એક તક...સફળતા કે પછી નિષ્ફળતા ... ? Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક તક...સફળતા કે પછી નિષ્ફળતા ... ?

એક તક...
સફળતા કે પછી નિષ્ફળતા ... ?
જીવનમાં તક માણસને એકવાર જ મળે છે . એ તક જળપતા માણસે પોતે શીખવું પડે છે જો તે બીજા ઉપર આધાર રાખીને બેસે તો જીવનમાં આવેલી ને મળેલી તકો જતા વાર નથી લાગતી . તેવી જ એક વાત જે તક સાથે સંકળાયેલી છે વાત ક્યાંક એમ છે કે ક્રિકેટની દુનિયાની બે દિગ્ગજ ટીમ આમને સામને વન-ડે ક્રિક્રેટ સીરીઝ રમાય રહી હતી આ વન-ડે સીરીઝ માં દક્ષિણ આફ્રિકા ની ટીમ 4-૦ થી વન-ડે સીરીઝ પહેલાથી જ શરમજનક રીતે હારી ચુકી હતી આ સંદર્ભ માં થોડાં દિવસ પહેલા 12 મી માર્ચ 2006 ના રોજ દક્ષિણ આફ્રિકા ના જ્હોર્નીસ્બર્ગ ખાતે ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ ગયેલી ઐતિહાસિક વન-ડે મેચ બાદ યાદ આવ્યું કે જે પણ એક તક સફળતા કે નિષ્ફળતા એક નિર્ણય ઉપર આધાર રાખે છે .જેમાં
ઓસ્ટ્રેલિયા એ ટોસ જીતી પ્રથમ દાવ લીધો અને 50 આવર માં ચાર (4 ) વિકેટે 434 રનનો જંગી સ્ક્રોર ખડકયો એના જવાબમાં દક્ષિણ આફ્રિકા એ એક દડો બાકી હતો ત્યારે નવ (9) વિકેટે 438 રન કરી ઐતિહાસિક વિજય મેળવ્યો . અહી પ્રશ્ન થાય છે કે આફ્રિકન ખેલાડીઓએ એમ વિચાયું હોત કે આવા પહાડ જેવા જંગી સ્ક્રોર ને કેમ પહોંચી શકાય ? ક્રિકેટ ઇતિહાસમાં આવડા મોટા સ્ક્રોર નો પીછો કરી કોઈ જીત્યું નથી તો આપણે કેમ જીતી શું ?
ઓસ્ટ્રેલિયા જેવી વર્લ્ડ ચેમ્પિયન અને શક્તિશાળી ટીમ સામે જીત મેળવવાનું ગજું ક્યાંથી હોય ? જો દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ એ આવા નબળા વિચારો કર્યા હોત તો આવો ઐતિહાસિક વિજય મેળવી શક્યા ન હોત .
તક માણસના જીવનમાં મોટો ભાગ ભજવે છે. તકનું તો એવું છે કે એ તો આવે છે અને વળી ચાલી પણ જાય . જે એને ઝડપી લે છે એને એ ફળે છે . જો કે તક ઝડપી લેવી એટલું જ પુરતું નથી બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી ફળ આપણ ને ત્યારે જ પ્રાપ્ત થાય જયારે એ બીજને આપણે યોગ્ય અને ફળદ્રુપ જમીનમાં વાવીને ખાતર – પાણી થી એની માવજત કરીએ એ જ રીતે આપણે મળેલી તકના બીજને મહેનત અને લગનના ખાતર પાણી થી તેનું સિંચન કરીએ તો સફળતા નું ફળ મળે.
જેનામાં ધીરજ નથી એ બીજને જમીનમાં વાવે છે પાણી પણ આપે છે પરંતુ રોજ એને જમીનમાંથી કાઢીને જોયા કરે છે એમ કરવાથી બીજ ફળતું હશે ? એ જ રીતે તકના બીજને મહેનત અને લગનના ખાતર પાણીની સાથે ધીરજના તાપની પણ એટલી જ જરૂર રહે છે . વાંસના બીજ બહુ જ સખત હોય છે જાણે અખરોટ ઉપરનું છોટલું એ બીજનું વાવેતર કર્યા બાદ લગભગ દર અઠવાડિયે એને પાણી અને ખાતર આપવું પડે છે .
પહેલું વર્ષ વીતી જાય છે એમ છતાં એમાંથી કઈ ઉપજતું નથી બીજા વર્ષે પણ એને ખાતર પાણી આપવામાં આવે છે છતાં પરિણામ તો શૂન્ય જ . ખાતર પાણી આપવાનું ત્રીજા અને ચોથા વર્ષેય ચાલુ રાખવામાં આવે છે ફરી કશું જ ઉગતું નથી પાંચમાં વર્ષના છઠ્ઠા મહીને અંકુર ફૂટે છે અને છ અઠવાડિયા માં તો વાંસ પીસ્તાલીસ ફૂટની ઊંચાઈ એ પહોંચી જાય છે . અહી મૂંઝવણ –પ્રશ્ન એ છે કે વાંસની પીસ્તાલીસ ફૂટ પહોંચવામાં છ અઠવાડિયા થયો કે પાંચ વર્ષમાં લેવામાં આવેલી એની ધીરજપૂર્વકની માવજત નું એ પરિણામ છે .
આ તો જીવન છે જેમાં અનેક તકો રહેલી છે બસ આપણે એ તક જીલવા ની આવડત હોવી જોઈએ . તક ની સાથે આપણે જળપેલી તક ને ધૈયૅ ને ધીરજ સાથે વળગી ને શાંત ચિતે મહેનત કરીએ તો સફળતા આપણે જરૂર મળે છે . એક તક માં લાખો સફળતા ને નિષ્ફળતા છુપાયેલી છે.
“ એક તક તમારી પૂરી જિંદગી બદલી શકે છે .”