Prem no u turn books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો યુ ટર્ન

પ્રેમ એટલે પલક અને કીર્તનનો. તો ચાલો જોઈએ બંનેના પ્રેમ ની એવી સ્ટોરી કે કદાચ જો નસીબ સાથે હોય તો ગમે તેવી પરિસ્થિતિ ઉદભવે આખરે પ્રેમને તો પામી શકાય છે. પ્રેમ તો બસ સમર્પણ માંગે નહિ કે સ્વાર્થ. આ સ્ટોરી તમને વિચારવા મજબૂર કરી દેશે આખરે પ્રેમ એટલે બે દિલનું મિલન કે એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી.

કીર્તનના મકાનના ગેટ પાસે એક સ્કુટી આવીને હોર્ન વગાડવા લાગી.
બે મિનિટ રાહ જો.. હું આવ્યો પલક કહી કીર્તન ફટાફટ દોડ્યો ને મમ્મી ને કહ્યું હું કામનાથ સરોવર જાવ છું. મહાદેવના મંદિરે દર્શન કરવા. ભલે બેટા કહી માં એ કીર્તન ને જવાની હા પાડી.

ગેટ બહાર આવતા જ પલક બોલી અરે કીર્તન તું રોજ આવું કરે છે.!! ક્યારેય મારા આવ્યા પહેલા તું તૈયાર હોતો જ નથી. કઈ લૂંટાઈ ગયું હોય તેવું મો બનાવી પલક બોલી.

ચૂપચાપ કીર્તન પલક પાછળ બેસી ગયો. રોજ પલક સ્કુટી ચલાવતી વખતે કોઈ વિષય પર વાત કરતી તેને ખૂબ ગમતી. આજે પણ તે વાત કરવાની શરૂઆત કરી.

પ્રેમ એટલે લાગણીઓનો એવો પ્રવાહ કે જે બે હૈયાઓને હંમેશા તરસ્યા જ રાખે . પ્રેમ એટલે એવી તરસ કે જે ક્યારેય છીપતી જ નથી. પ્રેમ એટલે એક સમજણ. પ્રેમ એટલે સમર્પણ .

અરે પલક તારે પ્રેમ વિશે આજે વાત કરવી હોય તો ત્યાં સરોવરના કિનારે બેસીને કર તો સાંભળવાની મજા આવશે મને. પલકના ખંભા પર હાથ રાખી કીર્તન બોલ્યો.

પલક કઈ બોલી નહિ તેણે સ્કુટી ચલાવવામાં ધ્યાન આપ્યું. અમરેલી નો રસ્તો ઉબડખાબડ હતો. ધૂળની ડમરી ઉડી રહી હતી. જલ્દી કામનાથ સરોવર પહોંચવા પલકે શોર્ટકટ રસ્તો લીધો ને થોડી મિનિટોમાં બંને કામનાથ સરોવર પહોંચી ગયા.

પહેલા તો ભોળા ભગવાન કામનાથ મહાદેવના બંનેએ હાથ જોડી દર્શન કર્યો ને સરોવર કાઠે આવીને એક બેન્ચ પર બેસ્યા. ત્યાં વાત પૂરી કરવા કીર્તન પલક સામે એક મીઠી સ્માઇલ કરી બોલ્યો.પલક ચાલ તો આજે પ્રેમની ભાષા શીખવાડી દે મને.

હસતા ચહેરા સાથે પલક વાત આગળ કરે છે.
પ્રેમ એટલે એવું મેગ્નેટિક આકર્ષણ કે જે બે ધ્રુઓને ખેંચાયેલા રાખે છે . પ્રેમ એટલે હૈયા નું એવું સંગીત કે જે સંભાળવા આયખું પણ ઓછું પડે. પ્રેમ એટલે એવી પૂષ્પ કે જે આત્માને સુગંધિત કરે . પ્રેમ એટલે એવું ગીત કે જેને હંમેશા ગાવાનું મન થાય. પ્રેમ એટલે શક્તિ કે બે હૈયાઓને હંમેશા જોડેલા રાખે .પ્રેમ એટલે એવું આકર્ષણ કે જેમાં વ્યક્તિને ભૌતિક આંખો ને બદલે અંતરમન ની આંખોને થાય. પ્રેમ એટલે એવું બળ કે જે ભૌતિકવાદના બધા સીમાડા તોડી નાખે . પ્રેમ એટલે વિશ્વાસ . પ્રેમ એટલે એક નવી જ દુનિયા . પ્રેમ એટલે સર્વોચ્ચ શિખર.

એકિટસે સાંભળી રહેલો કીર્તન નું ધ્યાન ભંગ થયું, ત્યાં કોઈ આવી ને બોલ્યું.
શું કરો છો અહી આપ. ? કોણ છો.?
કીર્તન ની નજર પેલા વાતોમાં ભંગ પાડનાર પર પડી જોયું તો પોલીસમેન હતા.

સાહેબ અમે અહી સમય પસાર કરવા આવ્યા છીએ. અને રોજ મહાદેવના દર્શન કરી અહી બેસીને આહલાદક વાતાવરણ નો અનુભવ કરીએ છીએ. પણ સર આજે તમે કેમ અમને પૂછી રહ્યા છો. સહજ રીતે પોલીસમેન સામે કીર્તન બોલ્યો.

ઉપરથી ઓર્ડર છે અહી ઘણા પ્રેમી પંખીડા આવી ને ખરાબ હરકતો કરે છે એટલે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. પણ તમે કહો તમારી વચ્ચે શું સંબધ છે.? કડકાઈ થી પોલીસમેન બંનેને પૂછ્યું.

પલકે કીર્તન સામે વિશ્વાસ થી નજર કરી અને જાણે કે કીર્તન ને કઈ કહી રહી હોય તેમ. કીર્તન પણ પલકની ભાષા સમજી ગયો ને તે પોલીસમેન ને કહ્યું સાહેબ... અમારી વચ્ચે એક લાગણીશીલ સંબંધ છે. હા પણ તેનું અમે દોસ્તી કે પ્રેમ નું રૂપ આપ્યું નથી. બસ એક બીજાની ખુશીમાં ખુશ રહીએ છીએ તો સંબંધ નું નામ આપવું યોગ્ય ન લાગ્યું.

પોલીસમેન ને કીર્તન ની આ ભાષા સમજથી બહાર રહી એટલે કડકાઈ થી કહ્યું તમારા નામ અને સરનામું કહો અને લાવો તમારા બંને માતા પિતા ના મોબાઈલ નંબર.

કોઈ ગભરાટ નહિ બસ એકદમ સહજ થઈ પલકે કહ્યું સાહેબ મારું નામ પલક જોશી છે. અને આ છે કીર્તન પટેલ. અમે બંને બ્રાહ્મણ સોસાયટીમાં રહીએ છીએ. અને ડિપ્લોમા કોર્સ કરીએ છીએ. આટલું કહી પલકે તેનો મોબાઇલ ફોન કાઢીને તેમના મમ્મી પપ્પા ના મોબાઈલ નંબર આપ્યા ને કહ્યું સાહેબ તમે મારા મમ્મી કે પપ્પા સાથે વાત કરી શકો છો.

આ સાંભળીને પોલીસમેન સાહેબ સમજી ગયા કે આ બંને એક સારા પરિવારથી છે તે એવા લોકોમાંથી નથી જે અહી ખરાબ હરકતો અને ગંદુ કરવા માટે આવતા હોય. તે પોલીસમેન આગળ વધ્યા એટલે કિર્તન બોલ્યો પલક તારી વાત અધૂરી પૂરી કરીશ. કે કાલ પર છોડીએ.

ના ના બસ થોડું રહ્યું છે ચાલ તે સંભળાવી દઉ પછી આપણે ઘર તરફ ચાલતા થઇએ.

પ્રેમ એટલે સ્નેહ , લાગણી , અનુભવ , અહેસાસ , વિશ્વાસ . પ્રેમ એટલે ના ઓળખી શકાય એવો આભાસ . બીજા શબ્દોમાં કહું તો પ્રેમ એટલે પાણી સાથે વહેતો નિરંતર પ્રવાહ . પ્રેમ એટલે મૌનને સમજી શકાય એવું સત્ય . પ્રેમ એટલે જીભ દ્વારા ઝધડીને હોઠ દ્વારા હસાવીને મનાવવાનો સુંદર પ્રયાસ . દુઃખ એકને થાય અને પીડાનો અનુભવ કોઈક બીજું કરે એ જ પ્રેમ. પ્રેમ એટલે મનુષ્ય માં થતું એકાએક પરિવર્તન . પ્રેમ એટલે જીવનભર સમાધાન થી સાચવી રાખેલી અમુલ્ય યાદો .

પ્રેમ એટલે સામી વ્યક્તિ અને તેના અસ્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર . જીવનમાં એકમાત્ર સખત મહેનત થી જીતેલી બાજી એટલે પ્રેમ . પ્રેમ એટલે પવનની મીઠી અને તાજી લહેર . પ્રેમ એટલે ખુલ્લી અને બંધ આંખે આવતા સુંદર સ્વપ્નો .વધુ માં પ્રેમ એટલે કંઇ પણ અપેક્ષા વગરનું સમપૅણ. આ ગુલાબી હોઠો પર એક જ નામ સૌથી પહેલું આવે ત્યારે જે લાગણી ઉત્પન્ન થાય તે પ્રેમ . પ્રેમ એટલે બે દિલો વચ્ચે બંધાયેલો અતૂટ સેતુ. પ્રેમ એટલે જેને યાદ કરતા તેનો ચહેરો સામે આવે તે…..!!

બસ બસ કહી કીર્તન પલકને રોકે છે. ને કહ્યું તું તો પ્રેમની ફિલોસોફર લાગે છે પ્રેમ વિશે આવું મને પહેલી વાર જાણવા મળ્યું.

કીર્તનને હાથ પકડીને ઊભો કર્યો ને, પલકે કહ્યું ચાલ કીર્તન નહિ તો મોડું થઈ જશે ને મમ્મી ની દાટ પડશે. અને સાંભળ ફરી તારે પ્રેમ વિશે જાણવું હોય તો હું લેક્ચર આપવા તૈયાર છું. કહી બંને હસી પડ્યા ને સ્કુટીની કિક મારી ચાલતા થયા.

પાસે પાસે રહેનારા પલક અને કીર્તન સાથે કોલેજ જતાં. હા કોલેજ બંનેની એક હતી પણ કોર્ષ બંનેના જુદા હતા. એટલે અભ્યાસની વાતો બહુ થતી નહિ પણ સામાજિક વાતો કરવામાં તેઓ ક્યારેય થાકતા ન હતા. આ બંને સાથે ફરવા કે નાસ્તો કરવાનું ક્યારેય ચૂકતા નહિ સમય મળે એટલે ઘરે કહીને નીકળી જતા. હા રોજ કામનાથ સરોવર જઈ સમય પસાર કરવો તે તેનું રોજનું દિનચર્યા માં એક મહત્વનો હિસ્સો હતો. બંને પરિવારને આ બંનેની મિત્રતા સારી અને પવિત્ર લાગી રહી હતી એટલે તો આટલી બધી બંનેને છૂટ આપી હતી.

ડિપ્લો કોલેજમાં પલક અને કિર્તન વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. ચર્ચા નું જોર પકડ્યું હતું કે પલક અને કિર્તન દોસ્ત તો નથી તેથી વધુ કઈક છે. પણ બંને વચ્ચે ક્યારેય એવું વર્તન જોવા મળ્યું ન હતું કે સાબિત થઈ શકે કે બંને વચ્ચે પ્રેમ છે. ઘણી બધી ચર્ચાની વચ્ચે પણ આ બંને તે ચર્ચાને ક્યારેય સાંભળતા ન હતા અને સાંભળી હોય તો તેને નજરઅંદાજ કરતા. બંને એક ખાસ દોસ્ત તો હતા પણ બંને વચ્ચે પ્રમની લાગણી કોઈ દિલના ખૂણે તો વહેવા લાગી હતી પણ તે બંને તેની પહેલ હજુ સુધી કરી ન હતી. અને લાગતું હતું એવું કે તે કરવા પણ માંગતા ન હોય તેવું.

એક દિવસ વેલેન્ટાઇન દિવસ હતો. કોલેજમાં એક ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં ફક્ત કપલ એટલે પ્રેમીઓને જ આમંત્રણ હતું. પણ તેમાં ખાસ દોસ્ત હોય તો પણ અહી ભાગ લઈ શકે તેમ હતા બધા પોત પોતાના પાર્ટનર સાથે પધાર્યા હતા. ત્યારે આ બંને પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

આ ફંકશનમાં એક એવું આયોજન કરવામાં આવ્યું હતું કે. સ્ટેજ પર જઈ પોતાના પાર્ટનરને એક ગુલાબ આપી કિસ કરવાની હોય છે. પહેલા તો બધા શરમ ના માર્યા કોઈ સ્ટેજ પર ગયું નહિ. આમ ભલે ને મોકો મળે એટલે છોડતા ન હોય. પણ તેનું આયોજન કરનાર ખુદ પહેલા સ્ટેજ પર આવ્યો અને તેના પાર્ટનરને ગુલાબ આપી હોઠ પર ચુંબન કર્યું. તે પછી બધાને શરમ સંકોચ જતો રહ્યો ને એક પછી એક બધાનો વારો આવતો ગયો તેમ બધાએ તેના પાર્ટનરને ગુલાબનું ફૂલ આપી કિસ કરી.

હવે વારો આવ્યો પલક અને કીર્તનનો. તેણે સ્ટેજ પર જવાની ના પાડી પણ બધાના આગ્રહના કારણે તેને સ્ટેજ પર જવું પડ્યું. તે બંને સ્ટેજ પર આવ્યા. બધાની નજર તેની પર હતી બધા આજે જાણવા માંગતા હતા કે આ બંને વચ્ચે દોસ્તી છે કે પ્રેમ. સ્ટેજ પર બંને આવ્યા ત્યાં ચિઠ્ઠિ અને તાળીઓથી આખું સ્ટેજ ગુંજી ઉઠયું. બધાએ તાળીઓથી બંને ને વધાવી લીધા.
પલક અને કીર્તન બંને નજીક આવ્યા એક બીજા સામે નજર કરી અને બંનેની આંખોએ એકબીજાને કહી દીધું.

જેમ જેમ બંને નજીક આવી રહ્યા હતા તેમ તેમ જોનારા બધાની ધડકન તેજ થઇ રહી હતી. પણ એ બંને નોર્મલ હતા. હા બંને વચ્ચે ફિલિંગ હતી પણ તે તેના ચહેરા પર લાવવા માગતા ન હતા. થોડા વધુ નજીક આવ્યા ને બંનેએ એકબીજાના કાન માં કહ્યું. એક વિશ્વાસ આપણો પ્રેમ છે. અને વિશ્વાસથી આપણી દોસ્તી છે.પલક સમજી ગઈ ને આંખોના ઈશારાથી કિર્તનને કિસ કરવાની પરમિશન આપી. બધાને એમ લાગ્યું કે બંને એકબીજાને પ્રપોઝ કરી રહ્યા છે.

બંને વધુ નજીક આવ્યાને કીર્તન નીચે બેસ્યો ને હાથમાં રહેલ ગુલાબ નું ફૂલ પલક ને આપ્યું. કોઈએ પ્રપોઝ ન કર્યું હોય તેવા અંદાજ થી પલકને પ્રપોઝ કરી. જોનારા તો ને ઘડી જોઈ રહ્યા. કિર્તનને પલકે ઉભો કર્યો ને પલક થોડી વધુ નજીક આવી. નજીક એટલે બંને ચહેરા વચ્ચે થોડો જ ફાંસલો હતો. હોઠથી હોઠ ટકરાય તે પહેલા કિર્તન પલકના કપાળ પર ચુંબન કરે છે. ને એક વિશ્વાસ આપે છે હું તારી સાથે છું. બીજી કિસ તે હોઠ પર કરે છે. કિસ કરતી વખતે પલક પણ થોડો સાથ આપે છે. આ કિસ બંને એક લાગણીનો માની રહ્યા હતા.

હોઠથી હોઠ બંનેના ટકરાયા ત્યાં તો બધા ઊભા થઈ તે ક્ષણને તાળીઓથી વધાવી લીધી અને તેમના થોડા મિત્રો સ્ટેજ પર આવી તેની પર ફુલોનો વરસાદ પણ વરસાવી દીધો. તો પણ બંને નર્વસ થયા નહિ બસ એકબીજા એ સ્માઇલ કરીને સ્ટેજ પર થી નીચે ઉતર્યા.

બે વર્ષની આ કોલેજના ફ્રેન્ડ ને જે તાલાવેલી જાણવાની હતી તે આજે બધાને ખબર પડી ગઈ કે કીર્તન અને પલક બંને દોસ્ત નહિ બે પ્રેમીઓ છે.

બહાર નીકળી બંને એક બીજા સામે જોઈ રહ્યા. બંનેની આંખો એજ કહી રહી હતી કે લોકો આપણા સંબંધ કઈ પણ સમજે પણ આપણે જે છીએ તે છીએ અને રહીશું પણ. આજે બંને વચ્ચે લાગણી વધી ગઈ ને હગ કરી કીર્તન ની બાઇક પર બેસીને ઘર તરફ નીકળ્યા.

વેલેન્ટાઇન પછી તો કોલેજમાં કીર્તન અને પલકની વાતો વધુ થવા લાગી. તે દિવસે બંને કોલેજમાં પાર્કિંગ પાસે વાતો કરી રહ્યા હતા. ત્યારે તેનો કોઈ કલાસમેટ્સ આવી ને કીર્તન ને કહે છે.
યાર કીર્તન હવે કેટલી વાર છે.?
હવે તો આખી કોલેજમાં ખબર પડી ગઈ છે કે તમે બંને પ્રેમી છો અને તે સાબિતી તમે ફંકશનમાં સાબિત પણ કરી દીધું છે. હવે લગ્નગ્રથિથી ક્યારે જોડાવા માંગો છો.?

આ સાંભળીને કીર્તન ચોંકી ઉઠ્યો. ગુસ્સે થઈ બોલ્યો. શું તમે બધા આવું વિચાર્યા રહ્યા છો. અમારી બંને વચ્ચે એવું કઈ નથી. આવી વાતો કરશો તો હું પ્રિન્સિપાલને ફરિયાદ કરી દઈશ કે તમે બધા અમને બદનામ કરી રહ્યા છો. આટલું સાંભળીને તે કલાસમેટ્સ ત્યાં થી નીકળી ગયો પણ કીર્તન પલક સામે જોઈ તેની આખો વાંચવા લાગ્યો તેની આખો સાફ સાફ કહી રહી હતી કે તે કીર્તનને પ્રેમ કરે છે. પણ કીર્તન અત્યારે પ્રેમ કરવા માંગતો ન હતો તે તેના કરિયર પર ફોકસ અને દોસ્તી નિભાવવા જ માંગતો હતો એટલે પલક ને કહ્યું આજે કામનાથ સરોવર જઈ આ વિશે ચર્ચા કરીશું અત્યારે ક્લાસમાં જઈએ.

સાંજ થવાને હજુ વાર હતી રોજની જેમ આજે બંને કામનાથ સરોવર આવીને સરોવર કાઠે એક ખાલી બેન્ચ પર બેઠા. આજે બંને પહેલીવાર સ્કુટી પર આવતી વખતે ચૂપ હતા. બંને ઘણું બધું વિચારી રહ્યા હતા ખાસ તો પલક. આવીને બેઠા પછી પણ કોઈ બોલતું ન હતું. કીર્તન પલક સામે જોઈ બધું સમજી ગયો એટલે તેને કહ્યું.
પલક મને ખબર છે તું મને પ્રેમ કરવા લાગી છે. હું પણ તને પ્રેમ કરવા લાગ્યો છું. પણ હું હજુ ત્યાં સુધી પહોંચવા નથી માંગતો હજુ હું દોસ્તી જ રાખવા માંગુ છું. એવું નથી કે હું તમે પ્રેમ કરવા નથી માંગતો પણ મારે ડીઝલ મિકેનિકલ એન્જિનિયર કોર્ષ પૂરો થઈ જાય એક જોબ પર લાગી જાઉ પછી હું આગળ વધવા માંગુ છું. હું શું કહી રહ્યો છું. તું સમજી રહી છે ને પલક. પલકનો હાથ પકડી કિર્તન કહ્યું.

આ સાંભળીને પલક નો ચહેરો ફિક્કો પડી ગયો હતો. પણ તે કઈ એવું કહેવા માંગતી ન હતી જેનાથી તેની વચ્ચેના સંબંધોમાં દરાર આવે એટલે કહ્યું કીર્તન હું પણ એજ ઇચ્છું છું પણ આપણે કોલેજમાં કેમ સમજાવી શકીશું તે તો કે સમજે છે તેજ માનવાના.

હા એટલા માટે તો મે એક રસ્તો કાઢ્યો છે. જો પલક તું હા કહે તો. પલક સમજી ગઈ કે કીર્તન શું કહેવા માંગે છે. એટલે કીર્તન કહે તે પહેલાં તેણે કહી દીધું આપણે આજથી કોલેજમાં મળીશું નહિ કે સાથે કોલેજ જઈશું નહિ પણ મારી એક શરત રહેશે આપણે રોજ અહી કામનાથ તો મળવાનું અવસ્ય રહેશે. આ વખતે પલકે કિર્તન નો હાથ પકડી કહ્યું.

પલકનો હાથ તેના હાથ પર મૂક્યો. એક વિશ્વાસ આપ્યો હું તને પ્રેમ કરું છું ને કરતો રહીશ. હું હંમેશા તારી સાથે છું અને સાથે રહીશ. અને તારી જગ્યા કોઈ લઈ નહિ શકે.

આ સાંભળીને એક શુકુન મળ્યું હોય તેમ પલક કીર્તનને ગળે વળગી ગઈ.


કોલેજમાં વાતાવરણ બદલવા લાગ્યું હતું. પહેલા જેટલી કોલેજમાં છુટ મળી રહી ન હતી તેનું કારણ હતું એક નવા પ્રિન્સિપાલનું કોલેજમાં આવવું. તે પ્રિન્સિપાલ એટલા સ્ટ્રીક હતા કે એક બીજા વચ્ચે અભ્યાસની વાતો થવી જોઈએ. જો પ્રેમની વાતો કે પ્રેમ કરતા જોઈ જાય તો બધાની સામે તેમને સજા આપતા. પ્રિન્સિપાલનું આવાં વર્તનથી હવે તો લાગી રહ્યું હતું કે બધા અહી પ્રેમ કરવા નહિ પણ અભ્યાસ કરવા આવી રહ્યા હોય. પહેલાની જેમ હવે કોઈ ફંકશન કે પાર્ટીનું આયોજન થતું હતું નહિ. અને હવે વધારા નો એકબીજા સાથે સમય પસાર કરવાનો સમય પ્રિન્સિપાલ આપી રહ્યા ન હતા. એટલે હવે તો કીર્તન અને પલક ની વાતો બંધ થઈ ગઈ હતી. એટલે હવે પ્રેમભર્યું વાતાવરણ કોલેજમાંથી ગાયબ થઈ ગયું હતું. અને અભ્યાસનું વાતાવરણ સર્જાય ગયું હતું.

કિર્તનની હવે ડીઝલ મિકેનિકલ એન્જિનિયરની પરિક્ષા શરૂ થઈ ગઈ હતી. રોજ કામનાથ સરોવર કિર્તનને પલક મળતી અને તેને પરિક્ષા માટે શુભકામનાઓ આપતી અને તેની પરિક્ષા સારી જાય અને જોબ મળી જાય તે માટે કામનાથ મહાદેવ ને પ્રાર્થના કરતી. અને સાથે તે પણ પ્રાર્થના કરતી કે કિર્તન બસ મારી જિંદગીમાં રહેવો જોઈએ.

પરિક્ષા ચાલી રહી હતી ત્યારે રોજ જ્યારે બંને મળતા એટલે પલક તેને પરિક્ષા કેવી જઈ રહી તેવું પૂછતી અને સ્માઇલ આપી સારી જઈ રહી છે તેવું કિર્તન કહેતો. અને સારી પરિક્ષા જઈ રહી છે તે સાંભળી પલક ખુશ થતી. પલક ને પણ કિર્તન પૂછતો કે તારે કેવી જઈ રહી છે. ત્યારે પલક કહેતી મારે ક્યાં નોકરી કરવી છે. બસ પરિક્ષા આપી રહી છું તારા સાથ ને કારણે પરિક્ષામાં પાસ તો થઈ જ જઇશ.

પરિક્ષા પૂરી થઈ ને બંને થોડા દિવસ બહાર રહ્યા. કિર્તન કોઈ કામ થી તેમના પપ્પા સાથે બહાર ગામ ગયો ને પલક તેના મામાને ત્યાં ગઈ. પણ એકબીજા રોજ ફોન પર ઘણી વાતો કરતા. આમ દિવસો પસાર થઈ ગયા ને પરિક્ષા નું પરિણામ આવી ગયું હતું.

આજે પરીક્ષાનું પરિણામ હતું બંને પોત પોતાની ઘરે એક દિવસ વહેલા આવી ગયા હતા. પલકે કિર્તનને ફોન કર્યો કે આપણે બંને સાથે પરિણામ લેવા જઈએ. વેલેન્ટાઇન પછી બંને સાથે ક્યારેય કોલેજ ગયા ન હતા આજે કોલેજનો છેલ્લો દિવસ પણ હતો એટલે સાથે કોલેજ જવા કિર્તન ના કહી શક્યો નહિ ને બંને સાથે કોલેજ પરિણામ લેવા નીકળ્યા.

બંને નોટિસ બોર્ડ પર પહોંચ્યા. નોટિસ બોર્ડ પર પરીક્ષાનું પરિણામ ચિપકાવવામાં આવ્યું હતું. પરિણામ જોવા ઘણા વિદ્યાર્થીઓની ત્યાં ભીડ હતી. પલકને પરિણામ જાણવા માટે કોઈ ઉત્સુકતા ન હતી પણ કિર્તન જલ્દી પરિણામ જાણવા ઉતાવળ કરી રહ્યો હતો. એટલે તે ભીડ વચ્ચે જઈ રહ્યો હતો ત્યાં પલક તેને હાથ પકડી રોકે છે.
કિર્તન આટલી ઉતાવળ ન કર તારું પરિણામ ક્યાંય ભાગી નથી જવાનું. મને ખબર છે તું ફસ્ટ ક્લાસ પાસ જ હઈશ. કિર્તન હાથ છોડવાની કોશિશ કરે છે પણ પલક હાથ છોડતી નથી ત્યાં ભીડ થોડી હળવી પડે છે એટલે પલક તેનો હાથ છોડી જોવા માટે જવા દે છે. પણ પલક ને પરિણામની પડી ન હોય તેમ તે દૂર જઈ જોઈ રહી.

હજુ તો પલક આમતેમ નજર કરી રહી હતી ત્યાં કિર્તન આવીને ગળે વળગી ગયો.
પલક હું ફસ્ટ ક્લાસ પાસ થઈ ગયો. હવે મને નોકરી જરૂરથી મળી જશે. પલક પણ તેની સાથે ખુશ થઈ અને તેને પણ લાગ્યું આ મારી ખુશી છે.
પણ પલક તું તો જો... તું પાસ થઈ કે નહિ.?
હસતા ચહેરે કિર્તન કહ્યું.

ના કિર્તન તું પાસ એટલે હું પાસ. આમ પણ હવે હું આગળ અભ્યાસ કરવા માંગતી નથી કે નોકરી કરવા... બસ તારી ખુશી તે મારી ખુશી.

કિર્તન ફરી બોર્ડ પર જઈ નજર કરી. છેલ્લું નામ પલક નું હતું. થોડું મૂડ ઓફ થયું પણ તે પલક પાસે જઈ કહ્યું. પલક તું પણ પાસ થઈ ગઈ છે. તે ખુશીમાં આજે કામનાથ સરોવર પર નાસ્તો થઈ જાય.?
ભલે કહી પલક તો નીકળી ગઈ. કિર્તન સમજી શક્યો નહિ કે આજે પલકનું આવું વર્તન કેમ છે. તેને તેના પરિણામની ખુશી કેમ નથી. કિર્તન પાછળ જવા કોશિશ કરી પણ તે તેની સ્કુટી લઈ નીકળી ગઈ હતી.

કામનાથ સરોવર જવાનો સમય થઇ ગયો હતો પણ પલક હજુ સુધી તેના ઘર પાસે આવી ન હતી એટલે કિર્તન તેને ફોન કરે છે. હું રસ્તમાં છું તેવો જવાબ મળતા તે ગેટ બહાર તેની રાહ જોવા લાગે છે. થોડો સમય થયો ત્યાં પલક તેની સ્કુટી લઈ આવી, પાછળ કિર્તન બેસી ગયો. આજે પણ પલક એકદમ ચૂપ હતી. બે ત્રણ વાર કિર્તન બોલ્યો હાય પલક... પણ પલક કઈ જવાબ આપી રહી ન હતી. ત્યાં કામનાથ સરોવર આવી ગયું.

તું મારાથી નારાજ છો.? ગભીર થઈ કિર્તને પૂછ્યું.
ના તો...આટલું પલક બોલી.
હવે પલક તું નહિ બોલે તો તને મારા સમ. અને હું મરું.
પલકે કિર્તનના મો પર હાથ મૂકી કહ્યું બસ કિર્તન આગળ એક શબ્દ બોલીશ નહિ.
હું ખુશ છું કે તું ફસ્ટ ક્લાસ પાસ થયો પણ પાછળથી તું મારાથી દૂર જતો રહીશ તે વિચારથી હું દુઃખી થઈ ગઈ.

પલકનો હાથ પકડી કહ્યું અરે પલક હું તારાથી ક્યાં દૂર જાઉ છું. હવે નવું મુકામ આવ્યું છે તો તે સર તો કરવું પડશે ને. આપણે અભ્યાસ એટલા માટે તો કર્યો છે સારી નોકરી મળી જાય આપણે સેટલ થઈ જઈએ.

પલકની આંખમાં આસું આવી ગયા. અને તે આસું કિર્તનને કહી રહ્યા હતા કે કિર્તન તું મારાથી દૂર ન જા. પણ કિર્તન પણ તેના આસું લૂછીને વિશ્વાસ આપ્યો કે હું તારી પાસે જ છું, તારી સાથે છું, તારા દિલમાં.

ખુશી વ્યક્ત કરતો કિર્તન બોલ્યો. પલક કોલેજમાંથી મે નોકરી માટે એક કંપનીમાં અરજી કરી હતી. તેઓએ મારા ડોક્યુમેન્ટ અને કુશળતા જોઇને મને ઇટરવ્યું આપવા બોલાવ્યો છે. હું બહુ ખુશ છું મને નોકરી મળી ગઈ.

અરે તું કેવી છે પલક તને મારી ખુશીમાં કોઈ ખુશી દેખાતી નથી..?
પલક ફરી કિર્તન ને ભેટી પડી. મને તું દૂર જા તે મને પસંદ નથી. તું ક્યાંય નહિ જાય તારે જોબ કરવી હોય તો અહી કર તારે રાજકોટ જવાની શી જરૂર છે. ?

કિર્તને એક વિશ્વાસ પલક ને આપ્યો. હું જ્યારે જ્યારે રાજકોટથી અહી આવીશ એટલે પહેલા તને મળીશ. ચાલ આપણે જઈએ મારે સામાન પણ પેક કરવાનો છે.

કિર્તન તો રાજકોટ નોકરી કરવા જતો રહ્યો. એક મહિનો થઈ ગયો હતો. તે પલકને મળવા તે ગાળામાં આવ્યો ન હતો. પણ પલક સાથે બહુ ઓછી વાત થવા લાગી. પલકને બહુ ચિંતા થવા લાગી હતી. ત્યાં સવારે પલકને કિર્તન નો ફોન આવે છે હું તને મળવા આવું છું ને એક ગુડ ન્યૂઝ પણ આપીશ. થોડી વાર તો ચોંકી ગઈ. ગુડ ન્યૂઝ.!!!
તેં મને મળવા આવે છે કે ગુડ ન્યૂઝ આપવા. શું ગુડ ન્યૂઝ મળવાથી ઉપર હશે.!!!
થોડી ગભરાટ થઈ. જોબ મળી ગઈ છે તો કઈ ગુડ ન્યૂઝ ની વાત કરશે. તે વિચારીને પલક થોડી ચિંતામાં મુકાઈ.
મનને શાંત કરી કિર્તનની આવવાની રાહ જોવા લાગી.


કિર્તન જ્યારે નોકરી કરવા રાજકોટ ગયો ત્યારે રાજકોટ શહેર તેના માટે સાવ અજાણ હતું. ત્યાં કોઈ મિત્ર કે સગા સંબંધી ન હોવાને કારણે તે એક સામાન્ય હોટલમાં રોકાયો ને ત્યાંથી તે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો.

ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું રાજકોટથી દસ કિલોમીટર દૂર સાપર પાસે "અતુલ ઓટો" માં. એટલે તેણે એક બસ પકડી સાપર આવ્યો અને સાપરથી તે કંપની પહોંચ્યો. કંપની બહુ મોટી હતી. તે ગેટ પાસ લઈ અંદર દાખલ થયો ને ઓફિસ વિભાગમાં ગયો. ત્યાં ઇન્ટરવ્યૂ વિભાગમાં પહોંચી વેઇટિંગ રૂમમાં રાહ જોવા લાગ્યો. બાજુમાં પડેલ ગુજરાત ન્યૂઝ પેપર હાથમાં લઈ તેના પર નજર કરવા લાગ્યો. સવારનો સમય હતો એટલે એક કંપનીનાં માણસે આવી ને કિર્તનને ચા આપી અને ફરી ચા કે પાણી પીવું હોય તો મને એક અવાજ કરજો. એટલું કહી તે માણસ ત્યાંથી નીકળી ગયો.

કિર્તન ચા ની ચુસકી લઈ રહ્યો હતો. ત્યાં એક સુટ પહેરેલી ખુબ સુંદર છોકરી કિર્તન પાસેથી પસાર થઈ. કિર્તન તેની પરફ્યુમની સુંગંધ થી ન્યૂઝ પેપરમાંથી બહાર આવી તેની તરફ નજર કરી પણ ત્યાં તો તે એકાઉન્ટ વિભાગમાં દાખલ થઈ ગઈ. પણ પાછળ થી નજર પડી શોર્ટ રેશમી તેના હેર કિર્તનને ઘાયલ કરતા ગયા. અને તેના એક હાથમાં પિંક પર્સ હતું. અને બીજા હાથમાં આઈફોન હતો.

કોઈ ઓફિસનાં માણસે આવીને કહ્યું સર તમને અંદર બોલાવે છે. ઉભો થઈ કિર્તન થોડો વ્યવસ્થિત થયો તેના વાળ સેટ કર્યા ને ચહેરા પર સ્માઇલ રાખી અંદર દાખલ થયો. બધા ડોક્યુમેન્ટ અને ડિગ્રી બોસના ટેબલ પર મુક્યા. ડોક્યુમેન્ટ અને ડિગ્રી જોઈ કંપનીના બોસે તેને થોડા સવાલો કર્યો. સરળ રીતે બધા સવાલોના જવાબ સાંભળી બોસે તેને કાલ થી નોકરી જોઈન કરવાનું કહ્યું. થેન્ક યુ કહી કિર્તન ઓફિસ બહાર આવ્યો.

બહાર ગેટ પાસે પહોંચ્યો ને ત્યાંથી રાજકોટ જવા માટે કોઈ વાહનની રાહ જોવા લાગ્યો. અસલમાં તેને ખબર હતી નહિ કે વાહન બસ સ્ટોપ પર મળશે. અહીંથી કોઈ વાહન મળશે નહિ. તે રાહ જોઈ રહ્યો હતો. ઘણા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પણ ત્યાં ઊભા રહેતા ન હતા. કિર્તન કઈ સમજે તે પહેલા ત્યાં એક સ્કુટી પાસે આવીને ઊભી રહી.
હેલો.. તમારે રાજકોટ જવું છું.
તે સ્કુટી પર નજર કરી તો પેલી વેઇટિંગ રૂમમાંથી પસાર થઈ હતી તે હતી. કિર્તન તેના પિંક પર્સ અને રેશમી વાળ થી ઓળખી ગયો. તેણે હજુ હેલ્મેટ પહેર્યું ન હતું. હેન્ડલ ના આગળના કાચમાં હેલ્મેટ હતું.

હા કહી તે છોકરી સામે કિર્તને સ્માઇલ આપી.
તેણે પાછળ બેસવાનો ઈશારો કર્યો એટલે કિર્તન પાછળ બેસી ગયો. તેણે આગળ કાચ માંથી હેલ્મેટ બહાર કાઢીને પહેર્યું ને સ્કુટી ને વેગ આપી.
રસ્તામાં તેણે કિર્તન ને પૂછ્યું ક્યાંથી આવે છે ને અહી જોબ મળી કે નહિ. પાછળ થોડી નજર કરી કિર્તન ને પૂછ્યું.

હા જોબ તો મળી ગઈ છે. પણ.....
કહી કિર્તન અટકી ગયો.
ચાલતી સ્કુટીએ ફરી પાછળ વળીને તે છોકરીએ કહ્યું પણ... હું સમજી નહિ. કોઈ મદદની જરૂર હોય તો કહે.

એક રાહત મળી તેમ કિર્તન કહ્યું. રાજકોટથી હું અજાણ છું. હાલમાં હોટેલમાં રહુ છું જો કોઈ રહેવાની વ્યવસ્થા થઈ જાય તો સારું.

થોડીવાર તે છોકરી કઈ બોલી નહિ. કિર્તન કઈ સમજી શક્યો નહિ. એટલે રાજકોટ આવતા તેણે કહ્યું તમે આગળ જતાં હોય તો ભક્તિનગર પાસે મને ઉતારી દેજો.

સારું હું ભક્તિનગર થી જ જઈ રહી છું. ધીરે થી તે છોકરીએ કહ્યું.

ત્યાં ભક્તિનગર પહેલા ગાયત્રીનગર તરફ સ્કુટી વાળી અને એક મકાન પાસે ઊભી રાખી. કિર્તન નીચે ઊતર્યો ને ત્યાં સ્કુટી પાસે ઉભો રહ્યો તેને લાગ્યું તે છોકરીને કઈક કામ હશે હજુ તે વિચારી રહ્યો હતો ત્યાં તે છોકરી મકાનની અંદર જઈ તરત બહાર આવી અને કહ્યું તમારું કામ થઈ ગયું. અંદર આવો. કિર્તન કઈ સમજી શક્યો નહિ તે મકાનમાં દાખલ થયો.

મકાનની અંદર દાખલ થતા એક હોલ અને એક બેડરૂમ નજર આવ્યા. હોલમાં એક સુંદર સોફા પર હેન્ડસમ યુવાન બેઠો હતો. પેલી છોકરી પણ ત્યાં બેસી હતી. કિર્તનને હોલની અંદર અને સોફા પર બેસવાનું કહ્યું.
પેલી છોકરી ઉભી થઈને કિર્તન સામે હાથ લંબાવીને કહ્યું. કિર્તન... મારું નામ વૈશાલી છે.
મારે ઉતાવળ છે હું જાવ છું. તને મારો ફ્રેન્ડ રાજીવ બધી સગવડ કરી આપશે. ચાલ કાલે કંપનીમાં મળીશું કહી તે નીકળી ગઈ.

બાજુમાં બેઠેલો રાજીવ કિર્તન ને બધું પૂછે અને અને રૂમ પાર્ટનર થઈશ તે પૂછે છે. કિર્તન ને તો તે જરૂર હતી એટલે તેણે હા પાડી. ત્યારે રાજીવ તેને અહી રહેવાના નિયમો સમજાવે છે. બધા નિયમો કિર્તન માન્ય કરે છે.

બપોરનો સમય થઈ ગયો હતો એટલે રાજીવે કહ્યું ચાલ કિર્તન આપણે જમવા જઈએ. બંને નજીકમાં આવેલ મકાનમાં જમવા ગયા. તે મકાનમાં બે કપલ રહેતા અને પોતાની કમાણી આવી રીતે લોકોને જમાણી લોજીંગ પેટે પૈસા લઈ ઘર ચલાવતા હતા. કિર્તન પહેલી વાર આવી રીતે જમવા ગયો હતો પણ ત્યાં તે કપલ નો પ્રેમ અને જમવાનું જમીને તેનું ઘર યાદ આવી ગયું. મમ્મી જેવી તેની રસોઈ હતી એથી તેમનો જમાડવાનો પ્રેમ થી કિર્તન ને જમવા બાબત ની ખુશી મળી ગઈ.

એક દિવસમાં તો કિર્તન ને રાજીવ સાથે ફાવી ગયું હતું. સરળ સ્વભાવ અને મદદની ભાવના તેનામાં ખુબ હતી. તે દિવસે બંનેએ ખુબ વાતો કરી. અને એક દિવસમાં તો બંને મિત્ર પણ થઈ ગયા. કિર્તન સાથે બધી વાતો થઈ ત્યારે રાજીવ પણ બહાર ગામથી છે. અને અહી થોડીક નજીક એક કંપનીમાં તે નોકરી કરે છે તેવું જાણવા મળ્યું. ખુલા દિલથી વાત કરનારો રાજીવ કિર્તનને એક જ દિવસમાં તેનું ઘર ભૂલાડી દીધું. વાત વાતમાં રાજીવે પણ કહ્યું હતું. કિર્તન તું પણ બહુ સારો માણસ છે તો આપણી દોસ્તી ખુબ જામશે.

સવારે કિર્તન ને અતુલ કંપનીમાં જવાનું હતું. તે તૈયાર થઈ ભક્તિનગર સર્કલ પાસે ઊભો રહ્યો. તે બસ ની રાહ જોવા લાગ્યો. થોડો સમય થયો ત્યાં એક બ્લુ કલરની બસ આવી ઊભી રહી અને તે બસનો ડ્રાઈવર બોલ્યો તમે કિર્તન છો.? કિર્તન હા પાડે છે એટલે ડ્રાઈવર તેને બસમાં બેસવાનું કહે છે. બસમાં બેસવા ની સાથે જ કિર્તન તે ડ્રાઈવર ને કહ્યું મોટા ભાઈ હું સમજ્યો નહિ તમે મારું નામ જણાવવા કહ્યું અને પછી બસમાં કેમ મને બેસવાનું કહ્યું.

બસ ચલાવી રહેલ ડ્રાઈવરે પાછળની સીટ પર બેઠેલ કિર્તન પર નજર કરી ને કહ્યું કાલે રાત્રે વૈશાલી મેમ નો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે ભક્તિનગર સર્કલ પાસેથી કિર્તન નામના યુવક ને કંપનીમાં લેતા આવવાનું . આ સમભળી કિર્તને ડ્રાઈવર ને આભાર વ્યક્ત કર્યો અને આગળ નજર કરી તો બસના કાચમાં અતુલ નામ અને બસ નંબર ૧૨ લખ્યું હતું. મનમાં કિર્તન વૈશાલીનો આભાર વ્યક્ત કરતો હતો.

કંપની આવતા કિર્તન બસમાંથી નીચે ઉતરી તેના વિભાગમાં પહોંચ્યો ત્યાં ઓફિસ ના દરવાજા પાસે સિક્યુરિટી ગાર્ડ કિર્તન ને રોકે છે અને કિર્તન ને પાસ બતાવવા કહ્યું. કિર્તન પાસે પાસ હતો નહિ એટલે કહ્યું મારો પહેલો દિવસ છે હું આજે જોઈન થયો છું પાસ મારી પાસે હજુ આવ્યો નથી મને અંદર જવા દો. પણ સિક્યુરિટી ગાર્ડ તેની એક પણ વાત માની નહિ. કિર્તન કઈ સમજી શક્યો નહિ શું કરવું હજુ કોઈ ઓફિસ સ્ટાફ આવ્યો ન હતો ને વૈશાલી નો ફોન નંબર પણ હતો નહિ. એટલે કિર્તનને રાહ જ જોવી રહી.


થોડી વાર રાહ જોઈ હશે ત્યાં વૈશાલી આવી અને સિક્યુરિટી ગાર્ડ ને કહ્યું તેમને અંદર આવવા દો. વૈશાલી સમજી ગઈ હોય તેમ કિર્તન ને પાસ વિભાગમાં લઈ ગઈ અને તેનો પાસ કઢાવી આપ્યો. ને તે તેની ઑફિસમાં જતી રહી કિર્તન ને તો આભાર વ્યક્ત કરવાનો સમય પણ તેણે ન આપ્યો. કિર્તન બોસની ઑફિસમાં ગયો ત્યાંથી તેને એક કેબિન સોંપવામાં આવી અને કામ પણ જણાવવામાં આવ્યું. કિર્તનને સોંપવામાં આવેલી કેબિનમાં તે કામ કરવા લાગ્યો.

કિર્તન પહેલીવાર ઓફિસનું કામ કરી રહ્યો હતો. થોડી નર્વસ ફિલ કરી રહ્યો હતો પણ તેને વૈશાલીની મદદ તેની નજર સામે આવી રહી હતી. મનમાં વિચાર પણ કરી લીધો કે હું આભાર વ્યક્ત કરવાની સાથે તેને ખુશીની પાર્ટી પણ આપીશ એટલે તેને મળવાની રાહ જોઈ રહ્યો. બપોર થયા એટલે કંપની તરફ થી આપવામાં આવતું ભોજન લીધું. ભોજન લેતી વખતે તેને આજુબાજુ ઘણી નજર કરી પણ વૈશાલી તેને ક્યાંય નજરમાં ન આવી. તે ભોજન લઈ ફરી કામ કરવા લાગ્યો ને સાંજ પડવાની રાહ જોવા લાગ્યો.

નોકરીનો સમય પૂરો થયો એટલે કિર્તન ગેટ બહાર વૈશાલીની રાહ જોવા લાગ્યો. ઘણો સમય થયો પણ વૈશાલી આવી નહિ પણ બસ આવી એટલે તેને બસમાં જવું પડ્યું. સાંજે રાજીવ પાસેથી વૈશાલીનો મોબાઈલ નંબર મેળવે છે પણ કોલ કરવાની હિંમત ચાલતી નથી. રાજીવ વૈશાલીના ખુબ વખાણ કરે છે પણ વૈશાલી કંપનીમાં કઈ પોસ્ટ પર છે તે રાજીવને પણ ખબર હતી નહિ. અને આ બે દિવસમાં કિર્તન ને પણ લાગ્યું કે વૈશાલી કંપનીમાં મારી જેમ સામાન્ય નોકરી કરે છે. રાજીવ સાથે ઘણી વાતો થઈ પણ રાજીવ ફક્ત એટલું જ કહેતો કે તારી જેમ મારી મદદ કરી અને અમે દોસ્ત બન્યા. પણ તે કામ સિવાય મને મળવા આવતી નથી. એટલી વાતમાં કિર્તન ઘણું સમજી ગયો.

બીજે દિવસે કંપનીમાં કામ કરી રહ્યો હતો ત્યારે વૈશાલી અચાનક ત્યાં આવી પહોંચે છે. આવી રીતે અચાનક વૈશાલીનું આવવું થોડો શોક લાગ્યો. પણ તે કંપનીનું કામ આપવા આવી હતી. તે થોડી વાર કિર્તન સાથે બેઠી એટલે કિર્તન તેનો આભાર વ્યક્ત કરે છે ને સાથે ડિનર માટે આમંત્રણ આપે છે. આમત્રણ તો તે સ્વીકાર કરે છે પણ તે તેના સમય પર ડિનર લઈશ તેવું કહ્યું. કિર્તન તેની વાત પર કોઈ પ્રોબ્લેમ નહિ તેમ કહ્યું. મારે ઘણું કામ છે કહી વૈશાલી તેની ઓફિસમાં જતી રહી.

સવારે કિર્તન બસમાં જતો સાંજે પણ બસમાં આવતો. આમ બે ત્રણ દિવસ નીકળી ગયા કિર્તન પણ ભૂલી ગયો કે વૈશાલીને ડિનર આપવાનું છે. કિર્તન તેની કેબિનમાં કામ કરી રહ્યો હતો ત્યાં પટાવાળો કિર્તનના કેબિનમાં આવી કહ્યું સર તમને વૈશાલી મેમ તેની ઑફિસમાં બોલાવે છે. થોડો વ્યવસ્થિત થઈ પટાવાળા પાછળ પાછળ વૈશાલીની ઓફીસ ગયો. કિર્તન પહેલીવાર વૈશાલીની ઓફિસમાં જઈ રહ્યો હતો. તે હજુ વૈશાલીને નોર્મલ સમજી રહ્યો હતો પણ જેવો તે ઑફિસની અંદર દાખલ થયો તો હોશ ઉડી ગયા

કિર્તન બસ ઓફિસ જોઈ રહ્યો. કિર્તનના આવવાથી વૈશાલી તેને સીટ પર બેસવા કહ્યું. કિર્તન સીટ પર તો બેસી જાય છે પણ આજુબાજુનું ડેકોરેશન અને ફરતે ગોઠવેલા શિલ્ડ ને જોઈ રહ્યો પછી ભાન થયું કે હું વૈશાલી મેમની ઑફિસમાં આવ્યો છું. તરત તેને વૈશાલીને પ્રણામ કર્યા અને મારા જેવું કોઈ કામ હોય તો કહો તેમ વૈશાલી ને કહ્યું.

તારું કામ કંપનીને પસંદ આવી ગયું છે. મે કામથી તને બોલાવ્યો નથી મને પેલું યાદ આવ્યું એટલે તને બોલાવ્યો કહી વૈશાલી કિર્તન સામે જોઈ રહી.

કિર્તન તો ભૂલી ગયો હતો. પણ હવે શું કરવું જો ના કહીશ તો ખોટું લાગશે ને હા કહીશ તો ખોટો પાડીશ. થોડી મુંજવણ માં મુકાયો પણ બુધ્ધિ વાપરી ને બોલ્યો તમે કહો તે પ્રમાણે ગોઠવીએ.

તો આજે બસમાં નહિ જતો મારી ગાડીમાં આવજે અને સીધા આપણે ડિનર પર જઈશું.

કિર્તનને ડિનરનું નામ સાંભળી યાદ આવી ગયું પણ હવે તો ડિનર માટે તો પાકું થઈ ગયું છે એટલે આગળ તે વિશે બોલ્યો નહિ બસ "હવે કોઈ કામ છે મારું મેડમ" એટલું કહી તે તેના કેબિન જતો રહ્યો.

સાંજ પડવાની કિર્તન રાહ જોવા લાગ્યો. થોડી થોડી વારે તે સમય જોઈ રહ્યો હતો ક્યારે સાંજ પડે અને તે વૈશાલી સાથે ડિનર પર જાય. નોકરી સમય પૂરી થયો એટલે કેબિનમાંથી બહાર આવી ગેટ પર આવી વૈશાલી ની રાહ જોવા લાગ્યો. ચહેરા પર ખુશી હતી. ખબર નહિ વૈશાલી તેની પર જાદુ કરી ગઈ હોય તેમ કિર્તન પલકને તો સાવ ભૂલી ગયો હતો. પલકના વિચારો હવે દૂર જઈ રહ્યા હતા ને વૈશાલીના વિચારો હાવી થઈ રહ્યા હતા.

વિચારો માં ખોવાઈ ગયો હતો ત્યાં એક બી.એમ.ડબલ્યુ કાર આવી તેની પાસે ઊભી રહી. બ્લેક કાચ ઉંચો થયો ને વૈશાલી નજર આવી. કિર્તન સામે જોઈ બોલી. ચાલ કિર્તન બેસી જા.

હજુ તો વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં ફરી બીજા વિચારોમાં ખોવાઈ ગયો. વૈશાલી પાસે
બી.એમ.ડબલ્યુ કાર.?

શું વિચારે છે કિર્તન.? સામે નજર કરી વૈશાલી બોલી.
વિચારોમાંથી બહાર આવી વૈશાલી સામે સ્માઇલ કરી. કઈ નહિ વૈશાલી મેમ.

હું એકલી હોય ત્યારે તું મને ખાલી વૈશાલી કહી બોલાવી શકે છે કિર્તન. ખબર નહિ તારો પ્રેમાળ સ્વભાવ મને તારા પ્રત્યે લાગણી વ્યક્ત કરવા મજબૂર કરી રહ્યો છે.

પણ મેમ હું કનફ્યૂઝઃ છું કે તમારી કંપનીમાં કઈ પોસ્ટ છે. તમે રોજ સ્કુટી લઈને આવો છો ને આજે બી.એમ.ડબલ્યુ કાર. ?

બહુ વિચાર ન કર સાંભળ હું કંપનીના માલિકની દીકરી છું. પણ તારા માટે વૈશાલી છું.

આ સાંભળીને તો કિર્તન સ્તબ્ધ થઈ ગયો. કે હજુ તો હું કંપનીમાં જોઈન થયો ને ત્રણ દિવસ થયા છે ને હું કંપની ની માલકીન સાથે ડિનર પર જઈ રહ્યો છું. જાણે મો તો સિવાઈ ગયું હોય તેમ એક શબ્દ બોલી શક્યો નહિ.
વૈશાલી પણ સમજી ગઈ કે કિર્તન ને વિચારવા માટે સમય આપવો પડશે એટલે તે ન્યૂ સોંગ સાંભળવા લાગી.

રાજકોટ આવતા વૈશાલી કહ્યું કિર્તન ને. કિર્તન આપણે કઈ હોટેલમાં જઈશું.?
કિર્તન આજુબાજુ નજર કરતો હતો એટલે વૈશાલી સમજી ગઈ કે કિર્તન તો રાજકોટ થી તો સાવ અજાણ છે એટલે મારે જ કોઈ સારી હોટલ શોધવી રહી. તેણે બહુ દૂર ન જતા ગોંડલ ચોકડી પર આવેલી ક્રિષ્ના હોટેલમાં ગાડી વાળી અને ગાડી પાર્કિંગ કરી હોટેલની અંદર દાખલ થયા.

પહેલી વાર કિર્તન ક્રિષ્ના હોટેલમાં આવ્યો હતો. તે હોટેલ બહુ મોટી હતી. તે હોટેલ ને નિહાળતો રહ્યો. વૈશાલી એ કિર્તન નો હાથ પકડી કહ્યું ગાર્ડનમાં ડિનર કરીશું કે અંદર.?
હવે જો કિર્તન જવાબ નહિ આપે તો કદાચ વૈશાલીને ખોટું લાગી જશે એ સમજી ને કહ્યું વૈશાલી ગાર્ડનમાં મજા આવશે.

બંને ગાર્ડનમાં બેસીને ઓર્ડર કર્યો. બહુ સુંદર લાઈટિંગ નું ડેકોરેશન હતું. ટેબલ પર ફૂલો અને કેન્ડલ પણ હતી. કિર્તન ને થયું લાવ બે ચાર ફોટા ક્લિક કરી લઉ પણ વૈશાલી સામે હોવાથી તેને થોડો સંકોચ થઈ રહ્યો હતો. ડિનર પીરસવામાં આવ્યું. બંનેએ ડિનર શરૂ કર્યું ત્યાં કંપનીના બોસ એટલે વૈશાલીનાં પપ્પા ત્યાં આવી પહોંચ્યા ને વૈશાલીને કહ્યું એક સામાન્ય નોકરી કરતા છોકરા સાથે ડિનર કરે છે.?


વગર સંકોચે વૈશાલી બોલી અરે પપ્પા મારી થોડી મદદથી કિર્તન ને ઘણો ફાયદો થયો તે ફાયદા રૂપ મને તે ડિનર આપી રહ્યો છે. તેમાં ખોટું શું.?

બોસ પણ થોડી સ્માઇલ કરી બંને સાથે ડિનર કરવા બેસી ગયાં ને કિર્તન ને કહ્યું તો કિર્તન મને પણ પાર્ટી આપી દે મે તને નોકરી આપી છે કહી હસવા લાગ્યા.

બહુ સુંદર ક્ષણ કિર્તન માણી રહ્યો હતો. કંપનીના માલિક સાથે ડિનર ઉપરથી વૈશાલીનો પ્રેમ જાણે કે દુનિયાની બધી ખુશી એક સાથે મેળવી રહ્યો હોય તેમ. વાતો કરવાનો કિર્તનને સંકોચ થઈ રહ્યો હતો પણ હિમ્મત કયાંથી આવી તે ખબર ન રહી ને તે બંને સાથે ખુલી ને વાતો કરવા લાગ્યો. એટલે સુંદર અને પ્રેમાળ વાતો સાંભળીને બોસ ખુશ થયો. પણ વૈશાલી પ્રભાવિત થઈ હોય તેવી કિર્તન ને લાગી રહ્યું હતું. વૈશાલી જમતી વખતે વારે વારે કિર્તન તરફ જોઈ રહી હતી અને એક મીઠી સ્માઇલ આપી રહી હતી. કિર્તન એક ક્ષણ માણી લેવા માંગતો હતો.

ડિનર પત્યા પછી વૈશાલી કિર્તનને તેના રૂમ સુધી મૂકવા આવી. ત્યાં પહોંચતા કિર્તન વૈશાલીનો આભાર વ્યક્ત કરે છે. ત્યારે વૈશાલી એ કિર્તન સાથે હાથ મિલાવીને કહ્યું કિર્તન તેમાં આભાર વ્યક્ત કરવાનો ન હોય મને તારો સ્વભાવ સારો લાગ્યો તો થોડી મદદ કરી આમાં મારો પણ સ્વાર્થ હતો. એક સારો મને એમપ્લોય તો મળ્યો. કઈ વૈશાલી એ કિર્તનને હગ કર્યું. કિર્તન ફરી આભાર વ્યક્ત કર્યો ત્યારે વૈશાલી એટલું બોલી દોસ્તી રાખવી હોય તો આભાર શબ્દ ન આવવા જોઈએ.

કિર્તનના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને આ ખુશીમાં તેણે વૈશાલીને હગ કર્યું. પછી મારે મોડું થશે એમ કહી વૈશાલી ત્યાંથી નીકળી ગઈ. વૈશાલી દૂર સુધી નીકળી ન ગઈ ત્યાં સુધી તેને નિહાળતો રહ્યો. તે રાત્રે કિર્તનને ઊંઘ આવી નહિ બાદ વૈશાલી ના વિચારો આવી રહ્યા હતા. પણ હજુ તે સમજી શક્યો ન કે મને આવી ફિલિંગ કેમ થઈ રહી છે. આખી રાત જાગીને બસ મનમાં હસતો રહ્યો.

હવે કિર્તનને વૈશાલીની પોસ્ટ ની ખબર પડી ગઈ હતી એટલે નોકરી પર કોઈના કોઈ બહાને તે વૈશાલીને મળવા કે તેનો ચહેરો જોવા જતો. ત્યાં જઈ મીઠી મીઠી હસી મજાકની વાતોથી વૈશાલીનું દિલ બહેલાવી દેતો. વૈશાલીને પણ કિર્તન સાથે મજા આવતી હોય તેમ તે પણ હવે ધીરે ધીરે કામ સોપવાં ખુદ તેના કેબિનમાં આવી જતી અને કિર્તનની વાતો સાંભળવા બેસી જતી.

થોડા દિવસમાં તો બંને ખાસ ફ્રેન્ડ થઈ ગયા. પણ ફ્રેન્ડ શીપ ની વચ્ચે પલક ક્યાંય કિર્તન ને યાદ આવતી ન હતી. તે હવે પલક ની સાથેના દિવસો જાણે ભૂલી ગયો હોય તેમ પલક ને ફોન પણ કરતો ન હતો. હા પલક નો ફોન આવે તો ક્યારેક થોડીક મિનિટો વાત કરી લેતો. હવે કિર્તન ના દિલમાં પલક કરતા વૈશાલી નું સ્થાન વધી રહ્યું હતું. એમ કહું તો તે વૈશાલી ને ચાહવા લાગ્યો હતો.

કિર્તન સાથે વધુ સમય પસાર કરવા માંગતી હોય તેમ વૈશાલી કિર્તન ને બસમાં નહિ તેની સાથે કંપનીમાં લઈ જતી. અને મોકો મળે એટલે બહાર ફરવા કે નાસ્તો સાથે કરતા. વૈશાલી તો કિર્તન સાથે ઘૂલમિલ ગઈ હતી. માનો એક બીજા વગર ચાલે નહિ. જ્યારે જ્યારે બંને છુટા પડ્યા ત્યારે એક બીજાને આલિંગન આપી છૂટા પડતા આ આલિંગન હવે કિર્તન પ્રેમનું આલિંગન નું નામ આપી દીધું હતું. કિર્તન ને એમ જ લાગી રહ્યું હતું કે વૈશાલી પણ તેને પ્રેમ કરવા લાગી છે.

વૈશાલી ને મારા પ્રત્યે ફિલિંગ છે કે નહિ તે જાણવા એક દિવસ ફોન બંધ કરી રૂમમાં આરામ કરતો રહ્યો. વૈશાલી ભક્તિનગર સર્કલ પાસે કિર્તન ની રાહ જોઈ રહી. તેણે કિર્તન ને ફોન કર્યો પણ ફોન બંધ આવી રહ્યો હતો. થોડી ચિંતા થઈ અને તેને ગાડી તે રહેતો હતો ત્યાં લઈ ગઈ અને ત્યાં જઈ જોયું તો રૂમ બંધ હતો. તેણે રાજીવ ને ફોન કર્યો તો રાજીવ નો જવાબ હતો તેની પહેલા હું નોકરી પર નીકળી ગયો હતો મને કિર્તન વિશે કોઈ માહિતી નથી.

બેચેન બનેલી વૈશાલી કંપનીમાં જતી રહી પણ આખો દિવસ કિર્તનને ફોન કરતી રહી. સાંજ પડી એટલે કિર્તન પોતાનો ફોન ઓન કરે છે તો વૈશાલી ના ઘણા મેસેજ હતા અને ઘણા કોલ કર્યા હશે તે ખબર પડી. એટલે કિર્તનને સમજાઈ ગયું કે વૈશાલીની મારા પ્રત્યેની લાગણી અને ચિંતા મને પ્રેમ કરે છે તે સાબિત થાય છે. પણ આજે કંપનીમાં ન જવું અને ફોન બંધ રાખવો તેનું કારણ શું આપીશ તે ચિંતા કરવા લાગ્યો ત્યાં વૈશાલી નો ફોન આવ્યો.

ફોન રિસીવ કરતા જ વૈશાલી નો પહેલો સવાલ હતો. કિર્તન તું ક્યાં છે અને તારો ફોન કેમ બંધ હતો.?

વિચારવું પડ્યું નહિ કિર્તન ને તરત જવાબ આપ્યો. સોરી વૈશાલી...
સવારમાં ઉઠ્યો તો મારું માથું દુઃખી રહ્યું હતું. ટેબલેટ લેતા પહેલા ફોન ની બેટરી લો હતી એટલે ચાર્જીંગ માં મૂક્યો પણ સ્વિસ પાડતા ભૂલી ગયો ને ટેબલેટ પેઇન કીલર લેવાને બદલે મે ઊંઘ ની ટેબલેટ લઈ લીધી ને મને ઊંઘ આવી ગઈ જ્યારે જાગ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. ફોન ચાર્જ માં મૂક્યો ત્યાં તારો કોલ આવ્યો.

વૈશાલી ફોન મુકીને થોડી મિનિટોમાં કિર્તન ના રૂમમાં આવી પહોંચી. કિર્તન ને ખબર હતી કે વૈશાલી થોડી મિનિટોમાં આવી પહોંચ છે એટલે તેણે આખો ચોળીને લાલા કરી જેથી વૈશાલી ને ખબર પડે કે કિર્તન અત્યાર સુધી ઊંઘી રહ્યો હતો. વૈશાલી રૂમમાં આવી ને જોયું તો કિર્તન બેડ પર સૂઈ રહ્યો હતો. ત્યાં બેડ પર વૈશાલી આવી અને કિર્તન ને ગળે વળગી ગઈ.

વૈશાલી કિર્તન લવ યુ કહી ગાલ પર અને કપાળ પર ચુંબન કરવા લાગી. જાણે કે કોઈ ખોવાયેલ મળી ગયું હોય તેમ કિર્તન પર વૈશાલી પ્રેમ વરસાવવા લાગી. કિર્તન લવ યુ ટુ કહી તેણે પણ વૈશાલી ને કિસ કરી. બંને ફરી ગળે વળગ્યા. વૈશાલી કઈ સમજે કે ન સમજે પણ કિર્તન સમજી ગયો કે વૈશાલી મને પ્રેમ કરવા લાગી છે.

ઘણો સમય વૈશાલી ત્યાં બેઠી. સાંજ પડી ગઈ હતી વૈશાલી તેના ઘરે જવા માંગતી હતી પણ કિર્તન તેને ઘરે જવા ના પાડી રહ્યો હતો. કિર્તન તેની સાથે સમય પસાર કરવા માંગતો હતો. વૈશાલી થોડો સમય કિર્તન સાથે સમય પસાર કરવા હા પાડે છે. હા પાડતા ની સાથે કિર્તન બહારથી પીઝા ઓર્ડર કરે છે. અને રાજીવને મેસેજ કરે છે તું નોકરી પરથી સીધો જમવા જતો રહેજે હું નહિ આવું. અને થોડો મોડો આવજે.

થોડો સમય થયો ત્યાં પીઝા આવ્યા. પીઝાનું બોક્સ વૈશાલી એ ખોલ્યું અને પહેલો ટુકડો કિર્તન ને ખવડાવ્યો. કિર્તન આને પ્રેમ સમજી બેઠો. કિર્તન પણ વૈશાલીને ખવડાવવા લાગ્યો. બંને એક બીજાને ખવડાવતા રહ્યા જ્યાં સુધી પીઝા પૂરા થયા નહિ ત્યાં સુધી. આખરે બંને છુટા પડ્યા. છૂટા પડતાં પહેલાં વૈશાલીએ ફરી કિર્તન ને લવ યુ કહ્યું. કિર્તન પણ જવાબમાં લવ યુ ટુ કહ્યું.

બીજે દિવસે કિર્તન કંપનીમાં ગયો. એક મહિના થી તે તેના ઘરે ગયો ન હતો. એટલે ઘરે જવાં કંપનીમાં થોડી રજા માંગી. વૈશાલીએ તો રજા ની ના પાડી પણ બોસ તેને બે દિવસ ની ઘરે જવા રજા આપે છે. ને કિર્તન બીજે દિવસે ઘરે પહોંચે છે.



કિર્તન તેની બાઇક લઈ કામનાથ સરોવર આવી પહોંચ્યો. પહેલેથી પલક કિર્તન ની રાહ જોઈ રહી હતી. કઈ ગુડ ન્યૂઝ છે તે જાણવા પલક બેચેન પણ હતી અને થોડી દુઃખી પણ હતી.

ખુશીથી કિર્તનનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. તે પલકને ખુશીના સમાચાર જણાવવા ઉત્સકતા હતી એટલે પલક ની થોડી નજીક આવીને બેઠો અને પહેલા તો પલક ને હગ કરી વિશ્વાસ આપ્યો કે હું તારો છું. પણ જ્યાં સુધી કિર્તન પૂરી વાત ન કરે ત્યાં સુધી પલકને વિશ્વાસ કોઈ દરાર દેખાઈ રહી હતી.

પલક નો હાથ પકડી કિર્તન બોલ્યો મને લવ થઈ ગયો છે. આ સાંભળીને તો પલક બે મિનિટ તો આઘાતમાં કઈ બોલી શકી નહિ. કિર્તન ને શું કહેવું તે સમજ પડી રહી ન હતી. જીવનભર સાથ નિભાવવાના વચન આપનાર આજે કિર્તન પળભર પર સાથે ન હોય તેવું લાગી રહ્યું હતું. કિર્તન ની ખુશીમાં ખુશી માની ને પલકે કહ્યું કિર્તન આ તો બહુ સારી વાત છે તો હવે કહી દે કે "તે કોણ નસીબદાર છોકરી છે. જેનું દિલ મારા કિર્તન નું ચોરી લીધું."

પલક ના ચહેરા પર ખુશી જોઈ કિર્તન ના ચહેરા પર વધુ ખુશી છવાઈ. કહ્યું હું જે કંપનીમાં નોકરી કરું છું તે કંપનીની બોસ ની દીકરી વૈશાલી. બહુ જ સુંદર છે તે અને તેની મદદ કરવાની ભાવના પર જ હું ફિદા થઈ ગયો છું.

ચહેરા પર ખોટી ખુશી પલક દર્શાવી રહી હતી. તે વૈશાલી વિશે વધુ જાણવા માંગતી હતી પણ કઈ રીતે પૂછવું તે સમજ પડી રહી ન હતી. પણ ધીરેથી પૂછી લીધું. શું તમે એક બીજાને પ્રપોઝ કર્યું.?

કિર્તન બોલ્યો હા તો પાડી નહિ પલક પણ તેણે લવ યુ બે વાર કહ્યું અને મે પણ જવાબમાં લવ યુ કહ્યું. પછી આગળ વધીએ તે પહેલા મારે અહી આવવાનું થયું.

હજુ વાત પૂરી ન હતી, પણ પલક ઘરે જવા ઉતાવળ કરવા લાગી. ઘણી વાર કિર્તને તેને ત્યાં બેસવાનું કહ્યું પણ પલક બસ ઘરે જવા માંગતી હતી. એટલે કિર્તન તેને ઘર જવા રજા આપી અને બંને સાથે ઘર તરફ નીકળ્યા.

તે રાત્રે પલકને ઊંઘ ન આવી તે તેના નસીબ ને દોષ દેવા લાગી. વચ્ચે રડી પણ આખરે તેણે મન મનાવી લીધું. પણ અફસોસ તેને એ વાત નું રહ્યું કે કિર્તન તેનો પ્રેમ સમજી શક્યો નહિ. વાયદાઓ પણ ભૂલી ગયો. આવેલા આસું લૂછ્યા અને કિર્તન તેના રસ્તે અને હું મારા રસ્તે અને પ્રેમ તેના જગ્યાએ મૂકીને સૂઈ ગઈ.

બીજે દિવસે સાંજે ફરી પલકને ફોન કરી કિર્તન કામનાથ સરોવર બેસવા કહે છે. પણ એક માની લીધો કિર્તન ને એટલે ના કહી નહિ ને તે કિર્તન ના ઘરે આવી બંને કામનાથ સરોવર પહોંચ્યા. બંને વચ્ચે હવે એક પડદો આવી ગયો હોય તેવું લાગતું હતું. બંને પહેલા તો વાતો કરવા થાકતા ન હતા ને આજે કોઈ વાત ની શરૂઆત પણ કરતા ન હતા. આમ ચૂપ રહી સાંજ પડી ગઈ ને આજે પહેલીવાર બંને વચ્ચે કોઈ વાત થઈ નહિ. અને ઘરે જતા રહ્યા કોઈએ આવજો પણ કહ્યું નહિ. લાગ્યું એવું કે જાણે કોઈ સંબંધ રહ્યો જ ન હોય.

સવારે કિર્તન રાજકોટ જવા નીકળી ગયો ને નોકરી પર લાગી ગયો. ફરી તે રાબેતા મુજબનું કામ અને વૈશાલી સાથે નો સરસ અને પ્રેમભર્યો સમય પસાર કરવાનો મોકો. આમ દિવસો પસાર થવા લાગ્યા.

આ બાજુ પ્રેમમાં હારેલી પલક હવે ધીરે ધીરે કિર્તનને ભૂલવાનો પ્રયાસ કરવા લાગી હતી. થોડી બેચેન રહેતી પલકને તેના માતા પિતાએ તેની બેચેની જાણવાનો પ્રયાસ કર્યો પણ પલક કઈ બોલી નહિ. પલકની લગ્ન માટેની ઉંમર પણ થઈ ગઈ હતી એટલે તે સમયે સગાઈ ની વાત પલકને તેના માતા પિતાએ કરી. પલક ના કહી શકી નહિ ને તમને જે યોગ્ય લાગે તે કરો કહી તેના રૂમમાં જતી રહી. બેચેન રહેતી પલકની જો સગાઈ કરવામાં આવે તો તેની બેચેની જતી રહે ને નવા સપના જોવામાં કદાચ ખુશી મળે તે માટે તે પલક માટે સારા છોકરા જોવા લાગ્યા

અતુલ કંપનીમાં એક જુવાન, હેન્ડસમ અને પાવર ફુલ યુવાન નું આગમન થાય છે. તેનું આગતા સ્વાગત કઈક અનેરું લાગી રહ્યું હતું જાણે કે કોઈ મિનિસ્ટર કે અધિકારી કે પછી કંપનીનો માલિક કેમ ન હોય. કિર્તન પણ તે સ્વાગત માં સામેલ હતો તે આ બધું જોઈ રહ્યો હતો. તેને પણ ખબર હતી નહિ કે આ વ્યક્તિ કોણ છે. તેણે આજુબાજુ ઉભેલા કંપનીના વર્કર ને પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો. કિર્તન સર તે આ કંપનીના થનાર જમાઈ છે.

આ સાંભળીને તો કિર્તનના હોશ ઉડી ગયા. તે વૈશાલી ના વિચારો માં ખોવાઈ ગયો. અને ધ્યાન ભંગ થયું એટલે બાજુમાં ઉભેલ વર્કર તેને કહ્યું સર તમને ઑફિસમાં બોલાવે છે. જ્યાં જોયું તો બધા પોત પોતાના કામ માં લાગી ગયા હતા. કિર્તન ઑફિસમાં જવાના બદલે તે તેના કેબિનમાં જતો રહ્યો ને બેઠો બેઠો ફરી વિચારોમાં ખોવાઈ ગયો. વેશાલી સાચે મને લવ કરતી હતી કે જસ્ટ ટાઈમ પાસ હતો. તેણે આવું કેમ કર્યું જો તેની સગાઈ થઈ ગઈ હતી તો મને પ્રેમ ની માયાજાળમાં કેમ ફસાવી દીધો. પ્રેમ જ ન હતો તો આઇ લવ યુ કહેવાની શી જરૂર હતી.

પટાવાળો આવીને કિર્તન ને જગાડે છે ને કહ્યું ઑફિસમાં બોસ અને વૈશાલી મેમ તમને બોલાવે છે. હવે બીજી વાર બોલાવે એટલે જવું તો પડશે. તે વોશરૂમ જઈ મો ધોઈ બોસ ની ઑફિસમાં પરવાનગી લઈ દાખલ થયો.
વૈશાલી ઉભી થઇ કિર્તનને તેના થનાર પતિની ઓળખાણ કરાવે છે ને પછી તેની બાજુના બેસાડે છે. કિર્તન શું બોલવું તે કઈ મગજમાં વિચાર આવી રહ્યો ન હતો.

બોસે કહ્યું કિર્તન આજથી તારે મારી નીચે કામ કરવાનું રહશે. મારા જમાઈ મિસ્ટર રાજેશ અને વૈશાલી કાલે શોપિંગ માટે એક મહિનો ફોરેન જવાના છે. એટલે વૈશાલીની ઘણી જવાબદારી તારે સાંભળવાની છે. સારું સર હું કાલથી તમે આપેલી જવાબદારી સંભાળી લઉ છું એમ કહી તે તેના કેબિનમાં જતો રહ્યો.

આજે પલકને છોકરો જોવા આવ્યો હતો. છોકરો બહુ સુંદર અને સારા ઘરથી હતો ઉપરથી સારી નોકરી કરી રહ્યો હતો. એટલે પલકને તો પસંદ આવી ગયો હતો. બંને એ વાતચીત કરી. એકબીજાની પસંદગી એક સરખી હતી એટલે છોકરા એ વાત કર્યા પછી બધાની સામે પલક મને ગમે છે તેવું કહ્યું. ત્યારે પલક પણ શરમાઈ ને મમ્મી ની પાછળ સંતાઈ ગઈ. પલકની હા સમજી બધાએ મો મીઠું કર્યું ને સગાઈ ની તારીખ લીધી. બે મહિના સુધી કોઈ સારું મુહર્ત હતું નહિ એટલે સગાઈ બે મહિના પછી રાખી.

પલક ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. બધી ખુશી તે કિર્તન સાથે શેર કરતી એટલે આ વખતે પણ કિર્તન ને ફોન કરી તેની સગાઈ ની વાત કરી. સગાઈ ની વાત સાંભળીને કિર્તન પડી ભાંગ્યો તેને તેના ભૂલનો અહેસાસ થવા લાગ્યો પણ પલકની ખુશીમાં ખુશી સમજી ને તે પણ ખુશ છું એવું કહેવા લાગ્યો. તે ખોટું ખોટું હસીને જતાવવા લાગ્યો કે તારી સગાઈ નક્કી થઈ તેથી હું બહુ ખુશ છું. ને હું આ પાર્ટી લેવા થોડા દિવસના જ ત્યાં આવું છું કહી ફોન મૂકી દીધો ને રડવા લાગ્યો.


બે દિવસ પછી રજા લઈ પલકને મળવા કિર્તન અમરેલી પહોંચે છે. ઘરે પહોંચી પહેલી જાણ હું અમરેલી આવ્યો તેની પલક ને કરી અને મળવાનું કહ્યું. મનમાં ઘણું દુઃખ હતું કિર્તન પ્રત્યે પણ એક સાચો સંબંધ તેને ના પાડી રહ્યો ન હતો. એટલે થોડું મોડું થશે પણ હું તને કામનાથ સરોવર જરૂર મળીશ તેવો ઉતર પલક કિર્તન ને આપે છે. ને કિર્તન હવે પોતાનું દુઃખ હળવું કરવા પલક ને મળવા બેચેન બને છે. ગઈ મુલાકાતમાં જેવી હાલત પલક ની થઈ હતી તેવી હાલત અત્યારે કિર્તન ની થઈ છે. તે પોતાના સમય પ્રમાણે કામનાથ સરોવરે પલક ની રાહ જોવા લાગ્યો.

પલકને આવતા જોઈ કિર્તનનું થોડું દુઃખ દૂર થઈ ગયું. તેને પલકની અહેમિયતનો ખ્યાલ આવ્યો. પહેલા ફક્ત ફ્રેન્ડ લાગતી પલક આજે દુઃખમાં બહુ પ્યારી લાગી રહી હતી. પલક નજીક આવી એટલે કિર્તન તેને ભેટીને રડવા લાગ્યો. પલકે પહેલા કિર્તનને શાંત કર્યો અને રડવાનું કારણ પૂછ્યું. પોતાની વાત કેમ કહેવી તે સમજ પડતી ન હતી. પણ પલક સાથે બેજિજક વાત કરનારો કિર્તન વાત કરવા ગંભીર જણાઈ રહ્યો હતો.

ગંભીર ચહેરો જોઈ પલક સમજી ગઈ કે કિર્તન આજે દુઃખી લાગી રહ્યો છે. જો આજે હું તેનો સહારો નહીં બનું તો મારા પરથી વિશ્વાસ તેનો ઉડી જશે. એટલે પલકે કિર્તનનો હાથ હાથમાં લઈ કહ્યું કિર્તન જે હોય તે કહી દે હજુ હું તારી પલક જ છું. પલકના વિશ્વાસની વાતથી કિર્તનમાં થોડી હિંમત આવી અને કહ્યું.

પલક હું વૈશાલીને પ્રેમ કરતો હતો. તે પણ મને પ્રેમ કરતી હતી તે વાત મે તને કહી હતી. પણ હું ફરી નોકરી પર ગયો ત્યારે મને ખબર પડી કે તેની તો સગાઈ થઈ છે. બસ ત્યારે મારું દિલ તુટી ગયું ને હું ભાંગી પડ્યો. સવાલ મારો એક જ છે. જો વૈશાલીની સગાઈ થઈ ગઈ હતી તો તેને મારી સાથે કેમ પ્રેમ કરતી હતી.

કિર્તન કદાચ તું તેની લાગણીને પ્રેમ સમજી બેઠો હશે. હશે જવા દે તે મોટા ઘરના પ્રેમની ત્યાં કોઈ એહમીયત ન હોય. કહી પલકે આશ્વાસન આપ્યું.

તું કહે તો હું ભૂલી જાઉ છું પણ પલક તું તો મને પ્રેમ કરે છે ને.?

પલક આ સવાલનો જવાબ આપવામાં મુંજાઈ. જો કહી દે કે મારી સગાઈ થઈ ગઈ છે. તો કિર્તન વધુ દુઃખી થશે અને જો તેના પ્રેમની હા પાડીશ તો હું મુસીબતમાં મુકાઈ જઈશ. એટલે પલક સમજી ગઈ કે અત્યારે આનો જવાબ આપવો ઉચિત નથી એટલે એક બહાનું બતાવ્યું. કિર્તન મને અત્યારે મમ્મીએ સોંપેલું કામ યાદ આવ્યું છે. એટલે મારે અત્યારે જ ઘરે જવું પડશે. આપણે કાલે વાત કરીએ તો.?
કિર્તન ના પાડી શક્યો નહિ ને બંને ઘર તરફ નીકળી પડ્યા.

બીજે દિવસે સાંજે પલક કિર્તનને ફોન કરી કામનાથ સરોવર બોલાવે છે પણ કિર્તન તો રાજકોટ નીકળી ગયો હતો. ત્યારે ફરી વિચાર આવ્યો કે મારી સગાઈની વાત કરી દઉ પણ પછી યાદ આવ્યું કહીશ તો દુઃખી થશે. પણ જો મોડું કહીશ તો તે વધારે દુઃખી થશે એટલે પલક ને તે સમયે કિર્તનને કહેવું ઉચિત લાગ્યું ને કિર્તનને તેની સગાઈ નક્કી થઈ ગઈ છે તેવી વાત કરી. હજુ તો સગાઈ નક્કી થઈ છે આટલું સંભાળ્યો હશે કે તરત ફોન મૂકી દીધો . તે પછી પલક ઘણી વાર ફોન કરે છે પણ કિર્તન ફોન રિસિવ કરતો નથી. ફોન રિસિવ ન કરવાથી પલકને ચિંતા થવા લાગે છે. તેને ખરાબ વિચારો આવવા લાગે છે. કે કિર્તન કઈક કરી ન બેસે તો સારું. ઘણા મેસેજ કરે છે પણ કોઈ રિપ્લાય આવતો નથી. હવે આ વાત કરે તો કોને કરે તે ચિંતામાં રાત્રે તેને ઊંઘ પણ ન આવી.

સવારે ફરી કિર્તનને પલક ફોન કરે છે પણ સામેથી કોઈ જવાબ ન આવતા તે બેચેન થઇ જાય છે. પલકને ક્યાંય ચેન પડતું નથી. હવે તે રાજકોટ તો જઈ શકે તેમ હતી નહિ એટલે તે કિર્તન ના ઘરે દોડી ગઈ ત્યાં જઈ તેના માતા પિતાને કિર્તન વિશે પૂછે છે. કિર્તનના માતા પિતા પણ બહાર જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ઉતાવળમાં તે કહે છે કિર્તન અચાનક બેભાન થઈ જતાં તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. હજુ તે ભાન માં આવ્યો નથી. અમે ત્યાં જઈ રહ્યા છીએ. હવે તો પલકને પણ કઈ થવા લાગ્યું. પલક પણ કહેવા લાગી અંકલ મને પણ ત્યાં લઈ જાવ ને. અંકલ સમજતા હતા કે પલક મારા દીકરા ની ખાસ ફ્રેન્ડ છે એટલે તેને પણ કિર્તનની ચિંતા થતી હશે એટલે તેણે પલકના પિતાજીને ફોન કરી કહ્યું હું પલકને સાથે લઈ જાઉ છુ. પલક ના પિતાજી રાજકોટ જવાની રજા આપે છે ને કિર્તનના માતા પિતા સાથે પલક રાજકોટ નીકળી પડે છે.

હોસ્પિટલ પહોંચી જુએ છે તો કિર્તન બેડ પર બેહોશ પડ્યો હોય છે. તેમના માતા પિતા થોડી વાર તેની પાસે બેસીને બહાર જતા રહે છે. પણ પલક ત્યાં જ બેસી રહે છે. રડતી રડતી બોલવા લાગે છે. કિર્તન હું તમને હંમેશા પ્રેમ કરતી હતી. પણ તારું બીજા સાથે પ્રેમ થવું મને પણ ગમતું ન હતું પણ હું કઈ કહી શકી નહિ. લાગ્યું તે નવી લાઇફ બનાવી છે એટલે મે પણ બીજે સગાઈ કરવાનું નક્કી કર્યું. આમાં મારો શું વાંક કિર્તન....
તે એક વાર કહ્યું હોત ને કે પલક તું બસ મારી થઈ ને રહેજે તો આજે હું બીજાની થવા જઈ રહી છું તે આજે ન જાત. પણ હજુ હું બધું સરખું કરી શકું છું જો તું જાગીને કહે કે પલક તું મારી છે ને મારી જ રહીશ.

જાણે કે પલકના શબ્દો સાંભળી રહ્યો હોય તેમ પલકનો હાથ પકડ્યો. ને આંખ ખોલીને કિર્તન પલક ને નિહાળતો રહ્યો. કિર્તનને સભાન જોઈ પલક તેને ગળે વળગી ગઈ. ત્યાં બહાર કિર્તનના માતા પિતાને ખબર પડે છે કે કિર્તનને હોશ આવી ગયો છે. તે રૂમમાં પ્રવેશવા જઇ રહ્યા હતા ત્યાં તેને ડોક્ટર રોકે છે ને કહે છે. તમારો દીકરો બેભાન પણ આ છોકરીથી થયો હતો ને તેના કારણે જ તે હોશ આવ્યો છે.

કિર્તનને રહેવાયું નહિ ને તરત બોલી ગયો પલક હું તને ક્યારેય ભૂલી નહિ શકું. હા થોડો પ્રેમમાં રસ્તો ભટકી ગયો હતો પણ હવે સાચા રસ્તે પાછો ફર્યો છું. હવે નહિ હું તારી લાઇફમાંથી જવા નથી માંગતો. પલકનો હાથ પકડી કહ્યું પલક તું મારી સાથે રહીશ ને મને પહેલાની જેમ પ્રેમ કરતી રહીશ ને.?
એક વિશ્વાસ સાથે પલક હા પાડે છે પણ ફરી કિર્તનને એક સવાલ સતાવી રહ્યો હતો તે પલક ને કહી દીધો. તો પલક તારી સગાઈ ની શું.?

કિર્તન સગાઈ નક્કી થઈ છે. થઈ તો નથી ને. તે બધું મારા પર છોડી દે. આ સાંભળી ને કિર્તન ફરી પલક ને ગમે વળગી ગયો. ને લવ યુ પલક કહ્યું. સામે પલક પણ કિર્તન ને કિસ કરી લવ યુ ટુ કહ્યું.

જીત ગજ્જર



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED