક્શનમા જવા નીકળે છે.

મેહા અને રજત જમી લે છે. જમીને રજત મેહાના રૂમમાં જાય છે. થોડીવાર પછી મેહા પણ રૂમમાં જાય છે. મેહાએ રૂમમાં જઈને જોયું તો રજત મુવી જોઈ રહ્યો હતો. આજે સાંજે સંગીતમાં ક્યાં કપડાં પહેરું એ વિચારે મેહાએ એક પછી એક કપડાં જોયા. રજત મેહાને જોઈ રહ્યો. રજતની નજર એક જગ્યા પર સ્થિર થાય છે.

રજત:- "Wow! મેહા આ સાડી ક્યારે લઈ આવી તું?"

મેહા:- "આ તો ભાભી લઈ આવી હતી મારા માટે."

રજત:- "તો તું આજે નેહાના સંગીત ફંક્શનમા આ સાડી પહેરજે."

મેહા:- "રજત હું પાર્લર જાઉં છું. તું અહીં જ રહેજે."

રજત:- "મેહા હજી તો વાર છે ને. પછી જજે."

મેહા:- "પછી મહેંદી જલ્દી સૂકાશે નહીં."

રજત:- "થોડીવાર પછી જજે ને."

મેહા:- "રજત હું તારી વાત માની જાઉં છું તો તું મારી વાત નથી માની શકતો."

રજત:- "મેં તને પહેલાં જ કહ્યું હતું કે ઘરમાં તો મારું જ ચાલશે."

મેહા:- "વાત એ નથી કે ઘરમાં કોનું ચાલશે...વાત છે સેલ્ફ રિસપેક્ટની... જો રજત આવું જ ચાલતું રહેશે તો..."

રજત:- "તો શું મેહા?"

મેહા:- "તો બની શકે કે આપણા રિલેશનશીપ કદાચ તૂટી પણ જાય."

રજત:- "મેહા આટલી નાની વાતે સંબંધ તોડી દઈશ."

મેહા:- "રજત મારા માટે આ વાત નાની નથી...મારા માટે તો શું કોઈપણ સ્ત્રી માટે આ વાત નાની ન હોઈ શકે."

રજત:- "સારું મને વિચારવાનો સમય આપ."

મેહા:- "રજત એમાં વિચારવાનું શું હોય?"

રજત:- "તો તું નક્કી જ કરીને આવી છે કે મારે શું કરવાનું છે તે."

"ઑકે તને વિચારવા માટે સમય આપું છું. હવે મારે પાર્લર જવું છે." એમ કહી મેહા સાડી લઈ લે છે.

રજત:- "સાડી લઈ ને ક્યાં જાય છે? હજી તો વાર છે ને?"

મેહા:- "હાથમાં મહેંદી મૂકાઈ જશે તો મને કોણ સાડી પહેરાવશે."

રજત:- "હું પહેરાવી દઈશ.''

મેહા:- "કોઈ જરૂર નથી. સાડી પહેરીશ અને પાર્લર જઈશ એટલામાં તો નેહાના ઘરે જવાનો ટાઈમ થઈ જ જશે."

મેહા પાર્લરમાં ગઈ. પાર્લર માં ઘણો સમય ગયો. મેહા પોતાના ઘરે પહોંચે છે. રજત તો મેહાને જોઈ જ રહ્યો. સ્લીવલેસ બ્લાઉઝ અને ગુલાબી રંગની સાડીમાં મેહા ખૂબ સુંદર લાગી રહી હતી.

મેહા પોતાના રૂમમાં ગઈ. રજત પણ પાછળ આવ્યો. રજતે દરવાજાની સ્ટોપર મારી દીધી.

મેહા:- "રજત શું કરવા સ્ટોપર મારી? ચાલ હવે નીકળીએ ને?"

રજત મેહાની નજીક આવે છે. રજતની નજર મેહાની કમર પર જાય છે. રજત મેહાની સામે ઘૂંટણિયે બેસી જાય છે. રજત મેહાને વળગી પડે છે. મેહાની આંગળીઓ રજતના વાળમાં ફરે છે.
રજત મેહાના ઉઘાડા પેટ પર ચુંબન આપે છે. રજત નાભિની ડાબી સાઈડ બાઈટ કરે છે. રજતના દાંત મેહાની કોમળ ચામડીમાં ભરાય છે."

મેહા:- "રજત બસ."

રજત:- "ફરી ડંખ જેવું લાગ્યું?"

મેહા:- "હાસ્તો વળી."

રજત ઉભો થઈ ગયો.

રજત અને મેહા ઘરેથી નીકળ્યા. ચાલતા ચાલતા મેહાનો પગ સાડી પર આવી જતા કમર પરથી સાડીની કલ્લી નીકળી ગઈ.

મેહા:- "રજત મારી સાડી..."

