સમજદાર દેવાંગ Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજદાર દેવાંગ

વીણા અને દેવાંગના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. બંનેનુ લગ્ન જીવન સુખી અને શાંતિમય રીતે પ્રસાર થઈ રહ્યુ હતુ.દેવાંગ રિપોર્ટર હતો. એને કારણે એને અનેક સેલિબ્રિટીઝ ને વાંરવાર ઇન્ટરવ્યૂ લેવા માટે મળવું પડતુ.

વીણાને સંગીતનો ખૂબ જ શોખ. મેરેજ પહેલા વીણા ક્લાસિક મ્યુઝીક માટે ના અનેક કાર્યક્રમો આપતી. પરંતું મેરેજ પછી ઘરની બધી જવાબદારીને કારણે એણે બધુ છોડી દીધું હતુ.એક દિવસ દેવાંગે વીણાને કહયું.

વીણા સાંભળ હવે તો ભૈરવી પણ 3 વર્ષની થઈ ગઈ છે તો હવે તુ ફરી મ્યુઝીક ચાલુ કરી દે.એનાથી તુ તને ગમતુ કરી શકશે.એક કામ કર તુ ઘરે જ બાળકોને ક્લાસિકલ સંગીત શીખવાડવાનુ શરૂ કરી દે. એટલે બીજા બાળકોની જોડે ભૈરવીને પણ ગમશે અને તારો પણ સમય સારી રીતે પસાર થશે.

હા દેવાંગ તારી વાત તો સાચી છે પણ હવે હુ એ બધુ કરી શકીશ?

કેમ નહી. તુ બધુ જ કરી શકીશ.

સારુ દેવાંગ ચાલ હુ વિચારી જોઉ એ વિશે.

દેવાંગના જવા પછી વીણા ભૂતકાળમા સરી પડી.
હા કૉલેજકાળ દરમિયાન એની મુલાકાત અત્યારના મહાન ગાયક પ્રલયની યાદ તેને આવી ગઈ.

એક સંગીત સમારંભમાં એની મુલાકાત પ્રલય જોડે થઈ હતી. અને ત્યાર પછી અનેક પ્રોગ્રામમા બંનેની મુલાકાત વાંરવાર થવા લાગી. ધીરે ધીરે બંને હવે સારા મિત્ર બની ગયા હતા. બંને જોડે ગીત ગાવા લાગ્યા હતા. બંનેની જોડી સંગીત ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ હતી.

વીણાને પ્રલય ગમવા લાગ્યો હતો. પણ એ પ્રલયને કાંઈ પણ કહી ના શકી. પ્રલયને પણ વીણા પ્રત્યે એવી જ કંઇક લાગણી હતી પણ પ્રલય પણ કઈ પણ કહી ના શક્યો.

વીણાના ના મેરેજ બોમ્બે થઈ ગયા. અને પ્રલય પોતાની સંગીતની કારકિર્દીમા ખૂબ જ આગળ નીકળી ગયો. મેરેજ પછી વીણાને પ્રલય વિશેની કઈ જ ખબર નતી.

એ ક્યાં છે. શુ કરે છે. એના મેરેજ થયા કે નહી. આવા અનેક પ્રશ્નો એની આંખો સામે આવી ને ઉભા રહી ગયા.

સાંજે દેવાંગ ઘરે આવે છે.

વીણા સાંભળ હુ આજે ખૂબ જ ખુશ છુ. એક ખૂબ જ મોટા સેલિબ્રિટીઝનુ કાલે મારે ઇન્ટરવ્યૂ લેવાનુ છે અને એ માટે તારે કાલે મારી જોડે તાજ હોટલમા આવવાનું છે.

અરે પણ દેવાંગ મારુ શુ કામ છે ત્યા?

વીણા બસ મારે તને એ સેલિબ્રિટીઝ જોડે મુલાકાત કરાવવી છે.વીણા કાલે સાંજે તુ તૈયાર રહેજે આપણે બંને જઈશું એ સેલિબ્રિટીઝનુ ઇન્ટરવ્યૂ લેવા માટે.

ખબર નઈ કેમ પણ વીણાનું મન આજે ખૂબ જ ગભરાઈ રહ્યુ હતુ.એને બસ આજે પ્રણયની જ યાદ આવી રહી હતી.હૃદયના તાર જાણે આજે ઝણઝણી રહ્યાં હોય એવુ એને લાગી રહ્યુ હતુ.

સાંજનો સમય થઈ ગયો.દેવાંગ ઘરે ગયો. એ ખૂબ જ ખુશ હતો.કેમ કે ઈ ખૂબ જ મોટી સેલિબ્રિટીઝ નુ ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યો હતો.

વીણા જલ્દી તૈયાર થઈ જા.નહી તો મોડુ થશે.

વીણા આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી.લગ્નના પાંચ વર્ષ થયા હતા છતા પણ જાણે કાલે જ લગ્ન થયા હોય એટલી જ સુંદર લાગી રહી હતી.બ્લેક સાડી અને એની ઉપરની ગોલ્ડન બોર્ડર એની સુંદરતામા ખૂબ જ વધારો કરી રહી હતી.હોઠો પર ડાર્ક રેડ લિપસ્ટિક, આંખો મા કાજલ, આઈ લાઇનર લગાડેલી અણીયારી આંખો એની સુંદરતામા ચાર ચાંદ લગાડી જ હતા.

બંને તાજ હોટલ પહોચે છે.

દેવાંગ હવે તો બોલ એ સેલિબ્રિટીઝ કોણ છે.

અરે વીણા બસ એ આવતાં જ હશે ઈ આવે એટલે તુ જોઈ લેજે.

થોડી જ વારમા પ્રલય હોટલમાં પ્રવેશ કરે છે. જેવો તે હોટેલમાં પ્રવેશે કે તરત જ બધા એની પાસે ઓટોગ્રાફ લેવા માટે પહોચી જાય છે.બધાને ઓટોગ્રાફ આપીને એ જયાં એમનું ટેબલ બુક કરાવ્યું હોય છે ત્યાં જાય છે.

પ્રલય વીણા ને ત્યાં લઇ જાય છે.વીણા ને જોઈને પ્રલય હેરાન થઈ જાય છે.

ઓહ વીણા તુ અહિયાં. એમ બંને એકબીજાની જોડે વાતો કરવા લાગે છે.એટલે દેવાંગ ત્યાં આવે છે.

દેવાંગ આ તો પ્રલય છે જેની જોડે મે ઘણીવાર કામ કર્યું છે.

હા વીણા મને ખબર છે એટલે જ હુ તને એને મળવા લાવ્યો છું.અમે પત્રકાર કોઈનું પણ ઇન્ટરવ્યૂ લઇએ ત્યારે એની બધી માહિતી પહેલા મેળવી લેતા હોઇએ છીએ.

દેવાંગ પ્રલયનું ઇન્ટરવ્યૂ લે છે. પછી ત્રણેય ડીનર કરીને હોટલની બહાર નીકળે છે.ત્યારે પ્રલય પોતાનુ પર્સનલ નંબર આપે છે અને કઈપણ કામ હોય તો ફોન કરવા કહે છે.

વીણા ને હવે દેવાંગ જોડે વાતો કરતા ડર લાગી રહ્યો હતો.એ એમ સમજી રહી હતી કે દેવાંગ મારા વિશે શુ વિચારતો હશે.

વીણા મને ખબર છે અત્યારે તુ શુ વિચારી રહી છે. તારી પ્રલય પ્રત્યેની જે ફીલિંગ્સ હતી એ લગ્ન પહેલાની હતી.મને ખબર છે કે જ્યારથી આપણાં લગ્ન થયા છે ત્યારથી તે આ સંબંધને પૂરેપૂરો વફાદારીથી નિભાવ્યો છે. અને હજી પણ એટલી જ વફાદારીથી નિભાવશે
અને મને તારા ઉપર ખૂબ જ વિશ્વાસ છે. આવી નાની વાતોની આપણા સંબંધ ઉપર કોઈ અસર નાં થાય.

દેવાંગની વાત સાંભળીને વીણા દેવાંગને ગળે લગાવી દે છે.અને એક આલિંગન આપી દે છે.

રાજેશ્વરી