Taras premni - 53 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૫૩



"હજી થોડીવાર." એમ કહી રજત મેહાને વળગી પડે છે. રજતના હાથ મેહાની પીઠ પર ફરવા લાગ્યા.
રજતના હોઠ મેહાની ગરદનને સ્પર્શ કરવા લાગ્યા.

મેહા:- "રજત બસ...હવે ઘરે જઈએ."

પણ રજત મેહાને છોડવા તૈયાર નહોતો.

મેહા મનોમન વિચારે છે "રજતને આજે શું થઈ ગયું છે? એવું લાગે છે કે આજે રજત મને છોડવાનો નથી."

રજત તો બસ મેહાની ગરદન પર કિસ કરતો રહ્યો.

મેહા રજતને હળવેથી ધક્કો મારતા કહે છે "રજત મારે ઘરે જવું છે."

"મેહા શું ઉતાવળ છે ઘરે જવાની?" એમ કહી ફરી રજત મેહાને વળગી પડ્યો.

મેહાએ પોતાની જાતને રજતથી છોડાવી.

રજત:- "મેહા આટલું સરસ વાતાવરણ છે.
તને શું વાંધો છે? મારો મૂડ spoil (બગાડી) કરી નાખ્યો. અને તે જ તો કહ્યું હતું કે તું મારો થઈ ને મને લૂંટે તો મને શું વાંધો હોય? હવે તો હું તારો જ છું ને!"

મેહા:- "પણ મારો કોઈ મૂડ નથી."

"તારો મૂડ હોય કે ન હોય પણ તારે મારું મૂડ તો બનાવવું જ પડશે." એમ કહી રજત મેહાની નજીક જાય છે.

મેહા:- "રજત તને સમજમાં નથી આવતું કે શું? મારી અત્યારે આવું કંઈ કરવાની ઈચ્છા નથી."

રજત:- "તારે મારી ઈચ્છા પ્રમાણે ચાલવાનું છે...
નહીં કે તારી ઈચ્છા પ્રમાણે. સમજી?"

મેહાને પણ હવે ગુસ્સો આવવા લાગ્યો હતો.

"ઑકે ફાઈન...તારે જે કરવું હોય તે મારી સાથે કર."
એમ કહી મેહાએ રજતની સામે સાડીનો પાલવ ઉતારી દીધો.

રજત તો મેહાને જોઈ રહ્યો.

"મેહા What nonsense ? શું કરે છે હા?મારો કહેવાનો મતલબ આ નહોતો." રજતે ગુસ્સામાં કહ્યું. પછી તરત જ રજત મેહાની ફરતેથી સાડીનો પાલવ ઓઢાવી દે છે.

મેહા:- "કેમ શું થયું? હવે તારો મૂડ નથી?"

રજત થોડો ગુસ્સામાં બોલ્યો "બસ હો બહું થઈ ગયું. જા ફટાફટ ચેન્જ કરી આવ."

મેહા ચેન્જ કરવા જાય છે. મેહા ચેન્જ કરી રજત પાસે આવે છે. બંન્ને કારમાં બેસે છે. થોડીવાર પછી રજત કહે છે "કંઈક ખાઈએ?"

મેહા:- "ઑકે."

રજત:- "શું ખાઈશ તું?"

મેહા રાહ જ જોતી હતી રજતના બોલવાની. જેવું રજત બોલ્યો કે મેહા તરત જ રજતને સંભળાવવા લાગી. "તારી ઈચ્છા...જે ખાવાનું મન થાય તે મંગાવી લેજે. એમ પણ બધું તારી ઈચ્છા પ્રમાણે....તારા મૂડ પ્રમાણે જ તો થાય છે!"

રજતે પણ મેહાને સંભળાવી દીધું "કોઈ પ્રેમથી કંઈ પૂછે ને તો ટૉન્ટ ન મરાય. તને તો બસ મારી સાથે ઝઘડવાનુ બહાનું જ જોઈએ છે."