રજતે જોયું તો કમર પરથી સાડીની કલ્લી નીકળી ગઈ હતી. રજત મેહા પાસે ગયો. સાડીની કલ્લી વ્યવસ્થિત કરી મેહાને આપવા હાથ લંબાવ્યો.
મેહાએ મહેંદી વાળા હાથ બતાવ્યા. રજતે મેહાની કમર પર કલ્લી રાખી હળવેથી કલ્લી‌ અંદર ખોસી દીધી. કલ્લી ખોસતી વખતે મેહાના પેટ પર રજતની આંગળીઓ નો સ્પર્શ થયો. રજતની આંગળીઓ નાભિ સુધી ગઈ.

રજત:- "ચાલ હવે જઈએ."

રજત અને મેહા કારમાં બેસે છે. રજત‌ કાર ચલાવી રહ્યો હતો.

મેહા:- "મારી મહેંદી પણ સરખી સૂકાઈ નથી. રજત તારા લીધે જ મારે બ્યુટી પાર્લર માં જવાનું મોડું થયું. વહેલાં બ્યુટી પાર્લર જતે તો વહેલાં સૂકાઈ જતે."

મેહાને ખ્યાલ આવ્યો કે બ્લાઉઝ ની હૂક નીકળી ગઈ.

મેહા:- "રજત પાછળ..."

રજત:- "મેહા શું થયું?"

મેહા:- "પાછળથી બ્લાઉઝની હૂક નીકળી ગઈ છે."

રજતે કાર સાઈડ પર ઉભી રખાડી.

રજત:- "પાછળ ફર."

મેહા પાછળ ફરી. રજતે મેહાના બ્લાઉઝની હૂક બંધ કરતા કહ્યું "ક્યારેક કલ્લી નીકળી જાય છે તો ક્યારેક હૂક...મેહા તારી આવી હરકત રહીને તો આજે ક્યાંક મારાથી કંઈ થઈ ન જાય."

મેહા:- "અહં એટલી આસાનાથી હું કંઈક થોડી થવા દઈશ!"

રજતે કાર સ્ટાર્ટ કરી.

રજત:- "મારો સ્પર્શ થતાં જ તું મારામાં ખોવાઈ જાય છે અને મદહોશ થવા લાગે છે. હું તને સ્પર્શ કરું અને તું ના પાડે એવું તો બને જ નહીં. તે મને ક્યારેય ના નથી પાડી. અને મને ખબર છે તું મને ના પણ નહીં પાડે. Because તું મને ચાહે છે."

મેહા:- "પણ હવે મારી ના છે because તું મને નથી ચાહતો. જ્યાં સુધી મને પૂરેપૂરી ખાતરી ન થાય કે તું મારું સમ્માન કરે છે ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નથી કરવાની. તું જ્યારે હોય ત્યારે મને ઓર્ડર કરે છે...મારા પર હક્ક જતાવે છે. મારી પણ કોઈ સેલ્ફ રિસપેક્ટ હોય કે નહીં."

રજત:- "તો તું શું ઈચ્છે છે કે તારા પર હક્ક ન જતાવુ? તારી રીસપેક્ટ તો કરું છું."

મેહા:- "પણ મને લાગતું તો નથી."

રજત:- "ઑકે હું ટ્રાય કરીશ."

મેહા:- "Good..."

રજત અને મેહા નેહાના ઘરે પહોંચે છે. રજત કારમાંથી ઉતરી મેહાના કારનો દરવાજો ખોલે છે.
મેહા કારમાંથી નીચે ઉતરે છે. રજત કાર પાર્ક કરી આવે છે. રજત અને મેહા સાથે જ અંદર જતા હોય છે. એટલામાં જ મેહાનો મોબાઈલ રણકી ઉઠે છે.

મેહા રજત સામે જોય છે.

રજત:- "મેહા હવે શું છે? મહેંદી તો સૂકાઈ ગઈ છે ને?"

મેહા:- "પણ હજી સંગીત ફંક્શનમા વાર છે ને? હવે મારો મોબાઈલ રિસીવ કર અને મારા કાન પાસે લાવ."

રજત:- "ઑકે મેડમ."

રજતે ફોન રિસીવ કર્યો.

મેહા ચાલતાં ચાલતાં વાત કરવા લાગી.

મેહા:- "મિષ ક્યાં છો તમે બધાં?"

મિષા:- "અમે અહીં અંદર જ છે. હા જોયા તમને."

મેહા અને રજત અંદર આવે છે.

મિષા:- "Wow! મેહા શું વાત છે...હજી તો લગ્ન પણ નથી થયા ને રજતને તો તે જોરુ કા ગુલામ બનાવી દીધો ને."

સંગીત ફંક્શનમા રહેલી દરેક યુવતી રજત જેવા ડેશિંગ અને હેન્ડસમ છોકરાને નચાવતી જોઈ મેહાની ઈર્ષા કરવા લાગી.

મેહા અને રજત નેહા પાસે પહોંચે છે. ઘણાં સમય પછી બધાં ફ્રેન્ડસ મળ્યા હતા એટલે બધાએ ખૂબ મસ્તી કરી અને વાતો કરી.

થોડીવાર પછી મેહાએ મહેંદી કાઢી દીધી. બધાંએ સાથે મળીને ખૂબ ડાન્સ કર્યો. રજત અને મેહા જવા માટે નીકળ્યા. રજત મેહાને ઘરે મૂકી આવ્યો. બીજા દિવસની સવારે મેહા ઉઠી. ઉઠીને મોબાઈલમાં જોયું. પણ રજતનો મેસેજ નહોતો આવ્યો. દરરોજ તો મેસેજ કરે છે તો આજે કેમ રજતનો મેસેજ ન આવ્યો. મેહાને એમ કે રજત બિઝી હશે. આખો દિવસ એમ જ નીકળી ગયો પણ રજતનો ન તો મેસેજ આવ્યો ન તો કોઈ ફોન. સાંજે મેહા ચાલવા ગઈ. મેહાને યાદ આવ્યું કે આવી જ રીતે એક સાંજે પોતે ચાલવા ગઈ હતી ત્યારે રજતની કેટલી રાહ જોઈ હતી. અને રજતના ઘરે પણ પહોંચી ગઈ હતી. આજે પણ રાહ જોઈશ. મેહા ખાસ્સી વાર સુધી ગાર્ડનમાં બેઠી.

મેહાને એક પળ એમ થયું કે પોતે રજતના ઘરે જાય. પણ પછી રજતના ઘરે જવાનો વિચાર પડતો મૂક્યો. મેહા પોતાના ઘર તરફ ચાલવા લાગી. ઘરે જઈને પણ મેહાને શાંતિ ન થઈ. જમીને પોતાના રૂમમાં ગઈ. રાતના પણ મેહા નું મન બેચેન થઈ ગયું. આખરે હારીને મેહાએ રજતને ફોન કર્યો. રજતે ફોન રિસીવ કર્યો.

રજત:- "હૅલો"

મેહા:- "રજત શું કરે છે?"

રજત:- "કંઈ નહીં બસ ઊંઘવાની તૈયારી."

મેહા:- "ઑકે. આજે આખો દિવસ બિઝી હતો."

રજત:- "હા ઑફિસમાં કામ હતું."

મેહા:- "ઑકે."

થોડીવાર તો મેહા કંઈ બોલી જ નહીં.

મેહા:- "રજત કંઈ વાત કરને."

રજત:- "હું શું વાત કરું તું બોલ."

દર વખતે રજત વાત કરતો રહેતો. મેહા વાત કરતી પણ રજત જેટલી નહીં.‌આજે રજત મેહાને બદલાયેલો લાગ્યો.

મેહા:- "સારું તો હવે હું ઊંઘી જવાની છું.‌Bye good night."

રજત:- "ઑકે Good night."

મેહા ઊંઘી ગઈ. ઊંઘતા ઊંઘતા મેહાને વિચાર આવ્યો. "દર વખતે રજત કેટલી બધી વાતો કરે છે. અને આજે તો મેં પૂછ્યું તેટલો જ જવાબ આપ્યો.
આજે ઑફિસમાં બહુ કામ હતું. થાકી ગયો હશે. આવતીકાલે ફરી રજત પહેલાં ની જેમ વાત કરશે."
એમ વિચારી મેહા સૂઈ ગઈ.

બીજા દિવસે સવારે મેહા ઉઠી. દરરોજ સવારે રજતનો ગુડ મોર્નિંગ નો મેસેજ હોય. આજે મેહાએ મોબાઈલમાં જોયું. તો આજે પણ‌ રજતનો કોઈ મેસેજ નહોતો. મેહાને રજત પર ગુસ્સો આવતો હતો કે રજત કેમ પહેલાની જેમ વર્તતો નથી.

મેહા રાહ જોતી પણ રજતનો કોઈ મેસેજ નહોતો આવતો. મેહા રજતને ફોન કરતી ત્યારે મેહા પૂછે તેટલો જ જવાબ આપતો રજત.

મેહાને યાદ આવ્યું કે રજત કેટલી વાતો કરતો. અને મેહા તો ઓછાબોલી હતી. મેહાને હવે ખ્યાલ આવ્યો કે રજત જ વાતની શરૂઆત કરતો. મોટાભાગે રજત જ મેસેજ કે ફોન કરતો.

મેહાને સમજમાં જ નહોતું આવતું કે મારી અને રજત વચ્ચે શું છે? પણ રજતની જેમ હું પોતાની લાગણીઓને કેમ વ્યક્ત કરી નથી શકતી. કાશ હું પણ રજત જેવી હોત. માન્યું કે હું અંતર્મુખી છું બહુ વાત નથી કરતી પણ રજત વાત કરે છે ત્યારે બસ મને સાંભળવાનું જ મન થાય છે. રજત સાથે બસ એમજ કંઈપણ વાત કર્યાં વગર શાંતિથી બેસી રહેવાનું મન થાય છે. રજતના ખભા પર માથું ઢાળીને બેસી રહેવાનું મન થાય છે. અને આવી રીતના જ મારી જીંદગી રજત સાથે વીતી જાય. રજત સાથે દરેક પળ જીવવા માંગું છું.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED