છઠ્ઠીના દિવસે મેહાના ઘરે રજત અને રજતના પરિવારવાળા પહોંચી ગયા હતા.
પંડિતજીએ વૃશ્ચિક રાશિ આવી હોવાનું જણાવ્યું.
બધાએ ઘણાં બધાં નામો સજેસ્ટ કર્યાં.
રજતે મેહાને કાનમાં કહ્યું "નેહલ અને યશ...કેવા નામ છે?"
મેહા:- "મસ્ત નામ છે."
ક્રીના:- "મેહા તું બોલને. ફોઈ તો તું છે. અને તું છે કે કંઈ બોલતી જ નથી."
મેહા:- "યશ અને નેહલ...ચાલશે?
બધાને આ નામ ગમી ગયા.
રજત અને રજતનો પરિવાર જમીને નીકળી જાય છે. ક્રીના અને મેહાનો આખો દિવસ યશ અને નેહલને રમાડતા નીકળી જતો. કોઈક કોઈક દિવસ રજત પણ આવી જતો. આખો દિવસ નિખિલ ઑફિસે હોય. જેવો ઘરે આવે કે યશ અને નેહલ સાથે જેમ બને તેમ વધારે રહેતો.
એક દિવસે નિખિલ અને ક્રીનાને એના ફ્રેન્ડના કોઈ ફંક્શનમા જવાનું થયું. મમતાબહેન અને પરેશભાઈ પણ કોઈ સગાને ત્યાં ગયા હતા.
ક્રીના:- "નિખિલ તું ફંક્શનમા જઈ આવ. હું નેહલ અને યશને છોડીને નહીં જાઉં."
નિખિલ:- "મેહા છે ને. એ નેહલ અને યશને સંભાળી લેશે."
ક્રીના:- "તું સંભાળી લઈશ."
મેહા:- "ભાભી તમે જાઓ. હું સંભાળી લઈશ."
ક્રીના:- "પણ તું એકલી કઈ રીતે સંભાળશે...એક કામ કરું... હું રજતને અહીં બોલાવી લઉં છું."
મેહા:- "ભાભી સુનિતા પણ છે."
"એ ઘરના કામ કરશે કે બાળકોને સાચવશે?
તેના કરતા રજતને અહીં બોલાવી લઉં છું." એમ કહી ક્રીનાએ રજતને ફોન કરી બોલાવી લીધો.
ક્રીના અને નિખિલ તૈયાર થઈને જાય છે. એટલામાં જ રજત બહાર મળે છે.
ક્રીના:- "સાંજ સુધીમાં આવી જઈશું."
નિખિલ:- "સારું થયું તું આવી ગયો. ઘરમાં કોઈ જેન્સ હોય તો મને ચિંતા નહીં."
રજત:- "તમે એકદમ બેફિકર બનીને જાઓ. હું સંભાળી લઈશ. મેહા ક્યાં છે?"
ક્રીના:- "અમારા રૂમમાં છે."
રજત:- "ઑકે."
રજત રૂમમાં જાય છે.
રજત જતાની સાથે જ બંને બાળકોને કિસ કરતાં કહે છે "what's up બચ્ચાં પાર્ટી..."
રજતને જોઈ બંને બાળકો હસે છે.
રજત:- "ઑહ તો તમે ફોઈ સાથે બોરીગ થઈ ગયા છો. Don't worry હવે રજત મામા આવી ગયા છે ને તો ખૂબ ધમાલ મસ્તી કરીશું..."
રજતે મેહાને ધ્યાનથી જોયું. મેહાએ ચૂડીદાર ડ્રેસ પહેર્યો હતો.
રજત:- "આજે આ ડ્રેસમાં તું એટલી સુંદર લાગી રહી છે કે મન થાય છે કે..."
મેહા:- "કેમ અટકી ગયો?"
રજત:- "કહીશ તો ક્યાંક તું મને હંમેશની જેમ થપ્પડ ન મારી દે."
મેહા:- "હું તને થપ્પડ મારીશ એ વાતે તું ડરે છે!
મને ડ્રામેબાઝ કહે છે ને? અને તે આ થપ્પડથી ડરવાનો ડ્રામા કર્યો તેનું શું? હવે બોલ કે કેમ અટકી ગયો?"
રજત:- "તું આ ડ્રેસમાં એટલી સુંદર લાગે છે કે મન થાય છે કે તારી આ સુંદરતાને નિહાળવા આ તારા કપડાંના આવરણોને હટાવી લઉં."
મેહા:- "બસ હો રજત...હવે બોલ કે તું ખાઈશ."
રજત:- "શું થપ્પડ?"
મેહા:- "મારો મતલબ હતો કે તું કંઈ ખાઈશ?"
રજત:- "હા ક્રીનાનો ફોન આવ્યો એટલે ચા પીને ચાલ્યા જ કર્યું. જા કંઈ સારું બનાવીને લઈ આવ."
મેહા:- "તું શું ખાઈશ?"
રજત:- "નૂડલ્સ છે?"
મેહા:- "હા..."
મેહા નીચે નૂડલ્સ બનાવવા જાય છે. થોડીવારમાં જ મેહા રજત માટે નૂડલ્સ લઈ આવે છે.
રજત નૂડલ્સ ખાતો ખાતો બાળકો સાથે રમી રહ્યો હતો.
થોડીવાર પછી રજતને ભૂખ લાગી.
રજત:- "મેહા મને ભૂખ લાગી છે?"
મેહા:- "હું જમવાનું લઈ આવું છું."
મેહા રૂમમાં જ જમવાનું લઈ આવે છે.
મેહા બાળકોને રમાડી રહી. થોડીવાર પછી મેહાએ દૂધની બોટલ લાવી બંને બાળકોને દૂધ પીવડાવી દીધું. રજતે જમી લીધા બાદ મેહાએ પણ જમી લીધું. જમીને મેહા પથારીમાં સૂઈ ગઈ.
રજત યશને રમાડતો હતો. પણ યશ રડ્યા કરે છે.
રજત:- "ઑ હેલો અત્યારે સૂવાનો ટાઈમ નથી."
મેહા:- "મારા અને યશનો આ જ સૂવાનો ટાઈમ છે."
મેહા યશને પોતાની બાજુમા સૂવાડી દે છે. યશને પણ મેહા સાથે ટેવ પડી ગઈ હોય છે. મેહા યશને છાતી સરસો ચાંપી સૂઈ જાય છે.
મેહા:- "તું નેહલને સૂવાડી દેજે."
થોડી જ વારમાં યશ સૂઈ જાય છે. નેહલ પણ સૂઈ જાય છે.
મેહા ધીરેથી કહે છે "લાગે છે યશ સૂઈ ગયો." મેહા ધીરે રહીને પથારી પરથી ઉઠે છે.
જેવી મેહા ઉઠે છે કે યશ રડવા લાગે છે.
રજત:- "અત્યારે તો શાંતિથી સૂતો હતો. અચાનક શું થઈ ગયું?"
''દરરોજ બપોરે મને વળગીને સૂવે છે ને એટલે."
એમ કહી મેહા યશને છાતી સરસો ચાંપી લે છે.
રજત:- "મારામાં ગયો છે."
મેહા:- "હાસ્તો વળી... તું અને યશ બંને naughty છો.
યશ અને નેહલ સૂઈ ગયા હતા. મેહા એકદમ ધીરે રહીને ઉઠી. રજત પણ સૂઈ ગયો હતો. મેહા થોડીવાર સુધી મોબાઈલમાં વ્યસ્ત રહી. વચ્ચે વચ્ચે યશ અને નેહલ તરફ નજર કરી લેતી. મેહા રજત પર પણ નજર ફેરવી લેતી.
રજતને સૂતેલો જોઈ મેહા રજતની નજીક જાય છે. રજતને કપાળ પર કિસ કરે છે. થોડીવાર સુધી તો રજતના માથા પર હાથ ફેરવે છે. મેહા રજતને પ્રેમભરી નજરે જોઈ રહી. મેહા રજત પાસેથી ઉભી થઈ કે તરત જ રજતે મેહાને ખેંચી લીધી અને પોતાની નજીક સૂવાડી દીધી.
મેહા:- ''ઑહ તો મિસ્ટર naughty સૂતા નથી. સૂવાનું નાટક કરે છે."
રજત:- "હા ઊંઘ નથી આવતી."
રજતની નજર મેહા તનબદન પર ફરે છે.
રજત હળવેથી મેહાનો દુપટ્ટો હટાવી સાઈડ પર મૂકી દે છે. મેહા પથારીમાંથી ઉઠવા ગઈ કે રજતે એને સૂવાડી દીધી.
મેહા:- "રજત મારો દુપટ્ટો આપી દે."
''શું કામ છે દુપટ્ટાનુ?" એમ કહી રજતે મેહાના ઉરોજને જોઈ રહ્યો.
મેહાથી અનાયાસે જ બોલાઈ ગયું.
"રજત શું જોઈ રહ્યો છે?"
''તને ખબર છે હું શું જોઈ રહ્યો છું. પણ તે જાણી જોઈને પૂછ્યું. મતલબ કે હું જોઉં તે ગમે છે તને." એમ કહી રજતે મેહાના ઉરોજ પર માથું મૂકી દીધું. મેહા રજતના વાળમાં હાથ ફેરવવા લાગી.
મેહા થોડીવાર સુધી રજતના વાળમાં હાથ ફેરવતી રહી. રજતને ક્યારે ઊંઘ આવી ગઈ તેનો પણ રજતને ખ્યાલ ન રહ્યો.
મેહા નું ધ્યાન બંને બાળકો પર જ હતું.
મેહાના ઉરોજો પર માથું મૂકીને ઊંઘેલો રજત ક્યારેક આમતેમ માથું ફેરવતો ત્યારે મેહાના શરીરમાં ઝણઝણાટી વ્યાપી જતી.
મેહા સ્વગત જ બોલે છે "ઊંઘમાં પણ રજતની હરકતો naughty જ રહેવાની."
થોડીવાર પછી રજત જાગ્યો. પણ મેહાને વળગીને જ ઊંઘી રહ્યો. મેહા જાગતી જ પડી રહી હતી અને રજતના વાળમાં હાથ ફેરવી રહી હતી. મેહા રજતના સ્પર્શને માણી રહી હતી.
રજત:- "મેહા શું થાય છે? તારું દિલ તો કંઈક વધારે જ ધડકે છે ને?"
મેહા:- "તું મને સ્પર્શ જ એવી રીતના કરે છે ને કે હું પોતાની જાત પર કંટ્રોલ નથી કરી શકતી."
રજત મેહાની સાઈડ પર સૂઈ જાય છે. મેહા રજત તરફ ઝૂકે છે. મેહાની નજર રજતના હોંઠ પર પડે છે.
રજત મેહાના મનના ભાવોને સમજી ગયો.
મેહા કિસ કરવાની હતી કે રજત ઉઠી ગયો. બારી પાસે જઈ ને ઉભો રહ્યો. મેહા રજત પાસે આવી. મેહાએ પાછળથી આવી બંન્ને હાથ રજતની છાતી પર મૂકી દીધા અને રજતની પીઠને વળગી પડી. રજતને મેહાના ઉરોજનો સ્પર્શ થયો. મેહાના ઉરોજોને રજતની પીઠનો સ્પર્શ થતા મેહાના બદનમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.
રજત પણ પોતાની લાગણીઓને નિયંત્રણમાં ન રાખી શક્યો. મેહા તરફ ફર્યો. અને આવેગમાં આવીને મેહાને ગરદન પર કિસ કરવા લાગ્યો.
રજતના હોઠ મેહાની ગરદન પર ફરતાં ફરતાં નીચેની તરફ જાય છે. ધીરે ધીરે રજતના હોંઠ મેહાના બે ઉરોજોની વચ્ચે ફરે છે. રજતના હોંઠ મેહાના પેટ પર આવીને અટકી જાય છે. રજત ઘૂંટણિયે બેસી મેહાના પેટ પર માથું મૂકી મેહાને વળગી પડ્યો.
એટલામાં જ યશના રડવાનો અવાજ આવ્યો.
મેહા:- "રજત છોડ મને. યશ ઉઠી ગયો."
રજત મેહાને છોડી દે છે. મેહા યશને ખોળામાં લઈને બેસે છે. રજત મેહાની બાજુમાં સૂઈ જાય છે. રજતના હાથ મેહાની પીઠ પર, કમર પર ફરે છે.
મેહા:- "રજત આ કંઈ ટાઈમ છે રોમાન્સ કરવાનો.
યશને શાંત રાખવામાં મારી હેલ્પ કરને."
રજતે યશને લીધો. મેહા અને રજત યશને શાંત પાડવા લાગ્યા. થોડી વારમાં યશ શાંત થઈ ગયો. નેહલ પણ ઉઠી ગઈ હતી.
મેહા:- "નેહલ કેટલી સમજદાર છે. ઉઠીને રડી પણ નહીં. બિલકુલ મારા જેવી ડાહી છે."
રજત:- "તું અને ડાહી? યશ અને નેહલ તમને એક વાત કહું? તમારી ફોઈ છે ને બહુ લુચ્ચી છે. ફોઈ ડાહી હોત તો મારા પર Molestation નો જૂઠો આરોપ ન લગાવે."
મેહા:- "રજત કેટલા વર્ષો થઈ ગયા આ વાતને. પણ નહીં તારે તો મને ટોન્ટ મારવો છે ને. તને તો બસ ચાન્સ જ જોઈએ છે કે ક્યારે મેહાને સંભળાવું. આ વાત માટે Sorry તો બોલ્યું ને મેં? પણ નહીં તને તો સંતોષ જ નથી થતો. તું કહે તો હું સજા પણ ભોગવવા તૈયાર છું. Sorry બોલવાથી તને તારા ઈગોને સંતોષ ન થતો હોય તો હું મરી જાઉં?
તું જ કહે હવે હું શું કરું?"
રજત:- "Come on મેહા. આટલો ડ્રામા ક્રિએટ કરવાની શું જરૂર છે? હું તો બસ મજાક કરતો હતો. તું દરેક વાતને આટલું સીરીયસલી કેમ લઈ લે છે?"
મેહા:- "રજત તને જરા પણ અંદાજો છે કે તારી વાતો... તારું બિહેવિયેર મને કેટલું હર્ટ કરે છે તે."
રજત:- "મારું બિહેવીયર અને મારી વાતો તને કાંટા ની જેમ ખૂંચે છે ને! અને તું જે રીતે મારી સાથે વર્તે છે એનું કંઈ નહીં...તારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો મને કેટલું ખુશ રાખત...પણ નહીં તારે તો મારો મૂડ બગાડીને જ રહેવો છે."
રજતની વાત સાંભળી મેહાની આંખોમાં આંસું આવી જાય છે.
રજત:- "ઑહ પ્લીઝ મેહા. હવે આ રડવાનો ડ્રામા કરીને મારો મૂડ ન બગાડ."
એટલામાં જ ક્રીના અને નિખિલનો અવાજ સંભળાય છે. મેહા ઝડપથી આંસુ સાફ કરી દે છે.
ક્રીના દરવાજો ખોલીને સીધી પોતાના બાળકોને લઈને વ્હાલ કરવા લાગે છે.
ક્રીના:- 'આ બંન્ને બદમાશોએ હેરાન નથી કર્યાં ને તમને?"
મેહા:- "કેવી વાત કરો છો ભાભી? આ બંન્ને મને શું હેરાન કરવાના...
મેહાએ ગંભીર થઈને રજત તરફ જોઈને કહ્યું "પણ હા રજતે મને ખૂબ હેરાન કરી..."
ક્રીનાનો ચહેરો થોડો ગંભીર થઈ ગયો.
મેહાએ ક્રીનાને સ્માઈલ આપતાં કહ્યું "ભાભી રજત મને હેરાન કરે તે ગમે છે." એમ કહી મેહા શરમાઈ ગઈ.
ક્રીના અને નિખિલ બંન્ને હસી પડ્યા.
ક્રીના:- "તું ગંભીર ચહેરે વાત કરે છે એટલે મને એમ કે તમારી વચ્ચે ગંભીર ઝઘડો થયો કે શું? એ રીતે તો દરેક કપલ વચ્ચે મીઠાં ઝઘડાં થાય જ. તમે લોકો આ બંનેને રમાડો. હું બધાં માટે ચા બનાવું."
''ભાભી તમે થાકીને આવ્યા છો ને..તમે આરામ કરો... હું બનાવીને લાઉં છું." એમ કહી મેહા રૂમમાંથી નીકળી રસોડા તરફ જાય છે. રૂમમાંથી નીકળતાં જ મેહાની આંખો ફરી ભીંજાઈ ગઈ.
"હું હમણાં આવું છું." એમ કહી રજત મેહાની પાછળ ગયો.
મેહા રસોડામાં ચા બનાવી રહી હતી. રજતે કહેલાં શબ્દો મેહાને યાદ આવી રહ્યા હતા. રડતા રડતા મેહાને કંઈ ખ્યાલ ન આવ્યો. અને ગરમ તપેલી પકડાઈ ગઈ. મેહાએ ઝડપથી પોતાનો હાથ ખેંચી લીધો. રજતે આ જોયું.
"મેહા શું કરે છે? ધ્યાન ક્યાં છે તારું?" એમ પ્રેમથી કહી રજત મેહાની આંગળી પકડી ફૂંક મારે છે.
"ઑ પ્લીઝ રજત આ બધો દેખાડો કરવાની જરૂર નથી..." એમ કહી મેહા પોતાનો હાથ છોડાવી લે છે. અને બધા માટે કપમાં ચા ભરે છે. રજત ચૂપચાપ મેહાને જોઈ રહ્યો હતો. મેહા ગુસ્સામાં હતી એટલે નીચી નજર કરી પોતાનું કામ કરતી હતી.
રજત:- "મેહા હવે આ ક્યું નાટક છે?"
મેહા કંઈ બોલતી નથી.
રજતને પણ ગુસ્સો આવ્યો. રજતે મેહા નું બાવડું પકડી મેહાને પોતાની તરફ ખેંચી કહ્યું "મેહા મારી વાતનો જવાબ આપ."
મેહાએ પોતાનું બાવડું છોડાવતા કહ્યું "હું ક્યાં નાટક કરું છું? ચાલને ભાઈ ભાભી રાહ જોતા હશે. આપણે પણ એમની સાથે બેસીને ચા પી લઈએ. Come..."
રજતે ચાની ટ્રે સાઈડ પર મૂકી મેહાની કમર પકડી પોતાની તરફ ખેંચી. પણ મેહાએ પોતાની જાતને છોડાવી. મેહાએ ટ્રે લીધી.
મેહાની સાથે રજત પણ રૂમમાં જાય છે. બધા ચા પીએ છે. ચા પીને રજત ઘરે જવા નીકળ્યો.
રજત ઘરે જઈને જમી લે છે. જમીને પોતાના રૂમમાં જાય છે. રજતને મેહા નું વર્તન કંઈ ઠીક ન લાગ્યું. રજત કન્ફ્યુઝ હતો કે મેહા ગુસ્સામાં છે કે નહીં? રજતે ખાતરી કરવા મેસેજ કર્યો. મેહાને મેસેજની ટોન સંભળાઈ. મેહાએ જોયું તો રજતનો મેસેજ હતો. રજત પર મેહાનો કોઈ મેસેજ ન આવ્યો. થોડીવાર સુધી રાહ જોઈ પછી રજતે મેહાને ફોન કર્યો. પણ મેહાએ ફોન જ રિસીવ ન કર્યો. રજતે કેટલીય વાર ફોન કર્યો પણ મેહાએ ફોન જ ન ઉપાડ્યો. રજતને ખ્યાલ આવી ગયો કે મેહા એનાથી રિસાઈ ગઈ છે.
મેહા બસ મોબાઈલને જોઈ રહી. થોડી ક્ષણો પછી મેહાને વિચાર આવ્યો. "ફોન રિસીવ નથી કર્યો તો ચોક્કસ રજત અહીં આવશે. ફોન અહીં મૂકી હું બહાર ગાર્ડનમાં બેસવા જતી રહું." મેહા ઘરની આગળના ગાર્ડનમાં બેઠી હતી. હજી તો મેહા ગાર્ડનમાં આવીને બેઠી એટલામાં જ રજતને ગેટની અંદર દાખલ થતાં જોયો.
રજતની નજર મેહા પર ગઈ તો મેહા આકાશને જોઈ રહી હતી.
રજત સીધો મેહા પાસે ગયો.
રજત:- "ફોન ક્યાં છે તારો?"
મેહા:- "રજત તું અહીં?"
રજત:- "તે ફોન રિસીવ ન કર્યો એટલે મારે અહીં આવવું પડ્યું."
મેહા:- "ઑહ ફોન તો કદાચ હું મારા રૂમમાં જ ભૂલી ગઈ."
રજત:- "કેટલાંય ફોન કર્યાં તને."
મેહા:- "કેમ ફોન કર્યો? એવી શું અર્જન્ટ વાત હતી કે તારે અહીં સુધી આવવું પડ્યું."
રજત:- "તું આજે સાંજે થોડી ગુસ્સામાં હતી તો..."
મેહા:- "તો આગળ બોલ... હું વેઈટ કરું છું."
રજત:- "તો...તો..."
મેહા:- "તો તું મને મનાવવા આવ્યો છે."
રજત:- "હું શું કરવા તને મનાવવાનો?"
મેહા:- "ઑહ હા કે તું શું કરવા મને મનાવવાનો... તું તો મને લવ નથી કરતો રાઈટ?"
રજત:- "હા."
મેહા:- "તો તું અહીં શું કરે છે? ઘરે જા."
રજત:- "હા ઘરે જ જાઉં છું..."
મેહા:- "bye and good night."
રજત:- "તને ઊંઘ આવે છે?"
મેહા:- "મને! નહીં તો!"
રજત:- "તો મને આટલી જલ્દી કેમ મોકલી દે છે?
મારે તો ઘરે નથી જવું."
મેહા:- "ઑકે ફાઈન."
ક્રમશઃ