મેહા:- "હા હું જ ઝઘડો કરું છું. તું તો ઝઘડતો જ નથી ને મારી સાથે? રાઈટ..."

રજત:- "શરૂઆત તો તું જ કરે છે."

મેહા:- "ઑકે ફાઈન બહુ ઝઘડો થઈ ગયો હવે. મને પણ ભૂખ લાગી છે."

બંન્ને રેસ્ટોરન્ટમાં જાય છે.

રજત:- "ડીનર જ કરી લઈએ?"

મેહા:- "સારું."

બંન્ને ડીનર કરી લે છે. રજત મેહાને ઘરે મૂકી આવે છે. મેહા ઘરે પહોંચે છે.

ઘરમાં થોડી શાંતિ હોય છે. મેહાની નજર મમ્મી પપ્પાના બેડરૂમમાં જાય છે. થોડી મીનીટો તો મેહા એમ જ બેડરૂમને તાકી રહે છે. પછી દાદરા ચઢી ઉપર પોતાના રૂમમાં જાય છે.

મેહા શાવર લે છે. નાઈટ ડ્રેસ પહેરી સૂઈ જાય છે.
સૂતા સૂતા મેહા મમ્મી વિશે વિચારે છે "રજતના ચક્કરમાં તો હું ભૂલી જ ગઈ હતી કે મમ્મી પપ્પાનો ઝઘડો થતો નથી. કદાચ ભાભીના લીધે નહીં થતો હોય. ક્રીનાભાભી હજી હમણાં હમણાં જ લગ્ન કરીને આવ્યા છે. પણ કદાચ સમય જતાં ફરી ઝઘડો ન કરવા લાગે. બહુ બેચેની થાય છે. ક્યાંક મારી લાઈફ પણ મમ્મી જેવી ન થઈ જાય."

મેહા રજતને ફોન કરે છે.

મેહા:- "હૅલો રજત..."

રજત:- "હા બોલ."

મેહા:- "શું કરે છે?"

રજત:- "કંઈ નહીં. બસ સૂવાની તૈયારી."

મેહા:- "આટલી જલ્દી?"

રજત:- "હા મને તો ઊંઘ આવે છે."

મેહા:- "સારું તો સૂઈ જા."

રજત:- "મેહા શું થયું?"

મેહા:- "કંઈ નહીં."

રજત:- "તું ઠીક છે ને?મેહા હું આવું તારા ઘરે?"

મેહા:- "હું ઠીક છું રજત."

રજત:- "અચ્છા પણ મને તો તું ઠીક નથી લાગતી?"

મેહા:- "રજત તું બસ આમ જ થોડીવાર વાત કરને."

રજત:- "મેહા શું કરવા ઈન્સિક્યોર ફીલ કરે છે? હું હંમેશા તારી સાથે રહીશ."

મેહા:- "રજત તું કેવી રીતના જાણી જાય છે મારા મનની વાત?"

રજત:- "જ્યારે આપણે કોઈને સાચ્ચા દિલથી પ્રેમ અને સાચ્ચા દિલથી નફરત કરતા હોઈએ ને ત્યારે સામેવાળાના મનમાં શું ચાલે છે એ તો ખ્યાલ આવી જ જાય છે."

રજતની વાત સાંભળી મેહા થોડીવાર ચૂપ થઈ ગઈ.
મેહા વિચારવા લાગી કે રજતના કહેવાનો મતલબ શું હતો? સાચ્ચા દિલથી નફરત મતલબ...મતલબ શું છે રજતની વાતનો?" મેહાની આંખોમાં આંસુ આવી ગયા.

રજત:- "હેલો મેહા... ક્યાં ખોવાઈ ગઈ? હૅલો કંઈ તો બોલ...મેહા તું રડ નહીં... હું આવું છું..."

મેહા:- "રજત હું ઠીક છું."

રજતે તરત જ ફોન કટ કરી દીધો.

મેહા:- "હૅલો રજત..."

મેહા સ્વગત જ બોલે છે "લાગે છે કે રજતે ફોન કટ કરી દીધો. મને લાગે છે કે રજત અહીં આવીને જ રહેશે."

મેહા શૉલ ઓઢી પોતાના રૂમમાંથી બહાર નીકળે છે. દરવાજો ખોલી ઘરનાં આંગણામાં બનાવેલા ગાર્ડનમાં આંટા મારતી રજતની રાહ જોય છે. દસ મીનીટમા તો રજત આવી રહે છે. રજત અને મેહાની નજર મળે છે. મેહા તો રજતને જોતાં જ રજતને વળગી પડે છે. રજત મેહાને ટાઈડ Hug કરે છે. થોડીવાર તો બંને ચૂપચાપ બેસી રહે છે. મેહા રજતનો હાથ પકડી રજતના ખભે માથું ટેકવી દે છે. થોડીવાર પછી રજત નીકળી જાય છે. મેહા પણ પોતાના રૂમમાં જઈને સૂઈ જાય છે.

‌રજત સાથે ઘર વસાવવાના સપના જોતાં જોતાં મેહાના દિવસો વિતવા લાગ્યા. એક દિવસ બધા બપોરે જમતાં હતા. બધાએ જમી લીધું હતું. ક્રીના જમીને ઉભી થવા જતી હતી કે ક્રીનાને ચક્કર આવ્યા. ક્રીના નીચે પડવાની હતી કે નિખિલે ક્રીનાને પોતાની મજબૂત બાહોમાં લઈ લીધી. મમતાબહેન, પરેશભાઈ અને મેહા ક્રીનાને લઈ ચિંતિત થઈ ગયા.

નિખીલ ક્રીનાને ઉંચકી બેડરૂમમાં લઈ ગયો. ક્રીનાને બેડ પર હળવેથી સૂવાડી દીધી. મેહાએ ક્રીનાને પાણી પીવડાવ્યું. નિખિલે એના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો.
નિખિલને ચિંતામાં જોઈ ક્રીનાએ કહ્યું "Nik હળવા ચક્કર જ તો આવ્યા છે એમાં આટલી ચિંતા કરવાની શું જરૂર છે?"

પરેશભાઈ:- "ચિંતા તો થાય જ ને."

મમતાબહેન અને મેહા બંને ક્રીનાની આસપાસ બેસી ગયા હતા. થોડીવારમાં તો ડોક્ટર આવી પહોંચે છે.
ડોક્ટરે ક્રીનાને ચેક કરી.

ડોક્ટર:- "ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ઉલ્ટા ખુશીના સમાચાર છે. ડોક્ટરે પરેશભાઈ અને મમતાબહેનને જોઈ કહ્યું તમે દાદા દાદી બનવાના છો."

બધા ખુશ થઈ ગયા. મેહા પોતાના રૂમમાં ગઈ અને રજતને ફોન કર્યો.

મેહા:- "ખુશખબરી છે રજતમામુ."

રજત:- "એવી તે કંઈ ખુશખબરી છે કે તે મને મામુ બનાવી દીધો."

મેહા:- "બુધ્ધુ તું મામા બનવાનો છે."

રજત:- "શું વાત કરે છે? રિયલી? ક્રીના સાથે વાત કરવી છે મારે."

એટલામાં જ રજતના મમ્મી સાવિત્રીબહેન આવી રહે છે.

મેહા ક્રીનાના રૂમમાં જઈને મોબાઈલ આપતા કહે છે "રજત છે."

રજત:- "ઑહો તો મમ્મીની લાડલી મમ્મી બનવાની છે એમ..."

ક્રીના:- "ચુપ કર...મને બદમાશ કહે છે ને તું પોતે જ બદમાશ છે."

રજત:- "મમ્મી તું નાની બનાવાની છે."

સાવિત્રીબહેન:- "મારે પણ વાત કરવી છે ક્રીના સાથે."

ક્રીનાએ સાવિત્રીબહેન સાથે વાત કરી.

મમતાબહેન:- "ક્રીના લાવ હું પણ વાત કરું."

ક્રીના મમતાબહેનને મોબાઈલ આપે છે.

સાવિત્રીબહેન:- "અભિનંદન..."

મમતાબહેન:- "તમને પણ અભિનંદન. ખુશીના સમાચાર છે તો સાંજે તમે બધા ડીનર કરવા આવી જાઓ."

સાવિત્રીબહેન:- "ના રજતના પપ્પા આવે એટલે અમે સાંજે જમીને જ આવીશું."

મમતાબહેન:- ''તમે આટલે જ જમી લેજો. એ બહાને ક્રીના સાથે વધારે સમય પણ મળશે."

સાવિત્રીબહેન:- "સારું તો...અમે આવી જઈશું."

સાવિત્રીબહેન રજતને મોબાઈલ આપી દે છે અને મમતાબહેન મેહાને મોબાઈલ આપે છે.

રજત:- "સાંજે મળીયે."

મેહા:- "ઑકે હું રાહ જોઈશ."

રજત:- "bye."

સાંજે મેહા શાવર લઈ રહી હતી. મેહા શાવર લઈ ટુવાલ વીંટાળી બહાર આવે છે. મેહા તો પોતાની જ ધૂનમાં રૂમની અંદર આવે છે. મેહાએ જોયું તો રજત સ્માઈલ આપતો બેડ પર આરામથી સૂતો હતો. મેહા પોતાની જાતને બંન્ને હાથોથી છૂપાવી લે છે અને ફરી જાય છે. મેહા લજામણીના છોડની જેમ બીડાઈ ગઈ.

મેહા:- "આવી રીતના અચાનક મારા રૂમમાં? તને જરાય શરમ નથી આવતી?"

રજત:- "મને શાની શરમ? શરમ તો તને આવવી જોઈએ. મારી સામે આ રીતે ટૉવેલમા આવી મને તારી તરફ ખેંચવાની કોશિશ કરે છે."

મેહા:- "રજત મને ખબર નહોતી કે તું મારા રૂમમાં હોઈશ."

રજત:- "કેમ તને નહોતી ખબર કે હું આવવાનો છું."

મેહા:- "હા ખબર હતી પણ..."

રજત:- "પણ શું મેહા."

મેહા:- "પણ રજત મને થોડી ખબર હતી કે તું મારા રૂમમાં આવી જ જશે."

રજત:- "દર વખતે તો તારા રૂમમાં આવું જ છું."

મેહા:- "સારું બસ. હવે તું જા. મારે કપડાં ચેન્જ કરવા છે."

રજત બેડ પરથી‌ ઉભો થઈ મેહા તરફ આવે છે.
મેહાને પોતાની તરફ ફેરવે છે. રજત મેહાની નજીક જાય છે. જેમ જેમ રજત નજીક આવે છે તેમ તેમ મેહા પાછળ હટતી જાય છે. દિવાલ આવી જતા મેહા ઉભી રહી જાય છે. રજત મેહાના ચહેરાને જોઈ રહ્યો. રજતને મેહાની આંખોમાં શરમના ભાવ છલકાયેલા દેખાય છે. મેહાએ પાંપણો ઝૂકાવી લીધી. મેહાએ પોતાની જાતને બંન્ને હાથો વડે છૂપાવી હતી તે બંન્ને હાથોને રજતે હળવેથી પકડી દિવાલ પર રાખી પોતાની આંગળીઓ મેહાની આંગળીઓમાં પરોવી. રજતે મેહા સામે જોયું. રજત મેહાની એટલી નજીક ઉભો હતો કે બંનેના શ્વાસો એકબીજામાં સમાય જતા હતા. મેહા નું દિલ ખૂબ જોરથી ધડકી રહ્યું હતું.

