બ્લડી..પોલિટિક્સ.. Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લડી..પોલિટિક્સ..

બલડી..પોલિટિક્સ..

આ વાર્તા કસલ્પનિક છે
મારે કોઈ રાજકારણ સાથે લેવાદેવા નથી ના તો મારે કોઈ પાર્ટી સાથે વ્હાલા દવાલા છે..

આ આખી સ્ટોરી મારા મગજની એક ઉપજ છે.. જેને વાસ્તવિક જીવન સાથે કોઈ નિસબત નથી..કદાચ કોઈ સાથે ભળતી સ્ટોરી એ સંજોગ માત્ર હોઈ શકે..

કોઈની લાગણીને દુભાવવાનો મારો કોઈ આશય નથી.. એ બદલ અત્યારથી જ ક્ષમા માંગુ છું..

જેની.નોંધ લેવી..✍️🙏😇

તો એક સાયન્સ ફિક્શન સાથે સહસ્ય રોમાંચ ભરી કથા..અત્રે રજૂ કરું છું..

★◆◆◆◆●●●●●●●●●●●●◆◆◆◆◆◆◆◆◆◆★

આજે છાપામાં મોટો.લેખ ને ન્યુઝ માં પણ "અલોના" નામની વાયરસ ની બીમારી વિશે જ્યાંને ત્યાં આવ્યું હતું

પ્રેસ ,પોલિટિક્સ ,સમાજમાં બધે જ આજ ટોપિક બહુચર્ચિત હતું.

કોઈ ને એકવાર બીમારી લાગે તો એના હાથપગ પીળા પડી જાય આંખો માં લાલાશ આવી જાય આવે ચામડી સાવ ખરબચડી થયી જય ને ભીંગડા ઉઘડતા હોય એમ ઉખડે.. હજુ સુધી કોઈ વેસ્કિન નહોતી શોધાઈ હજુ નવી જ જન્મેલ બીમારી હતી..

મુખ્યત્વે લોકોના સંપર્કમાં આવવાથી આ બીમારી થતી.... આ પાછળ એક મોટી મહાસત્તા ધરાવતી પોલિટિક્સ પાર્ટીનો હાથ હતો..

તો ચાલો તમને એ પાર્ટી વિશે પણ કહીયે..

તો "એપિકો" નામની આ પાર્ટી જે ખરેખર સત્તા ભૂખી પાર્ટી હતી.. એને એના જીવન કાળ માં ફક્ત જીતવું જ શીખેલું હાર કેમ પચાવવી એ નહોતું શીખ્યું.

5 વર્ષ એમણે જાહોજલાલીમાં કંઈપણ જનતાના હિતના કર્યો કર્યા વગર જ પસાર કર્યું..

અને હવે એને 1મહીંનો જ બાકી હોવાથી ફરી ચૂંટણી થવાની હતી.. એ પહેલેથી જ જાણતી હતી કે એમના 5 વર્ષ અંધ સાશન માં એમની કરતૂતો એમના નેતાઓની હરકતો જનતાથી છુપી નહોતી.. એટલે આ વખતે ફરી સત્તા પર આવવું મુશ્કેલ લાગતું હોવાથી..

મુખ્ય નેતા જીવનભાઈ એ એક તત્કાળ મિટિંગ ગોઠવી જેમાં આખા ગામનો ઉતાર સમાન સાયન્ટિસ્ટમાંથી પોલિટિક્સમાં આવેલા દુષ્યંતને માથે સમગ્ર પાર્ટીની રથની કમાનની જવાબદારી હતી અને દાવપેચ રચાયા.... અંતે સુખદ અનુભતી સાથે બધા છુટા પડ્યા..

બસ એ મિટીંગમાં જ એક ખેલ નું પ્લાનિંગ થયું જનતાના સ્વાસ્થ્ય સાથે રમતનું પ્લાનિંગ..બાયોલોજીકલ ફોબિયા ફેલાવવાનું ..

અને એજ હતું..સાયન્ટિસ્ટ કમ પોલિટિક્સ નેતા દુષ્યંતનું એક લેબમાં જીવલેણ ઘાતક વાયરસની ઉતપન્ન કરીને જાહેર જનતા માં છોડવું..
જેને આજે " અલોના " નામ મળી ચૂક્યું હતું.

"અલોના" એટલે અલોન બનાવી દે એવો વાયરસ જે જીવન
સાથે એ વિકૃત માનસિકતા ધરાવતા નેતાઓની દેશની જનતા સાથે ક્રૂર મજાક સમજો.. પણ જનતા આ હકીકત થી સાવ અજાણ હતી.

તો આ હતી " અલોના " ની હિસ્ટ્રી..
હવે વર્તમાનમાં જઈએ

***

દેશના ખૂણે ખૂણે આ વાયરસ ની બીમારીની વાત પ્રસરી ગયી. જનતામાં ભયની લાગણી ફેલાઈ.

એવામાં જીવનભાઈ જે શાસક પાર્ટીના મેઈન લીડર હતા એ સામે આવ્યા ..અને જનતાને અપીલ કરી...

" વાયરસ સામે હાલ પૂરતા આપડે લડી શકવા સમર્થ નથી માટે મારી પાર્ટી તરફથી હું તમને લોકડાઉન માં રહેવા નમ્રતાપૂર્ણ અપીલ કરી છું કે લોકો ના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ..

સ્વચ્છતા ને મહત્વ આપવું.. હાથ પગ વારંવાર ધોવા.. કોઈ અજાણી જગ્યા એ જવું નહીં.. અજાણતા કોઈ ચીજને અડવું નહીં.. મને આ વિદેશના વસતા દેશના દુશ્મનો ની ચાલ લાગે છે.. એટલે આપણે સાવચેત રહેવું પડશે.."

બધી ભોળી પ્રજા નેતાની વાતને માની લીધી અને લોકડાઉનનો અમલ શરૂ થયો.. રોજ રોજ મોતનો ભય જનતાને સતાવવા લાગ્યો..

આમ જે પ્રજા પહેલા પાર્ટીની નિષફળતા સામે બળવો પોકારીને થાકેલી .. બેકારી ,ગરીબી, મોંઘવારી, ઇકોનોમી કથળતું શિક્ષણ વગેરે જેવા મુદ્દા પરથી દરેકનું ધ્યાન ભટકી ગયું અને એકજ વાત પર બધાનું ધ્યાન રહ્યું.. "અલોના"

આ બાજુ સાયન્ટિસ્ટ કમ પોલિટિશિયન દુષ્યંત ના આ વિકૃત કાર્યની જાણ અન્ય એક સીધા સાદા વૈજ્ઞાનીક ને થતા એણે સુરક્ષા એજન્સીનો સંપર્ક કર્યો અને સઘળી વિગત કહી..

આ વાત કહી રહ્યો હતો એ દરમિયાન દુષ્યંત ત્યાં આવી જતા એણે કમિકલથી ભરેલી એક કસનળી એના ફેસ પર ફેંકી અને એ વ્યક્તિને બળતરા થયી એણે પણ વળતો પ્રહાર કર્યો.. અને દુષ્યંત પર એનું જ બનાવેલ વાયરસની ટેસ્ટ લેબનો નમૂનો ફેંક્યો અને એને અલોના ની અસર થયી.. પણ તુરંત જ એ વેકસીન બનાવેલ હતી એ બાજુ લેબના ગર્ભગૃહમાં ગયો અને અંદર થી દરવાજો લોક કરીને થોડી વેકસીન પી ગયો અને બાકીની વેકસીન નષ્ટ કરીને પાછળના બારણે થી વિદેશ ભાગી ગયો..

પેલા સજ્જન માણસે એ દરવાજો તોડ્યો અને તપાસ કરીતો થોડીક નામ માત્રની દવા કસનળીમાં બચી હતી એ દવા એણે લઇ ને એના પર રિસર્ચ કર્યું.. અને એને એ માટે બુક્સ પણ ત્યાં પડી હતી..એ જગ્યાએ જઈને બુક્સ જપ્ત કરીને ત્યાંથી ભાગી ગયો.. અને હવે એના ઘરમાં જ નાનકડી લેબમાં દવાનું પરીક્ષણ અને શોધ ચાલુ કરી.

એનું નાના લેવલે કામ હતું.. એકલા જ હાથે કારણકે હવે એને કોઈ વ્યક્તિ પર વિશ્વાસ નહોતો.. એટલે એણે એકલા જ વાયરસ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લડી લેવાનું નક્કી કરીને એકલા જ ઝઝૂમવાનું નક્કી કર્યું.. અને એનો ભગીરથ પ્રયાસ ચાલુ રાખ્યો..

સુરક્ષા એજન્સીએ તપાસ કરતા દુષ્યંત ને માર્ગમાં અકસ્માત નડતા ત્યાંજ દેવ શરણ પામેલો.. એની સાથે વેકસીન ની ફોર્મ્યુલા પણ રહસ્ય બની ગયી..
હવે આને બમણાં જોરથી કામ કરવાનું હતું


****


આ બાજુ વાયરસના પ્રકોપથી જનતાની હાલત કફોડી હતી. જીવ બચાવવો જ પ્રાથમિક જરૂરિયાત જણાતા કોઈ વળી આયુર્વેદ ને કોઈ વળી અંધશ્રધ્ધાના માર્ગે આગળ વળ્યું હતું..

મહામારીનો પ્રકોપ એ કેટલાયના ધંધા રોજગાર તો કેટલાયની માનસિક શાંતિ કેટલાક ના જીવ પણ છીનવી લીધા હતા.. ચારેકોર હાહાકાર હતો..

હવે વાયરસે ભયાનક રૂપ ધારણ કરેલી સરકારના હાથમાંથી પણ વાત છૂટી ગયેલ કારણ એન્ડ સમયે સાયન્ટિસ્ટ એની વેકસીન તોડીને દેશ છોડીને ચાલ્યા ગયો હતો.. ને રસ્તામાં મૃત્યુ થવાથી એની દવા મળવી મુશ્કેલ બની ગયું હતું..પાર્ટીની રામતે હવે વિકરાળ રૂપ ધારણ કરેલું એટલે હવે આ મહામારીનો અંત હતો નહીં..

જીવનભાઈને પણ હવે બાજી હાથમાંથી ખસતી લાગી.. સામ દામ દંડ ભેદ ની રાજકારણ ની નીતિએ વરવું રૂપ ધારણ કરેલું એથી હવે સત્તા લાલચ ની ઘેલછા એ જાહેર જનતાને આરોગ્ય અને જીવનને ખતરામાં મૂક્યું હતું..

કોઈ પાર્ટી ના પ્રયાસ કારગત નીવડ્યા નહોતા..એમને પોતાના કાર્ય પર અફસોસ થયો..પોતાના સ્વાર્થ ખાતર કેટલાયના જીવ ને જોખમમાં મૂક્યાં.. બધા દુષ્યંત ના આ પ્લાનમાં સામલ થવાના નિર્ણય ને લીધે પેટ ભરીને પછતાઈ રહ્યા હતા..
પણ સત્ય છુપાવવું પબ જરૂરી હતું નહીતો જીવનભાઈની સતાની સાથે પાર્ટી ની લાજ પણ જાય એમ હતું.

આખરે, એમણે હાર માની અને કુદરતને હવાલે જનતાને છોડી..

વિદેશી મદદ લેવામાટે જતા દિવસે સદબુદ્ધિ સૂઝી અને ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિકોને આયાત કર્યા એની અધ્ધતન લેબની સુવિધા પુરી પડી.. પણ હજુ એ વાયરસની નસ પકડમાં આવતી નહોતી..


****


આ બાજુ પેલા સજ્જન વ્યક્તિમેં આ સરકારના ફેસલાની જાણ થતાં જ એને સરકાર સમક્ષ પોતાની વાયરસ ની વેકસીનની શોધની પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને એની વિનંતીને જીવનભાઈ એ સ્વીકારી અને એને લેબમાં હેડ બનાવ્યો..

આખરે, એની લીડરશીપમાં અને દુષ્યંત સાથે કાર્યના અનુભવને લીધે મહિનાની અંદર જ વેકસીન શોધાઈ .. અને સફળતાનાં ન્યુઝ જીવનભાઈ ને આપ્યા..

જીવનભાઈ એ ટીમને શાબાશી આપી અને એક સફળ પ્રયોગ કરવા લેબમાં દર્દી ને મોકક્યો.. અને એ પરીક્ષણ સફળ રહ્યું..

આખરે જીવનભાઈ ને એની ભૂલ સમજાઈ અને પાર્ટી સમક્ષ નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું.. અને સંન્યાસ લઈ ને હિમાલય ગયા..

એમના ગયા પછી નિષ્પક્ષ ચૂંટણી થયી અને એક નવો ઉભરતો ચહેરો નેતા તરીકે ઉપસ્યો ..
જેનું નામ હતું. "આનંદ.."

એ બીજું કોઈ નહીં પણ એ વેકસીન શોધનાર સજ્જન વ્યક્તિ જ હતી.. જેને જીવનભાઈએ પાર્ટીની કમાન અને જવાબદારી સોંપીને નિશ્ચિત થયીને હિમાલય ગયા હતા..

હવે રામ રાજ્ય સ્થપાયું હતું.. પ્રજામાં હર્ષની લાગણી હતી.. અને પ્રજાની સુખાકારી આરોગ્ય અને પ્રજાલક્ષી કલ્યાણકારી કાર્યોની શરૂઆત થયી ચુકી હતી..

એટ લાસ્ટ બલડી પોલિટિક્સ ચેન્જડ નાઉ..😊

અસ્તુ..
જય ભીમ..
લેખક : ભાવુ જાદવ✍️😇🌹