વાળની ભીની લટોમાંથી પાણીના ટીપાં મેહાના ચહેરા પર થઈ ગરદનથી નીચેની તરફ ઉતરી વીટાળેલા ટૉવેલની અંદર ઉભારો વચ્ચેથી પસાર થઈ જતાં. રજત એ પસાર થતાં પાણીના ટીપાંને જોઈ રહ્યો. મેહાએ ત્રાંસી નજરે જોયું તો રજત મેહાના અંગો પર ફરતી હતી.

રજતના હાથમાંથી મેહાએ પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી.

મેહા:- "રજત પ્લીઝ...મારો હાથ..."

રજત હાથ છોડી દે છે. મેહા ફરીને સાઈડ પર જઈ ટોવેલને થોડો ઉપર ચઢાવે છે. એટલામાં જ રજત મેહાને બંન્ને હાથોથી ઉંચકી લે છે. રજતે પોતાને અચાનક જ ઉંચકી લીધી એ ખ્યાલ આવતાં જ મેહા કહે છે "રજત શું કરે છે? મને નીચે ઉતારી દે...પ્લીઝ."

રજત મેહાને બેડ પર સિફ્તથી સૂવાડી દે છે. મેહા હાથો વડે પોતાની જાતને છૂપાવે એ પહેલાં તો રજતની આંગળીઓ મેહાની આંગળીઓમાં પરોવાઈ જાય છે. રજત મેહા તરફ ઝૂકે છે.
રજતની નજર ટૉવેલથી ઢંકાયેલા મેહાના ઉભારો પર જાય છે.

મેહા:- "રજત શું જોય છે? રજત પ્લીઝ...છોડ મને..."

રજત:- "કેમ તને નથી ખબર હું શું જોઉં છું તે?"

મેહા:- "રજત મારી વાતનો આ મતલબ નહોતો." પ્લીઝ રજત...છોડ મને..."

રજત:- "એક શરતે છોડીશ...શરત મંજુર છે?"

મેહા:- "મને ઠીક લાગશે તો જ શરત મંજુર થશે."

રજત:- "તો તો હું તને છોડવાનો નથી."

મેહા:- "પ્લીઝ રજત..."

રજત:- "તું ગમે એટલું પ્લીઝ બોલે પણ આજે તો હું તને છોડવાનો નથી. વિચારી લેજે...ટોવેલની ગાંઠ છોડી દઈશ પણ તને નહીં છોડું."

મેહા:- "ઑકે શું શરત છે?"

રજત મેહાના ઉભારો પર નજર કરી કહે છે "અહીં તારા દિલ પર લવ બાઈટ આપીશ..."

મેહા રજતની આંખોમાં જોઈ રહે છે.

મેહા:- "ઑકે."

રજત મેહાના માખણ જેવા મુલાયમ બદનની સુવાળી ચામડીમાં દાંત ભરાવી દે છે. મેહા મીઠો ઉન્માદ મહેસુસ કરી રહી.

મેહાને પહેલાં તો દર્દનો અહેસાસ ન થયો. રજતે વધારે અંદર દાંત ભરાવ્યા.

મેહાને સ્હેજ પેઈન થયું અને મેહાથી "રજત" બોલાઈ ગયું. રજતને મેહાના પેઈનનો ખ્યાલ આવતાં જ બેડ પર બેસી ગયો.

મેહા પણ બેડ પરથી નીચે ઉતરી કપડાં લેવા જતી હતી કે રજતે મેહાનો હાથ પકડી હળવા ઝટકા સાથે પોતાની જાંઘો પર મેહાને બેસાડી દે છે. મેહાએ રજતના ખભા પર હાથ મૂકી દીધા. રજતનો એક હાથ મેહાની કમર પર મૂકાય છે.

રજત:- ''વધારે પેઈન થયું?"

મેહા:- "ના પણ થોડું ડંખ જેવું લાગ્યું."

બાઈટ કર્યું તે જગ્યા પર રજતે હળવેથી અંગૂઠો
ફેરવ્યો.

રજત મેહાની આંખોમાં અનિમેષ નજરે જોઈ રહ્યો. રજતે મેહાના ભીનાં વાળોની લટોને કાનની પાછળ ગોઠવી. મેહાના કોમળ અને મુલાયમ બદન પર રજતના બરછટ અને મજબૂત હાથ ફરતાં ત્યારે મેહા મદહોશ થવા લાગી. મેહા નું રોમેરોમ પુલકિત થઈ ઊઠ્યું. રજતના સ્પર્શથી ગજબનો નશો મેહાને ચઢી રહ્યો હતો. રજતના હાથ ફરતાં ફરતાં ગરદનની નીચેની તરફ જવા લાગ્યા. રજતના હાથ ટોવેલ પર આવીને અટક્યા. રજત ટૉવેલ છોડવાનો હતો કે મેહાએ રજતનો હાથ પકડી લીધો અને મેહાથી બોલાઈ ગયું "નહીં રજત."

રજત અટકી ગયો.

રજત:- "ઑકે તું ચેન્જ કર. હું નીચે જાઉં છું."

મેહા:- "સારું."

થોડીવાર એમજ બંન્ને ચૂપચાપ એકબીજાંની આંખોમાં જોઈ રહ્યા.

મેહા:- "રજત તું નીચે જઈશ તો હું ચેન્જ કરીશ ને. બેસી શું રહ્યો છે! જા."

રજત:- "મેડમ તમે મારા ખોળામાંથી ઉઠશો તો હું નીચે જઈશ ને!"

મેહાથી સ્હેજ જીભ બહાર કાઢાઈ ગઈ અને દાંત વડે દબાવી કહ્યું "ઑહ સૉરી."

મેહા રજતના ખોળામાંથી ઉભી થઈ ફરી જાય છે. રજત મેહાને પોતાની તરફ ફેરવી કમર પકડી
હળવા ઝટકા સાથે પોતાની તરફ ખેંચે છે. રજત મેહાની એકદમ નજીક જઈ મેહાની ગરદનની સુગંધ લઈ આંખો બંધ કરી ઊંડો શ્વાસ લેતા કહે છે "ઑહ God મેહા તારા બદનની ખૂશ્બુ મને પાગલ કરી દે છે. તારા બદનની ખૂશ્બુ amazing (અદ્ભુત) છે." આટલું કહી રજત તરત જ મેહાના રૂમમાંથી નીકળી જાય છે.

રજતના નીકળતાં જ મેહા દરવાજાની સ્ટોપર મારી દે છે. મેહા અરીસા સામે ઉભી ઉભી રજતે આપેલ લવ બાઈટને જોઈ રહે છે અને વિચારવા લાગે છે "મને થોડું પેઈન શું થયું રજતના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. રજતની આંખો બધું કહી રહી હતી. મારી સાથે સાથે રજતને પણ દર્દનો અહેસાસ થયો. મતલબ કે રજત મને પેઈનમા નથી જોઈ શકતો. મને જેટલું દર્દ થાય છે એટલું જ એને પણ દર્દનો અહેસાસ થાય છે." રજત વિશે વિચારતા વિચારતા મેહાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.
મેહાની નજર રજતના મોબાઈલ પર પડે છે અને વિચારે છે "હું રૂમમાં નહોતી ત્યારે કદાચ રજત મોબાઈલમાં બિઝી હશે. મને જોતાં જ એનું બધું ધ્યાન મારા તરફ કરી દીધું અને મોબાઈલ સાઈડ પર મૂકી દીધો હશે."

મેહા ચેન્જ કરી રજતને મોબાઈલ આપવા જાય છે.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED